Love Blood -47 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-47

લવ બ્લડ
પ્રકરણ-47
દેબુ અને સૂચિત્રા બંન્ને જણાં સુરજીત અંગે ચિંતા કરી રહેલો વાતો ચાલી રહેલી અને સુચિત્રાનાં મોબાઇલ પર પ્રાઇવેટ નંબરથી કોઇ ફોન આવ્યો અને સૂચીત્રા એ ફોન ઊચક્યો બધી આંખે વાત સાંભળી રહી.. ફોન ક્ટ થયો અને સૂચિત્રાની આંખોમા આંસુ ટપકવા માંડ્યાં. ઘ્રુસ્કે ધુસ્કે રડી રહી હતી.
દેબુએ માં ના હાથમાંથી તરત ફોન લીધો અને જોવાં માંડ્યો કોનો ફોન હતો પણ એમાં પ્રાઇવેટ નંબર એટલુજ લખેલુ હતું દેબુને સમજ ના પડી કે આ કોનો ફોન આવ્યો ? એ પણ માં ના મોબાઇલ પર ?
દેબુએ માં ને પૂછ્યુ "મા કોનો ફોન હતો ? શું કીધુ ? તું આટલી ગભરાયેલી કેમ છે ? માં કહેને મને... સૂચિત્રાદેવીએ ચહેરો ઊંચો કર્યો એ દેબુને વળગી ગયાં અને ખૂબ આક્રન્દ કરવા લાગ્યાં દેબુએ કહ્યું "માં તમે કંઇ બોલો મને સમજ પડે રડ્યા કરવાથી કોઇ સોલ્યુશન નહીં આવે માં બોલો શું થયું ?
સુચીત્રાદેવીએ કહ્યું "દેબુ તારાં પાપા ક્યાંક ફસાયા છે કોઇ પુરુષનો ફોન હતો હું એનો અવાજ નથી ઓળખતી પણ એણે કીધુ "સુરજીતરોય કહાઁ હૈ આપકો માલુમ હૈ ? ક્યા કર રહે હૈ ? વો કભી વાપસ નહીં આયેંગે અબ.. અને એવું ખરાબ હસ્યો હતો... પણ એ હીન્દી ભાષી નહોતો ભલે હીન્દી બોલતો હતો જરૂર એ બંગાળીજ હતો.
દેબુ માંનાં મોઢે સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો એને કંઇ સમજાયું નહીં.. એણે માં ને કહ્યું "તમે ચિંતા ના કરો આ ચોક્કસ કોઇ ષડયંત્ર છે હું પાપાને કાલેજ લઇને આવીશ...પણ માં મને એ નથી સમજાતુ કે આ ત્રીજા દિવસની રાત છે પાપા ખૂબજ ડેરીંગવાળા અને બહાદુર છે એવાં ક્યાં ફસાયા હશે ? વળી એતો એમનાં ઓફીસ સ્ટાફ સાથે તો ફોન પર વાત કરે છે.
માં મને કંઇ સમજાતુ નથી હું જેવી સવાર પડે પહેલાં રીપ્તાની પાસે જઇશ અને એનાં કાકા એક્ષ મીલીટ્રી મેન છે અને ડીટેક્ટીવ એજન્સીજ ચલાવે છે મને રીપ્તાએજ કીધેલુ વળી રીપ્તા પાપાની ઓફીસમાં ફોટો હતો બધા ટી એસ્ટેટ ઓનર્સનો એ બધાને ઓળખે છે.
એ એનાં કાકા સાથે તૈયાર થયેલી છે ખૂબ હુંશિયાર અને ડેરીંગવાળી છે હું એનાં કાકાની પણ મદદ લઇશ એમની પાસે જઇશ અને ગૂંચવાયેલું કોઈડું ઉકેલીને પાપાને ઘરે લઇ આવીશ.
મેં નુપુરને પણ કીધેલું છે બધુંજ એ પણ એનાં પાપાને વાત કરવાની છે એનાં પાપા મજદૂર યુનિયનમાં ઘણાં આગળ આવી ગયાં છે એ પણ બધાને ઓળખે છે તો પાપાને ચોક્કસ ઓળખતાંજ હશે.
સુચીત્રારોયે કહ્યું "બેટા એ જે હોય એ પણ આવખતે તારાં પાપા ગયાં છે ત્યારથી જ મને અસુખ લાગી રહેલું અને આ ફોન આવ્યો એટલે નક્કીજ થઇ ગયુ કે કંઇક ગરબડ છે એમનેમ મારો જીવ આટલો ના જ બળે.
દેબુએ કહ્યું "માં હવે સવાર પડવાનીજ છે હું પરવારીને તરતજ નુપુરને ફોન કરુ છું અને રીપ્તાને પણ સમાચાર આપુ છું એ તૈયાર રહે એનાં કાકા પાસે જઇને બધુજ નક્કી કરીએ.
સુચિત્રાએ દેબુને કહ્યું "દીકરા બોલનાર માણસ બંગાળી જ હતો એનાં એક્સન્ટ સ્પષ્ટ બંગાળીની ચાડી ખાતા હતાં ભલે હીન્દી બોલવા પ્રયત્ન કરતો હતો. પણ એની પાસે મારો નંબર કેવી રીતે આવ્યો ? આ નંબર તારા, પાપા આપણા રીલેટીવો, ફેન્ડ્રસ અને આકાશવાણી ઓફીસ સિવાય કોઇ પાસે નથી એજ આશ્ચર્ય છે.
પણ દેબુ કદાચ પાપાએ એમની ઓફીસમાં મારો નંબર આપી રાખેલો હોય એવું ચોક્કસ બનેજ મને મેસેજ આપવા માટે. પણ તારાં પાપાની ઓફીસમાંથી કોઇ આવી વ્યક્તિઓને નંબર શા માટે આપે ?
દેબુએ કહ્યું "માં જે હશે એ બધુ જ બહાર આવશે તું ચિંતા ના કર હું બાથ લઇને તૈયાર થઊં છું તું પણ પરવારી જા... પછી જરૂર પડશે તો તને પણ લઇ જઇશું. પણ હમણાં.. તું ચા નાસ્તાની તૈયારી કર....
માં સોરી આટલા ટેન્શનમાં પણ હું ચા નાસ્તો માંગુ છું પણ રાત્રેય મારાથી જમાતુ નથી... ભૂખ છે છેવટે ચા તો પીવીજ પડશે.. એમ કહીને દેબુ ન્હાવા જતો રહ્યો.
રીતીકાદાસ સુરજીતને વળગીને એની હૂફ માણી રહી હતી ઘોષનાં ફોન આવ્યાં પછી ચિંતા વધી ગઇ હતી હવે સવાર પડવાની રાહ જોઇ રહેલાં બધાં.
સુરજીતને રીતીકાને કહ્યું હવે સવાર પડવાની તૈયારી છે આપણે વહેલાંજ તૈયાર થઇ જઇશે. કંઇક અવનવું ઓંચિંતુ બને એ પહેલાં આપણે બધી રીતે સજ્જ હોઇએ
રીતીકાએ કહ્યું "હું તો બાથરૂમમાં પણ એકલી નહીં જઊં હવે મને નાગ જ દેખાય છે સુરજીત તમે સાથે આવો આપણે સાથેજ બાથ લઇએ હવે ફસાયેલાં આપણે ખબર નહીં છુટા પડ્યાં પછી ક્યારે મળાશે ?
સૂરજીતે કહ્યું "તમે તો.... આઇ મીન તું તો ખૂબ બહાદુર છે હવે બાથ લેવાં જતાં ડરે છે ? હું અહીં બેઠો છું કોઇ પ્લાન વિચારુ ત્યાં સુધીમાં બાથ લઇલે પછી હું મારા રૂમમાં જઇને બાથ લઇ લઊં.
રીતીકાએ કહ્યું બહાદુરી બધીજ હવે તારાં પ્રેમમાં સીમિત થઇ ગઇ માથે આવે તો પહોંચી તો વળું રાજ હું એમ કંઇ ડરુ એમ નથી પરંતુ તારો સહેવાસ જેટલો મળે એટલો ભોગવી લઊં છું પછી... સુરજીત બાબુ તમે તમારાં રૂમમાંથી તમારી બેગજ મારાં રૂમમાં લઇ આવો એ રૂમમાં કંઇ રાંખોજ નહીં. હવે તો તમે કેમેરા પણ બધાં ફેઈલ કરી દીધાં છે, જાઓ બેગ લઇ આવો હું રાહ જોઉં છું.
સુરજીતે કહ્યું "ઓકે એણે રૂમ સાવચેતીથી ખોલ્યો એણે જોયુ લોબીમાં અંધારું છે હજી કંઇ સ્પષ્ટ જોઇ નથી શકાતું અને એનાં રૂમનો દરવાજો કાળજીથી ખોલ્યો અંદર જઇ એનો જેટલો સામાન હતો એ બેગ સાથે લઇને પાછો રીતીકાનાં રૂમમાં આવી ગયો. એણે જતાં અને આવતાં બે વાર ચેક કર્યુ કોઇ લોબીમાં છે નહીં ને.... પણ કોઇ જણાતુ નહી..
રીતીકાએ આવકારતા કહ્યું "આવો રોયબાબુ હવે મને નિશ્ચિંતતા થઇ ગઇ કે તમે સાથમાંજ છો ચલો આપણે બાથ લઇ લઇએ... સાથેજ... ભીનો....
સૌરભ મુખર્જી ફાર્મહાઉસનાં સ્પેશીયલ મસાજ રૂમમાં સૂતો હતો એણે ભરપેટ કેફી પીણું પીધુ હતું એણે ઘોષને કીધુ હતું કે ઘોષબાબુ આપણે જ્યાં જઇ રહ્યા છીએ ત્યાં તમે કીધુ એમ એન્ટરટેઇન્મેન્ટ માટે બધુ છે ને ? પછી આંખ મારીને પૂછેલુ યાર મારાં માટે સગવડ કરાવજો આ રાજકારણ રમીને થાક લાગ્યો છે થોડો રીલેક્ષ થવુ છે. અને ઘોષબાબુ બોલેલાં ત્યાં બધુજ છે ચિંતા ના કરો જીવતાં સ્વર્ગ અનુભવશો.
બાબાની મીટીંગ અને ફાર્મની મુલાકાત કરાવ્યા પછી બધાં પોતપોતાનાં ઉતારા તરફ ગયાં અને ઘોષે મુખર્જીને કહેલું. મુખર્જી બાબુ તમારાં રૂમમાંજ બધી જ સગવડ છે આનંદો... બાબુ જલ્સા કરો અને ઘોષ પોતાનાં રૂમમાં ઐયાશીમાં આળોટવા ઘૂસી ગયેલો.
મુખર્જી પોતાનાં રૂમમા આવ્યો ત્યારે ત્યાં બે યુવતીઓ એને આવકાર આપતી ઉભી હતી બંન્ને ખુબ સુંદર હતી સેક્સી હતી કપડાં નામ માત્ર પહેર્યાં હતાં સૌરભમુખર્જી તો જોઇને જ ઉત્તેજીત થઇ ગયેલો.
પેલી પહેલી સુંદર યુવતી બોલી... મુખર્જી બાબુ આપ સ્નાન કરી લો પછી અમે તમારી સેવામાં જ છીએ અને આપને સરસ ફુલ બોડી મસાજ કરીને ફ્રેશ કરી દઇશું.
મુખર્જી કંઇ બોલવા જાય તે પહેલાં બીજી યુવતી બોલી આપ બાથરૂમમાં પધારો હું જ આપને સ્નાન કરાવુ છું એમ કહીને મુખર્જીની સાવ નજીક આવી ગઇ મુખર્જીનાં કપડાં એજ ઉતારવા માંડી.. મુખર્જીતો ખુશ થઇ ગયો એણે હાથ પહોળા કરી ઉભો થઇ ગયો અને જાણે પોતાની જાત સમર્પિ દીધી.
બંન્ને યુવતીએ એકબીજાની સામે જોયું અને પહેલી યુવતીએ નશીલું પીણું ગ્લાસમાં ભર્યુ અને મુખર્જીને પીવરાવ્યું બંન્ને યુવતીએ મુખર્જીને સહેલાવાં માડ્યુ.. પીણુ પીવરાવતી રહી અને મુખર્જી એ બધાંજ હોશ હવાશ ગુમાવ્યાં. અને .... પછી....
આવતાં અંકે---- પ્રકરણ-48