Love Blood - 35 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-35

લવ બ્લડ
પ્રકરણ-35

કેટલાય દિવસનાં તારાં પાપાનાં અબોલા પછી ફરી એક દિવસ અનોખો આવ્યો દિકરા.... નુપુરની માં જ્યોતિકાએ કહ્યું "એમાંય તુંજ નિમિત્ત હતી દીકરા. અને તારાં પાપાએ ફરીથી વાત કરી...
નુપુરે માં ને અટકાવતાં કહ્યું "માં પેલાં દિવસે કાળી રાત માટે પણ હું જ નિમિત્ત હતી ને ? મને ઉપાડી ગયેલો અને પછી તમે.. જ્યોતિકાએ કહ્યું "તારાં પાપાને તારાં માટે ખૂબજ લગાવ છે એને તારાં મોઢેજ મને પાછી બોલાવી વાતો કરી મને ખબર છે એમને મારાં માટે નફરત થઇ ગઇ હતી એ વચ્ચેનો સમયગાળો એમણે મારી સામે નથી જોયું. દિકરાં.. એક દિવસ અનોખો આવ્યો કે તારાં પાપા બગીચામાંથી આવેલાં સાથે સાથે એમનાં હાથમાં તારાં માટે કપડાં, રમકડાં પુસ્તકો હતાં હું જોઇને ખુશ થઇ ગઇ તું પણ દોડીને એમની પાસે ગઇ હતી હવે તને થોડી સમજ પડતી થઇ ગઇ હતી પણ ઊંમરમાં નાની જ હતી.
તારાં પાપા તારી પાસે બેઠાં તને ખોળામાં લીધી અને તને રમકડાં આપી કપડાં બતાવ્યાં... એ દિવસે તેઓ ખૂબજ ખુશ હતાં મને આનંદ થયેલો કે ઘણાં સમયે એમનાં ચહેરા પર આનંદ જોયેલો. મને થયું ચોક્કસ કોઇ આનંદનાં સમાચાર છે નહીતર આવું.. પરિવર્તન ના હોય. પણ મેં એમની પાસે જવાની કે પૂછવાની હિંમત ના કરી. એમણે માં માટે સાડલો અને મારાં પાપા માટે શર્ટ આપ્યુ પાપા માટે લૂંગી-ધોતી લાવેલાં હું બધું જોઇ રહી હતી પણ કંઇ બોલી નહીં પૂછ્યુ નહીં માટે માં અને બાપુએ આશીર્વાદ આપ્યાં અને બોલ્યા ચાલ્યા વિના ખુશ થતાં જતાં રહ્યાં.
પછી થોડીવારે છેલ્લે મને બોલાવી અને આંખોમાં એમની આનંદ અને પ્રેમ દેખાયો મારી હિંમત વધી હું એમની નજીક આવી મને કહ્યું જ્યોતિ લે આ તારાં માટે મને બે નવી સરસ કલકતી સાડી એક જરીની સાડી આપી હું ખૂબ ખુશ થઇ ગઇ હતી પણ હજી વ્યક્ત કરવાની હિંમત નહોતી મારાથી કોઇ મોટું પાપ થઇ ગયું હોય એવો ડર અને ભાવ હતો.
એમણે તને રમકડાં આપી રમવા કીધુ અને મને નજીક બોલાવી મારાં માથે હાથ ફેરવ્યો એમના પ્રેમ અને કુમાશ ભર્યો હાથ ફરતો જોઇને મારી લાગણીઓ ઉભરાઇ આવી હું એમને વળગીને ખૂબ રડી. ખૂબ રડી અને એમનાં પગમાં પડી માંફી માંગી કહ્યું "મારાંથી કાંઇ ભૂલ થઇ હોય માફ કરજો મારો કોઇ જ.. અને એમણે મારાં હોઠ પર હાથ મૂકી ચૂપ રહેલા ક્યુ "પછી બોલ્યા જ્યોતિ જે થઇ ગયું એ થઇ ગયું હું પણ શેતાન બની ગયેલો તને મેં ખૂબ મારી હેરાન કરી પણ હું ખૂબ દુઃખી થયેલો મારી જાતને હારી ગયેલો મારાથી હાર સહન ના થઇ અ મેં એ બધી જ દાઝ તારાં ઉપર ઉતારી જ્યોતિ પણ હું તને એટલો પ્રેમ કરુ છું કે મારાથી કંઇ સહેવાતું નથી.
જ્યોતિ મને ખબર છે તારાં સ્વીકાર પહેલાં જ તું ભ્રષ્ટ થયેલી લાજ લૂંટાઇ ચૂકી હતી તું કુંવારી રહીજ નહોતી મારાં માટે છતાં મને ખબર નહીં ગજબનું આકર્ષણ થયેલું અને મેં તારો સ્વીકાર કરેલો પણ ખટકતું રહેલુ મને આ સમયે ઉશ્કેરાઇ ગયેલું કે એ વિવશતા હતી હવે તારી વિવશતા નથી હવે તારે સામે વાળાને મારી નાંખવો જોઇએ એમ દીન બની શરણે ના થવાય તો આ છોકરીનું શું કરીશું ? એને તું શું શીખવી શકીશ ?
તારી દીકરી તારાં રૂપ પર ગઇ છે એટલી સુંદર અને રૂપાળી છે મોટી થયે ખબર નહીં મારે કેટલું ધ્યાન રાખવું પડશે એટલે નાનપણથી તને તાલિમ આપવા માંડેલી.
નુપુરે કહ્યું માં હું ખૂબ ખુશ થઇ પણ પાપા નરમ પડી પાછાં તને પ્રેમ કરવા માંડ્યાં કેમ પરીવર્તન આવ્યું ? કેમ એટલી વધી ગીફ્ટ લાવેલા ? શું હતું ?
જ્યોતિકાએ કહ્યું "દીકરા ચાં નો એ સમયે એમનાં શેઠને ખૂબ ધંધો થયેલો ખૂબ કમાઇ થઇ હતી તારાં પાપાએ શેઠે આપેલાં નિયત આંક કરતાં પણ વધારે ઉત્પાદન આપેલું એટલુ બધી આવક હતી ચા ની અને મજૂરો પાસે ગુણવતા પ્રમાણે ચાની પત્તી અલગ અલગ ઉતરાવી હતી એ તારા પાપાનો જ વિચાર હતો પહેલીવાર શેઠની સૂચના વિના ચા ની જુદી જુદી ગુણવત્તા અને જાત પ્રમાણે ઉતરાવેલી શેઠ ખૂબ ખુશ થયેલાં એ પરદેશથી આવ્યા બધુ જાણ્યુ એટલાં ખુશ થયાં કે શહેરથી આ બધુ મંગાવી પાપાને આપ્યુ પગાર વધાર્યો ઇનામમાં મોટી રકમ આપી અને હેડ બનાવેલાં પાપાને પાછું કીધેલું ઘરે જઇને બધાને ખુશી આપજો અને ક્યારેય બધાને લઇને ફાર્મહાઉસ પર આવજો પાપા ખુભ ખુશ હતાં. શેઠ સારાં હતાં અને ખાસ વાત એ કે એમનાં ચા બગીચામાં મેનેજર ખૂબ સારાં માણસ હતાં તેઓ કલક્તાથી સીલીગુડી આવેલાં છે એમણે પાપા માટે શેઠ પાસે શીફારીશ કરેલી મને એમનું નામ ખબર નથી પણ પાપા એમનાં ખૂબ વખાણ કરતાં હતાં એ અને એમનાં વહુ બંન્ને બગીચે આવેલાં અને એ લોકોને જોઇને પાપાને વિચાર આવેલો કે મનેજર સાહેબ અને એમનાં પત્ની કેવુ સરસ વર્તે છે બોલે છે... બસ વિચાર બદલાયાં અને એ દિવસે મને માફ કરી મને બોલાવી.
તારાં પાપાએ કહેલું સારાં માણસનાં સંપર્કમાં આવો એમને જુઓ એમનું વર્તન વ્યવહાર જુઓ કેટલું શીખવા મળે તારાં પાપા કહે એમને અને એમનાં પત્નીને જોઇને કહ્યું કેવા સરસ માણસો છે અને હું એમનું જોઇને શીખયો છું બસ એ દિવસથી પાપા બદલાઇ ગયાં... હું મનોમન એમનાં સાહેબનો આભાર માનતી રહી.
તારાં પાપાએ પછી મને વ્હાલ કર્યુ મને પ્રેમથી ક્હ્યુ હવે મારાથી ભૂલ નહીં થાય હાથ નહીં ઉપાડું મારી ભૂલ હતી મેં કહ્યું "તમારી નહીં મારી જ ભૂલ હતી મારે સામનો કરવાનો હતો એને સ્પર્શ નહોતો કરવા દેવાનો જે કંઇ સાધન હોય એ ઉગામી ભગાડવાનો હતો પણ... કંઇ નહીં પત્યું દીકરાં એ દિવસથી આ ઘડી હવે શાંતિ છે.
જેમ જેમ તું મોટી થતી ગઇ એમ એમન તારાં પાપાની આવક હોદ્દો વધી રહેલો એ તને સખ્ત તાલીમ આપતાં હું તારાં શિક્ષણ-સ્કૂલનું ધ્યાન આપતી મને કંઇ આવડતું નહીં પણ તને કહયા કરતી કે તું તારું ભણજે ધ્યાન રાખઝે પણ તું મારી દીકરી છે પણ ડાહી એટલે મને ક્યારેય તારી તકલીફ નથી થઇ... એમ કહીને જ્યોતીકાએ નુપુરને છાતીએ વળગાવી દીધી.
માંની છાતી એ વળગેલી નુપુર ઊંડા વિચારોમાં ગરકાવ થઇ ગઇ કે તું શું કરી રહી છું ભણું છું ભણવાનું છે અને મેં તો દેબુને મારું શરીર પણ સમર્પીત કરી દીધું છે હું કોઇ કાબૂ કેમ ના રાખી શકી ? એની આંખો ભરાઇ આવી.
*****************
હવે દેબુ પણ ચિંતામાં પડ્યો પાપાનો કોઇ મેસેજ કે ફોન નહોતો આવ્યો. એ ચિંતા કરી રહેલો પણ માં ને કંઇ કીધુ નહીં એણે માંગેલાં વિશ્વજીત સરનો નંબર આવી ગયેલો એની પાસે પરંતુ એનો ફોન કનેક્ટ જ નહોતો થતો એ સમજી ગયો કે પરદેશમાં ફોન શક્ય નથી એટલે એણે મેસેજ લખીને મોક્લયો પછી એને થયું હું શું કરું ? ક્યાં તપાસ કરું ? પાપાની ઓફીસે રૂબરૂ જઊ ? એકલો જઊં ? કે કોઇને લઇને જઊ ? શું કરું ?
એક દિવસ એક રાત નીકળી ગયાં પછી દેબુએ માંને કહ્યું "માં હું એક કામ કરું છું હે પાપાની ઓફીસે રૂબરૂ જઊં છું તપાસ કરું છું ચોક્કસ કંઇક તકલીફ થઇ હશે પાપાને એમનો ફોનમાં ટાવર કે બેટરી રહીં હોય ક્યાંક ફસાયા હશે જે હશે એ હું તાપસ કરવા જઊ છું.
સૂચિત્રા સેને કહ્યું દીકરા સારુ તું એમની ઓફીસ જઇ આવ.. અને સાંભળ સાચવીને જજે મને ખાસ ફોન કરજે જેવી તારાં પાપા સાથે વાત થાય મને ફોન કરી જણાવજે મારી સાથે વાત કરાવજે. હું રાહ જોઇશ.
દેબુએ ઓકે કહી તૈયાર થવા ગયો એણે જેકેટ પ્હેર્યુ અને પાપાનાં કબબોર્ડમાંથી રીવોલ્વર સામે લીધી જેકેટમાં અંદર મૂકી રીવોલ્વરથી સાથે મેગેઝીન ચેક કરીને મૂક્યુ અને માં ને ખબર ના પડા દીધી એ તૈયાર થયો પછી મોબાઇલ કાઢીને નુપુરને ફોન કર્યો.
નુપુરે તરતજ ઉઠાવ્યો નુપુર હમણાં જ માંની વાતો સાંભળીને બહાર ગાર્ડન તરફ આવી હતી. એ દેબુને કંઇક કહેવા જતી હતી ને દેબુ બોલ્યો "નુપુર પાપા બે દિવસથી ઘરે પાછા નથી આવ્યાં અને નથી કોઇ રીતે કોન્ટેક્ટ થતો નથી મોબાઇલ લાગતો એમનો ફોન નથી સમાચાર નથી ખૂબ જ ચિંતા થાય છે હું એમની ઓફીસે જવા નીકળું છું તું આવીશ મારી સાથે ?
નુપુર હજી માં નાં વિચારોમાંથી બહાર નીકળી નહોતી અચાનક દેબુનો ફોન આવ્યો એ કંઇ વિચારી જ ના શકી એ સાવ બ્લેન્ક હતી એણે કહ્યું "દેબુ ઓહ એતો આવી જશે પણ મારાંથી નહીં નીકળાય સોરી... દેબુએ કહ્યું ઇટસ ઓકે કહી ફોન કાપ્યો અને કંઇક વિચારી બીજે ફોન કર્યો....
વધુ આવતા અંકે --પ્રકરણ-35