Rakhi - 16 books and stories free download online pdf in Gujarati

રાખી - ધી બોન્ડ ઓફ લવ - 16

આગળ જોયુ એમ...

રિઝલ્ટની સવારે...
એ રાત જેમતેમ પસાર કરી સવારે બધા વહેલા જાગી ગયા. કેવુ રિઝલ્ટ આવશે એ જ ફિકર હતી. હું લેપટોપ ચાલુ કરીને બેઠો હતો, ધાની ટેન્શનમાં ચાલતી હતી, અદિતી એના કામમાં હતી. ઈશાન આવ્યો
ઈશાન :- જોયુ રિઝલ્ટ?
હું :- નહિ જોયુ હજુ, સાઈટ હેંગ છે અત્યારે.
ઈશાન :- મને ખબર છે.
ધાની :- 🙄
ઈશાન :- 79 %
ધાની :- 😳😳
હું :- ધાની... તારા પેપર સારા ગયેલા ને?
ધાની :- હા. આવુ રિઝલ્ટ ના હોય શકે. 😢

સ્કુલમાંથી કોલ આવ્યો.
મેડમ :- હેલ્લો સર, અમે ધાનીના રિઝલ્ટ માટે કોલ કરેલો છે.
હું :- હા બોલો.
મેડમ :- સોરી પણ અમે આવુ રિઝલ્ટ Expect નહિ કરેલુ.
હું :- સોરી મેડમ. અમે પણ નહિ કરેલુ.
મેડમ :- આટલી બધી રજા પછી પણ... વેલડન.
હું :- હમમ.

હું તો કન્ફયુઝ થઈ ગયો કે મેડમ કહેવા શું માંગે છે. તો પણ હિંમત કરીને ધાનીને હિંમત આપતો હતો.
ઈશાન :- ઓયયયય, રિઝલ્ટ ઓપન થયુ... ચલો જલ્દી જોવો. વાઉઉઉઉ 😍😍 94%
હું :- હાશશશશ... ધાનુ ઈટ્સ 94.79% Congratulationss....
ધાની :- મસ્તી નહિ કરતા ને.
હું :- ના હવે. જો તુ તારી આંખોથી.
ધાની :- હાશશશશ. 🤭 🤭
અદિતી :- Congratulations બેટા.
ધાની :- થેંક યુ મમ્મા.. થેંક યુ ભાઈઓ. (ઈશાનને) તમે તો ક્યારેક કોઈકની જાન લઈ લેશો. 79% વાળાવ.
ઈશાન :- એ તો મને એવુ સપનુ આવેલું એટલે. 😅

આખુ ઘર ગજાવી મૂક્યું. તેની બધી ફ્રેન્ડ્સને કોલ કરી પૂછ્યું. દિયાને 82% આવ્યા હતા. ધાની સ્કૂલમાં ફર્સ્ટ આવી હતી. આખો દિવસ કોલ ચાલુ હતા. સાંજે અમે બહાર જમવા ગયા. (લાગવુ જોઈએ ને સારુ રિઝલ્ટ આવ્યુ છે એવુ.)
ધાનીએ જમવા કરતા વધુ જ્યુસ, આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક ખાધી. અને લાસ્ટમાં 2 ગ્લાસ સોડા. એ દિવસનો Highest સ્કોર અમારો. રિઝલ્ટની ખુશી તો મારા મેરેજ કરતા પણ વધુ ચાલી હતી.

આમને આમ ખુશીના દિવસો વીતતાં જતા હતા. અમે ધાનીનુ 12 પતે પછી બેબી પ્લાનીંગ વિચારેલું. ત્યાં સુધીમાં ધાની પણ શીખવા માંડે અને શાયદ ટ્યુમરનુ પણ સોલ્યુશન આવી જાય. પણ ડોકટરનુ કહેવુ હતુ કે બને ત્યાં સુધી ઓપરેશન ના થાય તો વધુ સારુ.

12th માં...
એક દિવસ સ્કૂલમાં ધાનીને વોમીટીંગ થવા લાગી. હું ઘરે લઈ આવ્યો. એને બ્લડ વોમીટીંગ થતી હતી. ધીમે ધીમે શરીર લૂઝ થવા લાગ્યુ એટલે એડમીટ કરી રિપોર્ટ કરાવ્યા. ડોક્ટરે બને એટલુ જલ્દી ઓપરેશન કરાવવા કહ્યું. ડર હતો કે ધાનીને કંઈ થઈ ના જાય. બધાએ ઓપરેશન કરાવવાની જ એડવાઈઝ આપી.
મેં પણ ભગવાન ભરોસે હા પાડી દીધી. બીજા જ દિવસે ઓપરેશનની તૈયારી થઈ ગઈ. બપોરે ઓપરેશન થીયેટરમાં લઈ ગયા. એ દિવસે ફરી મેં ભગવાન પાસે મારી બહેન માંગી. એ પાંચ કલાક અમારા શ્વાસ હથેળીમાં હતા. ડોક્ટરે બહાર આવી ધાની હોશમાં આવે ત્યારે એક્ઝેટ ખબર પડે કહ્યું.
એમનુ કહેવુ હતુ કે બે કલાકમાં ધાની હોશમાં આવી જશે. જેમતેમ કરી બે કલાક કાઢી. પછી તો સાંજ પડવા આવી તો પણ ધાનીની હાલતમાં કોઈ સુધારો ના આવ્યો. ડોકટરે ઘણી ટ્રાય કરી પણ....

અમે બધા મિરેકલની આશામાં જ હતા કે કંઈક થાય અને ધાની હોશમાં આવી જાય. ટાઈમ સાથે ચિંતા પણ વધતી જતી હતી. રડી રડીને અદિતીની હાલત બગડતી જતી હતી. એને સંભાળુ, ખુદને સમજાવુ કે ધાની માટે પ્રેય કરુ. આ બધામાં હું અટવાઈ ગયો. ત્રણ ચાર દિવસથી એ ચિંતામાં મારુ બીપી હાઈ થઈ ગયુ. મને બોટલ ચડાવવાનુ ચાલુ કર્યું પણ ધાની વગર બધુ નકામુ હતુ.

ફાઈનલી ભગવાને અમારી વાત સાંભળી ધાનીને વહેલી સવારે હોશ આવ્યો. એ સાંભળતા જ હું સોય નીકાળી ધાની પાસે ગયો. ડોકટરે ચેક કરી ઓલ ઓકે કહ્યું ત્યારે જીવમાં જીવ આવ્યો.
બે દિવસ પછી ધાનીનો બર્થ ડે આવ્યો. અમે બધાનુ મૂડ સારુ કરવા ફુગ્ગા લગાવી રુમ ડેકોરેટ કર્યો. ધાની જાગી ત્યારે

ધાની :- આ બધુ કોણે કર્યું? અને કેમ?
અદિતી :- ઓહહહ, તુ આજનો દિવસ ભૂલી ગઇ? 🙄
ધાની :- શું છે આજે પણ.
હું :- સાચે નહિ ખબર તને આજે બર્થ ડે છે તારો એ.
ધાની :- શું.... આજે છે?
અદિતી :- હા બેટા.
ધાની :- 🤭 હું ભૂલી ગઇ.

ઈશાન :- કેક તો ખાઇશ જ ને.
ધાની :- (મારા સામે જોઈને) ના ખવાય. મને નહિ ભાવતી.
હું :- આજના દિવસ માટે ભાવે હો.
ધાની :- ડોકટર?
અદિતી :- સિક્રેટ રહેશે આપણુ.

અમે બધાએ કેક ખાઈ ડે સેલિબ્રેટ કર્યો.
ધાની :- ભાઈ-ભાભી તમે ઠીક છો ને? કંઈ થયુ નહિ ને?
અદિતી :- ના બેટા અમે બધા સારા છીએ સિવાય તુ.
હું :- લવ યુ બિટ્ટુ. જલ્દીથી સારી થઈ જા ઘરે જવુ છે.
ધાની :- તમે સ્કૂલમાં વાત કરી ત્યારે એમને કંઈ કીધુ હતુ.
હું :- તું એકદમ સારી થઈ જા પછી જ સ્કૂલે જવાનુ છે એવું કહ્યું હતું.
ધાની :- ઓકે.

15 દિવસ ઓબ્જર્વેશન માટે એડમીટ રાખી પછી ડિસ્ચાર્જ કરી ઘરે લાવ્યા. ધાની ઘરે આવ્યા પછી હતી એના કરતાં પણ નાની બની ગઇ. અદિતીને કામ કરતા કરતા બેસાડી દે, મને ઓફિસ ના જવા દે અને જતો રહુ તો કોલ કરી ઘરે બોલાવે. એનુ કહેલુ ના થાય તો રડે પણ ખરી.

15 દિવસ ફુલ બેડ રેસ્ટ કર્યો પછી ધીમે ધીમે સ્ટડી સ્ટાર્ટ કર્યુ એને ફર્સ્ટ જો આવવુ હતુ. ઘરની બહાર નીકળવાની સખ્ત મનાઈ હતી એટલે દિયાના ઘરેથી હું બૂક લઈ આવતો અને એનાથી લખાય એટલુ લખતી. એ લખતી વાંચતી હોય ત્યારે જમે પણ નહિ એટલે એક ને સ્પેશિયલી એના જોડે રહેવુ પડતુ.

અદિતી :- ધાનુ, ઉઠી જા ચલ હવે. જો રિખીલ ઓફિસે જાય છે કંઈ કામ નથી ને એમનુ.
હું :- ધાનુ, બૂક કમ્પલીટ થઈ હોય તો આપ એટલે હું આપતો જઉ.
ધાની :- નહિ બાકી છે હજુ.
હું :- અને હા સાંભળ. હું કલાસીસે પણ મળતો આવીશ તો કોલ આવે તો રિસીવ કરી લેજે.
ધાની :- હમમ.
અદિતી :- હમમ હમમ નહિ. ઊઠી જા ચલ હવે. અપોઈન્ટમેન્ટ પણ આજની જ છે.
ધાની :- નહિ જવુ.
અદિતી :- જવાનુ છે પણ નહિ. એ ઘરે જ આવશે. અને જલ્દી નીચે આવ ચલ હું નાસ્તો રેડી કરુ છુ.
ધાની :- મમ્મા... કંઈક બીજું નાસ્તામાં કરજો ને. અલગ ખાવુ છે.
અદિતી :- હા... ચલ ફ્રેશ થઈને આવજે.

ધાની સવારે રેડી થઈ નાસ્તો કરી બૂક્સ કમ્પલીટ કરે, બપોરે જમીને થોડીવાર લખે પછી સૂઈ જાય, જાગીને લખે થોડીવાર ટીવી જોવે ફરી જમીને ટીવી જોવે યા તો લખે પછી સૂઈ જાય. આ એનુ રુટિન.
બપોરે ડોક્ટરે ચેકઅપ કરી મેડિસિન બદલી આપી. સાંજે હું ઘરે આવ્યો અને ક્લાસીસની ઝેરોક્ષ અને એક બૂક મેં ધાનીને આપી.
ધાની :- શું છે આ?
હું :- આ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ઝેરોક્ષ છે એ તારે નોટડાઉન કરવાના છે અને આ બૂક યુઝફુલ થશે રિડીંગમાં.
ધાની :- ઓકે.
હું :- અદિતી, ડોકટરે ચેકઅપ કરી શું કહ્યું?
અદિતી :- નોર્મલ છે. મેડિસિન ચેન્જ કરી છે, લો પાવરની આપી છે.

ધાની ઉપર જતી રહી હતી. અદિતીએ જમવા બોલાવ્યા.
હું :- ધાની ક્યાં છે?
અદિતી :- ઉપર ગઈ હશે બૂક મૂકવા.

હું બોલાવવા ગયો ત્યારે એ ઉંઘી ગઈ હતી.
હું :- અદિતી એ તો ઉંઘી ગઈ છે. જાગે ત્યારે જમાડી દેજે.
અદિતી :- આટલી જલ્દી ઉંઘી ગઈ... ગજબ કહેવાય. ઈવનીંગમાં પણ લેટ જાગી હતી.
હું :- સારુ છે ને ઉંઘશે એટલો આરામ થશે.
અદિતી :- હમમ. અને હા જો સાંભળો.
હું :- બોલો.
અદિતી :- કાલે મહેમાન આવવાના છે યાદ છે ને? તો કાલે ઘરે જ રહેજો ઓફિસ ના જતા.
હું :- ઓહહ હા. હું તો ભૂલી જ ગયેલો. ઘરે જ રહીશ કાલે.

બીજા દિવસે સવારે અદિતી કામથી બહાર ગઈ. હું ટીવી જોતો હતો, ધાની મૂડલેસ હતી. બૂક્સ લઈને બેઠી પણ લખે નહિ. બસ શાંતિથી બેસી જ રહે. કોઈ જ વાત કે વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના હોય એવી રીતે.
હું :- ધાનુ, શું થયુ?
ધાની :- કંઈ નહિ.
હું :- તો લખતી કેમ નહિ? ક્યારનો જોવ છુ તને તું બસ બૂક્સ લઈને બેઠી જ છે.
ધાની :- મન નહિ થતુ.
હું :- તો મૂકી દે બધુ પછી લખજે.
ધાની :- પછી મૂકી આવીશ.
હું :- હમણા મહેમાન આવી જશે. જા પહેલા મૂકી આવ.
ધાની :- ઉભુ થવાનુ મન નહિ થતુ.
હું :- લે એવુ કેવુ મન? જા જા ફટાફટ પછી બેસી રહેજે.

ઉભી તો થઈ પણ મારા પાસે આવી સૂઈ ગઈ. થોડીવારમાં ઉંઘી પણ ગઈ. હું હેરાન થઇ ગયો આટલી જલ્દી ઉંધ કેવી રીતે...
અદિતી આવી પછી એ જાગી ગઈ. થોડીવારે મહેમાન પણ આવી ગયા એ ઉપર જતી રહી. હું બપોરે ગયો ત્યારે પણ એ સુતી હતી. સાંજ સુધી સુતી જ રહી. રાતે બધા જમીને ગયા ત્યારે જગાડી એને પણ કંઈ જવાબ ના આપ્યો. સવારે ઉભી જ ના થઈ શકે. પછી આવુ નીચે કરે પણ બેસે જ નહિ સુતી જ રહે.
ડોક્ટરને વાત કરી એમને જૂની મેડિસિન આપી. બે ટાઈમ પીધા પછી કંઈક થોડી રુટિનમાં આવી. એક મહિનો થઈ ગયો હતો પણ ક્યારેક ક્યારેક બિમાર થઈ જાય.

દિયા ફ્રી હોય ત્યારે અમારા ઘરે આવતી. બંને સ્ટડી કરે જોડે, ધાનીને શીખવે. એક દિવસ પહેલા જેવી જ જીદ ચાલુ કરી...
ધાની :- ભાઈ¡ ચલોને આપણે આજે બહાર જઈએ.
હું :- કેમ?
ધાની :- આઈસક્રીમ ખાવા.
હું :- ગાંડી થઈ ગઈ છો? ઠંડીમાં આઈસ્ક્રીમ ખવાતુ હશે કંઇ.
ધાની :- હા ચલો ને પ્લીઝ. ભાભી તમે તો ચલો.
અદિતી :- રિખીલ પાસે મારુ ના ચાલે. એમ પણ અત્યારે ઠંડીમાં ઠંડુ ના ખવાય.
ધાની :- નહિ મારે આઈસ્ક્રીમ જ ખાવુ છે એ પણ અત્યારે જ.
હું :- ઓકે ઓકે. હું લઈ આવુ છુ બસ.
ધાની :- નહી. મને બહાર જઈને જ આઈસ્ક્રીમ ખાવુ છે.
અદિતી :- ધાનુ, આવી જીદ ના હોય. તને ખબર છે ને તારી હાલત.
ધાની :- હા. ચલોને પ્લીઝ. થોડીવારમાં પાછા આવી જઈશુ.
હું :- ના મતલબ ના. હું નહી લઈ જવાનો કશે પણ.

એને ખબર પડી ગઇ કે આજે દાળ ગળે એમ નથી એટલે રડવાનુ ચાલુ કર્યું. એટલી મોટી થઈ ગઈ હતી પણ રડવામાં નાની જ હતી. ખબર નહિ કેવુ રડી એ આંખો લાલ લાલ થઈ ગઈ. છેવટે મારે જ હાર માનવી પડી.
હું :- બસ હવે રડવાનુ બંધ કર અને રેડી થઈ જા.
ધાની તરફથી કોઈ રિસ્પોન્સ ના આવ્યો.
હું :- અદિતી તુ પણ તૈયાર થઈને આવ અને ધાનુ તુ પણ.
ધાની :- નહિ.
હું :- જો ધાનુ, આવુ એકવાર થઈ ગયુ છે હવે બીજી વાર નહિ. જલ્દી જલ્દી ચલ નહિ તો બંધ થઈ જશે.
ધાની :- હમ.

અમે આઈસક્રીમ ખાવા ગયા. ઘરે આવી સુઈ ગયા. બીજા દિવસે મને ઓફિસે જ ના જવા દે. અદિતીને પણ કામ ના કરવા દે. શું કરતી એ આપણે આગળ જોઈશુ.