rahasymay rakshakni ramat books and stories free download online pdf in Gujarati

રહસ્યમય રાક્ષસની રમત - ડરની થ્રીલર દાસ્તાન

"શ્રિશાંત નહીં શૈતાન! હું શૈતાન છું!" શ્રિશાંતે એક અલગ જ અવાજમાં અને રાડ પાડતાં કહ્યું.

🔵🔵🔵🔵🔵

"મામી, પણ મને શ્રિશાંત નહીં પસંદ! હું તો..." પરિધિ આગળ કઈ બોલે એ પહેલાં જ એની મામીએ કહી દીધું, "મા વગરની છોકરીને સારું ઘર મળે છે તો પરણી જા ને!"

"પણ હું તો... હું તો મારા શંભુને લવ કરું છું!" એણે કહી જ દેવું હતું, પણ એ બસ મનમાં જ બોલી શકી! જો એનાં મામીની જગ્યા પર એની ખુદની મમ્મી હોત તો શાયદ એનાં દિલની વાત જાણી જાત!

"જો, મારા મેરેજ નક્કી થઈ ગયા છે! રડતો નહીં, જમી લેજે ભૂલ્યા વિના અને બીજી કોઈ મારાથી પણ સારી છોકરી શોધી લેજે!" કોલ પર એણે બસ કહ્યું અને કોલ કટ કરી દિધો!

"હું જાણું છું એણે... એ તો પાગલ છે... નહીં જમે અને અને કંઇક કરી ના દે તો સારું!" એમ મનમાં વિચારો કરીને એણે તુરંત જ ફરી એણે જ કોલ કરી દીધો!

"જો યાર... પ્લીઝ સમજ મારી મજબૂરી! આપણા મેરેજ શક્ય નહીં!" એણે રડતાં રડતાં અને ભારપૂર્વક કહ્યું.

"હા બાપા, હું ક્યાં કંઈ કશું કહું જ છું પણ! તારી ખુશીમાં જ મારી ખુશી! બસ તું ખુશ રહેજે! જમી લેજે સમયસર અને તારું ખાસ ધ્યાન રાખજે... કોઈની પર પણ આંખ બંધ કરીને તું ભરોસો કરી લઉં છું! આ દુનિયા બહુ જ ખરાબ છે! હવે હું નહિ તને બચાવવા!" એના એ છેલ્લા વાક્યે બંનેની આંખોમાં જાણે કે આંસુઓનો સાગર જ ઉમેટ્યો! બંને રડી પડ્યાં! આખીર આ દુનિયામાં એક શંભુ સિવાય એનું હતું પણ કોણ?! મામા મામી પણ સ્વાર્થ ખાતર જ તો એની સાથે સંબંધ રાખતા હતા! બસ એક આ જ વ્યક્તિ હતો જે એના માટે મમ્મી ની જેમ ખ્યાલ રાખતો; દોસ્તની જેમ ટોકતો અને પપ્પાની જેમ વ્હાલ કરતો!

પણ એની બિચારી પાસે બીજો કોઈ ઉપાય પણ તો ક્યાં હતો?! જો સમાજ વિરોધ જઈને એ એની સાથે ભાગી જાય તો તો લોકો એમ જ કહેતા ને કે માં બાપ વિનાની છોકરી હતી એટલે આવું જ કરે ને એમ!

ખરેખર તો આ પહાડ જેવી લાગતી જિંદગીમાં એણે એક શંભુ જ તો મીઠા ઝરણાં જેવો લાગતો હતો! એક એણે જ તો એણે હસતા શીખવ્યું હતું!

ગમે તે થાય, પણ એણે હવે શંભૂથી દૂર જ જવાનું હતું!

કંઈ કેટલાય સમય સુધી એકમેકને ખુશ રહેવાનું અને ધ્યાન રાખવાનું એ બંનેએ કહ્યે રાખ્યું, શું ખબર આ જીવનમાં ફરી મળવાનું થાય કે ન થાય?!

🔵🔵🔵🔵🔵

"શ્રિશાંત! એનું નામ શ્રિશાંત છે... આમ તો બહુ ચૂપ ચૂપ રહે પણ દિલનો તો બહુ સારો લાગે છે!" એક વાર એણે કોલ કરીને શંભુને કહેલું!

"હા... પણ તને તો મારી જેમ બોલ્યા જ કરે એવા લોકો પસંદ છે ને?!" શંભુનાં સવાલનો પરિધિ પાસે કોઈ જ જવાબ નહોતો! શું કહેતી એ એણે કે એની મામીએ એની મરજી વિના જ એણે ત્યાં પરણાવી દીધી હતી?! પણ શંભુને તો આમ પણ ક્યાં કંઈ કહેવાની જરૂર જ હતી, એ તો બધું જ જાણી જતો હતો!

વધુ આવતા અંકે...

ભાગ 2માં જોશો: "સારું રડાવી જ હોય તો પણ સાફ સાફ કહી જ દે ને! એમ પણ લાઈફમાં શું ઓછું દુઃખ છે!" પરિધિ જ્યારે પણ એના દુઃખ વિશે કંઈ કહેતી તો શંભુ ની આંખો પણ કોરી ના જ રહી શકતી! જાણે કે એના દુઃખમાં ખુદ એનું પણ દુઃખ સમાયેલું ના હોય!

"અરે ના ઓ પાગલ... ખાલી એ તો મોં માંથી નીકળી ગયું! ખબરદાર જો તું રડી છે તો!" શંભુ એ કહ્યું તો પરિધિ સમજી ગઈ કે હજી સુધી એ એણે ભૂલી નહિ શક્યો!

"અરે પાગલ, હવે તો ભૂલી જા મને!" પરિધિ એ કહ્યું.

"હા... ચોક્કસ!" શંભુ એ કહેવું જ પડ્યું!