Collage na divaso - Prem ni ek zalak - 25 books and stories free download online pdf in Gujarati

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 25

*કોલેજ ના દિવસો*
*પ્રેમની એક ઝલક ભાગ 25*

ત્યાં રાજ આ બધું સાંભળી જાય છે, તે ત્યાં આવીને નિશાંત અને મનીષાને જોડે બેસે છે, અને તે મનીષા અને નિશાંતને કહ્યું હું અગત્યની વાત કરવી છે. મનીષા કહ્યું બોલ રાજ શું કહેવું છે તારે..?
રાજ કહ્યું મનીષા આજે તારા પપ્પા અને મમ્મી મારા ઘરે આવ્યા હતા,અને તે તારા અને મારા લગ્નની વાત કરતા હતા. એ પણ જલ્દી પણ હું પિતાજી વાત કરીને થોડો સમય માગ્યો છે. અને મને 2 વર્ષેનો સમયે આપ્યો છે. જેમ તેમ કરીને હું આજે વાત ટાળી દીધી છે. પણ મારે તને એક વાત કહેવી હતી મનીષા પણ જવા દે......
મનીષા કહ્યું પણ શું બોલ યાર તું મને બધી વાતો શેર કરે છે તો આજે કેમ અચકાય છે, બોલ શું થયું
રાજે કહ્યું હું જ્યારે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો, ત્યારે હું એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો. તેનું નામ સોનિયા જે ખિસ્તી ધર્મની છે. માટે હું પપ્પા સાથે આ વિશે વાત કરું તે પહેલા જ તારા પપ્પા અને મમ્મી આપણી વાત કરી દીધી છે અને હા મનીષા હું આમ તારી સાથે લગ્ન નહિ કરી શકું કેમ કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, અને મે તને કદી આવું વિચાર્યું ના હતું કે સમયે જતાં આવું થશે,અને સોનિયા એની ફેમિલી સાથે વાત કરી છે ,તેમને આ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. અમે 3 વર્ષેથી સાથે છીએ અને અમે લગ્ન એકબીજા સાથે કરીશું અમે વચન આપ્યું છે નહિ તો જિંદગીભર લગ્ન નહિ કરીશું. અને સોનિયાનો અભ્યાસ પૂરો થતાં અને લગ્ન કરવાના છીએ માટે હું આ વાત કોઈને કરી ના હતી. પણ આવું થશે મને ખબર ના હતી.
મનીષા કહ્યું ઓહ માય ગોડ રાજ તું તો જોરદાર મને પણ અંધારામાં રાખી વાહ વાહ દોસ્ત. હું આજે સુધી બધી વાતો શેર તને શેર કરી અને તે......
રાજ કહ્યું મનીષા સોરી યાર હવે તું આવું ના બોલ અને હવે શું કરવું.
મનીષ કહ્યું કે જો તારે લગ્ન માટે તે સમય માગ્યો છે તો હવે તું ચિંતા ના કર અને હું મારા પરિવારને સમજાવીશ અને તે માની પણ જસે પણ તે પહેલા તારે તારી આ પ્રેમની વાત તારા પિતાજીને કહેવી જોઈએ.
રાજને કહ્યું હું આ વાત નહિ કરી શકું પણ તું જણાવીશ તો પિતાજી તને ના નહિ પાડી શકે.
મનીષા કહ્યું રાજ હું ખુદ પરેશાન છું જે હું અને નિશાંત બન્ને એવી સમસ્યામાં છે જેનો નિકાલ નહિ કારણ કે અમારાં પરિવાર અમને જુદા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને તું તારો પ્રસ્તાવ મૂકવાની વાત કરે છે, અને મને ખબર છે કે અંકલ તારી વાત જરૂર માન આપશે.
રાજ કહ્યું ઓક હું તને વધારે પરેશાન નહિ કરવા માંગતો પણ તને મારી કોઈપણ પ્રકારની મદદ જોઇએ તો પહેલાં મને યાદ કરજે અને હા હું તમારાં બન્ને ના વિશે કાકા અંકલ આન્ટી જરૂર સમજાવીશ.
(આમ ચર્ચા ચાલી રહી હતી ત્યારે રાજને હોસ્પિલમાંથી ફોન આવે છે અને તે ત્યારથી જાય છે.)

તે સમયે નિશાંત મનીષાને રાજની મદદ કરવી જોઈએ તેવી કહેતો હોય છે, ત્યારે મનીષા કહ્યું હું ક્યાં ના કહ્યું છે હું જરૂર વાત કરીશ અંકલને બસ
આમ બન્ને એકબીજાને વાતો કરતા અને એકબીજો હાથમાં હાથ પરોવીને ચાલતાં ચાલતાં બસસ્ટેશન આવે છે ત્યારે મનીષાના કાકા બન્ને યુગલને જોઈ ગયાં હતાં પણ તે સમયે મનીષા કાકા કંઈ પણ કહ્યા વગર મોન થઈ અને બસ માં બેસી ગયા.
આ બાજુ નિશાંત અને મનીષા એકબીજાના પ્રેમના
પ્રણયની ચાહતમાં પ્રેમથી ઝૂલી રહ્યા હતા.

( બંને એકબીજામાં એવા ભળી ગયા કે તેમણે ખબર ના હતી કે આજુબાજુ કોણ છે. માટે મનીષાના કાકાને પણ ના જોયા..)

નિશાંત અને મનીષા બન્ને બસ્ટેન્ડમાંથી જુદા પડે છે.

જ્યારે મનીષા ઘરે આવે છે ત્યારે મનીષાની ફેમિલી મેમ્બર તેની સામે જોઈ રહ્યા હતા પણ મનીષા ચૂપચાપ તેના રૂમમાં જાય છે. જ્યારે મનીષા જમીને તેનાં રૂમમાં જાય છે ત્યારે તેનાં પિતાજી તને બોલાવે છે અને કહે છે કે .......

*વધું આવતા અંકે*
*To be continued*
✍🏻 *મનિષ ઠાકોર* *પ્રણય*✍🏻