Niyati - 4 books and stories free download online pdf in Gujarati

નિયતિ - 4

........આગળ ના ભાગ મા જોયું કે કિરણ પોતાના ભુતકાળમાં ખોવાઈ જાય છે અને પોતાના ભુતકાળ અને વર્તમાન ને જોડવાનો પ્રયત્ન કરી રહી છે, ભુતકાળમાં કિરણ ૫ વર્ષ પહેલાં પોતાના માસી ની દિકરીની સગાઈ મા ગઈ હોય છે જયાં તેની મુલાકાત રિતેશ અને તેના પરિવાર સાથે થાય છે, હવે આગળ....

ભાગ ૪

રિયાની સગાાઇ બાદ બીજા દિવસે કિરણ અને તેેેેનો પરિવાર પોતાના ઘરે પરત ફરે છે, કિરણ ત્યા નુ બધુ ભુલી ને ફરી થી
અભ્યાસ કરવા લાગી જાય છે, થોડા મહિના બાદ કિરણ ને
ફાઈનલ પરીક્ષા આવી જાય છે અને દર વખતે ની જેમ આ વખતે પણ તેના બધા પેપર સારા જાય છે .

પરીક્ષા પછી કિરણ અને રાજ ને ઊનાળા નુ વેકેશન હોય છે, એ બેય ભાઈ બહેન એક બીજા સાથે નક્કી કરતા હોય છે કે આ વખતે વેકેશન કરવા માટે કયાં જવુ , વાત વાત મા ઝગડો થતાં બેય તેમના મમ્મી કેસરબેન પાસે જાય છે, કેસરબેન કહે છે કે આ વખતે તો રિયા ના લગ્ન છે માટે પહેલા તો ત્યા જ જવાનુ છે પછી જોઈએ કે બીજે ક્યાં જઈએ, અને ત્યા બંને ના ઝઘડા નો અંત આવે છે.

જોતજોતામાં એ દિવસ પણ આવી જાય છે જ્યારે એ લોકોને ફરી અમદાવાદ જવાનુ થાય છે , અમદાવાદ શહેરમાં પ્રવેશતા જ અચાનક કિરણ ના મનમાં સગાઇ નુ દૃશ્ય ફરી જીવંત થઇ જાય છે અને રિતેશ એ કુંજન ના કાનમાં કંઇક કહયું હતું એ પણ યાદ આવે છે .

( કિરણ નુ મન ભણવામાં તો કોમ્પ્યુટર જેવુ હોય છે પણ જેમ તેમા delete નો ઓપ્શન આવે છે એવું કંઈ કિરણ પાસે નથી, એ કોઈ ને એક વાર પણ મળી હોય તો પણ કયારેય ભૂલતી નથી એમા પણ જો કોઈ વાત એની પોતાની સાથે સંકળાયેલી હોય તો કેમ ભૂલે. )

વિચારો ને વિચારો મા કિરણ ના માસી નુ ઘર આવી જાય છે, કિરણ બધા ને પ્રેમ થી મળી અને છેલ્લે કુંજન પાસે જઈને બેસી જાય છે , એને એક વાત નો આનંદ હોય છે કે પેલા ત્રણ ભાઇઓ માથી હજી સુધી કોઈ તેની સામે નથી આવ્યુ . કિરણનો પરિવાર એક દિવસ વહેલા આવ્યા હતા મદદ કરવા માટે બીજા મહેમાન આવતીકાલે આવવાના હતા, થોડી વાર આરામ કરી ને બધા પોત પોતાના કામમાં લાગી જાય છે.

બીજા દિવસે સવાર થી જ મહેમાનો નુ આવવાનુ શરુ થઇ જાય છે કિરણ અને કુંજન જયા જુઓ ત્યાં એકબીજા ની સાથે જ હોય છે કિરણ ને ચિરાગ અને સાહીલ કરતા વધારે રિતેશ વિશે જાણવા ની ઈચ્છા હોય છે કે તેણે કુંજન ને શું કહ્યુ હતું પરંતુ કિરણ હાલ કંઈ પણ પુછ્યા વિના બધા સાથે હસી મજાક કરતી બધા સાથે બેસે છે.

સાંજે લગ્ન ની પહેલી વિધિ એટલે કે ગણેશ સ્થાપના અને પીઠી ની વિધિ હોય છે, હમણાં થી એવું નિકળ્યુ છે ને જેના લગ્ન હોય એતો ઠીક બીજા બધા પણ હલ્દી માટે પીળા જ કપડાં પહેરે, કિરણ ને એવું યાદ પણ નહીં હોય પણ અજાણતા એને પણ પીળા રંગનો જ ડ્રેસ પહેર્યો હતો.

કિરણ બધી વિધિ જોવામાં વ્યસ્ત હોય છે અને ખુશ પણ હોય છે અચાનક કુંજન ને કોઈ બોલાવે છે તો તે જાય છે, કિરણે જોયું કે કુંજન ને બીજા કોઇએ નહીં પરંતુ રિતેશ એ જ બોલાવી હતી અને તે એની સામે જ ઈશારો કરી ને કુંજન ને કંઈક કહેતો હતો, એ જોઇને કિરણની બધી ખુશી ગાયબ થઇ જાય છે.

થોડી વાર મા કુંજન કિરણ પાસે આવે છે અને મારે તને એક વાત કહેવી છે એમ કહીને ખેંચી ને તેને અગાશી પર લઈ જાય છે,

કિરણ : " શું છે દિદી? એવી તે શું વાત છે કે તુ મને અગાશી પર લઈ આવી? "

" કવ છું, હમણાં પેલો છોકરો આવ્યો તો ને એણે જે વાત કરી એ કેવાની છે. "

" શું વાત છે?" (કિરણ થોડી અસ્વસ્થ થઇ જાય છે )

" એનુ નામ રિતેશ છે ખબર છે ને? એ કેતો તો કે એનો મોટો ભાઈ સાહિલ તને પસંદ કરે છે.. "

"શું....? મ.. ને..? સા.. હીલ? (કિરણ ને પોતાની જ મૂર્ખાઈ પર હસવું આવતુ હતું કેમ કે એ અત્યાર સુધી રિતેશ ને ખોટો સમજતી તી , સાથે સાથે સાહીલ તેને પસંદ કરે છે એ જાણી ને આશ્ચર્ય પણ થતુ હતું)

" એમા હસવા જેવું શું છે કિરુ? શું થયું? "

"કંઈ નહીં દિદી થોડી ગેરસમજ થઈ ગઈ હતી. "

" ઓહહ પાગલ , ખબર છે મને શું થયું તુ. "

"હે... શું થયું હતું બોલ? "

" તને એમજ હતુ ને કે રિતેશ એની વાત કેવા જ મારી પાસે આવે છે..? "
( આ સાંભળીને બંને બહેનો ખડખડાટ હસી પડે છે.)

અચાનક એમને કોઈ નીચે થી બોલાવવા આવે છે એટલે બંને બહેનો અગાશી પરથી નીચે આવી જાય છે અને કામ મા લાગી જાય છે, થોડી વાર પછી કિરણ ને રિયા બોલાવે છે અને પોતાની સાથે આવવા કહે છે ,

રિયા :" કિરુ ચાલ મારી સાથે પહેલુ ઘર છે ને ત્યાં બોલાવ્યાં છે વાનેરો ખાવા. "
( જેના લગ્ન હોય એને એના સગાસબંધી નાસ્તો કરવા માટે બોલાવે એને વાનેરો કહે છે)

કિરણ :" હા.. હા, ચાલો દીદી મજા આવશે. "

ત્યા કુંજન આવી જાય છે, અને કહે છે હું પણ આવીશ તમારી સાથે, ત્રણેય જતા હોય છે ત્યાં

કુંજન : ( કિરણ ને કાનમાં) " તને ખબર છે કોના ઘરે જવાનુ છે? "

કિરણ : " ના, દિદી લઇ જાય ત્યાં. "
કુંજન : " દીદી ને સાહિલ ના ઘરે જવાનુ છે. "

કિરણ :" શું???? તો હું નથી આવતી તારે જવુ હોય તો જા. "

કુંજન હાથ ખેંચી ને લઇ જાય છે
," ચાલ ને હવે શું કરે છે તુ, સાહીલનુ ઘર તો જોવા મળશે તને. "

" ના.. હો, મારે કાંઈ નથી જોવુ. સાહીલ ને પણ અને એના ઘર ને પણ"

આમ વાત વાત મા સાહીલ નુ ઘર આવી જાય છે. કિરણ ને તો જાણે જેલમાં લઇ જતાં હોય એવું લાગે છે , ત્યાં રિતેશ અને તેના મમ્મી ગીતા બહેન હોય છે, એમણે ત્રણેય નુ સ્વાગત કર્યું અને બેસવા માટે આસન આપ્યું, રિતેશ ને જોઈને કિરણ અને કુંજન એકબીજા સામે જોઇને હસવા લાગે છે, ગીતા બેન ત્રણેય બહેનો ને નાસ્તો આપે છે, બધા વાતો કરે છે અને નાસ્તો શરૂ કરે છે, કિરણ ને થોડુ અજીબ લાગે છે , એટલે ગીતા બેન બોલે છે

" લે, બેટા, જે ભાવે એ તારા લગ્ન મા તું કયાંય હશે ત્યારે થોડી તને વાનેરા માટે બોલાવવાની છું.
ત્યા ચિરાગ અને સાહીલ પણ આવી પહોંચ્યા, આવતા ની સાથે જ ચિરાગે કહયું,

" હા હા.. જમી લો, તમારા લગ્ન મા તમારા સાસરે જ થોડી વાનેરો ખાવા બોલાવાય, "

ગીતા બહેન અને રિયા બીજી બાજુ વાતો મા વ્યસ્ત હોવાથી કશું સાંભળ્યું નહીં, કુંજન, ચિરાગ અને રિતેશ ખડખડાટ હસવા લાગ્યા, બીજી બાજુ કિરણ અને સાહીલ શરમ થી પાણી પાણી થઇ ગયા હતા. કિરણ ને હવે બને એટલું જલ્દી અહીં થી નિકળવુ હતું.

હવેથી સાથે સાથે કિરણ એ પણ ધ્યાન રાખે છે કે ભૂલ થી પણ તે સાહીલ ની સામે ન આવી જાય, અને સાહીલ એ બહાનું શોધતો હોય છે કે કેવી રીતે કિરણ સાથે વાત કરે, આમ ને આમ સંતાકૂકડી મા બે દિવસ વીતી જાય છે.

આજે તો ઘરની રોનક જ કંઇક અલગ જ હતી, હોય પણ કેમ નહીં આજે રિયાના લગ્ન હતા, બધી બાજુ ખુશી જ જોવા મળતી હતી, આખુ ઘર અવનવા ફૂલો અને લાઈટ્સ થી શણગારવામાં આવ્યું હતું, આખી રાત રાસ-ગરબા ને કારણે ઊજાગરો હોવા છતાં પણ કોઈ ના ચહેરા પર ઊંઘ દેખાતી ન હતી. એક રૂમમાં રિયાને તૈયાર કરી રહ્યા હતા, કિરણ, કુંજન, ભૂમિ ને બધા તૈયાર થઈ ગયા હતા,

કિરણે ગુલાબી રંગની ચણીયાચોળી પહેરી હતી, તૈયાર થઈ ને એ એના મમ્મી ને પોતે કેવી લાગે છે એ દેખાડવા જઈ રહી હતી ત્યા આચાનક દરવાજા પાસે ચિરાગ મળી જાય છે, એ કિરણ ને પૂછે છે,

" હેએયય, હું કેવો લાગુ છું. "

" good. "

" તમે પણ મસ્ત લાગો છો હો.. "

" આભાર, હવે હું જાવ?" ( કુંજન કિરણ પાસે આવે છે)


" જાવ પણ એક વાત કે'વી તી. મારા ભાઈ સાહિલ એ પણ તમારી સાથે મેચ થાય એવો જ લાઈટ પિન્ક શર્ટ પહેર્યો છે. "

" તો? હું શું કરુ એમા? "

" એતો પૂછતો હતો કે તમે આજે સાહીલ ભાઈ ને જોયા છે? હું કયારનો એમને શોધુ છું "

" ના.. "( કિરણ ત્યા થી નિકળી જાય છે એને ખૂબ ગુસ્સો આવે છે અને કુંજન ને કહે છે, )

" દિદી હુ આ બેય ભાઈ નુ ખૂન કરી નાખીશ હવે સામે આવશે તો. "

" ના, યાર, કાલે કરજે હો. આજે કેવુ લાગે!"

" શું ૦. દિદી તુ પણ.. "

કિરણ ને ખબર હતી કે આજ નો દિવસ તો એણે એ બેય ભાઈ ને સહન કરવા જ પડશે , પણ જેટલુ બને એટલું એ બંને થી દુર રહેવાનું નક્કી કર્યું. કિરણે નક્કી કર્યું કે એ આખો દિવસ તેના મમ્મી સાથે જ રહેશે જેથી સાહીલ કે ચિરાગ કોઈ તેની સામે ન આવે. જો તે કુંજન સાથે હશે તો ચિરાગ પણ હેરાન કરશે અને કુંજન પણ મજાક કરશે.

હવે તો જાન પણ આવી ગઈ હતી, રિયા પણ મંડપમા બેસી ગઈ હતી અને લગ્ન ની વિધિ શરૂ થઈ ગઈ હતી, બધી સ્ત્રીઓ લગ્ન ગીત ગાવા લાગે છે, બધા લોકો આ અવસરમા ખૂબ જ હોંશ ભેર સામેલ થયા હોય છે, બધા ખૂબ જ ખુશ જોવા મળે છે , કુંજન અને ભુમિ એમના નવા જીજુ ની મોજડી ચોરવાની તૈયારી મા લાગી જાય છે, કિરણ ને પણ જવુ હતુ પણ પેલા બે ભાઈઓ નો સામનો ન કરવો પડે એટલે મોટી મોટી સ્ત્રીઓ વચ્ચે કંટાળીને પણ કિરણ મમ્મી સાથે જ રહી. જ્યાં સુધી જાન ન ગઈ ત્યા સુધી કિરણ કોઈ ના પણ બોલાવવા છતા મમ્મી સાથે જ રહી,

વિદાય બાદ ઘરમાં એક અલગ પ્રકારની જ શાંતિ હોય છે એ જ શાંતિ રિયાની વિદાય બાદ સમગ્ર ઘરમાં જોવા મળી. બધા ફરી થી પોતપોતાના કામે વળગ્યા.

કુંજન ને ખબર હતી કે કિરણ કેમ આખો દિવસ તેનાથી અલગ હતી એટલે કાંઈ પૂછ્યું નહીં, બંને બહેનો ને બાજુ ના ઘરે થી પાણી ભરવાનુ કામ સોંપવામાં આવ્યું હતું, કિરણ અને કુંજન પાણી ભરવા જાય છે તે સાહીલ જોયું એટલે એ પણ એમની મદદ ના બહાને ત્યા પહોચી જાય છે.

સાહિલ : " હું તમને પાણી ભરવામાં મદદ કરુ કુંજન , તમે થાકી જશો."

કુંજન :" તુ શું મદદ કરીશ? મારી પણ કરીશ ને કે પછી ખાલી કિરણ ની જ? " (કિરણ કુંજન ને કોણી મારી ને ચુપ રહેવાનો ઇશારો કરે છે)

સાહિલ : " અરે... હું પાણી ભરી આપીશ, જેણે લઇ જવુ હોય એને.. "

કુંજન.:" તો વાંધો નય. "

સાહીલ બંને ને પાણી ભરી આપે છે , અને કુંજન સાથે વાતો કરતો જાય છે, કિરણ ને એ બંને ની અમદાવાદી બોલી સાંભળવામાં ખૂબ મજા આવે છે ૦

થોડો સમય તો બધુ બરાબર ચાલ્યું, પછી સાહીલ પાણી ભરી ને માટલી મા નાખતો હોય છે અને ધ્યાન કિરણ સામે હોય છે, અને કુંજન સાથે વાતો કરવામાં, પાણી માટલી ની જગ્યાએ બધુ પાણી નીચે જતુ હોય છે, કિરણ એ જોતાં જ બોલે છે,

" થોડુ માટલી સામે પણ જોશો તો માટલી જલ્દી ભરાશે! "

આ સાંભળતા જ કુંજન અને સાહીલ નુ ધ્યાન ત્યા જાય છે અને કુંજન હસી પડે છે, સાહીલ ને તો સમજાતું જ નથી કે શું કરવું, એટલે ચિરાગ નો કોલ આવે છે એમ કહીને ત્યાંથી નિકળી જાય છે .

આમ કરતાં કરતાં લગ્ન પણ પુરા થઇ જાય છે અને સાંજ પણ પડી જાય છે, કિરણ ને આવતીકાલે પોતાના ઘરે પરત જવાનુ હોવાથી મમ્મી ને સામાન પેક કરાવવામાં મદદ કરવા લાગે છે,

સાહીલ કિરણ ને પોતાના દિલ ની વાત કરી શકશે?? કિરણ સાહીલ માટેનો પોતાનો અભિપ્રાય બદલશે?

જોઇએ આવતા ભાગમાં......