Kalakaro Ane Kasabio - 4 books and stories free download online pdf in Gujarati

કલાકારો અને કસબીઓ ભાગ - ૪

પ્રકરણ ૩૯

"આપકી યાદ આતી રહી...રાત ભર ...."
.
પ્રોતિમા બેદી ઉર્ફે કાલી ઉર્ફે પ્રોતિમા ગૌરી ઉર્ફે ગૌરી માં ઉર્ફે ગૌરી અમ્મા ~~~

ફિલ્મજગતમાં કેટલાક પાત્રો જ એવા છે કે તેમના પાત્રાલેખન પાંચ સાત ફકરામાં સમાવવા શક્ય નથી
એમના પાત્રાલેખનમાં મહાનિબંધ પણ ઓછા પડે
પણ સમય અને સંજોગો મહાનિબંધ લખતા રોકે છે !

કદાચ પ્રોતિમા બેદી, પરવીન બાબી, પૂજા ભટ્ટ, પૂજા બેદી વગેરે વગેરે એ કક્ષાના પાત્રો ગણાવી શકાય !
.
પ્રોતિમા; ઉદ્ધત, ઉદંડ અને ઉછાંછળુ વ્યક્તિત્વ !
પ્રોતિમા; Bold & Beautiful but without Brain !
પ્રોતિમા.....પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ ભૂખ્યું એક પાત્ર !
પ્રોતિમાના દરેક પ્રયત્નો પોતે આઝાદ છે અને જમાનાથી ઘણી આગળ છે એ સાબિત કરવાના રહયા

ડિસેમ્બર ૧૯૭૪માં Cine Blitz નામનું ફિલ્મોની ગપશપ અને ફિલ્મી સમાચારોને આવરતું એક નવું મેગેઝીન શરુ થવાનું હતું
આ મેગેઝીનના પ્રણેતા હતા જાણીતા પત્રકાર રુસી કરંજીયા
અને આ મેગેઝીનની એડિટર ઈન ચીફ હતી રુસી કરંજીયાની દીકરી, રીટા મેહતા

સસ્તી પ્રસિદ્ધિની લ્હાયમાં આ મેગેઝીને જે તે સમયના કુખ્યાત મેગેઝીન "Debonair"ને પછાડવા, પોતાના મેગેઝીનના સેન્ટર પેજ પર કોઈક ગ્લેમર ઉભું કરવાના પ્રયાસરૂપે જે તે સમયની જાણીતી મોડલ એવી પ્રોતિમા બેદીને સાધી લીધી
અને ૧૯૭૪માં પ્રોતિમા બેદીને અઢળક રૂપિયા આપીને "નગ્નાવસ્થા"માં મુંબઈની જાહેર જગ્યાઓ પર દોડવા માટે રાજી કરી દીધી

પ્રોતિમાએ મુંબઈ જેવા શહેરના ભરચક રસ્તા પર સવારે ફ્લોરા ફાઉંટેઈન પર નગ્નાવસ્થામાં દોડ લગાવી
પણ એ વિડીયો ખુદ પ્રોતિમાને પસંદ ના આવ્યો એટલે ફરી વખત એ દ્રશ્યો ફિલ્માવવા માટે બપોરે જુહુ બીચ પર સેંકડો માણસોની હાજરીમાં પ્રોતિમાએ નગ્નાવસ્થામાં દોડ લગાવી !

એક નારી તરીકે પ્રોતિમાએ પૈસા અને પ્રસિદ્ધિ મેળવવાના પાપે નારીની અસ્મિતાને જાહેરમાં હોડ પર લગાવી દીધી !

પોતાના મેગેઝીનને પહેલા જ અંકથી પ્રસિદ્ધિ મળે એ માટેના આ પ્રયાસમાં માટે રુસી કરંજીયાને તેની પ્રકાશન સંસ્થાને અને રીટા મહેતાને પણ એટલા જ જવાબદાર ગણવા રહયા

મેગેઝીનના પ્રથમ અંકના પ્રકાશન બાદ હોબાળો મચતા મેગેઝીનના પ્રકાશકો તરફથી એવો દાવો કરાયો હતો કે આ ફિલ્માંકન મુંબઈમાં નહિ પણ ગોવાના બીચ પર કરાયેલ છે

વાત તો એકની એક જ હતી કે અહીં ભારતીય નારીની અસ્મિતાનો સવાલ હતો
અને બીજી અગત્યની વાત આ ફિલ્માંકનને મુંબઈમાં નજરે જોનારા ખોટા કે ?!

હદ તો ત્યારે થઈ કે ચાર વર્ષની નાનકડી દીકરી પૂજાએ શાળાએથી ઘરમાં આવીને કહ્યું કે "સ્કૂલમેં સભી બચ્ચે કી માં બોલ રહી થી કે પૂજા કી મમ્મીને નંગા દૌડ લગાયા !"

વર્ષ ૨૦૦૦ સુધી આ મેગેઝીન સારીરીતે ચાલતું રહ્યું
પણ એ પછી મેગેઝીનના વેચાણમાં અચાનક ઘટાડો નોંધાતા મેગેઝીનના પ્રકાશકો આર્થિક સંકડામણમાં આવી ગયા
અને મેગેઝીનને વેચવા કાઢ્યું
૨૦૦૧માં આ મેગેઝીનને વિજય માલ્યાના UB Group દ્વારા ખરીદી લેવાયું
પણ UB Groupને આવા મેગેઝીનના પ્રકાશનનો અનુભવ ના હોવાથી મુખ્ય સંપાદક તરીકે "રીટા મેહતા"ને જ રાખવામાં આવી
વર્ષ ૨૦૦૩માં Cine Blitzની આંતરરાષ્ટ્રીય આવૃત્તિ બહાર પડાઈ

વર્ષ ૨૦૦૬માં મુખ્ય સંપાદક "રીટા મેહતા"ને રુખસદ અપાઈ અને તેની જગ્યાએ "નિશી પ્રેમ"ને મુખ્ય સંપાદક બનાવાઈ
આ અગાઉ નિશી પ્રેમ "સ્ટારડસ્ટ" મેગેઝીનની મુખ્ય સંપાદક હતી

એના જેવા જ લખ્ખણ ધરાવતી પૂનમ પાંડેને પ્રોતિમા બેદીની બાયોપીકમાં અભિનય કરવા આમંત્રણ મળ્યું છે !
આખરે સરખામણી તો સમાન લક્ષણો અને સમાન આદતો ધરાવનારની જ થાયને !

આમપણ કબીર બેદી સાથેના તેના લગ્નસંબંધ કથળી ગયા હતા
અને આ ઘટના બાદ એ બન્નેયના સંબંધોનો અંત આવ્યો

કબીર બેદી અને પ્રોતિમા બેદી કાયમ માટે એકબીજાથી અલગ થઈ ગયા

આઝાદ !
.
પ્રોતિમા ગૌરીનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૯૪૮ના દિવસે દિલ્હીમાં થયો હતો
ત્રણ બહેનો અને એક ભાઈના પરિવારમાં પ્રોતિમાનો બીજો નંબર હતો
તેના પિતા લક્ષ્મીચંદ ગુપ્તા હરિયાણાના કરનાલમાં વેપારી હતા

પ્રોતિમાની માતાનું નામ રિબા હતું
પ્રોતિમાની માતા બંગાળી હતી
પ્રોતિમાના પિતાએ બંગાળી કન્યા સાથે લગ્ન કરતા તેમને પૈતૃક ઘર, પૈતૃક સંપત્તિ અને પૈતૃક વેપાર - વ્યવસાયમાંથી બેદખલ કરવામાં આવ્યા હતા

ત્યારબાદ પ્રોતિમાના પિતા પોતાના પરિવાર સાથે દિલ્હીમાં રહેવા થયા

પ્રોતિમાની ૭ વર્ષની ઉંમરે તેના પિતા ૧૯૫૩માં પરિવાર સાથે ગોવા રહેવા ગયા
ત્યાંથી ૧૯૫૭માં તેઓ મુંબઈ રહેવા ગયા અને ત્યાં સ્થાયી થયા
.
પ્રોતિમાનો શાળાકીય અભ્યાસ કરનાલમાં અને પંચગીનીમાં થયો
જયારે પ્રોતિમાએ ૧૯૬૭માં સ્નાતકની પદવી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજથી મેળવી

દરમ્યાન પ્રોતિમા મોડેલિંગની રંગારંગ અને મનમોહક દુનિયામાં પ્રવેશી ચુકી હતી

મોડેલિંગની દુનિયામાં જયારે પ્રોતિમા પ્રવેશી ત્યારે પ્રોતિમાના પિતાએ પ્રોતિમાને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો !
.
અને પુરુષોની અને તેમની લોલુપતાની લાગણીની સમજણ પ્રોતિમાને આવી ગઈ હતી
અને સામે પક્ષે એવી જ લાગણીઓ એના મગજમાં કાયમ માટે રમવા લાગી હતી

મોડેલિંગના એ સમય ગાળામાં નીના ગુપ્તાએ પ્રોતિમાની મુલાકાત કબીર બેદી નામના બોલીવુડના હેન્ડસમ અને ડેશિંગ હીરો સાથે કરાવી દીધી હતી

અને પ્રોતિમા અને કબીર વચ્ચે પ્રેમાંકુર ફૂટી નીકળ્યા

અને પ્રેમાંકુરના પગલે પ્રોતિમા પોતાના પ્રેમી પુરુષને પામવા પોતાના પરિવારને અને પ્રાસાદોને પાછળ છોડીને ૧૯૬૮માં કબીર સાથે લગ્નબંધનને બંધાયા વગર રહેવા લાગી !

પરિવાર અને સમાજના સામાજિક નિયમોને અવગણતા બંનેય સમસુખીયાઓ સાથે રહેવા લાગ્યા

એકાદ વર્ષ બાદ ૧૯૬૯માં એ બંનેય સમસુખીયાઓએ લગ્નબંધનને સ્વીકાર્યું

આ લગ્નથી તેઓને બે સંતાન; પુત્રી - પૂજા બેદી (૧૯૭૦) અને પુત્ર - સિદ્ધાર્થ બેદી (૧૯૭૨)

બે સંતાનની માતા એવી પ્રોતિમાની નગ્નદોડ તેના, પોતાને આઝાદ અને ફોરવર્ડ ગણાવતા, પતિને પસંદ ના આવી
અને એ બાબત પણ અન્ય બાબતોની જેમ એ બંને વચ્ચેના ઝઘડાનું મૂળ બની ગઈ અને એ કક્ષાએ પહોંચી ગયા કે એ બન્નેયના લગ્નબંધનાના છેડા છુટા થઈ ગયા
.
લગ્નના બંધનેથી છુટા પડયા પછી પ્રોતિમાને એક અલગ વિચાર સ્ફૂર્યો
અને પોતાની ૨૭ વર્ષની ઉંમરે ૧૯૭૫માં ગુરુ કેલુચરણ મોહપાત્રાના માર્ગદર્શન હેઠળ ઓડિસી નૃત્ય શીખવાની શરૂઆત કરી
રોજના ૧૨ થી ૧૪ કલાકની સખત મહેનત દ્વારા પોતાનું લક્ષ પર પાડયું
.
૧૯૭૫ થી ૧૯૯૦ના ગાળામાં પ્રોતિમાએ મોડલિંગ સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું
વર્ષ ૧૯૭૮ - ફિલ્મ ગમન
વર્ષ ૧૯૮૭ - ફિલ્મ આધા સચ આધા ઝૂઠ
વર્ષ ૧૯૯૨ - ફિલ્મ Miss Beatty's Children
.
.
ત્યારબાદ પોતાની વિચારધારા બદલી......

ગુરુ-શિષ્ય પરમ્પરાને ઉજાગર કરવાના હેતુથી પ્રોતિમાએ ૧૯૯૦માં બેંગલોર નજીક "નૃત્યગામ" નામનું ગુરુકુળ બનાવ્યું
જ્યાં અલગ અલગ પ્રકારના સાત નૃત્યોની શિક્ષા અને બે પ્રકારની માર્શલ આર્ટની શિક્ષા તદ્દન મફત આપવામાં આવે છે
.
૧૧ મે ૧૯૯૧ના દિવસે જે તે સમયના વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંઘે નૃત્યગામનું ઉદ્દઘાટન કર્યું
.
નૃત્યગામ વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ "Gerard da Cunha"ના માર્ગદર્શન અને દોરવણી હેઠળ બનાવાયું હતું
૧૯૯૧માં નૃત્યગામને "Best Rural Architecture" એવોર્ડ મળ્યો હતો
નૃત્યગામના ખર્ચાને પહોંચી વળવા માટે ૧૯૯૨માં "Kutteram" નામનો રિસોર્ટ શરુ કરાયો હતો
.
૧૯૯૪થી નૃત્યગામમાં "Vasanta Habba"ના નામે નૃત્ય મહોત્સવ શરુ કરાયો હતો
૨૦૦૪ના છેલ્લા "Vasanta Habba" નૃત્ય મહોત્સવમાં ૪૦૦૦૦ શોખીનો હાજર રહયા હતા
૨૦૦૪ની ત્સુનામી બાદ અને જરૂરી ફંડના અભાવે "Vasanta Habba" નૃત્ય મહોત્સવ વર્ષ ૨૦૦૫ - ૨૦૦૭ દરમ્યાન યોજાયો નહોતો
ત્યારબાદ "Vasanta Habba" નૃત્ય મહોત્સવને કાયમ માટે બંધ કરી દેવાયો છે
.
નૃત્યગામમાં આવતા શિષ્યો પ્રોતિમાને "પ્રોતિમા ગૌરી", "ગૌરી માં" અને "ગૌરી અમ્મા" તરીકે ઓળખતા
.
.
દરમ્યાન વર્ષ ૧૯૯૭માં USAના નોર્થ કેરોલિના સ્થિત Carnegie Mellon Universityમાં ભણતા તેના દીકરા સિદ્ધાર્થે પોતાની ૨૬ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી

અને પ્રોતિમાનું જીવન બદલાઈ ગયું

પ્રોતિમા બેદીએ પોતાની ઓળખ પ્રોતિમા ગૌરીનાં નામની કરી દીધી
અને પ્રોતિમા પોતાના મનની શાંતિ માટે અવારનવાર હિમાલયના પ્રવાસે જવા લાગી
એક આવા જ હિમાલયના કૈલાસ માનસરોવરના પ્રવાસના રસ્તે ૧૮ ઓગસ્ટ ૧૯૯૮ના દિવસે ભારત અને તિબેટની સરહદથી ૬૦ KM દૂર ધારચૂલા નજીક એક બરફના તોફાનમાં ૧૦૮ પ્રવાસીઓ (પોતાના સહીત) સાથે કુદરતી સમાધિ મેળવી લીધી !

ત્યારે પ્રોતિમાની ઉંમર માત્ર ૪૯ વર્ષની હતી
.
.
નીના ગુપ્તાએ પ્રોતિમાની મુલાકાત કબીર બેદીએ કરાવી એ પહેલા પોતાના મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કરણકપૂર સહિતના અન્ય મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હેન્ડસમ અને ડેશિંગ મોડલ સહિતના અન્ય લોકો સાથે પ્રેમમાં પડી ચુકી હતી અને લગ્ન પહેલા જ "લગ્નસુખ" માણી ચુકી હતી

હવે એકસરખી આદતો ધરાવતા હતા સમસુખીયા એવા પ્રોતિમા અને કબીર બેદી એકમેકને મળી ગયા હતા

પોતાની જીવનકથની અને જીવનકરનીને "Timepass: The Memoir of Protima Bedi"(Viking Penguin)માં મઠારીને મૂકી છે
અને તેમાં પ્રોતિમાએ પોતાના સમય સમયે બદલાતા રહેલા પ્રેમીઓ વિશેની વાત પોતાના જે તે પ્રેમીઓની ખાસિયતો સાથે છડેચોક કરી છે / છડેચોક કહી છે !

અને જે તે પ્રેમીઓ ખુબ જ પૈસાદાર અને પોતાના ક્ષેત્રમાં આગળ પડતા હતા
તેમાંના કેટલાક નામ જાણીને ખરેખર આશ્ચર્ય થશે !

જેમાં પંડિત જસરાજ, વસંત સાઠે, રજની પટેલ, મારિઓ ક્રોપફ, જેક્સ લેબેલ, ફ્રેડ કિએનઝેલ વગેરે વગેરે મુખ્ય રહયા

૧.
ફ્રેડ કિએનઝેલ ~~~

વર્ષ ૧૯૭૧માં પ્રોતિમાને ગર્ભપાત થયો હતો
ત્યારે પ્રોતિમા પુરુષનો સાથ અને હૂંફ ઝંખતી હતી
પણ કબીર બેદી પોતાની ફિલ્મ "સીમા"ના શૂટિંગ માટે પ્રોતિમાને એ હાલતમાં મૂકીને જતો રહ્યો હતો

બસ ત્યારે જ પ્રોતિમાનો જર્મન પાડોશી ફ્રેડ કિએનઝેલ પ્રોતિમાની નજીક આવ્યો
પ્રોતિમા એના પર જે તે સમયથી ઓળઘોળ થઈ ગઈ
એ સંબંધો વિકસતા જ ગયા
હવે પ્રોતિમા કબીર બેદીની પરવા પણ નહોતી કરતી અને કબીરને ઝંખતી પણ નહોતી !

પ્રોતિમાના પહેલા સંતાન એવી પૂજાનો જન્મ થયા બાદ પ્રોતિમા બે વર્ષની થઈ ત્યાં સુધી પ્રોતિમાના ફ્રેડ સાથે સંબંધો અકબંધ રહયા

પ્રોતિમા છ આઠ મહિનાની પૂજાને લઈને ફ્રેડ સાથે મુંબઈની બહાર આઉટિંગમાં જતી
તેઓ બંનેય નાનકડી પૂજાને લઈને હોર્સ રાઈડીંગ, કેમલ રાઈડીંગ,સ્વિમિંગ વગેરે વગેરે મસ્તી કરતા રહયા

કબીરને આ બાબતની જાણ થઈ ગઈ
પ્રોતિમા અને કબીર વચ્ચે ઝઘડા
પ્રોતિમા અને કબીર વચ્ચે એકબીજાને સમર્પિત રહેવાના કોલ

અને પ્રોતિમાના જીવનમાંથી ફ્રેડ થઈ ગયો આઉટ !

આ હતી ફ્રેડ કથા !
.
૨.
પંડિત જસરાજ ~~~

કબીરથી અલગ થયા પછી પ્રોતિમાએ ઓડિસ્સી નૃત્ય શીખવાની શરૂઆત કરી
દરમ્યાન ગીત ગોવિંદના બેલે ડાન્સ સમયે પ્રોતિમાની મુલાકાત પંડિત જસરાજ સાથે થઈ

પંડિત જસરાજ એક નિર્દોષ સંત અને સદ્દગૃહસ્થ જયારે પ્રોતિમા મોહક અપ્સરા જેવી !

પંડિત જસરાજ સાથેના સંબંધે પ્રોતિમા "ગૌરી" બની ગઈ
પ્રોતિમા સાડી પહેરવા લાગી
પ્રોતિમા પોતાના કપાળમાં મોટો ચાંદલો કરવા લાગી
પ્રોતિમા ગજરા લગાવવા લાગી
પ્રોતિમાએ પોતાના ઘરમાં "કાલી માતા"નું મંદિર બનાવ્યું
અને પ્રોતિમા કાલી માતાની ભક્ત બની ગઈ

પાંચ વર્ષ સુધી આ સંબંધો અકબંધ રહયા
આ પાંચ વર્ષ દરમ્યાન મોટાભાગે પ્રોતિમા અને પંડિત જસરાજ ચાંદીની એક જ થાળીમાં સાથે બેસીને ભગવાનને ધારેલો પ્રસાદ આરોગતા !

પોતાના પરિવારના તમામ સભ્યોની હાજરીમાં પંડિત જસરાજ પોતાની શિષ્યા કમ પ્રેમિકા એવી પ્રોતિમાના ભરપેટ વખાણ કરતા થાકતા નહોતા

પ્રોતિમા દરેક કામમાં પંડિત જસરાજની સાથે પડછાયાની જેમ રહેતી

દરમ્યાન એકદિવસ કોઈક કાયદાકીય કામકાજે પંડિત જસરાજ પોતાની ખાસ શિષ્યા એવી પ્રોતિમાને લઈને જે તે સમયના વિખ્યાત કાયદાશાસ્ત્રી અને રાજકારણી રજની પટેલના ઘેર લઈ ગયા

બસ એ મિનિટે જ પવન પલટાયો
અને પ્રોતિમાને પંડિત જસરાજનો મોહ ઉતરી ગયો
સાથે જ પંડિત જસરાજ સાથેના સુંવાળા સંબંધોનો અંત આવ્યો

અને પ્રોતિમાની ભરબપોરે પણ "રજનીમય" થઈ ગઈ !

૩.
રજની પટેલ ~~~
(અભિનેત્રી અમિષા પટેલના દાદા)

પંડિત જસરાજ સાથેના સંબંધોના અંતની શરૂઆત સાથે જ પ્રોતિમાએ પોતાના ઘરમાંથી કાલી માતાનું મંદિર હટાવી લીધું
કાલી માતાની પૂજા કરવાની બંધ કરી દીધી

પ્રોતિમાનો રજની પટેલ સાથે પ્રેમ પાંગર્યો ત્યારે રજની પટેલ કેન્સરથી પીડાતા હતા
રજની પટેલે પોતાની દિલ્હી ઓફિસ પ્રોતિમાને તેના ઓડિસ્સી સેન્ટર માટે વાપરવા આપી દીધી હતી

એકદિવસ પ્રોતિમાએ અકસ્માતે રજની પટેલને પોતાના રૂમમાં ધ્રુસકે ધ્રુસકે રડતા જોઈ લીધા
એ સાથે જ રજની પટેલ પરનો પ્રોતિમાનો પ્રેમ છલકાઈ ગયો

ત્યારબાદ પ્રોતિમા અને રજની પતિપત્ની તરીકે રહેવા લાગ્યા

પ્રોતિમા અને રજની પટેલ રાતદિવસ સાથે ગુજારવા લાગ્યા
આખો દિવસ પ્રોતિમા રજની પટેલ પાસે બેસીને છાપા અને મેગેઝીન વાંચતી

અને રાત્રે પ્રોતિમા અને રજની પટેલ રાત્રે રજની પટેલના Cuffe Castle રહેઠાણ પર સાથે રહેતા

પ્રોતિમાએ એ દિવસોને પોતાની જિંદગીના શ્રેષ્ઠ દિવસો બતાવ્યા છે

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભાવશાળી નેતા તરીકે જે તે સમયે પ્રોતિમાને મુંબઈની મેયર બનાવવાની ઓફર કરી હતી
અને આ બાબત જે તે સમયના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવારને પણ કરી દીધી હતી

અગત્યની વાત એ હતી કે શરદ પવાર અને પ્રોતિમા પણ એકબીજાને ચાહતા હતા !
એટલે પ્રોતિમાને મુંબઈની મેયર બનાવવાનો તખ્તો ગોઠવાઈ ગયો હતો

પણ ........

ત્યારે જ પ્રોતિમા અને રજની પટેલના સુંવાળા સંબંધોની જાણ રજની પટેલની પત્ની બકુલા પટેલને થઈ ગઈ હતી

અને રજની પટેલ અને પ્રોતિમાના સુંવાળા સંબંધોનો અંત આવ્યો !

ત્યારબાદ પ્રોતિમા અને રજની પટેલ વીર સંઘવી અને માલવિકા સંઘવીના લગ્નપ્રસંગે ભેગા થયા હતા
પણ એકબીજાને ઓળખાતા જ ના હોય તેવીરીતે વર્ત્યા હતા !

અચાનક એકદિવસ પ્રોતિમા પર રજની પટેલનો ફોન આવ્યો અને કહ્યું કે
"હું આ દુનિયા છોડીને જાઉં છું .... પણ તારી સાથે વાત કર્યા વગર હું કેવીરીતે જાઉં ?
એટલે જતા જતા તારો મીઠડો અવાજ સાંભળવા આ ફોન કર્યો છે ! I Love You"

રજની પટેલના અંતિમસંસ્કાર સમયે પ્રોતિમા હાજર રહી હતી
પણ રજની પટેલના પરિવારે પ્રોતિમાને સદંતર અવગણી હતી
પણ રજની પટેલનો ડ્રાઈવર પ્રોતિમા અને રજની પટેલના સુંવાળા સંબંધોનો સાક્ષી હતો
એટલે એ ડ્રાઈવર પ્રોતિમા પાસે આવીને ઉભો રહ્યો હતો !

૪.
વસંત સાઠે ~~~

તખ્તો બદલાયો
એટલે પ્રેમાંગણમાં પાત્રો બદલાયા

રજની પટેલ નામના કાયદાશાસ્ત્રીથી હટીને હવે પ્રેમયંત્રની સોય બીજા કાયદાશાસ્ત્રી અને કોંગ્રેસના આગળ પડતા નેતા એવા વસંત સાઠે પર આવીને અટકી

પ્રોતિમા અને વસંત સાઠેની મુલાકાત "ખજુરાહો નૃત્ય મહોત્સવ" સમયે થઈ હતી
અને એ સમયે જ પ્રોતિમા અને વસંત સાઠે એકબીજા તરફ આકર્ષાયા હતા

વસંત સાઠે પોતાની કારકિર્દીને ધ્યાને રાખીને પ્રોતિમા સાથેના પોતાના લગ્નેતર સંબંધોને જાહેરમાં નકારતા રહયા
પણ પ્રોતિમાએ પોતાના "Timepass" વસંત સાઠે સાથેના સંબંધોની ધજા ફરકાવી દીધી !

૫.
મારિઓ ક્રોપફ ~~~

દરમ્યાન પ્રોતિમાએ હિન્દી ફિલ્મના અભિનેતા માર્ક ઝુબેર માટે દાણા નાખી જોયા અને પાસા ફેંકી જોયા
પણ કમનસીબે પ્રોતિમાને ત્યાં નિષ્ફળતા સાંપડી !

મારિઓ ક્રોપફ સાથેના પ્રોતિમાના સંબંધો એટલા આગળ વધી ગયા હતા કે તેઓ બંનેય એકબીજા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા
અને મારિઓ ક્રોપફે પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી દીધા હતા

પણ પ્રોતિમાએ મારિઓ ક્રોપફને પૂજા બેદી સાથે પકડી પાડયો હતો

અને પ્રોતિમાના અને મારિઓ ક્રોપફના સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું
.
.
આ સિવાય ક્યારેક કર્ણાટકના કોઈ રાજકારણી હેગડે ( કદાચ રામકૃષ્ણ હેગડે ) સાથેના પ્રોતિમાના સુંવાળા સંબંધો છાને ખૂણે ચર્ચાતા રહયા !
.
.
નક્કી આ બધા પ્રોતિમાના Timepass પાત્રો જ હશે
ત્યારે જ તો પ્રોતિમાએ પોતાની આત્મકથાનું નામ "Timepass: The Memoir of Protima Bedi"
.
.
આઝાદ અને નગ્નાવસ્થામાં દોડ કરનાર પ્રોતિમાની બેટી પૂજામાં પણ પોતાની માતાના અમુક ગુણો વારસામાં આવ્યા હતા

પૂજાએ અર્ધ નગ્નાવસ્થામાં "કામસૂત્ર" કોન્ડોમની જાહેરાત કરી હતી !
.
૧૯૯૩માં દૂરદર્શને પ્રોતિમા બેદી પર ૧૩ એપિસોડની એક સિરિયલ બનાવવાનું નક્કી કર્યું હતું
જેમાં કબીર બેદી તરીકે અભિનય કરવા માટે પ્રોતિમા અને કબીરના દીકરા સિદ્ધાર્થ બેદીને કરારબદ્ધ કરાયો હતો
પણ ... અકારણ કે સકારણ એ સિરિયલ બનાવવાનો વિચાર પડતો મુકાયો હતો

કબીર બેદી અને પૂજા બેદીની વાતો ફરી ક્યારેક

પ્રોતિમા બેદીની ફિલ્મના ગીતો

~ આપકી યાદ આતી રહી - ગમન
~ સીને મેં જલન આંખોમેં તુફાન સા કયું હૈ – ગમન
~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૦

"આ કે દર્દ જવાં હૈ સજના રાત કા ઈશારા હૈ પ્યારને પુકારા હૈ"
.
બિંદુ નાનુભાઈ દેસાઈ ઉર્ફે બિંદુ ~~~~~

એક ગુજરાતણ, અનાવિલ બ્રાહ્મણ, એક સફળ અભિનેત્રી, એક નૃત્યાંગના , એક સફળતમ ખલનાયીકા , ફિલ્મની એક ઝઘડાળુ સાસુ.
.
ફિલ્મઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા પિતા નાનુભાઈ દેસાઈના ૭ પુત્રી અને અને ૧ પુત્ર ધરાવતા સંતાનોના બહોળા કુટુંબની એ જવાબદાર વ્યક્તિ. તેની ૧૩ વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવી દેતા પોતાના માથે સમગ્ર પરિવારની જવાબદારી આવી

બિંદુની વાત કરતા પહેલા બિંદુના પિતા નાનુભાઈ દેસાઈની થોડીક વાત જાણી લઈએ.
નાનુભાઈ દેસાઈ, ગુજરાતના નવસારી પાસેના કાલીયાવાડીમાં જન્મ.....
અનાવિલ બ્રાહ્મણ એવા નાનુભાઈ દેસાઈ, ૧૯૨૦ના દસકાના ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્દેશક.
ફિલ્મ જગતની કારકિર્દીની શરૂઆત તેમને અરદેશર ઈરાની સાથે કરેલી.
ત્યારબાદ તેમણે ૧૯૨૪માં દોરાબશા કોલ્હા અને ભોગીલાલ દવે સાથે ભાગીદારીમાં "સરસ્વતી ફિલ્મ"ની શરૂઆત કરી.
૧૯૨૯માં પોતાની "સરોજ ફિલ્મ્સ" સ્થાપી.
નાનુભાઈ દેસાઈની ફિલ્મો - ચાંપરાજ હાદો - ૧૯૨૩, રઝિયા બેગમ -૧૯૨૪, સતી શારદાબા - ૧૯૨૫ , વિક્રમ ચરિત્ર - ૧૯૨૫, સૌરાષ્ટ્ર વીર, ભદ્ર ભામિની, મુંબઈની મોહિની,બાજીરાઓ મસ્તાની - ૧૯૨૬, વસંત બાલા, દિલ આરામ - ૧૯૨૭ ભેદી ત્રિશુલ, ગુલઝાર, કૈલાસ કુમારી, રેશમી સારી, આસુરી લાલસા, જાન એ આલમ, અંજુમન, કાલાપહાડ, માયા મહેલ જેવી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કર્યું.
છેલ્લે ૧૯૫૫માં ફિલ્મ "આઝાદ"ના નિર્માણ સમયે મેનેજર તરીકે ફરજ બજાવી. .
.
પિતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક અને માતા જ્યોત્સ્નાબહેન નાટ્યક્ષેત્ર સાથે સંકળાયેલા એટલે ગળથુથીમાં જ અભિનયક્ષમતા મળેલી
શાળાકીય અભ્યાસ દરમ્યાન શાળામાં ભજવતા નાટકોમાં ભાગ લેવાનો મહાવરો
પણ બિંદુના પિતાની અદમ્ય ઈચ્છા હતી કે બિંદુ ડોક્ટર બને.
પરંતુ નસીબે કંઈક અલગ જ ખેલ ખેલ્યા.
પિતાના અવસાન બાદ બહોળા કુટુંબના પાલનપોષણની સંપૂર્ણ જવાબદારી ઘરમાં મોટી પણ નાનકડી બિંદુના શીરે આવી
૧૧ વર્ષની ઉંમરે બિંદુએ ફિલ્મ અનપઢમાં અભણ માતા માલાસિંહાની ભણેલી દીકરી તરીકેનો અભિનય કર્યો.
૧૬ વર્ષની કાચી ઉંમરે પોતાના પડોશી, બિઝનેસમેન અને નાનપણના બોયફ્રેન્ડ, ચંપકલાલ ઝવેરી સાથે લગ્ન કરી લીધા.
.
બિંદુના સસરા પી બી ઝવેરી ફિલ્મ નિર્માતા હતા
તેઓએ ભરથરી (૪૪) , મઝા રામ (૪૯) અને પરશુરામ (૪૭) ફિલ્મો બનાવી હતી
.
૧૯૬૮માં પોતાના બનેવી "લક્ષ્મીકાંત"ના ઘરમાં ફિલ્મ નિર્માતા "રાજખોસલા" સાથે મુલાકાત થઈ ત્યારે ફિલ્મ "નીલામ્બરી"નું શૂટિંગ શરુ થવાની તૈયારીઓ થઈ ગઈ હતી
રાજખોસલાએ નીલામ્બરીનું પાત્ર ભજવવા માટે બિંદુને પ્રસ્તાવ મુક્યો.
ફિલ્મનું પાત્ર ખલનાયીકાનું હતુ
બિંદુએ પોતાના પતિને પૂછી અને જવાબ આપવા જણાવ્યુ
પોતાના પતિની સંમતિ મળ્યા બાદ પ્રથમ વખત મોટા પરદે પ્રથમ વખત ખલનાયીકાનો અભિનય કર્યો

ફિલ્મ નિર્માતા "રાજ ખોસલા"એ ફિલ્મનું નામ "નીલામ્બરી"થી બદલી અને "દો રાસ્તે" રાખ્યુ
ત્યાર પછીનો ફિલ્મની સફળતા અને બિંદુના અભિનયની સફળતાનો ઈતિહાસ આપણી સામે છે
સાથે સાથે બિંદુએ ફિલ્મ "ઇત્તેફાક" પણ કરી જે ફિલ્મ, ફિલ્મ "દો રાસ્તે" પહેલા પ્રદર્શિત થઈ
અને એ સાથે જ બિંદુની ગાડી સડસડાટ દોડવા લાગી
બિંદુની રોલ મોડલ અભિનેત્રી "વૈજયંતીમાલા" રહી

અને બિંદુ કોઈપણ પ્રકારની પ્રાથમિક તાલીમ વગર ફિલ્મોમાં નૃત્ય પણ કરવા લાગી
.
બિંદુની બહેન રેશ્માએ ૧૯૭૨ની ફિલ્મ "પરછાઈયાં"થી ફિલ્મક્ષેત્રે પદાર્પણ કરેલુ.

બિંદુની બીજી બહેન જયાએ પ્રસિદ્ધ સંગીતકાર જોડી(લક્ષ્મીકાંત પ્યારેલાલ)ના લક્ષ્મીકાંત સાથે લગ્ન કર્યા
લક્ષ્મીકાન્તની દીકરી બેબી રાજેશ્વરીએ ૧૯૮૪ની ફિલ્મ "બાઝી"માં ગીત ગાયા હતા
લક્ષ્મીકાન્તનો એક દીકરો, ઋષિકેશ, અભિનેતા છે
જયારે બીજો દીકરો, અભિજીત, TV સિરિયલનો નિર્માતા છે.
એક આડવાત, લક્ષ્મીકાન્તના જીવનમાં અનુરાધા પોડવાલના આગમન સમયે વાવાઝોડુ આવેલુ પણ પ્યારેલાલની સુઝબુઝના કારણે એ શમી ગયેલુ

બિંદુની ત્રીજી બહેન , પ્રીતિ, ડોક્ટર છે

અન્ય બહેનોના નામ હર્ષા, નીતિ, અને ઈલા છે

NRI /નેપાળી એડલ્ટ ફિલ્મસ્ટાર બિંદુ પરીયારના માતાપિતા અભિનેત્રી બિંદુના ચાહકો હોવાથી તેઓએ તેમની દીકરીનું નામ બિંદુ રાખું છે !
.
પોતાના "ગર્ભપાત"ના કડવા અનુભવના કારણે એકસમયે બિંદુએ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધુ હતુ

પરંતુ કોઈપણ ફિલ્મમાં નૃત્ય નહિ કરવાની કડક શરતે ફરી વખત ફિલ્મોમાં અભિનય કરવાનું શરુ કર્યું,
૧૯૬૨ થી ૨૦૦૪ની પોતાની કારકિર્દીમાં બિંદુએ +૧૬૦ ફિલ્મોમાં અભિનય આપ્યો.
.
સાત વખત બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે ફિલ્મફેર એવૉર્ડમાં નોમિનેશન
ઇત્તેફાક - ૧૯૬૯
દો રાસ્તે - ૧૯૭૦
દાસ્તાન - ૧૯૭૨
અભિમાન - ૧૯૭૩
હવસ - ૧૯૭૪
ઈમ્તિહાન - ૧૯૭૪
અર્જુન પંડિત - ૧૯૭૬
દમદાર અભિનય છતાંયે "ફિલ્મફેર" એવોર્ડ સહિતના કોઈપણ ફિલ્મી એવોર્ડ ના મળવા વિષે પુછાયેલા જવાબમાં બિંદુએ કહ્યું હતું કે

"પરદા પરના મારા પાત્રોના જીવંત અભિનયના બદલામાં મને મારા પ્રેક્ષકો તરફથી ભરપૂર ગાળો મળી છે એ જ મારા માટે મારા શ્રેષ્ઠ અભિનયના એવોર્ડ બરાબર જ છે !"
.
અમરપ્રેમ, આયા સાવન ઝૂમ કે, પ્રેમનગર, ચૈતાલી, કટીપતંગ, મેરે જીવન સાથી, દુશ્મન, ગરમ મસાલા, રાજા જાની , ધર્માં , જોશીલે , ઇત્તેફાક , દો રાસ્તે , દાસ્તાન, અભિમાન , હવસ , ઈમ્તિહાન,અર્જુન પંડિત વગેરે વગેરેને બિંદુની સફળ ફિલ્મો ગણી શકાય
.
ગૌરવની વાત એ રહી કે ભપકાદાર વ્યક્તિત્વ, ખલનાયીકા, પરદા પરની નૃત્યાંગના, ઊંચો અને મજબૂત બાંધો, બાળલગ્ન છતાંયે આ ગુજરાતણનું નામ ના તો કોઈ સહકલાકાર સાથે જોડાયુ છે કે ના કોઈ ફિલ્મના નિર્માતા - નિર્દેશક સાથે
ના કોઈ અન્ય "ફિલ્મી કાંડ" કે "ફિલ્મી કૌભાંડ"માં જોડાયું છે
નખશીખ ડાઘ રહિત સ્વમાનભેર પોતાની કારકિર્દી પૂરી કરી
.
બિંદુની ફિલ્મોના કેટલાક ગીતો યાદ કરી લઈએ
~ રોજ શામ આતી થી મગર ઐસી ના થી - ઈમ્તિહાન
~ મેરા નામ હૈ શબનમ - કટી પતંગ
~ શરમા ના યું ઘબરાના યું પરદા કી યે રાત હૈ - જોશીલા
~ પ્યાસે દો બદન પ્યાસી રાત મેં જલ ગયે સાથ મેં - પ્રેમ નગર
~ તેરી ગલીયો મેં ના રખેંગે કદમ આજ કે બાદ - હવસ
~ તેરી બિંદિયા રે હાય હાય તેરી બિંદિયા - અભિમાન
~ જામ ભી હૈ પ્યાસી શામ ભી હૈ હાય હાય ચોરી નહિ સારા આમ ભી હૈ - અનહોની
~ હમને ગાંવ કે પનઘટ પર ભાઈ દેખી થી પનહારીયા - એક બેચારા
~ લકડી જલી કોયલા બની કોયલા બની હૈ ધુલ મૈં પાપન ઐસી જલી - છુપા રુસ્તમ
~ આ કે દર્દ જવાં હૈ સજના રાત કા ઈશારા હૈ પ્યારને પુકારા હૈ - પ્રાણ જાયે પર વચન ના જાયે
~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૧

"દાદી અમ્મા દાદી અમ્મા મન જાઓ ...."
.
મંથરા ઉર્ફે અંબા લક્ષ્મણ રાવ ઉર્ફે અંબિકા લક્ષ્મણ રાવ ઉર્ફે લલિતા પવાર ~~~

ભગવાનની એક જ થપ્પડે નીવડેલી અભિનેત્રીની કારકિર્દી રોળી નાખી

હા, વાત લલિતા પવારની છે
વર્ષ ૧૯૪૨ની ફિલ્મ "જંગ એ આઝાદી"ના ચિત્રીકરણ સમયે નવાસવા આવેલા માસ્ટર ભગવાને એક દ્રશ્યમાં ફિલ્મની અભિનેત્રી લલિતા પવારના ગાલ પર એક થપ્પડ મારવાની હતી અને ભગવાને એ થપ્પડ એટલી જોરથી મારી કે ........

અભિનેત્રી લલિતા પવારના મોં પર લકવો મારી ગયો અને તેની ડાબી આંખની નસ ફાટી જતા લલિતા પવાર પોતાની ડાબી આંખ ખોઈ બેઠી

અને એ જમાનાની સફળ અભિનેત્રીને સતત ત્રણ વર્ષ સુધી સારવાર લેવી પડી
.
અને ત્રણ વર્ષ પછી પુર્નરાગમાને એક સફળ અભિનેત્રી મટીને લલિતા પવાર એક ચરિત્ર અભિનેત્રી બની રહી

પણ જેનામાં અભિનયકલા ઠાંસીઠાંસીને ભરી હતી એ લલિતા ચરિત્ર અભિનયમાં પણ ખરી ઉતરી અને સફળતાનાં શિખરો સરળતાથી સર કરવા લાગી

૭૦ વર્ષની લાંબી ફિલ્મી કારકિર્દીમાં લગભગ ૭૦૦ જેટલી ફિલ્મો કરી
જેમાં મુખ્યત્વે ફિલ્મો હિન્દી, મરાઠી અને ગુજરાતી ભાષાની હતી.

૧૮ એપ્રિલ ૧૯૧૬ના દિવસે યેવલા, નાશિકમાં જન્મ
જન્મનું નામ અંબા અને અંબિકા
રૂઢીચુસ્ત પરિવાર
પિતા લક્ષ્મણ રાવ સિલ્ક અને સુતરાઉ કાપડના વહેપારી

પિતા લક્ષ્મણ રાવ, લલિતાની ૧૦ વર્ષની ઉંમરે તેને લઈને કોઈક ફિલ્મ સ્ટુડિયોમાં ફિલ્મનું ચિત્રીકરણ જોવા લઈ ગયા
જ્યાં બાળ લલિતાએ પોતાનો ફોટો પડાવવાની જીદ પકડી

અને જે તે ફિલ્મના નિર્દેશકને લલિતાની એ જીદ ગમી ગઈ
ફિલ્મ નિર્દેશકે લલિતાના પિતાને લલિતાને ફિલ્મોમાં કામ કરાવવાની મંજૂરી માંગી
અને એનો જવાબ હકારત્મક આવતા જ લલિતાની ફિલ્મી સફર શરુ થઈ ગઈ

બાળ કલાકાર તરીકે સૌપ્રથમ ફિલ્મ હતી ૧૯૨૮ની ફિલ્મ "રાજા હરિશચંદ્ર"
અને લલિતાની ફિલ્મી કારકિર્દી શરુ થઈ ગઈ

લલિતા પવાર એ જમાનાની શ્વેત અને શ્યામ અને મૂંગી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા લાગી અને અભિનયના જોરે લોકચાહના મેળવી સફળ અભિનેત્રી બની રહી

અને ત્યારે જ વર્ષ ૧૯૪૨માં ફિલ્મના શૂટિંગ સમયે લલિતા પવાર સાથે પેલો દુઃખદ અને અઘટિત બનાવ બન્યો અને ...

લલિતા પવારે ચરિત્ર અભિનેત્રી તરીકેની કારકિર્દી ખુબ જ સહજતાથી સ્વીકારી લીધી

અને દર્શકોએ પણ લલિતાના એ નવા અવતારને સ્વીકારી લીધો

પરિણામ સ્વરૂપે દર્શકોને એક બહેતરીન માં, એક ઝઘડાળુ સાસુ, મેલી મથરાવટીવાળી મંથરા વગેરે વગેરેના દર્શન થયા

લલિતા પવારે સામાજિક ફિલ્મો સાથે ઐતિહાસિક, ધાર્મિક, કોમેડી, ટ્રેજેડી , જંગલ, સ્ટન્ટ, રોમાન્સ વગેરે વગેરે ફિલ્મો કરી.
.
.
ચંદ્રા રાવ કદમની ૧૯૩૫માં બનેલી ફિલ્મ "હિમ્મતે મર્દા" એ લલિતા પવારની પહેલી બોલતી ફિલ્મ હતી
આ ફિલ્મના ગીતો લલિતા પવારે જાતે ગાયા હતા

લલિતા પવારના પ્રથમ લગ્ન હનુમાન નામના કોઈ વ્યક્તિ સાથે થયા હોવાનો અછડતો ઉલ્લેખ મળે છે
પણ જેની વિગતો પ્રાપ્ય નથી

આથી લલિતા પવારના પ્રથમ લગ્ન ગણપત રાવ પવાર સાથે થયા હોવાનું મનાય છે
ગણપત રાવ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક હતા

લલિતા પવારે ગણપત રાવ સાથે અભિનેત્રી અને સહનિર્માત્રી તરીકે ૧૯૩૨ની મૂંગી ફિલ્મ "કૈલાશ" બનાવી અને ૧૯૩૮માં અભિનેત્રી અને સહનિર્માત્રી તરીકે બોલતી ફિલ્મ "દુનિયા ક્યા હૈ ?" બનાવી

ગણપત રાવ સાથે લલિતા પવારે છૂટાછેડા લઈ લીધા હતા
જયારે લલિતા પવારને પોતાની જ નાની બહેન અને ગણપત રાવના પ્રેમસંબંધની જાણ થઈ !

ત્યારબાદ લલિતા પવારે "અંબિકા સ્ટુડિયો"ના માલિક એવા "રાજપ્રકાશ ગુપ્તા" સાથે લગ્ન કર્યા હતા.
.
.
ફિલ્મ "અનાડી"ના અભિનય માટે ૧૯૫૯ના વર્ષમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો પ્રથમ અને અંતિમ "ફિલ્મફેર એવોર્ડ" મળ્યો.
.
.
લલિતા પવારના પુત્ર જય પવારે પોતાની ફિલ્મી ઝીંદગીની શરૂઆત ૧૯૬૧ની ફિલ્મ "મેમ દીદી"થી સહ નિર્દેશક તરીકે કરી હતી.
ત્યારબાદ ૧૯૭૧ની ફિલ્મ "પરવાના" અને ૧૯૭૯ની ફિલ્મ "મંઝિલ"નું નિર્માણ કર્યું
.
જય પવારના દીકરા મનોજ પવારે ૧૯૯૦ના દસકામાં ફિલ્મોમાં અભિનેતા તરીકે આવવાના પ્રયત્નો કર્યા પણ તદ્દન નિષ્ફળ રહ્યો
આજે એ સલમાનખાનનો ખાસ અને અંગત મિત્ર બની ગયો છે.
.
રામાનંદ સાગરની TV શ્રેણી "રામાયણ"માં લલિતા પવારે "મંથરા"નો ઉત્કૃષ્ઠ અભિનય આપ્યો
જેના કારણે લલિતા પવારને "મંથરા"નું ઉપનામ મળ્યું
.
લલિતા પવારે ૧૯૨૮માં બાળ કલાકાર તરીકે શરુ કરેલી સુદીર્ઘ કારકિર્દી છેક ૧૯૮૬માં સમાપ્ત થઈ
.
લલિતા પવારે પોતાની ૮૧ વર્ષની ઉંમરે ૨૪ ફેબ્રુઆરી ૧૯૯૮ના દિવસે પૂનામાં અંતિમશ્વાસ લીધા.
.
લલિતા પવારની યાદગાર ફિલ્મોમાં દાગ (૧૯૫૨), શ્રી ૪૨૦, નૌ દો ગ્યારાહ, Mr & Mrs 55 , અનાડી, સુજાતા, હમદોનો, જંગલી, પ્રોફેસર, સેહરા, ગૃહસ્થી, ખાનદાન, ગોપી, બૂંદ જો બન ગઈ મોતી, તપસ્યા, આબરૂ, આનંદ, પુષ્પાંજલીને ગણાવી શકાય
.
ઈતિ શ્રી પાવરફુલ લલિતા પવાર કથા:
~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૨  

"આપને યાદ દિલાયા તો મુજે યાદ આયા..."
.
મીનાકુમારી ઉર્ફે મહેઝબીન બાનો ઉર્ફે ટ્રેજેડી ક્વીન ~~~
.
૧ ઓગસ્ટ ૧૯૩૩ના રોજ જન્મ અને ૩૧ માર્ચ ૧૯૭૨ના દિવસે અવસાન

માત્ર ૩૮ વર્ષના જીવનમાં ૩૩ વર્ષ હિન્દીફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિયપણે વિતાવ્યા !
માત્ર ૧૩ વર્ષની ઉંમરથી પુખ્ત ઉંમરના કિરદાર નિભાવ્યા

૩૮ વર્ષના જીવનમાં જિંદગીના કંઈ કેટલાંયે ઉતારચઢાવ જોઈ નાંખ્યા

પિતા, અલી બક્ષ સુન્ની મુસ્લિમ.
પારસી થિયેટર સાથે જોડાયેલા
ક્યારેક હાર્મોનિયમ વગાડે તો ક્યારેક સંગીતકાર ...ક્યારેક શાયરી બનાવે ...જરૂર પડે નાનામોટા પાત્રના અભિનય પણ કરે

માતા પ્રભાવતી દેવી બંગાળી ક્રિશ્ચિયન જેના સંબંધોના છેડા રવીન્દ્રનાથ ટાગોરના પરિવાર સુધી મીનાકુમારીના, બાળવિધવા, નાની હેમ સુંદરી રવીન્દ્રનાથ ટાગોરના નાના ભાઈની પત્ની

ટાગોર કુટુંબની જબરજસ્તી પછી ટાગોરની મિલકતોમાં પોતાના લાગભાગ છોડી અલગ થયા પછી પ્યારેલાલજી નામના ક્રિશ્ચિયન સાથે લગ્ન કરેલા
જે લગ્નથી બે દીકરીઓ એમાંની એક મીનાકુમારીની માતા પ્રભાવતી દેવી

ત્રણ બહેનો
એક જમાનાની પ્રખ્યાત ગાયિકા ખુરશીદ એ મીનાકુમારીની મોટીબહેન
જે ભારતના ભાગલા પછી પાપીસ્તાનમાં સ્થાયી થઈ
અને મધુ કે જેણે મેહમુદ સાથે લગ્ન કર્યા હતા તે સૌથી નાનીબહેન

ગરીબાઈના કારણે માતાપિતાની પોતાના સંતાનોને ભણાવવાની ઈચ્છા જ ન હતી એટલે પોતાના સંતાનોને બાળકલાકાર તરીકે કામ મળે એ માટે માતાપિતા ખૂબ જ પ્રયત્નશીલ રહેતા.
.
માત્ર ૪ વર્ષની ઉંમરે, મારા કૌટુંબિક કાકા, વિજય ભટ્ટની ફિલ્મ લેધરફેસમાં કામ કર્યું
પહેલા દિવસની કમાણી હતી રૂ.૨૫

શાળાએ જવાની ઉંમરે એ પોતાના પરિવારની કમાઉ વ્યક્તિ બની રહી
મીનાકુમારીએ ક્યારેય શાળાકીય શિક્ષણ મેળવ્યું જ નહિ

પણ જિંદગીની ઝંઝા, વ્યથા, વહેણ અને વમળોએ એને ઘણું બધુ શીખવ્યું !

ક્યારેક બાળપણમાં બાળસહજ પુસ્તકો સાથે એ સેટ પર જતી એથી એ સમયે તેનું નામ "રીડીંગ મહેઝબીન" પડી ગયેલું

બાળકલાકાર તરીકે લગભગ ૧૩ ફિલ્મોમાં કામ કર્યું જે દરમ્યાન વિજય ભટ્ટે એનું નામકરણ "બેબી મીના" કર્યું અને આગળ જતા એ નામ જ "મીનાકુમારી"માં ફેરવાઈ ગયું

૧૯૪૬ની ફિલ્મ "બચ્ચો કે ખેલ"માં માત્ર ૧૩ વર્ષની બાળકલાકાર પોતાનું બાળપણ ભૂલીને વયસ્ક અભિનેત્રી બની ગઈ અને એ પણ "મીનાકુમારી" નામ સાથે

ફિલ્મ તમાશાના સેટ પર અશોકકુમારે સૈયદ અમીન હૈદર નામના એક ફિલ્મ નિર્માતા અને નિર્દેશક સાથે મુલાકાત કરાવી
સૈયદ અમીન હૈદરે પોતાની હવે પછીની ફિલ્મ "અનારકલી" માટે મીનાકુમારી સાથે માર્ચ ૧૯૫૧માં કોન્ટ્રેક્ટ સાઈન કર્યો
કમનસીબે મે ૧૯૫૧માં કાર અકસ્માતમાં મીનાકુમારીને મલ્ટીપલ ફ્રેક્ચર થયા
જેમાં તેનો ડાબોહાથ લગભગ કામ કરતો બંધ થઈ ગયો

તેના ડાબાહાથની છેલ્લી બે આંગળીઓ કપાઈ ગઈ હતી
(ધ્યાનથી ફિલ્મો જોતા મિત્રોએ મીનાકુમારી પોતાના ડાબાહાથનો પંજો સાડીના છેડામાં વીંટાળી રાખતી એ બાબત ધ્યાને હશે, યાદ કરો ફિલ્મ પાકીઝાના નૃત્યગીતો)

હોસ્પિટલમાં ચારેક મહિનાના રોકાણ દરમ્યાન સૈયદ અમીન હૈદર નામનો ફિલ્મનિર્માતા અને નિર્દેશક અવારનવાર મીનાકુમારીની મુલાકાતે આવતો રહ્યો

અને એ ૩ સંતાનોના પિતા એવા ૩૩ વર્ષના પરણેલા પુરુષ પ્રત્યે મીનાકુમારીને પ્રેમ પાંગર્યો અને ૧૯૫૨માં પોતાના પિતાને અંધારામાં રાખીને મીનાકુમારીએ એ ફિલ્મનિર્માતા અને નિર્દેશક સૈયદ અમીન હૈદર ઉર્ફે કમાલ અમરોહી સાથે નિકાહ પેઢી લીધા

આ નિકાહની જાણ મીનાકુમારીના પરિવારને તથા સિનેરસિકોને બરાબર એકવર્ષ પછી થઈ જયારે મીનાકુમારીના પિતાએ પોતાનું કહ્યું ના માનતી મીનાકુમારી માટે પોતાના ઘરના દરવાજા સદાકાળ માટે બંધ કર્યા અને મીનાકુમારી પોતાના શોહરના ઘરમાં રહેવા ગઈ !

મીનાકુમારીને પોતાના બાળકો હોય એવી અદમ્ય ઈચ્છા હતી પણ કમાલ અમરોહી મીનાકુમારી થકી પોતાના સંતાનો હોય એવું ક્યારેય ઈચ્છતા નહોતા વળી મીનાકુમારી પર અન્ય પ્રતિબંધો લાદવાના શરુ કર્યા અને .......

૧૯૬૪માં બંનેય છુટા પડયા.
.
આ આઘાતમાં મીનાકુમારી શરાબના રવાડે ચઢી ગઈ ........
અને અન્ય સમદુખીયા કે સમસુખીયા પુરુષોનો સંપર્ક , સત્સંગ, સંસર્ગ અને સંબંધ વધવા લાગ્યો.
શરૂઆત એ જમાનાના હીમેન ધર્મેન્દ્રથી થઈ
પણ એ સંપર્ક , સત્સંગ, સંસર્ગ અને સંબંધ ૬ - ૮ મહિનામાં સમાપ્તિને વર્યો

ત્યારબાદ ગુલઝારનો સાથ મળ્યો
ગુલઝાર કવિ અને મીનાકુમારી કવિયત્રી ....ક્યારેક મને એ વિચાર આવતો કે કદાચ એકબીજાની કવિતાઓ એકબીજાના નામે છપાવી દેતા હશે કે ?!
આ સંબંધે રાખી સાથેના ગુલઝારના પારિવારિક સંબંધોને અસર થઈ

ગુલઝારે પોતે બનાવેલી પ્રથમ ફિલ્મ "મેરે અપને"માં "મીનાકુમારી" માટે એક ખાસ પાત્રાલેખન કરેલું !

૧૯૬૮માં લંડનના ડોક્ટરોએ મીનાકુમારીને શરાબ બંધ કરવા સલાહ આપેલી પણ ...........
સમય, સંજોગો, સત્સંગ, સંપર્ક અને સંસર્ગ તેમ કરવાની ના પડતા હતા.

દરમ્યાન કમાલ અમરોહી મીનાકુમારી સાથે ફરી લગ્નોત્સુક બની ગયા !

ઈસ્લામધર્મ પ્રમાણે જ્યાં સુધી મીનાકુમારી અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન ના કરે ત્યાં સુધી એમ કરવું શક્ય ના હતું
એટલે મીનાકુમારીના લગ્ન ઝીનત અમાનના પિતા અમાન ઉલ્લાહ ખાન સાથે કરાયા અને એની સાથે છૂટાછેડા લીધા ત્યારબાદ મીનાકુમારીના લગ્ન ફરી કમાલ અમરોહી સાથે કરાયા !

ત્યારબાદ ૫ વર્ષ કરતા વધુ સમયથી ડબ્બાબંધ પડેલી ફિલ્મ પાકીઝા પુરી કરાઈ

૪ ફેબ્રુઆરી ૧૯૭૨ના દિવસે પ્રદર્શિત કરાયેલી ફિલ્મ પાકીઝા બોક્સઓફિસ પર પીટાઈ ચુકી હતી અને એક ચમત્કાર થયો....
૧ એપ્રિલ ૧૯૭૨ની આગલી રાત્રે એટલે કે એપ્રિલફુલના આગળના દિવસે ૩૧ માર્ચ ૧૯૭૨ના દિવસે મીનાકુમારીનું વધુ પડતા શરાબસેવનની આદતના કારણે અવસાન થયું અને.......

પાકીઝા ફિલ્મને અકલ્પનિય સફળતા મળી ગઈ

ટ્રેજેડી ક્વીનની વધુ એક ટ્રેજેડી કે એ પાકિઝાની સફળતા જોઈ ના શકી !

વર્ષ ૧૯૬૩માં ફિલ્મફેર એવોર્ડમાં શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ત્રણેય નોમિનેશન મીનાકુમારીના હતા
ફિલ્મો હતી આરતી, મૈં ચૂપ રહૂંગી અને સાહિબ બીબી ઔર ગુલામ
આજસુધી આવો રેકોર્ડ અન્ય કોઈ કલાકારનો નથી.
એ વર્ષે ફિલ્મ સાહિબ બીબી ઔર ગુલામ માટે મીનાકુમારીની ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો

ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં કુલ ૧૨ નોમિનેશન્સ
જેમાંથી ૪ વખત એ એવોર્ડ મીનાકુમારીની ફાળે આવ્યો
ફિલ્મો હતી - બૈજુબાવરા (૧૯૫૪), પરિણીતા(૧૯૫૫), સાહિબ બીબી ઔર ગુલામ (૧૯૬૩) અને કાજલ (૧૯૬૬)
આઝાદ,સહારા, ચિરાગ કહા રોશની કહા, આરતી, મૈં ચૂપ રહૂંગી, દિલ એક મંદિર , ફૂલ ઔર પથ્થર , પાકીઝા

મીનાકુમારી એક ગાયીકા પણ હતી
૧૯૪૫ની ફિલ્મ "બહેન" સુધી તેણે બાળકલાકાર પર ફિલ્માવેલા ગીતો માટે પોતાનો કંઠ આપ્યો
આ ઉપરાંત ફિલ્મ "દુનિયા એક સરાઈ" (૧૯૪૬), "પિયા ઘર આજા" (૧૯૪૭), બિછડે બલમ (૧૯૪૮), પીંજડે કે પંછી(૧૯૬૪) અને "પાકીઝા" માટે ગીતો ગાયા.
પ્રદર્શિત થયેલી ફિલ્મ પાકીઝામાં મીનાકુમારીનું ગાયેલુ ગીત સામેલ નહોતું કરાયું

પોતાની કારકિર્દીમાં મીનાકુમારીએ ૯૪ ફિલ્મોમાં અભિનય આપ્યો.
.
આમ તો એ બે ચાર ફકરાની નહિ પણ બે ચાર પુસ્તકો ભરાય એવી દંતકથા છે

મને ગમતા અને અથવા પરાણે ગમતા મીનાકુમારીના ગીતો પર એક નજર નાખી લઈએ

ફિલ્મ - આરતી
~ આપ ને યાદ દિલાયા તો મુજે યાદ આયા
~ તેરે બિન સાજન લાગે ના જીયા હમાર
~ અબ ક્યા મિસાલ દું મૈં તુમ્હારે શબાબ કી
~ કભી તો મિલેગી કહી તો મિલેગી બહારો કી મંજિલ રાહી

ફિલ્મ - પાકીઝા
~ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા થા
~ ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો
~ થાડે રહીયો ઓ બાંકે યાર
~ મૌસમ હૈ આશીકાના
~ ઇન્હીં લોગોને લે લીન્હા દુપટ્ટા મેરા

ફિલ્મ - દિલ અપના ઔર પ્રીત પરાઈ
~ અજીબ દાસતા હૈ યે
~ દિલ અપના ઔર પ્રીત પરાઈ
~ મેરા દિલ અબ તેરા ઓ સાજના
~ જાને કહાં ગયી દિલ મેરા લે ગયી
~ શીશા એ દિલ ઇતના ના ઉછાલો

ફિલ્મ - દિલ એક મંદિર
~ દિલ એક મંદિર હૈ
~ યાદ ના જાયે બીતે દીનો કી
~ રુક જા રાત ઠહેર જા રે ચંદા
~ હમ તેરે પ્યાર મેં સારા આલમ
~ યહ કોઈ નહિ તેરા મેરે સિવા
~ જુહી કી કલી મેરી લાડલી~

ફિલ્મ - ભાભી કી ચુડિયાં
~ જ્યોતિ કલશ છલકે
~ તુમસે હી ઘર ઘર કહેલાયા

ફિલ્મ - બૈજુ બાવરા
~ મન તડપત હરિ દરશન કો આજ
~ ઓ દુનિયા કે રખવાલે
~ મોહે ભૂલ ગયો સાંવરિયા
~ તું ગંગા કી મૌજ મૈં જમુના કે ધારા
~ જુલેમેં પવન કે આયી બહાર
~ નિરધન કા ધન લુટનેવાલોં
~ આજ ગાવત મન મેરો ઝુમકે

ફિલ્મ - દો બીઘા જમીન
~ ધરતી કહે પુકારકે
~ અજબ તોરી દુનિયા હૈ ઓ મોરે રામા

ફિલ્મ - ગઝલ
~ રંગ ઔર નૂર કી બારાત કિસે પેશ કરું
~ નગમા ઓ શેર કી સૌગાત કિસે પેશ કરું

ફિલ્મ - મદહોશ
~ મેરી યાદમેં તુમ ના આસું બહાના

ફિલ્મ - બહુબેગમ
~ દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે
~ હમ ઇન્તઝાર કરેંગે તેરા કયામત તક

ફિલ્મ - ચિત્રલેખા
~ મન રે તું કાહે ના ધીર ધરે
~ સંસાર સે ભાગે ફિરતે હો

ફિલ્મ - મિસ મેરી
~ ઓ રાત કે મુસાફિર ચંદા જરા બતા દે
~ બ્રિન્દાબન કા ક્રિષ્ન કનૈયા સબકી આંખો કા તારા

ફિલ્મ - નયા અંદાઝ
~ મેરી નીંદોમેં તુમ મેરે ખ્વાબોમેં તુમ

ફિલ્મ - ભીગી રાત
~ ઐસે તો ના દેખો
~ દિલ જો ના કાહે સકા વોહી રાઝે દિલ

ફિલ્મ - યહૂદી
~ યે મેરા દીવાનાપન હૈ
~ દિલમેં પ્યાર કા તુફાન

ફિલ્મ - કાજલ
~ છુ લેને દો નાજુક હોઠો કો
~ યે ઝુલ્ફ અગર ખુલકે બિખર જાયે તો અચ્છા
~ તોરા મન દરપન કહેલાયે

ફિલ્મ - કોહિનૂર
~ મધુબનમેં રાધિકા નાચે રે
~ દો સિતારોંકા જમીં પર હૈ મિલન આજ કી રાત
~ તન રંગ લો જ આજ મન રંગ લો
~ દિલમેં બજી પ્યારકી શહેનાઇ

ફિલ્મ - આઝાદ
~ જા રી જા રી ઓ કારી બદરિયા
~ ના બોલે ના બોલે ના બોલે રે
~ કિતના હસી હૈ મૌસમ કિતના હસી સફર હૈ

ફિલ્મ - શરારત
~ તેરા તીર ઓ બેપીર દિલકે આરપાર હૈ
~ અજબ હૈ દાસ્તાં તેરી એ જિંદગી
~ હમ મતવાલે નૌજવાન

ફિલ્મ - હલાકુ
~ આજ કે ઇંતેઝારમેં જાને કો હૈ બહાર ભી
~ દિલકા ના કારણ ઐતબાર કોઈ

ફિલ્મ - પ્યાર કા સાગર
~ મુજે પ્યાર કી જિંદગી દેનેવાલે
~ સદા ખુશ રહે તું જફા કરનેવાલે
~ રાત રાત ભર જાગ જાગકર ઇંતઝાર કરતે હૈ

ફિલ્મ - સાહિબ બીબી ઔર ગુલામ
~ ના જાઓ સૈયા છુડા કે બૈયા
~ ભંવરા બડા નાદાન હૈ
~ પિયા ઐસો જીયા મેં સમાઈ ગયો રે
~ કોઈ દૂરસે આવાઝ દે ચલે આઓ

ફિલ્મ - પૂર્ણિમા
~ હમસફર મેરે હમસફર પાંખ તુમ પરવાઝ હમ
~ તુમ્હે જિંદગી કે ઉજાલે મુબારક

ફિલ્મ - શારદા
~ જપ જપ જપ જપુ રે

ફિલ્મ - મૈં ચૂપ રહૂંગી
~ ચાંદ જાને કહા કહો ગયા
~ તુમ્હી હો માતા પિતા તુમ્હી હો
~ કોઈ બતા દે દિલ હૈ જહાં ક્યુ હોતા હૈ દર્દ વહાં
~ ખુશ રહો અહેલે ચમન

ફિલ્મ - મેરે અપને
~ કોઈ હોતા જિસકો અપના હમ અપના કહે લેતે યારો
~ રોજ અકેલી આયે રોજ અકેલી જાયે

ફિલ્મ - સાંજ ઔર સવેરા
~ અજહુ ના આયે બાલમા સાવન બીતા જાયે
~ જિંદગી મુજકો દિખા દે રાસ્તા
~ તકદીર કહા લે જાયેગી માલુમ નહિ
~ ચાંદ કંવલ મેરે ચાંદ કંવલ
~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૩

"ઔર નહિ બસ ઓર નહિ ગમ કે પ્યાલે ઓર નહિ...."
.
મહેન્દ્રકપૂર ~~~

ઊંચા પહાડી અવાજનો માલિક
પણ સદંતરરીતે અવગણાયેલો એક ગાયક

૯ જાન્યુઆરી ૧૯૩૪ના દિવસે અમૃતસરમાં જન્મ અને ૨૭ સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે દેહાવસાન

૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓએ ફિલ્મજગતને કર્ણમધુર સંગીત આપતા સંગીતકારો સાથે કર્ણમધુર ગીતો ગાતા ગાયકો પણ આપ્યા જેમાં રફી, કિશોર, મુકેશ, મન્નાડે, લતા, આશા, સુધા મલ્હોત્રા, સુમન, ગીતા અને મહેન્દ્રકપૂર મુખ્ય હતા

સંગીત રસિયાઓની પણ એ જ માન્યતા છે કે ૧૯૫૭ની વી શાંતારામની ફિલ્મ "નવરંગ" ના ગીતોથી મહેન્દ્રકપૂરે હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો પણ ખરેખર એ માન્યતા સાવ ખોટી છે

મહેન્દ્રકપૂરે ૧૯૫૩ની ફિલ્મ "મદમસ્ત"માં "કિસી કે ઝુલ્મ કી હસ્તી હૈ મઝદૂર કી બસ્તી" ધન ઈંદોરવાલા સાથેનું જે યુગલગીત હતું એ સૌપ્રથમ ગીત હતું
અને મહેન્દ્રકપૂરે એ ફિલ્મની SD બાતિશ સાથે ગાયેલી કવ્વાલી એ બીજુ ગીત હતું "ઉન્હેં દેખે તો વો મુહ ફેર હમે આંખે દિખાતે હૈ....."
ના તો વી બલસારાની એ ફિલ્મ ચાલી ના તો એ ગીતો ચાલ્યા

પણ વી બલસારાને તો એ ફિલ્મ ફળી
વી બલસારાએ ગીતની ગાયીકા ધન ઈંદોરવાલા સાથે લગ્ન કરી લીધા અને મુંબઈ છોડી કલકત્તા જતા રહયા

૧૯૫૬ની ફિલ્મ "દિવાલી કી રાત"માં સંગીતકાર સ્નેહલ ભાટકરે સૌ પ્રથમ સોલો ગીત ગાવાનો મોકો આપ્યો, ગીત હતું "તેરે દર કી ભીખમંગી હૈ દાતા દુનિયા સારી"

૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મનું "હીર"નું સંગીત "અનિલ વિશ્વાસ"નું હતું તે ફિલ્મમાં "હીર" ગાવા માટે "ખૈયામ" "મહેન્દ્રકપૂર"ને ફિલ્મીસ્તાન સ્ટુડિયો લઈ ગયા એ દિવસે મહેન્દ્રકપૂરને સખત તાવ હતો
આખી રાત રેકોર્ડિંગ ચાલ્યુ અને છેક સવારે એ ગીતનું રેકોર્ડિંગ પુરુ થયું

પણ બે મહિના સુધી એ ગીત ગાવા માટેનું મહેનતાણુ મહેન્દ્રકપૂરને ના મળ્યું
હિસાબનીશ દ્વારા કારણ અપાયુ કે "અનિલ વિશ્વાસે" મહેનતાણુ ચૂકવવાના આપેલા લિસ્ટમાં મહેન્દ્રકપૂરનું નામ જ નથી

મહેન્દ્રકપૂરે ફિલ્મીસ્તાન સ્ટુડિયોના મેનેજરની મુલાકાત લીધી મેનેજરે તેને ધમકાવી અને ગમે તેવી ગાળો બોલી મહેન્દ્રકપૂરને રવાના કર્યો

ત્યારે મહેન્દ્રકપૂરે ફિલ્મજગતને કાયમ માટે છોડી કોઈ અન્ય નોકરી અથવા ધંધો કરવાનો વિચાર કર્યો હતો

દરમ્યાન ૧૯૫૭માં "ઓલ ઇન્ડિયા મરફી મેટ્રો સિંગિંગ કોમ્પિટિશન" યોજાઈ

જો કે મહેન્દ્ર કપૂરને હિન્દી ફિલ્મજગત પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો તેથી તેણે એ બાબત પર વિચાર કર્યો જ નહોતો

પણ એક દિવસ એ કોમ્પિટિશનના ઓર્ગેનાઈઝર તરફથી તેને એ કોમ્પિટિશનમાં ભાગ લેવા હાજર રહેવા જણાવાયું ત્યારે તેને ખુબ આશ્ચર્ય થયું

મહેન્દ્રકપૂરના સુરિન્દરકપૂર નામના કોઈક મિત્રે મહેન્દ્રકપૂરના નામે જે તે કોમ્પિટિશનમાં ભાગ લેવા પ્રવેશપત્ર ભર્યું હતું

મહેન્દ્રકપૂરે એ સ્પર્ધામાં ભાગ લીધો અને એ સ્પર્ધા જીતી લીધી

એ સમયે કોઈક અન્ય સ્પર્ધકે સ્પર્ધાના નિયમોના હવાલા સાથે કોર્ટમાં કેસ કર્યો કે મહેન્દ્રકપૂર પોતે પ્રોફેશનલ ગાયક છે જ

એ કેસ જો મહેન્દ્રકપૂર હારી જાય તો ઓર્ગેનાઇઝરને રૂ.૨.૫૦ લાખ આપવાની નોબત આવે અને મહેન્દ્રકપૂરને છ માસની જેલની સજા થાય !

પણ સંગીતકાર અને સ્પર્ધાના એક જજ "અનિલ વિશ્વાસ" અને મ્યુઝિક એરેન્જર " કેસરી મિસ્ત્રી"ના સહયોગે એ કેસનો ચુકાદો મહેન્દ્રકપૂરની તરફેણમાં આવ્યો

અને ભારતીય હિન્દી ફિલ્મજગતને મહેન્દ્રકપૂર નામનો એક નવો ગાયક સાંપડ્યો

૧૯૫૭માં જયારે રેડિયો લોકપ્રિયતાને વર્યો હતો પણ દરેકને પરવડતો ના હોવાથી હજુ લોકોના ઘરનો દરવાજો રેડિયોએ જોયો નહોતો એ જમાનામાં આ "મેટ્રો મરફી ઓલ ઇન્ડિયા કોમ્પિટિશન" યોજાયેલી એ સ્પર્ધામાં જજ તરીકે હતા - નૌશાદ, સી. રામચંદ્ર, મદનમોહન, વસંત દેસાઈ અને અનિલ વિશ્વાસ.

પુરુષ અવાજમાં મહેન્દ્રકપુર અને સ્ત્રી અવાજમાં આરતી મુખરજી પ્રથમ સ્થાને રહ્યા
એ સમયે નક્કી થયા મુજબ દરેક જજે હવે પછીની પોતાના સંગીતવાળી ફિલ્મમાં મહેન્દ્ર કપૂર અને આરતી મુખરજી પાસે એક એક ગીત ગવડાવવુ એવુ નક્કી થયુ હતુ પણ ,,,,!

અનિલ વિશ્વાસને આરતી મુખર્જીમાં રસ હતો અને નૌશાદે પણ કોઈ ગીત ના ગવડાવ્યું છેવટે અભિનેતા મનોજકુમારના આગ્રહે ફિલ્મ આદમીમાં તલત મેહમૂદના ગાયેલા ભાગને મહેન્દ્રકપૂરના અવાજમાં ડબ કરાવ્યો
ગીત હતું "કૈસી હસીન આજ બહારો કી રાત હૈ એક ચાંદ આસમા પે હૈ........."

૧૯૫૮માં સી.રામચંદ્રે પોતાની ફિલ્મ નવરંગ માટે ગીતો ગાવાનો મોકો આપ્યો અને એ ફિલ્મના "આધા હૈ ચંદ્રમા ..." અને "તું છુપી હૈ કહાં ..." એ બે ગીતો લોકોને હૃદયસ્થ અને કંઠસ્થ થયા

પણ એ ગાયકને લોકોએ અધકચરો જ અપનાવ્યો નહિ અને રફીની સરખામણીએ અવગણ્યો

અભિનેતા, નિર્માતા અને નિર્દેશક મનોજકુમાર, BR ચોપરા બેનર અને સંગીતકાર રવિ સિવાય કોઈ જ મોટા બૅનરોએ એને ક્યારેય અપનાવ્યો નહિ

કદાચ એક જ ઢબનો અવાજ અને ગાવાની એકસરખી શૈલી દરેક અભિનેતાને પર બંધબેસતી નહિ આવતી હોય !

બલદેવ રાજ ચોપરા ઉર્ફે BR ચોપરાને કોઈક કારણસર મહમ્મદ રફી સાથે અણબનાવ બનેલો એટલે શક્યતઃ એમની ફિલ્મોમાં મહમ્મદ રફીનો અવાજ બહુ ઓછો સાંભળવા મળ્યો

એ ગ્રેડના સંગીતકારો, એ ગ્રેડના બેનરો, એ ગ્રેડના અભિનેતાઓના સાથ વગર B અને C ગ્રેડના બેનરો , સંગીતકારો અને અભિનેતાઓ જ મહેન્દ્રકપુરના ભાગે આવ્યા

હિન્દી ફિલ્મજગતમાં કામ ના અભાવે અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં ગીતો ગાવાની શરૂઆત કરી

અને ક્યારેક TV સિરિયલોના ટાઈટલ ગીતો અને ગીતો ગાયા
જેમાં "મહાભારત" TV સિરિયલ મુખ્ય ગણી શકાય

પ્રાયવેટ આલબમમાં ભક્તિ ગીતો, સ્તુતિ અને આરતી ગાવા શરુ કર્યા


ત્યારે મુંબઈના શન્મુખાનંદ હોલમાં ફિલ્મફેર એવોર્ડ શો યોજાતો
૧૯૭૧માં યોજાયેલા શોમાં મહેન્દ્ર કપૂરે એ વર્ષનું અતિ પ્રચલિત રાજકીય અને સામાજિક કટાક્ષસભર હાસ્યગીત "એક તારા બોલે ...." ગાયું .....
ગીત સમાપ્ત થતા હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો
ત્યારે પ્રેક્ષક તરીકે હાજર રાજકપૂરે પોતાની સીટ પરથી ઉભા થઈને "વન્સ મોર... વન્સ મોર"ની રીતસર બૂમો પડી અને એ ગીત મહેન્દ્રકપૂર પાસે ફરી ગવડાવીને જ જંપ્યા

આશ્ચર્ય જ ને !

તાશકંદ, રશિયામાં સ્ટેજ શો સમયે મહેન્દ્રકપૂરે હાર્મોનિયમ વગાડી ગીત ગાતા રાજકપુરને સંગીતનો સાથ આપ્યો હતો

એ પ્રોગ્રામમાં મહેન્દ્રકપૂરે ગાયેલા "નીલે ગગન કે તલે......."ને અકલ્પનિય સરાહના મળી ત્યારે રાજકપૂરે કહ્યુ હતું કે

"સિર્ફ એક કપૂર હી દૂસરે કપૂર કો માત દે સકતા હૈ " - Only one Kapoor can defeate another Kapoor

ત્રણ દીકરીઓ અને એક દીકરો.
અન્નુ, પૂર્ણા અને બેનુ અને દીકરો રોહન

જેમાંથી બેનુ કપૂર સેહગલ વિશ્વપ્રસિદ્ધ ફેશન ડિઝાઈનર છે.

પોતાના પુત્ર રોહનની હિન્દીફિલ્મ જગતમાં કારકિર્દી બનાવવા પોતાના પ્રયત્નોમાં ૧૬ વર્ષની ઉંમરે રોહનને મનોજકુમાર સાથે સહાયક નિર્દેશક બની ગયેલો
૧૯૮૫માં "BR ચોપરા" બેનરે હેઠળ બનેલી ફિલ્મ ફાસલેમાં એ હીરો હતો
પણ એની કારકિર્દી આગળ વધી ના શકી
એનો વસવસો મહેન્દ્રકપુરને જીવનપર્યંત રહ્યો

૧૯૭૨માં ભારત સરકારે મહેન્દ્રકપુરને પદ્મશ્રીથી નવાજ્યા

સતત અને સખત અવગણના છતાંયે કુલ પાંચ વખત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેશન મેળવેલું અને ત્રણ વખત ફિલ્મફેર એવોર્ડ મેળવેલો.
૧. વર્ષ - ૧૯૬૪ ફિલ્મ - ગુમરાહ, ગીત - ચલો એકબાર ફિર સે - એવોર્ડ
૨. વર્ષ - ૧૯૬૮ ફિલ્મ - હમરાઝ, ગીત - નીલે ગગન કે તલે ધરતી કા પ્યાર પલે - એવોર્ડ
૩. વર્ષ - ૧૯૬૮ ફિલ્મ - ઉપકાર, ગીત - મેરે દેશ કી ધરતી - નોમિનેશન
૪. વર્ષ -૧૯૭૫ ફિલ્મ - રોટી કપડાં ઓર મકાન, ગીત - ઔર નહિ બસ ઔર નહિ - એવોર્ડ
૫. વર્ષ - ૧૯૭૭ ફિલ્મ - ફકીરા, ગીત - સુન કે તેરી પુકાર - નોમિનેશન

વર્ષ ૧૯૬૮માં ફિલ્મ ઉપકારના ગીત - મેરે દેશ કી ધરતી ......માટે નેશનલ એવોર્ડ મેળવેલો.

પાછલી જિંદગીમાં હદ તો ત્યારે થઈ હતી કે જયારે પોતે જ ગાયેલા પ્રચલિત ગીતોના વર્ઝન ફરી પોતે જ ગાઈને બહાર પાડયા હતા !

What a Pity !

મહેન્દ્રકપુરે ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૯ના દિવસે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા

સંગીતપ્રેમી પણ મહેન્દ્રકપૂરને અવગણતા માટે એ સંગીતપ્રેમીઓને ગમી જ જાય તેવા ગીતોની ઝલક મેળવીયે

- બીતે હુએ લમ્હોં કી કસક સાથ તો હોગી - નિકાહ
- દિલ કી યે આરઝૂથી કોઈ દિલરુબા મિલે - નિકાહ
- નીલે ગગન કે તલે ધરતી કા પ્યાર પલે - હમરાઝ
- ના મુહ છુપાકે જીઓ - હમરાઝ
- કિસી પથ્થર કી મુરત સે - હમરાઝ
- તુમ અગર સાથ દેને કા - હમરાઝ
- આધા હે ચંદ્રમા રાત આઘી - નવરંગ
- તુ છુપી હૈ કહા - નવરંગ
- ચલો એકબાર ફિર સે - ગુમરાહ
- આપ આયે તો ખયાલે - ગુમરાહ
- ઈન હવાઓ મેં ઈન ફીઝાઓ મેં - ગુમરાહ
- આજા રે મેરે પ્યાર કે રાહી - ઊંચેલોગ
- સુન કે તેરી પુકાર - ફકીરા
- ઔર નહિ બસ ઓર નહિ ગમ કે પ્યાલે ઓર નહિ - રોટી કપડા મકાન
- મેરે દેશ કી ધરતી - ઉપકાર
- ચાંદ છુપા ઔર તારે ડૂબે - સોહની મહીવાલ
- ધડકને લગી દિલ કે તારો કી દુનિયા - ધૂલ કા ફૂલ
- તેરે પ્યાર કા આસરા ચાહતા હું - ધૂલ કા ફૂલ
- ઝૂકતી ઘટા ગાતી હવા સપને જગાયે - ધૂલ કા ફૂલ
- કૈસી હસીન આજ બહારો કી રાત હૈ - આદમી
- મેરી સાંસો કો જો મહેકા રહી હૈ - બદલતે રિશ્તે
- કૌન હો તુમ કૌન હો - સ્ત્રી
- હમને જો દેખે સપને - પરિવાર
- હર દિલ જો પ્યાર કરેગા - સંગમ
- અરી ઓ શોખ કલીયો મુશ્કરા દેના વો જબ આયે - જબ યાદ કિસીકી આતી હૈ
- બદલ જાયે અગર માલી ચમન હોતા નહિ ખાલી - બહારે ફિર ભી આયેગી
- જિંદગી ઇત્તેફાક હૈ - આદમી ઔર ઇન્સાન
- ઓ નીલે પરબતો કી ધારા - આદમી ઔર ઇન્સાન
- દિલ કરતા ઓ યારા દિલદારા મેરા દિલ કરતા - આદમી ઔર ઇન્સાન
- કાબે મેં રહો યા કાશી મેં - ધર્મપુત્ર
- ભૂલ સકતા હૈ ભલા કૌન એ પ્યારી આંખે - ધર્મપુત્ર
- આજ કી રાત નહિ શીકવે શીકાયત કર લીયે - ધર્મપુત્ર
- રફ્તા રફ્તા વો હમારે દિલ કે મહેમાં હો ગયે - હમ કહાં જા રહે હૈ
- મેરી જાન તુમ પે સદકે એહસાન ઈતના કર દો - સાવ કી ઘટા
- જબ જબ બહાર આયી ઔર ફૂલ મુશ્કુરાયે મુઝે તુમ યાદ આયે - તકદીર
- સંસાર કી હર સેં કા ઈતના હી ફસાના હૈ - ધૂંધ
- એય જાને ચમન તેરા ગોરા બદન - અનમોલ મોતી
- હૈ આગ હમારે સીને મૈં - જિસ દેશ મેં ગંગા બહેતી હૈ
- અગર મુજે ના મિલી તુમ તો મૈં એ સમજુન્ગા - કાજલ
- પ્યાર જિંદગી હૈ પ્યાર બંદગી હૈ - મુકદ્દર કા સિકંદર
- અનહોની કો હોની કર દે હોની કો અનહોની - અમર અકબર એન્થોની
- એય માં તેરી સુરત સે અલગ ભગવાન કી સુરત ક્યા હોગી - દાદી માં
- એય ગમે યાર બતા કૈસે જીયા કરતે હૈ - એક નજર
- તેરે સંગ પ્યાર મૈં નહિ તોડના - નાગિન
- એકતારા બોલે ક્યા કહે વો તુમસે - યાદગાર
- યહાં વહાં જહાં તહાં મત પૂછો કહાં કહાં હૈ સંતોષી માં - જય સંતોષી માં
- માત અંગ ચોલા સાજે - આલિંગન
- ઝૂમતી બહારો કા શમા - દહેલીઝ
- હૈ પ્રીત જહાં કી રીત સદા - પૂરબ ઔર પશ્ચિમ
- પુરવા સુહાની આયી રે - પૂરબ ઔર પશ્ચિમ
- રઘુપતિ રાઘવ રાજારામ - પૂરબ ઔર પશ્ચિમ
- ટ્વિકલ ટ્વિકંલ લિટલસ સ્ટાર - પૂરબ ઔર પશ્ચિમ
- જીવન ચલને કા નામ ચલતે રહો સુબહો શામ - શોર
- અબ કે બરસ તુજે ધરતી કી રાની કર દેંગે - ક્રાંતિ
- દુર્ગા હૈ મેરી માં અંબે હૈ મેરી માં - ક્રાંતિ
- દુનિયા મેં તેરા હૈ બડા નામ - લોફર
- ડોલી ચઢકે દુલ્હન સસુરાલ ચલી - ડોલી
- ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીયે - પતિ, પત્ની ઔર વો
- આમદની અઠ્ઠની ખર્ચા રૂપૈયા - તીન બહુરાનીયા
- સમય કા પંછી ઉડતા જાયે , એક ઉજલા એક કાલા પર ફૈલાયે - આગ
- દો બેચારે બીના સહારે - વિક્ટોરિયા નં.૨૦૩
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૪

"મુજે ઢૂંઢ લે આકર સૈયાં મેરા પ્યાર હૈ ભૂલભૂલૈયા..."
.
યોગીતા બાલી ~~~

યોગીતાની માતા હરદર્શન કૌર અને માસી હરિકીર્તન કૌર આમ તો સરગોધા પંજાબના શીખ સંત પંડિત કરતાર સીંઘની દીકરીઓ
અને શીખ સંત પંડિત કરતાર સીંઘને દિગ્વિજય નામે એક દીકરો પણ

૧૯૩૦માં જન્મેલી નાની દીકરી હરિકીર્તન કૌરને ૧૨ વર્ષની ઉંમરે હિન્દી ફીલ્મોમાં કામ કરવાનો રસ જાગ્યો
જે કારણે પંડિત કરતાર સિંઘનો પરિવાર મુંબઈ આવી વસ્યો

હરિકીર્તન કૌર એટલે જાણીતી અભિનેત્રી ગીતા બાલી કે જેણે શમ્મીકપૂર સાથે લગ્ન કર્યા
અને માત્ર ૩૫ વર્ષની ઉંમરે "શીતળા"ના રોગમાં તેનું અવસાન થયું
ગીતા બાલીએ પોતાની ૧૦ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં લગભગ ૧૦૦ ફિલ્મો કરી !

ગીતાબાલી અને શમ્મીકપુરને એક દીકરો - આદિત્ય રાજ કપૂર - ફિલ્મ અભિનેતા, ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્દેશક (ફિલ્મ બોબી અને ફિલ્મ સત્યમ શિવમ સુન્દરમમાં એ Asst. Director હતો)

ગીતાબાલી અને શમ્મીકપુરને એક દીકરી - કંચન કેતન દેસાઈ - જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક મનમોહન દેસાઈના દીકરા કેતન દેસાઈ સાથે લગ્ન કર્યા છે
કેતન દેસાઈ પણ એક જાણીતા ફિલ્મ નિર્માતા અને ફિલ્મ નિર્દેશક

ગીતા બાલીના અવસાન બાદ શમ્મીકપુરે ભાવનગરના રાજઘરાના સાથે સંકળાયેલા "નીલા દેવી" સાથે ફરી લગ્ન કર્યા હતા

ગીતા બાલીની બહેન હરદર્શન કૌરે એક પાપીસ્તાની અને ઓછા જાણીતા અદાકાર એવા જસવંતના નામે ઓળખાતા વ્યક્તિ સાથે લગ્ન કરેલા

હરદર્શન કૌર અને જસવંતને બે સંતાન - દીકરી યોગીતા બાલી અને દીકરો યોગેશ બાલી

જસવંત મૂળ મુસ્લિમ હતો
તેનુ મૂળ નામ સૈયદ ઈર્શાદ હુસૈન હતુ

તેણે ફિલ્મો કામ મેળવવા અને કામ કરવા પોતાનું નામ સૈયદ ઈર્શાદ હુસૈનથી જસવંત કરેલું

યોગીતા બાલીની માતા સાથે લગ્ન કરતા પહેલા તેણે પાપીસ્તાનમાં એક લગ્ન કરેલા
જે લગ્નથી તેણે બે સંતાન હતા

ફિલ્મોમાં સફળતા ના મળી એટલે એ યોગીતાની માતા હરદર્શન કૌરને પોતાના સંતાનો દીકરી યોગીતા અને દીકરા યોગેશને ભારતમાં રઝળતા મૂકીને પોતાની પહેલી પત્ની અને બે સંતાનો પાસે એ પાપીસ્તાન જતો રહ્યો હતો

યોગીતા શીખ માતા અને મુસ્લિમ પિતાનું સંતાન

યોગીતાના ભાઈ યોગેશ બાલીએ ૧૯૭૩માં "લતા ભટ્ટ" ઉર્ફે ગાયિકા "હેમલતા" સાથે લગ્ન કર્યા હતા

"યોગેશ બાલી" ૧૯૮૮માં ૩૪ વર્ષની ઉંમરે અવસાન પામેલો

"હેમલતા"એ મોટાભાગના ગીતો પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર "રવિન્દ્ર જૈન"ના સંગીતમાં ગાયા

રવિન્દ્ર જૈન અને હેમલતા વચ્ચે ખુબ જ ગાઢ સંબંધો હતા અને તેની ચર્ચા ફિલ્મ જગતમાં ઉઘાડેછોગ થતી
ક્યારેક રવિન્દ્ર જૈને કોઈક સાક્ષાત્કારમાં એ વાત કબુલી હતી કે તેમની અદમ્ય ઈચ્છા હેમલતાને પોતાની પત્ની બનાવવાની હતી પણ હેમલતાએ નનૈયો ભણ્યો અને એ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું

અભિનેતા અને કથાલેખક (સાહિબ બીબી ઔર ગુલામ, પ્યાસા અને મનોરંજન) અબ્રાર અલ્વી એ યોગીતાના પિતાનો સગ્ગા કાકા નો દીકરો

યોગીતા, ચાર લગ્ન કરનાર ગાયક કલાકાર કિશોરકુમારની ત્રીજી પત્ની
આમ તો એ લગ્નનું આયુષ્ય ખુબ જ ટૂંકુ રહ્યું
કારણ કે બન્નેયની ઉંમરમાં ૨૩ વર્ષનો તફાવત હતો

બંનેયને લગ્નવિચ્છેદ પછી ક્યારેક કિશોરકુમારે કોઈક સાક્ષાત્કારમાં જણાવેલુ કે
"અમારા લગ્ન એક ફારસરૂપે જ હતા .... કદાચ યોગીતાને એની માતા સાથે સારા સંબંધો ના હતા અને તે કોઈપણ કારણે પોતાની માતાથી અલગ થવા માગતી હતી"

ક્યારેક એવી વાતો પણ સંભળાતી કે યોગીતાને કિશોરકુમારમાં નહિ પણ કિશોરકુમારની સંપત્તિમાં જ રસ હતો

જો એને કિશોરકુમારની સંપત્તિમાં જ રસ હોત તો આટલી જલ્દી એ કિશોરકુમારને છોડીને જતી તો ના જ રહી હોત !

કિશોરકુમારથી અલગ થયા બાદ યોગીતાએ ૧૯૭૯માં ગૌરાંગ ચક્રવર્તી સાથે લગ્ન કર્યા
ગૌરાંગ ચક્રવર્તી એક ચળવળકાર, એક નક્ષલવાદી

અરે તમે હજુયે ગૌરાંગ ચક્રવર્તીને ના ઓળખ્યો?
આપણો મીથુન ચક્રવર્તી એ જ ગૌરાંગ ચક્રવર્તી

૧૯૭૦ સુધી એ સક્રિય નક્ષલવાદી જ
પણ ૭૦ના દાયકામાં ઉભા થયેલા કૌટુંબિક કારણોસર નક્ષલવાદ છોડીને એણે ફિલ્મોમાં કામ કરવાનું સ્વીકાર્યું

આ લગ્નજીવનથી યોગીતાને ત્રણ સંતાન - મહાઅક્ષય, ઉત્સેય અને નમાશી
જ્યારે એક દીકરી દિશાની કે જેને દત્તક લીધી છે

૧૯૭૯માં યોગીતા સાથેના લગ્ન પહેલા મીથુને "હેલેના લ્યુક" નામની ઓછી જાણીતી અભિનેત્રી કમ મોડલ સાથે લગ્ન કર્યા હતા
એ લગ્ન માત્ર ચાર મહિના જ ટક્યા

હેલેના લ્યુક "જાવેદ ખાન" નામના પોતાના બોયફ્રેન્ડના ગળાડૂબ પ્રેમમાં હતી પણ એ પ્રેમસંબંધમાં પૂર્ણવિરામ મુકાતા ઘણા વર્ષોથી પોતાની પાછળ પાછળ ફરતા મીથુન સાથે હેલેનાએ લગ્ન કર્યા

લગ્ન બાદ હેલેનાને મીથુનનાં શંકાશીલ સ્વભાવના અનુભવો થયા વળી પોતાની સહ અભિનેત્રી યોગીતા તરફની મીથુનની લાગણીઓનું જ્ઞાન થયું
અને માત્ર ચાર જ મહિનામાં હેલેના લ્યુકે મીથુન સાથે છેડા છુટ્ટા કરી દીધા.

૧૯૮૫માં વળી યોગીતાના લગ્નજીવનમાં વમળ ઉઠ્યા
ફિલ્મ "જાગ ઉઠા ઇન્સાન"ની સહ અભિનેત્રી શ્રીદેવી સાથે મીથુન પ્રણયના ફાગ ખેલવા લાગ્યો
વાત લગ્ન કરવા સુધી પહોંચી ગઈ

એક વખત બંને એ ધર્મેન્દ્ર અને હેમામાલિનીની માફક ઈસ્લામધર્મ અંગીકાર કરી લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો
પરંતુ ત્યારબાદ મીથુને બહુ મોટા જૂઠનો સહારો લઈ શ્રીદેવીને એમ કહ્યું કે તેણે યોગીતાને છૂટાછેડા આપી દીધા છે
અને બંનેએ કોર્ટમાં રજીસ્ટર્ડ મેરેજ કર્યા

એ સમયે સગર્ભા યોગીતાને આ વાતની ખબર પડતા જોરદાર લડત આપી પોતાના લગ્નજીવનને મહાપરાણે બચાવ્યું

ફિલ્મજગતના છાના ખૂણે એક ના માની શકાય તેવી વાત ચર્ચાતી રહી જે યોગીતાના અને સુનિલ દત્તના પ્રેમસંબંધ વિશેની હતી !

આ બધા ગૂંચવાડાભર્યા સંબંધો અને ગૂંચવાડાભર્યા પ્રેમસંબંધો વર્ષોથી ફિલ્મજગતની તાસીર રહી છે
ફિલ્મજગતમાં કોના છેડા ક્યાં અડે છે કે કોના છેડા ક્યાં નીકળે છે એ કળવુ બહુ અઘરુ છે !
.
યોગીતાના દીકરા મિમોહના અભિનેત્રી મદાલસા સાથેના લગ્નની તૈયારીઓ ચાલતી હતી
બસ ત્યારે જ બીજા દીકરા "મહાઅક્ષય"પર એક અજાણી યુવતી પર "બળાત્કાર"નો કેસ મુંબઈ પોલીસ દ્વારા નોંધાયો

સાથેસાથે જે તે યુવતીને ડરાવી ધમકાવીને પોલીસ કેસ પાછો ખેંચાવવાના પ્રયત્નો કરવા બદલ એક પોલીસ કેસ યોગીતા બાલી પર પણ નોંધાયો

આ કેસના પગલે મહાઅક્ષય અને યોગીતા બાલી બન્નેયની ધરપકડ પણ કરાઈ હતી

પણ મોટા ઘરની મોટી વાતો અને મોટા ઘરના મોટા સમાધાનો અન્વયે જે તે કેસમાં સમાધાન થઇ જતા બંનેય કેસ મોટી રકમની લેવડદેવડ પછી પાછા ખેંચાયા હતા

૨૯ ડિસેમ્બર ૧૯૫૨ના દિવસે મુંબઈ શહેરમાં જન્મેલી યોગીતાએ ૭૦ના દસકમાં ફિલ્મોમાં પ્રવેશ કર્યો
૧૯૭૧ની આવેલી ફિલ્મ પરવાના (જેમાં તે અમિતાભની હિરોઈન હતી) એ ફિલ્મ તેની સૌ પ્રથમ ગણી શકાય

પોતાની કારકિર્દીમાં અત્યારસુધી તેણે +૬૦ ફિલ્મોમાં કામ કર્યું છે
.
યોગીતા; તેના બોલ્ડ અભિનય, ઓછા કપડા અને તંગ કપડા પહેરીને પોતાના ઉપસેલા અંગોપાંગ દર્શાવતા દ્રશ્યોના કારણે તે દર્શકોમાં અને નિર્માતાઓમાં માનીતી થઈ ગયેલી

યોગીતા બાલી, એક વિવાદાસ્પદ વ્યક્તિત્વ

તેની યાદગાર અને સફળ ફિલ્મો પર નજર કરીયે તો
મેમસાબ, પરદે કે પીછે, સમજોતા, બુનિયાદ, બીવી ઓ બીવી, યૌવન, ગદ્દાર, ચરિત્રહીન, નિર્દોષ, બનારસી બાબુ, ઝીલ કે ઉસ પાર, કર્મયોગી, નૌકર, હાદસા વગેરે વગેરેને ગણાવી શકાય

યોગીતા બાલીની ફિલ્મોના અજાણ્યા પણ જાણીતા અને જાણીતા પણ અજાણ્યા ગીતો મમળાવી લઈએ

- પાની મેં જલે મોરા ગોરા બદન પાની મેં જલે - મુનીમજી
- નવ કલ્પના નવ રૂપસે રચના રચી જબ નાર કી - મૃગ તૃષ્ણા
- માને કહા થા ઓ બેટા કભી દિલ કિસી કા ના તોડો - ચાચા ભતીજા
- સુનો સુનો મૈં એક બાત કહું - મેમસાબ
- મુજે ઢૂંઢ લે આકર સૈયાં મેરા પ્યાર હૈ ભૂલભૂલૈયા - મેમસાબ
- તેરા મેરા મેરા તેરા મિલ ગયા દિલ દિલ સે - નાગિન
- એક હસરતથી કે આંચલ કા મુજે પ્યાર મિલે - જિંદગી ઔર તૂફાન
- જિસ દિન સે મૈને તુમકો દેખા હૈ - પરવાના
- સિમટી સી શરમાઈ સી કિસ દુનિયા સે તુમ આયી હો - પરવાના
- યું ના શરમા ફૈલા દે અપની ગોરી ગોરી બાહેં - પરવાના
- ચલો રે ડોલી ઉઠાઓ કહાર - જાની દુશ્મન
- હાયે બિછુઆ ડસ ગયો રે - ઝીલ કે ઉસ પાર
- જુડે મેં ગજરા મત બાંધો - ધૂપ છાંવ
- હસીન હસીન વાદિયોં ઉન સે યે કહો - બેશક
- પુકારો મુજે ફિર પુકારો મેરે દિલ કે આઈનેમેં આજ કી રાત ગુજારો - બુનિયાદ
- તેરે બીના જીયા ના લાગે આજા રે આજા રે - પરદે કે પીછે
- તુમ જબ જબ સામને આતે હો - પરદે કે પીછે
- હમ કશ મ કશ કે ગમ સે ગુજર કયું નહિ જાતે - ફ્રી લવ
- દિલ સે દિલ મિલને કા કોઈ કારન હોગા - ચારિત્રહીન
- બડી દૂર સે આયે હૈ પ્યાર કા તોહફા લાયે હૈ - સમજૌતા
- સબકે રહેતે લગતા હૈ જૈસે કોઈ નહિ હૈ મેરા - સમજૌતા
- સમજૌતા ગમોં સે કર લો - સમજૌતા
- કોઈ પ્યાર સે તોહે દેખે સાંવરિયા મેરે પ્યાર સે તો યે દેખા ના જાયે - નિર્દોષ
- બુરે ભી હમ ભલે ભી હમ સમજીયો ના કિસીસે કમ હમારા નામ બનારસી બાબુ - બનારસી બાબુ
- આપ યહાં સે જાને કા ક્યા લોગે - બનારસી બાબુ
- તેરી આંખો કી ચાહત મૈં તો મૈં સબકુછ ભૂલા દૂંગા - જનતા હવાલદાર
- હમસે કા ભૂલ હુઈ જો યે સજા હમકો મીલી - જનતા હવાલદાર
~~~~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૫

"आज की रात बड़ी शोख बड़ी नटखट है
आज तो तेरे बिना नींद न आयेगी"
.
સરોજ શિલોત્રી ઉર્ફે શોભના સમર્થ ~~~

વાત તો શોભના સમર્થની કરવી છે પણ પહેલા એની માતા "રતનબાઈ"ની વાત કરવી રહી

"રતનબાઈ", ૧૫ જુલાઈ ૧૮૯૦ના દિવસે અખંડ ભારતમાં જન્મ
રતનબાઈ, એ જમાનાના પૈસાપાત્ર પરિવારમાંથી આવે
રતનબાઈ કે જેના પરિવારના સભ્યો અંગ્રેજ સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર હતા.
રતનબાઈ, એક સુપ્રસિદ્ધ અભિનેત્રી, ગાયીકા, ગીતકાર, ભજન રચયતા

એ જમાનામાં જે સુંદરીનું ગળુ ગીત ગાવાને લાયક હોય તેને જ ફિલ્મોમાં અભિનય કરવાની તક મળતી અને પ્રાધાન્ય અપાતું
૧૯૩૧માં ૪૦ વટાવ્યા પછી રતનબાઈએ ફિલ્મોમાં અભિનય આપવાની શરૂઆત કરી
રતનબાઈએ સૌ પ્રથમ એક અને માત્ર એક મરાઠી ફિલ્મ કરી
ફિલ્મ હતી "Swarajyachya Seemewar "
ફિલ્મમાં રતનબાઈએ શિવજીની માતા જીજાબાઈનો અભિનય કર્યો હતો

રતનબાઈએ ડો.પ્રભાકર શિલોત્રી સાથે લગ્ન કર્યા હતા
તેઓનું એકમાત્ર સંતાન તે સરોજ શિલોત્રી
ડો.પ્રભાકર શિલોત્રીને પોતાની બેંક હતી જેનું નામ હતુ "શિલોત્રી બેન્ક"
એ જમાનામાં મહારાષ્ટ્રમાં એ ખુબ જ પ્રખ્યાત બેન્ક હતી

રતનબાઈનો એક ભાઈ હતો
જેની દીકરી "નલિની જયવંત" પણ એક સુપ્રસિદ્ધ અભિનેત્રી હતી

૧૫ જુલાઈ ૧૮૯૦ના દિવસે જન્મેલ રતનબાઈનું દેહાવસાન ૯૫ વર્ષની ઉંમરે ૦૧ જાન્યુઆરી ૧૯૮૬ના દિવસે મુંબઈમાં થયું

માતા રતનબાઈએ ૧૯૩૧માં ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું અને દીકરી સરોજ શિલોત્રી ઉર્ફે શોભના સમર્થ ૧૯૩૩માં

અભિનેત્રી નલિની જયવંત એ શોભના સમર્થના સગા મામાની દીકરી હતી
નલિની જયવંતે મૂળ વડોદરાના એવા વીરેન્દ્ર દેસાઈ સાથે લગ્ન કર્યા હતા
વીરેન્દ્ર દેસાઈ કે જેઓ ફિલ્મ રાધિકા, નિર્દોષ અને આદાબ અર્જ ફિલ્મના ડાયરેક્ટર હતા

પણ ૧૯૧૩માં જન્મેલા વીરેન્દ્ર દેસાઈનું માત્ર ૩૩ વર્ષની ઉંમરે ૧૯૪૬માં અવસાન થયું

ત્યારબાદ નલિની જયવંતે "પ્રભુ દયાલ" નામના પોતાની ફિલ્મ "મુનીમજી"ના અભિનેતા સાથે બીજા લગ્ન કર્યા હતા
"પ્રભુ દયાલ", ફિલ્મ કાલાબાઝાર અને કાલાપાનીમાં દેવ આનંદના સહાયક નિર્દેશક પણ રહયા હતા
.
અરે આપણે વાત તો સરોજ ઉર્ફે શોભનાની આદરી છે ને આ કથાઓ ......
.
રતનબાઈ અને ડો.પ્રભાકર શિલોત્રીનું એકમાત્ર સંતાન તે સરોજ ઉર્ફે શોભના

૧૭ નવેમ્બર ૧૯૧૬ના દિવસે મુંબઈમાં જન્મ

૧૯૨૮માં બેંકર પિતા ડો.પ્રભાકર શિલોત્રીને પોતાના વ્યવસાયમાં મોટી ખોટ ગઈ અને પોતાની શિલોત્રી બેન્ક કાયમ માટે બંધ કરી દેવી પડી
નાદારીની હાલતમાં મુંબઈમાં ઘરબાર વેચીને પરિવાર મુંબઈથી બેંગલોર રહેવા જતો રહ્યો
બેંગલોરમાં માતા રતનબાઈએ મરાઠી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી જ્યારે પિતા ડો.પ્રભાકર શિલોત્રીએ ખાનગી ટ્યુશન આપવાની શરૂઆત કરી
પણ એ જ વર્ષે ડિસેમ્બરમાં "હૃદયરોગ"ના હુમલાના કારણે પિતા, ડો.પ્રભાકર શિલોત્રી,નું અવસાન થયું

માતા અને શોભના બંનેય મુંબઈ પોતાના મામા અને નલિની જયવંતના પિતાના ઘરમાં રહેવા મુંબઈ આવી ગયા
ત્યાં રતનબાઈએ અને શોભનાએ પગભર થવા ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
પણ શોભનાના મામાએ એ બાબત સખ્ત વિરોધ દર્શાવી ફિલ્મોમાં જવા બાબત નારાજગી બતાવી
જયારે મામાની દીકરી નલિનીએ ફિલ્મમાં પ્રવેશ કરી લીધો હતો
આ બાબત માતા અને દીકરી બંનેયને ખટકી અને તેઓ બંનેએ એજ ક્ષણે પોતાના મામાનું ઘર છોડી દીધું

માતા રાતનબાઈને ૧૯૩૧માં મરાઠી ફિલ્મ મળી અને જીવનનિર્વાહ ચાલવા લાગ્યો

એ કપરા સમય દરમ્યાન શોભનાની મુલાકાત પોતાના ભાવિ પતિ, કુમારસેન સમર્થ, સાથે થઈ
કુમારસેન સમર્થ, જે જર્મનીથી ફિલ્મ નિર્માણ અને ફિલ્મ નિર્દેશન સહીત ફિલ્મ સાથે સંકળાયેલા અન્ય ખાસ વિષયોનું જ્ઞાન મેળવીને આવ્યા હતા
કુમારસેન સમર્થએ પોતાની પ્રથમ ફિલ્મમાં "શોભના"ને અભિનય આપવા પ્રસ્તાવ મુક્યો
ફિલ્મના નિર્માણ દરમ્યાન "સરોજ શિલોત્રી"એ "કુમારસેન સમર્થ" સાથે લગ્ન કર્યા
અને મહારાષ્ટ્રમાં પ્રચલિત રિવાજ મુજબ લગ્ન બાદ "સરોજ"નું નામ બદલીને "શોભના" રખાયું
અને "સરોજ શિલોત્રી" "શોભના સમર્થ" બની ગઈ

પ્રથમ ફિલ્મ હતી "નિગાહે નફરત" પણ એ ફિલ્મ પહેલા "વિલાસી ઈશ્વર" ફિલ્મ પ્રદર્શિત થઈ

વાડિયા મૂવિટોનના બેનર હેઠળ બનેલી ૧૯૪૨ની ફિલ્મ "શોભા" જેનું નિર્દેશન કુમારસેન સમર્થનું હતું અને જે ફિલ્મમાં અભિનેતા હતા શાહુ મોડક અને અભિનેત્રી શોભના સમર્થ, ફિલ્મનું સંગીત વસંત દેસાઈએ તૈયાર કરેલું
જે ફિલ્મને સફળતા મળી હતી

૧૯૪૩ની પ્રકાશ પિકચર્સની ફિલ્મ "રામરાજ્ય"માં શોભનાએ સીતાનો અભિનય કર્યો જે અભિનય અને ફિલ્મ ખુબ જ વખણાઈ
સીતા તરીકેના ફિલ્મ "રામરાજ્ય"ના અભિનય પછી ઘણી ધાર્મિક ફિલ્મોમાં (ભરત મિલાપ) સીતા તરીકે અભિનય કર્યો

ફિલ્મ "રામરાજ્ય" એક "ખાસ શો"માં મહાત્મા ગાંધીએ જોઈ હતી

એ ફિલ્મમાં પ્રેક્ષકો સીતા અને રામના દ્રશ્યો સમયે પૈસા અને ફૂલનો વરસાદ કરતા

એ ફિલ્મ બાદ "શોભના સમર્થ" જીવંત સીતા તરીકે પ્રસ્થાપિત થઈ !

ત્યારબાદ કેલેન્ડર, કોમિક બુક્સ, અને VHPના પોસ્ટરમાં સીતા તરીકે હંમેશા શોભના સમર્થનો ચહેરો દર્શાવતો !

૧૯૪૫ની ફિલ્મ "નળ દમયંતી" બોક્સઓફિસ પર ખુબ જ સફળ રહી એ ફિલ્મથી નામ, દામ અને કામ મળ્યું
જનક પિકચર્સના બેનર હેઠળ બનેલી ફિલ્મમાં નિર્દેશન "કુમારસેન સમર્થ"નું હતું
ફિલ્મમાં અભિનેતા પૃથ્વીરાજકપૂર અને અભિનેત્રી હતી શોભના સમર્થ
ફિલ્મમાં સંગીત સંગીતકાર રામચંદ્ર પાલનું હતું

કુમારસેન સાથે લગ્ન સમયે શોભનાએ એક શરત કરેલી કે લગ્ન પછી પણ શોભના ફિલ્મોમાં કામ કરશે
એ લગ્ન સંબંધથી તેઓને ચાર સંતાન - ત્રણ દીકરીઓ - નૂતન, તનુજા, ચતુરા અને પુત્ર જયદીપ

નૂતન અને તનુજા અને તેના વંશવેલાની ઓળખની કોઈ જરૂર નથી
પુત્રી ચતુરાએ અને પુત્ર જયદીપે ક્યારેય ફિલ્મોમાં અભિનય કર્યો નથી

જયદીપ જાહેરાતની ફિલ્મોનો નિર્માતા અને નિર્દેશક

કુમારસેન સમર્થ સાથેના લગ્નજીવનનો અંત ૧૪ વર્ષમાં આવ્યો

કારણ હવે મોતીલાલ નામનો પૈસાદાર અને મોટો મુર્ગો હાથ લાગી ગયો હતો અને કુમારસેન સમર્થ કામ વગર બેકાર બેઠો હતો !

મોતીલાલ પાસે એ જમાનામાં કોમર્શિયલ પાઈલોટ તરીકેનું લાયસન્સ હતું અને મોતીલાલ વિમાન ભાડે લઈ એ વિમાનને જાતે ઉડાડીને શોભનાના ઘર પર લાવતો અને I Love you ના લખાણ સાથેના પ્રેમપત્રો પથ્થર સાથે બાંધી શોભનાના ઘરના ધાબે ફેંકતો

ત્યારબાદ શોભના સમર્થ અભિનેતા મોતીલાલ રાજવંશ સાથે લગ્ન કર્યા વગર રહેવાનું શરુ કર્યું.

૧૯૫૦માં પોતાની બંને દીકરી નૂતન અને તનુજાને ફિલ્મનો પડદો બતાવવા શોભનાએ ફિલ્મ "હમારી બેટી"નું નિર્માણ અને નિર્દેશન કર્યું
ફિલ્મમાં અભિનેતા મોતીલાલ હતા
અભિનેત્રી શોભના સમર્થ અને બેટી તરીકે નૂતન અને તનુજા..

૧૯૬૦માં નૂતન અભિનીત ફિલ્મ "છબીલી"નું નિર્માણ અને નિર્દેશન કર્યું.
જે ફિલ્મમાં "એ મેરે હમસફર રોક અપની નજર..." એ ગીત ખુદ નૂતને ગાયુ હતું
.
પોતાની કારકિર્દીમાં શોભના સમર્થએ લગભગ ૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું
.
૧૯૯૬માં "ફિલ્મફેર" "લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ" મળ્યો હતો

ગુલશન કુમારે પોતાની ફિલ્મમાં અભિનય કરવા શોભના સમર્થને પ્રસ્તાવ મુક્યો હતો અને ફિલ્મમાં કામ કરવાની કિંમત જણાવવા કહ્યુ હતું
જેના જવાબમાં શોભાના સમર્થના શબ્દો હતા
"At this age, I'm either priceless or valueless"

ક્યારેક શોભનાએ કબૂલાત આપી હતી કે
મારી ઈચ્છા ધાર્મિક ફિલ્મો કરવાની ક્યારેય ના હતી પણ ફિલ્મ નિર્માતાઓ મને ધાર્મિક ફીલ્મોની જ વળગાડતા રહયા !
મારા સૌથી ગમતા મારા સહઅભિનેતા મોતીલાલ રહયા, કદાચ એ મારા સૌથી નજીકના મિત્ર હતા એટલે પણ હોય !
હું અને મોતીલાલ ચિક્કાર દારૂ પીતા, કારણ કે અમે ૩૬૫ દિવસ ઝઘડતા અને રોજ સાથે બેસીને દારૂ પીતા કારણ કે અમે બંનેય એકબીજાની સાથે સુખી અને આનંદિત હતા !

મારી દીકરી નૂતન સાથેના સંબંધો મારે ક્યારેય સારા ના હતા. હા, તેના મૃત્યુ પહેલા તેણે મને "ભગવદ્ ગીતા" ભેટ આપીને કહ્યું હતુ કે મૃત્યુ સંબંધી પ્રકરણ સૌ પહેલા વાંચજે !

મારી દીકરી તનુજાને અગાઉથી કળવી ખુબ જ મુશ્કેલ હતી, હા હંમેશા એ સત્ય બોલતી
મારા એકમાત્ર દીકરા સાથે મારે સારા સંબંધ ના હતા પણ આશ્ચર્યજનકરીતે તેની પત્ની સાથેના મારા સંબંધો ખુબ સારા રહ્યા.
.
એ જે હોય તે પણ .....
શોભાના, એકલપંડે પોતાના કુટુંબનો ભાર વેંઢારવા અને પોતાના અભિનય થકી પોતાની ફિલ્મોનો ભાર વેંઢારવા "સમર્થ" હતી
.
૯ ફેબ્રુઆરી ૨૦૦૦ના દિવસે શોભના સમર્થ અંતિમશ્વાસ લીધા
.
શોભના સમર્થ અભિનીત (શોભના પર ફિલ્માયેલા ના પણ હોય ) ફિલ્મોના મને ગમતા ગીતોની ઝલક

ફિલ્મ - છલિયા

૧.
तेरी राहों में खड़े हैं दिल थाम के
हाय हम हैं दीवाने तेरे नाम के
मेरी अँखियों के नूर मेरे दिल के सुरूर
चाहे रहो दूर-दूर तुम्हें पाना है ज़ुरूर
तेरी राहों में ...

૨.
मेरे टूटे हुए दिल से कोई तो आज ये पूछे
के तेरा हाल क्या है के तेरा हाल क्या है
मेरे टूटे...

ફિલ્મ - છબીલી

૧.
लहरों पे लहर, उल्फ़त है जवां
रातों की सहर, चली आओ यहाँ
सितारे टिमटिमाते हैं, तू आजा आजा
मचलती जा रही है ये हवाएं आजा आजा
लहरों पे लहर, उल्फ़त है जवां ...

૨.
એ મેરે હમસફર રોક આપણી નજર (આ ગીત નૂતને ગાયુ તુ.... આ ફિલ્મમાં નૂતને ચાર ગીતો ગાયા તા)

ફિલ્મ - ચિત્રલેખા

૧.
काहे तरसाए जियरा
यौवन ऋतु सजन जाके ना आए
काहे जियरा तरसाए
काहे तरसाए ...

૨.
मन रे तू काहे ना धीर धरे
वो निर्मोही मोह ना जाने, जिनका मोह करे
मन रे ...

ફિલ્મ - નઈ ઉમર કી નઈ ફસલ

૧.
आज की रात बड़ी शोख बड़ी नटखट है
आज तो तेरे बिना नींद न आयेगी

૨.
देखती ही रहो आज दर्पण न तुम
प्यार का ये महुरत निकल जायेगा, निकल जयेगा

૩.
स्वप्न झड़े फूल से, मीत चुभे शूल से
लुट गये श्रृंगार सभी, बाग के बबूल से
और हम खड़े खड़े, बहार देखते रहे
कारवाँ गुज़र गया, गुबार देखते रहे

ફિલ્મ - એક બાર મુશ્કરા દો

૧.
सवेरे का सूरज तुम्हारे लिये है
ये बुझते दिये को ना तुम याद करना
हुए एक बीती हुई बात हम तो
कोई आँसू हम पर ना बरबाद करना

૨.
रूप तेरा ऐसा दपर्अण में ना समाय - २
खुशबू तेरे तन कि मधुबन में ना समाय
ओ मुझे खुशी मिली इतनी
ओ मुझे खुशी मिली इतनी, के मन में ना समाय
पलक बंद करलूँ कहीं झलक ही ना जाय
रूप तेरा ...

૩.
ज़माने की आँखों ने देखा है यारों
सदा अपनी दुनिया में ऐसा नज़ारा
कभी उनको फूलों से पूजा है सबने
कभी जिनको लोगों ने पत्थर से मारा
ज़माने की आँखों ...

૪.
એકબાર મુશ્કરા દો .......
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૬
.
"હસતે હસતે કટ જાયે રસ્તે જિંદગી યુંહી ચલતી રહે..."
.
સાધના સરગમ ~~~

૭ માર્ચ ૧૯૬૯ના દિવસે દાભોલ, મહારાષ્ટ્રમાં જન્મ

ઝી સિનેમા પર "જયશ કુમાર" નામના ૫ વર્ષના ભૂલકાને બેન્ડ સાથે સુર, તાલ અને તાનમાં ગાતો જોઈ આશ્ચર્ય થયુ તું
પણ સાધના સરગમે માત્ર ૪ વર્ષની ઉંમરે એ જમાનામાં "સ્ટેજ પરફોર્મન્સ" આપ્યું હતું
૬ વર્ષની ઉંમરે પીઢ સંગીતકાર વસંત દેસાઈના નેજા હેઠળ દૂરદર્શન પર લાઈવ પરફોર્મન્સ આપ્યું

૧૯૭૪માં માત્ર ૬ વર્ષની ઉંમરે સૌથી પ્રથમ "સુરજ એક ચંદા એક તારે અનેક ....." ગીત ગયું જે DD પર પ્રસારિત થયું,
કદાચ એ ગીત તો તમનેય યાદ જ હશે ?
ગીતની લિંક આપી છે
.
https://www.youtube.com/watch?v=JukuUNk_cRs
.
આશ્ચર્યની વાત એ રહી કે મરાઠી સાધનાએ ગુજરાતી ફિલ્મ "કંકુ પગલા"થી ફિલ્મોમાં ગાવાની શરૂઆત કરી હતી !

૧૯૮૨ની હિન્દી ફિલ્મ "રુસ્તમ" માટે સૌપ્રથમ ગીત ગાયું
પણ એ ફિલ્મ લાંબો સમય ડબ્બાબંધ રહી

દરમ્યાન સુભાષ ઘાઈ ની ફિલ્મ "વિધાતા" પેલી ડબ્બાબંધ ફિલ્મ "રુસ્તમ" પહેલા પ્રદર્શિત થઈ અને ફિલ્મ વિધાતાનું "સાત સહેલીયા ખડી ખડી ....." એ સાધનાનું હિન્દી ફિલ્મજગતનું સૌપ્રથમ ગીત બની ગયું

સાધના સરગમ એક સન્નારી
સાધના સરગમ એક બિન વિવાદાસ્પદ ગાયિકા
સાધના સરગમ એક ગૌરવશાળી વ્યક્તિત્વ

માતા નીલા ઘાનેકર પોતે શાસ્ત્રીયસંગીતના ગાયિકા અને સંગીત શિક્ષિકા

સાધના સરગમ એટલે સંગીતકાર વસંત દેસાઈ દાદાના હાથે મંજાયેલો અવાજ
વસંત દાદા એ જમાનામાં મોટાભાગની ડોક્યુમેટરી ફિલ્મોમાં સંગીત આપતા અને સાધના સરગમના અવાજનો રસાસ્વાદ કરાવતા

સાધનાએ ગાવાની પ્રાથમિક તાલીમ પોતાની માતા પાસેથી મેળવી ત્યારબાદ પંડિત જસરાજ પાસેથી તાલીમ મેળવી

અનિલ મોહિલે, મરાઠી ફિલ્મ સંગીતમાં મોટું નામ
તેઓ કલ્યાણજી આણંદજીના સહાયક
સાધનાની માતા નીલાએ સંગીતકાર અનિલ મોહિલેને પોતાની દીકરી સાધના પાસે ગીત ગવડાવવાની ભલામણ કરી હતી

અને એ ભલામણના આધારે સંગીતકાર કલ્યાણજી આણંદજીએ સાધના પાસે ગીત ગવડાવ્યું
.
બાળપણમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરતા એક ગાયીકા તરીકે સાધનાએ ફિલ્મો, TV અને પૉપ આલ્બમનો ભરપૂર ઉપયોગ કર્યો.
.
.
હિન્દી ફિલ્મજગતના પેલા છીછરા વિચારો ધરાવતી ગાયિકાઓના ગંદા રાજકારણથી સાધના થાકી ગઈ હતી
આથી જ સાધનાએ પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોના ગીતો અને TV સિરિયલોના ગીતો અને જાહેરાતના જીંગલ્સ પર વધુ ધ્યાન આપ્યું
અને દક્ષિણની ફિલ્મોમાં ગાવા લાગી
.
કવિતા કૃષ્ણમૂર્તિ, અલકા યાજ્ઞિક, અનુરાધા પૌડવાલ વગેરે વગેરેના જમાનામાં સાધનાએ પોતાની એક અલગ ઓળખ બનાવી અને શક્યતઃ પોતાનું સ્થાન જમાવ્યું
.
કલ્યાણજી આણંદજીના યુગ પછી ગણતરીના સંગીતકારોએ જ સાધનાની સરગમને ગમાડી
જે સંગીતકારો હતા; આનંદ મિલિન્દ, નદીમ શ્રવણ, અનુ મલિક, જતીન - લલિત , ભપ્પી લહેરી, વિજુ શાહ, દિલીપ સેન - સમીર સેન અને AR રેહમાન

આશ્ચર્યજનક વાત એ છે કે આજસુધી કોઈપણ હિન્દીગીત માટે સાધનાને નેશનલ એવોર્ડ કે ફિલ્મફેર એવોર્ડ મળ્યો નથી

૨૦૦૨ની તમિલ ફિલ્મ "પટ્ટુ ચોલી" માટે શ્રેષ્ઠ ગાયીકાનો નેશનલ એવોર્ડ , અને
૨૦૦૭ની તમિલ ફિલ્મ "અક્કમ પક્કમ" માટે શ્રેષ્ઠ ગાયીકાનો ફિલ્મફેર એવોર્ડ અને
૨૦૦૭ની જ તેલુગુ ફિલ્મ "મનસા" માટે શ્રેષ્ઠ ગાયીકાનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો.

સાધનાનું મૂળ નામ સાધના ઘાનેકર

સંગીતકાર કલ્યાણજીએ સાધનાને નવું નામ આપ્યું
તેમની દલીલ હતી કે નામ સાધના છે એટલે અટક પણ સંગીતમય જ હોવી જોઈએ અને સાધના ઘાનેકર સાધના સરગમ બની ગઈ
.
આપણી કમનસીબી એ રહી કે સંગીતક્ષેત્રે આપણે ક્યારેય લતા - આશા નામથી આગળ કોઈ મહાન ગાયિકાને ઓળખી નહિ અને અથવા સ્વીકારી નહિ !

સાધના સરગમે હિન્દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, કન્નડ, તેલુગુ, પંજાબી ,ઓરિયા, અસમીયા, નેપાળી, પંજાબી, બંગાળી અને કાશ્મીરી ભાષા અને બોલીઓમાં ફિલ્મી અને ગૈરફિલ્મી ગીતો ગાયા

નેપાળી સહીત ૩૪ ભારતીય / પ્રાદેશિક ભાષાઓમાં +૧૫૦૦૦ ગીતો ગાયા

જેમાં ૩૫૦૦ મરાઠી ફિલ્મીગીતો,૨૫૦૦ બંગાળી, ૨૦૦૦ હિન્દી, ૧૧૦૦ તમિલ ફિલ્મીગીતો મુખ્ય છે

આજેય સાધના સરગમ દક્ષિણમાં અતિ પ્રસિદ્ધ છે

વળી સાધના શ્રીલંકા, મલેશિયા અને સિંગાપોરમાં ખુબ જ પ્રસિદ્ધ છે કારણ કે એ દેશોમાં મૂળ તામિલીયોની વસ્તી પ્રમાણમાં વધારે છે

નવાઈની વાત છે હજુસુધી હિન્દી ફિલ્મ માટે એકપણ વખત ફિલ્મફેર એવોર્ડ નથી મળ્યો જયારે તમિલ અને તેલુગુ ફિલ્મીગીત માટે બે વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો !
.
આ એક જ એવી ગાયિકા છે જેને હિન્દી ફિલ્મના નામાંકિત સંગીતકારોએ સ્વીકારી નથી પણ દક્ષિણના ઈલૈયા રાજા, એ આર રહેમાન, વિદ્યાસાગર જેવા તમામે તમામ નામાંકિત સંગીતકારોની એ ખુબ જ માનીતી ગાયિકા છે !

મંદગતિએ વહેતા ઝરણા સમાન અવાજની માલિક સાધનાની સરગમો યાદ કરી લઈએ

~ જબ કોઈ બાત બિગડ જાયે જબ કોઈ મુશ્કિલ પડ જાયે - જુર્મ
~ હસતે હસતે કટ જાયે રસ્તે જિંદગી યુંહી ચલતી રહે - ખૂન ભરી માંગ
~ ના કજરે કી ધાર ના મોતીયો કે હાર - મોહરા
~ પહેલા નશા પહેલા ખુમાર - જો જીતા વોહી સિકંદર
~ નીલે નીલે અંબર પર ચાંદ જબ આયે - કલાકાર
~ હર કિસીકો નહિ મિલતા યહાં પ્યાર જીન્દગીમેં - ઝાંબાઝ
~ મય સે મીના સે ના સાકી સે ના પૈમાને સે - ખુદગર્ઝ
~ યહીં કહીં જીયારા હમાર - ખુદગર્ઝ
~ સાવન બરસે તરસે દિલ - દહેક
~ તેરી ઉમ્મીદ તેરા ઇન્તઝાર કરતે હૈ - દીવાના
~ ધીરે ધીરે આપ મેરે દિલકે મહેમા હો ગયે - બાઝી
~ મૈં તેરી મહોબ્બત મેઁ પાગલ હો જાઉંગા - ત્રિદેવ
~ ગજરને કિયા હૈ ઈશારા - ત્રિદેવ
~ યે જો તેરી પાયલો કી છમ છમ હૈ - માસુમ (૧૯૯૪)
~ નહિ યે હો નહિ સકતા કે તેરી યાદ ના આયે - બરસાત
~ આશકી મેઁ હર આશિક હો જતા હૈ મજબૂર - દિલ કા ક્યા કુસુર
~ તેરે દર પર સનમ ચલે આયે - ફિર તેરી કહાની યાદ આયી
~ પ્યાર કે ધાગે ધાગે તોડે નહિ તૂટે - ઘૂંઘરૂ
~ હમને ઘર છોડા હૈ - દિલ
~ બોલ રાધા બોલ તુને યે ક્યા કિયા - બોલ રાધા બોલ
~ ક્યા મૌસમ આયા હૈ ક્યા મૌસમ આયા હૈ - અનાડી
~ જાને જાં જાને જાં - અનાડી
~ બમ્બઈ સે ગઈ પૂના પૂના સે ગઈ પટના - હમ હૈ રાહી પ્યાર કે
~ વો મેરી નીંદ મેરા ચૈન મુજે લૌટા દો - હમ હૈ રાહી પ્યાર કે
~~~~~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૭

"ગીત ગાતા હું મૈં ગુનગુનાતા હું મૈં ..."
.
વિનોદ મેહરા ~~~

વિનોદ મેહરાએ ૧૯૫૮ની કિશોરકુમારની ફિલ્મ "રાગીણી"માં બાળકલાકાર તરીકે કિશોરકુમારનો અભિનય શું કર્યો, કિશોરકુમારની જેમ પોતાની જિંદગીમાં 4-5 લગ્નો કરીને જ જંપ્યો !

મીના બ્રોકા
બિંદિયા ગોસ્વામી
રેખા
નીતા મેહતા
કિરણ મેહરા

મીના બ્રોકા સાથેના લગ્ન વિનોદે પોતાની માતાની સલાહ પ્રમાણે કર્યા હતા
લગ્ન બાદ વિનોદને હૃદયરોગનો હુમલો થયો

એ પરિસ્થિતિમાંથી સ્વસ્થ થતા પહેલા જ તેણે અતિસુંદર અને ફિલ્મોમાં નવી આવેલી એવી પોતાની ફિલ્મની અભિનેત્રી બિંદિયા ગોસ્વામી સાથે ખાનગીમાં લગ્ન કરી લીધા

જોકે ત્યારે વિનોદે મીના બ્રોકા સાથે હજુ છૂટાછેડા લીધા નહોતા

મીનાના પરિવારના સભ્યોએ વિનોદને અને બિંદિયાને જાતજાતની ધમકીઓ આપેલી
પણ આખરે વિનોદે મીના સાથે છૂટાછેડા લઈ લીધા હતા

હજુ બિંદિયા સાથે લગ્નની જાહેરાત કરી ત્યાં જ તેણે "રેખા" સાથે "ઘર" માંડવાની શરૂઆત કરી

આ તરફ બિંદિયાને એ વાતની ગંધ આવી જતા એ વિનોદનું ઘર ત્યજીને ફિલ્મ નિર્માતા અને નિર્દેશક JP દત્તાના ઘરમાં જઈ બેઠી

અને વિનોદ રેખાને પરણી ગયો
રેખાના ભવ્ય ભૂતકાળથી પરિચિત વિનોદની માતાએ પોતાની વહુ રેખાને પોતાના ઘરમાં ઘુસવા દેવાની મનાઈ ફરમાવી દીધી

પરિસ્થિતિ પારખી ગયેલી રેખાએ વિનોદને છોડીને "મુકેશ અગરવાલ" નામના દિલ્હીના એક પૈસાદાર એવા સાવ અજાણ્યા વેપારી સાથે લગ્ન કર્યા

એ લગ્ન બહુ લાંબા ના ટક્યા
અને અકારણ કે સકારણ "મુકેશ અગરવાલ" અગ્નિસ્નાન કરીને મોતને વ્હાલુ કર્યું
.
આ તરફ રેખાને છોડીને વિનોદે કિરણ નામની ચોથી કન્યા સાથે લગ્ન કર્યા
આ લગ્નથી તેને બે સંતાન - પુત્ર , રોહન અને પુત્રી, સોનિયા.

પણ રેખાનું વળગણ વિનોદથી છૂટ્યું ના હતું
કિરણ સાથેના લગ્નબાદ પણ વિનોદના રેખા સાથેના છાનગપતીયા અકબંધ હતા !

પરિણામે રેખાના પતિ મુકેશ અગરવાલના અવસાન બાદ થોડા સમયમાં જ હૃદયરોગના તીવ્ર હુમલાના કારણે વિનોદ મેહરાનું પણ અવસાન થયું

લગ્નમાં પડેલા ધનના મંગળ અને રાહુના કારણે રેખા જે પણ પુરુષને પોતાનો કરે
એને કાં તો મરણતોલ માર પડે અથવા એ પુરુષ મૃત્યુને વરે !

"ઘાટડીયે મંગળ"ના કારણે અમિતાભ, મુકેશ અગરવાલ અને વિનોદ મેહરાના જે હાલ થયા હતા એ વાત જગજાહેર છે !

વચ્ચે "નીતા મેહતા" નામના લટકણીયા સાથે લગ્ન કર્યા એનો ઉલ્લેખ ક્યાંય નથી (ફિલ્મ હીરો, પથ્થર સે ટક્કર અને ઔરત ઔરત ઔરત, જાની દુશ્મન અભિનય કરેલ)
હાલમાં નીતા મેહતા બીજા લગ્ન કરી અમેરિકામાં પોતાના પરિવાર સાથે રહે છે

ઇતિ શ્રી વિનોદસ્ય દુઃખદમ પારાયણ કથા !
.
.
૧૩ એપ્રિલ ૧૯૪૫ના દિવસે અમૃતસર , પંજાબમાં જન્મ
૩૦ ઓક્ટોબર ૧૯૯૦ના દિવસે માત્ર ૪૫ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાના કારણે મુંબઈમાં અવસાન
.
વિનોદની બહેન "શારદા" ફિલ્મોમાં અભિનય કરતી હતી
ફિલ્મ "એક કે બાદ એક"માં "શારદા" દેવ આનંદની હિરોઈન હતી
ફિલ્મોમાં અભિનય છોડીને પછી શારદા બ્યુટિશિયન બની ગઈ હતી

બહેન શારદાની પ્રેરણા હેઠળ વિનોદે પોતાની ૧૩ વર્ષની ઉંમરે ૧૯૫૮માં ફિલ્મ "રાગીણી"માં કિશોરકુમારના "બાળપણ"નો અભિનય કર્યો.
ફિલ્મ "રાગીણી" કે જેમાં ગાયક - અભિનેતા કિશોરકુમાર પર ફિલ્માવેલા ગીતો ગાયક મહમ્મદ રફીએ ગાયા હતા.
मन मोरा बाँवरा -२
निस दिन गाए, गीत मिलन के -२
मन मोरा बाँवरा -२
.
૧૯૬૦માં વિનોદે બાળકલાકાર તરીકે અન્ય બે ફલ્મોમાં અભિનય કર્યો.
ફિલ્મો હતી બેવકૂફ અને અંગુલિમાલ
.
૨૦ વર્ષની ઉંમરે, ૧૯૬૫માં વિનોદ "ગોલ્ડફિલ્ડ મર્કેન્ટાઇલ કંપની"માં "સેલ્સ ઓફિસર"ની નોકરી કરતો ત્યારે "યુનાઇટેડ પ્રોડ્યૂસર્સ" દ્વારા "ટેલેન્ટ હન્ટ"નો કાર્યક્રમ યોજાયો હતો.
પોતાના મિત્રના કહેવાથી અને મિત્રના આગ્રહવશ વિનોદે એ "ટેલેન્ટ હન્ટ"ના કાર્યક્રમમાં ભાગ લીધો.
છેલ્લા અને ફાયનલ રાઉન્ડ સુધી મનાતું હતુ કે એ સ્પર્ધા વિનોદ જ જીતશે
પણ એ સ્પર્ધાના વિજેતા તરીકે નામ નીકળ્યું "રાજેશ ખન્ના"નું અને "વિનોદે" બીજા નંબર પર રહી મન મનાવવું પડ્યું
.
વિનોદે પોતાના મિત્ર "બાબુ"ના કહેવાથી એ સ્પર્ધામાં ભાગ લીધો હતો

"બાબુ" એટલે સંગીતકાર - ગાયક હેમંતકુમારનો દીકરો "જયંત મુખર્જી"
"બાબુ" એટલે અભિનેત્રી "ઇન્દુ" ઉર્ફે "ઇન્દિરા" ઉર્ફે "મૌસમી ચેટર્જી"નો પતિ
"મૌસમી"એ પોતાની ૧૬ વર્ષની ઉંમરે "બાબુ" નામના આ "રઘા" સાથે લગ્ન કર્યા હતા

નિરાશ વિનોદે ફરી એ જ કંપનીની નોકરીમાં ઢસરડા શરુ કર્યા

૧૯૭૧માં અભિનેત્રી "મીના શોરી"ના ત્રીજા નંબરના પતિ એવા "રૂપ કે શોરી"એ "વિનોદ"ને "રેસ્ટોરન્ટ ગેલોર્ડ"માં જોયો અને પોતાની આગામી ફિલ્મ "એક થી રીટા"માં મુખ્ય અભિનેતા તરીકે અભિનય આપવા પ્રસ્તાવ મુક્યો
.
એક આડવાત
"રૂપ કે શોરી"ની પત્ની "મીના શોરી"નું મૂળ નામ "ખુર્શીદ જહાન"
"મીના શોરી"એ પાંચ વખત લગ્ન કર્યા
તેના પાંચ પતિઓના નામ ઝહૂર રાજા, અલ નાસિર, રૂપ કે શોરી, રઝા મીર, અસદ બુખારી.
૧૯૫૬માં પાપીસ્તાની ફિલ્મ નિર્માતા J C આનંદના આમંત્રણે મીના શોરી પોતાના "રણછોડ" "રૂપ કે શોરી" સાથે પાપીસ્તાન ગઈ હતી
પાછા ફરતા એણે પોતાના રણછોડને એકલો જ ભારત મોકલી આપ્યો અને પોતે પાપીસ્તાનની ફિલ્મોની અભિનેત્રી બની રહી.
.
ફિલ્મ "એક થી લડકી"નું આ સુપ્રસિદ્ધ અભિનેત્રી "મીના શોરી" પર ફિલ્માવાયેલું
लारा लप्पा लारा लप्पा लाई रखदा -३
अडीडप्प अडीडप्प लाई रखदा

हो... देकर झूठे लारे -२
(लारा लप्पा लारा लप्पा लाई रखदा
अडीडप्प अडीडप्प लाई रखदा) -२

बाबूजी की बात निराली -२
दिल भी ख़ाली जेब भी ख़ाली -२
हो फिर भी अकड़ दिखाए
ओ बाबूजी, फिर भी अकड़ दिखाए
ओ बाबूजी, समझ न आए रे
.
અને ફિલ્મ ઢોલકના આ બે ગીતો
૧.
मौसम आया है रंगीन
बजी है कहीं सुरीली बीन
ऐसे में हौले हौले हौले हौले आ
૨.
चोरी चोरी आग सी दिल में लगा कर चल दिए
हम तड़पते रह गए वो मुस्कुरा कर चल दिए
चोरी चोरी
चोरी चोरी आग सी ...
.
.
અંગત સંબંધોના કારણે જ તો "ઇન્દુ" ઉર્ફે "ઇન્દિરા" ઉર્ફે મૌસમી ચેટર્જી વિનોદની ખુબ જ માનીતી અભિનેત્રી રહી.
.
વિનોદ મેહરાના કિરણ મેહરા સાથેના લગ્નથી તેને બે સંતાન - પુત્ર , રોહન અને પુત્રી, સોનિયા
વિનોદ મેહરાના અવસાન બાદ તેની પત્ની કિરણ મેહરા પોતાના બંનેય સંતાનો સાથે "મૉંબાસા, કેન્યા" પોતાના પિયરમાં રહેવા જતી રહી
પોતાના સંતાનોના ભણતર માટે ક્યારેક UK કે ક્યારેક USA માં રહી
૨૦૦૬માં તેના બંનેય સંતાન હિન્દી ફિલ્મજગતનો હિસ્સો બનવા મુંબઈ આવી વસ્યા

૨૦૦૭માં પુત્રી સોનિયાએ ૧૯૭૨ની સુપરહિટ ફિલ્મ "વિકટોરિયા ૨૦૩"ની રીમેકથી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું
જયારે પુત્ર રોહને, સૈફ અલીખાન અભિનીત ફિલ્મ "બાઝાર"થી ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું
રોહન , VJ "તારા સુતરીયા"ના ગળાડૂબ પ્રેમમાં છે
રોહને શોર્ટ ફિલ્મ "Afetrword "નું નિર્માણ અને નિર્દેશન કર્યું છે.
જે ફિલ્મની કથા તેણે પોતે જ લખી હતી.
.
વિનોદ મેહરાએ પોતાના નિર્માણ અને નિર્દેશન હેઠળ ફિલ્મ "ગુરુદેવ"ની શરૂઆત કરી
પણ એ ફિલ્મના નિર્માણ અને નિર્દેશન દરમ્યાન જ તેનું અકાળે અવસાન થયું

૨૦ વર્ષની ખુબ જ ટૂંકી કારકિર્દીમાં વિનોદે લગભગ ૭૦ ફિલ્મો કરી
.
વિનોદ મેહરાની સફળ ફલ્મોમાં લાલ પથ્થર, અમરપ્રેમ, અનુરાગ, હવસ, કુંવારા બાપ,અનુરોધ, ઘર , સ્વર્ગ નરક, સાજન બીના સુહાગન, દાદા, પ્યાસા સાવન, સાજન કી સહેલી, ખુદ્દાર, પ્યાર કી જીત વગેરે વગેરે ગણી શકાય.
.
વિનોદ મેહરા અભિનીત ફિલ્મોના ગીતો મમળાવી લઈએ
.
- ગીત ગાતા હું મૈં ગુનગુનાતા હું મૈં - લાલ પથ્થર
- રે મન સુર મેં ગા - લાલ પથ્થર
- ઉનકે ખયાલ આયે તો આકે ચલે ગયે - લાલ પથ્થર
- દિલ કે ટુકડે ટુકડે કર કે મુશ્કુરાકાર ચલ દીયે - દાદા
- વાદા કરો જાનમ ના છોડેંગે યે દામન - સબસે બડા રૂપૈયા
- દરિયા કિનારે એક બંગલો ઓ ગોરી અઇજો અઈ - સબસે બડા રૂપૈયા
- સુનરી પવન પવન પુરવૈયા - અનુરાગ
- તેરે નૈનો કે મૈં ગીત જલાઉંગા - અનુરાગ
- નીંદ ચુરાએ ચૈન ચુરાએ ડાકા ડાલે તેરી બંસી - અનુરાગ
- સાથી તેરે નામ એક દિન જીવન કર જાયેંગે - ઉસ્તાદી ઉસ્તાદ સે
- અજનબી કૌન હો તુમ જબ સે તુમ્હે દેખા હૈ - સ્વીકાર કિયા મૈંને
- ચાંદ કે પાસ જો સિતારા હૈ વો સિતારા હસીન લગતા હૈ - સ્વીકાર કિયા મૈંને
- લીના ઓ લીના દિલ તુને છીના - સ્વર્ગ નરક
- જિસકે લિયે સબકો છોડા ઉસીને મેરે દિલ કો તોડા - સાજન કી સહેલી
- બુંદે નહિ સિતારે - સાજન કી સહેલી
- પિયા મૈંને ક્યા કિયા મુજે છોડ કે જઈઓ ના - ઉસ પાર
- પ્યારા હિંડોલા મેરા - ઉસ પાર
- યે જબ સે હુઈ જીયા કી ચોરી - ઉસ પાર
- મુત્તુકોડી કવાડી હડ્ડા - દો ફૂલ
- ફિર વો હી રાત હૈ - ઘર
- આજકલ પાંવ જમીં પર નહિ પડતે મેરે - ઘર
- તેરે બીના જીયા જાયે ના - ઘર
- આપ કી આંખો મેં – ઘર
~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૮

"તુમ મુજે યું ભૂલા ના પાઓગે...."
.
શક્તિ સામંત ~~~

૧૩ જાન્યુઆરી ૧૯૨૬ના દિવસે બર્દવાન, પશ્ચિમ બંગાળમાં જન્મ
શાળાકીય શિક્ષણ દેહરાદૂનમાં
ઉચ્ચ અભ્યાસ કલકત્તામાં

આમ તો બંગાળીઓની એ ખાસિયત રહી છે કે હિન્દીભાષાના શબ્દોના તેઓ ખુબ જ પહોળા ઉચ્ચાર કરે છે
જો કે એ વાત શક્તિસામંતને લાગુ પડતી નહોતી
માતૃભાષા બંગાળી હોવા છતાંયે હિન્દી ભાષા અને ઉર્દુ ભાષા પર ખુબ જ સારો કાબુ

બર્દવાનમાં જન્મેલો એ જણ દહેરાદૂનમાં અભ્યાસ પૂરો કરીને હિન્દી ફિલ્મમાં એક્ટર બનવાના અભરખા સાથે મુંબઈ પાસે દાપોલીમાં શાળાનો શિક્ષક બનીને રહી ગયો

અભરખા તો અભિનેતા બનવાના હતા
એ અભરખા પુરા કરવા મુંબઈ આવી "બોમ્બે ટોકીઝ"ના આંટા મારવાની શરૂઆત કરી
ત્યાં અશોકકુમાર સાથેની એક જ મુલાકાતે એના સપનાની દિશા બદલી કાઢી
દાદા મુનિએ શક્તિ સામંતને અભિનયના અભરખા છોડીને ફિલ્મ નિર્દેશન પર હાથ અજમાવવાની સલાહ આપી

અને દાદા મુનિની ઓળખાણે "ફણી મઝમુદાર"ના સહાયક નિર્દેશક બનવાનો મોકો મળ્યો

૧૯૪૮માં માત્ર ૨૨ વર્ષની ઉંમરે જ હિન્દી ફિલ્મમાં જોડાવાનું સપનું સાકાર થઇ ગયું.......
રાજકપૂર અભિનીત ફિલ્મ "સુનહરે સપને"માં ફિલ્મના ડાયરેક્ટર સતીશ નિગમના સહાયક બનવાનો મોકો મળ્યો

બસ પછી તો ગાડી ચાલવા લાગી અને મનમાં એક જ ધૂન સવાર થઈ ગઈ
"મેરે સપનો કી રાની કબ આયેગી તૂ ......"

૧૯૫૪ની ફિલ્મ "બહુ"માં સ્વતંત્રપણે સૌ પ્રથમ વખત ફિલ્મ નિર્દેશન કર્યું

૧૯૫૭માં તો "શક્તિ ફિલ્મ્સ"ના નામે પોતાની ફિલ્મનિર્માણની કંપની બનાવી દીધી અને ફિલ્મ નિર્માણ અને નિર્દેશન શરુ કર્યું

તેમની સૌથી પ્રથમ ફિલ્મ હતી "હાવરા બ્રીઝ" જેમાં OP નું સંગીત અને ગીતા - આશાના ગાયેલા ગીતો હતા
આઇયે મહેરબાં ..... મેરા નામ ચીન ચીન ચૂં .....

કુલ ૪૩ ફિલ્મો એમાંથી ૩૭ હિન્દી ફિલ્મો ૬ બંગાળી ફિલ્મો જેમાં એક ઈન્ડો-બંગલાદેશની સહિયારી નિર્માણ પામેલી ફિલ્મનો પણ સમાવેશ

તેઓ પોતાની ફિલ્મ માટે સારી કથા, ઉચ્ચ દરજ્જાના અને સુમધુર સંગીત અને સુંદર શબ્દાવલીએ મઢેલા ગીતોના આગ્રહી રહયા

બસ એ કારણે જ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાઓ શક્તિદાના નામે રહયા

શર્મિલા ટાગોરને ફિલ્મજગતમાં પદાર્પણ કરાવનાર શક્તિદા
'લા ટાગોરને બિન્દાસ અને બોલ્ડ રીતે રજુ કરનાર શક્તિ દા
'લા ટાગોર તેમની બહુ માનીતી અભિનેત્રી રહી ....
જેની સાથે કાશ્મીર કી કલી, સાવન કી ઘટા, એન ઇવનિંગ ઈન પેરિસ, આરાધના, અમાનુષ, અમરપ્રેમ, ચરિત્રહીન, આનંદ આશ્રમ, વગેરે વગેરે ફિલ્મો આપી

રાજેશ ખન્નાને સદીનો સૌથી પહેલો સુપરસ્ટાર બનાવવામાં શક્તિદાનો મોટો હાથ

હિન્દી ફિલ્મજગતમાં ઉત્તમકુમાર અને મૌસમી ચેટરજીને લાવવાનો યશ પણ શક્તિદા ને જાય છે

શરૂઆતમાં શમ્મીકપૂર અને શર્મિલાની જોડી અને બાદમાં રાજેશખન્ના અને શર્મિલાની જોડી સાથે સુમધુર ગીતો સાથેની યાદગાર ફિલ્મો આપી

શક્તિદાની મોટાભાગની ફિલ્મોના તમામ ગીતો આજેય સંગીત રસીયાઓને હૃદયસ્થ ને કંઠસ્થ છે.

સફળતાની વાત કરીએ તો માત્ર ફિલ્મોના નામ જ કાફી છે...........
હાવરા બ્રિજ
ડીટેકટીવ
જાલીનોટ
ચાઇનાટાઉન
કાશ્મીર કી કલી
સાવન કી ઘટા
એન ઇવનિંગ ઈન પેરિસ
આરાધના
કટી પતંગ
પગલા કહી કા
અનુરાગ
અમાનુષ
અમરપ્રેમ
અનુરોધ
આનંદ આશ્રમ
મહેબૂબા
ઘી ગ્રેટ ગેમ્બલર
દેવદાસ (૨૦૦૨)
બાલિકા બધુ

અને આ બધી સફળતમ ફિલ્મોમાંથી આરાધના, અનુરાગ અને અમાનુષ જે તે વર્ષનો શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ જીતી

૫ વર્ષ ઇમ્પાના પ્રમુખ, ૭ વર્ષ સેન્સરબોર્ડના ચેરમેન

ફિલ્મ જગતના બંગાળીઓની એક ખાસિયત ઉડીને આંખે વળગે એવી
એમનો વિશ્વાસ બંગાળીઓમાં વધુ એટલે સામાન્યરીતે ફિલ્મના અભિનેતા કે અભિનેત્રી બંગાળી જ હોય !

"આફટર ઓલ વોટર ઈઝ થીનર ધેન બ્લડ !"

એની વે ખયાલ અપના અપના પસંદ અપની અપની !

૯ એપ્રિલ ૨૦૦૯ના દિવસે મુંબઈમાં દેહાવસાન

ગીતોની પસંદગી અઘરી પણ છે અને લાંબી પણ છે પણ મને ગમતા ગીતો પરાણેય તમને ગમાડવા એ તો મારી આદત છે

- આઇયે મહેરબાં બૈઠીયે જાનેજા - હાવરા બ્રિજ
- મેરા નામ ચીન ચીન ચૂં - હાવરા બ્રિજ
- આંખો પે ભરોસા મત કર - ડિટેક્ટિવ
- દો ચમકતી આંખો મેં - ડિટેકટિવ
- બાર બાર દેખો હજાર બાર દેખો - ચાઈના ટાઉન
- દીવાના હુઆ બાદલ સાવન કી ઘટા છાઈ - કાશ્મીર કી કલી
- હૈ દુનિયા ઉસી કી જમાના ઉસી કા - કાશ્મીર કી કલી
- ઈશારો ઇશારોંમેં દિલ લે ને વાલે બતા યે હુનર તૂને શીખા કહાં સે - કાશ્મીર કી કલી
- હાય રે હાય યે મેરે હાથ મેં તેરા હાથ મેરી જા - કાશ્મીર કી કલી
- સુભાનલા હાય હસીં ચહેરા હાય યે મસ્તાના અદાયે - કાશ્મીર કી કલી
- જરા હોલે હોલે ચલો મોરે સાજના હમ ભી પીછે હૈ તુમ્હારે - સાવન કી ઘટા
- મેરી જાન તુમ પે સદકે અહેસાન ઈતના કર દો - સાવન કી ઘટા
- ઝુલ્ફો કો હટા લો ચહેરે સે - સાવન કી ઘટા
- હોલે હોલે સાજના ધીરે ધીરે સાજના - સાવન કી ઘટા
- આજ કોઈ પ્યાર સે દિલ કી બાતે કહે ગયા - સાવન કી ઘટા
- હોટોં પે હસીં આંખોમેં નશા - સાવન કી ઘટા
- આસમાન સે આયા ફરિશ્તા - એન ઈવનીંગ ઈન પેરિસ
- અજી ઐસા મૌકા ફિર કહાં મિલેગા - એન ઈવનીંગ ઈન પેરિસ
- રાત કે હમસફર થક કે ઘર કો ચલે - એન ઈવનીંગ ઈન પેરિસ
- અકેલે અકેલે કહાં જા રહે હો - એન ઈવનીંગ ઈન પેરિસ
- કોરા કાગઝ થા યે મન મેરા - આરાધના
- રૂપ તેરા મસ્તાના - આરાધના
- ગુનગુના રહે હૈ ભૌરેં ખીલ રહી હૈ કલી કલી - આરાધના
- મેરે સપનો કી રાની કબ આયેગી તૂ - આરાધના
- ચંદા હૈ તૂ મેરા સુરજ હૈ તૂ - આરાધના
- બાગો મેં બહાર હૈ - આરાધના
- યે શામ મસ્તાની મદહોશ કિયે જાય - કટી પતંગ
- પ્યાર દીવાના હોતા હૈ મસ્તાના હોતા હૈ - કટી પતંગ
- યે જો મહોબ્બત હૈ - કટી પતંગ
- ના કોઈ ઉમંગ હૈ - કટી પતંગ
- આજ ના છોડેંગે બસ હમજોલી ખેલેંગે હમ હોલી - કટી પતંગ
- જીસ ગલી મેં તેરા ઘર ના હો બાલમા - કટી પતંગ
- મેરા નામ હૈ શબનમ - કટી પતંગ
- આશિક હું એક મહેઝબી કા લોગ કહે મુજે પગલા કહીં કા - પગલા કહીં કા
- તુમ મુજે યું ભૂલા ના પાઓગે - પગલા કહીં કા
- સુન રી પવન પવન પુરવૈયા - અનુરાગ
- તેરે નૈનો કે મૈં દીપ જલાઉંગા - અનુરાગ
- નીંદ ચુરાએ ચૈન ચુરાએ ડાકા ડાલે તેરી બંસી - અનુરાગ
- દિલ ઐસા કીસીને મેરા તોડા - અમાનુષ
- ના પૂછો કોઈ હમે ઝહેર કયું પી લીયા - અમાનુષ
- ગમ કી દવા તો પ્યાર હૈ - અમાનુષ
- કલ થે અપને ના જાને કયું હો ગયે આજ પરાયે - અમાનુષ
- સચ્ચાઈ છુપ નહિ સકતી બનાવટ કે અસૂલો સે - દુશ્મન
- બલમા સિપાઇયા હાય રે તેરી દંબુક સે ડર લાગે રે જીયારા - દુશ્મન
- છમ છમ બાજે રે પાયલીયા રાહ ચલત લચકે પનીહારી - જાને અંજાને
- તેરી નીલી નીલી આંખો કે દિલ પે તીર ચલ ગયે ચલ ગયે - જાને અંજાને
- જાને અંજાને લોગ મીલે મગર કોઈ મીલા ના અપના - જાને અંજાને
- ચિનગારી કોઈ ભડકે - અમરપ્રેમ
- કુછ તો લોગ કહેંગે - અમરપ્રેમ
- યે ક્યા હુઆ કૈસે હુઆ, કબ હુઆ - અમરપ્રેમ
- રૈના બીતી જાયે શ્યામ ના આયે - અમરપ્રેમ
- મેરે દિલને તડપ કે જબ નામ તેરા પુકારા - અનુરોધ
- આપકે અનુરોધ પે મૈં યે ગીત સુનતા હું - અનુરોધ
- જબ દર્દ નહિ થા સીને મેં તબ ખાક મઝા થા જઈને મેં - અનુરોધ
- આતે જાતે ખુબસુરત આવારા સડકો પે - અનુરોધ
- સારા પ્યાર તુમ્હારા મૈંને બાંધ લીયા હૈ આંચલ મેં - આનંદ આશ્રમ
- રાહી નયે નયે રસ્તા નયા નયા - આનંદ આશ્રમ
- બડે અચ્છે લગતે હૈ યે ધરતી યે નદીયાં યે રૈના ઔર તુમ - બાલિકા બધુ
- મેરે નૈના સાવન ભાદો ફિર ભી મેરા મન પ્યાસા - મેહબૂબા
- પરબત કે પીછે ચંબે દા ગાંવ - મેહબૂબા
- દો લફજો કી હૈ દિલ કી કહાની - ઘી ગ્રેટ ગેમ્બલર
- પહેલે પહેલે પ્યાર કી મુલાકાતે યાદ હૈ - ઘી ગ્રેટ ગેમ્બલર
- બૈરી પિયા બડા બેદર્દી - દેવદાસ
- ડોલા રે ડોલા રે - દેવદાસ
- હાય મોરે પિયા - દેવદાસ
- ભીગી ભીગી રાતો મેં મીઠી મીઠી બાતોં મેં - અજનબી
- એક અજનબી હસીના સે યું મુલાકાત હો ગઈ - અજનબી
- હમદોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે - અજનબી
- તૂ હી વો હસીં હો જીસકી તસ્વીર મુદ્દત સે ખયાલો મેં બની હૈ - ખ્વાબ
- અગર સુનલે તૂ એક નગમા - એક રાઝ
- અજનબી સે બનકે કરો ના ઈશારા - એક રાઝ
- પાયલવાલી દેખના - એક રાઝ
- દિલ સે દિલ મિલને કા કોઈ કારન તો હોગા – ચરિત્રહીન
~~~~~~~~~~~~~~~~
પ્રકરણ - ૪૯  

"गीत गाता हूँ मैं गुनगुनाता हूँ मैं
मैं ने हँसने का वादा किया था कभी
इसलिये अब सदा मुस्कुराता हूँ मैं"
.
ફકીર ચંદ મેહરા ~~~

મુંબઈના એ સમયના પ્રખ્યાત મિનરવા સિનેમા થિયેટરના માલીક અને દિલ્હીના એ સમયના પ્રખ્યાત પ્લાઝા સિનેમા થિયેટરના માલીક, ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન સીરીયલ નિર્માતા F C Mehra - ફકીર ચંદ મેહરા

પેશાવરમાં ૨૯ ઓગસ્ટ ૧૯૨૩ના દિવસે જન્મ અને ૨૯ જુલાઈ ૨૦૦૮ના દિવસે મુંબઈમાં દેહાવસાન

FC મેહરાના પરિવારમાં દુરદુર સુધી કોઈ ફિલ્મક્ષેત્રમાં સંકળાયેલું નહોતું
પણ પરિસ્થિતિનું નિર્માણ જ એવું થયું કે ....

FC મેહરાની "રોયલ ઇન્ડિયન એરફોર્સ"માં ગ્રાઉન્ડ સ્ટાફની નોકરી
અને મુંબઈમાં પોસ્ટિંગ હતું
ત્યારે તેમણે એક "બ્રિટિશ એરફોર્સ અધિકારી"ની ખરાબ આદતો અને અન્ય શંકાસ્પદ સંડોવણી બાબત પોતાના સર્વોચ્ચ અધિકારીને ફરિયાદ કરી
અને લુચ્ચા અંગ્રેજોએ પોતાની ચામડી બચાવવા માટે FC મેહરાને નોકરીમાંથી કાઢી મુક્યા

નવ ભાઈ બહેનો અને માતાપિતા સાથેના બહોળા પરિવારના ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી FC મેહરા પર હતી
ફરી પાછા પરિવાર સહીત પેશાવર આવી ગયા
FC મેહરાએ ૧૯૪૦ના દસકામાં ફિલ્મ વિતરણનું કામ શરુ કર્યું
એ જમાનામાં તો ફિલ્મો ૧૭ થી ૨૩ રીલના ડબ્બામાં રહેતી તો FC મેહરા જે તે ફિલ્મોના ડબ્બા સાથે પેશાવરથી ખૈબરઘાટમાં થઈ બસમાં બેસીને એ કાબુલ અને કંદહારમાં હિન્દી ફિલ્મો પ્રદર્શિત કરવા જતા

અને ફિલ્મ વિતરણના કામમાં બરકત લાગી
ફરી પરિવાર સાથે મુંબઈ આવી વસ્યા
અને તૈયાર ફિલ્મોના અથવા નિર્માણાધીન ફિલ્મોના હક ખરીદી લેવા લાગ્યા
અને જરૂર પડે નિર્માણાધીન ફિલ્મોમાં રોકાણ કરવા લાગ્યા
એક નવો વ્યવસાય હાથ લાગી ગયો

FC મેહરા પોતાના વ્યવસાયમાં ખુબ જ કડક હતા
વર્ષો સુધી પોતાના વ્યવસાયના હિસાબકિતાબ એ જાતે જ રાખતા
અરે પોતાના ખર્ચના વાઊચર્સ જાતે બનાવતા અને બેન્કમાંથી પૈસાનો ઉપાડ કરવા પણ એ જાતે જતા

પોતાની ફિલ્મોના શુટીંગ સમયે એ મુંબઈની બહાર હોય તો પણ આવતીકાલના શુંટીંગમાં કેટલાક કલાકારોની જરૂર પડશે, કેટલા અન્ય અથવા એકસ્ટ્રા કલાકારની જરૂર પડશે, કેટલા પ્રોડક્શનના માણસો જોઈશે, કેટલો અને કયો કયો સમાન જોઈશે, કેટલા માણસોના જમવાની વ્યવસ્થા કરવી પડશે અને જે તે દિવસનો કુલ કેટલો ખર્ચ થશે એ બધી વિગત આગલા દિવસે પોતાના પ્રોડક્શન સ્ટાફને અને પોતાના દીકરાઓને લેખિતમાં આપતા

અને ખર્ચના એ અંદાઝમાં કોઈ મોટો તફાવત આવે તો કારણ સહિત હિસાબ માંગતા !

કાળી મજૂરીના અને સાચી મહેનતના પૈસાથી જ જેની જિંદગી ઘડાયેલી હોય એ માણસ એકએક પૈસાની કિંમત જાણતો હોય !

બાકી તો BPLને એટલે કે બાપાના પૈસે લહેર કરનારને પૈસાની કદર થોડી જ હોય !

ચાર દીકરા અને એક દીકરી.
ચારમાંથી ત્રણ દીકરા પિતાની માફક ફિલ્મ નિર્માણના ક્ષેત્રે કે ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રે જોતરાયેલા - રાજીવ મેહરા, પરવેશ મેહરા અને ઉમેશ મેહરા

ફિલ્મનિર્માણ સાથે ફિલ્મ અને ટેલિવિઝન સીરીયલોના પ્રોડક્શન માટે જરૂર પડે તેવી સામગ્રીનું નિર્માણ, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન અને ફિલ્મો અને સીરીયલોને લગતા પ્રદર્શનોનું આયોજન કરવાનો પણ વ્યવસાય હસ્તગત કરેલો

૧૯૫૮માં શમ્મીકપુરના અભિનયવાળી ફિલ્મ "મુજરિમ"થી ફિલ્મનિર્માણ ક્ષેત્રમાં પ્રવેશ કરેલો જે ફિલ્મનું નિર્દેશન OP રાલ્હને કરેલું

૧૯૮૮માં કરેલી "આખરી અદાલત" તેમની છેલ્લી ફિલ્મ

ઈગલ ફિલ્મ્સના બેનર હેઠળ FC મેહરા દ્વારા નિર્મિત જાણીતી ફિલ્મો પ્રોફેસર, ઉજાલા, આમ્રપાલી, સિંગાપોર, શિકારી, લાલ પથ્થર, અલીબાબા ૪૦ ચોર, સોહની મહીવાલ, મનોરંજન, પ્રિન્સ, હમારે તુમ્હારે, એલાન.

દરમ્યાન એક નવા મનોરંજન સાધન ટેલિવિઝનના આવિષ્કાર અને તેની વધતી લોકપ્રિયતા ધ્યાને આવતા ફિલ્મો સાથે TV સીરીયલ નિર્માણક્ષેત્રે પણ ઝંપલાવ્યું
જેમાં જબાન સંભાલ કે, ઓફિસ ઓફિસ, નોક ઝોક, મામાજી, ખટ્ટા મીઠા, એક દો તીન ચાર, કિસ્સા કુર્સી કા જેવી સિરિયલો મુખ્ય હતી

બદલાતા જમાના સાથે ફિલ્મ અને TV સિરિયલ બનાવવાની સાથે ફિલ્મ અને TV સિરિયલ નિર્માણને લગતી સાધનસામગ્રી વેચવાનો તથા ભાડે આપવાનો વ્યવસાય પણ શરુ કર્યો હતો

ક્યારેક FC મેહરા રશિયા તરફી હોવાની અને સામ્યવાદી હોવાની વાતો થતી
પણ ના તો એ સામ્યવાદી હતા ના તો એ સમાજવાદી હતા કે ના તો એ અવસરવાદી હતા
એ તો સમય અને સંજોગોની ઘંટીમાં પીસાયેલ "કરકસરવાદી" હતા

એમની ફિલ્મોના મને ગમતા ગીતો .....

એમાંયે ફિલ્મ આમ્રપાલીના અને ફિલ્મ શિકારીના મોટાભાગના ગીતો મને બહુ ગમે છે , કદાચ તમને પણ એ ગમી જાય ~~~

ફિલ્મ - આમ્રપાલી
૧.
जाओ रे, जोगी तुम जाओ रे
ये है प्रेमियों की नगरी
यहाँ प्रेम ही है पूजा
जाओ रे ...
૨.
नील गगन की चाँव में दिन रैन गले से मिलते हैं
मन पंछी बन उड़ जाता है हम खोये-खोये रहते हैं
૩.
तुम्हें याद करते करते जाएगी रैन सारी
तुम ले गये हो अपने संग नींद भी हमारी ) - २
૪.
તડપ યે દિનરાત કી કસક એ બિન બાત કી
ભલા યે રોગ હૈ કૈસા સજન અબ તો બતા દે અબ તો બતા દે

ફિલ્મ - પ્રોફેસર
૧.
आवाज़ देके हमें तुम बुलाओ
मोहब्बत में इतना ना हमको सताओ
૨.
ऐ गुलबदन, ऐ गुलबदन, फूलों की महक काँटों की चुभन
तुझे देख के कहता है मेरा मन
कहीं आज किसी से मुहब्बत ना हो जाए
૩.
खुली पलक में झूथा गुस्सा बन्द पलक में प्यार
जीना भी मुश्किल हाय मरना भी मुश्किल
आंखों में इकरार की झल्की होथों पर इन्कार
जीना भी मुश्किल हाय मरना भी मुश्किल

ફિલ્મ - લાલ પથ્થર
૧.
उन के ख़याल आए तो आते चले गए
दीवाना ज़िंदगी को बनाते चले गए
૨.
गीत गाता हूँ मैं गुनगुनाता हूँ मैं
मैं ने हँसने का वादा किया था कभी
इसलिये अब सदा मुस्कुराता हूँ मैं

ફિલ્મ - ઉજાલા
૧.
दुनिया वालों से दूर, जलने वालों से दूर
आजा आजा चलें, कहीं दूर, कहीं दूर, कहीं दूर
૨.
तेरा जलवा जिसने देखा वो तेरा हो गया
मैं हो गई किसी की कोई मेरा हो गया ) -२
क्या देखा दिल ने तुझमें क्यों तेरा हो गया
ये सोचते ही सोचते सवेरा हो गया
तेरा जलवा जिसने ...
૩.
झूमता मौसम मस्त महीना
चाँद सी गोरी एक हसीना
आँख में काजल मुँह पे पसीना
ऐसे में मुश्किल कर के जीना
( या अल्लाह ) -२ दिल ले गई -२

ફિલ્મ - સોહની મહીવાલ

नाम ख़ुदा का ले ज़रा, सबक शुरू कर बिस्मिल्लाह
फूल कहो या चाँद सितारे
खेल खिलौने प्यारे प्यारे
मिट्टी से बने हम सारे

ફિલ્મ - શિકારી
૧.
अगर मैं पूछूँ जवाब दोगे
दिल क्यों मेरा तड़प रहा है
तेरे ही दिल में है प्यार कुछ कुछ
मेरे भी दिल में ज़रा ज़रा है
૨.
तुमको पिया दिल दिया कितने नाज़ से
नैना लड़ गए भोले-भाले कैसे दगाबाज़ से हो
तुमको पिया दिल दिया ...
૩.
चमन के फूल भी तुझ को गुलाब कहते हैं
हमीं नहीं, हैं सभी लाजवाब कहते हैं
नज़र मिला के मेरे दिल की बात पहचानो
सुना है चेहरे को दिल की किताब कहते हैं

ફિલ્મ - પ્રિન્સ
बदन पे सितारे लपेटे हुए,
ओ जान-ए-तमन्ना किधर जा रही हो
ज़रा पास आओ तो चैन आ जाए,
ज़रा पास आओ तो चैन आ जाए

ફિલ્મ - એલાન
- અંગ સે અંગ લગાલે સાંસોમેં હૈ તૂફાન
- આપકી રાય મેરે બારે મેં ક્યા હૈ ક્યા હૈ કહીયે

ફિલ્મ - એક જાન હૈ હમ
- યાદ તેરી આયેગી મુઝકો બડા તડપાયેગી
- દિલ દિલ હૈ કોઈ શીશા તો નહિ
- દિલ ચાહે આસમાં પે લિખ દું નામ તેરા
- બોલો કુછ તો બોલો

ફિલ્મ - મનોરંજન
- આયા હું મૈં તુજકો લે જાઉંગા
~~~~~~~~~~~~
પ્રકરણ - ૫૦  

"ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના ..."
.
અમિત ખન્ના ~~~~~
.
અમિત ખન્નાનો જન્મ પહેલી માર્ચ ૧૯૫૧ના દિવસે દિલ્હીમાં થયો હતો.
માતાનું નામ હેમ ખન્ના અને પિતાનું નામ જવાહર ખન્ના.
માત્ર ૧૪ વર્ષની ઉંમરે અમિત ખન્નાએ કવિતા લખવાની શરૂઆત કરી હતી.
પોતાની ૧૫ વર્ષની ઉંમરે જ અમિત ખન્નાએ "Divorce Indian Style" નામનું નાટક લખ્યું
.
૧૯૭૧માં દિલ્હી થી BA (Hons.) કર્યું
.
અમિત ખન્ના હિન્દી ફિલ્મજગતની એક એવી હસ્તી જેને આપણે એક "ગીતકાર" તરીકે જ ઓળખીયે છીએ
આજે અમિત ખન્ના નામની એ બહુમુખી પ્રતિભાના અન્ય આયામો પણ જાણી લઈએ
.
અમિત ખન્નાએ થિયેટરમાં, રેડિયો પર, TV પર, પત્રકારિતામાં અને ફિલ્મોમાં કામ કર્યું.
.
નાટ્યપ્રવૃત્તિમાં ભાગ લેતા (બેક સ્ટેજ) દિનેશ ઠાકુર, MS સથ્યુ , શામાં ઝૈદી, ઓમ શિવપુરી , સુધા શિવપુરી, TP જૈન વગેરે વગેરે સાથે કામ કર્યું.
.
અમિત ખન્નાએ ૧૯૭૧માં પોતાની ફિલ્મી કારકિર્દી દેવાનંદના "નવકેતન"થી Executive Producer તરીકે શરુ કરી.
.
અમિત ખન્નાએ ફિલ્મ "મનપસંદ" બનાવી
અને "શીશે કા ઘર" અને "શેષ" જેવી ફિલ્મોની કથા લખી અને એ બંનેય ફિલ્મોનું નિર્દેશન કર્યું.
.
અમિત ખન્નાએ લગભગ ૪૦૦ ગીતો લખ્યા
જેમાંથી + ૨૦૦ ફિલ્મી ગીતો રહ્યા જયારે અન્ય ગીતો આલ્બમના માધ્યમ બન્યા.
.
૧૯૮૦ના દાયકામાં અમિત ખન્નાએ TV સીરીયલોનું નિર્માણ અને નિર્દેશન શરુ કર્યું
૧૯૯૦ના વર્ષમાં "PLUS CHANNEL" નામની પોતાની TV ચેનલ શરુ કરી.
પ્લસ ચેનલ માટે ૧૦ ફિલ્મો બનાવી. +૩૦૦૦ કલાકના અલગઅલગ મનોરંજક કાર્યક્રમો બનાવ્યા અને ૫૦૦ જેટલા મ્યુઝિક આલ્બમ બનાવ્યા
.
જૂન ૨૦૦૦માં પ્લસ ચેનલના MD તરીકેનો હોદ્દો છોડી દીધો.
અને "Reliance Entertainment Limited" નામની રિલાયન્સની કંપનીના સર્વેસર્વા બની રહયા
.
વર્ષ ૨૦૧૫માં REL છોડીને eEntertainmentના ચેરમેન તરીકે નિમાયા.
eEntertainment FICCI , NASSCOM અને TiEનું સહિયારું સાહસ છે.
.
અમિત ખન્નાએ ૬૦ના દાયકાના અંતભાગમાં "Tempus" નામના સામાયિકનું સંપાદન કર્યું અને ૮૦ના દાયકાની શરૂઆતે "Take-2" નામના સામાયિકનું સંપાદન કર્યું.
.
આ સિવાય ઘણાબધા ફિલ્મી સામાયિકોમાં અને અખબારોમાં ફિલ્મોને લગતી કટારો લખી.
.
અમિત ખન્ના સેન્સર બોર્ડના સભ્ય રહયા
અમિત ખન્ના Film Import Selection Committeeના સભ્ય રહયા
અમિત ખન્ના Film Producers Guild of Indiaના પ્રેસિડેન્ટ રહયા
અમિત ખન્ના Indian Broadcasting Foundation કમિટીના સભ્ય, Film Federation of Indiaની કમિટીના સભ્ય રહ્યા
.
અમિત ખન્ના ઘણીબધી કોલેજ અને યુનિવર્સીટીમાં Guest Lecturer રહ્યા
.
અત્યારે અમિત ખન્ના ભારતીય ફિલ્મોના ઇતિહાસને કંડારવામાં વ્યસ્ત છે
.
.
અમિત ખન્ના કે જેમણે LP , RD , KA કે અન્ય જે તે જમાનાના જાણીતા સંગીતકારોની ફિલ્મો વગર એક સફળ ગીતકાર તરીકે પોતાની જગ્યા બનાવી અને રાજેશ રોશન, ભાપ્પી લહેરી કે ઉષા ખન્ના જેવા સંગીતકારો સાથે સદાબહાર ગીતો
.
એ સદાબહાર ગીતોની ઝલક મેળવીયે
.
- ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના - ચલતે ચલતે
- જાના કહાં હૈ પ્યાર યહાં હૈ - ચલતે ચલતે
- પ્યાર મેં કભી કભી ઐસા હો જતા હૈ - ચલતે ચલતે
- દૂર દૂર તુમ રહે પુકારતે હમ રહે - ચલતે ચલતે
- ઉઠે સબ કે કદમ તર રમ પમ પમ - બાતોં બાતોં મેં
- સુનીયે કહીયે કહેતે સુનતે બાતોં બાતોં મેં પ્યાર હો જાયેગા - બાતોં બાતોં મેં
- લોગોં કા દિલ અગર જીતના તુમકો હૈ તો કુછ મીઠા મીઠા બોલો - મન પસંદ
- જબ છાયે મેરા જાદુ કોઈ બચ ના પાયે - લૂંટમાર
- હંસ તૂ હરદમ ખુશીયાં યા ગમ - લૂંટમાર
- યે નૈના યે કાજલ યે ઝુલ્ફે યે આંચલ - દિલ સે મીલે દિલ
- પલ ભર મેં યે ક્યા હો ગયા - સ્વામી
- કા કરું સજની આયે ના બાલમ - સ્વામી
- મધુબન ખુશ્બૂ દેતા હૈ સાગર સાવન દેતા હૈ - સાજન બીના સુહાગન
- નજરાના ભેજા કીસીને પ્યાર કા - દેશ પરદેશ
- હાં પહેલી બાર એક લડકા મેરા હાથ પકડકર બોલા - ઔર કૌન ?


(ક્રમશઃ)