Unknown Ride in Gujarati Love Stories by આનંદ જી. books and stories PDF | અનજાન સવારી

Featured Books
  • સોલમેટસ - 9

    જીવનની એક એક પળને જીવી લો. ક્યારેક સપનાઓને પુરા કરવામાં આપડે...

  • ફિલ્મ રિવ્યૂ 'ઇમરજન્સી'

    ફિલ્મ રિવ્યૂ - ઇમરજન્સીગઈકાલે ઇમરજન્સી ફિલ્મ સિટી ગોલ્ડ, બોપ...

  • શંખનાદ - 18

    Huજે રીતે  કોડવર્ડ માં ફોન ની રિંગ વાગી એરીતે સોનિયા સમજી ગઈ...

  • નારદ પુરાણ - ભાગ 60

    સનત્કુમાર બોલ્યા, “શત્રુની સેનાનું દમન કરી તેનું આક્રમણ ખાળવ...

  • ભાગવત રહસ્ય - 175

    ભાગવત રહસ્ય-૧૭૫   સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલા...

Categories
Share

અનજાન સવારી

"ના ના. આજે મેડમની વર્ધી પર છું. ચાલ...પહોચીને પછી વાત કરું, હમણાં રીક્ષા ચલાવું છું." રિક્ષાવાળાએ ફોન કાપી નાખ્યો.

અમારા જેવા છૂટક પેસેન્જરો હોવા છતાં એ અમદાવાદી રિક્ષાવાળો જબરું ગપ્પુ મારી ગયો. 'જુઠ્ઠો સાલો' મનમાં બોલાઈ ગયું. ઘડિયાળમાં જોયું તો સાંજના ૪.૫૧ થતા હતા.

રિક્ષામાં માત્ર હું અને રીક્ષા-ડ્રાઈવર હોવાથી હું મારી બાજુમાં બેસેલી યુવતીને નિહાળી શકતો હતો. પરંતુ, આંખની પાંપણો સંસ્કારના ભારથી નીચે જ ઝુકેલી રહી. હોર્મોનવશ થઇને તો પણ હું એની લાલ નેઈલપૉલિશ કરેલી પગની સુંદર આંગળીઓ ને તાકી રહ્યો. મને ગમે એ જ રીતે એકદમ ચોકસાઈથી કરેલી નેઈલપૉલિશ જોઈને હું ખુશ થયો. એકદમ ગોરી અને ચમકદાર ચામડી થી મઢેલી એ આંગળીઓ કાલા સેન્ડલમાં સળવળ્યા કરતી અને એની સાથે દબાતી-ખેંચાતી એના પગના પંજાની ભૂરી-લીલી નસો હવે મારુ ધ્યાન ખેંચતી હતી.

"કાંકરિયા જ જઈશું ને?" રિક્ષાવાળાએ જાણે માત્ર ખાતરી કરવા માટે પૂછ્યું એમ લાગ્યું, એ બહાને મને નજર ઊંચી કરવાનો મોકો મળી ગયો.

યુવતીએ ડોકું હલાવ્યું હશે એટલે રિક્ષાવાળા ભાઈએ આગળ જોઈ રીક્ષા ચલાવવાનું ચાલુ રાખ્યું. હું કઈ જવાબ આપું એ પહેલા જ મળેલા મોકાને લીધે મારી આંખો આપમેળે એ યુવતી તરફ થોડી ત્રાંસી થઈ ગઈ. મારુ સ્કેનિંગ આગળ વધે એ પહેલા જ એ યુવતી ઝડપથી થોડીક મારા તરફ ખસી અને મને પાણીની બોટલ ધરી. હું એકદમ બઘવાઈ ગયો અને કૈક કહું-કરું એ પહેલા જ એણે હલકી સ્માઈલ આપીને સ્વયં જ પાણી ગટગટાવવાનું ચાલુ કર્યું. એનો ગળા, બ્યુટી-બોન અને મીડીયમ-ડીપ નેકવાળા ડ્રેસમાંથી બહાર આવતો છાતીનો ભાગ મારી નજર સામે ખુલ્લો પડ્યો. એ ઠંડા પાણીથી એની તરસ છીપાવતી હતી અને હું એના ઊંચા થયેલા માથાને લીધે ખુલ્લા પડેલા યૌવન-સૌંદર્યથી મારી. એના ડાર્ક જાંબુડી કલરના ડ્રેસથી તદ્દન અલગ પડી આવતી ચમકદાર ગોરી ચામડી...પાતળી ચેઇનના લીધે ગળામાં થયેલા લાલ નિશાનો...અને પરસેવાથી ડાર્ક થયેલી ડ્રેસની કિનાર આ બધું પુરાતન ગ્રીક સ્ત્રીઓની અતિસુંદર ડોકથી પણ વધારે સુંદર લાગતું હતું. ઝડપથી પાણી પીવાના લીધે એ હાંફી ગઈ હતી અને એની ભારે છાતી મારી નજર આગળ એ જ લયમાં ઉપર-નીચે દોલનો કરતી હતી. મારા વધી ગયેલા ધબકારા ઓર વધી ગયા.

હજુ હું સંતોષ પામું એ પહેલા જ એણે મારી સામે જોયું અને હું એમની સુંદરતાને તાકતા 'રંગે-આંખો' ઝડપાઈ ગયો...

એમણે એનો પર્સમાંથી ફોન કાઢ્યો અને મારો એ જ થીજેલી અવસ્થામાં ફોટો પાડી લીધો. હું તો ગયો!! પોલીસને આપશે? કે કોઈકને બતાવીને 'ઈવ-ટીઝીંગ'નો આરોપ લગાવશે? મારું મોઢું શરમથી નીચે ઝુકી ગયું અને મારા ડીફેન્સ માટે જાણે થયું કે આમ તો બધા પુરુષો જાણે-અજાણ્યે આ રીતે જોઈ જ લેતા હોય છે અને સ્ત્રીઓથી પણ ક્યારેક તો જોવાઈ જ જતું હશે...મેં પરિસ્થિતિ ટાળવા નીચે જોયું અને ઘડિયાળમાં ૪.૫૫ દેખાયા.

I am sorry હું અવસ્થામાં બોલ્યો કે નહિ એ મને યાદ નથી પણ મારા ખભા પર એક હાથ આવ્યો અને ફરતે વિટળાયો. મેં એની સામું જોયું તો એણે મસ્ત સ્માઈલ આપી અને હવે એમણે ફોટો છોડીને સેલ્ફી લેવાનું ચાલુ કર્યું. મારા પર મોઢું બગડવાને બદલે એ સેલ્ફીમાં પાઉટ કરીને મોઢું બગાડતીહતી. હું બાઘો હજીય કેમેરામાં જોવાના બદલે એણે સામું જોયા કરતો હતો; મતલબ કે હજુય 'રંગે-આંખો' એ ઝડપાઈ જવાનું પ્રૂફ આપતો હતો. એણે અચાનક મારી સામું જોયું અને મારા ગાલ પર આગળ નમીને એક હલકી કિસ કરી લીધી અને તરત એક હાથથી બાહોમાં લઇ લીધો.મારે ખુશ થવું જોઇએ, શરમાવું કે પછી ગુસ્સો બતાવવો એ કઈ જ ખબર ના પડી.

આમ તો ભલે હું મૂંગો છું પણ કદાચ બોલી શકતો હોત તો પણ કઈ રીતે પૂછી શક્યો હોત કે આ બધું કેમ થઇ રહ્યું છે? મેં આગળ જોયું તો રિક્ષાવાળા ભાઈ માટે પણ આ કઈ જ અજુગતું નાં હોયએમ જોઇને નજરઅંદાજ કરી લીધું. મેં શરમથી લાલ થઈને યુવતીની સામું જોયું. એના હાથની આંગળીઓ હજી મારા ગળા પર જ વિટળાયેલી હતી. હું ધીરેથી એ આંગળીઓ પકડીને ગળા પરથી દૂર કરવા ગયો અને ત્યારે Wedding ring નજરે ચડી...જે બિલકુલ મારી Wedding ring સાથે matching હતી.

====

થોડા flashbacks અને 'પરસ્ત્રીને એવી નજરથી જોવાના' guilt માંથી મુક્ત થયો. કાંકરિયાના ગેટ પર રિક્ષા ઉભી રહી. બોલી નહતો શકતો એટલે મનમાં જ જુઠ્ઠો બોલવા બદલ રિક્ષાવાળાની માફી માંગી લીધી અને એ તો આ ગઝની-મેમરી-લોસ વાળા પેશન્ટ ને જાણે જ છે એટલે માફ પણ કરી દેશે!