Love Blood - 41 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-41

લવ બ્લડ
પ્રકરણ-41
બાબા ડમરુનાથ બધાને આખી ગ્લાસ કેબીનવાળી લીફ્ટમાં આશ્રમ, જડીબુટ્ટી, પ્રોસેસીંગ બધું બતાવતા આગળ વધી રહેલો સર્પ, નાગ, વીંછી બધાનો આટલો મોટો સંગ્રહ ? એને પાળી સાચવવાની આધુનીક વ્યવસ્થા ? શા ના માટે આ શું કરી રહ્યો છે બધાંને સંગ્રહ કરીને ? આ કઇ જાતની વિકૃત દશામાં છે આ માણસ ? આ વિકૃત છે કે કોઇ મોટો વૈજ્ઞાનિક હોય એવી માનસિકતામાં છે ?
લીફ્ટ આગળ વધી અને જોયું તો મોટો આશ્રમમાં બીજો પ્રાર્થના હોલ હતો એમાં ભગવા વેશમાં 200-300 સાધુ સાધ્વીઓ ઓમકાર કરી રહેલાં અને ત્યાં એકદમ શાંતિ અને શિસ્ત સાથે આધ્યાત્મિક સંચાર થઇ રહેલો આ બધાને કંઇ ખબર જ નહોતી પડતી કે આ માણસ માટે શું વિચારવું ?
લીફ્ટ હજી આગળ ગઇ અને પછી એક અંધારુ છવાઇ ગયું કંઇ દેખાયજ નહીં બધાએ જોવા માટે ખૂબ પ્રયાસ કર્યો પણ માત્ર અવાજ સંભળાયા જાણે કોઇ કોરડા કે લાઠી વીંઝતું હોય અને દર્દની ચીસો પડતી હોય એવાં ભયાનક અવાજ આવ્યા ખૂબ ધીમાં એવી જાણ થતી હતી કે આ સમજીને બંધ કરવામાં આવ્યુ છે અને પછી લીફ્ટ ખૂલ્લા મેદાન જેવી જગ્યાએ આવી ત્યાં મોટાં બગીચા તળાવ અને સુંદર પુષ્પ વાટીકાઓ હતી અને હમણાં, સસલા, હંસ,, બતક, બધાં અને મોર-કોયલ પોપટ ચકલીઓ જુદી જુદી જાતની પરદેશી પક્ષીઓની જોડ ઉડાઉડ કરતી હતી. હેબતાઇ ગયાં બધાં આનંદ વ્યક્ત કરવો કે ભય ?
બધે ફરીને પાછી લીફ્ટ મૂળ જગ્યાએ આવી ગઇ. બધાંને જાણે હાંશ થઇ બધું. અચરજ ભર્યુ જોયું હતું સાચું ખોટું બધું જ જોયું જાણે ભય-આનંદ-ઉલ્લાસ શાંતિ-ધર્મ બધાનું ભેળસેળ થઇ ગયું હતું એવું લાગતું હતું કે બાબાનું ચરિત્ર ગહન છે આ મોટો ખેલાડી છે આનાંથી સાવધ રહેવા જેવું છે. બાબા પણ બધાનાં ચહેરાં જોઇને પામી ગયાં કે મારે જે અસર છોડવી હતી એ થઇ ગઇ. બાબાએ હસ્તાં હસ્તાં કહ્યું "અરે અરે આપ સબકો મજા નહીં આયા ? યે હમારી છોટીસી સૃષ્ટિ હૈ યહાઁ હી સબ જડીબુટ્ટીકા સંશોધન કરતે હૈ ઔર પૃથ્વીકે જીવોકી સેવા કરતે હૈ. કહીં કહીં સે સર્પ નાગ લોગ લાતે હૈ ઔર હમ યહાં પનાહ દેતે હૈ... હમને સબકો બોલા હૈ મારના નહીં હમ સંભાલેંગે. ઔર આપસે ક્યા છુપાના ઉનકા ઝેર હમ નીકાલકે ઉનમેં સે દવાઇયાઁ ઔર ડ્રગ્સ બનાતે હૈ ।
આજ ઇતના બહોત હૈ આપ આરામ કરો ઔર ખાના આપ કે ઉતારે પે આપકે રૂમમેં આ જાયેગા જો આપકો પસંદ હો આપ મંગવા શકતે હૈ.. ઔર કુછભી મંગાઓ આપકો મિલેગા.. મૈં મજાક નહીં સચ કહેતા હું કુછ ભી મંગાઓ મીલેગા ઔર હાઁ પરસો સુબહ કા ખાના આપ હમારે સાથ લેંગે બાદમે હમ મીટીંગ પુરી કરેંગે ઔર આપ યહાઁ સે જા સકોગે. વો ભી સબ એરેજમેન્ટ હમને કરકે રખી હૈ હમ આપ કો સબ સુવીધા દેંગે કોઇ ભી તકલીફ હો આપ મુઝે સીધા બતાઓગે.. પર એસી કોઇ ગલતી નહી હોગી મેં વિશ્વાસ દીલાતા હું ઔર કલ આપ જંગલ સફારી ઘૂમો મેં કલ થોડા બીઝી હું મેરી ચીફ મીનીસ્ટર કે સાથ મીટીંગ હૈ વો સીર્ફ આપકો બતાતા હૂં વો પર્સનલ ડીલ હૈ વો મેરે બડે ઘરાક હૈ જડીબુટ્ટી કે વો ચાર્ટડમેં આયેગે કલ મૈં ઉનકે સાથ પૂરા દીન રહુંગા આપ હમારે જંગલમેં આનંદ લીજીએ ઔર જો ભી કુછ ચાહીએ આપ મંગાઇયે આનંદ લે..
મેં આપસે વિદા લેતા હું પરસો સુબહ મીલુંગા જય નાગરાજ.. જય હો...એમ કહીને એ લીફ્ટમાં બેસીને ગયો.
બધાં એકમેકનાં ચહેરાં જોઇ રહેલાં. પછી સ્વસ્થ થયાં અને સૌરભ મુખર્જી ક્યારનો ઊંચો નીંચો થતો હતો એણે કહ્યું હું મારાં ઉતારે જઊં છું મારે કામ છે અને એ બાબાનાં માણસ સાથે રીતસર ભાગ્યો.
સૌમિત્રેય ઘોષ કહે મારે પણ જવું છે થોડો ફ્રેશ થઉ રીલેક્ષ થઊં પછીથી નક્કી કરીને પાછા મળીશું અને એ પણ એને આપેલાં માણસ સાથે ગયો.
રહ્યાં બાકી રીતીકાદાસ અને વિશ્વજીતરોય... વિશ્વજીત રોયે કહ્યું તમે પણ આરામ કરો. ફ્રેશ થાવ મારે ઓફીસે વાત કરવી પડશે અને ઘરે પણ હું આ માણસ સાથે જઇને વાત કરીને પછી ઉતારે જઊં.
રીતીકાદાસે તોફાની આંખો કરીને કહ્યું તમારો અને મારો ઉતારો સામ સામે જ છે છેલ્લાં સામ સામેનાં ડીલક્ષરૂમ છે અને ત્યાંજ છે બીજુ મારી પાસે ફોનની વ્યવસ્થા છે જ તમે મારાં રૂમમાંથી ઉપયોગ કરી શકો છો શા માટે હેરાન થાવ છો ? મેં અગાઉથી જ અહીંની બધી સ્થિતિ જાણી લીધી હતી એટલે બાબાને કીધેલું જ કે મને બહારવાત કરવાની વ્યવસ્થા જોઇશેજ.
સુરજીતરોય થોઢીવાર રીતીકા સામે જોઇ રહ્યો અને પછી બોલ્યો કે ઓકે તો હું વાત કરી લઊં છું પહેલાં પછી મારાં રૂમમાં જઇને ફ્રેશ થઊં રીતીકાએ કહ્યું ઓકે મેં એજ કીધુ બંન્ને જણાં એમનાં ઉતારાનાં રૂમ તરફ ગયાં.
મોટી ફાઇવ સ્ટાર હોટલને શરમાવે એવી લોબી રૂમ હતાં બધે જ ઊંચી શીલીંગ - આર્ટીસ્ટીક ચિતરામણ-અવનવી લાઇટો જ્યાં પગ મૂકો લાઇટ થાય પછીની પાછળ બંધ થઇ જાય. ફર્શ પર મુલાયમ મોંઘી જાજામો હતી પરફ્યુમ કંઇક અનેરી સુવાસનું બધે જ પ્રસરેલું હતું.
રીતીકાની સાથે કોઇ છોકરી મદદમાં હતી એ છેક રુમ સુધી આવી રીતીકાને પૂછ્યું મેમ મારી જરૂર હોય મને બોલાવી લેજો હું આવી જઇશ. રીતીકાએ કહ્યું "ઓકે થેંક્સ તું જા જરૂર હશે બોલાવીશ જરૂર વિના એમજ ના આવીશ મને પ્રાઇવેસી જોઇશે હવે એટલે ડીસ્ટર્બ કોઇ ના કરે એ જોજો. પેલીએ કહ્યું "ઓકે મેમ જય નાગરાજ કહીને જતી રહી.
સુરજીત સાથે એનો એક માણસ હતો એણે કહ્યું સર તમે રૂમમાં આરામ કરો જરૂર પડે બોલાવજો હું હાજર થઇ જઇશ એ પણ જય નાગરાજ કહીને ગયો.
એ લોકો ગયાં અને લોબીની લાઇટો બંધ થઇ ગઇ. અને રીતીકાએ કહ્યું "સુરજીત આવો તમે ફોન કરી લો અને સુરજીત રીતીકાનાં રૂમમાં પ્રવેશ્યો.
સુરજીતને રીતીકાએ ફોન બતાવ્યો કે આમાંથીજ થશે ફોન તમે તમારું કામ પતાવો હું બાથ લેવા જઊં છું તમે નિશ્ચિંન્ત રહી પતાવીને તમારાં રૂમમાં જઇ શકો છો.
સુરજીતે થેંક્સ કીધું અને એ ફોન તરફ આગળ વધ્યો ત્યાં ખુરશી હતી એનાં પર બેસી ઘરે સુચિત્રાને ફોન લગાવ્યો પણ લાગેજ નહીં ખૂબ પ્રયત્ન પછી કંટાળી દેબુને લગાવ્યો તો એનો પણ કોન્ટેક્ટ ના થઇ શક્યો થાકીને ઓફીસમાં લેન્ડલાઇન પર ફોન કર્યો ત્યાં તરત જ રીંગ વાગી અને એણે હાંશ કરીને મેનેજર સાથે વાત કરી.. મેનેજરે જણાવ્યું કે સર સવારથી તમારાં વાઇફ મને ફોન કરીને પૂછે છે અને અમે પણ તમારાં મેસેજ કે ફોનની રાહ જોઇએ છીએ ચિંતા થઇ ગઇ હતી.
સુરજીતે કહ્યું "અરે પણ અહીં કોઇ ટાવરની વ્યવસ્થા નથી અહીં અમે બધાં જ છીએ મીટીંગમાં પણ કોઇનાં મોબાઇલ ચાલતા નથી અહીં આ એકજ ફોન છે ત્યાંથી ફોન કરુ છું કોઇક વિચિત્ર જ જગ્યા છે પણ જીંદગીમાં આવું પણ જોવા મળશે એવું ધાર્યુ નહોતું. સુરજીતે થોડીક બાબાનાં આશ્રમની વાત કરીને કીધુ. સુચિતા દેબુ બધાંને સમાચાર આપ કે હું અહીં ઓકે છું બે દિવસમાં કામ પુરુ કરીને આવી જઇશ કોઇ ચિંતા ના કરે હું આવીને બધી વાત કરીશ.
મેનેજરે કહ્યું "અરે સર દેબુભાઇતો અહીં રૂબરૂ આવીને ગયાં મારા પર ગુસ્સે થયેલાં કે તમે કોઇ માહીતી કે પાપાનાં સમાચાર નથી આપતાં.. પણ સર હું શું કરુ કેવી રીતે જવાબ આપુ જ્યારે મનેજ ખબર ના હોય દેબુભાઇ સાથે કોઇ છોકરી પણ હતી.... કદાચ રી.. રીપ્તા એવું કંઇ નામ હતું એ તો રીતીકામેડમને બધાંને ઓળખે છે બહુ જબરી છોકરી...
સુરજીતે કહ્યું કંઇ નહીં ઠીક છે પણ તું પહેલાં મારી વાઇફને મેસેજ આપ... મારે કોન્ટેક્ટ થશે વાત કરીશ. અને ફોન મૂક્યો સુરજીત ફોન પુરો કરી રૂમની બહાર નીકળવા જાય છે ત્યાં બાથરૂમમાંથી રીતીકાની ભયથી ધ્રૂજતી મોટી ચીસ આવી અને સુરજીત બાથરૂમ તરફ દોડ્યો.....
વધુ આવતા અંકે ---પ્રકરણ-42