Time Management - 1 books and stories free download online pdf in Gujarati

સમય નું સંચાલન વિભાગ - 1

મને wish કયુઁ છે તે બદલ આભાર પણ આ વાંચવું પડે અણમોલ જીવનનું મૂલ્ય સમજો.
પ્રિય પરિવારજનો,
માનવ જીવન અદભૂત, અલૌકિક અને અમૂલ્ય પ્રભુ પ્રસાદ છે.
" સંપત ગઈ તે સાંપડે,
ગયા વળે છે વહાણ,
ગત અવસર આવે નહી,
ગયા ન આવે પ્રાણ "....
વહી ગયેલો સમય ફરી હાથમાં આવતો નથી અને સમય કદી કોઈને માફ કરતો નથી. માટે જીવનની મહત્તા અને મહત્વ સમજો. સમયનો, મળેલ પળ..પળ નો સદુપયોગ થવો જ જોઈએ. જીવન આયોજન અને વ્યવસ્થાપન શ્રેષ્ઠ જ હોવું જરૂરી છે. સમય જ જીવનનું સાચું મૂલ્ય સમજાવે છે.
મિત્રો, દરેક મનુષ્ય ને ભગવાને એકસરખા ૨૪ કલાક પ્રદાન કર્યા છે. અને આ ૨૪ કલાક નો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કેવી રીતે કરવો તે આપણે નક્કી કરવાનું છે. આધુનિક સગવડો અને શોધોને લીધે શરેરાશ માનવ આયુષ્ય ૭૫ વર્ષનુ થયું છે, જે ૧૯૫૦ માં ૫૦ વર્ષનુ હતું. ૨૪ કલાકને ત્રણ વિભાગમાં વિભાજિત કરીયે તો......
૮ કલાક....જોબ/વ્યવસાય માટે
૮ કલાક.... પરિવાર/દૈનિક પ્રવુત્તિ
૮ કલાક..... નિંદ્રા/ઉંઘ માટે
હવે વિચાર કરો...હાલની તમારી ઉમર કેટલી ? ભગવાન તમને ૧૦૦ વર્ષનુ આયુષ્ય પ્રદાન કરે તેવી શુભકામના. આના ઉપરથી નક્કી કરો કે તમારી પાસે અમૂલ્ય જીવનમાં કેટલો સમય છે. અને આ સમયનું આયોજન એવું કરો કે તમારું જીવન કાર્ય સમાજને માટે જીવંત ઉદાહરણરૂપ બની જાય. મહેનત એટલી ખામોશી થી કરો કે સફળતા શોર મચાવી દે. યોગી નહી બનો તો ચાલશે, પણ ઉપયોગી ચોક્કસ બનજો. સાધુ નહી બનો તો ચાલશે, પણ સાદું જીવન જરૂરથી અપનાવજો. સમય નથી એ ફરિયાદ કદી ના કરશો. પુરુષાર્થી અને ઉદ્યમી વ્યક્તિ ને સમય ઓછો પડે છે અને નવરા માણસને સમય કેવી રીતે પસાર કરવો તે એક પ્રશ્ન છે.
જીવનમાં તમારા જોબ/વ્યવસાય ને અગ્રતા આપજો, પરિવારને પ્રાથમિકતા આપજો. પોતાની જાત માટે એટલેકે પૂરતી ઊંઘ, કસરત, પ્રાણાયામ...શારીરિક ફિટનેસ ને સર્વોચ્ય અગ્રીમતા આપજો. નિરામય આરોગ્ય જીવન સંજીવની છે.
મિત્રો, સફળ મહાપુરુષોના ઉદાહરણ જોઈએ, તેમને કેવું અને કેટલું અદભૂત કાર્ય કર્યું છે. પ્રેરણા અને ઊર્જા સ્ત્રોત આપણા માટે છે.
(૧) Nothing is Impossible
નેપોલિયન બોનાપાર્ટ યુદ્ધ દરમ્યાન ઘોડા ઉપર જ આરામ કરતો હતો.
(૨) મહાત્મા ગાંધી સવારમાં દાતણ કરવાના સમયનો ઉપયોગ કરીને ૭૦૦ શ્લોકની ભગવદ્ ગીતાનું પુસ્તક કંઠસ્થ કરેલું.
(૩) હૈદેરઅલી, ટીપુ સુલતાન ના પિતા કે જેને ઝાઝું અક્ષર જ્ઞાન ન હતું, પરંતુ સવારમાં એ જયારે દાતણ કરતો હોય ત્યારે તેના બધાજ ગુપ્તચરો એક સાથે પોતાનું રીપોર્ટીંગ કરતા, બાદમાં એક પછી એક બધાને જરૂરી સુચના આપતો હતો.
મિત્રો, આવા તો ઘણા પ્રેરણાત્મક દાખલા છે. આપણે સૌ એ સંકલ્પ કરવાનો છે કે શેષ અણમોલ જીવન નું મૂલ્ય સમજીએ, અને સમાજને બહુમૂલ્ય અને યાદગાર સત્કર્મો ની ભેટ આપી ને જઈએ.
સ્વ થી શરૂ કરીને, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર ને યોગ્ય ન્યાય આપીએ. લોકોના મુખમાં થી
વાહ.. વાહ..નો ઉદગાર સરી પડે.
સમય ની વ્યાખ્યા એટલે સમ -મય - યસ.
ઇતિહાસ નો સાક્ષી સમય છે. પણ ઇતિહાસ સાથે સમય અને સમય સાથે ઇતિહાસ સર્વત્ર જોડાયેલા છે, જ્યાં સુધી તમે તમારી સાથે છો, ત્યાં સુધી તમને આગળ વધતા કોઈ અટકાવી શકતું નથી.
સમય કેવી રીતે કોઈની સફળતામાં માં ફાળો આપી શકે? સારો નરસો સમય એ તો નસીબ ની વાત છે, એવો પ્રશ્ન સહજ્પણે થાય પરંતુ અનેક સફળ વ્યક્તિઓએ પોતાની સફળતાનો યશ અન્ય બાબતો ની સાથે સમય ને લગતી બાબતો કે સમય પાલન ના પોતાના બનાવેલા નિયમોને પણ આપ્યો છે. સમય નું વ્યવસ્થાપન કોઈપણ માનવી ની સફળતામાં ખુબજ અગત્ય નો ફાળો આપી શકે, કારણકે કયા અને કેટલા સમય નો કેવો અને કયા કર્યો માં કેવી રીતે ઉપયોગ કરવો? એ જાણનાર વ્યક્તિ જ ઝડપથી સફળતા મેળવે છે.
સમય સંચાલન એ અન્ય સંસ્કારો, રીતિ રિવાજો કે પ્રણાલિકાઓ ની જેમ પેઢી દર પેઢી ઉતારી આવતું લક્ષણ નથી, એ શીખવું પડે છે. સમય સંચાલન શીખી શકાય એવી બાબત છે.
આશિષ Shah
Maaster Blaaster
Prism Knowledge Inc.
9825219458
Webinar કે lecture ગોઠવવા contact કરો.