chahero - 2 books and stories free download online pdf in Gujarati

ચહેરો ( ભાગ -૨ )

ઘરે પહોંચીને થોડાં ગેરવર્તણૂક સાથે પોતાનું બેગ ખૂણા માં જોરથી પછાડીને મૂકે છે. તેના મમ્મી તેને જોઇને નવાઈ પામતા પૂછેછેકે કેમ શું થયું? બેટા! તું ગુસ્સામાં હોય તેવું કેમ લાગે છે મને!! કંઇ થયું કે?

નિશા જવાબ આપતાં વાત છુપાવતા કહે છે કે,"નાં મમ્મી! કંઇ નથી થયું એ તો ભૂલથી....... તે શું બનાવ્યું હતું આજે મારાં માટે નાસ્તામાં? એ તો કે!"(વાતને ટાળતાં)

"મેગી બનાવાની છે તું ફ્રેશ થઈ જા ત્યાં સુધીમાં બનાવી આપું!!" તેનાં મમ્મી જવાબ આપે છે

(ફ્રેશ થઈને નિશા નાસ્તો કરવા બેસે છે)

નાસ્તો કરીને નિશા આરામ કરવા બેડ પર આડી પડે છે. થોડી વારમાં ઉંઘ આવી જાય છે તેને! ઊઠીને ફરી મોબાઈલ ચેક કરે છે તો ફરી એક ટેક્સ્ટ મેસેજ નું નોતિફિકેશન જુએ છે.

"ફરી એનો મેસેજ આવ્યો કે શું?!!" (નિશા મનમાં ને મનમાં) હવે શું કહે છે લાવ તો ચેક કરું!!

નિશા જુએ છે તો હોય છે કે,"reply તો આપ મને it is urgent"

નિશા થી હવે રેહવાતું નથી! પહેલાં થોડી અકળાય છે! પોતાનો ગુસ્સો શાંત કરે છે, થોડી વાર માટે શાંત મગજે વિચાર કરે છે, ક્યારનોએ વ્યક્તિનો મેસેજ આવે છે તો મારે તેને સામે જવાબ આપવો જોઈએ! કંઇક મુશ્કેલી માં હશે તો જ મને મેસેજ કર્યા હશેને આટલાંબધાં!! (મનમાં ને મનમાં બોલે છે.)

*

નિશા એક નિખાલસ અને શાંત સ્વભાવની છોકરી હતી. ભણતરમાં પણ અવ્વલ. બધી રીતે હોશિયાર. એક સારા સંસ્કારીપરિવારમાં ઉછરેલી. રંગે થોડી શ્યામ, દેખાવે એકદમ નમણી, સદાય ચહેરા પર સ્મિત રાખનારી! તમે કહો તેમ કરવાવાળી! ક્યારેય કોઈદિવસ ઊંચા શબ્દમાં કોઈ સાથે બોલતાં પણ તમે ન સાંભળો! કોઈ ગમે તેટલું કહી જાય, સાંભળી લેવાનું! સામે કંઇ જવાબ આપવાનોનહિ! લાગે છે કે તેનો આ સ્વભાવ જ તેને અહી નડ્યો હોય! કેમ કે આજકાલ આવા લોકો નો જ ફાયદો ઉઠાવવામા આવે છે.. પરંતુનિશા પોતે પોતાનો સ્વભાવ બદલી શકતી ન હતી.. અહીંયા તેમાં તેના સંસ્કાર નજરે પડતાં હોય તેવું લાગ્યું! માણસ ગમે તે રીતે ઈચ્છે તોપણ પોતાનો સારો સ્વભાવ છોડવા માંગતો નથી, ભલે પછી કોઈ લોકો તેની સાથે કેટલું પણ ખરાબ વર્તન કરે! પણ આ યુગમાં આસ્વભાવ જ લોકોને પોતાનું કાર્ય કરવામાં ઉત્તેજિત કરે છે પ્રેરે છે! કહું તો!! પરંતુ એક ભોળા વ્યક્તિ નો ફાયદો ઉઠાવવો આપણાં માટેકેટલું હિતકારક ગણાય?! તેની સાથે છળકપટ કરવું કેટલું યોગ્ય ગણાય?! તમે કહો તેમ સામે વાળી વ્યક્તિ કરવા તૈયાર થઈ જતી હોયતો ભૂલ બન્ને ની છે, વાંક બન્નેનો છે! તમે તેનો ફાયદો ઉઠાવ્યો તે અને સામે વાળી વ્યક્તિ પોતાના નાદાન સ્વભાવથી તમને સાંભળે તે!! માણસની પ્રકૃતિ જો સારી હોય તો તેને બધી વસ્તુ કે વ્યક્તિમાં સારું જ દેખાશે, તેને આ સૃષ્ટિ સારી જ દેખાશે, એક સારાપણું જ તે સારીવ્યક્તિને આરકર્ષશે.. પણ.. પણ.. ભૂલથી જો એક ખરાબ વસ્તુ કે વ્યક્તિ તેને મળી ગઈ, તેના જીવનમાં કોઈ ખરાબ વ્યક્તિ આવી ગઈતો તેનું જીવન વેરવિખેર થઇ જાય છે. જો કે એ ખરાબ વસ્તુને કે ગુણધર્મ ને સ્વીકારવી આપણાં હાથમાં છે. હવે આ ભોળા લોકોનીદુનિયા નથી રહી. અહીંયા ૨૧ મી સદી સાથે લોકો પણ બદલાયા કરે છે. માણસો ની વૃત્તિ પણ 5G ની સ્પીડ ની જેમ આગળ વધવાલાગી છે. હરિફાઈ ચાલી રહી છે. સારાં નરસા નો ભેદ તમે જલદી ઉકેલી શકતા નથી. અને ભેદ ઉકેલાય જાય ત્યાં સુધીમાં તો વ્યક્તિપોતે પોતાનો સ્વભાવ બદલી ચૂક્યો હોય છે.