Vatsalya - 1 books and stories free download online pdf in Gujarati

વાત્સલ્ય - અંતનો અંતે આરંભ - ભાગ-૧

સૌ પ્રથમ મારું શીર્ષક દુનિયાના માતા-પિતાને સમપિર્ત છે.

•પહેલીવાર માતૃભારતી ઊપર આવીને મારી રચના આપ લોકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું.મારા માટે લોકોના સારા પ્રતિસાદ અને પ્રેમની આશા સાથે મારા તમામ વડીલ માતા-પિતાના આશીષ લેવા એક સાવાળી રચના માતૃભારતી ઊપર રજૂ કરીશ.મને ખબર નથી કે મારી રચના કેટલા લોકો સુધી પહોંચશે,પરંતુ આશા કરું છું કે જેટલા લોકો સુધી તેટલા લોકો આ રચનામાંથી કંઈક શીખીને મારી આ રચનાને સારો પ્રતિભાવ આપશે.

•મિત્રો,"વાત્સલ્ય"શબ્દ કેટલો મીઠો છે નહિ!મોટેભાગે આ શબ્દ માતા-પિતાના અતુલ્ય પ્રેમ પાછળ વપરાતો હોય છે,પરંતુ આ જ શબ્દ જ્યારે કરુણતાની સીમા પાર કરે ત્યારે બહુ જ ભયાનક લાગે છે.મને પણ આ શબ્દ બહુ જ પ્રિય છે એટલે માતૃભારતી ઊપર મારુ પહેલું જ શીર્ષક "વાત્સલ્ય" લઈને આવ્યો છું. માતા-પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે અથાક મહેનતથી જે સંઘર્ષ કરે છે,તે સંઘર્ષને ઘણીવાર ભગવાન પણ જોઈને રડી પડે છે!આટલા અથાક મહેનતના અંતે,માતા-પિતાને જે મળે છે તેની કરુણ વાત અને છતાં આ માતા-પિતા તેના અંતના સમયમાં પોતાના જ બાળકોથી તરછોડાઈ જાય છે અને પછી તેઓ પોતાની જીંદગીનો જે આરંભ કરે છે તે ખરેખર કોઈ ભયાનક અંતને પણ ચેતવણી આપવા જેવું લાગે છે.મારી દ્રષ્ટિ તો માતા-પિતાને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપે છે,એટલે તમામે તમામ માતા-પિતાના ચરણોમાં તેમના સન્માનમાં મારી થોડી પંક્તિ સમપિર્ત કરું છું:-


"માતા છે જીવનની ધારા,
તો પિતા છે તેની અમૃતધારા!


માતા છે વાત્સલ્યની મૂર્તિ,
તો પિતા છે તે મૂર્તિની માટી!


માતા છે પ્રેમની અખંડ જ્યોત,
તો પિતા છે તે જ્યોતનો સ્ત્રોત!


માતા છે જીવનમાં અનમોલ,
તો પિતા છે આપણા જીવનનું મૂળ!

•આપણે થોડા સમય માટે વિચારીએ કે,ભગવાને માતા-પિતા જ ન રાખ્યા તો શું આપણે અત્યારે અહીં હોત?ભગવાન પણ જો ભગવાન પણ પોતે માતા-પિતા થકી જ પોતાની લીલા બતાવવા આવી શકે છે તો પછી મિત્રો આપણી શું ઔકાત કહેવાય?મેં તો એવા ઘણા માતા-પિત જોયા તે જેણે પોતાની જીંદગીનો વિચાર કર્યા વગર પોતાનું સમગ્ર જીવનના પોતાના બાળકોના સપનાઓ અને જીવન પાછળ ખર્ચ કરીને બેઠા છે અને તેના જ બાળકો એક ત્રણ પૈસાનું ભણતર મેળવીને તેમને જ તોરછોડીયા છે.વાહ માનવની મતલબી માનવતા કે જે પોતાના માતા-પિતાના પણ નથી રહેતાં.

•મિત્રો એવું નથી કે તમે ખરાબ કાર્યો કર્યા હોય તો જ તમારા બાળકોથી તરછોડાય જાવ છો,પરંતુ ઘણીવાર તમે સારા કાર્યો કર્યા છતાં પરિણામ આવું જ આવે છે.તો તેનો અર્થ તે છે કે,ભગવાન તમારી સારા કાર્યોની બહુ જ અઘરી પરિક્ષા કરતા હોય છે.તેથી મારી તમામે તમામ માતા-પિતાને નમ્ર વિનંતી છે કે,બાળકોથી તરછોડાવાની બીકથી ક્યારેય જીંદગી હારીને જીવશો નહિ,પરંતુ ત્યારથી જીંદગી એવી જીવજો કે તમારી અઘરી પરીક્ષા કરનાર ભગવાનને પણ અફસોસ થવો જોઈએ અને આ જ વાતને સાથર્ક રીતે સાબિત કરવા હું "વાત્સલ્ય"(અંતનો અંતે આરંભ)લઈને આવું છું.


•આશા છે મારી આ રચનાના શીર્ષકની કરુણતા અને હકીકત હું આપ સૌ સમક્ષ રજૂ કરવામાં સફળ રહીશ.


•તમે અને મે આ જ ઊદે્શ આપતી ઘણી રચનાઓ અને ફિલ્મો જોઈ હશે,પણ આ રચનાનો અંત ખરેખર મારા શીર્ષક "વાત્સલ્ય"ને સો ટકા શોભે તેવો છે.મારા આ શીર્ષકનો સાર એ જ છે કે જ્યારે માતા-પિતાનો વાત્સલ્ય ભરેલો પ્રેમ તેના બાળકોને લાગણીની હૂંફ આપી શકે છે,તો આ જ વાત્સલ્ય ભરેલો પ્રેમ એક રૌદ્ર સ્વરૂપમાં આવે તો તે તેના જીવનના અંતના સમયને પણ હેરાન કરી મૂકે છે.


•હું આવું છું એક અલગ સાર લઈને માતૃભારતી પર તો વાંચવાનું ચૂકશો નહિ"વાત્સલ્ય"(અંતનો અંતે આરંભ) ટૂંક સમયમાં માતૃભારતીના મારા "જયરાજસિંહ ચાવડા" એકાઉન્ટ પર અને હા ખાસ કોમેન્ટસ આપવાનું પણ ભૂલશો નહિ,કેમકે તમારા કોમેન્ટ્સ જ મને આ શીર્ષકને સાબિત કરવામાં સફળ પૂરવાર થશે.

(રચનાનો મુખ્ય ભાગો મારા આવનારા આગલા ભાગથી શરૂ થશે તો વાંચવાનું ભૂલશો નહિ......)

To Be Continued....

-જયરાજસિંહ ચાવડા