Premni bhinash - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમની ભીનાશ (ભાગ -1)

આપણે સ્વરા અને કુંજ ની એવી પ્રૅમ કહાની વિશેની સફર પર જઈ રહ્યા છીએ જેમાં મિત્રતા, લાગણી, અનહદ પ્રૅમ, દુઃખ, વિરહ દરેક પ્રસંગને માણવાના છીએ.

*****

સ્વરા એક એવી છોકરી જેને ક્યારેય પણ કોઈ પણ છોકરો તેના તરફ આકર્ષી શક્યો નથી.
ભણવામાં હંમેશા અવ્વલ જ આવે.
સ્વરાને બોલવાની આદત ઓછી. પણ એક વખત કોઈની સાથે મિત્રતા થઈ જાય પછી બીજા કોઈનો બોલવામાં નંબર નાં લાગવા દે.
હા, સ્વરા સ્કૂલમાં કોઈ છોકરા સાથે બોલતી નહી, ફાઈટિંગ જરૂર કરતી.

સ્વરા એટલે જેને જોઈને કોઈ પણ મોહિત થઈ જાય. તેજસ્વી અને જિજ્ઞાસાથી ભરેલ આંખો, જેને હસતી જોઈને કોઈનાં પણ ફેસ પર સ્માઈલ આવી જાય એવી મુસ્કાન, સિલ્કી વાળ સ્વરાની સુંદરતાને શણગાર આપતા હતાં. રૂપની રાણી પણ જેને જોઈને શરમાય જાય એટલી સુંદર સ્વરા.

*****

શ્રુતિ : હેય, સ્વરા શું કરે છે?

સ્વરા : બસ જો કોલેજ થી આવીને જમવા બેઠી છું. તું શું કરે છે?

"હું ફ્રી થઈને બેઠી છું." શ્રુતિ બોલી.
સાંભળ. મારે તારું એક ખાસ કામ હતું એટલે અત્યારે કોલ કર્યો હતો.

સ્વરા : હા બોલને.

શ્રુતિ : અરે આપણી સાથે સ્કૂલ માં પેલો કુંજ ભણતો ને...

સ્વરા : કુંજ.....અ...હા યાદ આવ્યું. તો એનું શું.??

શ્રુતિ : એનો કોલ આવેલ મારા પર. તારું કંઈ કામ છે એમ કહેતો હતો એટલે તારો મોબાઈલ નંબર માંગતો હતો.

પણ મારા થી એક ભૂલ થઈ ગઈ. તારા મોબાઈલ નંબર ને બદલે તારા પપ્પા નો મોબાઈલ નંબર અપાઈ ગયો છે.

સ્વરા : હા. વાંધો નહી. હું જોઈ લઈશ.

બંને બહેનપણીની વાત પુરી થાય છે.

એટલા માં જ સ્વરાનાં પપ્પાનાં મોબાઈલમાં એક અજાણ્યા નંબર પરથી કોલ આવે છે.

" અંકલ સ્વરા સાથે વાત થઈ શકશે.? "સામે છેડેથી કોઈ છોકરી બોલે છે.

સ્વરાનાં પપ્પા હા એમ કહી સ્વરા ને ફોન આપે છે.
સ્વરા : હેલ્લો, કોણ?

હું સોનુ વાત કરું છું. કુંજ તમારી સાથે વાત કરવા માંગે છે. તો એને કોલ કરજો.

આ બધું સાંભળી સ્વરા ને ખૂબ ગુસ્સો આવે છે અને કોલ કટ કરી નાંખે છે. આ સોનુ કોણ હતી? અને કુંજ ને જો મારું કંઈ કામ હતું તો તેણે ડાઇરેક્ટ મને જ કોલ કરવો હતો ને !
આ છોકરી પાસે કરવાની શું જરૂર હતી?

સ્વરા મનમાં ને મનમાં બબડતી જમવાનું પતાવે છે અને આ દિવસની વાત તે થોડાં જ દિવસમાં ભૂલી જાય છે. એમ માની ને કે જો કુંજને સાચે જ જો મારું કંઈ કામ હશે તો તે મને કોલ કરશે. મારે એ બધાથી શું?

એમ જ થોડાં દિવસ પસાર થાય છે. એક દિવસ સ્વરાનાં મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે.

"હાય... હાઉં આર યુ..?

સ્વરા : હેલ્લો. " તમે કોણ ?" સ્વરા એ જવાબ આપ્યો.

"હું કુંજ" કુંજે જવાબ આપ્યો.

સ્વરા : હા બોલ. તારે કંઈક કામ હતું ને. તે દિવસે તે કોઈ પાસે કોલ કરાવેલ.

કુંજ : હા...નાં.. એ તો એમ જ.

સ્વરા : (ગુસ્સામાં) હા...નાં...એટલે શું.?

કુંજ : એટલે કામ હતું એમ.

સ્વરા : હા તો એ જ પૂછું છું. શું કામ હતું.?

કુંજ : એમ કંઈ ખાસ નહી હતું. બસ તારી સાથે વાત કરવી હતી.

સ્વરા : શું વાત કરવી હતી બોલ.

કુંજ : આઈ લવ યુ.

સ્વરા : વ્હોટ?
શું બોલે છે તું?
હું તો તને બરાબર ઓળખતી પણ નથી.

કુંજ : હા. પાંચ વર્ષથી હું તારી વેઇટ કરું છું. છેલ્લા પાંચ વર્ષથી તારો કોન્ટેક્ટ કરવા માટે મે શું શું નથી કર્યું. હું મારી બાકીની પુરી જિંદગી તારી સાથે જીવવા માંગુ છું. માંડ તારી સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં તું ગુસ્સે થઈ ગઈ. તને મેસેજ કરતા પણ ડર લાગતો હતો મને.

સ્વરાને તો કંઈ સમજ નથી પડતી. કુંજ જે કંઈ બોલે છે તેના પર સ્વરાને ભરોસો નથી આવતો. આમ કોઈ છોકરો કોઈ છોકરીને ડાઇરેક્ટ કેવી રીતે પ્રપોઝ કરી શકે? કોઈ મારી સાથે કોન્ટેક્ટ કરવા માટે પાંચ પાંચ વર્ષ સુધી વેઇટ કરી શકે.?
એવું તે કેમ બને?(સ્વરા મનમાં જ બોલે છે)

_____________________

શું ખરેખર કુંજ જે કંઈ કહી રહ્યો હતો તે સત્ય હતું?
કુંજ ખરેખર સ્વરાને પ્રૅમ કરતો હતો?
સ્વરા કુંજને શું જવાબ આપે છે?

....એ જાણવા માટે વાંચતા રહો "પ્રેમની ભીનાશ"