Ek sambandh dostino - 4 books and stories free download online pdf in Gujarati

એક સંબંધ દોસ્તીનો - 4

એક સંબંધ- દોસ્તીનો

આપણો સમાજ એવી જ વિચારસરણી ધરાવે છે કે એક છોકરો અને છોકરી ક્યારેય દોસ્ત નથી હોતા, પણ આ સાચું જ હોવું જોઈએ એવું હું નથી માનતી. આપણી જીંદગીમાં એક સમય એવો હોય કે બધા જ મિત્રો સાથે સમય વિતાવવો અઘરો પડી જાય પણ એક સમય એવો આવે કે તમારી સાથે કોઈ જ ના હોય ,સિવાય કે એક ને છોડીને . એવા જ બે મિત્રોની વાત છે અહીંયા કે તમે વર્ષો સુધી વાતો ના કરો તો પણ તમારા એક અવાજ સાંભળીને એ કહી દે કે તમે ખુશ છો કે દુઃખી. અને એવી દોસ્તી નસીબવાળા ઓને જ મળે છે.




હવે આગળ જોઈએ કે આ બે મિત્રોની કહાનીમાં‌ શું થાય છે.


પ્રોગ્રામ પૂરો થયા ના બે દિવસ પછીથી જ એમની પરિક્ષા શરૂ થવાની હોવાથી નિવૉ અને અબીર વચ્ચે ખાસ વાત થતી નહોતી. એવામાં જ અબીર એક દિવસ એક નિણર્ય લે છે કે હવે મારે આ કોલેજમાં નથી ભણવું એમ કરી એ‌ સામાન પેક કરીને જતો રહે છે. નિવૉને એની કોઇ ખબર ના હતી.


એક દિવસ નિવૉ અબીરને‌ ફોન કરે છે. ફોન ઉપાડતા જ


નિવૉ ‌ -‌ ક્યાં છે?? કેટલા દિવસ થી કોલેજ નથી
આવતો? તબિયત તો સારી છે ને?
અબીર - હા , મારી મા . તબિયત સારી છે અને હું ઘરે
આવી ગયો છું.
નિવૉ - ઓકે. પણ જણાવવું જોઈએ ને કે તું ઘરે જાય
છે. અને તું ક્યારે આવવાનો છે??
અબીર - હું નથી આવવાનો. મેં કોલેજ હંમેશા માટે
‌‌ છોડીને આવી ગયો.
નિવૉ - કેમ??‌ ‌ શું થયું?
અબીર - કંઈ નથી થયું . તને ખબર તો છે કે મારે
હોટેલ મેનેજમેન્ટનુ ભણવું હતું પણ ઘરે
માનતા નથી.
નિવૉ - ‌ હા , મને ખબર છે પણ તું હોટેલ મેનેજમેન્ટનુ
માટે પરિક્ષા આપવાનો હતો ને??
અબીર - હા , આપવાનો હતો પણ નથી આપી.
નિવૉ - તો હવે શું કરશે?
અબીર - હવે અહીં જ કોલેજ કરીશ.
નિવૉ - ઓકે .
અબીર - હા.



એમ કરતાં કરતાં ૩ સેમેસ્ટર પૂરા થઈ ગયા . આ ૩જા સેમેસ્ટર દરમિયાન અબીર અને નિવૉની વાત એકદમ જ બંધ થઈ ગઈ હતી. એ બંને એમની જીંદગીમાં ખૂબ જ વ્યસ્ત હતા એમને એકબીજા સાથે વાત કરવાનો સમય જ નહોતો.



આ એ જ બે મિત્રો છે જેમને એકબીજા સાથે વાતો કરતા એમને હમણાં એકબીજા માટે સમય જ ના હતો .



આ ૩જા સેમેસ્ટર દરમિયાન અબીર અને નિવૉની જીંદગીમાં ઘણા મિત્રો આવ્યા પણ નિવૉને એમાં અબીર જેવું સમજવા વાળું ના મળ્યુ અને અબીરને પણ એની વાત સાંભળવા વાળું ના મળ્યુ.






જો પ્રેમ માં વિરહ હોય તો સમજયા પણ દોસ્તીમાં પણ વિરહ . એટલે જ તો દોસ્તી માં દૂરી એકબીજા ને દૂર હોવા છતાં પાસે લઈ આવે છે. દોસ્તીમાં જ્યારે પણ સમજણનું બીજ રોપાય છે ત્યારે વાત જ અલગ હોય છે.







ચોથા સેમેસ્ટર ના અંત સુધીમાં અબીર અને નિવૉની કોમન ફ્રેન્ડ દ્વારા બંને વચ્ચે વાત શરૂ થઈ. અઠવાડિયામાં એક વખત તો ત્રણેય નો એક કોન્ફરન્સમ ફોન હોય જ. એમાં પણ અબીર અને નિવૉ જ વાત કરતા . હવે ધીરે ધીરે આ બંને વચ્ચેની દોસ્તી ગાઢ થતી જતી હતી. બંને એકબીજાથી એક ફોન ની દૂરી પર હતા . જો કોઈ કારણસર ફોન ના ઉપાડતા તો પણ સમજી શકતા કે કામ માં હશે. એમની વાતો આજે શું કર્યું થી લઈને ભવિષ્યમાં શું કરવાનું છે. આપણાથી જે ભૂલ થઈ ગયેલી છે એ ફરી ના થવી જોઈએ. એમ એમની ‌વાતોમા પણ‌ સમજદારી સંભળાતી .






નિવૉ એના ઘરે જે પ્રોબ્લેમ થાય એમાં એકબીજાની સલાહ લેતા અને બંને એકબીજાને સમજાવતા કે સમયની સાથે સાથે બધું બરાબર થઈ જશે. બંનેમાંથી કોઈ એકનું પણ મૂડ ખરાબ હોય તો એકબીજા સાથે વાત કરીને મૂડ સારો કરી લેતા.


એમ કરતાં કરતાં ક્યારે એક વર્ષ નીકળી ગયું ખબર જ ના પડી . એવામાં એક જ દિવસે નિવૉની પરિક્ષા અને અબીરનો બર્થ ડે આવતા હતા.




શું નિવૉ અબીરને બર્થ ડે વિશ કરશે?
શું એમની દોસ્તી આજીવન સાથે રહેશે?


આ મારી પહેલી નવલકથા છે. જો કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. એ ભૂલ જણાવવા વિનંતી છે.
‌- મિનલ પટેલ.