lagni bhino prem no ahesas - 19 in Gujarati Fiction Stories by Nicky@tk books and stories PDF | લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 19

Featured Books
  • Operation Mirror - 5

    जहां एक तरफ raw के लिए एक समस्या जन्म ले चुकी थी । वहीं दूसर...

  • मुर्दा दिल

    कहानी : दीपक शर्मा            ...

  • अनजाना साया

    अनजाना साया लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्द)गाँव का नाम...

  • नेहरू फाइल्स - भूल-83-84

    भूल-83 मुफ्तखोर वामपंथी—‘फिबरल’ (फर्जी उदारवादी) वर्ग का उदय...

  • The Professor

    अध्याय 1: मैकियावेली और एक ठंडी चायस्थान: दिल्ली यूनिवर्सिटी...

Categories
Share

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 19

આખો દિવસ ઈતજાર કર્યા પછી સાંજે ઓફિસેથી છુટવાના સમય પર શુંભમનો મેસેજ આવ્યો. તે ફ્રિ હતો એટલે સ્નેહાએ કોલ કર્યો. કાલ સુધી તે તેમની સાથે બિંદાસ કોઈ પણ ડર વગર વાતો કરતી હતી ને આજે તેમને તેમની સાથે વાત કરતા જાણે ડર લાગતો હતો.

"આજે એક છેલ્લો સવાલ પછી કયારે કોઈ સવાલ નહીં કરું." સ્નેહાએ વાતની શરૂઆત કરતા જ સીધી જ વાત શરૂ કરી.

"મે ક્યા તને ક્યારે સવાલ પુછવાની ના કહી..! તને જયારે મન થાય તું પુછી શકે છે." શુંભમે કહયું

"શું કોઈ છોકરીને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જાય તો તેમને તે છોકરાને પ્રપોઝ કરવું જોઈએ કે નહીં....??"

"હા. મારા હિસાબે દિલની વાત દિલમાં રાખવા કરતા કોઈને કહી દેવી વધારે સારી છે."

"પણ, આપણે જે સમાજથી બિલિવ કરીએ છીએ ત્યાં તો લોકોનું એવું માનવું છે કે જે છોકરી પહેલાં શરૂઆત કરે તે ખરાબ હોય. તો શું તમને પણ એવું લાગે છે...?? "

"ના. જરુરી તો નથી કે પ્રેમ ખાલી છોકરાને જ થઈ શકે છોકરીને પણ થઈ શકે. પણ તું આ બધું શું કામ પુછે છે....???"

"કેમકે મારે મારા પ્રેમને આ બધું કહેવું છે. "

"ઓ.....!!એવું.... "

"પુછશો નહીં કે મારો પ્રેમ કોણ છે....?? "

"તું કહીશ નહીં ત્યાં સુધી મને કેવી રીતે કંઈ ખબર પડે."

"એ જ તો મુશકેલ છે કે તમારી જ વાત તમને કંઈ રીતે કહું.'

"મતલબ...!!"

"કંઈ નહીં. બોલો બીજું....??" સ્નેહાએ વાતને બદલતા કહયું.

"કંઈ નહીં તું કે.....?"

"હાલત થોડી ખરાબ થતી જાય છે. ખરેખર આ પ્રેમ પણ અજીબ છે. કેટલો તડપાવે છે. "

"હજું તો શરૂઆત થઈ હશે પછી તો રડાવશે પણ....."

"તમને તો હવે પ્રેમ પ્રત્યે નફરત થઈ ગઈ હશે ને...??તો શું તમારી જેમની સાથે સંગાઈ થશે તેમને તમારા પ્રેમ મેળવવા આખી જિંદગી તડપવું પડશે ને....?? " સ્નેહાએ શુંભમને કંઈ પણ વગર જ સવાલ કરી દીધો.

"પહેલો પ્રેમની જગ્યા કયારે કોઈ ના લઇ શકે. છતાં પણ કોશિશ કરી કે મારા કારણે તેમને તડપવુ ના પડે. " શુંભમે તેમના વિચાર પ્રમાણે જવાબ તો આપ્યા પણ દિલ પહેલાં પ્રેમને કયારે ભુલી નથી શકવાનું એ તે જાણે છે કેમકે આજે પણ તે તેમને જ પ્રેમ કરે છે.

શુંભમનો જવાબ સાંભળી સ્નેહાની ઉમ્મીદ વધતી જતી હતી. દિલ જે વાતને સ્વિકાર કરી રહયું હતું તે શુંભમની વાતો સાબિત કરી રહી હતી. આખો રસ્તો તેમની આમ જ પ્રેમ ભરી વાતો ચાલતી રહી. સ્નેહાને જે કંઈ પણ જાણવું હતું તે બધું જ તેમને શુંભમ પાસેથી જાણી લીધું.

ઘર આવતા તેમને ફોન મુકયો ને તે ઘરે ગઈ. આજે દિલ થોડું વધારે જ ખુશ લાગતું હતું. પ્રેમ જિંદગી બદલી દે છે તે વાત હકિકત લાગવા લાગી તેમને. બધું બદલાઈ રહયું હોય ને તે પોતે પણ બદલી રહી હોય તેવું તેમને મહેસુસ થઈ રહયું હતું. અત્યારે જ શુંભમને ફોન કરી તેમને કહી દેવાનું મન થયું. પણ કેવી રીતે...!!તે વિચારે તે રુકી ગઈ. રોજ રાતની જેમ આજે પણ તેમની વાતો મેસેજમા શરૂ જ હતી. આજે સ્નેહાને કોઈ શિકાયત નહોતી. આજે પ્રેમ હતો. લાગણી હતી. અહેસાસ હતો ને દિલની ધડકન હતી.

વાતો એમ જ ચાલતી રહી. જે અહેસાસ સ્નેહાને હતો તે અહેસાસ શાયદ શુંભમને નહોતો. તે કોશિશ કરતો હતો સ્નેહાને સમજવાની પણ પહેલો પ્રેમ તે કોશિશને કામયાબ થવા નહોતો દેતો. કયા સુધી એમ જ વાતો શરૂ રહી પણ સ્નેહા તેમના દિલની વાત કહી નહોતી શકતી. શુંભમને સ્નેહાની વાતો પરથી એ અહેસાસ તો થઈ રહયો હતો કે સ્નેહા તેમને પસંદ કરે છે. પણ જ્યાં સુધી સ્નેહા આ વાત કહે નહીં ત્યાં સુધી તે કેવી રીતે સ્વિકાર કરી શકે.

વાતો પુરી થઈ ને વિચારો શરૂ થયા. બંને એકબીજા વિશે વિચારી રહયા હતા. સ્નેહાને એ ડર હતો કે કંઈક હું તેમને મારા દિલની વાત કહી દેઈ ને તે મારાથી દુર થઈ જશે તો...!!ને શુંભમને એ ડર હતો કે તે મને પ્રેમ કરી બેઠશે તો હું તેમની આશ પુરી નહીં કરી શકું તો તેમને તકલીફ થશે. લાગણી બંને બાજું હતી પણ પણ પ્રેમનો અહેસાસ ખાલી એકબાજું જ ખીલી ઉઠયો હતો.

વિચારોની સાથે જ રાત પુરી થઈ. બંને પોતપોતાના રૂટિન સમય પર ઊભા થઈ પોતપોતાના કામે લાગી ગયા. સ્નેહાએ આ વાત આજે પણ નિરાલી ને ના જણાવી. આખો દિવસ ઓફિસના કામમાં વ્યસ્ત હોવા છતાં પણ તે શુંભમને મેસેજ કરતી રહેતી. હંમેશાની જેમ જ શુંભમ તેમને ઇગનોર કરવાની કોશિશ કરતો રહયો. એમ બે દિવસ વગર વાત કરે જ પુરા થયા.

ત્રીજા દિવસે સ્નેહાએ ફરી મેસેજ કર્યો. કોઈ રીપ્લાઈ ના આવતા તેમને કોલ કરી જોયો. કોલનો પણ કોઈ રીપ્લાઈ ના આવ્યો. તેમનું ટેશન વધતું જતું હતું. વિચારો પવન વેગે ગતિ પકડી રહયા હતા. તેને સમજાતું નહોતું કે શું થઈ રહયું છે. આજે ત્રીજો દિવસ પણ જયારે વાતો વગરનો એમ જ પુરો થઈ ગયો ત્યારે તે જાણે તુટી ગઈ ને હારી ગઈ હોય તેવું તેમને મહેસુસ થઈ રહયું હતું. ના તે ઓનલાઈન દેખાય રહયો હતો, ના તે ફેસબુક પર કેટલા દિવસથી આવ્યો હતો.

સ્નેહાને હવે ચિંતા થઈ રહી હતી. ' શૂં તેમને કંઈ થયું તો નહીં હોય ને..!!જો તેમને કંઈ થયું છે તો મને મહેસુસ કેમ નથી થઈ રહયું. ના તે જાણી જોઈને મારાથી દુર જવાની કોશિશ કરતો હશે..!! પણ તેવું તે શું કામ કરે. ના તેમને કંઈ થયું જ હોવું જોઈએ પણ હું તેમની જાણ કેવી રીતે કરું...?? પ્લીઝ ભગવાન શુંભમને કંઈ નહીં થવા દેતા. ભલે તે મને ઇગનોર કરી મારાથી દુર રહે પણ તેને કંઈ થશે તો હું તુટી જ્ઇશ. મારો વિશ્વાસ, મારો પ્રેમ તે બધું જ છે. જો તેમને મારી સાથે વાત નથી કરવી પસંદ તો હું ખુદ તેમના રસ્તેથી દુર થઈ જાય. પણ એકવાર મને તેમની સાથે વાત કરવી જરૂરી છે. જો મારા પ્રેમમાં થોડીક પણ સચ્ચાઈ હોય તો હૈ ભગવાન મને શુંભમ સાથે એકવાર વાત કરવાનો મોકો આપો.' સ્નેહાના વિચારો ભગવાનને પ્રાથના કરવા સુધી પહોંચી ગયા.

ખરેખર આ પ્રેમ પણ કેટલો પાગલ બનાવી દેઈ છે. જે છોકરી કયારે કોઈના માટે કંઈ માંગતી ના હતી તે છોકરી આજે ભગવાન પાસે તેમના પ્રેમની જિંદગી માગી રહી હતી. તે જાણે છે કે ત્યાં કયારે પણ તેના પ્રેમની ઈજ્જત નથી થવાની. જે શુંભમને તેના હોવા ના હોવાથી કંઈ જ ફેર નથી પડતો તે શુંભમ ખાતર આજે તે બધું ભુલી જવા તૈયાર હતી.

ચોથે દિવસે શુંભમ ઓનલાઈન તો આવ્યો પણ તેમનો કોઈ રીપ્લાઈ ના મળતા સ્નેહાને હવે વધારે હઠ થઈ રહયું હતું. ના તે તેમને છોડી શકતી હતી, ના તેમની સાથે વાતો કર્યા વગર રહી શકતી હતી. ફરી એક કોશિશ કરી તેમને શુંભમને ફોન કરવાની. શુંભમે ના તો તેમનો ફોન ઉપાડયો ના મેસેજનો કોઈ જવાબ આપ્યો. પણ સ્નેહા હારવા નહોતી માગતી તે જાણવા માગતી હતી કે આખિર શુંભમ આવું શું કામ કરે છે.

પાંચમે દિવસે ઓફીસ પહોંચતા પહેલાં જ તેમને શુંભમને મેસેજ કર્યો. " મારે તમને કંઈક જરૂરી વાત કરવી છે પ્લીઝ થોડોક પણ સમય મળે તો મને કોલ કરજો. " આખો દિવસ સ્નેહાનો ઈતજાર જારી રહયો ને છેલ્લે છ વાગ્યે શુંભમનો મેસેજ આવ્યો.

"કામમાં થોડો વ્યસ્ત છું એટલે આજે વાતો નહીં થાય. જે કંઈ કહેવું હોય તે કાલે સવારે કહેજે." શુંભમે તેમની સફાઈ આપતા કહયું.

"ના મારે અત્યારે જ વાત કરવી છે." શું કામ તે જીદ કરી રહી હતી તે સમજાતું ના હતું તેમને. પણ તેને તેનો અવાજ સાંભળી દિલને સુકુન મહેસુસ કરાવવું હતું શાયદ.

"થોડીવાર પછી કરજે." શુંભમના જવાબે તેને થોડી શાંતિ તો મહેસુસ થઈ. પણ દિલના ધબકારાને તે રોકી નહોતી શકતી. આ લાગણીભીનો પ્રેમનો અહેસાસ આ તો તેને તોડવા માટે જન્મયો છે આ તો શુંભમના દિલમાં ફરી વખત પ્રેમ જગાવવા માટે.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાને તેના પ્રેમનો અહેસાસ થઈ ગયો છે પણ શું આ પ્રેમના અહેસાસ તે શુંભમને જણાવી શકશે...?? શું શુંભમ પણ તે પ્રમની લાગણી મહેસુસ કરતો હશે તો આમ આટલા દિવસ વાત ના કરવાનું કારણ શું હોય શકે.. ?? શું સ્નેહાનો પ્રેમ એકતરફો રહી જશે તો શું સ્નેહા આખી જિંદગી આ પ્રેમને દિલમાં જીવતો રાખી શકશે કે હંમેશા માટે આ પ્રેમ નફરત બની શુંભમથી દુર થઇ જશે..??? શું થશે બે દિલ એક બની સાથે જીવનની નવી શરૂઆત કરશે...તે જાણવા વાંચતા રહો 'લાગણી ભીનો પ્રેમનો અહેસાસ'