Taras premni - 59 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૫૯


એક સાંજે મેહા શાવર લઈને પોતાના રૂમમાં આવી તો બેડ પર રજત સ્માઈલ આપતો બેસી રહ્યો હતો.
રજત મેહા પાસે ગયો. રજત મેહાની ગરદન પર કિસ કરી. અને ગરદન પર હળવેથી બાઈટ કર્યું.

રજત:- "વધારે દર્દ થયું?"

મેહા:- "નહીં તો? તું શું કરવા આવ્યો હતો?"

રજત:- "બસ એમજ તને મળવા. પછી તો આપણે લગ્નની તૈયારીમાં લાગી જઈશું એટલે વિચાર્યું કે મળી‌ લઉં."

મેહા:- "મળી લીધું ને!"

રજત:- "હા મળી લીધું. ચલ તો Bye."

મેહા:- ''Bye...''

મેહા અરીસામાં પોતાની ગરદનને જોય છે.

મેહાએ ક્યાંક વાંચેલી લાઈનો યાદ આવી ગઈ.

ટેવાઈ ગયો છે હવે આ મોગરો
મધમાખીના આતંકથી
ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે
એ પણ નજાકતથી

મને પણ રજત બાઈટ કરે છે તે ગમે છે.

રજતના વર્તનમાં પરિવર્તન આવ્યું હતું. મેહાને ખાતરી થઈ કે ખરેખર રજત મારી રિસપેક્ટ કરવા લાગ્યો છે. મેહાને ખાતરી અપાવવા રજતે થોડી મહેનત કરવી પડી. રજતને મનમાં હતું જ‌ કે મેહા એમ કંઈ આટલી આસાનાથી થોડી માની જશે.

મેહાએ નિર્ણય લઈ લીધો કે હવે પોતે રજત સાથે જ લગ્ન કરશે.

રજતના ફ્રેન્ડ અને મેહાના બધા ફ્રેન્ડસના પણ લગ્ન થઈ ગયા. હવે રજત અને મેહાના ઘરે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. મેહા ખુશ હતી કે ફાઈનલી રજત સાથે મારા લગ્ન થવાના. મેહાને ઊંડે ઊંડે ડર પણ લાગતો હતો કે ક્યાંક આ ખુશી છીનવાઈ ન જાય. આખી જીંદગી પ્રેમ માટે તરસી છું. હવે હું વધારે તરસવા નથી માંગતી. એકવાર રજત સાથે લગ્ન થઈ જાય તો મારા પ્રેમની તરસ પૂરી થઈ જશે. ઘણી મુશ્કેલીથી રજત મારા હાથમાં આવ્યો છે હવે હું રજતને મારાથી દૂર નહીં કરું. રજતના વિચારવાના ચક્કરમાં મેહા નું જમવાનું પણ ઓછું થઈ ગયું હતું અને ઉપરથી પાછી લગ્નની ભાગદોડ અને લગ્નની તૈયારીઓ. રજત અને મેહાએ બધાને ઈન્વીટેશન પણ આપી દીધું હતું.

મેહાના હાથોમાં મહેંદી મૂકાઈ ગઈ હતી. બીજા દિવસે મેહાને પીઠી લગાડવામાં આવી હતી.
આ તરફ રજતને પીઠી લાગી રહી હતી.

મેહા ખુશ હતી. પણ કોઈકવાર મેહાને રજત વિશે વિચાર આવી જતા. મેહાને વિચારો તો આવતા કે રજતનુ વર્તન કેમ અચાનક બદલાઈ ગયું.અચાનક રજત મારી રિસપેક્ટ કેવી રીતે કરવા લાગ્યો.

લગ્ન પહેલાં જ મારી સાથે કેટલો રોમાન્સ કર્યો.
લગ્ન પછી રજત મને આવી રીતના જ ચાહશે. લગ્ન પછી તો ખબર નહીં રજત શું કરશે. મેહાના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. મેહા સ્ટોપ... શું કરે છે તું? તારા ગાલ પરની blush કોઈક જોય ન જાય.

નેહા:- "ઑહ God મેહા તારા ગાલ પર શું છે?"

મેહા ગાલ પર હાથ મૂકીને કહે છે "શું થયું નેહા?"

મિષા:- "આ ગાલ પર શરમની લાલી દેખાય છે."

મેહાના ચહેરા પર સ્માઈલ આવી જાય છે.

સવારે પીઠી અને સાંજે સંગીત ફંક્શન. લગ્નની ભાગદોડમાં મેહાના શરીરમાં વીકનેસ આવી ગઈ હતી. સંગીત ફંક્શનમા ડાન્સ કરી મેહા મોડીરાત્રે સૂઈ ગઈ.

સવારે મેહા ઉઠી. મેહાને નવડાવવામા આવી.
અમુક વિધિ કરીને મેહાએ એની બહેનપણીઓ સાથે જમી લીધું. બધાએ જમી લીધું અને બીજી તૈયારીઓમાં લાગી ગયા. બ્યુટી પાર્લર વાળા બે જણ મેહાને તૈયાર કરી રહ્યા હતા. મેહા તૈયાર થઈ ગઈ. લાલ રંગના પાનેતરમાં મેહા ખૂબ સુંદર લાગતી હતી.

મેહા રૂમની બહાર નીકળી. ફોટોગ્રાફરે ઘરમાં, ગાર્ડનમાં મેહાના ફોટો પાડ્યા. મેહાએ પોતાના ફ્રેન્ડસ સાથે ખૂબ ફોટો પડાવ્યા.

રજતે પણ એના ફ્રેન્ડસ સાથે ફોટા પડાવ્યા.

મેહા પોતાના રૂમમાં બેઠી હતી. મેહાની ચારેય બહેનપણીઓ મેહા સાથે બેઠી હતી.

મેહા:- "રજત કેટલી રાહ જોવડાવશે. હજી સુધી જાન નથી આવી."

નેહા:- "ઑહો મેડમથી તો રાહ પણ નથી જોવાતી."

થોડીવાર પછી જાન આવી. મિષા,નેહા અને પ્રિયંકા ત્રણેત્રણ વરરાજાને જોવા ગઈ. મમતાબહેને બાકીની વિધિ કરી. રજતે મંડપમાં પ્રવેશ કર્યો. રજતે લાલ રંગની શાહી શેરવાની અને માથે સાફો બાંધ્યો હતો.

થોડીવાર પછી રજત અને મેહા બંનેને મંડપમાં બેસાડવામાં આવ્યા.

મેહા કોઈકવાર રજત તરફ નજર‌ કરી લેતી. ફાઈનલી રજત સાથે લગ્ન થવાના છે. રજત સાથે વિતાવેલી તમામ પળો મેહાને યાદ આવી રહી હતી. યાદ કરતાં કરતાં અચાનક મેહાને કંઈક યાદ આવ્યું.

રજતે મને કહ્યું હતું કે physical રીતે મારી સાથે એણે કંઈ કર્યું નથી. મને લાગ્યું હતું કે મારી સાથે એ જબરજસ્તી કરશે. ત્યારે એણે કહ્યું હતું કે રજત કંઈક એવું કરશે કે હું એને ના નહીં પાડી શકું. મતલબ કે લગ્ન કરીને મારી સાથે Physical relationship બાંધશે. મેહા થોડી ટેન્સ થઈ ગઈ.
I know કે દરેક પતિ પત્ની સાથે Physical relationship બાંધે છે પણ મને ડર એ વાતનો છે કે ક્યાંક રજત મારી સાથે Physical relationship બાંધીને મને છોડી ન દે. મેં એક ટીવી સીરીયલમાં જોયું હતું કે નાયક નાયિકા સાથે બદલો લે છે. લગ્ન કરીને પછી નાયિકાને અડધે રસ્તે રાતના અંધારામાં છોડી દે છે. ક્યાંક રજત મારી સાથે બદલો લેવાના ચક્કરમાં અડધે રસ્તે છોડી ન દે.
મેહા તું પણ શું વધારાનું વિચારે છે. રજત મારી સાથે એવું કંઈ કરશે નહીં. એ ખરેખર તને ચાહે છે અને એટલે જ તો રજત મારી સાથે લગ્ન કરે છે.

પંડિતજી મંત્રો બોલતા હતા. મેહાને બધું ગોળ ગોળ ફરતું હોય એવું લાગ્યું. મેહાને ચક્કર જેવા આવ્યા. મેહા રજત પર ઢળી પડવાની હતી કે રજતે મેહાને પકડી લીધી.

રજત:- "તું ઠીક છે ને?"

મેહા:- "હા હું ઠીક છું."

મેહા સ્વસ્થ થઈ. મેહા અને રજત માટે જ્યુસ લાવવામાં આવ્યું. બંનેએ જ્યુસ પી લીધું. રજત અને મેહા ફેરા ફરવા ઉભા થયા. મેહા ઉભી થઈ ફેરા ફરતી હતી કે ફરી મેહાને ચક્કર આવવાં લાગ્યાં.

કોઈ મહેમાને કહ્યું કે મેહાને થોડીવાર રૂમમાં આરામ કરાવો. તો કોઈ બોલ્યું કે મંડપમાંથી ઉઠીને જવું અપશુકન ગણાશે. પંડિતજીની સલાહ લીધી તો પંડિતજીએ જણાવ્યું કે મંડપમાંથી ઉઠવું અપશુકન ગણાશે.

સાવિત્રીબહેન:- "પણ રજત મેહા ઉભી રહી શકવાની સ્થિતિમાં નથી."

"પંડિતજી તમે મંત્ર બોલો." એમ કહી રજતે મેહાને બંને હાથોમાં ઉંચકી લીધી. મેહાએ રજતના ગરદન પર બંને હાથ વીંટાળી દીધા. મેહા પણ આશ્ચર્યથી રજતને જોઈ રહી. રજતના આવા વર્તનને જોઈ બધાં મનોમન રજતને વખાણવા લાગ્યા.

ફેરા ફરી લીધા પછી રજતે મેહાને સાવચેતી પૂર્વક ઉતારી. બંને પોતપોતાની જગ્યા પર બેઠાં. રજતે મંગળસૂત્ર પહેરાવ્યું. સિંદૂર પૂરાવ્યુ. લગ્ન સંપન્ન થયા.
મેહાને એની સહેલીઓ થોડીવાર રૂમમાં લઈ ગઈ.
સાંજના સાત વાગી ગયા હતા. મેહાએ થોડો આરામ કર્યો. થોડીવાર પછી મેહા અને રજતે બધાંની સાથે જમી લીધું.

લગ્નની વિધિ વખતે પણ ફોટો અને વીડિયો લેવાનું ચાલું જ હતું. રજત અને મેહાના કપલ તરીકે તથા ફેમિલી સાથે ફોટા પડાવ્યા.

મેહાની વિદાયનો પ્રસંગ આવ્યો. મેહા મમ્મી પપ્પા અને નિખિલને ભેટીને ખૂબ રડી. મેહા એની સખીઓને વળગીને રડી.

મમતાબહેન અને પરેશભાઈએ મેહા નું ધ્યાન રાખવા રજતને કહ્યું.

નિખિલ:- "રજત મેહાને સાચવી લેજે."

રજત:- "તમે ચિંતા ન કરો. હું છું ને મેહા સાથે."

રજત અને મેહા કારમાં બેસે છે. ડ્રાઈવરે કાર સ્ટાર્ટ કરી. રજતે આંસુ લૂછવા રૂમાલ આપ્યો.

મેહાને થોડું આશ્ચર્ય થયું કે મને રડતા જોઈને રજત મારાં આંસુ લૂછતે અને મને બાહોમાં ભરી લેતે. પણ રજતે એવું કશું કર્યું નહીં. મેહાએ રૂમાલથી આંસુ સાફ કર્યાં. મેહા મનોમન કહે છે "રજત મને અહીં આગોશમાં ન લે તો વાંધો નહીં. મારા લગ્ન તો હવે રજત સાથે થઈ ગયા છે. હવે તો મારો રજત પર હક્ક છે. હું રૂમમાં જઈને રજતને વળગી પડીશ.

થોડે જતાં જ રજતે કાર ઉભી રાખવા ડ્રાઈવરને કહ્યું. મેહાની ધડકન વધી. મેહાને વિચાર આવ્યો કે ક્યાંક રજત મને અડધે રસ્તે ઉતારી ન પાડે. રજત ઉતરીને પાછળની તરફ ગયો. પાંચેક મીનીટ પછી કારમાં આવ્યો.

મેહા:- "રજત શું થયું?"

રજત:- "કંઈ નહીં. કારની ડીકી સરખી બંધ નહોતી થઈ. તે જ ચેક કરવા ગયો હતો.''

એક ક્ષણ માટે મેહાને તો એમજ લાગ્યું કે "રજત મને
ઉતારી જ દેશે."

સાવિત્રીબહેન કારમાંથી ઉતરી ઘરમાં જાય છે.

સાવિત્રીબહેન: "શીતલ થાળીને બધું તૈયાર છે ને?"

શીતલબેન:- "હા બધી તૈયારી થઈ ગઈ છે."

સાવિત્રીબહેન આરતીની થાળી લઈને જાય છે. બહાર દરવાજા પર ઉભેલા રજત અને મેહાની આરતી ઉતારે છે. મેહા ચોખાથી ભરેલા કળશને સ્હેજ ઠોકર મારે છે.

ઘરમાં પગ મૂકતાં જ એક મોટો થાળ હોય છે. એમાં પગ બોળી આગળ વધે છે. મેહાના પગલાં પડ્યા.
રજત અને મેહાને મંદિરવાળા રૂમમાં લઈ જવામાં આવે છે. રજત અને મેહા ભગવાનને પગે પડે છે.
રજત અને મેહાને સોફા પર બેસાડે છે.

સાવિત્રીબહેન:- "તમે બંન્ને થોડું જમી લો."

રજત:- "મમ્મી ત્યાં જમીને તો આવ્યા છે. મને ભૂખ નથી."

સાવિત્રીબહેન:- "મેહા તું જમી લે."

મેહા:- "મમ્મીજી મને પણ ભૂખ નથી."

સાવિત્રીબહેન:- "તને ચક્કર આવ્યા હતા ને. થોડું જ્યુસ પી લે."

શીતલબેન બે ગ્લાસ જ્યુસ લઈને આવે છે.

"મારે નથી પીવું." એમ કહી રજત પોતાના રૂમમાં જતો રહે છે. મેહા જ્યુસ પી લે છે. રજત રૂમમાં જઈને શાવર લે છે. વીસ મીનીટમાં તો ફરી રજત નીચે આવે છે. રજતે વ્હાઈટ શર્ટ અને અને જીન્સ પહેર્યો હતો.

સાવિત્રીબહેન:- "રજત ક્યાં જાય છે બેટા."

રજત:- "હું બસ આવ્યો."

મેહાને બેડરૂમમાં લઈ જવામાં આવે છે. ક્રીના મેહાને બેડરૂમમાં બેડ પર બેસાડી આવે છે. ક્રીના જતી રહે છે. હવે મેહા એકલી પડી. ડબલબેડને લાલ ગુલાબોથી સજાવવામાં આવ્યો હતો. રૂમમાં હલકી અને માદક ખૂશ્બુ પ્રસરી રહી હતી. રૂમમાં ફક્ત ડીમ લાઈટ જ ચાલું હતી. થોડીવાર સુધી તો મેહા સજાવેલા રૂમને નિહાળી રહી. મેહા મનોમન જ કહે છે રજત ક્યાં જતો રહ્યો. જલ્દી આવતો પણ નથી. લગ્ન નહોતા થયા તો પણ મારા કેટલાંય અંગોને સ્પર્શ કર્યો છે. અને હવે તો લગ્ન થઈ ગયા છે એટલે જેવો આવશે એવો મને વળગી જ પડશે. મારા પર તૂટી જ પડશે. મેહાના મનમાં રજતને લઈને અરમાનો જાગી રહ્યા હતા. મેહા રજતનો ઈંતજાર કરતી મીઠા સ્વપ્નોમા ખોવાઈ ગઈ હતી. રજતની હરકતોને યાદ કરતી કરતી મેહાના ચહેરા પર સ્માઈલ આવી જતી. મેહા ઘૂંટણ પર હાથ રાખી નીચી નજર કરીને બેઠી હતી. જો કે મેહાને ઘણો થાક લાગ્યો હતો.

એટલામાં જ બારણાં નો અવાજ આવ્યો. મેહાએ પારદર્શક ઘૂંઘટ માંથી રજત તરફ નજર કરી. મેહાના દિલની ધડકનો વધી ગઈ હતી. રજત મેહાની નજીક આવ્યો. રજતે તો ઝડપથી મેહાએ માથે ઓઢેલું ઘૂંઘટ ની ઓઢણી સાઈડ પર મૂકી દીધું.

રજતે મેહાના માથે રહેલો માંગટીકો સાવચેતી પૂર્વક કાઢતા કહ્યું "મેહા તું થાકી ગઈ હોઈશ અને તને ચક્કર પણ આવે છે. તું સૂઈ જા."

રજત મેહાના કાનમાના ઝૂમખાં કાઢી રહ્યો હતો. મેહાએ રજત તરફ જોયું.

મેહા:- "રજત હું કાઢી લઈશ."

એટલામાં જ રજતના મોબાઈલની રિંગ વાગી.

રજતે ફોન રિસીવ કર્યો.

રજત:- "ઑકે હું બસ આવું જ છું."

રજતે મેહા તરફ નજર કરતાં કહ્યું "મેહા આ કપડામાં ગરમી લાગતી હશે તો ચેન્જ કરી સૂઈ જજે. હું હમણાં આવ્યો."

મેહા:- "રજત ક્યાં જાઓ છો તમે?"

'તમે' શબ્દ સાંભળતા જ રજતે મેહા તરફ જોયું.

રજત:- "મારો આટલો આદર સમ્માન. Very good."

મેહા:- "રજત હવે તમે મારા પતિ છો તો..."

રજત:- "હું જાઉં છું."

રજત રૂમની બહાર નીકળી જાય છે. મેહા શાવર લઈ ચેન્જ કરી સૂઈ જાય છે. સવારે મેહા ઉઠે છે. ઉઠીને જોયું તો રજત બાજુમાં સૂતો હતો. મેહા ઉઠી બ્રશ કર્યું અને ન્હાવા ગઈ. નાહીને બહાર આવી ત્યારે રજત ઉઠી ગયો હતો.

રજત:- "મમ્મી રાહ જોય છે તારી. તૈયાર થઈ ને ફટાફટ જા."

મેહા:- "રજત તમે નહીં આવો મારી સાથે? નીચે કેટલાં બધાં ફેમિલી મેમ્બર છે."

રજત:- "તું જા તો ખરી. હું તૈયાર થઈ ને આવુ જ છું."

મેહા‌ તૈયાર થઈ રહી હતી. મેહાએ ચૂડીદાર ડ્રેસ પહેર્યો હતો. ભીના વાળ હતા એટલે અડધા ખુલ્લાં રાખ્યા હતા. માથે સિંદૂર અને ગળામાંના મંગળસૂત્રને
જોઈ રહી. મેહાને એમ લાગ્યું કે સિંદૂર અને મંગળસૂત્રને લીધે એની સુંદરતામાં વધારો થયો છે.
મેહા નીચે ગઈ. બીજા બધાં તો જતાં રહ્યા હતા. પણ નજીકના સગાસંબંધી હતા. બધાં ડાઈનીગ ટેબલ પર બેઠાં હતા.

મેહા જેવી નીચે ગઈ કે તરત જાણે કે મેહા પર તૂટી પડ્યા.

એકપછી એક બધા ફરમાઈશ કરવા લાગ્યાં કે મેહા મને આ ખાવાનું મન થાય છે. મેહા મૂંઝવણમાં મૂકાઈ ગઈ. એટલામાં જ રજત નીચે આવ્યો.

રજતે બધાં ની ફરમાઈશ સાંભળી.

રજતે વિનમ્રતાપૂર્વક કહ્યું "તમારા બધાંની નવ વાગ્યેની ટ્રેન છે ને. તો I think તમારે બધાંએ અત્યારે જ નીકળી જવું જોઈએ. કારણ કે તમે જે રીતે મેહાની સામે ફરમાઈશ કરી છે તે બનાવતાં બનાવતાં તો બપોર થઈ જશે."

રજતની વાત સાંભળી બધા ચૂપ થઈ ગયા. રજતની વાતનો ભાવાર્થ બધાં સમજી ગયા હતા.

રજત:- "મેહા જા અને ફક્ત શીરો બનાવીને લઈ આવ. કારણ કે પછી બધાને લેટ થશે."

મેહા ચૂપચાપ રસોડામાં ગઈ...થોડી જ વારમાં શીરો બનાવીને લઈ આવી.

મેહા બધાને પીરસતી હતી.

એક જણે શીરો એક ચમચી ખાધી અને શીરાનો વાંક કાઢવા લાગ્યા.

રજત:- "તમને નથી ગમતો શીરો. કોઈ વાંધો નહીં. એક ચમચી ખાધી છે ને. મને આપી દો. શીરો હું ખાઈ જઈશ. કારણ કે મને બહું ગમે છે. જેને જેને ન ગમ્યો હોય તે મારા તરફ આવવા દે."

રજતની વાત સાંભળી બધાં ફટાફટ શીરો ખાવા લાગ્યા. સાવિત્રીબહેન-રતિલાલભાઈ સાથે ક્રીના પણ આવી.

મેહાએ સાવિત્રીબહેન,રતિલાલભાઈ અને ક્રીનાને શીરો આપ્યો.

સાવિત્રીબહેન:- "મેહા તું પણ બેસી જા અને અમારી સાથે શીરો ખા."

રજતે ઈશારાથી મેહાને પોતાની બાજુમાં બેસવા કહ્યું.

મેહાએ એક ચમચી ખાઈ જોઈ.

મેહાએ ધીમેથી કહ્યું "રજત શીરો એટલો પણ સારો નથી બન્યો."

રજત:- "તું જેવું વિચારે છે એવું કંઈ નથી."

સાવિત્રીબહેન:- "વાહ શીરો તો ખૂબ સરસ બન્યો છે."

રજત:- "જોયું મેં કહ્યું હતું ને કે તું જેવું વિચારે છે એવું કંઈ નથી."

એટલામાં જ મેહાને લેવા નિખિલ, મમતાબહેન, પરેશભાઈ અને કેટલાંક સગા સંબંધી આવ્યા.

શીતલબહેન અને નોકરચાકરોએ બધાને નાસ્તો અને ચા સર્વ કરી.

ક્રીના બેડરૂમમાં બાળકો ને લેવા ગઈ. નિખિલ પણ ગયો. બંને બાળકો જાગી ગયા હતા. નિખિલ અને ક્રીનાએ યશ અને નેહલને લઈ લીધા.

મેહા અને મેહાના પરિવારવાળા જવા માટે નીકળ્યા.

રજત મેહાને કાનમાં ધીમેથી કહે છે "ઘરે જઈ આવ. પછી તો હું તને જવા જ નહીં દઉં. સાંજે ઑફિસેથી છૂટી તને લેવા આવીશ. તૈયાર રહેજે."

ક્રમશઃ