Niyati - 5 books and stories free download online pdf in Gujarati

નિયતિ - 5

......આગળ આપણે જોયું કે કિરણ પોતાની માસી ની દિકરી રીયા ના લગ્ન મા અમદાવાદ જાય છે, ત્યા એને ખબર પડે છે કે રિતેશ તો ખાલી એના ભાઈ ની વાત કરવા માટે આવતો હોય છે, ખરેખર એનો મોટો ભાઈ કિરણ ને પસંદ કરે છે. કિરણ આખા લગ્ન દરમિયાન સાહિલ કે ચિરાગ સામે ન આવે માટે એ બધા થી દુર રહેવાનું નક્કી કરે છે છતાં પણ ઘણી વાર એમનો સામનો કરવો પડ્યો હતો, લગ્ન પૂરા થયા બાદ કિરણ અને તેના મમ્મી પોતાનો સામાન પેક કરી રહ્યા હોય છે, હવે આગળ.......




ભાગ

....
કિરણ અને એના મમ્મી સામાન પેક કરી રહ્યા હોય છે ત્યાં અચાનક રાજ આવે છે,

રાજ : " મમ્મી મારો અને કિરુ નો સામાન પેેેક નથી કરવાનો હોો... "

કિરણ : " કેમ, કેમ, મારો સામાન કેમ નહીં? આપડે બેય કયાં જાશૂ? "

રાજ : " તને કિધુ બોલવાનુ મે? ચૂપ રે ને ૦ મમ્મી ને કવ છું. "

કિરણ :" મમ્મી, ભાઈ નો સામાન કાઢી નાખો, કરે જે કરવું હોય તે, આપડે જાશુ એકલા ફરવા.. "

કેસર બેન : " હા હો, બેય નો ઝગડો પતે એટલે કેજો મને ખબર પડે. બોલ રાજ શું થયું.?

રાજ : " મમ્મી આપડે નક્કી કર્યું હતું ને કે માટે ૧૦ મુ ધોરણ ગાંધીનગર કરવાનુ છે, એ સ્કુલમાં ૧૦ મા ધોરણ ની પ્રવેશ પરીક્ષા ૨૦ દિવસ પછી છે, અને મારે બે દિવસ પછી જ સ્પોર્ટસના કલાસ શરુ થાય છે તે કલાસમાં જવુ જરૂરી છે, એટલે ૨૦ દિવસ નુ વેકેશન અહીં જ કાઢવુ પડશે. "

કેસર બેન :" તારા પપ્પા ને પૂછયું? "

" હા, એમણે હા પાડી છે, એટલે જ કીધુ, કિરુ ને હું બેય અહીં માસી ના ઘરે જ રહીશું, વેકેશન પણ થઈ જાય અને મારા ક્લાસ પણ. "

આ સાંભળીને કિરુ ને તો ચક્કર આવવા લાગ્યા તા મનમાં બોલી ઊઠી ,
( ઓ બાપ રે.. ૨૦ દિવસ.. સાહીલ, ચિરાગ અને કુંજન મને જીવવા દેશે કે નહીં , પપ્પા એ કીધું છે એટલે રહેવુ જ પડશે.)

રાજ ને કહે છે.
" ક્લાસ તો તારે છે ને, તો મારે કેમ રોકાવાનુ. "

રાજ ( મસ્તી કરતા, કિરણ ના વાળ ખેંચી ને. ) " એતો મને તારા વિના ગમે નહીં ને એટલે... પાગલ. "

" મમ્મી,,, આને કયો ને હેરાન ન કરે મને "

કેસર બેન : " વાહ.. ૨૦ દિવસ મમ્મી ને કયાં ગોતવા આવશો વાતે વાતે ઝગડો કરીને. કરો જે કરવું હોય એ હું તો જાવ છું મારા દીદી પાસે"

બધા બારે જાય છે, ત્યા બધા હોલમાં બેઠા હોય છે, કિરણ કુંજન પાસે જઈને બેસી જાય છે , કુંજન તો ખુશ થતા કિરણ ને ભેટી પડે છે,

" વાહ... કિરુ તુ આખુ વેકેશન અહીં રહીશ, કેવી મજા આવશે, આપડે ફરવા પણ જશું."

" હા, પણ ખાલી આપણે જ હો! બીજુ કોઈ નહીં. અને દિ- હું અને રાજ અહીં રોકાવાના છીએ એ વાત પેલા ભાઇઓ ને ન કરતી "

" એતો અશકય છે. "

" અરે.. કેમ પણ?"

" સાહીલે જ રાજ ને એ સ્કૂલ ની વાત કરી હતી તો એને તો ખબર જ હોય ને. "

" શું?? એટલે એ લોકોનો જ પ્લાન છે એમ, રાજ ને કોઈ ક્લાસ નથી? "

" ક્લાસ તો છે જ, તુ પણ રોકાઈ છો એ તો એમના માટે પણ સરપ્રાઈઝ હશે. "

( કિરણ કોઈ વિચારો મા ખોવાઈ જાય છે ત્યારે કુંજન એને સુવા માટે કહે છે)
," બસ હવે સાહીલ ના વિચારો મા ખોવાઈ ગઈ કે શું? ચાલ સુવા જઈએ. "

બંને સુવા માટે રૂમમાં જાય છે, ભુમિ થાકી ગઈ હોવાથી વહેલી જ સુઇ ગઈ હતી.

સવારે કિરણ ના મમ્મી પપ્પા ઘરે જવા માટે રવાના થયા , કિરણ અને રાજ ને ઝગડો ન કરવા અને વનિતા માસીને હેરાન ન કરવા જણાવ્યું , બપોર સુધીમાં બધા મહેમાન ચાલ્યા ગયા હતા, હવે ઘરમાં કિરણ ,રાજ અને એમના માસીનો પરિવાર જ હતો.

લગ્ન વાળા ઘરમાં લગ્ન પૂરા થયા બાદ જ ખરુ કામ શરૂ થાય છે, કિરણ ના માસા એ બહાર નુ કામ લઈ લીધુ, રાજ અને દેવ પણ એમના થી થતી મદદ કરતા, જરુર પડે ચિરાગ અને સાહીલ પણ મદદ માટે માસા ની સાથે રહેતા, ઘરની સાફ સફાઈ પણ ૨/૩ દિવસ સુધી ચાલુ રહી, આખો દિવસ કામ કરતા એટલે સાંજે થાકી ને બધા થોડા વહેલા સૂઇ જતા હતા.

૩ દિવસ પછી

હવે તો લગ્ન ને લગતુ બધુ જ કામ પૂરું થઈ ગયું હતું , બધી બહેનો થાકી ગઈ હોવાથી વનિતાબહેને એમને થોડુ મોડે થી ઊઠાડવાનુ નકકી કર્યુ. ત્રણેય બહેનો શાંતિથી ઊઠી ઘરનું કામ કર્યું વધારાનુ તો કંઈ હતુ નહીં, બપોર પછી કિરણ, કુંજન અને ભુમિ એમની સોસાયટીમાં રહેતાં કુંજન ના કાકાના ઘરે ગયા, સાંજે ત્યા જ જમવાનુ હતુ, કુંજન ના કાકા ને એક દિકરી હતી એનુ નામ નિધિ હતુ, એ કુંજન જેવડી જ હતી, કિરણ ને પણ નિધિ સાથે સારુ બનતુ હતુ.

બધાએ બોવ બધી વાતો અને મજાક મસ્તી કર્યા, સાંજે રાજ અને દેવ પણ ત્યાં આવી ગયા હતા, પછી જમીને બધાએ નજીકનાં ગાર્ડનમાં ચાલવા જવાનુ નકકી કર્યુ, બધા છોકરાઓ અને છોકરીઓ ગાર્ડન ગયા, દેવ જઈને ચિરાગ, સાહિલ અને રિતેશ ને પણ બોલાવી લાવ્યો, અને પછી બધા ગયા.

બીજે દિવસે સવારમાં કુંજનના ઘરમાં બધા ચા નાસ્તો કરતાં હતા ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો, કિરણે નાસ્તો કરી લીધો હતો એટલે એને કહયું,

" હું જોઇ આવુ છું, કોણ છે. "

કિરણે દરવાજો ખોલ્યો તો સામે ચિરાગ હતો. એણે કહયું,

" good morning કિરુ. "

"good morning , પણ તમને કોણે કીધુ મને કિરુ કહેવાનું. "

" હા, કિરણ બેન, sorry, હજુ દોસ્તી નથી થઈ એવુ ને. "

" હા, સાચુ, આવો. શું કામ હતુ? "

" કંઈ નહીં, હું તો રાજ ને ક્લાસ માટે બોલાવવા આવ્યો છું, તૈયાર છે? "

" હા, બસ આવતો જ હશે. ધ્યાન રાખજો મારા ભાઈનુ. "

" એક શરતે, દોસ્તી કરશો? "

" હા, ભાઇ, દોસ્ત, બસ. "
બંને હસી ને હાથ મિલાવે છે. રાજ આવે છે એટલે બેય જાય છે.

કિરણ અંદર જાય છે અને કહે છે ચિરાગભાઈ હતા, રાજ ને ક્લાસ માટે બોલાવવા આવ્યા હતા. બધા ફરીથી પોતપોતાના કામમાં જોડાઈ જાય છે, કુંજન સમય મળે એટલે કિરણ સાથે સાહીલ ના નામે મસ્તી પણ કરે છે, એટલે કિરણ કુંજન સાથે મીઠો ઝગડો પણ કરી લે છે.

સાંજે ૫ વાગે બધી બહેનો પાણીપુરી ખાવા માટે જાય છે, રસ્તામાં અચાનક ચિરાગ અને સાહીલ પણ ભેગા થઇ જાય છે અને તે પણ સાથે પાણીપુરી ખાવા માટે જાય છે.

આ તેમનો રોજ નો ક્રમ થઇ જાય છે, સાહિલ અને ચિરાગ કોઇને કોઇ બહાને કુંજનના ઘરે આવતા રહે છે, અને એ લોકો આવે એટલે ચિરાગ અને કુંજન ની મજાક મા કિરણ ફસાઈ જાય , આમ ને આમ ૧૨ દિવસ વીતી ગયા, કિરણ અને ચિરાગ વચ્ચે તો મિત્રતા થઈ ગઈ હતી, પરંતુ હજી સુધી સાહિલ કિરણ ને કઈ પણ કહી નહતો શક્યો, એટલે જ કિરણ પણ હળવાશ અનુભવતી કે ખરેખર સાહીલ ના મનમાં કંઈ નથી, સાંજે કિરણ અને કુંજન અગાશી પર બેઠા હતા ત્યારે કિરણે કહયું,

" દિ- તુ અને ચિરાગ ખોટું શું લેવા સાહિલ ને અને મને હેરાન કરો છો, ખરેખર સાહિલ મારા વિશે કાંઇ નથી વિચારતો. "

" કિરુ, તને કોણે કીધુ એવુ? અમે સાહીલ ને ઓળખીયે છીએ એ બોવ શરમાળ સ્વભાવ નો છે એટલે, બાકી તને પસંદ કરે છે એટલે તો રોજ બહાના કાઢી ને ઘરે આવે છે, નહીં તો એ બોવ ઓછો આવે અમારા ઘરે. "

" હશે, પણ પેલી નિધિ તો કહેતી હતી કે સાહિલ એને પસંદ કરે છે. "

" એને તો બધા એવા જ લાગે કે એને જ પસંદ કરે છે, એની વાત ન સાંભળતી, તો પણ એવું જ હોય તો આપણે કાલે જ સાહીલ ના ઘરે જઈશું. "

(કિરણ ના પાડતા) " ના ના દિ- એના ઘરે, મારે નથી જાવુ. "

" બસ... અત્યારે નથી કિધુ, કાલ નુ કિધુ, ચાલ એક કામ છે. "

એમ કહીને કિરણ અને કુંજન આગાશી પરથી નીચે આવી જાય છે.

બીજા દિવસે સવારે કામ પતાવીને કુંજન નિધિ ના ઘરે જવુ છે એમ કહીને કિરણ ને સાહિલ ના ઘરે લઈ જાય છે, ત્યા સાહિલ એકલો જ હોય છે અને કોઈ બુક વાંચવામાં વ્યસ્ત હોય છે, કિરણ અને કુંજન ને પોતાના ઘરે આવેલા જોઇને થોડી વાર તો એને ખબર નથી પડતી કે શું કરવું ,

બે મિનિટ પછી,

" તમે અહીં, બેસો.. હું તમારા માટે પાણી લઈ આવુ. "

કુંજન : " અમે અહીં મહેમાન બની ને નથી આવ્યા, પાણી તો અમે જાતે પણ લઈ લેશે. "

" OK, બોલો કેમ આવવાનુ થયું. "

" એક વાત સ્પષ્ટ કરવા. તુ સાચે કિરણ ને પસંદ કરે છે? નિધિ કહેતી હતી કે તુ એને પસંદ કરે છે. "

" ના, એતો એણે એક શરત લગાવી હતી એટલે એમ કિધુ હશે. "

"કેવી શરત? "
(કિરણ તો ચૂપચાપ બંને ની વાત સાંભળી રહી હતી એને તો એ જ ન'તુ સમજાતું કે એ શું જાણવા આવી છે? અને કેમ? )

( સાહિલ કિરણ ની સામે જોતા થોડો અચકાતા)

" કાંઈ નહીં, પછી કયારેક કહીશ, બીજુ બોલ. "

" તુ કિરણ ને પસંદ કરે છે? જો હા તો એની સામે કે ને એટલે સ્પષ્ટ થાય "

હવે સાહીલ બરાબર મૂંઝાયો હતો.

" શું??. હું...? મને નથી ખબર. "

" ઠીક છે ન કહેવું હોય તો કાંઈ નહીં, અમે જઈએ. ચાલ કિરુ. "

( બંને બહાર નિકળવા જાય જ છે ત્યાં સાહિલ ફરી બોલાવે છે.)

" કુંજન અહીં આવ , એક વાત કવ. "

" શું છે? "

" કિરણ મારા માટે કિચન માથી પાણી ની બોટલ લઈ આવીશ? "

પોતાનુ નામ સાંભળતા જ કિરણ ચોંકી જાય છે અને માથુ હલાવી હા પાડી છે અને કિચનમા જાય છે.

અહીં સાહિલ કુંજન ને કહે છે,
" જો મને કિરણ બોવ જ ગમે છે, પહેલી વાર જોઈ હતી ત્યારથી પણ, એને કેવી રીતે કવ તુ જ કે? એના વિશે વિચાર કરતો હોવ છું પણ એ સામે આવે ત્યારે મારી હિંમત જ નથી થતી કેવાની. તુ કે એ કરુ. "

" એમા હું શું કરુ, તારે હિંમત તો કરવી જ પડશે ને જો સાચે પસંદ હોય તો જ, ખોટું મારી બેન ને હેરાન નથી કરવાની. "

કિરણ પાણી બોટલ લાવીને દૂરથી જ સાહીલ ને આપે છે.

" કિરુ, સાહિલ તને કંઇક કહેવા માંગે છે. બોલ સાહીલ જે કહેવું હોય તે કિરણ તારી સામે જ છે. "

સાહિલ પાસે હવે પોતાની વાત કહેવા સિવાય કોઇ વિકલ્પ રહેતો નથી અને જો અત્યારે નહીં કહી શકે તો કયારેય નહીં કહી શકે એવુ વિચારીને,
(બોવ બધી હિંમત ભેગી કરીને કહ્યું)

" કુંજન કિરણ ને કે તારી પાછળ ઊભી રે'ય. "

" કિરુ, સાહિલ બોલે એમ કર. "

કિરણ કુંજન પાછળ ઊભી રહે છે, તો પણ સાહિલ પોતાની બુકથી છુપાઈ ને બોલે છે.

" કિ..રણ. હું તમ..ને I mean ત.. ને ખુબ જ પસંદ કરુ છું, I think, I lo...ve yo....u , તુ મારા પ્રેમનો સ્વીકાર કરીશ. "

કિરણે તો કોઈ દિવસ વિચાર્યુ પણ નહતુ કે આવો કંઈ પણ થશે તે કંઈ બોલી શકતી નથી. થોડી વાર આખા રૂમમાં શાંતિ છવાઇ જાય છે, પછી કુંજન બોલે છે

" એમા વિચારવાનું શું હોય કિરુ, આવુ બોલે એને તો લાફો મારવાનો હોય, તો પણ સાહિલ કિરણ વિચારી ને જવાબ આપશે હં..... હવે અમે જઈએ કોઈ આવી જશે "

" હા, ઠીક છે જાવ, ." (બંને જતા હોય છે ત્યાં દરવાજા પાસે એના મમ્મી મળી જાય છે,


" તમે બંને અહીં? કાંઇ કામ હતુ? "

કુંજન : " હા, ભાભી રાજ ફોન નુ ચાર્જર લઇ ગયો તો , એજ આપવા આવ્યા હતા, હવે જઇએ પછી આવીશ. "

" વાંધો નહીં, આવજો. "

બંને ફટાફટ ત્યાંથી નિકળી જાય છે અને ઘરે પરત ફરી ને એક રૂમમાં બેસી આખી વાત યાદ કરીને ખૂબ હસે છે . કિરણ ને ખરેખર નવાઇ લાગી કે અમદાવાદના છોકરા ને પણ આટલી શરમ આવતી હશે.

હવે સાહિલ જ્યાં પણ કિરણ ને મળતો ત્યારે ગાલ પર હાથ રાખતો, આ જોઈને ભૂમી પૂછતી,
" કેમ સાહિલ ભાઈ, કોઈ છોકરી એ લાફો માર્યો કે શું? "

" ના.. ના, પણ અમુક લોકોના ટિચર જ એવા હોય ને કે લાફો મારવાનુ જ શીખવાડે. "

આ સાંભળીને બધા હસી પડતા. કિરણ પણ ધીમે ધીમે સાહિલ ને પસંદ કરવા લાગી હતી. હવે કિરણ ને ચિરાગ અને કુંજન ની મજાક પણ સારી લાગતી હતી, કિરણ ને પોતાના ઘરે પરત જવા માટે ૨ દિવસ ની જ વાર હતી, એનુ વેકેશન પુરુ થવામાં હતુ.

કિરણે કુંજન સાથે મળીને નકકી કર્યુ કે એ સાહિલ ના પ્રસ્તાવ નો સ્વીકાર કરશે. કિરણ ખૂબ જ ખુશ હતી કારણ કે એણે પહેલી વાર પ્રેમનો અનુભવ કર્યો હતો અને એટલે જ સવાર થી એ સાંજ ની રાહ જોઈ રહી હતી, એ લોકો રોજ સાંજે પાણીપુરી ખાવા માટે જતા હતા. સાંજે અચાનક કિરણ ને રાજ સાથે એના સ્પોર્ટસ ક્લાસે જવાનુ થયું, એના માસી પણ સાથે આવવાના હતા.

મોડી સાંજે એ લોકો ત્યાંથી પરત ફર્યા, કુંજન એ કિરણ ને કહયું કે સાહીલે એની ખુબ રાહ જોઈ હતી એને આજે રાતે કોલેજ નો પ્રોજેક્ટ પુરો કરવા માટે બે દિવસ બહાર જવાનું છે અને કિરણ ને પોતાના ઘરે જવાનુ છે એટલે સાહિલ ને મળવુ હતુ. કિરણ ને પહેલી વાર સાહીલ માટે ખૂબ દુઃખ થયું.

રોજ પરાણે મળતા એ લોકોને અત્યારે જયારે કિરણ ને મળવુ હતુ ત્યારે જ અલગ થયા.

કિરણ પોતાના દિલની વાત સાહિલ કરી શકશે, કે પછી એની નિયતિ એને બીજી તરફ લઈ જાય છે જોઈએ આવતા અંકમાં.....