Big Fish - 1 books and stories free download online pdf in Gujarati

Big Fish - 1


આ વાત છે એક પિતા જેેમ્સની.જે તેના દીકરા એશને વાર્તા સંભળાવતા હોય છે.
એ કહે છે કે જ્યારે હું શહેર એનાબેલામા જન્મ્યો,તે માછલી પહેલેથી જ બહુ ફેમસ હતી.કોઇ કહેતું તે સાઇઠ(60) વર્ષ પહેલાંથી છે,તો કોઈ કહેતું એ ડાયનોસોરના યુગથી છે.પણ મેં કોઈની વાત ન માની.હું તો બસ એને પકડવા માગતો હતો.

જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારથી હું એ માછલીને પકડવાના પ્રયત્નો કરતો હતો. પરંતુ જે દિવસે તારો જન્મ થયો તે દિવસે મેં એ માછલીને પકડી લીધી. એ માછલી ને પકડવા મેં અનેક પ્રકારના પ્રયત્નો કર્યા પરંતુ તે કોઇ દિવસે મારા કાંટામા ન ફસાઈ. એક દિવસે મેં મારા લગ્નની અંગુઠી(વીટી) ને એક તારથી બાંધી. એ તાર એટલો મજબૂત હતો કે તેનાથી એક હાથીને પણ ઉચકી શકાતો હતો. મેં જ્યારે મારી લગ્નની વીંટી ને પાણીમાં નાખી ત્યારે તે મોટી માછલી એને ગળી ગઈ. એ મને પાણીમાં ખેંચી રહી હતી પણ હું એને મારા લગ્નની વીંટી ને લઈને જવા ન તો દેવા માગતો.

તે મને ક્યારેક પાણીની નીચે લઈ જતી તો ક્યારેક પાણીની ઉપર ,ક્યારેક આગળ ,ક્યારેક પાછળ પણ મેં એને ના છોડી અને આવી રીતે મેં એ મોટી માછલીને પકડી લીધી.

ધીરે-ધીરે સમય પસાર થાય છે પરંતુ એશના પિતા જેમ્સ પોતાની આ કથા બધાને સંભળાવે છે અને જે દિવસે એશના લગ્ન થાય છે એ દિવસની પાર્ટીમાં પણ તેના પિતા પોતાની આ કથા બધાને સંભળાવે છે.

એશ પોતાના પિતા જેમ્સની આ કથા પર કદી વિશ્વાસ ન કરતો અને તે આ કથાને સાંભળી ને કંટાળી ગયો હોય છે એટલે એસ પોતાના લગ્નની પાર્ટી છોડીને બહાર ચાલ્યો જાય છે અને જ્યારે જેમ્સ બહાર આવે છે ત્યારે એસ તેના પર ખૂબ ગુસ્સો કરે છે એ કહે છે આ કથા ની એક એક લીટી જેમ તમે સંભળાવો છો તેમ પણ સંભળાવી શકું છું.બાળપણથી હું આ કથા સાંભળ તો આવું છું પણ તમારી આ કથાને કોઈ પણ પસંદ નથી કરતું હું પણ નથી કરતો. બધા જાણે છે કે આ સાચી કથા નથી અને હું નથી ઇચ્છતો કે તમે તમારો મજાક ઉડાવો અને સાથે સાથે અમારો પણ મજાક ઉડે. જેમ્સ કહે છે કે મને માફ કરજે મારે તને શરમ જનક લાગ્યું.

એશ પોતાની પત્ની સાથે પોતાની નોકરીને લીધે બીજે ચાલ્યો જાય છે અને આગળના ત્રણ વર્ષ સુધી તે પોતાના પિતા સાથે વાત નથી કરતો .કારણ કે તેના મનમાં જેન્સ માટે નફરત હોય છે તેને લાગે છે કે તે પોતાના પિતાથી બિલકુલ અલગ છે તે ના તો કદી તેના પિતા જેવો બની શક્યો અને ન તો તેના પિતા કદી તેને સમજી શક્યા.

એક દિવસ એશને ને ફોન આવે છે એને કહેવામાં આવે છે કે તમારા પિતા એ એની નોકરી છોડી દીધી છે કારણ કે તેને કેન્સર થયું છે અને હવે તે મૃત્યુ પામવાના છે એટલે એશ અને તેની પત્ની જે પ્રેગનેટ છે એ પાછા તેના પિતાના શહેર એનાબેલા આવે છે અને જ્યારે તે ફ્લાઈટમાં હોય છે ત્યારે એને તેના બાળપણની એ કથા યાદ આવે છે જે તેના પિતાએ સંભળાવી હતી.

તેમાં જેમ્સ એ એને કહ્યું હતું કે અહીંયાં એક છોકરી રહેતી હતી. જેના વિશે લોકો એમ કહેતા કે એની એક આંખ કાચની છે અને જે એની આંખમાં જુએ છે તો તે કેવી રીતે મરશે તેમાં દેખાય છે અને એક દિવસ જેમ્સ અને ચાર મિત્રો સાથે છોકરી ના ઘરે જય છે તેને કોઈપણ મિત્રો ઘરમાં નથી જતા જેમાં એ છોકરી રહે છે પરંતુ જેમ્સ તે છોકરી ના ઘર માં જાય છે અને તે એ છોકરીને પોતાની સાથે તેના મિત્રો પાસે લાવે છે અને જ્યારે તેના મિત્રો તે છોકરીની કાચની આંખમાં જુએ છે ત્યારે તેઓને પોતાનું મૃત્યુ કેમ થવાનું છે તે દેખાય છે.

...... વધુ આવતા અંકે...