mysterious forest - 1 books and stories free download online pdf in Gujarati

રહસ્યમય જંગલ - ૧

.. પ્રકરણ ૧

કચ્છમાં આવેલું એક નાનકડું ગામ પાલડી. ગામની વસ્તી લગભગ બે હજાર જેટલી. આ ગામમાં પાંચ છોકરાઓ સાથે રહેતા હતા. નવ વર્ષનો ગૌરવ, એનાથી એક વર્ષ નાનો એનો ભાઇ મહેશ અને એમના મિત્રોમાં કૌશિક કે જે ગૌરવ ભેગો ભણતો અને ભાર્ગવ જે મહેશ ભેગો ભણતો. આ ચારેય ખાસ મિત્રો હતા.

ગામની સીમાડે એક ગાઢ જંગલ આવેલું હતું. ત્યા જવાની સખત મનાઇ હતી. કોઇપણ એ જંગલમાં જતું નહીં. એનું કારણ તો કોઇને ખબર ન હતી. પણ એમના વડવાઓ કહી ગયા હતા કે એ જંગલમાં ક્યારેય ન જવું. અને એનું કારણ પણ નહોતું જણાવાયું. પણ કેટલાક લોકો હોય છે જેમને વડવાઓની વાત માનવી ગમતી ન હતી. પરીણામે છેલ્લા પંદર વર્ષમાં બાવીસ જેટલા લોકો જંગલમાં ગયા હતા પણ ક્યારેય પાછા ન આવ્યા. એમને શોધવા જનાર લોકો પણ ક્યારેય પાછા ન આવતા. એટલે પછી ગામની સભાસમિતિએ નક્કી કર્યું કે એ જંગલમાં કોઇને જવું નહીં. અને જે ત્યાં ગયા હોય એમને ભૂલી જવાં. ગામલોકો આ નિયમનું ચુસ્ત પાલન કરતા હતા.

પણ નાના બાળકોને સમજાવવા અને એમની જીજ્ઞાસાને કાબુમાં રાખવી અધરી હોય છે. ગૌરવ અને એના મિત્રો અત્યારે જંગલથી થોડે દૂર પડકાપકડી રમી રહ્યા હતા. સુરજ ઢળવા આવ્યો હતો. થોડખ સમય પછી ભાર્ગવ અને કૌશિકે ગૌરવ અને મહેશને કહ્યું, "ચાલો હવે અંધારુ થવા લાગ્યું છે અમે ઘરભેગા થઇ જઇએ નકર માં આવતી જ હશે."

ગૌરવે કહ્યું, " હા તમે જાવ અમે પણ હમણાં જ ઘરે વયા જાશું."

કૌશિક અને ભાર્ગવ ચાલ્યા ગયા. મહેશે કહ્યું, "ચાલ મોટા આપણે પણ જાયે હવે મોડું જઇ જાશે." હા જાઇએ ચાલ હમણાં હું જરા.. કહીને એણે ટચલી આંગળી વડે પોતે પેશાબ કરવા જવું છે એમ કહીને એ થોડે આગળ ગયો. મહેશ એની રાહ જોવા લાગ્યો.

અચાનક એની નજર એક છોડ પર બેઠેલા એક સુંદર પતંગિયા પર પડી. એ જોતા જ એના બાળ માનસ પર એને પકડવાની ઇચ્છા સવાર થઇ ગઇ. એ ધીરેક થી દબાતા પગે એ પતંગિયું પકડવા ગયો. એટલામાં તો એ પતંગિયું ઉડી ગયું. પોતાના હાથમાં એક સુંદર પતંગિયું ન આવ્યું એનો અફસોસ કરતા એ આજુબાજુ જોવા લાગ્યો. અને એની આંખો ફાટી ગઇ.

ગૌરવ પેલા જંગલ તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. એ જોઇને મહેશને ખુબ જ ડર લાગ્યો. એણે બુમ પાડી, " મોટા...... એ બાજુ ન જા.. આમ આવ પાછો.." પણ ગૌરવને એની વાત ન સંભળાય હોય તેમ એ આગળ વધતો ગયો. અને જંગલમાં જ ઝાડવાઓ વચ્ચે ગાયબ થઇ ગયો.

મહેશને સમજાયું નહીં કે શું કરવું.. એ ઘડીક ઘર તરફ જતો તો ઘડીક જંગલમાં જઈને ભાઇને પાછો લઈ આવવાનો વીચિરતો. ગૌરવને જંગલમાં જતો જોઇને એની અક્કલ કામ નહોતી કરતી. એ જ ગડમથલમાં એ અડધી કલાક ત્યાં જ ઉભો રહ્યો. એટલામાં ફરી એકવાર આશ્ચર્યથી એની આંખો પહોળી થઈ ગઈ. એણે જે જોય એના પર એને વિશ્વાસ ન આવ્યો....

* * * * * *

રાજીબેનને એમના દીકરાઓ ગૌરવ અને મહેશ હજુ સુધી કેમ ન આવ્યા એની ચિંતા થવા લાગી હતી. સુરજ આથમી ગયો હતો અને અંધારુ ઘેરાવા લાગ્યું હતું. એમને કૌશિકના ઘરે જઈને એને પુછવાનું નક્કી કર્યું. ત્યાં જઇને જોયું તો કૌશિક ત્યાં જ હતો. એમણે એને પુછ્યું, " દીકરા મહેશ ને ગૌરવ ક્યાં?"

કૌશિકને આશ્ચર્ય થયું. એણે સામો પ્રશ્ન કર્યો, "એ બેય ઘેર નથી આવ્યા.. પણ અમે તો બવ વહેલા આવી ગયા એ બંને સીમમા રમતા હશે હજી."

રાજીબેનને ફાળ પડી. સીમ તો જંગલની નજીક જ છે. એમને અમંગળ વિચારો આવવા લાગ્યા. કૌશિકના પપ્પા પણ ત્યાં જ હતા. એ વાતની ગંભીરતા સમજી ગયા. એમણે રાજીબેનને કીધું, "રાજીબેન.. તમે ગૌરવના પપ્પાને લઈને યા આવો. હું ગામના બે ચાર જણાને લઈને ત્યાં જાવ છું. કહીને એ સરપંચના ઘર બાજુ ગયા.

રાજીબને તરત જ એમના ઘરે જઈને એમના પતિને આ વાતની જાણ એમના પતિ પણ તરતજ એમની સાથે સીમ તરફ નીકળી ગયા. ત્યાં જઈને એમણે જે જોયું એ ખૂબ જ આશ્ચર્યજનક હતું.

(ક્રમશઃ)

* * * * *