breakup - beginnig of self love - 10 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 10

સાડા ત્રણ થયા એટલે નિશા બસ સ્ટેશને આવી ગઈ. તેણે બાંકડા પર નજર કરી તો વિજય ઉદાસ બેઠો હતો. વિજયનું ધ્યાન નિશા પર પડ્યું કે ત્યાં જ વિજયની આંખોમાં આંસુઓ આવવા લાગ્યા. તેને રડતો જોઈ નિશાએ વિજય પરથી નજર હટાવી લીધી અને તેની ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગી. નિશા એવી રીતે વર્તન કરી રહી હતી જાણે કશું થયું જ નથી. તેનુ વર્તન જોઈ વિજયને તેના નસીબ પર હસવું આવી ગયું અને તે આંસુઓ લુછીને હસવા લાગ્યો. વિજય ખૂબ લાગણીશીલ માણસ હતો. તે હંમેશાં પોતાની લાગણી વ્યક્ત કરી નાખતો. તે ખુશ હોય તો ખુશી વ્યક્ત કરી નાખતો, ગુસ્સામાં હોય તો કોઇપણ રીતે ગુસ્સો વ્યક્ત કરી નાખતો અને જો દુખી હોય તો લોકોની હાજરીમાં પણ રડી લેતો. તે હવે ધીરે ધીરે લાગણીઓને છુપાવતા શીખી રહ્યો હતો. કલાક પછી વિજયના ગામની બસ આવી એટલે સંજય તરત બેગ લઈને ઉભો થઇ ગયો. તેણે વિજયને કહ્યું,

“નિશા આપણી બસમાં તારી સાથે આવવાની છે?”

“ખબર નહી.”

“ખબર નહિ એટલે? આપણી બસમાં નહી આવે તો શેમાં જશે? ઓકે જે હોય તે. હું બસમાં જઈ તમારા બંને માટે સીટ રાખું છું. જલ્દી આવજે.”

“હા હું તેને આવવા માટે કહુ છું. જા હું થોડીવારમાં આવ્યો.”

સંજય બસમાં ગયો અને છેલ્લે આવેલી સીટ પર તેનું બેગ રાખી દીધું. આ તરફ વિજય નિશા પાસે ગયો અને બસની તરફ નજર રાખી સાથે આવવા માટે પૂછ્યું. નિશાએ હકારમાં માથું હલાવ્યું એટલે વિજય આગળ જઈ બસમાં સંજય પાસે જઈ બેસી ગયો અને નિશાના આવવાની રાહ જોવા લાગ્યો. થોડીવારમાં બસમાં ભીડ થઇ ગઈ અને નિશા તે ભીડમાંથી રસ્તો કરતી વિજય પાસે આવી વિન્ડો સીટ પર બેસી ગઈ. વિન્ડો સીટ પર નિશા, તેની બાજુમાં વિજય અને તેની બાજુમાં સંજય એ રીતે ત્રણેય ત્રણની સીટમાં સાથે બેઠા હતા. વિજય અને નિશા ડીસ્ટર્બ ન થાય એ માટે સંજય તેના ફોનમાં ગેમ રમવા લાગ્યો. થોડીવાર પછી બસ જામનગર સ્ટેશનમાંથી રવાના થઇ. વિજયે નિશાને જાણ ન થાય એ રીતે ફોનમાં રેકોર્ડીંગ ઓન કરી ફોન બેગમાં રાખી દીધો અને વાત શરૂ કરતા નિશાને પૂછ્યું,

“તો હવે તે શું નક્કી કર્યું?”

“શું?”

“આપણા બંનેના રિલેશનશીપનું.”

“મારે તો નક્કી જ છે. મેરેજ કરીશ તો તમારા સાથે જ કરીશ નહિતર મરી જઈશ.”

“નિશુ તુ જે બોલે છે અને કરે છે તેમાં ઘણો ફર્ક છે.”

“શું ફર્ક છે? તમે મારી ફ્રેન્ડને પણ પૂછી લેજો. મેં તેને પણ કીધું છે કે જો વિજય મારી લાઇફમાં નહી હોય તો હું મરી જઈશ.”

“તને એમ હશે કે તુ મને છોડી દઈશ તો હું કંઇક આડુંઅવળું કરી નાખીશ. તુ મારી ચિંતા ન કર હું એવું કંઈપણ નહી કરુ. તને પ્રોમિસ કરું છુ.”

“પણ હું ક્યાં કહું છું કે તમે મારી લાઈફમાંથી ચાલ્યા જાવ?”

“નિશુ લાઈફમાં એક સાથે બે વ્યક્તિ પોસીબલ નથી. આજ હું લકી સાથે જ હતો. અમારી વચ્ચે બધી જ વાત થઇ ગઈ છે. તેણે પણ એ જ પૂછ્યું છે કે તારો નિર્યણ શું છે? તને અમારા બંનેમાંથી જેની સાથે રિલેશનશીપ રાખવી હોય તેની સાથે રાખ. બંનેમાંથી એક સાથે રાખ અને બીજાને છોડી દે કેમકે એક સાથે બે વ્યક્તિ પોસીબલ નથી. મારા માટે તારાથી ઈમ્પોર્ટન્ટ કોઈ નથી. તારી ખુશીથી ઈમ્પોર્ટન્ટ કંઈપણ નથી અને તારી ખુશી માટે મારે તને છોડવી પડશે તો હું છોડી દઈશ.”

“મેં ક્યારે કીધું કે તમે મને છોડી દો? મેં કાલ મારા ભાઈને પણ કહી દીધું છે કે હું મેરેજ કરીશ તો વિજય સાથે જ કરીશ.”

“નિશુ કહેવાથી કોઈ ફર્ક નથી પડતો. મેરેજ શું છે? મેરેજમાં સાથે રહેવાનું હોય છે. તુ અત્યારથી જ મારાથી દૂર જવાની કોશિશ કરે છે તો મારે આપણા મેરેજના સપના જોવા એનો કોઈ અર્થ નથી.”

“પણ હું ક્યાં તમારાથી દૂર જઈ રહી છું?”

“મારાથી છુપાઈને તે આટલું તો કરી નાખ્યું એનાથી વધારે શું હોય?”

“એ માટે સોરી તો કહુ છુ.”

“લકીને સ્વીકારવાનું કંઇક તો કારણ હશે ને? માની લે કે હું કોઈ બીજી છોકરીને સ્વીકારું છુ તો મારી પાસે કારણ તો હશે ને? હું કોઈ બીજી વ્યક્તિને ત્યારે જ સ્વીકારું જ્યારે મને તારામાં કંઇક ખૂટતું હોય એવું ફિલ થાય. હવે તુ મને જવાબ આપ કે મારામાં શું ખામી હતી કે તારે આ બધું કરવું પડ્યું?”

“પણ મારાથી ભૂલ થઇ ગઈ. સોરી.”

“મારે તારું સોરી નથી સાંભળવું. મારે બસ કારણ જોઈએ કે તે આ બધું કેમ કર્યું? મને બસ જણાવી દે કે મારામાં આ ખામી હતી એટલે તારે કોઈ બીજાને સ્વીકારવો પડ્યો. પ્લીઝ જે કારણ હોય એ કહી દે. મને દુખ નહિ લાગે અને હું તને છોડી નહી દવ.” વિજય ગુસ્સેથી બોલ્યો.

“પણ મેં ક્યારે કીધું કે તમારામાં કોઈ ખામી છે?”

“મેં આપણા વિશે ઘરે પણ નથી છુપાવ્યું. તારી સાથે ટાઇમપાસ જ કરવો હોત તો એ બધુ જ કર્યું હોત જે હું કરવા માંગતો હતો. મેં કદી કોઈ ડીમાંડ પણ કરી કે નિશુ મને આ તો જોઈએ જ નહિતર હું તારી સાથે નહી રહું? મેં તારી પાસે વધારે કંઈ માંગ્યું ન હતું. બસ થોડો પ્રેમ માંગ્યો હતો અને જો એ પણ તુ ન આપી શકે તો નસીબ મારા. લકીની જગ્યાએ બીજું કોઈક હોત તો હું કંઈપણ કરીને તમને દૂર કરી નાખત. લકી સાથે એ નથી કરવા માંગતો કારણ કે તે સારો માણસ છે. મારી જેવો જ છે અને મારી જેમ જ પ્રેમ કરે છે. હા ફર્ક એટલો જ છે કે તેણે તેના હાથમાં તારું નામ નથી લખાવ્યું. નામથી કોઈ ફર્ક નથી પડતો. સમ્રાટ અશોકે જૂનાગઢમાં તેના નામના શિલાલેખ કોતરાવ્યા હતા પણ ઈતિહાસ સાક્ષી છે કે જુનાગઢ તેનું નથી કહેવાતું. કહેવાય છે તો રા’નવઘણનું કે રા’ખેંગારનું. ટૂંકમાં નામ લખવાથી કોઈ વ્યક્તિ કોઈની બની નથી જતી. તને મારા હાથમાં તારા નામની ચિંતા હોય તો ચિંતા ન કરતી. અત્યારના સમયમાં આ કાઢવું હોય તો પોસીબલ છે. જો તને મારા હાથમાં તારું નામ પસંદ ન હોય તો કહેજે હું કઢાવી નાખીશ. જન્માષ્ટમી પછી હું કેવી રીતે જીવું છું એ ફક્ત હું જાણું છું. મને એમ હતુ કે તુ મને સમજે છે પણ એ તો માત્ર સપનુ હતુ જે હું ઊંઘમાં જોઈ રહ્યો હતો. અત્યાર સુધી તારી પાસેથી સાચું સાંભળવાની આશા હતી એ તો તુ કદી બોલી નહિ. કાલે વોટ્સેપમાં તે તારા ભાઈ બનીને વાત કરી એના કરતા સાચું જ કહી દીધું હોત કે તુ વાત કરવા નથી માંગતી તો વધારે ગમ્યુ હોત.”

“કાલે ફોન મારા ભાઈ પાસે હતો અને હું હોસ્પિટલમાં હતી. તમને વિશ્વાસ ન આવતો હોય તો લકીને પૂછી લેજો.”

“મારે નથી પૂછવુ લકી કે કોઈ બીજાને.”

“છેલ્લા ચાર-પાંચ દિવસથી મારો ભાઈ તમારો ફોટો બતાવી પૂછે છે કે કોણ છે? હું મારા ભાઈથી કંટાળી ગઈ અને કહી દીધું કે ફોટામાં જે છે તેની સાથે મારે મેરેજ કરવાના છે. એ સાંભળી તે મારા પર ગુસ્સે થઇ ગયો.”

“હું મારા પરિવારને જેવું સમજતો હતો એ એવું છે નહી. મારા પરિવારને તેમની ઈજ્જતની પરવાહ છે અને મને તારી. મારી પરવાહ કોને છે એ તો રામ જાણે.”

“મને છે. ઓકે?”

“સારું તો હવે આ લકીનું શું કરવાનું છે?”

“હું છોડી દઈશ તેને. બસ.”

“એ તો તુ અત્યારે કહે છે. થોડા દિવસ પછી ફરી મારે બીજા પાસેથી એ જ સાંભળવાનુંને કે તમે બંને હજી વાત કરો છો?”

“ના હું તેની સાથે કોઈ સંબંધ નહિ રાખું.”

“હવે હું જે પૂછું તેનો સાચો જવાબ આપજે. આજે તે લકીને આ બસમાં આવવા બોલાવ્યો હતો?”

“ના મેં બસ તેને કીધું હતુ કે હું સાડા ચારની બસમાં આવીશ. તો તેણે મને કીધું કે હું તેની માટે જગ્યા રાખું નહિતર એ તમને મારી પાસે નહિ બેસવા દે.”

“તે મને એમ કેમ કીધું કે એ જસ્ટ ફ્રેન્ડ છે? સાચું કેમ ન કીધું?"

“સોરી બસ.”

“નિશુ મારે સોરી નથી સાંભળવું. મારે કારણ જોઈએ છે. મારે જાણવું છે કે મારામાં શું ખામી છે કે...”

“પણ તમારામાં કોઈ ખામી નથી.”

“આ પ્રશ્ન મને રાત-દિવસ સતાવ્યા કરે છે એટલે જ મારી તબિયત સારી નથી થતી. હજી સુધી આવા થોડાક તાવમાં મારે હોસ્પિટલ જવું નથી પડ્યું. મમ્મી પણ કહેતા હતા કે ગમે તેટલી દવા કરશું તોય મારી તબિયત સારી નહી થાય. મારું મન તારામાં લાગી ગયુ છે એટલે જ્યાં સુધી તુ મારી સાથે વાત નહિ કરે ત્યાં સુધી હું નોર્મલ નથી થવાનો. મમ્મીએ કીધું કે તારી સાથે વાત કરવી છે તો મેં કહી દીધું કે તુ મારી સાથે વાત નથી કરતી. એ સાંભળી મમ્મીએ કીધું કે એટલે જ મને તાવ આવી ગયો છે.”

“એવું શા માટે કીધું કે વાત નથી કરતી?”

“તો જે હોય એ જ કહું ને? માં પાસે જૂઠું બોલું? શું કરુ? છેલ્લો સ્ટેજ હતો મારો. મને એમ જ હતુ કે હવે હું નહી બચી શકું પણ બચી ગયો. ડોક્ટર પણ કહેતા હતા કે સમયસર હોસ્પિટલ આવી ગયા નહિતર તાવ વધી ગયો હોત.”

“પ્લીઝ તમે આમ ન બોલો.”

“તુ હંમેશાં મને કહેતી હોય છેને કે મને તારા પર ટ્રસ્ટ નથી. ટ્રસ્ટ હતો એટલે જ અત્યાર સુધી કોઈની વાતનો વિશ્વાસ ન હતો કરતો. નીકભાઈએ મને ઘણી વખત સમજાવ્યો હતો કે હું આપણા રિલેશનશીપમાં ડીપમાં ન ઉતરુ. હંમેશાં નોર્મલ જ રહુ. તુ જ્યારે વાત કરે ત્યારે જ વાત કરું. તેમ છતાં હું તને કહેતો હતો ને કે નિશુ મને તારી સાથે વાત કર્યા વગર નહી ચાલે? અને હું ચાર કલાક સુધી તારી સાથે વાતો કરતો. ટ્રસ્ટ તો તને મારા પર ન હતો.”

“ટ્રસ્ટ છે જ.”

“જરાય નથી. જો ટ્રસ્ટ હોત તો તે આ બધું ન કર્યું હોત. મારે લકીને કદી મળવું જ ન હતુ. હું તેને મળવા માંગતો જ ન હતો પણ મળવું પડ્યું કારણ કે તુ કદી મારી પાસે સાચું બોલી જ નહિ. હું વોટ્સેપમાં જેવી લકી વિશે વાત કરું ત્યાં તરત જ તુ મને બ્લોક કરી નાખતી. લકીના કહેવા પર પણ તે મને બ્લોક કર્યો છે ને?”

“ના મેં કદી એવું નથી કર્યું.”

“મને લકીએ જ આ વાત કરી કે તેના કહેવા પર તુ મને બ્લોક કરી નાખતી.”

બંને વાતો કરી રહ્યા હતા એવામાં મેડમ ટીકીટ લેવા માટે છેલ્લી સીટ પાસે આવ્યા. તેમને પાસે આવતા જોઈ વિજય અને નિશા થોડીવાર માટે ચુપ થઇ ગયા…

To be continued…..