vanita ni vedna - 4 books and stories free download online pdf in Gujarati

વનિતા ની વેદના - 4


કાર્યેષુ મંત્રી,કરણેષુ દાસી
ભોજયેષુ માતા, શયનેષુ રંભા
ધર્મેનુકુલા ક્ષમયા ધરિત્રી
ભાર્યા ચ ષાડગુણયવતી દૂલભૉ."

એક પતિ ને જે ગુણો‌ તેની પત્ની માં જોઈએ તે તમામ ગુણો નો એકસામટી કંડારેલી મૂર્તિ સુંદર , સોહામણી અને સુશિલ. સપ્તપદીના સાત પગલાં ભરી, સ્વપ્ન સજ્જ આંખો નાં આકાશ માં દરેક નવોઢા ને હોય એવાં અરમાન લઇ,હવે થી શરૂ થનારા નવજીવનનો અદ્ભૂત ઉમળકા સાથે આંખો માં પ્રિત નું કાજલ આંજી, સંસ્કાર ની સોડમ સાથે, પ્રામાણિકતા નું પાનેતર ઓઢી આ મોટા ધર માં વહું બની આવેલ વનિતા.
સાસરીયા માં સસરા અને સાથે સસરા નાં બે ભાઈઓ નો સંયુક્ત પરિવાર, ઓળખતી તો કોઈ ને નહોંતી પણ દરેક નેં વ્હાલાં બનવાનાં ઓરતા જરૂર હતાં, પોતે જેનાં સહારે આખી જિંદગી જીવવા ‌ચાલી નિકળી છે તે પતિને ને પણ પ્રથમ રાત્રી એ ઘુંઘટો ઉઠાવતી વખતે જોવાના હતાં .

નહોતી ચહેરા ની ઓળખ કે નહોતી સ્વભાવ ની ઓળખ,
હતી તો બસ પોતાનું હૈયું અન્ય નાં મુખે જેનું નામ સાંભળતા જોર જોરથી ધબકતું એ ધબકાર ની અંદર સમાયેલાં સ્નેહ ની ઓળખ.
મન નો માણીગર મનભરીને વરસ્યો અને પોતે પણ તે પ્રેમ નાં પહેલાં વરસાદ ની વરસતી વર્ષા થી તૃપ્ત થઈ અને એજ તરસ થીં થયેલ તૃપ્તિ અને સાથી નાં સહવાસ થીં સાંપડેલ સંતોષ પોતાના જીવનસાથી નાં ચહેરા પર જોઈ પોતાની જાતને ધન્ય સમજી.
પરણ્યાં પછી નો પહેલો દિવસ. વહેલી સવારે ઉઠીને સુતેલા વાલમ નાં વ્હાલ થીં ઓવારણાં લઈ ઉભરાતાં આનંદ નેં અંકુશમાં રાખી પોતાની દિનચર્યામાં લાગી.એ દિનચર્યા કે જે આજે વર્ષો પછી જડમૂળથી બદલવા જઈ રહી હતી કારણકે અત્યાર સુધી પોતે પોતાના પિયરમાં દિકરી તરીકે મુક્ત પતંગિયું બની ઉડતી પણ હવે વાણી , વિવેક અને વ્યવહારમાં એક વહું નેં શોભે એવું વતૅન કરવાનું હતું પણ એક દિવસ પુરતું. ધર ની રૂઢી જાણવાની હતી પણ એ રૂઢી મુજબ વતૅન કરવાનું હતું એક વર્ષ પછી , જ્યારે પોતે પોતાના પિયરમાં રોકાઈને પાછી આવે ત્યારે.
આજે તો એને પિયરથી તેડવા આવ્યા, કરેલ વદાડ(વાયદો) પ્રમાણે હવેથી એક વરસ પિયર માં જ રોકાવાનું હતું ભાગ્યે જ કોઈ વાર તહેવારે આવવાનું થશે તો નહીંતર તો આ વર્ષ નો વિરહ વનિતા નેં વેઠવાનો હતો.
પિયર થી તેડવા આવ્યા સાસરીયા માં સારી મહેમાનગતિ માણ્યાં બાદ ‌‌‌ સારાં મૂહુર્તમાં વળાવવા માટે રાખેલ જે મૂહુર્ત આવી ગયું ‌‌‌.

વનિતા પોતાના પલંગ પર સુંદર લાલ પોત પર લીલીછમ વેલી ભરેલી સાડી‌ , હાથમાં વેંત એક નો કાચની અને લાખની ભેગી કરેલ બંગડી નો સાડી ની સાથે મેચિંગ બનાવી પેરેલ ચૂડલો, ગળામાં ધારણ કાળાં મોતી નું મંગળસુત્ર , કાળાં નાગ સમા‌ ભીનાં કમર સુધીના આખી પીઠ પર પથરાયેલા કેશ સાથે કંકુ નો પોતાના હાથે પહેલીવાર પુરેલ સેંથો સુહાગન નો સંપૂર્ણ શણગાર સજીને પોતાના જ રૂપ ને પોતાની જ નજર લગાડતી અને પોતે જ પોતાના થીં શરમાતી અરીસામાં જોઈ રહી હતી એમાં પાછળથી કોઈએ એને જોર થી પકડી. સ્પર્શ એજ હતો જે સ્પર્શ એણે કાલે આખી રાત માણેલો, મહેસુસ કરેલો.
એ સ્પર્શ થતાં પોતાની પીઠ ફેરવી પોતે વધુ જોરથી પોતાની જાત ને પોતાના પ્રવિણ ની છાતી માં છુપાવી લીધી અને ક્યારેય એનાથી દૂર થવા જ ના માંગતી હોય એમ વધુ જકડવા લાગી.
"આ એક વરસ મને બહુ વસમું લાગશે વનિતા"

"હું પણ તો વિરહ માં તડપીશ, તમે મને જલ્દી આવી લઈ જાજો‌, કાગળ લખતાં રહેજો"

"મારૂં ધ્યાન ચાલે તો હું તને જવા જ ના દવ"
પોતાના હાથ ની આંગળીઓ વનિતા નાં કેશમાં ફરતાં ફરતાં એનાં મુખ પર આવી અને બંને નાં મુખ એકબીજા નું રસપાન કરવા લાગ્યા જાણે એ સદીયો થી એકબીજા માટે તરસતા હોય અને આજે એને વરસવાનો સમય મળ્યો હોય એમ એકબીજાએ એકબીજાને જકડી રાખ્યા હતા.

દરવાજા પર પડેલ ટકોરા થી વનિતા પોતે હચમચી ગઇ અને પોતાના મુખ પર સ્પષ્ટ પડેલા શરમ નાં શેવડા છુપાવતી જાતને સ્વસ્થ કરતી સાડી ના છેડલા નો ઘૂંઘટ કાઢી ઊભી થઈ ગઈ.

"વનિતા બેટા , તમારા ભાઈ ને એ લોકો તમારી રાહ જુએ છે અને મૂહુર્ત પણ થઈ ગયું છે તો ચાલો"દરવાજે ઉભા ઉભા પોતાના સાસુ વ્હાલ સાથે આજ્ઞા કરતાં બોલ્યા.

પોતે પોતાના સાસુ ની પાછળ જ પગલાં દબાવતી ચાલવા લાગી અને ચાલતા ચાલતા પોતાની સાડી થી કાઢેલી લાજ ઉંચી કરી પોતાની રૂમ બાજુ ફરીને ફરીને જોઈ લીધું.
પ્રવિણ તો હતો જ નહીં પણ તેની સાથે ક્ષણભર માટે સેવેલ સ્વપ્ન પણ સ્વપ્ન રહ્યું, આંખો બેબાકળી બની એને જોવા વલખતી રહ્યી, તો કાન સ્વપ્ન માં સાંભળેલ શબ્દો સાંભળવા તરસતા રહ્યા.