kaal sudhi - 2 books and stories free download online pdf in Gujarati

કાલ સુધી - 2

તેને ભુલી ને આગળ વધવા નું વિચાર્યું.. પણ એ કેટલુ મુશ્કેલ છે એ તો માત્ર હું જ સમજી શકી.. પણ સુ એને કંઈ જ ફરક નથી પડતો..4 મહિના વીત્યા પછી પણ.. ખબર નઈ દિલ આજે પણ પ્રેમ કરે છે તેને.. મન ના સમજાવ્યા છતાં પણ દિલ કંઈ સમજાતું જ નથી.. રોજ રાતે ખોટી આશા આપે છે કે રાહ જો ને કાલ સુધી...સુ ખબર એ આવી જાય..
હવે તો જેટલી નફરત તેના થી થાય એટલી મારા પોતાના દિલ થી પણ થાય જ છે..

અચાનક ફોન વાગ્યો.. પપ્પા નો ફોન હતો.. તેણ ઘરે આવવાનું કીધું.. હોસ્ટેલ માં આવ્યા બાદ પેલી વાા ઘરે એકલી જાવ છું.. બાકી છેલા ૨ વરસ થી તો વિરાટ જ..

વિરાટ નું નામ યાદ આવતા જ અચાનક હું અવાક બની.. મારા ઘરે તો. બધાને ખબર જ હતી.. હવે હું ઘરે જઇશ તો
બધાં પૂછશે તેનું.. હું સુ કઈશ. ... આ વિચારે મને રોકી
દીધી.. આ સવાલ નો જવાબ ન આપવા માટે જ તો હું 4
મહિના થી ઘરે નોત જતી..

મેં પપ્પા ને ફોન કર્યો કીધું કે કૉલેજ જરુરી કામ છે.પપ્પા એ કીધું.. વિરાટ વિશે બધી ખબર છે એમને.. તારા થી પણ વધુ ખબર છે.. હજી કામ છે કૉલેજ માં ?

મે કહ્યુ .. કાલે સવારેે આવું છુ પપ્પા..

પણ એ રાતે પણ નીંદર નાા આવી માત્ર એ વિચારી ને કે પપ્પા એ એમ કા કીધું કે એને વિરાટ ની ખબર છે .. મારા થ પણ વધુ એ કેમ બની શકે.. જે હોંય તે પણ આ સવાલના જવાબ માટે પણ રાહ જોવી સે પડશે કાલ સુુધી..

સવાાર પડી.. હું ઘરે પહોંચી.. ઘરે જઈ કંઈ બોલુ એ પેલાં
મારી મમ્મી ગળે મળી . તેની આંખ માં આંસુ આવી ગયાં.. ખબર નહી સું થયું.. પપ્પા એ હાથ માં એક કાગળ આપ્યો .. સાયદ કોઈક નો લેટર હતો..

મે એ ખોલયો .. એ લેેટર વિરાટે લખ્યો હતો..

" પ્રી્ય , મમ્મી પપ્પા.. તમે મારા પર બોવ વિશ્વાસ કર્યો.. એ માટે હું બોવ આભારી છું.. - . આજે મારા ઘરે મારી અને માાનસી વીશેે ખબર પડી.. પપ્પા ના માન્યા.. મે કીધુું હું મરી જઇશ.. તો એ રડવા લાગ્યા અને કીધું એ તો તું નહી તો પણ મરવા નો છે.. તને બ્લડ કેેેન્સર.. તારી પાસે હવે સમય નથી.. હું ચોોંકી ગયો.. તેમણ આગળ કહ્યું કે હવે કોઈ છોકરી સાાથે લગ્ન કરી એની જીદગી થોડી બગડાઈ..
.. પપ્પા ની વાત એકદમ સાચી.. હવે મારી પાસે સમય જ
કયા રહ્યો છે..

આ એક જ પળ માં મારી જીંદગી બદલાઈ ગઈ.. હવે કંઈ નહિ બચ્યું.. હું પોતે પણ ના બચ્યો..

મને માફ કરજો.. માનસી સાથે વાત કરવાંની હવે જરાઈ હિમત નથી.. અને તમારી સાથે પણ વાત કરવાંની હિંમત નથી એટલે જ આ ફોન ના જમાના માં પત્ર લખું છું..

એક અંતિમ ઈચ્છા છે કે આ વિશે માનસી ને કંઈ ના કહેતા.. એનું ધ્યાન રાખજો.. અને એક સારો છોકરો ગતી
મેરેજ કરાવી દેજો..

આભાર.. "

આ પત્ર વચંંતા જ આંખ ભરાઈ ગઈ..
મે જલ્દી થી તેને ફોન લગાવ્યો.. તેની બહેન એ ઉપાડ્યો..
મેં કીધું બધી વાત ખબર છે મને.. ફોન આપ ને તેને.. એ
રડતાં અવાજે એ એટલું જ બોલી.." ભાઇ ના કહેવા થી જ હું તમને રોજે એમ જવાબ આપતી.. પણ હવે.. હવે સાચે.. એ..નથી... હવે રાહ ના જોતા કાલ સુુધી.." આ અંતિમ શબ્દો સાાથે ફોન કપાઈ ગયો..

અને જાણે એક એવી વેદના જે .. જે નો હવે અંત ના હતો.. ખતમ થઇ ગયું બધું....

આજે 2 વરસ પછી પણ એ એટલો જ યાદ આવે છે.. લાગે છે કે તે આવશે...

ખબર નહિ કેમ દિલ આજે પણ રાહ જોવા માંગે છે.. કાલ સુધી..