brother sister love books and stories free download online pdf in Gujarati

કોણ હલાવે લીમડી ને....

રક્ષાબંધન અને ભાઈબીજ આ બે એવા દિવસ છે જયારે ભાઈ બહેન ના પ્રેમ નું મૂલ્ય સમજાય છે. નાનપણથી જ ભાઈ અને બહેન દરેક નાની નાની બાબતમાં લડતા હોય છે છતાં પણ ભાઈ હેરાન કરે તો પણ બહેન તો આશીર્વાદ જ આપે છે - "ખમ્મા મારા વીરા ને !!"

એક ભાઈ માટે પણ બહેન જ princess હોય છે. બહેન ની ગમે તેવી મુશ્કેલી કેમ ના હોય પણ ભાઈ મદદ માટે હાજરાહજૂર હોય છે અને એટલે જ ગુજરાતીના એક લોકગીત માં કહેવામાં આવ્યું છે કે -
" વીરા લઇ ને વહેલો આવજે રે ,
સાસરિયા મારે ઘીરે બેઠા
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં !!" જેમાં એક બહેન નો ભાઈ પ્રત્યે નો ભરોસો અને મુસીબતમાં બહેનને એક ભાઈ ની હૂંફ અદભુત રીતે વર્ણવી છે.

રક્ષાબંધનનો પાવન તહેવાર એટલે જ ઉજવવામાં આવે છે કે વર્ષમાં એક દિવસ ભાઈ બહેન એકબીજા માટે સમય ફાળવી શકે અને બહેન તેની જિંદગીની સમસ્યાઓ ભાઈ સાથે શેર કરી શકે અને ભાઈ બહેન નો અતૂટ પ્રેમ જળવાઈ રહે અને ભાઈ હંમેશા પોતાના પક્ષે રહે તેવા શુભ આશયથી ભાઈનું મોં મીઠું કરાવે છે.
કદાચ આ મીઠાઈ નો રિવાજ એટલા માટે પણ હોઈ શકે કે વર્ષ દરમિયાન કડવાહટ ઉત્પન્ન થઇ હોય તો મીઠાઈના મીઠા રસ થી ફરી થી સબંધ માં મીઠાશ આવે !!

આમ પણ પિતા-પુત્રી પછી જો કોઈ નિઃસ્વાર્થ પ્રેમનો સબંધ હોય તો તે ભાઈ-બહેન નો હોય છે. પોતાની લાડકી બહેન ને ગિફ્ટ આપવા માટે ભાઈ પોતે કરકસર કરીને પણ આખું વર્ષ savings કરે છે. કદાચ કોઈ બહેને પોતાના સપના તેના ભાઈ સાથે શેર કર્યા હોય તો ભાઈ પોતાના સપના પૂર્ણ કરતા વહેલા બહેન ના સપના પુરા કરવાનું વિચારે છે. એક પુરુષ એક છોકરી ની વિદાય વખતે જ સૌથી વધુ રડે છે પછી તે પિતા હોય કે ભાઈ !! વળી આજની જનરેશન પણ એવી છે કે ભાઈ બહેન એકબીજા ને બેસ્ટ ફ્રેન્ડ સમજે છે અને એટલે જ એકબીજા સાથે બધી વાત શેર કરી શકે છે.

રક્ષાબંધન પર બહેન ને ભાઈ નું વચન હોય છે કે - I will be there for you.
તો બહેન નું પણ વચન હોય છે કે Sometimes I will not be there but surely I will pray for you !!
બહેન ના આશીર્વાદ પણ એક માતાની લાગણી જેટલા હોય છે. અને એટલે જ કદાચ કિંજલબેન કહે છે કે મારા વીરા તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દવું ! એક બહેન નો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે આવા પ્રેમ માટે જેટલું લખીએ એટલું ઓછું છે. બહેન માટે પણ જેટલું કરીએ તેટલું ઓછું છે. બહેન એ તો ઈશ્વર નું વરદાન હોય છે !! માટે જ ઝગડા થાય તો પણ મનભેદ ને ભૂલી ને ભાઈ-બહેન નો પ્રેમ તો જીવંત જ રહેવો જોઈએ !!

બહેન માટે ભાઈ એ એક એવો હીરો હોય છે જે તેના જીવન નું અનમોલ રત્ન છે તો ભાઈ માટે બહેન એ એકે એવો હીરો છે જેને ક્યારેય થોડી પણ આંચ ના આવવા દે !! ભલે વિડિઓ કોલ કરતા હોઈએ કે રોજ કોલ કરતા હોઈએ પણ જો રક્ષાબંધન ના દિવસે ભાઈ ની લાડલી બહેન એની સાથે ના હોય તો ભાઈ માટે એ સમય સૌથી ખરાબ સમય બની જાય છે !!

અને અંતે,
પ્રેમ ની છે ગંગા ને સુખોની છે નર્મદા
મિત્ર બની ભાઈ ના દુઃખ હરતી સર્વદા !!