fari ekvar ek sharat - 8 books and stories free download online pdf in Gujarati

ફરી એકવાર એક શરત - 8

અંશ:એક શરત લગાવીશ? જો તું જીતી તો પછી ફરી તને હેરાન નહિ કરું અને તને શોધવા પ્રયત્ન પણ નહીં કરું તારે જ્યાં જવું હોય ત્યાં કોઈ સવાલ જવાબ વગર જઈ શકીશ..

સૌમ્યા: અને તું જીતી ગયો તો?? તને શું મળશે?

અંશ: તો તારે મારી વાત માનવી પડશે.

સૌમ્યા: શરત શુ છે? અને તારી જીત માં શુ છે? પેહલા બધું કહે પછી જવાબ આપું.

અંશ: ખૂબ જ સરળ છે. જો તારા કેહવા પ્રમાણે તને હવે કોઈ થી કોઈ ફરક નથી પડતો અને તું બધું છોડી ચુકી છે.. એમ જ છે ને?

સૌમ્યા: હા એમ જ છે. હવે મારે કોઈ સાથે કોઈ મતલબ નથી. હવે હું બધું છોડી ચુકી છું.

અંશ: તને એમ લાગે છે કે તું બધું છોડી ચુકી છે પણ વાસ્તવ માં તું અત્યારે પણ કઈ છોડી શકી નથી. તું ભલે માને કે આ સંબધ બધા ખોટા છે અને તારું કોઈ નથી. પણ હકીકત એ નથી. માત્ર તું હકીકત થી ભાગી રહી છે..

સૌમ્યા: ના અંશ હવે મને કોઈ માણસો કે કોઈ સંબધ નથી જોઈતા. એ બધું મારા માટે બન્યું જ નથી.. મારે બધું છોડી ને જવાનું છે એ મેં નક્કી કરી લીધું છે.

અંશ: તારો આ વિચાર બદલી દઉં તો?

સૌમ્યા: એનો કોઈ ચાન્સ જ નથી. મેં કહ્યું ને કે હું આ એનિમલ..

અંશ: હા હા ખબર છે બધું છોડી ને ત્યાં જવા માંગે છે. પણ જો માત્ર 20 દિવસ માં જ તારો વિચાર બદલાઈ શકું છું હું.

સૌમ્યા: આ તારો અહનકાર છે. ઓવર કોન્ફિડન્સ સારો નથી.

અંશ: ચલો તો જોઈ લઈએ કે કોણ જીતે છે? જો મેં તારો વિચાર બદલ્યો તો પછી તારે...

સૌમ્યા: હા તું જીત્યો તો તું જે કહીશ એ બધું હું માનીશ. મારે જાણવું પણ નથી કે તું શું માંગીશ કારણ કે તું હારવાનો છે. અને હું જીતિશ અને ત્યારબાદ તું મને જવા દઈશ..

અંશ: ઓકે તું જીતી તો તને જવા દઈશ. ફરી તને નહિ શોધું.

સૌમ્યા: તો તને 20 નહિ 30 દિવસ આપ્યા.

અંશ: ઓકે. પણ આ 30 દિવસ માટે ફરી તારા જુના ઘરે આવી જા. જેથી મારે આટલી દૂર ના આવવું પડે. અને મારા નવા પ્રોજેક્ટ માં પણ તારી જરૂર છે.

સૌમ્યા: કયો પ્રોજેક્ટ? આપણી હોટેલ તો બની ગઈ છે. અને એનું ઓપનિંગ પણ થઈ ગયું છે તો પછી આગળ શું??

અંશ: સૌમ્યા તારે તો બધું છોડી ને જવાનું હતું ને? અને મને પણ છોડવાનો હતો તો પછી આપણી હોટેલ?? અને ઓપનિંગ ની ને બધી માહિતી?? હું પાક્કું જીતવાનો છું.

સૌમ્યા: મેં હમેશા મારુ કામ પુરી નિષ્ઠા થી કરેલું છે. માટે મારા મુખે આપણી હોટેલ એમ શબ્દ નીકળ્યો.. નિર્જીવ વસ્તુ ને પોતાની કહી શકું છું. પણ કોઈ નવો કે જૂનો સંબધ હવે નહિ સ્વીકારી શકું... ના કોઈ નવા કે જુના માણસો ને જીવન માં જગ્યા આપી શકીશ.. બધા ને છોડી દીધા છે મેં. ના કોઈ દુઃખ છે કે ના કોઈ ખુશી.

અંશ: સ્વીકારીશ તું. અને માત્ર નવા નહિ જુના પણ સંબધ સ્વીકારીશ.. વચન છે મારું કે આ વખતે તું એકલી નહિ હોય અને તું ક્યાંય ભાગીશ પણ નહીં... કારણ કે હું જોડે હોઈશ એટલે તને વિખરવા નહિ દઉં.

સૌમ્યા: તું તો એવી રીતે બોલે છે કે જાણે તને... (અને સૌમ્યા અંશ સામે દેખે છે અને એને ખબર પડી જાય છે) તને ખબર છે મારો ભૂતકાળ?? પણ કેવી રીતે??

અંશ: હા. પણ કેવી રીતે એનો જવાબ હાલ નહિ આપું..

સૌમ્યા ગુસ્સા થી પૂછે છે" કોણે કીધું તને?? માહી ને પણ કઈ ખબર નથી તો પછી કોણ?"

અંશ: અત્યારે નહિ સૌમ્યા. પાક્કું તને જણાવીશ પણ હાલ ના પૂછીશ.. પ્લીઝ આટલી વાર મારા પર ભરોસો કર.

સૌમ્યા: તે પણ જૂઠું બોલ્યું મારા થી... તને ક્યાર ની ખબર છે?? તું પણ..

અંશ: ના મને આજે અને હમણાં જ ખબર પડી છે..

સૌમ્યા: કોણ??

અંશ: હાલ નહિ પછી કહીશ.

અને સૌમ્યા આગળ પૂછતી નથી..1 જ દિવસપછી સૌમ્યા ફરી એના જુના ઘરે આવે છે..

સૌમ્યા પોતાના ઘરે પરત આવી જાય છે.
પણ નક્કી કરી લે છે કે અંશ ની કોઈ વાત માં આવવું નથી. ભલે ને એ કઈ પણ કહે કે સમજાવે આખરે છેલ્લે પોતે જે નક્કી કર્યું છે એ જ યોગ્ય છે એના માટે અંશ માટે અને બધા માટે. પણ આવું કઈ થતું જ નથી ઘરે આવી ને 1 જ દિવસ પછી અંશ એના નવા પ્રોજેક્ટ ની વાત કરે છે.

અંશ ને થીમ હોટેલ બનાવવા નો વિચાર હોય છે. એટલે અંશ કહે છે કે 'આધુનિક આર્કિટેક્ચર ઘણીવાર તેની નવીન રચનાઓ અને ડિઝાઇન માટેના સરળ અભિગમથી આકર્ષક બની શકે છે, તેમ છતાં, ઘરઆંગણે, ઘરના આવાસો, એક મનોરમ બની જાય છે. દુર્ભાગ્યે આપણા બધા માટે, સમયની મુસાફરી હજી શોધી શકી નથી, કાશ ટાઈમ ટ્રાવેલિંગ હોત પરંતુ અમે થોડા વિંટેજ થીમવાળી હોટલો તપાસીએ છીએ જે તમને ભૂતકાળમાં લઈ જાય છે, થોડા સમય માટે.. ભલે ને થોડો સમય જ કેમ ના હોય!!

અને સૌમ્યા આ કામ માં લાગી જાય છે. પણ આ કામ દેખાય એટલું સરળ નથી. કેટલી બધી થીમ હોય છે અને એમાં થી એક નક્કી કરવી અને પછી આગળ નું શરૂ કરવું. પણ આ પ્રથમ સ્ટેજ જ ખૂબ અઘરું થઈ જાય છે.

થોડા દિવસ પછી

સૌમ્યા: ઓકે તો ફરી એકવાર હું બીજી હોટેલો ની લિસ્ટ લાવી છું. જો આમાં થી કોઈ થીમ ગમે તો આપણે પણ એ વિશે કે એના જેવું કઈક વિચારી શકીએ છીએ

1)પેપર ફેક્ટરી હોટેલ, ન્યુ યોર્ક

આ હોટેલમાં વિન્ટેજ સૌંદર્યલક્ષી રનના સિંગર સિગ્નેચર, ધરતીનું ટોન. મૂળરૂપે કાગળનું કારખાનું શક્ય તેટલું વધુ મૂળ સજાવટનો ઉપયોગ કરીને જગ્યાને નવીનીકૃત કરવામાં આવી હતી. મુલાકાતીઓ માટે આનો અર્થ એ છે કે તેઓ પ્રમાણભૂત 70 ની ધારવાળી હૂંફાળું સ્વર્ગની અપેક્ષા કરી શકે છે. હોટલ દ્વારા જ પ્રદાન કરવામાં આવતી સમય-સન્માનિત સેટિંગ સિવાય, જુની શાળાના જીવનશૈલીના ચાહકો સ્થાનિક મ્યુઝિયમ અને છતની ખેતરમાં, ચાલવાની અંતરની અંતર્ગત, તેમના ભરણ મેળવી શકે છે.

2)બ્રોડી હાઉસ, બુડાપેસ્ટ

તેની પાસે વેસ એન્ડરસન ફિલ્મમાં અમને ગમતી વિચિત્ર પેસ્ટલ્સ નથી, પરંતુ આ બુડાપેસ્ટ હોટલ એટલી જ ભવ્ય છે. અમને આ બુટિક ગેસ્ટહાઉસ વિશે જે ગમે છે તે એ છે કે તેના 11 ઓરડાઓ વિક્ટોરિયન શૈલીના ફર્નિચર અને ગામઠી લાકડાના પેનલિંગ જેવી પ્રાચીન વસ્તુઓથી વિશિષ્ટ રીતે ડિઝાઇન અને ભરેલા છે. અલબત્ત, વાઇનનો ઉલ્લેખ કર્યા વિના વિન્ટેજ સ્ટેની કોઈ સૂચિ પૂર્ણ થશે નહીં. હોટલ અન્ય વસ્તુઓની સાથે વાઇન અને પાલિન્કા ટૂર માટેના પેકેજ પ્રદાન કરે છે.

3) રેક્ટરી હોટલ, માલ્મ્સબરી

આ બ્રિટિશ....
અને અટકી ને સૌમ્યા અંશ સામે દેખે છે..અને એને ફાઇલ આપે છે.

અંશ: શુ?? આગળ?? રેક્ટરી હોટલ, માલ્મ્સબરી..આગળ??

સૌમ્યા: આગળ તારું ધ્યાન ક્યાં છે? આ રહી ફાઇલ લે વાંચી લેજે જ્યારે મન હોય.. કેમકે હમણાં તારું અહીંયા તો નથી જ.
અંશ: ના ના હું સાંભળી જ રહ્યો છું.
સૌમ્યા: ઓહ!! તો ફરી આજે પણ તને મારી વાતો માં કંઈક અધૂરું લાગશે. આજે પણ કોઈ હોટેલ નું કઈ ગમશે નહિ અને ફરી મારે બીજી વાર મેહનત કરી ને નવી હોટેલ ને નવા વિચારો લાવવાના.

અંશ: એ તો જરા...

સૌમ્યા: જરા શુ?? છેલ્લા કેટલા દિવસ થી આ જ તો હું કરી રહી છું... તારે દિમાગ માં જ કોઈ વિચાર નથી શુ કરવું છે ખબર નથી બસ થીમ હોટેલ... પણ ખબર છે કેટલા પ્રકાર હોય છે?? ઘણી બધી નવી નવી ડિઝાઇન હોય છે. પણ શેના વિશે કે શું કરવું એ તો ખબર હોવી જોઈએ ને....
તને રોજ નવી નવી જે હોટેલ છે એના વિશે જણાવુ છું. કે આમાં થી તને કંઈ ગમે તો એ વિશે આગળ વિચારી શકાય. આપણે શું બનાવવું છે કેવી રીતે બનાવવું છે એ બધું ત્યારે થાય ને કે જ્યારે તું તારા દિમાગ માં શુ ચાલે છે એ બોલે?? તને આ રોજ 10 દિવસ થી જે વાત લાવું છું એમાં કંઈ જ નથી ગમતું?
અંશ 15 દિવસ થયા અને રોજ હું નવી નવી થીમ અને એના રેફરન્સ લાવું છું. ખબર પણ છે કે કેટલો સમય લે છે આ કામ.. જો આમા થી તને કઈ પણ ગમે તો શું આ કામ અહીંયા શક્ય છે? અહીંયા કેવી રીતે આપણે નવીનતા રાખીશું? કેવી રીતે દરેક સ્ટેપ લેવાશે?? આ બધુ વિચારવું પડે છે મારે અને છતાં તું કામ ને કઈ મહત્વ આપી જ નથી રહ્યો?? શુ કરવું છે તારે?? કેવી હોટેલ જોઈએ છે? કોના જેવી?

અંશ: અલગ ... આ બધી છે સારી છે બેસ્ટ છે પણ આ બધી ઓલરેડી બનેલી છે એના જેવી કેમ બનાવવી??

સૌમ્યા: તો પછી મને પેહલા કેમ ના કહ્યું? તો હું મારી રીતે કઈ નવું વિચારવાનો પ્રયત્ન કરી શકી હોત. કેમ? અને આ બધા માંથી કઈ ગમે તો પછી એ તરફ કંઈક નવું કરી શકાય ને!! આમાં થી પણ કંઈક તો ગમી શકે ને? કે પછી આના પર થી કંઈક નવું તો ખબર પડે ને!! ના પણ તારા જવાબ હમેશા એક જ હોય છે કે કઈ ખાસ ના લાગ્યું.. કઈક ખૂટે છે અને કંઈક નવું જોઈએ છે... શુ નવું લાવું??

અંશ: તો શું કરીશ તું?? આગળ??

સૌમ્યા: શુ કરી શકું. આગળ ફાઇલ દેખજે અને ફરી એ જ હોય તો આગળ બે દિવસ આપ મને એટલે 2 દિવસ પછી નવા વિચાર સાથે આવીશ.

અંશ: કેમ?

સૌમ્યા: શુ કેમ?

અંશ: આટલું હેરાન થાય છે તો છોડી દે કેમ આગળ મેહનત કરીશ??

સૌમ્યા: કામ છે મારું. ના થાય તો શુ છોડી દઈશ? તારા કારણે હું મારું કામ તો ના છોડી શકું ને?

અંશ: પણ 15 દિવસ તો થઈ ગયા અને બીજા 15 જ તો બાકી છે. પછી તો તારે આ બધું છોડી ને જવાનું છે તો પછી કેમ આટલી મેહનત કરે છે? કેમ આટલી આતુરતા થી અને મન થી કામ કરે છે જેને તારે છોડી ને જ જવાનું છે. કે તું ભૂલી ગઈ??

સૌમ્યા: નથી ભૂલી કઈ પણ.. પણ મારું કામ તો હું નિષ્ટા થી કરી શકું ને? અને તું શું ઈચ્છે છે?? શું કરું તો હું? તે જ તો કહ્યું છે કે તને 30 દિવસ આપ્યા છે મેં.. તો પછી....

અંશ: તો પછી કઈ નહિ.. આ જ તો બતાવવા માગતો હતો તને... કે અત્યારે પણ તને તારું આ કામ ખુબ ગમે છે તું તારા કામ માં ખોવાઈ જાય છે.. ખૂબ મહેનત કરે છે અને ગમે છે તને.. છતાં છોડવા માગે છે?? કેમ?

સૌમ્યા: મને કયારેય મારા કામ થી નફરત ન હતી.. મને એ હમેશા થી ગમે છે..

અંશ: તો એને કેમ છોડવું છે?

સૌમ્યા: તને હવે તો ખબર છે બધી.. કેમ છોડવું છે મારે.. મારુ કામ ગમે છે મને પણ આમાં ને આમા રહીશ તો ફરી નવા નવા લોકો જોડાતા જશે અને એ મને મંજુર નથી... જો આ કામ ચાલુ રાખીશ તો હું તારા થી અલગ થઈ જ નહીં શકું ને..

અંશ: પણ તને ક્યાં ફરક પડે છે. તારે ક્યાં કોઈ સંબધ રાખવા છે?? તારે ક્યાં કોઈ ને જગ્યા જ આપવી છે તારા જીવન માં.. તું ને તારા દુઃખ એ સિવાય બીજા ને ક્યાં કોઈ સ્થાન છે??

સૌમ્યા: એનો મતલબ એ તો નથી ને કે હું લાગણી વિહીન છું.. હું તને સ્થાન આપી ના શકું મારા જીવન માં એ વાત સાચી છે પણ એ સાથે એ હકીકત સાથે જીવવું અને પળે પળે એ અફસોસ સાથે પણ ના જીવી શકું... મેં ક્યારેય તારી વાત સ્વીકારી નથી. પણ મેં ક્યારેય એ પણ તો નથી કહ્યું ને કે મારા મન માં કઈ નથી!

અંશ: તો પછી કેમ સ્વીકારતી નથી?

સૌમ્યા: શુ કરું સ્વીકારી ને?? આખરે એ એક સ્વપ્ન છે અંશ.. તારી ને મારી દુનિયા અલગ છે.. તારું મારા સાથે હોવું અને હમેશા રહેવું એ એક સારો વિચાર છે. ખૂબ સુંદર સપનું છે... હકીકત નથી.. હું જે સંબધ થોડી ચુકી છું. જેના પર થી વિશ્વાસ ઉઠી ગયો છે. જે દુનિયા મારા માટે એક રમત જેવી લાગે છે કે દરેક એકબીજા સાથે રમત રમી જાય છે.. તો પછી આ વિચારો સાથે હું તારા સાથે કેવી રીતે જીવી શકું?? શુ તું આ સાથે જીવી શકે?? કે મારા માટે કોઈ સંબધ સાચા નથી? કે હું કોઈ સાથે જોડાઈશ નહિ.. હમેશા અલગ જ રહીશ... તારી પર પણ વિશ્વાસ ના કરી શકી તો?? કદાચ અત્યારે જીવન અલગ છે એટલે પણ જોડાઈશુ ત્યારે શું?? ત્યારે પણ તને આ વાતો થી ફરક નહિ પડે??
દેખ અંશ હું ઈચ્છા રાખું છું કે અત્યારે જ્યાં છીએ ત્યાં થી જ વળી જઈએ.. દુઃખ તો થશે જ પણ યાદો તો ઓછી હશે ને.. અને કદાચ સારી વાતો વધારે છે.. હું ફરી એકવાર કોઈ સંબધ માંથી ભાગવા નથી માંગતી.. હું ફરી એકવાર તૂટવા નથી માંગતી.. કદાચ પેહલા તો મારું કામ પણ હતું પણ હવે તો એ પણ નથી એ પણ છોડી રહી છું.. કેવી રીતે ફરી ઉભી થઈશ?

આ બધા પ્રશ્નો ના કોઈ જવાબ છે????

સૌમ્યા એના પ્રશ્નો પૂછી ને ગુસ્સા માં નીકળી જાય છે અંશ ના જવાબ ની રાહ પણ નથી દેખતી અને અંશ એની પાછળ જાય છે.
અંશ: છોડ અત્યારે આ બધું ને ચલ જઈએ
સૌમ્યા: ક્યાં? મારે ક્યાંય નથી જવું.
અંશ: જવું પણ નથી ને ક્યાં જઈએ છીએ એ પણ જાણવું છે? ઓકે ઓકે શાંત થઈ જા. બસ ચા ને ફોફી..
સૌમ્યા: દરેક પ્રશ્ન ચા કે કોફી થી નથી સુલજાતો.
અંશ:મારે ક્યાં ઉકેલ શોધવો પણ છે... મારે તો હાલ આ સમય માં તને શાંત કરવી છે. ના કોઈ પાસ્ટ ની વાતો કે ના કોઈ ફ્યુચર ની વાતો.. બસ આ અત્યારે હાલ ની જ વાત કરવી છે.. અને અત્યારે તારે શાંત થવાની જરૂર છે. આ જો આટલી સ્ટ્રેસ માં રહીશ ને ખુદ પણ પાગલ થઈ જઈશ અને મને પણ કરીશ.

સૌમ્યા કઈ આનાકાની નથી કરતી અને બને એ જ એમની જૂની ચા ને કોફી ની જગ્યા એ જાય છે.

અંશ: શુ લઈશ?

સૌમ્યા: બંને લઈશ.

અંશ: કેટલી અજીબ છે. બને સાથે?

સૌમ્યા: શુ અજીબ!! તે જ શીખવાડ્યું છે..

અંશ: એ જ તો મારી બધી વાત કામ કરે જ છે. ચલ હવે એંગર મેનેજમેન્ટ માટે...

સૌમ્યા: શુ? ના મારે કોઈ કલાસ નઈ ભરવા કે ના કોઈ લેક્ચર.

અંશ: નથી કોઈ કલાસ ચલ તો ખરા.

અને અમેં ગાડી માં ચાલી નીકળ્યા. થોડા હળવા ગીતો સાથે સફર આગળ નીકળ્યો અને પ્રકૃતિ ના ખોળે જાણે અમે પોહચી ગયા.


થોડી વાર એમ જ બેસ્યા. મોર ના ટહુકારો ગુંજતો હતો ને પવન નું એ સંગીત જાણે બધું જ અહીંયા હતું.

અંશ: કેવી લાગી જગ્યા?

સૌમ્યા: ખૂબ જ સરસ છે. અહીંયા થી તો જવાનું મન જ નથી મારુ. જાણે અહીંયા જ વસી જઈએ તો?.. તું આ જગ્યા એ કોના સાથે આવ્યો હતો??

અંશ: કોઈ ખાસ સાથે.

સૌમ્યા: મતલબ? અને હું કયા નંબર ની ખાસ માણસ છું? તારે તો આવતા જતા હશે ને ખાસ માણસો.. આ વિશે તો ક્યારેય વાત કરી નથી..

અંશ: વાત તો પુરી કરવા દે મને અને આ સારું છે તારું આમ ભલે પુરી દુનિયા છોડવી છે બધા થી દુર જવું છે. તો પણ મારા પર હક અત્યારે પણ પેહલા જેવો જ રાખવો છે.

સૌમ્યા: એટલે જ તો દૂર જવું છે. જોડે રહીશ તો હક કરતી રહીશ હું તો અટકી જ ગઈ છું પણ તને પણ અટકાવી દઈશ...

અંશ: ઓકે આ વાત જવા દે આ લે પથ્થરો. અને જેટલો ગુસ્સો છે જેટલો સ્ટ્રેસ છે એ બધું આમાં મૂકી દે અને આ બધા ફેક અહીંયા થી.

સૌમ્યા: શુ બાળકો જેવી વાત કરે છે

અંશ: કાગળ ને પેન નથી નહિ તો તને લખવાનું કહ્યું હોત. પણ હાલ આ ચાલશે... ફેક તો ખરા મજા આવશે..

અને સૌમ્યા એક હાથ માં લઈ ને ટ્રાય કરે છે. વાત ખૂબ નાની અને સમાન્ય છે પણ કામ કરે છે બે થી ચાર પથ્થર ફેંક્યા પછી તો બીજા 4 વધારે જોશ માં ફેંકાય છે.

અંશ: તો?? કેવું લાગ્યું?

સૌમ્યા: ખૂબ જ સરસ.. સાચે જાણે માથા નો ભાર ઓછો થઈ ગયો.. પણ તું અહીંયા કોની સાથે..

અંશ: અરે આરવ ભાઈ સાથે.. ભાઈ ને ભાભી જ્યારે અલગ હતા ત્યારે ભાઈ અહીંયા આવતા હતા અને ઘરે દરેક ને એમની ચિંતા રહેતી હતી એટલે હું પણ એમની સાથે વધારે રહેતો હતો.. એમને જ મને આ જગ્યા બતાવી છે.

સૌમ્યા: ઓહ એ ટાઈમ તો અધરો રહ્યો હશે એમના માટે..

અંશ: ખૂબ જ...જ્યારે તમારી સાથે કઈ ખોટું થાય તો તમે બીજા પર આરોપ મૂકી શકો છો. ભગવાન ને પ્રશ્નો કરી શકો છો કે કેમ આમ થયું.. પણ જ્યારે પોતે જ કરેલી પોતાની ભૂલો સાથે અવગત થાવ ત્યારે એમાં થી બહાર નીકળી શકાતું નથી.. ભાઈ ને એટલા તૂટેલા તો કોઈએ ક્યારેય જોયા નહિ હોય એમને એમની જાત સાથે ની લડાઈ માં ખૂબ જ મેહનત લાગી હતી..

સૌમ્યા: તો પછી એ બહાર કેવી રીતે આવ્યા? એમને થયું નહિ કે બધું છોડી દઉં?

અંશ: વાંક એમનો હતો અને કદાચ એટલે જ એમને હિંમત પણ મળી. એ જ્યારે અહીંયા આવતા ત્યારે હું એમને પૂછતો હતો કે "ભાઈ શુ વિચારો છો? આગળ શું? "

સૌમ્યા: શુ કીધું એમને? જવાબ શુ હતો?

અંશ: એમને કહ્યું કે " મારા માં થોડી હિંમત આવી જાય પછી તાની ને શોધીશ. શોધવી જ પડશે. માફી માંગવાની છે મારે... એ મને માફ કરે કે ના કરે પણ મારા લીધે હું એને આમ ના રહેવા દઈ શકું. છેલ્લા મળ્યા અને મારા શબ્દ જે હતા બધા એના પછી એ વિખરાઈ ગઈ હશે. મેં જે કર્યું છે એને ઠીક પણ મારે જ કરવું પડશે. અને તાની ને તો પ્રેમ કરું છું મારા પ્રેમ ને કેવી રીતે વિખરવા દઈ શકું. મારી ભૂલો સુધારીશ અને એને ખુશ જોવી છે મારે પછી ભલે એની સાથે હું હોવ કે ના હોવ પણ એ ખુશ હોવી જોઇએ."

સૌમ્યા: બંને એકબીજા ને ખૂબ પ્રેમ કરે છે નહીં? આજે પણ એમને જોડે દેખો એટલે એ જ દેખાય છે.

અંશ: હોય જ ને આદત જે થઈ ગઈ છે. પ્રેમ તો છે જ અને એમાં પણ એકબીજા ની આદત થઈ જાય ને એટલે આ જે મિટિંગ કે કંપની ના કામ માટે બને દૂર થાય એના પછી મળશે એટલે એવું લાગે કે જાણે વર્ષો ના જુદા થયેલા હતા. આમ પણ આદત છે એવી કે જેને છોડવા મેહનત કરવી પડે..
તને નથી લાગતું સૌમ્યા તારે પણ જીવન ને એક ચાન્સ આપવો જોઈએ. આ ભાઈ ને ભાભી ની જેમ..

સૌમ્યા: મારી વાત અલગ છે. તાની ભાભી માટે તો આરવ ભાઈ હતા જે એમને ખૂબ પ્રેમ કરતા હતા એમના માટે દરેક કસોટી આપવા તૈયાર હતા અને એમની ભૂલો સુધારવા મેહનત પણ કરતા હતા. બધા ની લાઈફ એવી નથી હોતી ને.. અને મારા જીવન માં તો મને ક્યાં કોઈ શોધવા માંગે છે.. ના મમ્મી કે પપ્પા ના કોઈ બેસ્ટ ફ્રેન્ડ કે ના કોઈ.... તું જ છે જેને મને એકવાર નીકળી જવા પછી પણ શોધવા ની મેહનત કરી છે. બાકી કોઈ ને કઈ ફરક નથી પડતો. અને તારા થી હું દૂર પણ એટલે જવા માંગુ છું કેમકે તારા જીવન માં બધું જ છે પૂરો પરિવાર ભાઈ,ભાભી,મમ્મી ,પપ્પા, કાકા કાકી અને ફ્રેંડસ અને બધું જ... હું આ બધા સાથે ક્યારેય જોડાઈ ના શકું અને હું તારા સાથે જોડાવ તો આ બધા સાથે પણ જોડાવું પડે કારણ કે એ તારા જીવન નો ભાગ છે પણ હું જ્યારે આ બધા માં માનતી જ નથી આ બધા સબંધ પર વિશ્વાસ જ નથી રાખતી તો પછી કેવી રીતે કોઈ સાથે જોડાઈ શકું.. અને હું એ લાયક પણ નથી.

અંશ: એવું નથી સૌમ્યા.. પણ તારે પણ એક ચાન્સ તો આપવો પડશે ને બધા ને.. ઓકે તને તારા વિશે જે નેગેટીવ વાત કે બાબત લાગતી હોય એ કઈ કઈ છે?

સૌમ્યા: હું આ સંબધ કે પરિવાર એ બધું મળવા પાત્ર છું જ નહીં. એ બધા લાયક નથી. એટલે જ બધા છોડી દે છે અને જ્યારે હું છોડી દઉં તો કોઈ ને કઈ ફરક પણ નથી પડતો.. હું કોઈ કામ ઠીક રીતે નથી કરી શકવાની.. હું એક ફેલિયર છું..

અંશ: શુ આ જ શબ્દો તું માહી વિશે કહી શકે? શુ તું આ બધું માહી ને બોલી શકે?

સૌમ્યા: ના .. ક્યારેય નહીં. એ એના જીવન માં બધું જ મળશે અને એને ખુશ રહેવાનો અધિકાર છે એને કોઈ કેમ આ શબ્દો કહે? અને હું તો ક્યારેય એને આમ ના બોલી શકું.

અંશ: તો પછી ખુદ ની જાત વિશે કેમ આમ વિચારે છે.. અને આજે પણ તું જેને જેને છોડી ને આવી છે એમને તારી ચિંતા છે જ. એ લોકો આજે પણ તારી વિશે ચિંતા કરે છે બસ તું એક ચાન્સ તો આપ..

સૌમ્યા: તારી માટે એક ચાન્સ આપી પણ દઈશ. પરંતુ પેહલા મારી નજરે મારી વાત સાંભળ.. હું તને કહું કે હું આ કેમ છું. અને કેમ વિશ્વાસ નથી બધા માં... સાંભળીશ મારી વાત.

અંશ: એની જ તો રાહ દેખતો હતો કે તું ક્યારે કહીશ.. ખબર છે મને પણ તારી નજરે જોવા માંગુ છું.

સૌમ્યા: સમય કેટલો છે મારી વાત સાંભળવાનો? મારી વાત પૂરી સાંભળી ને સમજવા માં ખૂબ સમય જોઈશે.. વચ્ચે થાકી ને કે કંટાળી ને ઉભો થઇ ગયો તો??

અંશ: મારી માટે તું જ સમય છે. તું પાસે છે તો સમય છે અને તું નથી તો સમય પણ નથી..

સૌમ્યા: અને જો મારી વાત સાંભળી ને પણ તું સમજી ના શક્યો તો? જો તે પણ મારા વિશે ખોટી ધારણાઓ બાંધી લીધી તો?? હું જયારે ખૂબ રડવા માંગીશ અને તું સહારો ના બની શક્યો તો અત્યારે જે બચ્યું છે એ પણ આપણી વચ્ચે નહિ રહે.

અંશ: હું જો આ જ સમજ્યો નહિ તો તને પણ કયારેય સમજી નહીં શકું. હું તારા કોઈ પ્રશ્નો ના ઉકેલ આપવા જોડે નથી પણ તારા પ્રશ્નો જોડે સમજવા અને જોડે સામનો કરવા છું.. હું જો તારા જીવન નું આ એક માત્ર સત્ય ના સમજ્યો તો તને પ્રેમ કરવાનો અધિકાર ખોઈ બેસીસ.. તું જે છે જેમ છે.. મારા માટે કે આ દુનિયા માટે મારે એ તો સ્વીકાર કરી ને જ પ્રેમ કર્યો છે.. અત્યારે જે છે એને પ્રેમ કર્યો છે તારા કોઈ બદલાયેલા સ્વરૂપ જોડે નહીં.. એટલે તારો ભૂતકાળ થી તારા વિશે મારી કોઈ ધારણા નહિ બંધાય.. ના હું તને બદલવા માંગીશ.. આજે પણ અને કાલે પણ તારી ખુશી થી વધારે મહત્વ બીજું કંઈ નહીં હોય..

સૌમ્યા: શબ્દો ના ખેલ છે. આજે સારા છે કાલે કોણ યાદ રાખશે? તારા શબ્દો ભલે હાલ સારા હશે પણ સારા શબ્દો હમેશા સાચા નથી હોતા.

અંશ: હું ભલે ને જીવન માં કેટલો પણ આગળ વધુ પણ તારા માટે હંમેશા આ જ રહીશ. આ લે આ ફોન માં રેકોર્ડિંગ શરૂ કરું કરી ને ફરી બોલું છું જેથી આ શબ્દો દર મહિને મારા કાન માં ગુંજતા રહે અને મને યાદ રહે કે તને મેં કઈ દુનિયા દેખાડી છે. જેથી એ જ દુનિયા બની રહે..

સૌમ્યા: પેહલા મારી વાત સાંભળી લે પછી આ રેકોર્ડિંગ કરજે.
અને સૌમ્યા શરૂ કરે છે..