Antar nu antar books and stories free download online pdf in Gujarati

અંતર નું અંતર


કોલેજ નું છેલ્લું વર્ષ અને છેલ્લો દિવસ હતો .કોઈ વળી કારકિર્દી તરફ આગળ વધી રહ્યા ની ખુશી માં મસ્ત હતા,કોઈ વિતાવેલી પળો ને વાગોળતા હતા,કોઈ પાર્ટી માં મશગૂલ હતા પણ વાત છે આ એક એ માન્યા ની, જે કાયમ હસતી કૂદતી હર પળ મસ્તી માં જીવતી પણ આજે કોણ જાણે શું થયું છે.. કોલેજ ના બાગ માં છેવાડે ના એક બાકડા પર એકલી બેઠી છે…કોણ જાણે એના મન માં શું ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું.
એવામાં વિવેક આવી ચડ્યો અને આવી ને પાછળ થી એની આંખો દબાવી દીધી…માન્યા નું હદય જોર શોર થી ધડકી રહ્યું હતું…,શું મનન આવ્યો હશે??કેટલાય દિવસો થી એ દેખાતો નહોતો શું આજે એને છેલ્લો દિવસ યાદ હશે?!
પણ આ શું..આ તો વિવેક છે…અરે વિવેક કેમ છે?? બસ એકદમ જક્કાસ…પણ આ શું માન્યા તું અહીં એકલી કેમ બેઠી છે? લોકો એન્જોય કરે છે ને તું અહીં સાવ એકલી બેઠી છે.. ચાલ,બધા તારી રાહ જોવે છે….ફરી માન્યા ના મન ના કેટલાય વમળો ઊભા થઈ ગયા…મનન ચોક્કસ આવ્યો જ હોવો જોઈએ,બધે જ નજર ફરી વળી પણ ક્યાંય મનન ના દેખાયો.
આ દિવસ ને પણ છ મહિના થવા આવ્યા હશે માન્યા ના લગ્ન પણ નક્કી થઈ ચૂક્યા હતા આ બાજુ મનન ના કોઈ જ સમાચાર પણ ના હતા..એના મન માં એવું જ થઈ ગયું કે મનન ભૂલી ગયો મને….
લગ્ન પણ મંડાઇ ગયા . . માન્યા ના લગ્ન કુબેર સાથે થયા જે એક સુખી સમ્પન્ન અને દેખાવડો છોકરો હતો. …. તેનો સંસાર સુખે થી ચાલતો હતો .માન્યા પણ ખુશ હતી કદાચ તે પણ મનન ને ભૂલી ચૂકી હતી.કુબેર ને ખાસ સમય મળતો નહતો આથી તેણે માન્યા ને અઠવાડિયા માટે બહાર ફરવા લઈ જવા નું પ્લાનિંગ કર્યું ..નક્કી કર્યા પ્રમાણેની તારીખે બંને પોતાની કાર લઈ ને નીકળી પડ્યા મસુરી ની સફરે….
ઊંચા નીચા પહાડો ને વાંકા ચૂકા રસ્તા……ને સુંદર મોસમ ..બંને બહુ ખુશ હતા.મસુરી પહોંચી ને તેઓ એક ફાઇવ સ્ટાર હોટેલ માં રોકાયા…ફર્યા અને જોત જોતામાં એક અઠવાડિયું પુરું થયું ને તેઓ પરત ફર્યા.માન્યા અને કુબેર વાતો માં જ મગ્ન હતા અચાનક એક ટ્રક આવી ને થોડીવાર માં તો શું નું શું થઈ ગયું . …
જ્યારે આંખ ખુલી ત્યારે માન્યા ની સામે એક માણસ ઊભો હતો…આજુ બાજુ નજર કરી તો તેઓ એક જંગલ માં હતા .. માન્યા હાંફળી ફાંફળી થઈ ને કુબેર ને શોધવા લાગી ..સામે થી આવાજ આવ્યો. બેન ચિંતા ના કરશો ..તમારા પતિ ને હજુ ભાન નથી આવ્યું..પણ કંઈ ચિંતા જેવું નથી .. પણ જ્યાં સુધી તેમણે સારું ન થાય ત્યાં સુધી તમારે અહીં રોકાવું પડશે. થોડીવાર પછી માન્યા એ જોયું કે અહીં તો ઘણા બધા લોકો છે. તેણે એક બહેન ને પૂછ્યું કે આટલા બધા લોકો અહીં કેમ ભેગા થયા છે સામેથી પેલા બેને જવાબ આપ્યો કે અહીં આત્માને ભગાડવા માટે લોકો આવે છે માન્યા ને આશ્ચર્ય થયું કે આત્મા ને ભગાડવા એટલે?? પેલા બેને જવાબ આપ્યો-કેટલાય લોકો એવા છે કે જેમનું શરીર તો પોતાનું છે પણ એમના શરીર પર કોઈ આત્મા એ કબજો જમાવ્યો છે.. માન્યા તો પહેલા ગભરાઈ ગઈ પણ કુબેર ને સારું ન થાય ત્યાં સુધી રહેવા સિવાય છૂટકો જ નહોતો. માન્યા એ પેલા બહેન ને પૂછ્યું કે તમે કેમ આવ્યા છો? તેમણે જવાબ આપ્યો કે તેમના પતિ ને સાતેક મહિનાથી કોઈ આત્મા એ તેમને વશમાં કરી લીધા છે.
બીજો દિવસ થયો કુબેર ની સારવાર ચાલુ હતી આ બાજુ માન્યા પેલા બહેનના પતિ ને મળી.. તેણે જોયું કે તે બેન ના પતિ માં મલ્ટી પર્સનાલિટી હતી એટલે કે ક્યારેક-ક્યારેક તેમનું વર્તન બદલાઈ જતું ….આ શું આમનું વર્તન તો મનન જેવું જ છે .. બોલવું ,ચાલવું,બેસવું ,ઉઠવું..માન્યા ઊંડા વિચારો માં ખોવાઈ ગઈ…આવું કેવી રીતે હોઈ શકે???
સાંજે એ ભાઈ ની વિધિ હતી આત્મા ભગાડવાની…..કેટલાક ભભૂત ધારી માણસો વચ્ચે અગ્નિ પ્રગટાવી,કેટલાક લીંબુ,રાખ કોણ જાણે શું હતું એ બધું….માન્યા પહેલી વાર આવું જોયું હતું એટલે એ પણ ત્યાં જ હતી ને બધું જોતી હતી.. થોડી વાર માં શ્ર્લોકોના જોર શોર થી ઉચ્ચારણ શરૂ થયા…પેલો માણસ બેભાન હતો અચાનક બેઠો થયો. એનું રૂપ કંઈ અલગ જ દેખાતું હતું.. એ બોલી રહ્યો હતો કે જ્યાં સુધી મારું કામ નહીં થાય ત્યાં સુધી હું આ માણસને નહિ છોડૂં. સામે થી પૂછવામાં આવ્યું કે તું કોણ છે? શું જોઈએ છે તારે?? એ માણસે જવાબ આબ આપ્યો કે મારું નામ મનન છે અને મે કોઈ ને વચન આપ્યું છે લગ્ન કરવાનું…..માન્યા ના શ્વાસ તો ઘડીભર થંભી જ ગયા…..એક પળ નો પણ વિચાર કર્યા વગર તે પેલા માણસ સામે આવી ગઈ.
સવાલો પર સવાલ..તમે ક્યાં રહો છો? તમે મનન કેવી રીતે હોઈ શકો? તમને શું થયું હતું??!આ બાજુ મનન નો આત્મા પણ બેબાકળો બની ગયો માન્યા ને જોઈ ને.તરત જ પેલા ભભૂત ધારી માણસ કહ્યું કે હમણાં જ ભસ્મ થઈ જઈશ.મનને હાથ જોડી ને કહ્યું કે મને મારી માન્યા સાથે ખાલી વાત કરી લેવા દો . માન્યા એ છેલ્લા દિવસે હું બાઇક લઈ ને કોલેજે આવવા નીકળ્યો હતો એવું વિચારી ને કે હવે આપણે લગ્ન માટે ઘરે વાત કરી લઈએ એ વિચાર થી હું ખૂબ જ ખુશ હતો અને અચાનક સામે થી એક કાર ટકરાઇ ગઈ અને જ્યારે હું ઉઠ્યો ત્યારે મારું શરીર મારી સામે પડેલું હું એક માત્ર આત્મા જ હતો..તને આ વાત કહું તો કહું પણ કેવી રીતે? હું આમ તેમ ભટકતો રહ્યો છેવટે મને આ એક શરીર મળ્યું કે જેના થકી કદાચ હું તને આ વાત કહી શકું પણ સંજોગો એ આપણ ને ભેગા કરી દીધા.મનન અને માન્યા ની આંખો માં આંસુઓની ધારા જ વહેતી હતી..
માન્યા માંડ માંડ બોલી શકી,મનન મારા લગ્ન થઈ ગયા છે મને એમ હતું કે તું મને ભૂલી ગયો છે ને કોઈ ને આપણા વિશે કંઈ ખબર નહોતી એટલે મેં ક્યારેય કોઈ ને પૂછ્યું પણ નહિ,બધા કોલેજ માં એવું જ સમજતા હતા કે તું બહાર ભણવા જતો રહ્યો હશે અને વિવેકે પણ કહ્યું હતું કે તારો નંબર પણ બંધ છે.મનન પાસે કોઈ શબ્દ નહોતા બોલવા માટે.બે હાથ જોડયા માન્યા ને અને કહ્યું કે ખુશ રહેજે.તદ્દન શાંતિ પ્રસરી ગઈ..પેલો માણસ હું કયા છું કયા છું કરવા લાગ્યો..માન્યા પણ ખબર નહિ કયા વિચારો માં ખોવાઈ ગઈ હતી . મનને એ શરીર ને મુક્ત કરી દીધું હતું અને કદાચ એ ના આત્મા ને પણ માન્યા ને જોઈ ને હવે શાંતિ મળી ગઈ . …આ બાજુ કુબેર પણ આવી ગયો બધું સારુ થઈ ગયું હતું..ફક્ત એક અંતર નું અંતર રહી ગયું.
લેખિકા : પ્રીતિ શાહ