DUKH books and stories free download online pdf in Gujarati

દુઃખનું મારણ


ઘણા દુઃખો પેઇંગ ગેસ્ટ તરીકે ઘરમાં ઘૂસતા હોય છે અને આજીવન મુકામ બનાવી લેતાં હોય છે. આવા દુઃખોને ગમે તેટલા પ્રયત્નો છતાં પણ હાથ પકડીને બહાર નથી કાઢી શકાતા. જેમ અમુક વર્ષો રાખ્યા પછી ભાદુઆતને પણ આપણા પોતાના મકાનમાંથી નથી કાઢી શકાતા એમ આવા દુઃખોને પણ નથી કાઢી શકાતા. આવા દુઃખો શાસ્વત બની જતા હોય છે. મનેકમને પણ એને સ્વીકારવા પડે છે. પણ અહીં વાત કરવી છે આવા દુઃખોના મારણ ની. એ દૂર નથી કરી શકાતા પણ હળવા જરૂર કરી શકાય છે. જેમ કપાઈ ગયેલા પગ માટે જયપુર ના ફૂટ હજાર છે એમ દરેક દુખનો ઈલાજ એના સમદુખિયા દ્વારા મેળવી શકાય છે. દરેક દુઃખી માણસ એના દુઃખોથી હતાશ થવાને બદલે અન્ય સમદુખીયા સાથે મળી જાય તો એને ખબર પણ નહીં પડે એમ એના દુઃખો ભૂલી જશે.

"માણસ માનતો હોય છે કે બીજા લોકો એને દુઃખી કરતા હોય છે પણ હકિકત એ છે કે માણસ પોતે જ ખુદને દુઃખી કરતો હોય છે"


એક મોટા શહેરમાં આવેલા એક સ્ટોરમાં ગલૂડિયાં વેચાતાં હતાં . એક છોકરો ત્યાંથી પસાર થયો . સફેદ રૂ જેવાં ગલૂડિયો જોઈને છોકરો અંદર દાખલ થયો . એણો સ્ટોરમાલિકને પૂછ્યું , " મારે એક ગલૂડિયું જોઈએ છે . શું તમે મને ગલૂડિયાં બતાવશો ? માલિકે એના નોકરને બૂમ મારી છોકરાને ગલૂડિયાં બતાવવાનું કહ્યું એટલે એનો નોકર પાંચ - સાત ગલૂડિયાં બહાર લઈ આવ્યો , બધાં ગલૂડિયાં દોડ્યાં પણ એક ગલૂડિચું પાછળ રહી ગયું . એને લંગડાતું જોઈને છોકરાએ પૂછયું , " આને શું થયું છે ? ' ' માલિકે જણાવ્યું , “ આ નાનાં ગલૂડિયાના જમણા પગમાં એક હાડકું નથી એટલે તે લંઘાય છે . તો તો મારે આ જ ગલૂડિયું જોઈએ . ' ' છોકરાએ તરત જ એ ગલૂડિયાની માગણી કરી . એની માગણીથી માલિકને આશ્ચર્ય થયું . એણે છોકરાના પૈસા ના બગડે એટલે સલાહ આપતાં કહ્યું , " બેટા , આ ગલૂડિયું તને માથે પડશે . આ ગલૂડિયું બીજાની જેમ ઝડપથી દોડી શકતું નથી . તને એની સાથે દોડાદોડી કરવાની મજા નહીં આવે . શું કરવા હાથે કરીને દુખી થવાય એવું કામ કરે છે ? * છોકરાએ ખુમારીથી જવાબ આપ્યો , " કારણ કે હુય દુખી છું અને એનું દુખ સમજી શકું છું માટે ' ' આટલું કહીને એણે એનું પેન્ટ ઊંચુ કર્યું અને જમણો પગ બતાવ્યો . પગ પર ઓપરેશન પછી બાંધેલું એક સ્ટીલનું સ્ટેન્ડ હતું . માલિક અવાચક બનીને એને જોતો જ રહયો છોકરો આગળ બોલે જતો હતો , " સાહેબ , હું પણ ઝડપથી દોડી શકતો નથી અને એ પણ ઝડપથી દોડી શકતું નથી , એટલે અમે બે સમદુખિયા ભેગા થઈને મજા કરીશું , ન એને દોડી ન શકવાનો અફસોસ રહેશે ન તો મને અને આમ અમારું દુ : ખ અમને દેખાશે જ નહીં

દુ:ખ ના હોત તો તમને ખબર કેવી રીતે પડત કે સુખ શું છે

૧૦ નું દુઃખ નહીં ૯૦ નું સુખ માણો જ્યારે માણસના ખિસ્સામાં ૯૦ રૂપિયા પડ્યા હોય છે ત્યારે એ એમ વિચારે છે કે બીજા ૧૦ રૂપિયા આવી જાય તો ૧૦૦ પૂરા થઈ જાય . બસ પછી શરૂ થાય છે ૧૦ રૂપિયા મેળવવાની દોડ . માણસ ૯૦ રૂપિયા છે એનું સુખ ભોગવવાને બદલે ૧૦ રૂપિયા નથી એનું દુ : ખ ભોગવવા લાગે છે.અત્યારે આ આખી દુનિયા બાકીના ૧૦ રૂપિયાનું જ દુ : ખ ભોગવી રહી છે અને એની પાછળ જ ભાગી રહી છે . મોટામાં મોટા ધનપતિથી માંડીને ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધીના તમામ ૧૦ રૂપિયા મેળવવા દોડી રહ્યા છે . હું રૂપિયાવાળો ૧ રૂપિયો નથી એનું દુ : ખ અનુભવી રહ્યો છે , ૯૦ વાળો ૧૦ નું , ૯૦ લાખવાળો ૧૦ લાખનું અને ૯૦ કરોડવાળો ૧૦ કરોડનું . દોડ અવિરત છે . બધાં બાકીની ૧૦ ટકા રકમ માટે રડી અને લડી રહ્યા છે . ખૂન પસીનો એક કરી રહ્યાં છે , કોઈ છળકપટ પણ કરી રહ્યું છે , કોઈ બેઈમાની કરી રહ્યું છે , કોઈ મિલાવટ કરી રહ્યું છે તો કોઈ વળી કાળાબજારિયા. એમા ને એમા એ લોકો દુઃખી થાય છે.તેમ છતાં કોઇ માણસ એની પાસેનાં ૯૦ રૂપિયા નું સુખ નથી માણતા. જો એવુ થાય તો દુનિયામાં કોઇ માણસ દુખી નહીં રહે.
“ મને મળે ” એટલી જ જો મનુષ્યની ઇચ્છા હોત તો બહુ વાંધો નહોતો પણ
“ મને મળે અને બીજાને ન મળે ” એવી મનુષ્યની ઇચ્છાને લીધે મનુષ્ય દુખી થાય છે .
------------------------