umbaro - 3 books and stories free download online pdf in Gujarati

ઉંબરો (ભાગ 3)

ઉંભરો (ભાગ 3)

જયના અને જયેશ પતિ પત્ની હતા.. જયેશ ખૂબ પ્રેમાળ પણ સાથે એક જવાબદાર પતિ અને પિતા પણ એને રાત ની જોબ અને કોઈ વાર તો ઓવરટાઇમ પણ કરતો હતો..

જયના ના લગ્નને 10 વર્ષ થયાં હતાં અને 2 વર્ષની નાનકડી જિલ નામની કુમળાફૂલ જેવી બાળકી હતી..

પરિવાર ખુશી ખુશી સાથે રહેતા..ખૂબ મજાકમસ્તી હરવા ફરવા નું વેકેશનમાં અને વાર તહેવારે હોટલમાં જમવા જવાનું ગાર્ડનમાં ફરવાનું બધુજ સરસ ચાલતું હતું કોઈ જ પ્રકારે તકલીફ નહોતી.. બસ જયેશનો રોમાન્સ માં થોડો વધારે પડતો આકરો સ્વાભાવ પણ જયના એ બધું પ્રેમ સામે ગૌણ સમજીને 10 વર્ષ ક્યાં ગયા એ સમજાયું નહીં..

એક વાર જયનાને જોબ પર પ્રવાસે જવાનું થયું અને એ સમયે એને બસમાં બેસેલી ને મોબાઈલમાં ફેસબુક ખોલે છે એ સમયે એક રિકવેસ્ટ આવેલી ..રોહનની..

ઓહ રોહન શર્મા આતો મારો કોલેજ ફ્રેન્ડ .. હજુ એવો ને એવો જ લાગે છે કોઈ ફરક નથી પડ્યો.. એનું પ્રોફાઈલ ચેક કરેછે..ઓહ સાહેબે લગ્ન પણ કરેલા છે અને એક બેબી પણ છે..
એણે પણ એક ફ્રેન્ડ તરીકે રોહનની રિકવેસ્ટ સ્વીકારી. અને પૂછયું..

કેમ આમ અચાનક આ રીતે ફેસબુકમાં રિકવેસ્ટ કરો.?

રોહન : કેમ ના કરાય
.?

જયના : હા, કરાયને..

હા કરાય આતો જસ્ટ પૂછ્યું..પછી બન્નેનો ભૂતકાળ વાગોળે છે..

તું તો કેવો મારી પાછળ પાગલ હતો.. નહીં

સામે રોહને પણ જયનાની દિવાનગી વિશે પણ ચર્ચા કરેલી..
એક સમયે બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા જે આજ આ રીતે મળેલા..

એ સમયે મજબૂરી કહો કે નાદાની બન્ને એક ના થયી શકયા અને એકબીજાના પેરન્ટ્સ એ કીધું ત્યાં મેરેજ કરેલા..
આખરે આજે મળ્યા હતા..

બન્ને એ આખી રાત ફેસબુક ચેટ કરી અને અંતે નંબરની આપલે કરી .. એક સમયની અધૂરી રહેલી પ્રીત ફરી જાગી.
બને ના ફેમિલીમાં ખુશ હતા પણ કહેવાય છેને કે,
અધુરો પ્રેમ સામે આમ મળી જાય એટલે ખુશીનો પાર રહેતો નથી અને એ સંસ્મરણો વાગોળ્યા..

સ્કૂલ ટાઈમે જયના અને રોહન નો મેળાપ એમની જ કોમન ફ્રેન્ડ દ્વારા થયેલો...

બન્ને એકબીજાને પહેલાથી જ પ્રેમ કરતા હતા પહેલી નજરનો પ્રેમ જ સમજી લો..

એક કલાસરૂમમાં બન્ને ની મુલાકાતની ગોઠવણ કરી અને બન્ને એ ફ્રેંડશિપ માટે પ્રોપોઝલ કરેલું અને આખરે બન્ને પ્રેમમાં પણ પાસ થયી ગયા..

બન્ને રોજ સ્કૂલ માં મળતા વાતો કરતા સાથે જતા આવતા.

એક દિવસે બન્યું એવું કે.. જયના ને ઘેર કોઈ ના હોવાથી એ સ્કૂલે ના ગયી અને ઘેર એકલી જ હતી આ બાજુ રોહનને એ જાણ થયી કે જયના નહોતી આવી અને ફ્રેન્ડ ને પૂછતાં એને વાત કહી એટલે રોહને સીધો લેન્ડલાઇન નંબર ડાયલ કરીને ખબર પૂછી અને એ દિવસથી બન્ને પછી મળવાની સાથે ફોન પર પણ વાતો કરતા થયા એમનો પ્રેમ દિવસે ન વધે એટલો રાતે ને રાતે ન વધે એટલો દિવસે વધતો જતો હતો.

એવામાં થયું એવું કે..સ્ફુલ માં એક ' કિયા પટેલ ' નામની નવી છોકરી આવેલી બોલ્ડ અને સુંદર, એને જોઈને રોહન પણ આકર્ષાયો અને ધીમે ધીમે એને જાળ ફેલાવીને 'કિયા ' ને પટાવવાનો પ્રયાસ કર્યો..
અને આખરે સફળ થયો

એ બધું જયનાને ખબર પડી અને એને હર્ટ થયું અને એવામાં એના માટે લગ્નના માંગા આવ્યા હવે જયનાને ઘરમાં કહેવું પણ અજુગતું લાગ્યું..

એકતો બંનેની કાસ્ટ અલગ અને હવે રોહન બીજી છોકરીના ચક્કરમાં પડ્યો હતો..એટલે જયનાએ પિતાએ શોધેલ મુરતિયા ને પરણવું પડ્યું..એમતો જયેશ ઘણો સમજદાર પ્રેમાળ..બન્ને ની સંસાર ગાડી પણ સારી રીતે ચાલવા લાગી..

આ બાજુ રોહનને પણ મિત્રો ના કહેવાથી કિયા ને છોડવી પડી એને કાસ્ટ નો ડર હતો..બન્ને ના લગ્ન અશક્ય હતા ..અને બીજી બાજુ જયના એ પણ અન્યત્ર લગ્ન કરેલા એટલે હવે એને મળવનો કોઈ અર્થ નહોતો. એને પોતાની ભૂલ માટે પછતાવો થાયછે.. અન પેરન્ટ્સ ના દબાણ ને વશ એ પણ અન્યત્ર લગ્ન કરી લે છે..

આજે એ લગ્ન ને 10 વર્ષ થયાં અને આમ અચાનક ફેસબુકમાં જયના સાથે મિલન થયું અને ખુશ થયી ગયો જૂનો પ્રેમ ફરી જાગૃત થયો..અને આખરે બન્ને ના પ્રેમમાં મેસેજ કૉલ અને મળવાનો સિલસિલો શરૂ થયો..

આખરે એને જયના ને એક જ ગામમાં મકાન પણ લઈ આપ્યું જેથી આસાનીથી મળી શકાય જયનની બેબી નાની હોવાથી એની હાજરીમાં પણ રોહન આવતો અને મલતા.. આગળ જતાં ધીમે ધીમે જયનાનું મન બદલવા લાગે છે ..
એને પતિને દગો દિધાનો ડંખ રહ્યા કરેછે.

રોહને ઘણી સમજાવી પણ જયનાને હવે આવા સંબંધ માં રસ રહ્યો નહતો એટલે એને પણ સ્પષ્ટતા કરો રોહન થી આ સહન ન થતા એણે દિલજલે અશિકની જેમ હવે વધુ પડતો હક જમવાનું ચાલુ કર્યું અને અંતે જયનાને એમ ગૂંગણામણ થવા લાગી..

આખરે, એક મર્યાદા " ઉંબરો "ઓળંગયા નું એને ભાન થતા એને રોહન સાથે સંબંધ કાપી નાખ્યો. અને બ્લોક કરી દીધો.. રોહન આ સહન ન કરી શક્યો અને અંતે એને દેવદાસ જેવું જીવન થયી ગયું..બધું જ હોવા છતાં એને જયનાની ખોટ વર્તાતી હતી..

આજે પણ રોહન એની યાદોમા ઝુરયા કરેછે..પણ જયના હવે મક્કમ છે.. એક ઉંબરો ઓળંગયા પછી પાછી ફરીને એને ગર્વ મહેસુસ થાય છે.