Kavitani kadi books and stories free download online pdf in Gujarati

કવિતાની કડી

નમસ્કાર મીત્રો,
કવિતાની કડી રુપે સૌ પ્રથમવાર ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા આપની સમક્ષ રજુ કરુ છું. આશા છે કે આપને એ જરૂર પસંદ આવશે.


અનુક્રમણીકા

૧. ફુલની પ્રેમ કહાની

૨. એક જીવડું

૩. ઉતાવળ શું છે

૪. Snowfall ❄️

૫. Once more ન કહેશો

————————————————————-

“ફુલની પ્રેમ કહાની”

પ્રેમ થયો એક પતંગિયાથી ફુલ ઘણું શરમાય
નાનકડી એની પ્રેમ કહાની રંગો ભરતી જાય

પતંગિયુતો મુક્ત ચરાચર જે ફૂલડે ચોંટી જાય
કોમળ ફૂલડું મન મુકીને મહેક મુકતુ જાય

પતંગિયાનો પ્રેમ પારકો જે બીજે વળગી જાય
ફૂલડું બે દી પ્રેમ કરીને આખર કરમાઈ જાય

સૌ જાણે આ પ્રેમ પુરાણો રોગી કરતો જાય
પતંગિયું સોડમને શોધે પણ એ ફૂલડું ન દેખાય

- Hiren Bhatt (©એમજ દિલથી)

————————————————————-
“એક જીવડું”

એક જીવડાએ દેહ ધર્યો છે
કહે છે માણસનો વેશ ધર્યો છે
આ ધરા પર પણ ભાર વધ્યો છે
કહે છે એણે સંસાર રચ્યો છે
અન્નનો અહીં આહાર ખૂટ્યો છે
કહે છે એણે ભોગ ધર્યો છે
કુબેરનો પણ ભંડાર ખુટ્યો છે
કહે છે એનો વેપાર વધ્યો છે
કુદરતનો પણ કોપ વધ્યો છે
કહે છે એણે વિકાસ કર્યો છે
જીવનમાં સઘળો ત્રાસ વધ્યો છે
કહે છે માણસથી માણસ મળ્યો છે

- Hiren Bhatt (©એમજ દિલથી)

————————————————————-

“ઉતાવળ શું છે”

ઉતાવળ શું છે બધુ પામવાની
આ જીંદગી તો છે ભાઇ જીવવાની

ઘેલછા શું માંડી છે સંઘરવાની
આ હોજરી તો રોટલા જ ગળવાની

મથામણ શું છે નામ કરવાની
કોશિશ તો કર દિલમાં રહેવાની

દોટ શું મુકી તે પહોંચવાની
આ કાયા તો રાખમા જ ભળવાની

ઉતાવળ શું છે હવે જીતવાની
આ સ્પર્ધા છે રેત પર લખવાની

- Hiren Bhatt (©એમજ દિલથી)

————————————————————-

❄️ Snowfall ❄️ ⛄️

વાદળથી છુટા પડતાજ બુંદ બરફ મા બદલાયી ગયી
આવીને મધ્ય હવામાં એ હીમવષાઁ મા ફેરવાઈ ગયી

લીલોતરા ઉપવનમાં જાણે સફેદ ચાદર ઢંકાઈ ગયી
ડોકાયું કરતા ડુંગરીયા દાદાને સફેદ દાઢી (ય) આવી ગયી

ઝાડ પર બેસેલી એ ચકલી બરફની હેલીથી ડધાઇ ગયી
પોતાના માળામાં જઇને એ ગુપચુપ લપાઇ ગયી

સૂરજની સોનેરી કીરણો વાદળોમાં છુપાઈ ગયી
ચાંદની એ ચાંદની જાણે દિવસમાં પથરાયી ગયી

સુંદર સરોવર પર સપાટ ચાદર પથરાયી ગયી
ભીતર રહેતી માછલીઓ પણ જાણે પાતાળમાં સંતાઈ ગયી

સમગ્ર વાતાવરણમાં (એકાએક) શીત લહેર પ્રસરાઇ ગયી
ઝગમગતા જીવનમાં જાણે મીઠી શાંતી સ્થપાઈ ગયી.

- Hiren Bhatt ( ©એમજ દિલથી )

————————————————————

“Once more ના કહેશો”

હદયમા તમારા રહી જાઉં તો જાકારો ન દેશો
હૈયું હળવેથી હરી જાઉં તોય Once more ના કહેશો
દિલમાં તમારા વસી જાઉં તો જાકારો ન દેશો
દિલને ફરી ધબકાવી જાઉં તોય Once more ના કહેશો
વાતોમાં તમારા વણાયી જાઉં તો સ્પષ્ટતા ન દેશો
વાણીથી એમજ સરી જાઉં તોય Once more ના કહેશો
આંખોમાં તમારા છપાઇ જાઉં તો ભૂસી ન દેશો
આંસુ બની છલકાઈ જાઉં તોય Once more
ના કહેશો
સ્મુઁતીમા તમારા સમાઈ જાઉં તો વીસરી ન દેશો
છબી બની છવાઈ જાઉં તોય Once more ના કહેશો
મુખને તમારા મલકાવી જાઉં તો ઉદગાર ન દેશો
મીઠી મુસ્કાન દઇ જાઉં તોય Once more ના કહેશો
ધરઆંગણ તમારા ટહુકી જાઉં તો હડસેલો ન દેશો
Morning ફરી મહેકાવી જાઉં તોય Once more ના કહેશો
મહેફીલથી તમારા (કાલ) ઊઠી જાઉં તો હિર ને દાદ ન દેશો
કવીતામાં ક્યાંક સંભળાઈ જાઉં તોય Once more ના કહેશો

- Hiren Bhatt (©એમજ દિલથી)

————————————————————-

આપના અભીપ્રાય અને Suggestions જરૂરથી મને જણાવશો.

ધન્યવાદ
Hiren Bhatt
©એમજ દિલથી