Big Fish - 7 books and stories free download online pdf in Gujarati

Big Fish - 7


આપણે જોયું કે જેમ્સ દુશ્મન દેશના સૈનિકો થી સંતાઈ રહ્યો હતો. હવે આગળ...

પીની અને લીનીની મદદથી જેમ્સ પોતાના દેશમાં અને પોતાના શહેરમાં પાછો આવી જાય છે, પરંતુ અહીંયાં જેસિકા ને એવું કહેવામાં આવે છે કે જેમ્સ આ દુનિયામાં નથી રહ્યો. કેમ કે તેની કોઇ પણ ખબર નહોતી મળી રહી. પરંતુ જ્યારે જેસિકા જેમ્સ અને પાછો જુએ છે, તો તે ખૂબ જ ખુશ થઇ જાય છે અને આવી રીતે પ્રેમ કરવા વાળા મળી જાય છે.

હવે વાર્તા ફરીથી વાર્તાની દુનિયામાંથી હકીકતની દુનિયામાં આવી જાય છે.અહીં એશની પત્ની એશને પૂછતી હોય છે કે તમે મને આ વાર્તા વિશે ક્યારેય નથી કહ્યું.આમાં પ્રેમ હતો, યુદ્ધ હતું, સંઘર્ષ હતો. ત્યારે એશ કહે છે કે આવું કંઈ હતું જ નહીં. આ બસ એક વાર્તા છે.કેમ કે તેને તેના પિતા જેમ્સ પર જરા પણ વિશ્વાસ નથી. એશ ની પત્ની પૂછે છે કે શું તું તારા પિતાને પ્રેમ કરે છે? ત્યારે એશ કહે છે કે તારે એને સમજવું પડશે. જ્યારે હું નાનો હતો ત્યારે મારા પિતા વધારે માં વધારે સમય મારાથી દુર જ રહેતા હતા. મને એવું લાગતું હતું તે તેનો બીજો પરિવાર છે અને એટલે તે મારાથી દૂર રહે છે.તે ત્યાં ચાલ્યા જતા હશે. એવું બની શકે કે મેં જે કહયું એવું ન પણ હોય, પરંતુ સાચું તો એ જ છે કે મને મારા પિતા વિશે કશું પણ ખબર નથી. એને પોતાના જીવન દરમિયાન મને એક પણ હકીકત નથી કહી. એશની પત્ની કહે છે કે તારે તારા પિતા સાથે વાત કરવી જોઈએ.

બીજા દિવસે એશ તેના પિતા પાસે વાત કરવા માટે જાય છે .તે તેના પિતાને કહે છે કે, તમે આખી જિંદગી મને ફક્ત વાર્તાઓ સંભળાવી, પરંતુ હું તમારા વિશે કોઈ પણ નથી જાણતો. મને સાચું કહો, તમે જેવા પણ છો સારા કે ખરાબ હું જાણવા માગું છું. તેના પિતા કહે છે કે મેં મારા જીવનમાં જે કંઈ કર્યું, એ બધું તને કહ્યું. એશ કહે છે કે બધી વાર્તાઓ હતી. આ બધું ખોટું છે.જેમ્સ કહે છે કે તું મને શું બનાવવા ઈચ્છતો હતો? હું મારી જિંદગીમાં જ્યારથી જન્મ્યો ત્યારથી આજ સુધી હું જેવો હતો એવો જ છું. હું તારી સાથે ક્યારેય ખોટું નથી બોલ્યો અને જો તને એવું લાગે છે કે મારી વાર્તાઓ ખોટી છે, તું મને નથી ઓળખતો તો એ તારા જીવનની નિષ્ફળતા છે. ના કે મારા જીવનની. ત્યારબાદ એશ ત્યાંથી ઉભો થઈને ચાલ્યો જાય છે અને તે બહાર તેનાસ્વિમિંગ પૂલ માં રહેલી પાણી પરની લીલને દૂર કરવાનું શરૂ કરે છે અને ત્યારે તેને પાણીમાં કઈ હલનચલન થતુ દેખાય છે. તેને એવું લાગે છે કે પાણીમાં બહુ મોટી માછલી છે એ જોઈને એશ બીય જાય છે. એને નથી સમજાતું કે પાણીમાં શું છે. ત્યાર બાદ એશના મમ્મી એશને અને તેની પત્નીને સ્ટોર રૂમમાં લઈ જાય છે. જ્યાં એના પિતાનો ઘણો બધો સમાન હોય છે. અહીંયા એક મશીન પણ હોય છે, કે જેના વિશે અને તેના પિતા જેમ્સે વાર્તા સંભળાવતા કહ્યું હતું કે, જ્યારે એ નાના હતા ત્યારે એ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હતા. એટલે તેમને એક મશીન ની અંદર ત્રણ વર્ષ માટે રાખવામાં આવ્યા હતા. જેથી તેમનુ શરીર ન વધે. સાથે સાથે અહીંયા એશની મમ્મીને એક પત્ર પણ મળે છે.જે યુદ્ધના સમયે તેને આપવામાં આવ્યો હતો. તેમાં એવું લખ્યું હતું કે એશ ના પિતા જેમ્સ આ દુનિયામાં નથી રહ્યા. કેમ કે તેની કોઇ ખબર નહોતી મળી રહી. ત્યારબાદ એસ તેના મમ્મી ને પૂછે છે કે શું આ બધું સાચું હતું ? ત્યારે તેની મમ્મી તેને કહે છે કે, જે વાર્તાઓ તારા પિતાએ તેને સંભળાવી હતી એ એટલી પણ ખોટી નહોતી. તેમાં કંઈ ને કંઈ તો સચ્ચાઈ હતી. ત્યારબાદ તેના મમ્મી (જેસિકા) ત્યાંથી ચાલ્યા જાય છે.

વધુ આવતા અંકે....