Love Revenge - 25 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - 25

લવ રિવેન્જ
પ્રકરણ-25

નોંધ: હું UPSCની examની તૈયારી કરી રહ્યો હોવાથી “Love Revenge” સ્ટોરીના હવે પછીનાં પ્રકરણ કદાચ થોડાં લેટ થવાની સંભાવનાંછે. (કોઈ વાચકને UPSCની examની તૈયારી માટે કોઈ પ્રકારનું ગાઈડન્સ જોઈતું હોયતો મારાં નંબર ઉપર whatsapp કરી શકે છે).

*******

“નેહાએ હાં પાડી દીધી છે....!”

“આસો” મહિનાનાં ઘેરાં કાળાં વાદળોનાં ગડગડાંટની જેમજ લાવણ્યાનાં મનમાં સિદ્ધાર્થે કહેલાં શબ્દો ગડગડાંટ કરી રહ્યાં. લાવણ્યા આઘાત પામી ગઈ. તેની આંખમાંથી બારે મેઘાંનાં નીર વરસી રહ્યાં. કઈંપણ બોલ્યાં વગર લાવણ્યા શૂન્યમનસ્ક તાકી રહી.

“નેહાએ હાં પાડી દીધી છે....!”

“હાં પાડી દીધી છે....!”

લાવણ્યાનાં મનમાં હવે એજ શબ્દોનાં પડઘાં પડવાં લાગ્યાં. તેનાં ધબકારાં વધી જતાં તેનાં ઉરજોની ગતિ પણ વધી ગઈ અને તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો.

“દિવાળીમાં મારાં મેરેજ ફિક્સ થઈ ગ્યાં છે......!”

“નેહાએ હાં પાડી દીધી છે....!”

એકનાં એક વિચારોથી લાવણ્યાનું મગજ ઘૂમરાવાં લાગ્યું. ક્યાંય સુધી મૌન થઈને લાવણ્યા વિચારતી રહી. તેની આંખોમાંથી પાણી વહેતું રહ્યું.

“તો....તો....! તું સ...સ...સાચે નેહા....જ....જોડે મેરેજ કરી લઇશ...!?” નાનાં બાળક જેવું મોઢું બનાવી લાવણ્યાએ માંડ-માંડ તૂટતાં સ્વરમાં પૂછ્યું.

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર ભીંજાયેલી આંખે તેની સામે જોઈ રહ્યો.

“મ્મ...મ...હું.....સ.....સારી છ...છોકરી નઈ એટ્લેને....!?”

“લવ....! કેમ આવું બ....!”

“હ...હું....ત....તારી કેયર નઈ કરતી એટ.....એટ્લેને....!?બોલ....!?” લાવણ્યા પરાણે પોતાને ભાંગી પડતી રોકી રહી હતી.

“લાવણ્યા....અ..!”

“પણ....પણ સિડ.....! એ....એ. છ....છોકરી નઈ સારી તારાં માટે.....!” લાવણ્યા રડતી આંખે બોલી “એ તને કેટલું ટ...ટોર્ચર કરે છે....! મેરેજ પ.....પછી પણ ત....તને ટોર્ચર કરશે તો....!?”

“હું ....! હું મજબૂર છું લવ....!” સિદ્ધાર્થ માંડ બોલ્યો.

“અ....આવું થ.... થોડી ચાલે..... સિડ....!? ત....તને....તને એ ....ના...ગમતી હોય...તો.....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર વ્હાલથી હાથ મૂક્યો “તોય....ત...તારી ઉપર બધાં જ....જોરજોરાઈ કરે....! એવું થોડી ચાલે....!? તું....તું...તારાં ફેમિલીને કે’ને...ક....કે તને એ નઈ ગમતી....! એ નઈ સારી....! કે’ને એમને...!”

“લવ....હું....!” ભીંજાયેલી આંખે સિદ્ધાર્થે લાવણ્યાની સામે દયામણી નજરે જોયું.

“તો...તો...હું કઉં...! તારાં ફેમિલીને...!?” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “હું આવું તારાં ઘરે....!?”

“લવ...!”

“નઈ...નઈ...! હું....કેમની આવું...!? મ્મ....મનેતો...! તારાં ફેમિલીવાળાં….! તારાં ઘ...ઘરમાં પણ નઈ ઘૂસવાંદેને......!” ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી “હું તો...હું...તો....કચરો છુંને......! કચરો છું....!?”

“લાવણ્યા....!?” સિદ્ધાર્થ હતપ્રભ થઈને ભીંજાયેલી આંખે તેણીની સામે જોઈ રહ્યો.

“ત....તારાં....તારાં....ઘરનાં ડ...ડસ્ટબીન પણ....મારાં ક...કરતાં વધારે ચ...ચોખ્ખાં હશેને....!?”

“લાવણ્યા શું બોલે છે તું આ બધું.....!?”

“હું તો....હું...તો ક.....ક...કચરો છું સિડ....! તારાં ઘરમાં હું સૂટ ના થાઉં.....!”

“લાવણ્યા .......! શું થઈ ગયું તને....!? આ બધું શું ..!”

“I’m....a sl*t….! A b*tch…..! a wh*re….!” લાવણ્યા હવે ભાન ભૂલીને બબડાટ કરવાં લાગી “મને થોડી તું ઘ...ઘ...ઘરે લઈ જઈ શકે...!”

“ઓહ ગોડ લાવણ્યા....! આવું બધું કોણ કે છે તને....!? કેમ બોલે છે તું આ બધું..!?” સિદ્ધાર્થે હવે લાવણ્યાનો ચેહરો તેનાં બંને હાથમાં પકડી લીધો.

“મને હાથ ન....ના લગાડ....! સિડ.....મને ના...અડને....!” લાવણ્યા પોતાનાં ચેહરાં ઉપરથી સિદ્ધાર્થનાં હાથ દૂર કરી તેનાંથી છેટે ખસતાં બોલી “ત...તારાં.....હ....હાથ ગંદા થઈ જશે....! તું...તું...અભડાઈ જઇશ....! ત....તારું કેરેકટર અભ...અભડાઈ જશે...!”

“પ્લીઝ લવ શાંત થઈજા.....!” સિદ્ધાર્થ કાંપતાં સ્વરમાં ભીંજાયેલી આંખે તેની તરફ હાથ લંબાવીને બોલ્યો.

“હું...હું...કીચડ છું.....! મ્મ...મને હાથ ના લગાડને....!” સિદ્ધાર્થે તેની તરફ હાથ લંબાવતાં લાવણ્યા તરતજ તેનાથી વધુ દૂર ખસી ગઈ “મેં...ક...કીધુંને ....! હું...હું તો કીચડ છું....! મને અડીશ તો...તો...તારાં હ...હાથ ગંદા થશે....! દૂર રે’ને.....!”

“લાવણ્યા કેમ આવું કરે છે યાર.....!?” સિદ્ધાર્થ પણ હવે રડું-રડું થઈ ગયો અને તેણે એકદમજ લાવણ્યાનાં બંને હાથ પકડીને પોતાની બાજુ ખેંચી લીધી.

“મને...મને ના અડને....!” લાવણ્યા પોતાનાં હાથ મચેડતી છૂટવાં મથી રહી “તું....તું...અભડાઈ જઈશ....!”

“લાવણ્યા...પ..પ્લીઝ....આવું બધુ ના બોલ યાર....!” સિદ્ધાર્થ ભીંજાયેલી આંખે બોલતો રહ્યો. લાવણ્યા પણ હવે વધુને વધુ બબડાટ કરવાં લાગી.

“હું...હું તો...હું. તો....તારી...તારી ર...રખેલ બનવાં પણ લાયક નથી...આ...!” ભાંગી પડેલી લાવણ્યા છેવટે મોટેથી રડી પડી અને પોતાનો ચેહરો તેનાં બંને હાથ વડે ઢાંકી દીધો “તારી રખેલ બનવાં પણ લાયક નથી.....!”

“લાવણ્યા....! પ્લીઝ...! આવું બધું ના બોલને...!” સિદ્ધાર્થ પણ છેવટે રડી પડ્યો અને લાવણ્યાને પોતાનાં આલિંગનમાં દબાવી દીધી.

“હું તારી રખેલ બનવાં પણ લાયક નથી.....!” લાવણ્યા ક્યાંય સુધી રડતી રહી અને બબડાટ કરતી રહી.

સિદ્ધાર્થ તેણીને પોતાનાં આલિંગનમાં જકડીને શાંત કરાવાનો પ્રયત્ન કરતો રહ્યો. વાદળોનાં ગડગડાંટની વચ્ચે લાવણ્યાનું રુદન દબાવાં લાગ્યું.

----

“આ બધું તને નેહાએ કીધુંને.....!?” સિદ્ધાર્થ સાબરમતી નદીનાં પાણી તરફ શૂન્યમનસ્ક તાકી રહેલી લાવણ્યાને પૂછી રહ્યો હતો.

બંને રિવરફ્રન્ટ ઉપર ત્યાંજ બનેલી બેઠકમાં સાબરમતી નદી તરફ મ્હોં રાખીને બેઠાં હતાં. ખાસ્સાં પ્રયત્ન બાદ લાવણ્યા છેવટે શાંત થઈ હતી. જોકે તે હજીપણ સૂનમૂન બનીને નદી તરફ તાકી રહી હતી. તેની આંખોમાંથી હજીપણ કોઈ કોઈવાર આંસુઓની ધાર વહીને નીકળી જતી હતી.

“બોલ લવ.....!?” લાવણ્યાએ કોઈ જવાબ નાં આપતાં સિદ્ધાર્થે ફરીવાર પૂછ્યું “તને આ બધું નેહાએ કીધુંને....!?”

“સાચુંજ તો કીધું એણે....!” નદી સામે જોઈ રહીને લાવણ્યા ભીનાં સ્વરમાં બોલી “હું....હું તારાં....લાયક નઈ સિડ....!”

સિદ્ધાર્થ દયામણી નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“પ...પણ સિડ.....! ન....નેહા પણ તારાં માટે સારી છ...છોકરી નથી.....!” લાવણ્યા ડરતાં-ડરતાં બોલી “તું....તું....કોઈ બીજી સારી છ...છોકરી જોડે મેરેજ કરને....!”

સિદ્ધાર્થ હજીપણ દયામણી નજરે લાવણ્યા સામે જોઈ રહ્યો.

“મ્મ...મારી જોડે નઈ કે’તી.....! હું....હું....સારી છોકરી નઈ....! એટ્લે મારી જોડે નઈ” લાવણ્યા નાનાં બાળક જેવું મોઢું બનાવી નકારમાં માથું ધૂણાવી રહી “ ક....કોઈ બીજી સારી છ...છોકરી જોડે કઉ છું.......!”

“લવ....તું....કેમ આવું....!”

“ક...કામ્યા જોડે મેરેજ કરી લેને....!” લાવણ્યા ફરીવાર ઈમોશનલ થઈ ગઈ અને સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલી “એ...એ...બઉ સરસ છોકરી છે....! એ...એ તારી બહું કેયર કરશે....! ત...તને ટોર્ચર પણ નઈ કરે....!અને....અને...એ...વ...વર્જીન પણ છે...! હું...હું....વર્જીન નઈ એટ્લે હું તારાં માટે લાયક નથી.....!”

“લવ.....!” સિદ્ધાર્થની આંખ ફરી ભીંજાઇ ગઈ, તેણે પ્રેમથી લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો “પ્લીઝ....! તું તારાં માટે આવું બધું બોલીને મને હર્ટ કરી રહી છું....!”

“હું.....હું.....તને....!”

“લાવણ્યા....!” સિદ્ધાર્થ હવે રડી પડતાં વચ્ચે બોલ્યો “મેં તને કદી એ રીતે નઈ જોઈ....! તું આવું બોલીને મનેજ હર્ટ કરે છે....!”

“સિડ....હું...!”

“આજ સુધી....જો મને કોઈએ સૌથી વધુ લવ કર્યો હોય....! કોઈએ મારી સૌથી વધુ કેયર કરી હોય....! તો એ તુંજ છે લવ....! અને જે લાવણ્યા ….! મારી એટલી કેયર કરે છે...! મને એટલો લવ કરે છે....! મારાં મનમાં એની એક અલગ ઇમેજ છે લવ....! કમસે કમ....! તું તો એ ઇમેજને ખરાબ નાં કર.....! પ્લીઝ....! એ ઇમેજને નાં ખરાબ કર.....!” બેઠક ઉપર બેઠાં-બેઠાંજ સિદ્ધાર્થ લાવણ્યાનાં ખભે માથું મૂકીને રડી પડ્યો.

“તું....તું....કેમ રડે છે....! જાન....!? આમજો....!મારી સામે જોને....!” સિદ્ધાર્થ રડી પડતાં લાવણ્યાએ તેનું મોઢું વ્હાલથી પકડી લીધું. આવું પ્રથમવાર થયું હતું કે સિદ્ધાર્થ જાહેરમાં આરીતે લાવણ્યા સામે રડ્યો હોય.

“તું...તું નાં રોઈશને...! આમજો...! બેબી.......! મારી સામેતો જો.....!” લાવણ્યા પણ ફરી હવે ફરી રડી પડી “હું.....હું.....તો તને ખુશ જોવાં માંગુ છું...! ત.....તને હર્ટ થોડી કરવાં માંગુ છું....!? મ્મ.....મારાં લીધે તું....તું. રોવે.....! એ થોડી ચાલે....!? મને ના ગમે એવું....! પ્લીઝ જાન....! ના રો’ને.....!”

લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલે આવી ગયેલાં આંસુઓને લૂંછવાં લાગી.

“સિડ.....! તું....તું...રડતો નઈ સારો લાગતો....!” સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી પકડીને લાવણ્યા બોલી “સોરી....સોરી....! હું...હું કોઈ દિવસ ત.....તને નઈ રોવાં દઉં.....!”

લાવણ્યાએ સિદ્ધાર્થને આલિંગનમાં જકડી લીધો. સિદ્ધાર્થે પણ તેનાં બંને હાથ લાવણ્યાની ફરતે વીંટાળી લઈને લાવણ્યાનાં ખભાં ઉપર માથું ઢાળી દીધું.

વરસાદી વાતાવરણનાં વાઈ રહેલાં ઠંડા પવનમાં લાવણ્યાને તેની પીઠ ઉપર સિદ્ધાર્થનાં ઊંડા શ્વાસની ઉષ્મા વર્તાઈ રહી. લાવણ્યા વ્હાલથી સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવી રહી.

“એ બહુ ઈનોસન્ટ છે.....!” લાવણ્યાને હવે તેની મમ્મી સુભદ્રાબેનનાં શબ્દો યાદ આવી ગયાં “એની ઉપર બહુ ફોર્સ નાં કરતી.....!”

“એક બાજુ નેહાનું ટોર્ચર....! બીજી બાજુ ફેમિલીનું પ્રેશર....!”

“એ બધી બાજુથી મૂંઝાઈ ગયો છે....! તું એને ફોર્સ કરીશ....! તો એ તારી બાજુથી પણ મૂંઝાઈ જશે.....!”

થોડીવારનાં આલિંગન પછી સિદ્ધાર્થે લાવણ્યાની ફરતે પોતાની પકડ વધુ કસી અને વધુ ઊંડા શ્વાસ ભરવાં લાગ્યો.

“કેટલો સ્ટ્રેસમાં છે તું.....!?” સિદ્ધાર્થને આલિંગનમાં વળગી રહીને લાવણ્યા મનમાં બબડી.

“ઓહ.....!” સિદ્ધાર્થે લાવણ્યાને આલિંગનમાં સહેજ વધુ સખત રીતે જકડતાં લાવણ્યાથી ઊંહકારો ભરાઈ ગયો. લાવણ્યાનાં ઉરજો હવે સિદ્ધાર્થ કઠોર છાતીને ભીંસાઈ ગયાં. આલિંગંનમાં વળગી રહીને લાવણ્યા હવે સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવી રહી.

“હવે જઈએ....!?” છેવટે કેટલીક વધુ ક્ષણો વીતી ગયાં પછી સિદ્ધાર્થ લાવણ્યા સામે જોઈને બોલ્યો “બહુ મોડું થઈ ગયું છે....!”

સિદ્ધાર્થ આજુ-બાજુ નજર ફેરવતાં બોલ્યો. કાળાં ડિબાંગ વાદળોને લીધે અંધારું વહેલું ઘેરાઈ ગયું હતું.

“નઈ જવું....!” લાવણ્યા નાનાં બાળકની જેમ મોઢું બનાવી માથું ધૂણાવવાં લાગી “તું....! આવ....!” લાવણ્યાએ તેનાં બંને હાથ ખોલીને સિદ્ધાર્થને ફરી આલિંગનમાં લઈ લીધો “તું....તું....! રિલેક્સ થાં....! મ્મ...હું તને મૂકીને ક્યાંય નઈ જવું....! હમ્મ...!”

“કોઈ વાંધો નઈ લવ….! ચાલશે....!” સિદ્ધાર્થ ધિમાં સ્વરમાં લાવણ્યાની સામે જોઈને બોલ્યો.

“ક......કેમ....!? હું નઈ ગમતી....!? મારું...મારું આલિંગન પણ ન...નઈ ગમતું...!?” લાવણ્યા પાછી ઈમોશનલ સ્વરમાં બોલી “ત...તું તો કે’તો’તો....! તને બહુ ગમે છે....! અને...અને તું રિલેક્સ પણ થઈ જ....જાય છે....! તો....તો હવે કેમ વળગવાંની ના પાડે છે...!? હું...હું નઈ ગમતીને તને....! બોલ...!?”

“એવું નથી લવ....!” સિદ્ધાર્થ એવાંજ ધિમાં સ્વરમાં ઉદાસ ચેહરે બોલ્યો અને લાવણ્યાને ફરીવાર એજરીતે જોરથી જકડી લીધી.

“ઓહ....! સિડ...! ધીરે....!” સિદ્ધાર્થે એટલું સખતરીતે આલિંગન આપ્યું કે લાવણ્યાની પીઠ સિદ્ધાર્થનાં મજબૂત હાથની પકડથી ભીંસાઈ ગઈ.

“થોડું સહન કરીલેને લવ....!” સિદ્ધાર્થ એજરીતે વળગી રહીને ભીંજાયેલાં સ્વરમાં બોલ્યો “હવે પછી તું….. તું મને થોડી મળવાની....!? બરોડાં જતાં રહ્યાં પછી....! ક્યાં તને વળગવાં મલવાનું...!?”

“તું.....તું....આવું કેમ બોલે છે....!?” લાવણ્યાનો સ્વર ફરી ગળગળો થઈ ગયો અને તે સિદ્ધાર્થનાં ચેહરાંને વ્હાલથી પકડીને બોલી “હું....હું....તારીજ તો છું....! તારે...જ...જ્યારે મને વળગવું હોય....ત...તારો હકછે.....! મારી ઉપર....! હું.....! હું.....આઈશને બરોડાં....! ત....તને જ્યારે જરૂર પડે ત્યારે મને કે’જેને....!”

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર આડું જોઈ રહ્યો.

“મ....મેરેજ પછી....! ત...તું મને નઈ મલે....!?” લાવણ્યા આંખો મોટી કરીને નાનાં બાળકની જેમ મોઢું બનાવીને પૂછી રહી “ન....નેહા....! તને મારી જોડે વાત નઈ કરવાંદે...!? મ....મ....મલવાં પણ નઈદે....!?”

ફરીવાર સિદ્ધાર્થ સૂચક મૌન જાળવી રહ્યો અને તેની સામે ભીંજાયેલી નજરે જોઈ રહ્યો.

“આવું....આવું...થોડી ચાલે કઈં....!?” લાવણ્યા ફરી રડી પડી અને નારાજ સૂરમાં બોલી “ મારે....! મલવું હોય તો ....તો....!? તો કઈં મલાય પણ નઈ....!? મ....મ...મારો ક...કોઈ હક નઈ......!?”

“લાવણ્યા...! પ્લીઝ....!” સિદ્ધાર્થે ફરીવાર લાવણ્યાને પોતાની નજીક ખેંચી લીધી.

“થ.....થોડો હક પણ ન...નઈ આપે મને....!?” લાવણ્યા દયામણું મોઢું કરીને સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“લવ.......!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલે પ્રેમથી હાથ મૂક્યો અને તેનાં કપાળે પોતાનું કપાળ અડાડ્યું.

“સિડ....સિડ....! થોડો...થોડો હકતો આપજે....! એક...એક ફ્રેન્ડ તરીકે....! ફ...ફ્રેન્ડ તો hug કરીજ શકેને...!?” લાવણ્યા હવે નાનાં બાળકોની જેમ બહાનાં ગોતવાં લાગી “હું....હું....ફ્રેન્ડતો છુંજને તારી...!?”

“મને...મને પણ તને વળગવું ગ..ગમે છે સિડ....! બઉ ગમે છે.....! મને પણ જરૂર હોય છે.....! ત....તારાં.....! આલિંગનની....! તો...તો....હું ક્યાં જઈશ....!?” લાવણ્યા એજરીતે બોલી.

“બસ હવે લવ....! હવે આ બધું છોડ....!” સિદ્ધાર્થ લાવણ્યાનું મૂડ ચેન્જ કરવાં બોલ્યો અને ફરીવાર તેણીને વળગી પડ્યો “ફ્યુચરની ચિંતા નાં કર....! બસ....! તું જ્યાં સુધી છે મારી જોડે ત્યાંસુધી....! ત્યાંસુધી મને મનભરીને વળગી લેવાંદે....! મનભરીને વળગી લેવાદે....!”

“ઓહ મારું બેબી.....!” લાવણ્યા હવે વધુ રડવાં લાગી “મારું બેબી.....! તું....તું...ક્યાં જઈશ પછી મારાં વગર....!?”

સિદ્ધાર્થ કઈંપણ બોલ્યાં વગર લાવણ્યાને વળગી રહ્યો. ક્યાંય સુધી વળગીને બંને એકબીજાંનું મન હળવું કરતાં રહ્યાં.

“તો....તો....તું સાચે દિવાળી વ...વેકેશન શરૂ થશે એટ્લે જતો રઈશ....!?” થોડીવાર પછી લાવણ્યા એજરીતે દયામણું મોઢું કરીને બોલી.

“લવ...! મેં કીધુંને....! પપ્પાએ પે’લ્લેથી શરત કરીનેજ મોકલ્યો’તો....! દિવાળીએ પાછાં આવતાં રે’વાની.....!”

લાવણ્યા હવે નાનાં બાળકની જેમ પોતાનાં હાથની આંગળીઓનાં વેઢાં ગણવાં લાગી.

“આ શું કરે છે તું....લવ..!?” વેઢાં ગણી રહેલી લાવણ્યાને જોઈને સિદ્ધાર્થને નવાઈ લાગી.

“દ.....દિવસો ગ.....ગણું છું....!” લાવણ્યા એજરીતે વેઢાં ગણતાં બોલી “ખ.....ખાલી...એકવીસ દિવસજ જોડે રે’વાં મલશે.....!?”

“લવ.....!” લાવણ્યાનાં રઘવાટને જોઈને સિદ્ધાર્થે પ્રેમથી તેનાં ગાલ ઉપર હાથ મૂક્યો.

“તું....તું...ખાલી એકવીસ દિવસજ રે’વાનો મારી જોડે...!?” લાવણ્યા ફરી સૂધબૂધ ખોઈ બેઠી “પ...પછી તું..તું... મને ક.... કાયમ....! છોડીને જતો રે’વાનો....!?”

સિદ્ધાર્થે ફરી એકવાર લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી. ફરીવાર એજ લાગણીઓનું ઘોડાંપૂર ઉમટી પડ્યું.

“સિડ...સિડ....હું....હું...ત...તારી જોડે એક પ્રોમિસ માંગુ તો....તો આપીશ....!?” લાવણ્યાએ સિદ્ધાર્થનાં બંને હાથ તેનાં હાથમાં પકડી લઈને નાનાં બાળકની જેમ આંખો કરીને પૂછ્યું.

“શું....!? બ....બોલને....!” સિદ્ધાર્થ માંડ બોલ્યો.

“આ....આ..એકવીસ દિવસ મારી જ....જોડેજ રે’જેને....!” લાવણ્યા દયામણા સ્વરમાં ડિમાન્ડ કરતી હોય એમ સિદ્ધાર્થનાં હાથ બેચેનીપૂર્વક દબાવતી-દબાવતી બોલી “પ્રોમિસ કર...! તું....તું એકેય દિવસ ર....રજા નઈ પાડે....! પ્રોમિસ કરને...!એક....એકેય રજા નઈ પાડે...! પ્લીઝ....!”

“અ....આઈ પ્રોમિસ લવ....!” સિદ્ધાર્થ પરાણે તેનો સ્વર સરખો કરતાં બોલ્યો “એકેય રજા નઈ પાડું....! હમ્મ...!”

સિદ્ધાર્થે લાવણ્યાનાં વાળમાં વ્હાલથી હાથ ફેરવ્યો.

“સ.....સન્ડે પણ મ.....મારી જોડે રે’જેને....!પ્લીઝ....!” લાવણ્યા આશાભરી નજરે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“પ્લીઝ લવ....! તું આવું ના કર....!” સિદ્ધાર્થ છેવટે ફરીવાર લાવણ્યાને વળગી પડ્યો “એટલો પ્રેમ ના કર કે તારાંથી દૂર જતાં-જતાં મારો જીવ નીકળી જાય...!”

“હાય બાપરે....!” લાવણ્યા હબકી ગઈ “તું....તું આવું કેમ બોલે છે...!?”

“લાવણ્યા હું...!”

“સિડ.....! જાન....!” લાવણ્યાએ વ્હાલથી સિદ્ધાર્થના ગાલ ઉપર હાથ મૂક્યો “તારાં વગરની લાઇફ....! હું...હું....! તો ઈમેજિન પણ નઈ કરી શકતી.....!” લાવણ્યાને હવે સિદ્ધાર્થનાં એકસીડેંન્ટ વાળાં દિવસો યાદ આવી ગયાં “તું....તું....! આવું ના બોલને....!”

સિદ્ધાર્થ લાવણ્યા સામે ભીંજાયેલી આંખે જોઈ રહ્યો.

“સિડ.....! તને કઇંક થઈ ગ્યું.....! તો....તો....હું ક્યાં જઈશ....!? મ્મ....મારુ શું થશે...!? બોલ....!?”

“તારી આદત પડી ગઈ છે લવ.....!” સિદ્ધાર્થ ધિમાં સ્વરમાં બોલ્યો “જરૂરિયાત બની ગઈ છે તું મારી....!”

“તો...તો....! હું....હું....તારીજ તો છું જાન....!” પોતાનાં બંને હાથમાં સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી પકડી લાવણ્યા ભારપૂર્વક બોલી “આઈ પ્રોમિસ....! તું...તું જ્યારે કઈશ.....! ત...તને જ્યારે જરૂર પડે .....! ત્યારે હું તારી જ...જોડે આઈ જઈશ બસ....! હું....હું...તારીજ છું....! હોને....!”

લાવણ્યા છેવટે સિદ્ધાર્થને આલિંગનમાં જકડી લઈને તેની પીઠ ઉપર હાથ ફેરવવાં લાગી. ક્યાંય સુધી બંને એકબીજાંને વળગી રહ્યાં.

----


“લાગતું નથી આજે નવરાત્રિ સેલિબ્રેટ કરવાં મલશે.....!” આકાશમાં ઘેરાયેલાં કાળાં વાદળોમાં થઈ રહેલાં ગડગડાંટને સાંભળીને સિદ્ધાર્થે પહેલાં ઉપર આકાશ તરફ અને પછી લાવણ્યા સામે જોઈને કહ્યું.

“આવું ના બોલને...!” લાવણ્યા સહેજ નારાજ સ્વરમાં બોલી “હ.....હું....હું ક્યારની રાહ જોવું છું ખબર છે....!?”

“સોરી....! લવ....! હવે તું પાછી ઈમોશનલ ના થઈ જતી...!” સિદ્ધાર્થ બોલ્યો અને લાવણ્યાનો હાથ પકડીને ચાલવાં લાગ્યો “ચાલ....! હવે જઈએ...!”

“હ...હજી રોકાઈશું....!?” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ ખેંચીને ઊભી રહી “મ...મારે નઈ જવું....! હજી થોડીવાર તારી જોડે રે’વું છે....!”

“લવ....!” સિદ્ધાર્થે પ્રેમથી કહ્યું “તારી જેમ બધાં નવરાત્રિની રાહ ક્યારનાં જોવે છે....! આપડે ઓલરેડી લેટ થઈ ગ્યાં છે....! ચાલ.... હમ્મ.....!”

“સિડ....!” સિદ્ધાર્થનો હાથ સખતરીતે પકડીને લાવણ્યા તેની જોડે ચાલી રહી હતી. બંને હવે રિવરફ્રન્ટનાં ઉપરનાં ભાગે જવાં સીડીઓ ચઢી રહ્યાં હતાં.

“એકેય રજા ના પાડતો હોને....!?” લાવણ્યા ચાલતાં-ચાલતાં દયામણું મોઢું કરીને બોલી.

“હાં લવ.....!” ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે લાવણ્યાને ખભેથી પકડીને પોતાનાં નજીક ખેંચી લીધી “પ્રોમિસ....! એકેય રજા નઈ પાડું....! એકવીસે એકવીસ દિવસ તારી જોડે....હમ્મ...!”
ચાલતાં-ચાલતાં પોતાનું માથું લાવણ્યાએ સિદ્ધાર્થનાં ખભે અડાડી દીધું.

¬----

“અમુક છોકરાંઓ ફક્ત પ્રેમ કરવાં માટે હોયછે લાવણ્યા....!” સિદ્ધાર્થનાં બાઇકની પાછલી સિટે બેઠેલી લાવણ્યાનાં મનમાં ફરીવાર સુભદ્રાબેનનાં શબ્દો ગુંજી રહ્યાં હતાં.

બંને હવે રિવરફ્રન્ટથી લૉગાર્ડન જઈ રહ્યાં હતાં. લાવણ્યા સિદ્ધાર્થને ચીપકીને બેસી ગઈ હતી. જોકે રિવરફ્રન્ટથી નીકળ્યાં ત્યારથી લઈને હજીસુધી બંને વચ્ચે લગભગ કોઈજ વાતચિત નહોતી થઈ.

“વાવાઝોડાં જેવાં.....! આવે અને જતાં રે’…..!” લાવણ્યા ફરીવાર એજ વાતો યાદ કરી રહી “સિદ્ધાર્થ પણ એવોજ છોકરો છે.....!”

“સિદ્ધાર્થ પણ એવોજ છોકરો છે.....!” લાવણ્યાના મનમાં એ લાઇન હવે ગુંજવાં લાગી અને સિદ્ધાર્થને ખોઈ બેસવાંનાં એ ડરથી લાવણ્યાએ તેની પકડ સિદ્ધાર્થની ફરતે વધુ સખત કરી. ફરીવાર તેનાં ધબકારાં વધી ગયાં અને માથે પરસેવો વળવાં લાગ્યો.

“એ તારો નઈ થાય.....!” લાવણ્યાને એ વાત પણ યાદ આવી ગઈ જેને સાંભળીને તેનું હ્રદય બેસી ગયું હતું.

“અરે....! લવ....! શું થ્યું....!?” લાવણ્યાએ તેની પકડ સિદ્ધાર્થ ફરતે સહેજ વધુ કસી દેતાં સિદ્ધાર્થે પાછું મોઢું કરીને પૂછ્યું.

“ક....કઈંનઈ....!” લાવણ્યા માંડ બોલી.

“બધાં રાહજ જોતાં હશે....!” બાઇક હવે લૉ ગાર્ડન પહોંચવાંજ આવ્યું હતું ત્યાં સિદ્ધાર્થ બોલ્યો. લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થની પીઠ ઉપર તેનું માથું ઢાળી રહી.

----

“હજીતો બધાં અંહિયાંજ ઊભાં છે….!?” લાવણ્યાનો હાથ પકડીને લૉ-ગાર્ડનનાં ચણિયાચોલી માર્કેટની પેવમેંન્ટ ટ્રેક ઉપર ચાલતાં-ચાલતાં સામેની બાજુ જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

અગાઉની જેમજ બાઇક સહેજ દૂર પાર્ક કરીને બંને ચાલતાં-ચાલતાં ચણિયાચોલી માર્કેટની સામેનાં જે મોલમાં નવરાત્રિ માટે તૈયાર થવાં લાવણ્યા & ફ્રેન્ડ્સને જવાનું હતું તે તરફ તેઓ જઈ રહ્યાં હતાં.

“સવાં સાત થઈ ગયાં.....!” સિદ્ધાર્થ હવે લાવણ્યાનો હાથ પકડીને રસ્તો ક્રોસ કરીને બીજી તરફ જઈ રહ્યો “તો પણ બધાં તારી વેઇટ કરે છે....!”

સિદ્ધાર્થે લાવણ્યા બાજુ જોયું. રસ્તાંનાં ડિવાઇડર ઉપર બંને ઊભાં હતાં. લાવણ્યા સામે મોલની આગળનાં કમ્પાઉન્ડમાં ઉભેલાં કામ્યા, અંકિતા અને ત્રિશા સામે જોઈ રહી. ત્રણેય આજુબાજુ ડાફોળિયાં મારી રહ્યાં હતાં અને લાવણ્યા કઈં બાજુથી આવશે તે જોઈ રહ્યાં હતાં.

“એ...! લાવણ્યા....!?” બંને હવે લગભગ મોલનાં કમ્પાઉન્ડની નજીક પહોંચવાં આવતાંજ તેમને જોઈને કામ્યા અને અંકિતાની વચ્ચે ઊભેલી ત્રિશા મોટેથી બોલી પડી. કામ્યા અને અંકિતાએ એ તરફ જોયું.

“લાવણ્યા....! શું યાર તું પણ.....!” કમ્પાઉન્ડનાં પગથિયાં ચઢીને જોડે આવી ગયેલી લાવણ્યાને ઉદ્દેશીને અંકિતા નારાજ સ્વરમાં મોટેથી બોલી “કેટલાં ફોન કર્યા તને....!?”

“સોરી....!” લાવણ્યા ઔપચારિકતા ખાતર બોલતી હોય તેમ ભાવવિહીન સ્વરમાં બોલી.

“શું સોરી...!?”અંકિતા વધુ ચિડાઈ “તામારાં બેયનો ફોન એક સાથે બંધ કરી દીધો....!? આ ટાઈમ તો જો...... સવા સાત થઈ ગયાં યાર....! અમે લોકો છ વાગ્યાંનાં રાહ જોઈએ છે....!

“સિદ્ધાર્થ....! યાર તારેતો કમસે કમ સમજવુંતું....!” કામ્યા ધિમાં સ્વરમાં સિદ્ધાર્થ સામે જોઈને બોલી.

“તો ....શું....!?” સિદ્ધાર્થ કઈં બોલે એ પહેલાંજ અંકિતા ઉગ્ર સ્વરમાં બોલી “તનેય ખબર નથી પડતી કે અમારે પાર્લરમાં ટાઈમ જશે....!?”

“તમે લોકો એને કઈં નાં કો....!” લાવણ્યા સહેજ ચિડાઇને પહેલાં કામ્યા સામે અને પછી અંકિતા સામે જોઈને બોલી “એનો કોઈ વાંક નથી...! બધો વાંક મારોજ છે...! મેં અમારાં બેયનાં ફોન સ્વિચ ઓફ કરી દીધાં’તાં અને....અને....મેંજ એને રોકી રાખ્યો’તો.....એ તો...એતો ક્યારનો મને અંહિયાં આવવાંનું કે’તો’તો....!હુંજ ન’તી આવતી....! મારેજ એની જ...જોડે ટાઈમ સ્પેન્ડ કરવો’તો......!”

“જો છે...!” લાવણ્યાએ ઉગ્ર સ્વરમાં બોલતાં અંકિતા વધુ અકળાઈ “એકતો મોડાં આવવાનું....! અને પાછું આરીતે વાત કરવાનું....! મારે નઈ આવવું હવે....! જાઓ અવે તમે લોકો....!” બોલતાં-બોલતાં અંકિતા રડી પડી અને ત્યાંથી કમ્પાઉન્ડની બહાર જતાં પગથિયાં ઉતરી જવાં લાગી.

“અરે અંકિતા....!” કામ્યા અને ત્રિશા લગભગ સાથેજ બોલ્યાં અને અંકિતાને મનાવવાં માટે તેની પાછળ ગયાં.

“અંકિતા....! શું તું પણ....!” કામ્યાએ અંકિતાનું બાવડું પકડીને ઊભી રાખી “સાવ નાનાં બાળકો જેવું કરે છે......!”

“અંકિતા....!” સિદ્ધાર્થ હવે પાછળથી આવીને અંકિતાની આગળ ઊભો રહ્યો. અંકિતાનાં હાથ પોતાનાં હાથમાં લઈને વાત કરવાં લાગ્યો. હાઇટમાં અંકિતાથી ખાસ્સો ઊંચો હોવાને લીધે તે નીચું જોઈને બોલી રહ્યો.

“પ્લીઝ....! સોરી યાર....!” ઉદાસ ચેહરે સિદ્ધાર્થે એકદમ ધિમાં સ્વરમાં અંકિતા સામે જોઈને કહ્યું “મારાં લીધે મોડું થઈ ગયું....! પ્લીઝ.....! સોરી અગેઈન....! હવે તૈયાર થઈ જાઓ...! અને અડધો કલ્લાક મોડું થશેતો પણ ચાલસે....! હમ્મ....!”

સિદ્ધાર્થનાં ઉદાસ અને નિસ્તેજ થઈ ગયેલાં ચેહરાંને અને તેનાં ઊર્જા વિનાનાં સ્વરને સાંભળીને અંકિતાનો બધો ગુસ્સો તરતજ ઉતરી ગયો અને તેની સાથે કામ્યા અને ત્રિશા પણ નવાઈ પામીને તેની સામે જોઈ રહ્યાં.

“તૈયાર થઈને કોલેજ આવો....! હું પણ આવુંજ છું.....!” લાવણ્યા સામે જોઈને સિદ્ધાર્થ એવાંજ ઉદાસ ચેહરે અને એવાંજ ધિમાં સ્વરમાં બોલ્યો “બાય....!”

બધાં સામે જોઈને પરાણે સ્મિત કરવાનો પ્રયત્ન કરીને સિદ્ધાર્થ મોલનાં કમ્પાઉન્ડનાં પગથિયાં ઉતરી ગયો અને રસ્તો ક્રોસ કરીને બીજી બાજુ જવાં લાગ્યો. લાવણ્યા સહિત અંકિતા, કામ્યા અને ત્રિશા પણ તેની પીઠ સામે તાકી રહ્યાં. જતાં-જતાં સિદ્ધાર્થે એકવાર પણ પાછું વાળીને જોયું નહીં.

“લાવણ્યા....!?” કામ્યાએ હવે લાવણ્યા સામે જોઈને કહ્યું.

લાવણ્યા પણ સિદ્ધાર્થને જતો જોઈ રહી હતી. ભાંગી પડેલાં સિદ્ધાર્થનાં એ વ્યવહારથી લાવણ્યાની આંખ ફરીવાર ભીંજાઇ ગઈ.

“શું થઈ ગયું આ છોકરાંને....!?” કામ્યાએ ઢીલી થઈ ગયેલી લાવણ્યાને પૂછ્યું.

“હાં....! અચાનક શું થઈ ગયું....!?” ત્રિશાએ પણ પૂછ્યું.

કઇંક “મોટી” વાત છે એની આશંકાથી ડરેલી અંકિતા ભીંજાયેલી આંખે લાવણ્યાની સામે જોઈ રહી. લાવણ્યા હજીપણ ભીની આંખે જઈ રહેલાં સિદ્ધાર્થને જોઈ રહી હતી. તે હવે સામેની બાજુ ચણિયાચોલી માર્કેટની ભીડમાં ચાલી રહ્યો હતો.

“લાવણ્યા....! શું વાત છે બોલને....!?” છેવટે અંકિતાએ કાંપતાં-કાંપતાં પૂછ્યું “કેમ આ છોકરો સાવ આવો થઈ ગ્યો....!”

“મૂરઝાઇ ગ્યો બિચારો....!” રડું-રડું થઈ ગયેલી લાવણ્યા સિદ્ધાર્થનાં એ નિસ્તેજ ચેહરાંને યાદ કરતાં ભીનાં સ્વરમાં બોલી. સિદ્ધાર્થ હવે દેખાતો બંધ થયો હતો.

“મારું....મારું....બેબી....!” ડૂસકાં લેતી-લેતી લાવણ્યા છેવટે રડી પડી.

“અરે લાવણ્યા....! શું થઈ ગયું યાર….!” ભાંગી પડેલી લાવણ્યાને કામ્યાએ ગળે વળગાળી દીધી. અંકિતાથી પણ રડાઇ ગયું.

“બપોરે તો તું જ્યારે એની જોડે જતી’તી....! ત્યારે એકદમ ખુશખુશાલ હતી...!” કામ્યાએ પૂછ્યું “અચાનક શું થઈ ગયું....!?”

“હાં....! લાવણ્યા....બોલને...!? શું થયું....!?” ત્રિશાએ પૂછ્યું.

“દિવાળીમાં.....દિવાળીમાં.....! એનાં...એનાં....! મેરેજ ફિક્સ થઈ ગયાં “ડૂસકાં લેતી-લેતી લાવણ્યા માંડ બોલી “નેહા.....નેહા....નેહાએ “હા” પાડી દીધી.....!”

“હે ભગવાન.....!” કામ્યા હતપ્રભ થઈ ગઈ અને આંખો મોટી કરીને બોલી.

આઘાતની મારી અંકિતાથી તેનાં હોંઠ ઉપર હાથ મુકાઇ ગયો. ત્રિશા પણ ફાટી આંખે લાવણ્યા સામે જોઈ રહી. કામ્યા અને અંકિતા એકબીજાંનાં મોઢાં તાકી રહ્યાં.
ડૂસકાં-ડૂસકાં ભરતાં-ભરતાં લાવણ્યાએ આખી વાત કહેવાની શરૂ કરી.

------

“શાંત થઈ જા લાવણ્યા....! પ્લીઝ....! શાંત થઈજા....!” કામ્યા લાવણ્યાની પીઠ પસવારી તેને શાંત કરાવાનો પ્રયત્ન કરી રહી હતી.

અંકિતા લાવણ્યાની એક બાજુ બેઠી હતી. ત્રિશા લાવણ્યાનાં ઘૂંટણ પાસે ઉભડક બેઠી હતી. નેહા સાથે સિદ્ધાર્થનાં મેરેજની વાત સાંભળીને બધાંનું મૂડ સાવ ઑફ થઈ ગયું હતું.

મોલના કમ્પાઉન્ડની ધારે બનેલી નાની પાળી ઉપર બેસીને લાવણ્યા ડૂસકાં ભરતી-ભરતી રડી રહી હતી.

“અંકિતા....અંકિતા.....! તું...સ....સાચું કે’તીતી....!” ફરીવાર ઈમોશનલ થઈ ગયેલી લાવણ્યા માંડ-માંડ બોલી રહી હતી “એ.....એ મારો નઈ થાય...! મમ્મી પણ કે’તીતી....!”

“લાવણ્યા....! હું તો એમજ....!”

“જો....જો....મારો ના થયોને એ....! ના થયોને....!” અંકિતા બોલી રહી હતી ત્યાંજ લાવણ્યા વચ્ચે બબડાટ કરવાં લાગી “હું....હું.....સારી છોકરી નઈને ....એટ....એટ્લે મારો ના થયો....!”

“લાવણ્યા .....! શાંત થઈજા....! એવું કઇં નથી...!” કામ્યા લાવણ્યાનાં માથે પ્રેમથી હાથ ફેરવીને બોલી.

“હું....હું.....વર્જીન નઈને એટ્લે મારો ના થયો....!”

“લાવણ્યા....! પ્લીઝ યાર....! હવે....!” અંકિતા પણ ભાંગી પડીને રડવાં લાગી.

થોડીવાર સુધી બધાં મૌન થઈ ગયાં. લાવણ્યાએ રડવાંનું બંધ કરી દીધું પણ તેનાં ડૂસકાં હજી શમ્યાં નહોતાં.

“તું સાચું કે’તી’તી.....!” કામ્યા સામે શૂન્યમનસ્ક જોઈને થોડીવાર પછી અંકિતા બોલી “સિદ્ધાર્થ ભરોસાપાત્ર નથી....! એણે લાવણ્યાને ચીટ કરી.....!”

આગલા દિવસે જ્યારે બધાં નવરાત્રિની શોપિંગ કરવાં જોડે ઓટોમાં જતાં હતાં ત્યારેજ કામ્યાએ સિદ્ધાર્થ વિષે એવું કહ્યું હતું એ યાદ કરતાં અંકિતા બોલી. કામ્યા પણ વિચારે ચઢી ગઈ.

“નાં.....નાં...! એવું....એવું કઈં નથી....!” લાવણ્યા તેનું મોઢું લૂંછતાં-લૂંછતાં બોલી “એણે મને ક્યાં ચીટ કરી છે....!? તું....તું... આવું કેમ બોલે છે....!?”

“લાવણ્યા....! આઈ થિંક....” હવે લાવણ્યાનાં ઘૂંટણીયે બેસેલી ત્રિશા બોલી “અંકિતા સાચું કે’છે.....!”

“એવું....એવું...કઈં નથી....! ત....તમે લોકો સમજતાં કેમ નથી....!” લાવણ્યા ભારપૂર્વક બોલી “એણે.....એણે મને ચીટ નઈ કરી....! એ...બિચારોતો ક...કેટલો ઈનોસંન્ટ છે....!”

“લાવણ્યા....!” અંકિતાએ દયામણી નજરે તેણી સામે જોયું “તું....તું....! એનાંમાં એટલી ઇન્વોલ્વ થઈ ગઈ છું કે....કે....તને કઈં નથી સમજાતું.....!”

“મને નઈ.....! તને કઈં નઈ સમજાતું....!” લાવણ્યા હવે સહેજ ઊંચા સ્વરમાં નારાજ થઈને બોલી “તું....તું...એકવાર એની સાઈડથી વિચારીને તો જો....! એ....એ....છોકરો કેટલું ટોર્ચર સહન કરે છે.....! એક બાજુ એનાં ફેમિલીનું પ્રેશર.....! બીજી બાજુ નેહાનું ટોર્ચર...! એને....એને.....! નેહા નઈ ગમતી....! તોય બધાં એની ઉપર જોરજોરાઈ કરે.....!”

લાવણ્યા સહેજ અટકી અને બધાંની સામે વારાફરતી જોઈને બોલી –“એ ...એ...મને લવ કરે છે....! મને ખબર છે....! એ...કરે છે....! પણ....પણ શું કરે બિચારો....!?”
અંકિતા નીચું મોઢું કરીને જોઈ રહી. થોડીવાર તેણી સામે જોઈ રહ્યાં પછી લાવણ્યા આગળ બોલી-

“મારી જોડે તો તમે બધાં છો....! હું....હું.....મારી બધી પ્રોબ્લેમ્સ તમારી જોડે શેયર કરું છું.....! પણ....પણ....! એ છોકરો....!” લાવણ્યાએ અંકિતા સામે જોયું “એ છોકરો કોને કે’….! બોલ...!? એને કઈં શેયર કરવું હોય તો ....તો કોની જોડે કરે બોલ....!? એકલો-એકલો મૂંઝાયાં કરે બિચારો....! ક્યાં જાય...!? એકલો-એકલો મૂંઝાયાં કરે...!”

“હું એને લવ કરું છું....! અને મને જ્યારે ઈચ્છા થાય ત્યારે હું મારી ફીલિંગ એની જોડે છૂટથી એક્સ્પ્રેસ કરું છું...!” લાવણ્યા સિદ્ધાર્થનો ચેહરો યાદ કરતાં બોલી “જ્યારે ઈચ્છા થાય ત્યારે એને હું બાઇટ કરી લઉં છું....! એને બધાંની વચ્ચે છેડી દઉં છું...! પણ તે કદી વિચાર્યું...!?” લાવણ્યાએ ફરી અંકિતા સામે જોયું “એનું શું થતું હશે...!?”

“એ...એ....મને લવ કરે છે....!” લાવણ્યાએ અંકિતાનાં ગાલ ઉપર વ્હાલથી હાથ મૂક્યો “પ....પણ એ ટ્રેડિશનલ ફેમિલીમાં મોટો થયો છે....! દરેકની જોડે....ખાસ કરીને ગર્લ્સની જોડે એક ડીસન્ટ બિહેવ કરવાં એ ટેવાએલો છે અને બંધાયેલો પણ....! મારી જેમ એ મારી જોડે છૂટથી બિહેવ પણ નહોતો કરી શકતો... કાયમ પોતાને બાંધી રાખતો....! મારી જેમ એ પોતાને છૂટથી એક્સ્પ્રેસ પણ નથી કરી શકતો...! કેવું થતું હશે એને?”

અંકિતા અને કામ્યાની આંખ પણ હવે ભીંજાઈ ગઈ.

“તમે જેને પ્રેમ કરતાં હોવ....! એની જોડે દિલ ખોલીને બિહેવ પણ કરવાં ના મલે...! તો...તો કેવું ફીલ થાય...!? બોલ...!?”

લાવણ્યા થોડીવાર મૌન થઈ ગઈ પછી ફરી બોલી-

“એણે મને ચીટ નઈ કરી....! જો એવુજ હોત...! તો...તો...! એ ક્યારનો મારી જોડે “બધુ” કરીને છૂટો થઈ ગ્યો હોત....!”

“એ જાણે છે....! હું કેવી પાગલ છું એની માટે....! કેટલી ડેસપરેટ છું એની એક કિસ માટે....! એની જોડે ...એની જોડે એ ક્ષણો માણવાં માટે....! હું એને કદી ના રોકત....! એ જાણે છે....! જો એ આગળ વધત ....તો હું એને કદી ના રોકત …..!”

“આમ છતાંય...! એણે કોઈદિવસ મારી આ આતુરતાંનો ફાયદો નથી ઉઠાવ્યો....! ઊલટાનું એક છોકરો હોવાં છતાંય...! એણે મને સંયમ રાખતાં શીખવ્યું....! એણે મને શીખવ્યું કે....કે...હું જેવી પણ છું .....! મારી પણ એક સેલ્ફ રિસ્પેક્ટ છે...! અને....એ એણે એજરીતે મારી સાથે બિહેવ કર્યું....!”

“મારી તરફ એણે પોતાનો પ્રેમ એણે પોતાનાં સંયમી વર્તન વડે કોઈ પણ જાતનો દેખાડો કર્યા વિના વ્યક્ત કર્યો..! મારી ડિગનિટી હર્ટ કર્યા વગર એક નાનાં બાળકની જેવી ઇનોસંસથી એ મને સ્પર્શ કરતો...! મને વળગી પડતો....! મને જકડી લેતો...! અને હું....! જાણે બરફ હોઉં એમ એની બાંહોમાં ઓગળી જતી....!”

લાવણ્યાની નજર સામે ફરી સિદ્ધાર્થનો ચેહરો તરવરી ઉઠ્યો.

“મારાં માટે એનો પ્રેમ ચિટિંગ નહોતો....! કદીપણ નઈ.....! એ જે કઈંપણ મારાં માટે ફીલ કરેછે....! એજ એ વ્યક્ત કરે છે....!” ભીંજાયેલી આ આંખે લાવણ્યાએ અંકિતા સામે ફરી જોયું “બસ ખાલી એનું બિહેવિયર અત્યંત સંયમી હોય છે...!”

કેટલીક ક્ષણો લાવણ્યા અંકિતા સામે તાકી રહી પછી બોલી – “મેં એની એ આંખોમાં મારાં માટે પ્રેમ અને એનાં વર્તનમાં મારાં માટે સમ્માન....! બંને જોયાં છે....! અને ટ્રસ્ટ મી અંકિતા....!” લાવણ્યાએ અંકિતાનો હાથ હળવેથી દબાવીને કીધું “એ બધું ચિટિંગ નથી...!”

થોડીવાર સુધી બધાં મૌન થઈ ગયાં.

“નવરાત્રિનું બધુ મૂડ ખરાબ થઈ ગયું.....!”કેટલીક ક્ષણો બાદ ત્રિશા માથું ધૂણાવતાં બોલી “કેટલાં ભાવથી તે લૉ-વેઈસ્ટ ચણિયાચોલી ખરીદી’તી......!”

“કશું મૂડ ખરાબ કરવાની જરૂર નથી....!” ફરીવાર પોતાની ભીંજાયેલી આંખો લૂંછતાં લાવણ્યા પાળી ઉપરથી ઊભી થઈ અને પોતાનાં સ્વરને સ્વસ્થ કરી ખુશ થતી હોય એમ બોલી “હું એની સાથે નવરાત્રિ સેલિબ્રેટ કરીશજ....! એજ લૉ વેઈસ્ટ ચણિયાચોલી પહેરીને....!”

બધાં હવે લાવણ્યાની જોડે ઊભાં રહીને આશ્ચર્યથી લાવણ્યાને જોઈ રહ્યાં. તે હવે એકદમ સ્વસ્થ થઈ હોય એમ બોલી રહી હતી.

“આપણે બધાં એજ ઉત્સાહથી નવરાત્રિ સાથે સેલિબ્રેટ કરીશું...!” લાવણ્યા વારાફરતી બધાંની સામે જોઈને બોલી “એણે મને પ્રોમિસ કરી છે....! કે દિવાળી વેકેશન સુધીના એકવીસ દિવસ એ મારી જોડેજ વિતાવશે...! એકેય રજાં નઈ પાડે....!”

લાવણ્યા થોડું અટકી અને ભીંજાયેલી આંખે શૂન્યમનસ્ક તાકી રહી “અને હું આ એકવીસે એકવીસ દિવસની એક એક ક્ષણ એની જોડે જીવી લઇશ....! એને મનભરીને પ્રેમ કરી લઇશ...! એટલો બધો પ્રેમ કે....કે....! આમારાં બેયની આખી જિંદગી માટે ઇનફ થઈ જાય....!”

“ઓહ લાવણ્યા.....!” અંકિતાથી માંડ બોલાયું અને તે લાવણ્યાને વળગી પડી.

ભાવુક થઈ ગયેલાં કામ્યા અને ત્રિશા પણ લાવણ્યાને વળગી પડ્યાં. બધાં થોડીવાર સુધી વળગીને એકબીજાંનાં મન હળવાં કરી રહ્યાં.

“ચાલો....ચાલો....!” લાવણ્યા હવે પાછી પોતાનાં ગાલ લૂંછતાં બોલી “પોણાં આઠ થઈ ગ્યાં હવે....!” લાવણ્યાએ તેનાં ફોનની સ્ક્રીનમાં ટાઈમ જોઈને કહ્યું.

સ્ક્રીનલોક ઉપર સિદ્ધાર્થનો ફોટો વૉલપેપરમાં મૂકેલો ફોટો લાવણ્યા જોઈ રહી. ફોટોમાં સિદ્ધાર્થ નેવી બ્લ્યુ ડેનિમ જેકેટમાં આંખો જીણી કરીને સ્માઇલ કરી રહ્યો હતો. લાવણ્યાની આંખો ફરી ભીંજાઈ. જાણે સિદ્ધાર્થનાં હોંઠને સ્પર્શ કરતી હોય એમ લાવણ્યાએ ફોટોમાં સિદ્ધાર્થનાં હોંઠ ઉપર આંગળી ફેરવી.

"અ....સ્કીન વ્હાઇટનિંગ કરાવું છે કે ચાલશે...!?” લાવણ્યા ફરી ઈમોશનલ નાં થઈ જાય એટ્લે મૂડ ચેન્જ કરવાં ત્રિશા બોલી.

“તમારે કરાવું હોય તો કરાવી લો....!” લાવણ્યા ઘમંડથી જાણે મોઢું ઊંચું કરતી હોય એમ બોલી “સિડ મને કે’છે કે મારે એ બધાંની જરૂર નથી....! હું તો માખણ જેવી છું....!”

“ઓ....ઓ....! માખણ....મ્મ.....!” અંકિતા હવે મૂડમાં આઈ ગઈ “એણે તારો “ટેસ્ટ” કર્યો કે નઈ....!?”

“હા.....હા...કેવી લાગી તું એને....!?” હવે ત્રિશા લાવણ્યાને છેડવાં લાગી “અમુલનાં ખારાં માખણ જેવી કે પછી દેશી માખણ જેવી....! મસ્કો એકદમ હમ્મ....! હમ્મ....!?” ત્રીશએ તેની આઈબ્રો નચાવી.

“ઇશ....! તમે લોકોતો જોવો....!” લાવણ્યા હવે મલકાઈને આગળ મોલમાં જવાં લાગી “કઈંપણ બોલો છો યાર....!”

“અરે એમાં શું....!?” અંકિતા તેની જોડે ચાલતાં-ચાલતાં બોલી “કે’ને....! હું કોઈને નઈ કવ....!”

“જાને હવે વાઈરલ માસી...!” લાવણ્યાએ જીભ કાઢીને અંકિતાને ચિડાવી. બધાં હવે મોલમાં એજ પાર્લરમાં તરફ જવાં લાગ્યાં જ્યાં તેમણે આગલાં દિવસે બધી બ્યુટી ટ્રીટમેંન્ટ કરાવી હતી.

-----

“અરે યાર....! આ છોકરાઓ ક્યાં રહી ગ્યાં.....!?” કામ્યા બેબાકળાં સ્વરમાં બોલી.

અગાઉ નક્કી થયાં મુજબ લાવણ્યા, અંકિતા, કામ્યા અને ત્રિશા તૈયાર થઈને કોલેજ આવી ગયાં હતાં અને કોલેજ કમ્પાઉન્ડમાં ઊભાં-ઊભાં બધાં બોયઝની આતુરતાંપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં.

“આતો ઊંધું છે નઈ.....!?” ત્રિશા ટીખળ કરતી હોય એમ બોલી “છોકરીઓની જગ્યાએ છોકરાઓ મોડાં પડ્યાં.....!”

લાવણ્યા સહિત બધાંએ હળવું સ્મિત કર્યું.

“લાવણ્યા....! સિડ ક્યાં છે...!? કોઈ વાત થઈ...!?” અંકિતાએ લાવણ્યા સામે જોઈને પૂછ્યું.

“હાં....બસ એ....!”

“બીપ....બીપ....!” લાવણ્યા બોલવાંજ જતી ત્યાંજ કોલેજના ગેટમાંથી રોયલ એનફિલ્ડનો ભારે અવાજ આવ્યો.

લાવણ્યા સહિત બધાંએ એ તરફ જોયું. એ સિદ્ધાર્થ હતો જેણે કમ્પાઉન્ડના ગેટમાંથી અંદર આવતી વખતે બાઇકનો હોર્ન વગાડયો હતો.

સિદ્ધાર્થને જોતાંજ લાવણ્યા ખુશ થઈ ગઈ અને તેનાં ચેહરાં ઉપર લાલી પથરાઈ ગઈ. સિદ્ધાર્થ બાઇક લઈને તેમની તરફજ આવી રહ્યો હતો.

“આઈ ગ્યો....!” અંકિતાએ પહેલાં સિદ્ધાર્થ તરફ અને પછી ટીખળભર્યા સ્વરમાં લાવણ્યા સામે જોઈને કહ્યું “માખણચોર....!”

“હાં...હા..હાં....!” જોડે ઉભેલાં કામ્યા સહિત બધાં જોરથી હસી પડ્યાં.

લાવણ્યાએ પહેલાં ઘુરકીને અંકિતા સામે જોયું. પછી સિદ્ધાર્થ સામે જોતાંજ તેનાથી પણ હસાઈ ગયું.

“માખણચોર.....! હી હી ....!” લાવણ્યા મનમાં બબડી અને સિદ્ધાર્થ સામે મલકાઈ રહી.

સિદ્ધાર્થે હવે બાઇક બધાંથી સહેજ દૂર પેવમેન્ટની એક સાઇડે ઊભું કર્યું અને સ્ટેન્ડ કરીને નીચે ઉતાર્યો. લાવણ્યા સામે જોઈને મલકાતો-મલકાતો હવે તે બધાં તરફ જવાં લાગ્યો.

“માય ગોડ....!” ત્રિશાથી બોલાઈ ગયું “જોતો ખરાં....! જબરો લાગે છે આ છોકરોતો....!”

“હાં.....! એતો છે...!” લાવણ્યા પણ મુગ્ધ નજરે સમ્મોહિત થઈને સિદ્ધાર્થને તેમની તરફ આવતો જોઈ રહી.

“હાય...!” સિદ્ધાર્થ હવે બધાંની નજીક આવી લાવણ્યાની જોડે ઊભો રહ્યો “રોનક અને પ્રેમ નઈ દેખાયાં....!?”

“તું તારી વાત કરને...!” અંકિતા ટોંન્ટ મારતી હોય એમ બોલી “તું કેમ આટલો મોડો આયો આ તારી માખણ જેવી ક્યારની રાહ જોઈ જોઈને ઓગળી રહી છે...!” અંકિતાએ લાવણ્યા સામે જોઈને તેની આંખો નચાવી.

“અંકલી....!?” લાવણ્યાએ આંખો મોટી કરીને અંકિતાની સામે જોયું.

સિદ્ધાર્થ સિવાય બધાં હસી પડ્યાં. લાવણ્યા પણ સિદ્ધાર્થ સામે જોઈને મલકાઈ.

“હમ્મ...!? માખણ જેવી...!?” સિદ્ધાર્થ મૂંઝાયેલું મોઢું કરીને બધાંની સામે જોઈ રહ્યો.

“હાસ્તો....! આટલું બધું મોડું કરાય....!” અંકિતા હવે સિદ્ધાર્થને વધુ છેડવાં લાગી “માખણચોર...!”

“એ અંકલી બસ હવે....!” લાવણ્યા હવે ચિડાઈ. જોકે તે મીઠો ગુસ્સો કરી રહી અને મલકાઈ રહી હતી.

“માખણચોર....!?” સિદ્ધાર્થ હવે વધુ મૂંઝાયો અને એજરીતે બધાંની સામે જોઈ રહ્યો.

“aww….! કેટલો ઈનોસંન્ટ ……!” અંકિતા સિદ્ધાર્થના ગાલ ખેંચતાં બોલી.

“આહ....! ધીરે પણ....!” સિદ્ધાર્થ હવે સ્મિત કરીને સૂચક નજરે લાવણ્યા સામે જોઈને બોલ્યો “માખણચોર હમ્મ...!?”

“સોરી....! ભ....ભૂલથી કઈ દીધું.....!” મોઢું દયામણું કરીને લાવણ્યા ધિમાં સ્વરમાં બોલી.

“અરે....! કઈં વાંધો નઈ....!” સિદ્ધાર્થે સ્મિત કરીને લાવણ્યાનો હાથ પકડી પોતાની નજીક ખેંચી લીધી “માખણ જેવીજ છે તું....!”

બધાંની હાજરી ભૂલીને સિદ્ધાર્થ પ્રેમથી લાવણ્યા સામે જોઈ રહ્યો. લાવણ્યા પણ મુગ્ઘનજરે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“માખણ જેવી છે તું....!” સિદ્ધાર્થ તેનું મ્હોં લાવણ્યાની વધુ નજીક લઈ જઈને ધીરેથી બોલ્યો “અને હું....! તારો માખણચોર...!”

“ઓ...ઓ....! માખણચોર....!” બધાએ સિદ્ધાર્થને ચિડાવતાં હોય એમ એકસાથે ચાળાં પાડ્યાં.

સિદ્ધાર્થ મલકાઈ રહ્યો અને લાવણ્યાએ પરાણે સ્મિત કરતાં-કરતાં બધાં સામે જોયું પછી સિદ્ધાર્થને જકડી લઈ તેની ચેસ્ટમાં તેનું માથું ભરાવી દીધું.

“અરે લવ....!” સિદ્ધાર્થે નવાઈપૂર્વક લાવણ્યાના બાવડે હાથ મૂક્યો.

લાવણ્યા હવે ડૂસકાં-ડૂસકાં ભરવાં લાગી હતી.

“અરે....! અચાનક શું થઈ ગયું....!?” સિદ્ધાર્થે વધુ આશ્ચર્ય સાથે લાવણ્યાનું મોઢું સહેજ ઊંચું કરીને પૂછ્યું “કેમ રડે છે યાર...!?”

“લાવણ્યા....!?” અંકિતા બોલી. કામ્યા અને ત્રિશા પણ હવે ગંભીર થઈને તેની સામે જોઈ રહ્યાં.

“અરે લવ....! જો તારું આઈલાઇનર ખરાબ થાયછે...! જો...! કેમ રડે છે...!?” સિદ્ધાર્થ લાવણ્યાનાં ગાલે આવેલાં આંસુ હળવેથી લૂંછતો-લૂંછતો બોલ્યો.

“ક....કઈં નઈ....!” લાવણ્યા પરાણે પોતાની ફીલિંગ્સ કંટ્રોલ કરતાં બોલી “ત.....તે....વાળ કેમ નઈ ઓળ્યા....! હમ્મ...!?”

લાવણ્યા વાત બદલવાં માંગતી હોય એમ બોલી. સિદ્ધાર્થ મૂંઝાઇને તેની સામે જોઈ રહયો.

“અંકિતા....!” લાવણ્યાએ માંડ તેનાં ચેહરાંના ભાવો બદલાતાં કહ્યું “ક....કાંસકો આપને....! હું...! હું સિડના વાળ સરખાં કરું...!”

અંકિતાએ તેનાં ખભે લટકાવેલી હેન્ડબેગમાંથી કાંસકો કાઢીને લાવણ્યાને આપ્યો.

સિદ્ધાર્થ ઊંચો હોવાથી લાવણ્યા હવે પેવમેન્ટ પાળી ઉપર ચઢી ગઈ અને એક હાથવડે સિદ્ધાર્થનું મોઢું પકડીને નાનાં બાળકના વાળ ઓળતી હોય એમ તેનાં વાળ ઓળવાં લાગી.
“કઈં ધ્યાન નઈ રાખતો તું.....!” લાવણ્યા મીઠો ગુસ્સો કરતી મોઢું મચકોડીને બોલી “આટલો સરસ તૈયાર થયો અને વાળ પણ ઓળતો....! આવું કરે કોઈ..!?”

“પણ મને કાંસકો ફેરવવાંનો નઈ ગમતો....!” સિદ્ધાર્થ નાનાં બાળકની જેમ દલીલ કરતો હોય એમ બોલ્યો.

“આટલાં લાંબા વાળમાં કાંસકો ના ફેરવો એવું ચાલે....!?” લાવણ્યા સિદ્ધાર્થને ખખડાવતી હોય એમ બોલી.

અંકિતા, કામ્યા અને ત્રિશા સ્મિત કરતાં-કરતાં લાવણ્યા અને સિદ્ધાર્થને જોઈ રહ્યાં.

“હવે તું આટલી કેયર કરે છે....! તો પછી હું કોઈદિવસ નઈ ઓળું...જા.....!” સિદ્ધાર્થ પણ મોઢું બગાડીને બોલ્યો.

લાવણ્યા જાણે નકલી ગુસ્સો કરતી હોય એમ એની સામે આંખો કાઢીને જોવાં લાગી.

“બહુ ચપ્પટ રીતે ના ઓળાવતી...!” સિદ્ધાર્થ બોલ્યો.

“હમ્મ....! લે થઈ ગ્યાં...!” લાવણ્યા બોલી અને કાંસકો પાછો અંકિતાને આપ્યો.

“હવેતો વધારે જોરદાર લાગે છે....!” ત્રિશા ફ્લર્ટ કરતી હોય એમ બોલી.

બધાંએ સ્મિત કર્યું અને એકબીજાં સામે જોયું. એકબીજાં જોડે મસ્તી કરતાં-કરતાં બધાં હવે રોનક અને પ્રેમની રાહ જોવાં લાગ્યાં.

“લવ.....!” સિદ્ધાર્થે કોઈનું ધ્યાન ના જાય એરીતે લાવણ્યાનો હાથ ખેંચીને ઈશારો કર્યો “થોડું આમ દૂર આવને....! મારે વાત કરવી છે...!”

લાવણ્યાએ સ્મિત કરીને પહેલાં સિદ્ધાર્થ સામે જોયું પછી અંકિતા અને બીજાં સામે. બધાં ટોળુંવાળીને ગપ્પાં મારી રહ્યાં હતાં.

“ચાલ....!” લાવણ્યા બોલી અને સિદ્ધાર્થને ખેંચીને સહેજ દૂર લઈ ગઈ.

“અરે..લા....!”

“રે’વાદે....!” અંકિતા લાવણ્યાને ટોકે એ પહેલાંજ કામ્યાએ તેને રોકી લીધી “એમને થોડીવાર જોડે ટાઈમ સ્પેન્ડ કરવાંદે....!”

“બોલ....હવે....! શું હતું....!?” સિદ્ધાર્થ સામે રમતિયાળ સ્મિત કરીને લાવણ્યા જોઈ રહી.

“અ.....!” સિદ્ધાર્થ સહેજ ખચકાયો “લ....લવ....!”

“બોલને જાન.....!”

“બઉ મસ્ત લાગે છે....!?” લાવણ્યાથી સહેજ દૂર ખસીને સિદ્ધાર્થ બોલ્યો.

“હેં...ને...!” લાવણ્યા ખુશ થઈ ગઈ અને ગોળ-ગોળ ફરીને સિદ્ધાર્થને ચણિયાચોલી બતાવવાં લાગી “તને ગમીને આ ચણિયાચોલી....!?”

“હાસ્તો.....!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

“અને મારી કમર...!?” લાવણ્યા તેની ઘાટીલી કમર ઉપર હાથ મૂકીને બોલી.

લાવણ્યાએ લેમન યેલ્લો કલરની ચોલી અને બ્લ્યુ કલરનો લૉ-વેઈસ્ટ ચણિયો પહેર્યો હતો. લૉ-વેઈસ્ટ ચણિયમાં લાવણ્યાની ગોરી કમરનો ઘાટ વધુ લાંબો અને ઘાટીલો દેખાઈ રહ્યો હતો.
“અમ્મ...મસ્ત લાગે છે....!” સિદ્ધાર્થે ખચકાતાં-ખચકાતાં લાવણ્યાની કમર ઉપર એક નજર નાંખી.

“માખણ જેવીને...!?” લાવણ્યાએ તેની આઈબ્રો નચાવીને સિદ્ધાર્થને પૂછ્યું.

સિદ્ધાર્થે હળવું સ્મિત કરીને આડું જોઈ લીધું.

“અરે.....!” લાવણ્યા હવે એકદમજ સિદ્ધાર્થની નજીક આવી ગઈ “તારાં માટે તૈયાર થઈછું....! સરખું જોતો ખરો....!”

“લવ….!” સિદ્ધાર્થે લાવણ્યાની વાળની લટને આંગળીથી અડી લાવણ્યાનાં કાન પાછળ ભરાવી.

“તારો હક છે જાન....!” લાવણ્યાએ તેનાં હોંઠ સિદ્ધાર્થનાં હોંઠની એકદમ નજીક લઈ જઈને બોલી “મને ટચતો કર.....!” તેણીએ હવે સિદ્ધાર્થનો હાથ લઈને તેની કમર ઉપર મૂકી દીધો.

“અરે શું કરે છે...!?” સિદ્ધાર્થે એકદમ તેનો હાથ પાછો ખેંચી લીધો “બધાં જોવે છે...!” સિદ્ધાર્થે છેટે ઉભેલાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સ સામે જોઈને લાવણ્યા સામે જોયું.

“હું....હું.....! સ...સારી નઈને....!? હું નઈ ગમતી એટ્લે ટચ નઈ કરતોને...!?” લાવણ્યા સહેજ ઈમોશનલ થઈ ગઈ અને તેણી આંખ ભીંજાઈ ગઈ.

“લવ……!” સિદ્ધાર્થે છેવટે લાવણ્યાની ખુલ્લી કમરનાં ઘાટ ઉપર હળવેથી તેનો હાથ મૂકી સ્પર્શ કર્યો અને પોતાનું કપાળ લાવણ્યાનાં કપાળે અડાડી રાખીને ધિમાં સ્વરમાં બોલ્યો “જો હું તને કહી દઉં કે તું મને કેટલી ગમે છે....! તો આપડે એકબીજાંથી કદી દૂરજ નઈ જઈ શકીએ...!”

“તો....હું ક્યાં તારાંથી દૂર જવાં માંગુ છું સિડ....!” લાવણ્યા ઊંડા-ઊંડા શ્વાસ ભરતાં બોલી. તેણીની કમર ઉપર સિદ્ધાર્થનાં હાથનાં સ્પર્શથી લાવણ્યાનાં ધબકારાં વધી ગયાં “મારે...તો બસ.....!” લાવણ્યા તેનાં હોંઠ ફરી સિદ્ધાર્થનાં હોંઠની નજીક લઈ ગઈ “તારામાંજ સમાઈ જવું છે.....! કાયમ માટે....!”

બંનેનાં શ્વાસ હવે એકબીજાંને અથડાઈ રહ્યાં. લાવણ્યા હવે તેનાં પંજા ઉપર સહેજ ઊંચી થઈ અને સિદ્ધાર્થનાં હોંઠની વધુ નજીક ગઈ.

“અરે CCTV લાગેલાં છે....!” છેટે ઊભેલી અંકિતાએ એ તરફ જોયું અને બૂમ પાડી “પછી મારું નામ નાં લેતી કે મેં વિડીયો વાઇરલ કર્યો.....!”

અંકિતાનો અવાજ સાંભળીને સિદ્ધાર્થે લાવણ્યાની કમર ઉપરથી તેનો હાથ લઈ લીધો અને સહેજ પાછો ખસી ગયો.

“અંકલી....!” લાવણ્યા ચિડાઈ ગઈ અને જોરથી ઘાંટો પાડીને અંકિતા તરફ ઉતાવળાં પગલે જવાં લાગી “તને ભાન નથી પડતી ....! નઈ.....!”

“સ...સોરી...!” લાવણ્યાનો ગુસ્સો જોઈને અંકિતા ડઘાઈ ગઈ અને કામ્યાની પાછળ લપાઈ ગઈ “હું તો મજાક કરતી’તી.....!”

“તને ખબર નથી પડતી....! જોયાં વગર બસ કઈંપણ બોલે છે...!?” લાવણ્યા હવે જોડે આવીને ઊભી રહી અને એવાજ ઊંચા સ્વરમાં બોલી.

“લાવણ્યા....! શાંત થઈજા.....!” કામ્યાએ લાવણ્યાને રોકતાં હાથ કરીને કહ્યું.

“ઇટ્સ ઓકે લવ....!” સિદ્ધાર્થ હવે જોડે આવીને ઊભો રહ્યો અને લાવણ્યાનો હાથ પકડીને બોલ્યો “એ મસ્તી કરેછે....!”

લાવણ્યા હજીપણ ગુસ્સાંથી કામ્યાની પાછળ લપાઈ રહેલી અંકિતાને જોઈ રહી હતી.

“લાવણ્યા સોરી....! પ્લીઝ....!” અંકિતા આંખ ભીની કરીને બોલી.

“હવે સિડ થોડાં દિવસજ મારી જોડે રે’વાનો છે...!” લાવણ્યા કાંપતાં સ્વરમાં બોલી “પ્લીઝ તું થોડાં દિવસ હેરાન ના કરને.....!”

“લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાને પોતાની તરફ ફેરવી અને આલિંગનમાં જકડી લીધી.

લાવણ્યાએ સિદ્ધાર્થની છાતી ઉપર માથું ઢાળી દીધું અને ડૂસકાં ભરવાં લાગી.

“અરે.....અ.....! આ રોનક અને પ્રેમ ક્યાં રઈ ગ્યાં....!” બધાંનું મૂડ સારું થાય એટ્લે વાત બદલતાં ત્રિશા બોલી.

“ચાલ.....! આપડે રિવરફ્રન્ટ જઈએ....!” સિદ્ધાર્થ સામે મ્હોં ઊંચું કરીને લાવણ્યા બોલી પછી અંકિતા સામે જોઈને ટોંન્ટમાં બોલી “ત્યાં કોઈ ડિસ્ટર્બ નઈ કરે....!”

“અરે ....! પછી ગરબા....!?” અંકિતાએ કામ્યાની પાછળ રહીનેજ પૂછ્યું.

“નઈ ગાવાં મારે તારી જોડે ગરબાં” લાવણ્યા ચિડાઈને બોલી “હું સિડ જોડે ગાઈ લઇશ રિવરફ્રન્ટ ઉપર ....”

“પણ મને ગરબાં નઈ આવડતાં.....!” સિદ્ધાર્થે રમત કરતાં હોંઠ દબાવીને કહ્યું.

લાવણ્યા સિવાય બધાં હસી પડ્યાં. સિદ્ધાર્થ માંડ પોતાનું હસવું દબાવી રહ્યો. લાવણ્યા નારાજ નજરે સિદ્ધાર્થની સામે જોઈ રહી.

“મેં કીધું’તું તો ખરાં ......!” સિદ્ધાર્થે પોતાનું હસવું દબાવી રાખીને કહ્યું.

“અરે સિડ....! તું તો આ કુર્તામાં જોરદાર લાગે છે હોં....!” હવે કામ્યા વાત બદલતી હોય એમ બોલી.

“હાં.....! આ લાવણ્યાએ લઈ આપ્યો...!” સિદ્ધાર્થ સ્મિત કરીને લાવણ્યા સામે જોઈને બોલ્યો.

તેણે લાવણ્યાએ લઈ આપેલો ચાઇનીઝ કોલરવાળો બ્લેક કુર્તો પહેર્યો. કામ્યાએ સિદ્ધાર્થને છેક ઉપરથી લઈને નીચે સુધી જોયો પછી ફરી બોલી ¬–“લાવણ્યા....! આજે પાકું આને નજર લાગશે હોં.....!”

“સિડ ….! કામ્યા પણ મસ્ત લાગે છેને....!?” લાવણ્યાએ પહેલાં કામ્યા અને પછી સિદ્ધાર્થ સામે જોઈને પૂછ્યું.

“હાસ્તો....!” સિદ્ધાર્થ મલકાઈને કામ્યા સામે જોઈ રહ્યો “મસ્ત વાંકડિયા વાળ....! ઓહો...! અને તે પણ લવની જેમજ લૉ વેઈસ્ટ ચણિયાચોલી પે’રી છે....!?”

“હાસ્તો.....!” લાવણ્યા બોલી “કેટલી જબરજસ્તી કરી ત્યારે લીધી....!”

“અરે એવું કઈં નથી....!” કામ્યા બોલી

“શું કઈં નથી...!? સિડ સાચું કે’જે.....!” લાવણ્યાએ સિદ્ધાર્થને પૂછ્યું “કામ્યાને લૉ વેઈસ્ટ સરસ લાગેછેને...! એની કમર મસ્ત છેને....! પતલી- પતલી.....!?”

“અમ્મ....!” સિદ્ધાર્થે તેનાં હોંઠ દબાવીને કામ્યાને ફરીવાર જોયું. એક ક્ષણ તેની કમર ઉપર નજર નાંખીને સિદ્ધાર્થ બોલ્યો “હાં....! એતો છે હોં....!”

“અરે શું યાર....!” કામ્યા હવે શરમાઈ ગઈ.

“અમે બધાંએ પણ લૉ વેઈસ્ટજ પે’રી છે હોં....!” અંકિતા નારાજ હોવાનો ડોળ કરતી હોય એમ બોલી “અમે પણ તૈયાર થયાં છે...!”

“ચાલો-ચાલો બધાનો ફોટો પાડીએ....!” સિદ્ધાર્થે તેનાં કુર્તાનાં પોકેટમાંથી તેનો ફોન કાઢ્યો અને બધાંનો ફોટો પાડવાં લાગ્યો.

“એક મિનિટ હોં...!” લાવણ્યા સહિત બધાં હવે એકબીજાં જોડે ઊભાં રહી ગયાં.

અંકિતાતો જાણે લાવણ્યાને કિસ કરતી હોય એમ મોઢું બનાવીને ઊભી રહી. અંકિતા અને ત્રિશા બંને કોઈને કોઈ નખરાં કરતાં રહ્યાં. સિદ્ધાર્થ તેમનાં ફોટાં પાડતો રહ્યો.

“ટ્રીન....ટ્રીન.....ટ્રીન....!” થોડીવાર પછી સિદ્ધાર્થનાં ફોનની રિંગ વાગી.

“એક મિનિટ હોં....! હું વાત કરી લઉં....!” એટલું બોલીને સિદ્ધાર્થ બધાંથી સહેજ છેટે ગયો અને મોબાઇલમાં કૉલ રિસીવ કરી વાત કરવાં લાગ્યો.

લાવણ્યા અને ગ્રૂપની બીજી ગર્લ્સ ત્યાંજ ટોળુંવળીને વાત કરવાં લાગી.

કેટલીક ક્ષણો વીતી જતાં લાવણ્યાએ સિદ્ધાર્થ બાજુ જોયું. તે હજી પણ ફોન ઉપર વાત કરી રહ્યો હતો. લાવણ્યા સિદ્ધાર્થને નિહાળી રહી.

ફોન ઉપર વાત કરતાં-કરતાં હવે અચાનક સિદ્ધાર્થનાં ચેહરાંનાં ભાવ બદલાઈ ગયાં. સ્ટ્રેસમાં આવીને તે પોતાનાં કપાળે હાથ ફેરવવાં લાગ્યો.

સિદ્ધાર્થનાં મોઢાં ઉપર સ્ટ્રેસ જોઈને લાવણ્યાનું મન આશંકાઓથી ઘેરાવાં લાગ્યું. ધીરે-ધીરે સિદ્ધાર્થનાં મોઢાં ઉપર સ્ટ્રેસનાં ભાવો વધવાં લાગ્યાં અને તે જોઈને લાવણ્યાનાં ધબકારાં પણ વધવાં લાગ્યાં. તેનાં ઉરજોની ગતિ વધી ગઈ અને તેનાં માથે પરસેવો વળવાં લાગ્યો.

“શું થયું હશે....!?” સિદ્ધાર્થ હવે તેનાં લાંબા વાળ હળવેથી ખેંચી રહ્યો હતો. તે જોઈને લાવણ્યા મનમાં બબડી.

થોડીવાર પછી છેવટે સિદ્ધાર્થ કૉલ કટ કરી પાછો લાવણ્યા તરફ ચાલીને આવ્યો.

“શ.....શું.....થયું જાન....!?” સિદ્ધાર્થ જોડે આવીને ઊભોજ રહ્યો હતો ત્યાંજ લાવણ્યાએ બેબાકળાં સ્વરમાં પૂછ્યું.

“અ.....! લ....! લવ..!” સિદ્ધાર્થ પરેશાન ચેહરે તેણી સામે જોઈને બોલવાંનો પ્રયત્ન કરી રહ્યો “એક....અ....!”

“બ....બોલને જાન....! શું વ...વાત છે...!?” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર વ્હાલથી હાથ મૂકીને કહ્યું. તેનાં ધબકારાં હવે સતત વધી રહ્યાં હતાં.

“મ....મારે બ...બરોડા જ...જવું પડશે....!” સિદ્ધાર્થ માંડ-માંડ બોલ્યો.

“હાં....! તો હજી...! વાર છેને....! હજીતો એકવીસ દિવસ પ...પછીને....!” લાવણ્યા ધડકતાં હ્રદયે બોલી.

“ન...નાં....! મ...મારે અ....! લવ....!” સિદ્ધાર્થ માંડ-માંડ બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો “મારે આજેજ જવું પડશે...! અ...અત્યારેજ....!”

લાવણ્યા હતપ્રભ બનીને સિદ્ધાર્થની સામે જોઈ રહી.

“પ....પણ....પણ સિડ....! તે...તે પ્રોમિસ કરી’તીને કે...કે.. તું....! મારી જોડે એકવીસ દિવસ રઈશ...! આવું....આવું નાં કરને....!” લાવણ્યા રડી પડી.

“અરે લવ....! હું....!”

“સિડ..સિડ.....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હાથ પકડી લીધાં “તું તો ત....તારી પ્રોમિસ નઈ તોડતોને....!? આવું કરાય....!? એકવીસ દિવસ કીધાં તો....તો....એકવીસ દિવસ તો રે’ મારી જોડે...! પ્લીઝ....!”

“લાવણ્યા પ્લીઝ....! મારી વાતતો....!”

“સ.....સારું....! એકવીસ દિવસ નઈ....તો...તો...! પંદર દિવસ...બસ...પંદર દિવસ રઈશ...!?” લાવણ્યા હવે નાનાં બાળકની જેમ વિનંતી કરતી હોય એમ બોલી.

“લાવણ્યા મારે અર્જન્ટ કામ માટે જવાનું છે.....! હું....હું...!”

“પંદર દિવસ નઈ તો....તો...! દસ દિવસ....! દસ દિવસ તો રે’….!?” રઘવાઈ થયેલી લાવણ્યા બબડાટ કરવાં લાગી.

“લાવણ્યા તું મારી વાત તો સાંભળ ...! હું ખાલી...બે દિવસ....!”

“તો....તો નવરાત્રિ તો સેલિબ્રેટ કરીલે મારી જોડે...!?” લાવણ્યા હવે કઈંપણ સાંભળ્યા વગર બોલ્યે જતી હતી “સિડ..સિડ....તે નવરાત્રિની પ્રોમિસ પણ કરી’તી....અ...એક પ્રોમિસ તો નિભાવ....! આવું શું કરે છે...!?”

“અરે લાવણ્યા શું થયું...!?” કામ્યાએ તેમની જોડે આવીને પૂછ્યું.

અંકિતા અને ત્રિશા પણ જોડે આવી ગયાં.

“ક....કામ્યા....! સિડ...સિડ....! બરોડાં જ....જાય છે....! અત્યારેજ જાય છે...!” લાવણ્યા હવે નાનાં બાળકની જેમ ફરિયાદ કરતી હોય એમ કામ્યાને કહેવાં લાગી “એને પ્રોમિસ કરી’તી તોપણ જાય છે....!”

“સિડ...!” કામ્યાએ પણ ભીંજાયેલી નજરે તેની સામે જોયું “આટલું જલ્દી કેમ....! રોકાને પ્લીઝ...!”

“કામ્યા તું પણ યાર ઈમોશનલ થઈ જાય છે....! મારી વાતતો સાંભળ....! યાર હું બે-દિવસમાં પાછો આવી જઈશ....!”

“તો...તો...ખાલી બે દિવસ માટેતો રોકાઈજા....! પ્લીઝ” લાવણ્યા ફરીવાર એજરીતે રઘવાયાં સ્વરમાં બોલી “તું...તું...મારો નઈ થાય....! મમ્મી કે’તીતી...તું...તું...મને છોડીને જ....જતો રઈશ....!”

“લાવણ્યા...!” સિદ્ધાર્થ દયામણી નજરે તેની સામે જોઈ રહ્યો.

“પ...પણ આટલું જલદી મારાંથી દૂર જતો રઈશ....! એવું....એવું ન’તી ખબર....!” લાવણ્યા હવે સિદ્ધાર્થનાં હાથ સહેજ જોરથી દબાવી રહી “સિડ...સિડ...! બે દિવસ પણ નઈ રોકાય તું...!? બોલ...? બે દિવસ પણ નઈ રે’ મારી જોડે...!?”

“લાવણ્યા....! ટ્રસ્ટમી....! હું....હું....બે દિવસમાં આવતો રઈશ સાચું કઉ છું...!”

“તો...તો...આજની રાત...બસ ખાલી આજની રાત રોકાઈજાને...! પ્લીઝ....! પ્લીઝ...! આજની રાત રોકાને....!”

“સિદ્ધાર્થ...! શું માંડ્યુ છે તે આ બધું....!” અંકિતા હવે સહેજ ઉગ્ર સ્વરમાં બોલી “તને કઈં ભાન પડે છે...! યાર...!” અંકિતાનો સ્વર ધ્રુજી ગયો અને તેની આંખ ભીંજાઇ ગઈ “આ છોકરીની સામે તો જો....! તારામાંને તારામાં .....! મ....માનસિક રોગી થઈ ગઈ છે આ....! ભાન પડેછે તને કઈં....!”

“અંકિતા પણ હું સાચું કઉં છું યાર.....!” સિદ્ધાર્થ ભારપૂર્વક બોલ્યો “ હું બે દિવસમાં આઈ જઈશ યાર....!”

“કશું નઈ આવે તું....! મને બધી ખબર છે...!” અંકિતા હવે વધુ ઉગ્ર સ્વરમાં બોલી “તું...તું....આ છોકરીને ચીટ કરે છે...!”

“અંકિતા...અંકિતા....તું...સિડને આરીતે કેમ બોલે છે...!?” લાવણ્યા હવે સિદ્ધાર્થની આગળ આવીને બોલી “એ...એ..મને ચીટ નઈ કરતો....! સિડ..સિડ...!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થની સામે જોયું “તું....તું...જા...હોં....! ક...કોઈ વાંધો નઈ....! તું તારું કામ પતાવીલે....! બરોડાનું...!”

“લાવણ્યા....! હું...હું તને પ્રોમિસ કરું છું...!” સિદ્ધાર્થ લાવણ્યાનાં હાથ પકડીને ભીંજાયેલાં સ્વરમાં બોલ્યો “હું...હું...બે દિવસમાં પાછો આઈ જઈશ....! હમ્મ....! મારી ઉપર ટ્રસ્ટ છેને તને...!?”

“મ....મને ટ્રસ્ટ છે....! ટ્રસ્ટછે....! તું....તું...! શાંતિથી જા..હોં...જ...જાન....!” લાવણ્યા કમને બોલી રહી હતી.

“ઓહ...લવ....!” બધાંની હાજરી ભૂલી સિદ્ધાર્થે લાવણ્યાને આલિંગનમાં જકડી લીધી “જો જરૂરી નાં હોત ...તો....હું નાં જાત....!”

“ક....કોઈ વાંધો નઈ જાન...!” લાવણ્યા સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવતાં બોલી “તું....તું. સ્ટ્રેસ નાં લઇશને....!હમ્મ...!”

“આમરે જમીન વેચવાની છે....!” સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને બોલ્યો “અને જે પાર્ટીને વેચવાની છે એ કાલે યુએસ જવાની છે...! અર્જન્ટ છે...! મારી સહીની જરૂર છે....!”

“સિડ.....! જાન...!” લાવણ્યા પ્રેમથી સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકીને બોલી “ત..તારે એક્સપ્લેંઇન કરવાની કોઈ જરૂર નથી....! મને ટ્રસ્ટછે તારી ઉપર....!”
બંને કેટલીક ક્ષણો મૌન થઈ ગયાં.

“તારે લેટ થશે....! તું જા હવે....!” લાવણ્યા બોલી.

“હું.... વૉશરૂમ જઈ આવું પે’લાં....!” સિદ્ધાર્થ બોલ્યો અને જેંટ્સ વૉશરૂમ જવાં માટે કોલેજની બિલ્ડિંગ તરફ જવાં લાગ્યો.

જતાં-જતાં તેણે કામ્યા અને અંકિતા ઉપર એક નજર નાંખી પરાણે સ્મિત કર્યું.

“એ પાછો નઈ આવે....!” કોલેજની બિલ્ડિંગનાં કોરિડોરમાં ચાલી રહેલાં સિદ્ધાર્થની પીઠને તાકીને અંકિતા બોલી “લાવણ્યા...! તું ગમેતે કે’....! પણ એ પાછો નઈ આવે...!”

“હાં....! મને પણ એવુજ લાગે છે...!” ત્રિશાએ સૂર પુરાવ્યો.

“નઈ....નઈ...! આવશે....!” બધાંનાં આશ્ચર્ય વચ્ચે કામ્યાએ સિદ્ધાર્થની ફેવર કરી “મને ટ્રસ્ટ છે એની ઉપર...!”

“તને ક્યાંથી અચાનક એની ઉપર ટ્રસ્ટ આવી ગ્યો...!?” અંકિતાએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું.

“બસ...!” હવે કામ્યાએ સિદ્ધાર્થને જેંટ્સ વૉશરૂમ જવાંનાં કોરિડોરમાં વળતો જોયો “આવી ગ્યો...! મને ટ્રસ્ટ છે...!” કામ્યાએ હવે લાવણ્યાનો હાથ દબાવ્યો “એ પાછો આવશે...!”

“લાવણ્યા...! મારી વાત માન....!” અંકિતાએ ફરીવાર લાવણ્યા સામે જોઈને કહ્યું “એ પાછો નઈ આવે....! શક્ય હોય....તો ...તો આજની રાત એને રોકીલે અને ....એટલિસ્ટ એક નોરતું એની જોડે સેલિબ્રેટ કરીલે....! જેટલો ટાઈમ સ્પેન્ડ કરવો હોય....!” અંકિતાએ ભીંજાયેલી આંખે લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો “જેટલું જીવવું હોય....! એટલું આજે જીવીલે....!”

લાવણ્યા ફરી રડી પડી. તેનાં હોંઠ ધ્રૂજવાં લાગ્યાં.

“લાવણ્યા...! તું....તું ચિંતા ના કર....!” કામ્યા પણ ધ્રૂજતાં સ્વરમાં લાવણ્યાને ભરોસો અપાવતી હોય એમ બોલી “એ પાછો આવશે....! એની ઉપર ટ્રસ્ટ કર.....! હમ્મ....!”

“અ....એની ઉપર ટ્રસ્ટ છે....!” લાવણ્યા માંડ-માંડ બોલી “મ....મારાં નસીબ ઉપર ન..નથી...!”

“લાવણ્યા...!” કામ્યાએ રડમસ ચેહરે લાવણ્યા ગાલ ઉપર હાથ મૂક્યો.

એટલાંમાં વૉશરૂમ ગયેલો સિદ્ધાર્થ કોલેજનાં બિલ્ડિંગમાંથી તેમની તરફ આવતો લાવણ્યાને દેખાયો.

“સિડ....સિડ....!” લાવણ્યા તરતજ હાંફળી-ફાંફળી થઈને તેની તરફ દોડી ગઈ.

“લવ...! શું થયું....!?”

“સિડ...સિડ....મ....હું...એક એક રિકવેસ્ટ કરું....તો....તો....માનીશ....!?” લાવણ્યાએ નાનાં બાળકની જેમ બોલી.

“બોલને લવ...! શું વાત છે...!?” સિદ્ધાર્થ પ્રેમથી બોલ્યો.

“ખાલી આજની રાત રોકાઈજાને....! પ...પ....પછી ક...કાલે સવારે વે’લ્લાં જતો રે’જે....!”

“અ....લવ....!”

લાવણ્યાની પાછળ હવે કામ્યા, અંકિતા અને ત્રિશા પણ આવીને ઊભાં રહ્યાં.

“પ્લીઝ....પ્લીઝ....! આજની રાત ખાલી...!”

“હાં...સિડ....! પ્લીઝ આજની રાત રોકાઈજા...!” કામ્યા પણ વિનવણીનાં સ્વરમાં બોલી.

“લવ....!” સિદ્ધાર્થ લાવણ્યાની સામે મૂંઝાઇને જોયું “જમીનનાં દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવાં સવારે વે’લ્લાં રજીસ્ટ્રાર ઓફિસ જવાનું છે....! પછી ત્યાં ભીડ થઈ જાય એ પહેલાં ટોકન લેવું પડે છે...! હું અત્યારે નિકળીશ તો બે-ત્રણ કલ્લાકે બરોડાં પહોંચીશ....! થોડું ઊંઘીને પછી સવારે વે’લ્લાં કામ માટે જવું પડશે...!”

લાવણ્યાની આખમાંથી હવે આંસુ વહેવાં લાગ્યાં. કેટલીક ક્ષણો સુધી કઈંપણ બોલ્યાં વગર તે એમજ ઊભી રહી.

“તો....તો...! બ....બે કલ્લાક.....! બે કલ્લાક તો રોકા....!” એવાજ રઘવાયાં સ્વરમાં લાવણ્યા બોલી “સિડ...! ખાલી બે કલ્લાક કઉ છું....! પ....પછી ન...નઈ રોકું....! પ્રોમિસ....!” લાવણ્યા તેનું ગળું પકડીને બોલી.

“સિડ...! એમપણ આજે પે’લ્લું નોરતું છે....!” અંકિતા હવે ધિમાં સ્વરમાં બોલી “બાર વાગે ગરબાં પતે એટ્લે જતો રે’જે....!”

“સિડ....પ્લીઝ....!” લાવણ્યા આશાભરી નજરે તેની સામે જોઈ રહી.

“સારું.....! હું ગરબાં પતે પછી જઈશ....!” સિદ્ધાર્થ લાવણ્યાનાં ગાલે પ્રેમથી હાથ મૂકીને બોલ્યો.

લાવણ્યા જોરથી સિદ્ધાર્થને વળગી પડી. કામ્યા અને અંકિતાની આંખ પણ ભીંજાઇ ગઈ.

સિદ્ધાર્થ કેટલીક ક્ષણો સુધી લાવણ્યાને આલિંગનમાં જકડીને ઊભો રહ્યો.

“અરે હવે ચાલો યાર....!” અંકિતા છેવટે વાતાવરણ હળવું કરવાં બોલી.

“પણ પ્રેમ અને રોનક ક્યાં છે....!?” કામ્યાએ પૂછ્યું.

“અરે એ લોકો ડાઇરેક્ટ આવે છે...!” ત્રિશા બોલી “મને જસ્ટ મેસેજ આવ્યો ….!”

“હા...તો ચાલો....! આપડે જઈએ...!” સિદ્ધાર્થ પણ બોલ્યો અને લાવણ્યાનો હાથ પકડી લીધો “એમ પણ લેટ થઈ ગ્યું છે....!”

“સિડ....!” સિદ્ધાર્થ લાવણ્યાનો હાથ પકડીને ચાલવાં જતો હતો ત્યાંજ લાવણ્યાએ તેનો હાથ ખેંચીને તેને ઊભો રાખ્યો “મ...મારે ઘેર જવું છે....!”

“અરે.....! પણ....!”

“એટ્લે હું એક વસ્તુ ભૂલી ગઈ છું એ લેવી છે...!” સિદ્ધાર્થ કઈં બોલે એ પહેલાંજ લાવણ્યા બોલી પછી બધાંની સામે જોયું “ત...તમે બધાં કારમાં પાર્ટી પ્લોટ પહોંચો....! હું અને સિડ મારાં ઘરે જઈને

પછી ત્યાં સીધાં આવીએ છે....! હમ્મ....!”

“ઓકે ફાઇન....! પણ જલદી કરજો....!” અંકિતા બોલી અને તેણીએ તેનાં મોબાઇલની સ્ક્રીનમાં જોયું “એમ પણ .....સવાં નવ થઈ ગ્યાં છે...!”

“હાં....હાં....મારે બવ ટાઈમ નઈ લાગે....!” લાવણ્યા ડોકું હલાવીને બોલી.

“ચાલો....!” અંકિતા બોલી અને ગેટની બહાર સિદ્ધાર્થે અગાઉથી મંગાવેલી તેનાં મામાંની કાર તરફ જવાં લાગી.

જોડે-જોડે ત્રિશા અને કામ્યા પણ જવાં લાગ્યાં.

“ચાલ....! આપડે જલ્દી જઈને આવીએ....!” લાવણ્યા બોલી. સિદ્ધાર્થે હકારમાં માથું ધૂણાવ્યું અને તેણીનો હાથ પકડીને પેવમેંન્ટની સાઇડે પાર્ક કરેલાં બાઇક પાસે આવ્યો.

બાઇકનું ઇગ્નિશન ઓન કરી ગિયરમાં નાંખી સિદ્ધાર્થે બાઇક ગેટ તરફ ફેરવી લીધું. ચણિયાચોલી પહેરી હોવાથી લાવણ્યા સિદ્ધાર્થની પાછળ સીટ ઉપર એક સાઇડે બેઠી. આમ છતાંય તેણીએ સિદ્ધાર્થને શક્ય એટલું ચીપકી જવાનો પ્રયત્ન કર્યો.

“ચાલ...! જવાદે....!” બંને હાથ વડે સિદ્ધાર્થને કચકચાવીને પકડી લઈને લાવણ્યાએ તેની દાઢી સિદ્ધાર્થનાં ખભે અડાડીને કહ્યું.

સહેજ પાછું જોઈ સિદ્ધાર્થે સ્મિત કર્યું અને બાઇક કોલેજનાં ગેટની બહાર ધીમી સ્પીડે જવાં દીધું. કામ્યા અને અંકિતા કારમાં બેસી રહ્યાં હતાં. ત્રિશા ઓલરેડી બેસી ગઈ હતી.

“એવું તો શું લેવાનું રઈ ગ્યું છે ઘરે...!?” સિદ્ધાર્થે બાઇક ચલાવતાં- ચલાવતાં પૂછ્યું સહેજ પાછું જોઈને પૂછ્યું.

લાવણ્યાએ સિદ્ધાર્થની ફરતે તેની પકડ વધુ કસી અને ગળગળાં સ્વરમાં માંડ બોલી –“ ક..કઈંક ખાસ છે....!”

“તારાં માટે.....!” છેલ્લું વાક્ય લાવણ્યા મનમાં બોલી.

ત્યાર પછી સિદ્ધાર્થે ઘણો પ્રયત્ન કરવાં છતાં લાવણ્યા તેનાં ઘરે પહોચ્યાં ત્યાંસુધી લગભગ મૌનજ રહી.

----


“બસ...પાંચજ મિનિટમાં આવું છું....!” સિદ્ધાર્થનાં રોયલ એનફિલ્ડની બેકસીટ ઉપરથી ઉતરીને લાવણ્યાએ તેનાં ઘરનાં કમ્પાઉન્ડનો ગેટ ખોલતાં કહ્યું.

સિદ્ધાર્થ બાઇક ઉપરજ બેસી રહ્યો. લાવણ્યા ગેટ ખોલીને તેનાં ઘરમાં દોડી ગઈ.

“અરે બેટાં....!?તું ગરબાંમાં નાં ગઈ....!?” ડ્રોઈંગરૂમમાં પ્રવેશેલી લાવણ્યાને જોઈને સુભદ્રાબેને આશ્ચર્યભર્યા સ્વરમાં પૂછ્યું.
તેમનાં હાથમાં આરતીની થાળી સજાવેલી હતી.

“બસ જઈએજ છે....! હું કઈંક ભૂલી ગઈ’તી એ લેવાં આવી છું...!” લાવણ્યા ઉતાવળાં સ્વરમાં બોલી અને ઉપર તેનાં બેડરૂમ તરફ જતી સીડીઓ ફટાફટ ચઢી ગઈ.

સીડીઓ ચઢતી વખતે ચણિયો પગમાં ના આવી જાય એટ્લે લાવણ્યાએ તેનાં બંને હાથવડે ચણિયો સહેજ ઊંચો કરીને પકડી રાખ્યો.

બેડરૂમમાં આવીને લાવણ્યા સીધી તેનાં વૉર્ડરોબ પાસે આવી. વૉર્ડરોબનાં જે ખાનાંમાં તે સિદ્ધાર્થની વસ્તુઓ “સંગ્રહી” રાખતી હતી તે ખાનું ખોલીને તેમાંથી લાવણ્યાએ ETHOS વોચનાં શૉરૂમની બેગ કાઢી. બેગમાંથી લાવણ્યાએ સિદ્ધાર્થ માટે લીધેલી SEIKO બ્રાન્ડની મોંઘી વૉચનું ગિફ્ટ બોક્સ કાઢી લીધું અને બેગ પાછી ખાનાંમાં મૂકી દીધી.

“ETHOS નો લોગો બેગ ઉપર જોશેતો સિડને ગિફ્ટની સરપ્રાઈઝની ખબર પડી જશે....!” લાવણ્યા એકલી-એકલી બબડી અને વૉર્ડરોબનાં બીજાં ખાનાંમાંથી તેની હેન્ડબેગ કાઢી લઈ લાવણ્યાએ તેનો મોબાઇલ અને ગિફ્ટ બોક્સ બંને તેમાં મૂકી દઈ ચેન વાખી. વૉર્ડરોબ બંધ કરી લાવણ્યા પાછી દોડાંદોડ બેડરૂમમાંથી બહાર નીકળી નીચે આવી ગઈ.

“લાવણ્યા....! બેટાં કેમ આટલી ઉતાવળ કરે છે....!?” ઝડપથી સીડીઓ ઉતરી રહેલી લાવણ્યાને જોઈ સુભદ્રાબેને કહ્યું.

“મમ્મી.....!” સુભદ્રાબેનને જોતાંજ લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ.

“બેટાં....! શું....!?”

“મમ્મી....! હું...હું....પાછી આઈને બધું કઉછું....હોને...!” લાવણ્યા રડતી આંખે બોલી “મારી પાસે હવે....હવે....! બે-ત્રણ કલ્લાકજ છે....!”

“લાવણ્યા શું થયું બે...!”

“મમ્મી બ....બે-ત્રણ કલ્લાકજ બચ્યાં છે....! પ..પછી સિડ જતો રે’શે....! હું...પછી પછી બધું કઇશ...! અત્યારે મોડું થાય છે..! હોને...!”

“લાવણ્યા પણ...!”

સુભદ્રાબેન લાવણ્યાને બોલાવતાં રહ્યાં, પણ લાવણ્યા કશુંપણ સાંભળ્યા વિના દોડાંદોડ બહાર આવી ગઈ. સુભદ્રાબેન તેની પાછળ-પાછળ ઉતાવળાં પગલે આવી રહ્યાં હતાં ત્યાં લાવણ્યા સિદ્ધાર્થની જોડે પહોંચી ગઈ.

“ચાલ...! જઈએ...હવે....!” સિદ્ધાર્થનાં બાઇકની બેકસીટ ઉપર બેસતાંજ લાવણ્યા બોલી.

“અરે પણ આન્ટી કઈંક કે’છે.....!” ઉતાવળાં પગલે ઓટલે ચાલીને આવી રહેલાં સુભદ્રાબેનને જોઈને સિદ્ધાર્થ બોલ્યો.

“મારે વાત થઈ ગઈ છે....! તું ચાલ....!” લાવણ્યા બોલી.

“આન્ટી...! થોડી ઉતાવળ છે હોં...! પછી વાત કરીએ....!” સિદ્ધાર્થે લગભગ ગેટે પહોંચી ગયેલાં સુભદ્રાબેન ઉદ્દેશીને કહ્યું અને બાઇકનો સેલ મારી ગિયરમાં નાંખીને ઘુમાવી લીધું.

સુભદ્રાબેન ચિંતાતુર નજરે સિદ્ધાર્થ અને તેનાં બાઇકની પાછળ બેઠેલી લાવણ્યાને જોઈ રહ્યાં. લાવણ્યાએ સુભદ્રાબેનની સામે જોઈને હળવું દર્દભર્યું સ્મિત કર્યું. તેની આંખ ભીંજાઈ ગઈ અને તેને જોઈને સુભદ્રાબેનની આંખ પણ ભીંજાઈ ગઈ.

સુભદ્રાબેન બંનેને બાઇક ઉપર સોસાયટીની બહાર નીકળતાં જોઈ રહ્યાં.

-----

“હું બાઇક પાર્ક કરીને આવું...!” સિદ્ધાર્થ લાવણ્યા સામે જોઈને બોલ્યો.

બંને કોલેજનાં ગરબાંનું આયોજન જે પાર્ટીપ્લોટમાં કરાયું હતું ત્યાં પહોંચી ગયાં હતાં. લાવણ્યા બાઇકની સીટ ઉપરથી ઉતરીને નીચે ઊભી રહી.

“જો....! બધાં ત્યાંજ ઊભાંછે....!” લાવણ્યાએ ઈશારો કરીને કહ્યું.

ગ્રૂપનાં ફ્રેન્ડ્સ ટોળુંવળીને પાર્ટીપ્લોટનાં અંદર જવાનાં એન્ટ્રન્સ ગેટ આગળજ ઊભાં હતાં.

“રોનક અને પ્રેમ પણ આવી ગ્યાં છે.....!” લાવણ્યા બોલી “હું બધાંની જોડેજ ઊભી છું....તું આવ....હમ્મ....!”

સિદ્ધાર્થે માથું હલાવીને તેની બાઇક પાર્કિંગ તરફ જવા દીધી.

લાવણ્યા ચાલતી-ચાલતી ગેટ આગળ ઉભેલાં ગ્રૂપનાં મિત્રો જોડે આવી ગઈ.

“અરે મૈત્રી તું....!?” ગ્રૂપ જોડે પહોંચતાંજ લાવણ્યા રોનકની નાની બહેન મૈત્રીને જોઈને બોલી “તું પણ અમારી જોડે ગરબાં ગાવાં આવી...!?”

“હાસ્તો....!” મૈત્રી બોલી “ભાઈ આવતો’તો....! તો પપ્પાએ કીધું કે એની જોડેજ જવાનું...!”

“અને મારો જીવ ખાવાનો....!” રોનક ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો.

બધાં હસી પડ્યાં.

“સ....સિદ્ધાર્થ ક્યાં છે....!?” આજુબાજુ જોઈને કામ્યાએ પૂછ્યું.

“બાઇક પાર્ક કરીને આવે છે...!” લાવણ્યા બોલી અને પછી અંકિતા સામે જોવાં લાગી.

“અરે યાર અંદરતો ગરબાં શરૂ પણ થઈ ગ્યાં...!” પાર્કિંગ તરફનાં ગેટ સામે ડાફોળીયાં મારી રહેલી અંકિતા ઉચાટભર્યા સ્વરમાં બોલી.

પાર્ટી પ્લોટમાં ચાલી રહેલાં ગરબાંનું મ્યુઝિક બહાર સંભળાઈ રહ્યું હતું.

“લાવણ્યા....! તું શું વસ્તુ લેવાં ઘરે ગઈ’તી....!?” રોનકની જોડે ઊભેલી ત્રિશાએ પૂછ્યું.

“બસ...! પર્સનલ છે....!” લાવણ્યાએ સ્મિત કરીને કહ્યું.

“આરતી થઈ ગઈ....!?” થોડીવાર પછી લાવણ્યાએ અંકિતાને પૂછ્યું જે હજીપણ ગેટ સામે એજરીતે પાર્કિંગ તરફનાં ગેટ સામે જોઈને ડાફોળીયાં મારી રહી હતી.

“હાં....હાં... આરતીતો ક્યારની થઈ ગઈ....!” અંકિતા એવાંજ ઉચાટભર્યા સ્વરમાં લાવણ્યા સામે જોયાં વિના બોલી.

“કોની રાહ જોવે છે તું....!?” અંકિતાની બેચેનીનું કારણ જાણી ગયેલી લાવણ્યા તેણીને છેડતી હોય એમ બોલી.

“હેં....! અ....! વિવ....! આઈ મીન સ....સિદ્ધાર્થ ક્યાંછે...!?” અંકિતાની જીભ થોથવાઈ ગઈ “હજી આવ્યો નઈ....!?”

“હાં બોલ...! આઈ ગ્યો...હું...!?” અંકિતાની પાછળથી સિદ્ધાર્થ આવીને ઊભો રહ્યો અને બોલ્યો.

“અરે...!? તું આ બાજુથી ક્યાંથી આવ્યો...!?” અંકિતાએ નવાઈ પામીને પૂછ્યું.

“અરે કેમ...!? આ બીજો ગેટ નથી દેખાતો પાર્કિંગનો ...!?” સિદ્ધાર્થે પાછળની બાજુ પાર્કિંગનો બીજો ગેટ બતાવીને કહ્યું.

“હવે ચાલો જલદી..! ગરબાં ચાલુ થઈ ગ્યાં છે...!” સિદ્ધાર્થ લાવણ્યાનો હાથ પકડીને બોલ્યો.

લાવણ્યાએ સ્મિત કરીને તેની સામે જોયું.

“અંકિતા....! ચાલ હવે....!” ગેટ તરફ જોઈને હજીપણ ડાફોળીયાં મારી રહેલી અંકિતાને જોઈને લાવણ્યા ફરીવાર તેણીને ચિડાવતી હોય એમ બોલી “હજી કોની રાહ જોવે છે તું...!? બધાં આવી ગ્યાં

હવે ચાલ.....!”

અંકિતા દયામણું મોઢું કરીને બધાંની સામે જોઈ રહી. સિદ્ધાર્થ સિવાય બધાં મલકાઈને તેણી સામે જોઈ રહ્યાં.

“અમ્મ...! મેં કઈં મિસ કરી દીધું...!?” સિદ્ધાર્થે પહેલાં લાવણ્યા સામે પછી બીજાં બધાં સામે જોયું.

“નાં....નાં...! કઈં નઈ....!” લાવણ્યા હવે અંકિતા સામે રમતિયાળ સ્મિત કરીને માથું ધૂણાવીને બોલી.

અંકિતાએ નજર ચૂરાવીને પાછું ગેટ તરફ જોયું.

“એ ...! વિવાન....!” ગેટમાંથી વિવાનને યામાહા બાઇક ઉપર એન્ટર થતાં જોઈને ઉત્સાહમાં આવીને અંકિતાથી બોલાઈ ગયું પછી પોતાનો ઉત્સાહ દબાવતી હોય એમ ધીરેથી બોલી “આઈમીન...! વિવાન આઈ ગ્યો...!”

“અરે પણ એ આપડાં ગ્રૂપમાં ક્યાં છે..!?” હવે ત્રિશા અંકિતાને છેડતી હોય એમ બોલી.

“વિવાન...!?” સિદ્ધાર્થે મૂંઝાઇને ફરી એજ રીતે બધાં સામે જોયું.

“અંકિતાનો “બોય...ફ્રેન્ડ”...!” લાવણ્યા ટોંન્ટ મારતી હોય એમ આંખ મીંચકરીને બોલી.

“એ હેલ્લો...! એ કોઈ મારો બોયફ્રેન્ડ નથી ઓકે......!” અંકિતા ચિડાઈને બોલી.

બધાં હસી પડ્યાં.

“જો ...જો...! આવી ગ્યો....! તારો “બોયફ્રેન્ડ”....!” થોડીવાર પછી રોનક હવે સિદ્ધાર્થ પાર્કિંગનાં જે બીજાં ગેટ તરફથી આવ્યો હતો એજ ગેટ તરફથી આવી રહેલાં વિવાનને જોઈને બોલ્યો.

“અરે....! આ તો....!” અંકિતા નવાઈ પામી આંખો મોટી કરીને તેમની તરફ આવી રહેલાં વિવાનને જોઈને બોલી “બ્લેઝર પે’રીને આઈ ગ્યો ડફોળ......!

બધાં હવે અંકિતા સામે જોઈને રમતિયાળ સ્મિત કરી રહ્યાં.

“હાય....!” વિવાન બધાંની જોડે આવીને ઊભો રહ્યો અને પહેલાં બધાં સામે જોયું અને પછી અંકિતા સામે જોઈને બોલ્યો.

“બાય....!” બ્લેઝર પે’રીને આવી ગયેલાં વિવાનને જોઈને અંકિતા ચિડાઈ ગઈ અને છણકો કરીને બોલી. પગ પછાડતી હોય એમ તે સીધી પાર્ટી પ્લોટનાં મુખ્ય ગેટમાંથી ઉતાવળા પગલે અંદર ચાલી ગઈ.

“અરે ....! આને શું થયું...!?” વિવાને મૂંઝાઇને લાવણ્યા સામે જોયું.

“કઈંનઈ....! તું અંદર ચાલ....!” લાવણ્યા પરાણે તેનું સ્મિત દબાવીને બોલી “બધું સમજાવું છું...!”

લાવણ્યા સિદ્ધાર્થનો હાથ પકડીને અંદર જવાં લાગી. ગ્રૂપનાં બીજાં ફ્રેન્ડ્સ પણ તેમની પાછળ જ્વાં લાગ્યાં અને મૂંઝાયેલો વિવાન પણ.

પાર્ટી પ્લોટમાં અંદર પ્રવેશતાંજ બધાંનું મન ઉત્સાહ અને થનગનાટથી નાચી ઉઠ્યું. એમાંય લાવણ્યાનું મનતો પાર્ટીપ્લોટ સુંદર ઝગમગતી રોશની જોઈને ખીલી ઉઠ્યું.

પાર્ટીપ્લોટની ચારેય તરફની બાઉંડરીવૉલને અડીને ઊંચાં થાંભલાંઓ લગાવાયાં હતાં. તોરણની જેમ એકબીજાં થાંભલા ઉપર તાર લગાડીને સફેદ રંગની ચમકીલી સિરિઝોની લાઇટ્સ લગાવાઈ હતી. જેને લીધે ઉપર આકાશમાં અનેક તારાંઓ ઝગમગતાં હોય એવું દ્રશ્ય ખડું થતું હતું. સામેની બાજુ પાર્ટીપ્લોટનાં એક ખૂણે વચ્ચોવચ બનેલાં ભવ્ય ઊંચાં સ્ટેજ ઉપર પોતાનાં ગરબાં બેન્ડની આગળ સ્ટેજનાં છેડે ઊભાં રહી સુંદર ચણિયાછોલીમાં સજ્જ થઈને પોતાનાં નામ જેવીજ ફેમસ અને સુંદર સિંગર ઐશ્વર્યા મજમુદાર જોશીલાં ગરબા ગાઈ રહ્યાં હતાં.

“સિડ...સિડ...જલ્દી ચાલ....!” પાર્ટીપ્લોટનું જોશથી ભરેલું વાતાવરણ જોઈને લાવણ્યા નાનાં બાળકની જેમ ઉત્સાહમાં આવી ગઈ અને સિદ્ધાર્થનો હાથ પકડીને ખેંચવાં લાગી.

ત્યાંજ સ્ટેજ ઐશ્વર્યા મજમુદારની સૂરીલી અને થનગનાટથી ભરેલી અવાજમાં એ ફેમસ ગરબો શરૂ થયો. એજ ગરબો જેની પ્રેક્ટિસ લાવણ્યા એન્ડ ફ્રેન્ડ્સ સવારે કોલેજનાં ડ્રામાં સ્ટુડિયોમાં કરી રહ્યાં હતાં.

“મારું મન.....મોહી ગયું......ઊ....!”

******

* This chapter is written with the help of "Kamya"

Follow me on Instagram @jignesh_sid19

નોંધ: “લવ રિવેન્જ” એક “True Story” છે. બધાંજ પત્રો વાસ્તવિક છે. લેખક પોતે પણ વાર્તાનું એક પાત્ર છે. વાર્તા લખવાં કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે.

વાર્તામાં ઉપયોગમાં લેવાયેલી તમામ તસ્વીરો પ્રતિકાત્મક છે. લેખકનો તેનાં ઉપર કોઈ હકદાવો નથી.

આપના પ્રતિભાવો મેસેજમાં આવકાર્ય છે.

-J I G N E S H