Aganpari - 2 books and stories free download online pdf in Gujarati

અગનપરી - 2

બંને કારમાં બેસી ગઈ. થોડીવાર પછી પરિતાના મોબાઇલમાં એક કોલ આવ્યો. તેણે બ્લુટૂથ સાથે કનેકટ કર્યો એટલે આખી કારમાં અવાજ સંભળાતો હતો.

સામે છેડેથી તેની કોલેજની સહેલી સારિકા બોલી," ઓય પરી! તે ડ્રેસકોડ ફાઈનલ કર્યો? કઈ થીમ પર પહેરવાની છો?"

પરિતાએ કહ્યું," ના યાર! ફેશન શો માટે મને કોઈ થીમ સૂઝતી જ નથી. તને કોઈ આઈડિયા છે?"

સારિકા," ના યાર! પણ તારે બે દિવસમાં જ નક્કી કરવાનું છે. તારી જાણ ખાતર કહી દઉ કે આ ફેશન શોમાં શો સ્ટોપર તું છે."

પરિતાએ આશ્ચર્ય સાથે કહ્યું," શું? પણ મને તો આ વિશે કોઈએ કહ્યું જ નથી. આટલાં ટૂંક સમયમાં હું બધું કેવી રીતે કરીશ?"

સારિકા," તું ચિંતા ના કર.. કંઈક થઈ જશે. ચાલ હું પણ સર્ચ કરૂં છું. જો કોઈ સારી થીમ મળશે તો તને કોલ કરીશ. બાય..."

પરિતાએ બાય કહી કોલ કટ કરી નાખ્યો. પછી તેજસ્વી સામે ચિંતાભરી નજરે જોયું. તેજસ્વી જાણે તેનાં મનની વાત સમજી ગઈ હોય તેમ તેને ઈશારાથી ટેન્શન ન લેવાં કહ્યું. તેઓ બંને બહેનો ઘરે પહોંચી.

પરિતા ઘરે આવતાં જ થીમ વિશે સર્ચ કરવાં લાગી. તેજસ્વી તેની પાસે આવી અને કહ્યું," અરે! તું ચિંતા ના કર.. મેં પહેલેથી જ હટકે થીમ શોધી નાખી છે. અને તારો ડ્રેસ પણ તૈયાર કરી નાખ્યો છે."

પરિતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું," વ્હોટ? તને પહેલેથી આ વિશે ખબર હતી? તો મને શા માટે ન કહ્યું?" શું છે થીમ? જલ્દી બોલને યાર.."

તેજસ્વી," હા પણ.. એ પહેલાં તારે મને એક પ્રોમીસ આપવાનું છે. બોલ આપીશ ને?"

પરિતા," પણ પહેલાં કહે પ્રોમીસ શું છે?" તેજસ્વી ચૂપ રહી એટલે પરિતાએ કંટાળીને કહ્યું," હવે ચુપ કેમ છો? કંઈક બોલીશ કે મારે શું પ્રોમીસ આપવાનું છે?"

તેજસ્વી," તારે ઝરણાં કે નદી આગળ વહેલાં યોગ કરવાં માટે જવાનું છે.બોલ કરીશને આ પ્રોમીસ પુરું?"

પરિતાએ થોડું વિચારીને કહ્યું," તને લાગતું નથી કે આ થોડું વિચિત્ર પ્રોમિસ છે? ચાલને છતાં પણ આ પ્રોમીસ પુરું કરીશ. હવે તો બોલ થીમ શું છે?"

તેજસ્વી," વાહ! તો થીમ છે ફેરી ટેલ... આપણે તારાં માટે અલગઅલગ પરીનો ડ્રેસ બનાવીશું. તારાં માટે સ્પેશિયલ પરીનો ડ્રેસ તૈયાર કરીને જ રાખ્યો છે."

પરિતા," વાહ સારસ! પણ હું કઈ પરી બનવાની છું?"

તેજસ્વી," તું ફાયરફેરી.. અગનપરી... આજ સુધી ફેશન શોમાં આવી થીમ ઓછી જોવા મળે છે. અને તું શો સ્ટોપર છો તો આ જ યોગ્ય રહેશે.. તને કોઈ પ્રોબ્લેમ નથી ને?"

પરિતા," ના દી.. શહેરની પ્રખ્યાત ડિઝાઇનર તેજસ્વી મારાં માટે જે ડ્રેસ તૈયાર કરે તે બેસ્ટ જ હોય. ચાલ હવે હું સારિકાને કહી દઉ કે બધું અરેન્જ થઈ ગયું છે."

તેજસ્વીએ હા પાડી એટલે તેણે સારિકાને ફોન કર્યો.પછી કહ્યું," યાર! દી એ બધી તૈયારી કરી ઝ નાંખી હતી. હું ખોટું ટેન્શન લેતી હતી."

સારિકાએ કહ્યું," હા..તેજસ્વી દી જીનિયસ છે.. સારું થયું બધું નક્કી થઈ ગયું. તો ચાલ બાય... આપણે કાલ કોલેજ મળીશું. "

થોડી ઘણી વાતો કરીને ફોન રાખી દીધો. ત્યાં જ તેનાં મમ્મીએ બંને બહેનોને જમવા બોલાવી. એટલે, બંને બહેનો નીચે ગઈ. તેનો પરિવાર આમ તો મોટો હતો પણ તેનાં કાકા બીજા શહેરમાં રહેતાં હતાં. બંને બહેનો કઈપણ કહ્યા વગર એકબીજાની વાતો સમજી જતી. અત્યારે તેજસ્વી ડિઝાઈનર હતી અને પરિતા કોલેજનાં છેલ્લાં વર્ષમાં હતી.

જમતાં જમતાં તેનાં પપ્પા પુછ્યુ," તેજસ્વી તું તુર્કી કયારે જાય છે?

પરિતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું," શું? દી તું તુર્કી જવાની છો? પણ આમ અચાનક? તે મને કહ્યું કેમ નહીં? તને લાગતું નથી કે હમણાં તું મારાથી ઘણી બધી વાતો છુપાવી રહી છે?"

તેજસ્વીએ કહ્યું," હે માતે! શાંત.. હું તુર્કી એક મહિના પછી જવાની છું.ત્યાંનાં પ્રખ્યાત ડિઝાઇનરને મળવાં. તેની ડિઝાઈનના કલેક્શન મસ્ત હોય છે એટલાં માટે.."

પરિતાએ પૂછ્યું," ઓકે! પાછી કયારે આવીશ? આઈ મીન કેટલાં દિવસમાં?"

તેજસ્વી," એક અઠવાડિયું ત્યાં રોકાઈશ પછી પાછી આવી જઈશ. હવે કોઈ જ સવાલ નહીં... તું ફટાફટ જમીને સુઈ જા.. પછી પ્રોમીસ પુરું કરવાનું છે? યાદ છે ને?"

પરિતાએ કહ્યું," હા...દી" પછી તે જમીને તેનાં રૂમમાં ગઈ.

પરિતા જતી રહી પછી તેના પપ્પાએ કહ્યું," તેજસ્વી તું પરિતા સામે ખોટું કેમ બોલી? તું તુર્કી તો બીજાં કામ માટે જાય છે ને?"

તેજસ્વી," હા પપ્પા! પણ આ વાત પરિતાને કહેવાનો યોગ્ય સમય નથી. પહેલાં હું જ સ્યોર થઈ જાઉં પછી તેને કહીશ."

તેનાં મમ્મીએ કહ્યું," મને તો ચિંતા થાય છે કે જ્યારે આ વાત પરિતાને ખબર પડશે ત્યારે શું થશે?"

તેજસ્વી," મમ્મી! તમે પરિતાની ચિંતા ના કરો..એ ખુબ જ હોશિયાર છે. ચાલો હવે હું પણ સુવા જઉં છું. શુભ રાત્રી!" પછી તે પણ તેનાં રૂમમાં જતી રહી.

-*-*-

સવારે વહેલા ઉઠીને તે બંને એક ઝરણા પાસે પહોંચી. અહિંયાનું શાંત વાતાવરણ મનને શાંતિ પ્રદાન કરતું હતું. તે બન્ને એક મોટાં પથ્થર પર બેસીને યોગા કરવાં લાગી. બંનેનું મન યોગા કરવાથી પ્રફુલ્લિત થઈ ગયું હતું. પરિતા ધ્યાનમાં બેઠી. થોડીવાર પછી તે બેઠી હતી ત્યાંથી થોડી હવામાં ઉપર તરફ ઉંચકાય. આ બધું તેજસ્વીએ જોયું. તેનાં ચહેરા પર અપાર આનંદ છવાઈ ગયો. તે મનમાં જ બોલી," હમમમ.. તો તે સાચું કહી રહ્યો હતો.. હવે પરિતા પાછી પહેલાં જેવી થઈ જશે.. બસ એક કામ બાકી છે.."

ક્રમશઃ

તેજસ્વી કઈ વાત છૂપાવે છે? પરિતાનુ હવામાં ઉડવાનું કારણ શું હશે? તેની સાથે શું રહસ્ય જોડાયેલું છે? તેજસ્વીનું તુર્કી જવાનું સાચું કારણ શું હશે? આ બધાં સવાલોના જવાબ આવતા ભાગ માં... વાંચીને જરૂર જણાવશો કે આ નોવેલ કેવી લાગી?