DOSTAR - 5 in Gujarati Fiction Stories by Anand Patel books and stories PDF | દોસ્તાર - 5

Featured Books
Categories
Share

દોસ્તાર - 5

થોડી વારમાં પ્રાર્થનાનો બેલ વાગે છે અને બધા વિદ્યાર્થીઓ પ્રાથના રૂમમાં બેસી જાય છે. પ્રાથના કમિટી બધી તૈયારી કરતી હોય છે.
"રોલ નંબર 17 આજે ભજન ગાશે"
આ રોલ નંબર 17 ભાવેશ નો હોય છે તેને ભજન ગાતા આવડતું હોતું નથી એટલે મુગા ની જેમ ઊભો રહી જાય છે. એટલી વાર માં ભૂમિ બેન બોલ્યા ભાવેશ આવું ના ચાલે જેને જે નંબર પ્રમાણે જે પોગ્રામ કરવા નો હોય તે ફરજિયાત કરવો પડે છે...
આ આપડી કોલેજ નો નિયમ છે અને તેનું અંશતઃ પાલન કરવું જોઈએ કારણકે તમે ભવિષ્ય ના શિક્ષક થવા ના છો. આટલી વખત તમને જવા દઉં છું આગળ થી દરેક પ્રોગ્રામ ની તૈયારી કરીને આવવા નું રહશે.
"ઓકે મેડમ તમે કહેશો એમ કરીશું."
ભાવેશ મનમાં વિચારે છે કે આજનો દિવસ તો પસાર થઈ ગયો પણ હવે આવતીકાલે ના દિવસ માટે પ્રથાના નું આયોજન કરવું પડશે...
આપણને ભજન પણ ગાતા નથી આવડતું કે અભિનય પણ નથી આવડતું બાકી વક્તવ્ય તો બેફામ આપી દે શું....
"જેમ તેમ કરીને કોલેજ તે દિવસ પસાર થઈ જાય છે."
ભૂમિ બેન બીજા દિવસે ભાવેશ ને આવવાની રાહ જોઇને બેઠા હોય છે...
ભાવેશ અને વિશાલ અંદર વંદર અંદરો અંદર વાતો કરી રહ્યા હોય છે.
આપણે હૉસ્ટેલમાં રહેવું નથી બીજે ક્યાંક સારી જગ્યા શોધી લઈએ.
કોલેજ પૂરી થયા પછી વિશાલ અને ભાવેશ બંને જણા રહેવા માટે જગ્યા શોધવા માટે નિકળી જાય છે તેમને પૂછપરછ કરતા એક રમીલાબેન પીજી તરીકે બાળકોને રાખતા હોય છે.
સમાચાર મળતા જ બંને જણા રમીલાબેન પાસે પહોંચી જાય છે.
રમીલાબેન હરિદ્વાર સોસાયટીમાં રહેતા હોય છે અને હરિદ્વાર સોસાયટી માં જઈને બંને જણા રમીલા બેન ના ઘરે જાય છે.
કેમ માસી મજામાં...
હા મજામાં બોલો ને તમારે શું કામ છે.
કામ તો કંઈ નથી પણ અમારે રહેવા માટે તમારા પીજીમા એડમિશન લેવું છે તો મળી શકશે.
હા મળી જશે પણ એક વાત મહિનાની ફી સાત હજાર રૂપિયા છે જે તમારે પહેલા એડવાન્સ આપવી પડશે અને દર પહેલી તારીખે સાત હજાર રૂપિયા જમા કરાવવા પડશે નહિતર તમારા બિસ્તરા પોટલા ઘરની બહાર મૂકી દઇશ આ પહેલો અને છેલ્લો મારો નિયમ છે બાકી તમે મન ફાવે તેમ અહીંયા રહી શકો છો.
"હું તમને બે ટાઇમ જમવાનું સવારે ચા નાસ્તો રવિવારે ફિસ્ત અને એક રવિવારે પંજાબી બાકી સવારે જમવામાં દાળ ભાત રોટલી શાક મળશે."
સવારે નાસ્તામાં ભાખરી અને ચા જ મળશે.
સાંજે જમવામાં ભાખરી અને શાક જેવું હળવું ભોજન તમને આપવામાં આવશે.
વીજળી નો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો બાકીના સમયે તમારે લાઈટ પંખા બંધ રાખવા પડશે.
કશો વાંધો નહીં અમે આવતા અઠવાડિયે તમારા પીજીમાં આવી જઈશું એટલે અમારી બંનેની જગ્યા રાખવા માટે વિનંતી કરીએ છીએ.
કશો વાંધો નહિ બેટા આવતા અઠવાડિયે ફરજિયાત આવી જજો નહીતર હું બીજા વિદ્યાર્થીઓને એડમિશન આપી દઈશ કારણકે ત્રણ દિવસ પહેલા એક વિદ્યાર્થી રહેવા માટે પૂછવા આવ્યો હતો પણ તેનું હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી જો એનો જવાબ આવશે તો હું તેની ના પાડી દઈશ અને તમને બંનેને રહેવા માટે જગ્યા આપી દઈશ.
(ભાવેશ અને વિશાલ અંદરો અંદર વાતો કરી રહ્યા હતા.) આપડે તો રહેવા માટે સગવડ કરી લીધી ભાવેશ બોલ્યો: "કૂકરી હોય તો જ વાણુ વાય"
આપડી સામે તો ગમે તેવી મુશ્કેલી હોય તેનો સામનો ચપટી વગાડતાં તેનું સોલ્યુશન લાવી દઈએ...
દુનિયા આપડા બે ના કપાળ ઉપર ડફોળ લખેલું હોય તેવું સમજે છે.
ના...ના... એવું નથી દુનિયા ને પણ પણ ખબર પડી જશે કે ભાવાલો અને વિશાલીઓ શું છે.
વધુ આવતા અંકે...