DOSTAR - 4 books and stories free download online pdf in Gujarati

દોસ્તાર - 4

ભાવેશ હાકાબાકા બની જાય છે અને મનોમન વિચારે છે કે પિતાજીએ કહ્યું તે કરી બતાવે છે એટલે આપણ ને પિતાજી કોઈપણ પ્રકારની મદદ કરશે નહિ તેથી નવી જગ્યા મારે અને વિશાલે જાતેજ શોધવી પડશે.
રવિવાર ની અંધારી રાત હોય છે ભાવેશ તેના પિતાજી અને માતા સાથે અગાશી ઉપર સૂતો હોય છે તેને સવારે જવાનું ટેન્શન હોય છે કે કાલે હોસ્ટેલ માં જઈને શું કરશું ક્યાં રહેશું જેવા અવનવા વિચારો આવતા હોય છે,ત્યાંજ આંખ આભ નીચે ઘોર નિદ્રામાં માં પોઢી જાય છે...
"ઊઠ ભાવેશ તારે હોસ્ટેલ માં નથી જવાનું"
એટલીજ વાર માં ઝટપટ થી ઊભો થઈ જાય છે અને ઘરની અગાશી ઉપર થી નીચે ઊતરી ને તૈયાર થઈ જાય છે સવારે ચા નાસ્તો કરી તે પોતાના બિસ્તરા પોટલાં ઉપાડી બસ સ્ટેશન તરફ જવા માટે રવાના થાય છે.
ભાવેશ ઉપર ઘર વાળા નો એટલો બધો પ્રેમ હોય છે કે તેને ઘર ના ચોક માંથીજ વાળવી દે છે અને વિશાલ ને તો આખું ઘર બસ સ્ટેશને મુકવા માટે આવે છે.
થોડીક જ વાર માં સુંદર પુર જતી બસ આવી પોહચે છે.બંને જણા વિલા મોં એ બસ માં ચડે છે.
આવજો બેટા.... બંને જણા આટલું વર્ષ આ હોસ્ટેલ માં પૂરું કરજો એવું વિશાલ ના પપ્પા ચાલુ બસે બોલ્યા..
બંને જણા બસ માં સામ સામે જોઈ રહ્યા વિશાલની બોલવું હતું પણ કશું બોલી શકતો ન હતો.
ભાવેશે પૂછ્યું બે દિવસ ની રજાઓ કેવી રહી...
"શું યાર રજાઓ"
હું ઘરે કહ્યું કે મારી હોસ્ટેલ બદલવી છે પણ મારા માતાપિતા માન્યા નહીં.
મારે પણ એવું જ થયું.
ભાઈ એમાં ચિંતા કરવાની નહીં હો...
આપણે બંને જાતે જ નવી હોસ્ટેલ શોધી લઈશું.આપણે ક્યાં વિશ્વજીત ભાઇને હોસ્ટેલમાં રહેવાની ના પાડી છે આપણે તો ફક્ત હોસ્ટેલ બદલવાની વાત માતા-પિતાની કરી છે.
બંને જણા હોસ્ટેલમાં પહોંચી જાય છે અને બિસ્તરા પોટલા તેમના કબાટમાં મૂકીને અંદાજિત નવ વાગ્યાનો સમય થયો હોય છે અને સોમવારનો દિવસ હોય છે ભાવેશ ને ભૂખ લાગી હોય છે એટલે તેની માતાએ ભરી આપેલ નાસ્તાનો ડબ્બો ખોલીને નાસ્તો કરવા બેસે છે એટલી જ વારમાં આજુબાજુના ઘણા વિદ્યાર્થીઓ ભાવેશ નો નાસ્તો કરવા માટે આવી જાય છે.
ભાવેશ કોઈ દિવસ કોઈ વ્યક્તિને નાસ્તો કરવાની ના નથી પાડતો...
ભાવેશ નો નાસ્તો મોડ મોડ બે દિવસ સુધી ચાલે કારણ કે આખી હોસ્ટેલ ભાવેશ નાસ્તા ઉપર રહેતી બે દિવસ....
પછી ભાવેશ આથી હોસ્ટેલના જેટલા વિદ્યાર્થીઓ હોય તેમના નાસ્તા ઉપર...
કોઈ વ્યક્તિ નાસ્તો આપવાની ના પાડે તો નાસ્તાના ડબ્બાનો નકુચો તોડી ને બિન્દાસ નાસ્તો કરી લેતાં...
થોડી જ વારમાં અશ્વિનભાઈ જમવાની બૂમ પાડે છે ચાલો બધા મિત્રો જમવા માટે આવી જાવ.
વિશાલ અને ભાવેશ જમીને કોલેજમાં જવાની તૈયારી કરતા હોય છે એટલી વારમાં તેમનો મિત્ર બિજેશ બોલે કેમ દોસ્તાર આટલું ઝડપી કોલેજ સાંભળી છે.
ના... ના... એવું નથી ભાઈ પણ કોલેજ જવું પડે ને આગળના અઠવાડિયામાં પણ અમે ત્રણ રજાઓ પાડી છે અને આજે તો સોમવાર છે એટલે જઈ આવીએ અને એક બે તાસ ભરીને હોસ્ટેલમાં આવી જઈશું તારે પણ અમારી સાથે આવવું હોય તો આવી શકે છે.
"બધા મિત્રો થેલો ભરાવીને નાથીબા કોલેજમાં જઈ રહ્યા છે."
સ્કૂલના આચાર્ય શ્રી સ્ટાફ ગણ આ વિદ્યાર્થીઓને કાગડો રે રાહ જોઈ રહ્યા હોય એમ બધા ખુશી પાથરી કોલેજના પટાંગણમાં બેસી રહ્યા હતા.
ભાવેશ અને વિશાલ હોસ્ટેલમાં પ્રિય હતા એટલા જ કોલેજમાં પણ...તેમની ઉપસ્થિતિ વિશેષ હતી.
આવો આવો મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો આવું મહેશભાઈ આચાર્ય બોલે પણ સામેથી વિદ્યાર્થી મિત્રો કંઈ પણ જવાબ આપ્યા વગર પોતપોતાના ક્લાસરૂમમાં બેસી જાય છે.
વધુ આવતા અંકે...