Taras premni - 61 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૬૧



રજત અને મેહા પાર્ટીમાંથી નીકળી ગયા. મેહા અને રજત ઘરે પહોંચે છે. મેહા ઘરેણાં ઉતારી રહી સાડીમાંથી સેફ્ટીપીન કાઢી. મેહા વોશરૂમ માં ચેન્જ કરવા જતી હતી કે રજતે મેહાને પકડી દિવાલ પાસે ઉભી રખાડી. રજત મેહાની એકદમ નજીક હતો. રજતની નજર મેહા નાં હોઠ ઉપર પડે છે. મેહાએ પાંપણો ઝૂકાવી લીધી. રજતે મેહાને ગાલ પર કિસ કરી. કિસ કરતાં કરતાં રજતના હોંઠ ગરદન પર ફરવા લાગ્યા. રજતે સાડીનો છેડો ઉતારી દીધો. રજતના હોઠ ગરદનની નીચે તરફ ફરવા લાગ્યા. થોડીવાર પછી રજતને ખ્યાલ આવ્યો કે મેહા તો કંઈ ફીલ જ નથી કરી રહી. રજત પહેલાં મેહાને સ્પર્શ કરતો ત્યારે મેહાની શ્વાસ લેવાની પ્રક્રિયા વધી જતી. પણ અત્યારે કેટલીય વાર સુધી સ્પર્શ કર્યો ત્યારે મેહા નોર્મલી જ શ્વાસ લઈ રહી હતી. મેહા જાણે કે અંદરથી મરી ગઈ હોય એવું લાગતું હતું. મેહા ફક્ત શ્વાસ જ લઈ રહી હતી. રજત જાણે કે કોઈ માણસને નહીં પણ પૂતળાને સ્પર્શ કરતો હોય એવું લાગ્યું. મેહાને આવી રીતે જોઈને રજત ડરી ગયો અને મેહાથી થોડો દૂર ખસી ગયો. થોડી ક્ષણો પછી રજતે મેહાની નજીક જઈ સાડીનો પાલવ ફરતેથી ઓઢાવી દીધો. રજત બહાર નીકળી ગયો. રજત થોડીવાર માટે બહાર ચાલવા ગયો. રજતની નજર સમક્ષ વારંવાર મેહાનો નિસ્તેજ ચહેરો તરવરી ઉઠતો. મેહા ભીતરથી એકદમ પથ્થર બની ગઈ હતી.

રજત પાછો ઘરે આવ્યો તો મેહા સૂઈ ગઈ હતી. રજત મેહાની પીઠને તાકી રહ્યો. રજતે મેહાના ખભા પર હાથ મૂકવા હાથ લંબાવ્યો. પણ રજતે ફરી પોતાનો હાથ ખેંચી લીધો. મોડે સુધી રજત મેહા વિશે વિચારતા વિચારતા ઊંઘી ગયો.

એવી જ એક સાંજે મેહા વ્હીકલ લઈ તાપી રિવરફ્રન્ટ પર ગઈ. મેહા વિચારી રહી હતી કે કાશ હું અને રજત મળ્યા જ ન હોત. મેહાને રજત સાથે વિતાવેલી દરેક પળ યાદ આવતી અને એ પળો મેહાને હર્ટ કરી રહી હતી.

મેહા વિચારી રહી હતી કે મારી લાઈફ પણ મમ્મી જેવી... નહીં નહીં મમ્મીની લાઈફ કરતાં પણ મારી લાઈફ વધારે ખરાબ થઈ ગઈ. મેં રજતની મર્દાનગી પર સવાલ ઉઠાવ્યો હતો ત્યારે મને ખબર તો હતી જ કે રજત આ અપમાનનો બદલો લેશે. મને લાગ્યું હતું કે પથારી સુધી લઈ જશે. પણ રજતે મને ન સ્પર્શીને બહું મોટી સજા આપી છે.

રજતને ખ્યાલ પણ ન આવે એ રીતે મેહા ડિપ્રેશનની દવા લેવા લાગી હતી. રાતનાં ઊંઘ ન આવે તો ઊંઘની દવા લઈ સૂઈ જતી. મેહા ખૂબ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. મેહા રજત સાથે જોડાયેલી એક એક વાત ભૂલી જવા માંગતી હતી.
મેહા જ્યારે પોતાના મનની વાત કહી નહોતી શકતી ત્યારે ડાયરીમાં કંઈક ને કંઈક લખતી રહેતી. મેહાને તીવ્ર ઈચ્છા હતી કે રજતને ભૂલી જાય. પણ મેહા જાણતી હતી કે રજતને ભૂલવું અશક્ય છે. I wish કે મગજમાં કોઈ ડીલીટ બટન હોત જેનાથી બધી યાદો સંપૂર્ણપણે ભૂંસી શકાતે. તો હું રજતને ભૂલી જતે.

એક દિવસે રજતને ઘણી બધી દવાઓ મળી. રજતે જોયું તો ડિપ્રેશનની અને ઊંઘની દવાઓ મળી આવી. રજત વિચારમાં જ પડી ગયો. રજતને અહેસાસ થયો કે પોતે જ મેહાને પથ્થર બનાવી દીધી છે. ખાસ્સી વાર સુધી રજત મેહા વિશે જ વિચારતો રહ્યો. રજતે નક્કી કરી લીધું કે હવે તે મેહાને ભરપૂર પ્રેમ આપશે.

બીજા દિવસે રજતને ઑફિસના કામથી બહાર જવાનું હતું. રજતે મેહાને કહી દીધું કે સવારે હું વહેલા જઈશ. રજતે ધ્યાનથી જોયું તો મેહા સૂઈ રહી હતી. રજત ઉભો થયો ને મેહાના પગ પકડી લીધા. રજતની આંખોમાંથી નિરંતર આંસુ વહેવા લાગ્યા. રજત મેહાની માફી માંગવા લાગ્યો. ખાસ્સી વાર સુધી આંસુ વહાવ્યા પછી રજત સૂઈ ગયો. સવારે વહેલાં ઉઠી રજત નીકળી ગયો. જતાં પહેલાં રજતે મેહા તરફ નજર કરી અને મનોમન બોલ્યો મેહા આજે સાંજે આવીશ એટલે હું પ્રેમનો ઈઝહાર કરીશ. હું તને ખૂબ ચાહું છું મેહા. મને માફ કરી દેજે. હવે હું તને જરાય હર્ટ નહીં કરું.

સાંજે મેહા વ્હીકલ લઈ તાપી રિવરફ્રન્ટ પર ગઈ. મેહાને આજે રસ્તા પર જ પુલ પર જ ઉભું રહેવાનું મન થયું. આસપાસથી વાહનો પસાર થઈ રહ્યા હતા. ઊંડી અને શાંત નદીને જોઈ મેહા પણ શાંત હતી. મેહા બસ નદીના પાણીને જોઈ રહી હતી. મેહા પુલ પર ઉભી હતી. રજતના વિચારોમાં ખોવાયેલી હતી. અચાનક એક એક ટ્રક ટુ વ્હીલર સાથે જોરથી અથડાઈ. પુલની ગ્રિલ તૂટી ગઈ. મેહા જરાક બચી ગઈ. પણ મેહા નું બેલેન્સ ન રહેતા ઊંડી નદીમાં પડી ગઈ. મેહાએ રજતના નામની એટલી તીવ્રતાથી બૂમ પાડી કે રજતના દિલ સુધી વાત પહોંચી ગઈ. આ તરફ રજત મેહાને પોતાના દિલની વાત કહેવા માટે બેચેન હતો. એટલે કામ પતાવી ઝડપથી આવતો હતો. અકસ્માત થયો ત્યારે એક બે પોલીસ હતા. એમણે ઝડપથી પોલીસ સ્ટેશન ફોન કરી દીધો. રજતને અહેસાસ થયો કે મેહા કોઈ મુસીબતમાં છે.

રજત ઝડપથી ઘરે પહોંચે છે. પણ ઘરે મેહા નહોતી. રજતને એટલો તો ખ્યાલ હતો કે મેહા તાપી રિવરફ્રન્ટ પર જાય છે. રજત ઝડપથી રિવરફ્રન્ટ પર ગયો. રજત નું દિલ ખૂબ જોરથી ધડકી રહ્યું હતું.

રજત ત્યાં પહોંચે છે તો રસ્તાના પુલ પર ખૂબ ભીડ હતી. રજત ધડકતા દિલે ભીડની અંદર આવે છે. રજતે મેહાની વ્હીકલ જોઈ.

રજત ધ્રૂજતા સ્વરે બોલ્યો "આ વ્હીકલ.... મારી પત્નીની છે."

કોઈકે કહ્યું કે એક યુવતી નીચે નદીમાં પડી ગઈ છે. રજતથી જોરથી બૂમ પડાઈ ગઈ "મેહા." એમ કહી રજત નીચે કૂદવા જતો હતો કે કેટલાંક લોકો અને પોલીસ રજતને પકડી રહ્યા.

રજતે ધ્રૂજતા ધ્રૂજતા કહ્યું "મને જવા દો. હું મેહાને નીચેથી લઈ આવીશ. છોડો મને. તમે સમજતા કેમ નથી? મેહાને તરતા નથી આવડતું." રજતની આંખોમાંથી આંસુ વહી રહ્યા. ખાસ્સીવાર સુધી રજત રડતો રહ્યો. રજત મનથી ખૂબ ભાંગી ગયો હતો.

રજતે એટલી તીવ્રતાથી મેહાને બૂમ પાડી કે રજતના દિલની વાત મેહાના દિલ સુધી પહોંચી ગઈ. મેહાએ આંખો ઉઘાડી અને મેહાથી રજતનુ નામ લેવાઈ ગયું.
મેહાએ જોયું તો પોતે એક નાનકડા રૂમમાં હતી.

મેહા:- "હું ક્યાં છું?"

તે જ રૂમમાં એક કામ કરતી સ્ત્રીએ કહ્યું "તું નદીમાં પડી ગઈ હતી. મારા ઘરવાળાએ તને બચાવી."

મેહા:- "તમારો ખૂબ ખૂબ આભાર...હવે મારે ઘરે જવું છે."

પેલી સ્ત્રીએ કહ્યું "તમને તો તાવ આવે છે. તમે ઘરેથી કોઈને બોલાવી લો."

મેહા:- "મારો મોબાઈલ..."

પેલી સ્ત્રીએ સાદો મોબાઈલ આપ્યો. મેહાએ નિખિલને ફોન કર્યો. પણ ફોન લાગ્યો. મેહાએ પરેશભાઈને ફોન કર્યો પણ પરેશભાઈની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિએ ફોન લાગી ગયો. મેહાએ છેવટે પોતાના ઘરના લેન્ડલાઈન પર ફોન કર્યો.

ફોન મમતાબહેને ઉપાડ્યો "મમ્મી મને અહીંથી લઈ જાઓ."

મમતાબહેન:- "હા‌ પણ તું છે ક્યાં?"

મેહાએ પેલી સ્ત્રીને એડ્રેસ પૂછ્યું. મેહાએ મમતાબહેનને કહી દીધું.

મમતાબહેને પરેશભાઈ અને નિખિલને જણાવી દીધું.

નિખિલ અને પરેશભાઈ મેહાને લેવા ગયા. નિખિલ અને પરેશભાઈ પહોંચે છે એટલામાં તો મેહા બેભાન થઈ ગઈ. પરેશભાઈ અને નિખિલ મેહાને હોસ્પિટલ લઈ જાય છે.

ડોક્ટર મેહાને ચેક કરે છે.

પરેશભાઈ:- "રજતને મેહા વિશે ખબર નહીં હોય. તું રજતને ફોન કરીને જણાવી દે."

નિખિલે રજતને ફોન કર્યો. પહેલાં તો રજતે ફોન રિસીવ જ ન કર્યો. પછી રિસીવ કર્યો. રજત તો કંઈ બોલી જ ન શક્યો.

નિખિલ:- "હૅલો રજત...રજત...મેહા હોસ્પિટલમાં છે."

આ સાંભળીને રજતને વિશ્વાસ જ ન આવ્યો. રજતના જીવમાં જીવ આવ્યો.

રજત:- "શું કહ્યું? મેહા ઠીક છે ને?"

નિખિલ:- "રજત તું પહેલાં હોસ્પિટલ આવ."

રજત ઝડપથી ઉભો થયો અને કારમાં બેસી જઈ કાર સ્ટાર્ટ કરી. નિખિલે કહેલી હોસ્પિટલે જવા માટે રજતે ઝડપથી કાર ચલાવી.

ક્રીના અને મમતાબહેન હોસ્પિટલ પહોંચે છે. મેહાને ધીરે ધીરે હોંશ આવે છે.

મેહાએ આંખો ખોલી તો નિખિલ,મમતાબહેન અને પરેશભાઈને જોય છે.

રજત હોસ્પિટલ પહોંચી ગયો. રજતે રિસેપ્શનિસ્ટને મેહા વિશે પૂછ્યું. રિસેપ્શનિસ્ટે રૂમ નંબર કહ્યો. રજત ઝડપથી રૂમ નંબર ૩૦ શોધવા લાગ્યો.

નિખિલ બહાર ગયો અને ક્રીનાને બોલાવી લાવ્યો. ક્રીના પાસે યશ હતો અને નિખિલ પાસે નેહલ હતી.

ક્રીના મેહા પાસે ગઈ. મેહા ક્રીનાને જોઈ રહી.

ક્રીના:- "મેહા અમે તો ખૂબ ડરી ગયા હતા. Thank God કે તું ઠીક છે."

મેહાએ કંઈ જવાબ ન આપ્યો.

મેહાએ નિખિલ તરફ જોઈને પૂછ્યું "ભાઈ આ યુવતી કોણ છે?"

મેહાનો સવાલ સાંભળીને બધા શોક્ડ થઈ ગયા.

નિખિલ:- "આ યુવતી મારી પત્ની અને તારી ભાભી છે મેહા."

"ભાઈ તે ક્યારે લગ્ન કરી લીધા?" આટલું પૂછીને મેહા બેભાન થઈ ગઈ.

ડોક્ટરે કહ્યું કે "હું શ્યોર તો નથી પણ મને લાગે છે કે મેહા પોતાની યાદશક્તિ ખોઈ બેઠી છે. અમે પહેલા મગજનો એક્સરે પડાવી લઈએ પછી જ ખબર પડશે."

રજત ઝડપથી અંદર આવતો હતો. પણ અંદર ચાલી રહેલી વાત સાંભળી રજત બહાર જ રોકાઈ ગયો. આ સાંભળી રજતને દુઃખ થયું. રજત અંદર આવ્યો. મમતાબહેન અને પરેશભાઈ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ડોક્ટરે બધાં રિપોર્ટ કઢાવી લેવાનું કહ્યું.

થોડીવાર પછી રજત અને પરેશભાઈ ડોક્ટરની કેબિનમાં ગયા.

રજત:- "હું મેહાને ઘરે લઈ જાઉં?"

ડોક્ટર:- "તમે મેહાના શું લાગો છો?"

રજત:- "મેહા મારી પત્ની છે."

ડોક્ટર:- "ઘરે પણ કોના ઘરે?"

રજત:- "મારા ઘરે I mean કે હવે એ મેહા અને મારું ઘર છે."

ડોક્ટર:- "તમે મેહાને તમારા ઘરે નહીં પણ મેહાના મમ્મી પપ્પાના ઘરે મોકલો."

રજત:- "પણ કેમ?"

ડોક્ટર:- "અચ્છા મને એ કહો કે મેહા સાથે જે યુવતી હતી જેમને મેહા ઓળખતી ન હતી તે કોણ છે?"

રજત:- "મેહાની ભાભી અને મારી મોટી બહેન છે."

ડોક્ટર:- "તમારા લગ્ન પહેલાં થયા કે તમારી બહેનના?"

રજત:- "મારી બહેનના."

ડોક્ટર:- "તમારી બહેનને નથી ઓળખતી તો મેહા તમને કેવી રીતના ઓળખવાની? અને મેહા તમને જ ન ઓળખતી હોય તો શું મેહા એક અજાણ્યા માણસ સાથે રહેશે? મેહા એ યુવતી એટલે કે એની ભાભીને વિશે જાણીને તરત જ બેભાન થઈ ગઈ. તમારા વિશે જાણશે તો ફરી એને શોક્ડ લાગશે."

રજત:- "જી ડોક્ટર. સમજી ગયો."

પરેશભાઈ:- "ડોક્ટર હવે તો અમે મેહાને ઘરે લઈ જઈએ ને."

ડોક્ટર:- "હા લઈ જઈ શકો છો. પણ યાદ રાખજો મેહાને જબરજસ્તી કંઈ પણ યાદ ના કરાવડાવતા."

પરેશભાઈ અને રજત કેબિનમાંથી નીકળી મેહા પાસે ગયા. રજત મેહાને જોઈ રહ્યો. રજત નું ધ્યાન મેહાએ પહેરેલાં મંગળસૂત્ર પર જાય છે. રજત વિચારે છે કે મેહા આ મંગળસૂત્ર જોશે તો મેહા કન્ફ્યુઝ થઈ જશે. ક્રીનાને નથી ઓળખતી તો આ મંગળસૂત્ર ને શું ઓળખવાની. ક્યાંક એના મગજ પર વધારે અસર ન થાય. એમ વિચારી રજત મંગળસૂત્ર કાઢી લે છે.

મેહા ઘરે પહોંચે છે. મેહાને ઘરે પહોંચતા જ શાંતિ થાય છે. બધા જમી લે છે. જમતાં જમતાં મેહા ક્રીનાને જોઈ રહે છે. ક્રીના મેહાને સ્માઈલ આપે છે.
મેહા પણ સ્માઈલ આપે છે. મેહા જમીને પોતાના રૂમ તરફ જતી હતી કે મેહાને નાના બાળકનો રડવાનો અવાજ સંભળાય છે.

મેહા પોતાના ભાઈના રૂમમાં જાય છે. મેહા બંન્ને બાળકોને રમાડે છે. મેહા બાળકો સાથે વાતો કરે છે. મેહાનો અવાજ સાંભળી બંન્ને બાળકો શાંત થઈ જાય છે.

ક્રીના:- "Nik મને થોડો ડર લાગે છે."

નિખિલ:- "ડર...શાનો ડર?"

ક્રીના:- "મેહાની સામે જતાં મને ડર લાગે છે."

નિખિલ:- "એમાં ડરવાની શું જરૂર છે?"

ક્રીના:- "મેહાની સામે મારાથી રજત વિશે કંઈ બોલાઈ ગયું તો? તો એના મગજ પર અસર થશે. અને ડોક્ટરે તો ના પાડી છે ને મેહાને કંઈ પણ જબરજસ્તી યાદ કરાવડાવવાની."

નિખિલ:- "એમાં ડરવાની કશી જ જરૂર નથી. મેહાથી ફક્ત એના લગ્નજીવનની જ વાત છૂપાવવાની છે. બીજી કોઈ વાત છૂપાવવાની નથી. મેહાને ઑલરેડી ખબર જ પડી ગઈ છે કે તું એની ભાભી છે. જો મેહાને ન ખબર પડતે તો આપણાં લગ્નજીવનની પણ વાત છૂપાવવી પડતે. પણ ખબર પડી ગઈ છે એટલે વાંધો નહીં. મેહા કંઈપણ પૂછે તો એને નોર્મલી જ જવાબ આપજે. મેહા પોતાના લગ્નજીવન વિશે પૂછે તો તારે જૂઠું જ બોલવાનું છે. સમજી?"

ક્રીના:- "ઑકે સમજી ગઈ."

ક્રીના પોતાના રૂમમાં જાય છે. અંદર જઈને જોયું તો મેહા બાળકોને રમાડી રહી હતી.

ક્રીના બાળકો પાસે જઈને કહેવા લાગી "ઑહ તો બંન્ને બદમાશ ફોઈ સાથે વાતો કરે છે એમ."

ક્રીના બાળકોને રમાડવા લાગી.

મેહા:- "ભાભી બાળકોના શું નામ રાખ્યા?"

ક્રીના:- "યશ અને નેહલ. તે જ તો બંનેના નામ‌ રાખ્યા હતા. પણ તને યાદ નહીં હોય."

મેહા:- "તમારા લવ મેરેજ છે કે પછી..."

ક્રીના:- "લવ મેરેજ."

મેહા:- "અચ્છા કોણ કોણ છે તમારા ઘરમાં?"

ક્રીના:- "મમ્મી પપ્પા અને એક ભાઈ છે."

એટલામાં જ નિખિલ આવે છે.

નિખિલ:- "તું અહીં છે. મમ્મી તારા રૂમમાં ગઈ છે."

મેહા:- "ઑકે ભાઈ."

મેહા રૂમમાંથી નીકળી પોતાના રૂમમાં જાય છે.

રજત ઘરે જઈને મેહા વિશે જ વિચારતો રહ્યો. રજતના દિલને રાહત થઈ કે મેહા ઠીક છે.

બીજા દિવસે ડોક્ટરે રજતને ફોન કરીને પહેલાં એ સવાલ પૂછ્યો કે તમારા લવ મેરેજ છે.
રજતને પણ આશ્ચર્ય થયું કે ડોક્ટરે આ સવાલ કેમ પૂછ્યો?

રજત:- "હા ડોક્ટર મારા અને મેહાના લવ મેરેજ છે."

ડોક્ટર:- "ઑકે તો મેહાના રિપોર્ટસ આવી ગયા છે. તમે આવી જાઓ."

રજત:- "ઑકે."

ક્રમશઃ