teacher - 26 in Gujarati Fiction Stories by Davda Kishan books and stories PDF | ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 26

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 26

ઓમના પપ્પાએ કિડનેપરોને વીસ લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. હજુ પણ. પાર્થ સરને તો પોલીસને જાણ કરવી જ યોગ્ય લાગી રહી હતી.

દીપ ઓમનો ખાસ મિત્ર, દીપ અને ઓમને ભાઈ જેવો વ્યવહાર. એટલે ઓમના પપ્પાએ દીપને બધી હકીકત જણાવી.

"અંકલ, આપણે પોલીસને jaan કરવી જોઈએ."

"ના દીપ, તું હજુ આ બાબતમાં નાનો છે. અમે વિચારીએ છીએ. તારે કશું વિચારવાની જરૂર નથી."

"પણ અંકલ, તમે મારી વાત તો સાંભળી લો."

"ચાલ કહે."

દીપ ઓમના પપ્પાને પોતાની યોજના સમજાવે છે. આ યોજના અંકલને સારી લાગી.

"તો અંકલ, હવે શું કહેવું છે તમારું?"

"હા, તારો આઇડીઓ સારો છે, પણ..."

"અરે અંકલ, તમે કશું જ ના વિચારો, બધું જ ભગવાન પર છોડી દો."

જ્યાં કિડનેપરોએ ઓમના પપ્પાને પૈસા માટે બોલાવ્યા હતા એ સ્થળે તેઓ પહોંચી ગયા.
ત્યાં કિડનેપરોની ગાડી આવી. દીપના કહ્યા પ્રમાણે ઓમના પપ્પાએ એક વાર ફોનની ફ્લેશ લાઈટ મારી. એ ગાડીમાંથી માસ્ક પહેરીને એક ગુંડો બહાર નીકળો.

"ક્યાં છે મારો ઓમ? ઓમ ક્યાં છે?"

"પહેલાં રૂપિયાની બેગ આપ."

"મારે ઓમને જોવો છે. એ ક્યાં છે?"

આટલામાં વેનનો દરવાજો અંદરથી ખુલે છે અને ઓમ ત્યાં જ હોય છે.

"આ લો તમારા પૈસા, મને મારો ઓમ પાછો આપી દો."

"એ, આ છોકરાને બહાર મોકલ."

ઓમ જેવો પોતાના પપ્પા પાસે પહોંચે છે કે તરત જ એમને લેવા એક કાર આવે છે. તેઓ પોતાની કારમાં બેસી જાય છે.

હવે ગુંડાઓ પર ફાયરિંગ શરૂ થાય છે. વેનનું ટાયર પણ પંચર કરી દેવામાં આવે છે. અને આખી ગેંગનો પડદા ફાશ થઈ જાય છે.

"તમારો ખુબ જ આભાર મિસ્ટર ગુણવંત (ઓમના પપ્પા), જો તમે અમને જાણ ના કરી હોત તો આજ અમે આ ગુન્હો થવાથી ના રોકી શક્યા હોત."

"અરે, આભારી તો હું આપનો છું. આપે મારા દીકરાને બચાવી લીધો, અને હા, મારે તો તમને જાણ પણ નહોતી કરવી. પરંતુ ઓમના મિત્રએ મારી આંખો ખોલી."

"ઓ.કે. તમે ચિંતા ના કરશો, પેપર વર્ક અને અમુક કાર્યવાહી પછી તમને તમારા પૈસા મળી જશે. ચાલો હવે હું નીકળું છું. 'જય હિંદ'."

મિત્રો, એક સારો મિત્ર મળે તો એક વત્તા એક એમ બે થાય, જો એક ખરાબ મિત્ર મળે તો એ આપણે પણ ખરાબ સંગતમાં મૂકે છે, એટલે એ સરવાળો શૂન્ય થાય, પરંતુ એક ખૂબ જ સારો મિત્ર મળે તો એક વત્તા એક એમ અગિયાર પણ થઈ શકે છે. મિત્ર એ નથી કે તમને ગમતું કાર્ય કરે, પણ મિત્ર એ છે કે જે કોઈ પણ કાર્ય તમારા સારાં માટે કરે.

દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણને આદર્શરૂપ બને છે તેવા શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે. શિક્ષકે Counsellor તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કુટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરવા વિદ્યાર્થીઓનું Counselling કરવું. સલાહકાર તરીકે શિક્ષકે લાગણીશીલ, પ્રેમાળ બનવું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનવું.

હવે જન્માષ્ટમી નજીક આવી રહી હતી, આ વખતે આ તહેવારની રજાઓમાં પણ શાળા દ્વારા ઓનલાઇન લેક્ચર લેવાશે એવું નક્કી કરાયું હતું.

"કાજલ, આ આપણી સ્કૂલમાં હવે નિયમો એકદમ ખતરનાક બનતાં જાય છે હો."

"હા મનાલી, એ તો છે. પણ શું કરી શકાય? આપણી પાસે ભણવા સિવાય કોઈ વિકલ્પ જ નથી."

"યાર, હું તો આ બધાં થી કંટાળી ગઈ છું."

"હું પણ"

"એય, આપણે બધાં બહાર ફરવા જઈએ તો.."

"હા, પણ આ ઓનલાઇન લેક્ચરનું શું?"

"એ પણ છે."

"આપણા નસીબ જ ખરાબ છે દોસ્ત, ચલ હવે નીકળીએ."

વાચક મિત્રો, આશા રાખું છું કે આપ આ નવલકથા નિહાળી રહ્યા હશો. શિક્ષકોનું અને શિક્ષણનું મહત્વ તો આપણે સમજી લીધું, પરંતુ આ બધાથી અલગ એક નવું જ પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યો છું. આ પ્રકરણ મને મારા માધ્યમિક શાળાના દિવસો યાદ અપાવે છે. આ પ્રકરણ કોઈ એક નહિ પણ મારા, તમારા જેવા લાખો વિધાર્થીઓને સમર્પિત કરવું છે, માટે આ પ્રકરણને હું વિદ્યાર્થી જીવન નામ આપવાનું વધારે પસંદ કરીશ.

સામાન્ય રીતે કહીએ તો જે વિદ્યાના અર્થને સમજી વિદ્યાને ગ્રહણ કરે તે વિદ્યાર્થી. પણ આજના આ આધુનિક યુગમાં વિદ્યાર્થીની વ્યાખ્યાએ પણ આધુનિક થવું જ પડે ને.

*********************************

'વિદ્યાર્થી' એક એવો શબ્દ કે જે દરેક ઉંમર પર લાગુ પડે છે. મનુષ્ય જીવનના દરેક તબક્કે વિધાર્થી જ ગણાય છે, બસ તેને ઓળખવાના નામો બદલાય છે. મારા મત મુજબ એક સાચા વિદ્યાર્થીની વ્યાખ્યા આ પ્રમાણે છે.

"હંમેશા કોઈને કોઈ કાર્ય શીખતો વ્યક્તિ વિદ્યાર્થી જ છે. જીવનના દરેક તબક્કે કોઈને કોઈ વિદ્યા મેળવે એટલે કે કોઈ પણ સારું કાર્ય શીખે, એ પછી સંસ્કારો હોય, અનુભવથી શીખતો હોય કે જ્ઞાન મેળવતો હોય એ વ્યક્તિને સાચો વિદ્યાર્થી કહી શકાય."

વિદ્યાર્થી જીવન એ માનવના જીવનનો સુવર્ણકાળ છે. એ સમય દરમિયાન જેટલું જાણીએ, પામીએ અને વિચારીએ તે ભવિષ્યના જીવન ઘડતરમાં પાયાનું કાર્ય કરે છે. જેટલો પાયો મજબૂત એટલી ઈમારતની ભવ્યતા.

આપણે સંસ્કૃતને દેવ ભાષા જેવું સુંદર પદ આપ્યું છે.

સંસ્કૃતમાં સુભાષિત છે

काकचेष्टा बकोध्यानं श्वाननिद्रा तथैव च

सदाचारी सत्यभाषी विद्यार्थी पंचलक्षणम

એનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ છે.

કાગડાની માફક મંડી પડનાર, બગલાની માફક ધ્યાન કરનાર, કૂતરા જેવી ઉંઘ લેનાર સદાચારથી વર્તનાર અને હંમેશા સત્યને ઉચ્ચારનાર. વિદ્યાર્થીના આ પાંચ લક્ષણ વર્ણવામાં આવ્યા છે. (સ્ત્રોતમાંથી)

વિદ્યાર્થી જીવનને વધુ સારી રીતે આગળના ભાગમાં સમજીશું. આ વાર્તા હજુ બાકી છે મિત્ર.

આગળ જાણવા માટે વાંચતા રહો....
*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com

Rate & Review

Be the first to write a Review!

Share