soundarya - 12 books and stories free download online pdf in Gujarati

સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૨)

"સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૨). ..... ભાગ ૧૧ માં જોયું કે ડો.સુનિતા સૌંદર્યા ને જબલપુર પોતાના ઘરે લાવે છે.એના મેડિકલ ટેસ્ટ કરે છે.. માર્કેટમાં શોપિંગ કરે છે.પોતાનો મોબાઈલ સૌંદર્યા ને આપે છે..ને રાત્રે એ ફોન પર ડો.સુનિતાના ભાઈનો કોલ આવે છે.....
હવે.... આગળ...

સૌંદર્યા તરતજ બોલી," હું દીદીને ફોન આપું ?.ફોન ચાલુ રાખજો."....
ડો.સુભાષ:-" ના..ના.. દીદી ના બીજા ફોન પર કોલ કરૂં છું. Sweet voice.." એમ બોલીને ફોન કટ થાય છે.

આ સાંભળીને સૌંદર્યાનું મુખ મલકે છે અને ગાલ પર એક ચમક આવે છે..
એજ વખતે પાયલ ફ્રેશ થઈ ને આવે છે. સૌંદર્યા ને ફોન પર વાત કરતા જોયું ને મુખ પર લાલી જુએ છે.
પાયલ બોલી:-" ઓહો.. શું વાત છે.મોબાઈલ આવતા ફ્રેન્ડ સાથે ગુફ્તગુ..મુખ પર લાલી આવી.."
" मैं तो लाज के मारे,हो गई पानी पानी,
सब लोगों ने सुन ली मेरी प्रेम कहानी...."
બોલતા પાયલ હસી પડી..
સૌંદર્યા બોલી:-" ના..ના.. એવું નથી.આ મોબાઈલ દીદી નો છે.એમના ભાઈનો કોલ હતો. દીદીનું કામ હતું."
" ઓકે... just Joke....પણ.. જોને આજે જબલપુર visit માં જોયું. અઠવાડિયા પહેલાં તારા અમદાવાદથી કોઈ પાયલ આવી હતી.. એણે ફોટાઓ મુક્યા છે.ને બેલેન્સ્ડ રોક પાસેનો ફોટો મુક્યો છે. Payal with Saurabh.. પાયલ...ઠીક છે..પણ..આ સૌરભ.. હેન્ડસમ લાગે છે. તું ઓળખે છે? દેખાય છે.. થોડો થોડો...".

સૌંદર્યા સાંભળીને ચમકી.. કંઈ બોલી નહીં..
પાયલ:-" હવે તો થાકી.બહુ ઉંઘ આવે છે.ગુડ નાઈટ."
સૌંદર્યા પાયલ વિશે વિચારો કરે છે..
એટલામાં ડો.સુનિતા આવે છે.બોલી:-" સૌંદર્યા ,ચાલ આપણે થોડી વાતો કરીએ.".
દીદી, તમારા ભાઈનો ફોન હતો."
"હા, વાતો થઇ. ચાલ..બેઠક રૂમમાં મારે તારી સાથે વાત કરવી છે."
સૌંદર્યા અને સુનિતા બેઠક રૂમમાં સોફા પર બેઠા.
સુનિતા બોલી:-" મેં 'માં' સાથે વાત કરી..તારો મેડિકલ રિપોર્ટ વિશે.. સારૂં છે.એક સ્રી રૂપે જીવન જીવી શકે છે.અને તારામાં ફિલીંગ પણ આવી છે.તેમજ ભવિષ્યમાં તું માતા બની શકે એમ છે. તારા માટે થોડી દવાઓ છે.જે તારે લખ્યા મુજબ હમણાં નિયમિત લેવાની છે.".
" ઓકે,દીદી તમારો આભાર માનું છું.એક સંતોષ મને પણ થયો.હવે મેં મન સાથે સમાધાન કરી લીધું છે..હવે આ ભવ સ્રી રૂપે જીવન જીવવાનો છે.".
" તું કેટલી સારી છે. સૌંદર્યા મને થાય છે કે તું મારાજ કુટુંબમાં આવે.".
"એટલે દીદી તમે શું કહેવા માંગો છો એ ખબર પડતી નથી."
" અરે.. ભોળી..જો મારો ભાઈ સુભાષ, એના હજુ લગ્ન થયા નથી..હા..તારી ઉંમર તો બાવીસ ત્રેવીસ તો હશે જ.મારો ભાઈ પાંત્રીસ વર્ષ નો છે..એ એની કેરીયરના લીધે જ.. કુંવારો રહ્યો.એને જે છોકરી ગમતી હતી એ લગ્ન કરવાની ના પાડે છે..મારે તો આ રાખી પૂનમ પહેલાં જ એના લગ્ન કરાવવા છે.
જો મારા ભાઈ ના ફોટાઓ..તારા ફોટા મેં ભાઈ ને મોકલ્યા છે.તારો મધુર અવાજ પસંદ પડ્યો છે.હવે જોઉં કે એ તને અને તું એને...."
આ સાંભળીને સૌંદર્યાનું મુખ શરમથી લાલ થયું.
એણે ફોટાઓ જોયા.. મનમાં બોલલી..સારો દેખાય છે.દીદીના જેવો જ.. કદાચ ઉંમર વધારે છે..પણ દેખાવમાં તો યુવાન જ છે..પાછો ડોક્ટર.. ચશ્મામાં પણ હેન્ડસમ લાગે છે.. શું કરૂં હું.. હમણાં તો જવાબ આપવો નથી.. માં ની સલાહ વગર તો પસંદગી થાય નહીં.
બોલી:-" આમ તો સારા દેખાય છે.પણ માં ને પુછવું પડે.".
"જો સૌંદર્યા ,બીજો પણ છોકરો છે.. ફોટાઓ તો જો. જો આ પ્રિતેશ .મારો દિયર છે.મારા કાકાજી નો એકનો એક. હમણાં એ બેંગ્લોર જોબ કરે છે. આઈ.ટી.એન્જીનીયર છે. એને પણ તારા ફોટા મોકલીને મેસેજ કર્યો છે. હમણાં જ બંનેના જવાબ આવશે..તારે પસંદગી કરવાની છે.. તું મારા નજર સામે રહે એ મને ગમશે.બાકી તારી મરજી...ફોર્સ નથી.".
" દીદી,તમે સારા જ છો. મારું સારું નરસું વિચારો છો.બંને યુવાનો સારા લાગે છે.પણ..મારે માં ને પુછવું પડે."
એટલામાં સુનિતા પર બેંગ્લોર થી મેસેજ આવ્યો. 'ભાભી,યુવતી સુંદર છે.એક નજરે ગમે એવી છે.પણ ભાભી મારે અહીં એક ગર્લ ફ્રેન્ડ છે..ટુંક સમયમાં અમે.....પણ હમણાં પાપા ને કહેતા નહી.'
તરત જ સુભાષ નો મેસેજ આવ્યો.' મને સૌંદર્યા ગમી.પણ પહેલો પ્રેફરન્સ ડો.મમતા છે.દી.. તું ગમે તેમ એને મનાવ. જો હવે એ ના પાડે તો સૌંદર્યા માટે મારી હા.'

આ વાંચીને સુનિતા ગંભીર થઈ ગઈ.બોલી:- " સૌંદર્યા, બેંગ્લોર થી ના આવી.સુભાષ ની હા છે..પણ એક પ્રોબ્લેમ છે.જે 'માં' જ સોલ્વ કરી શકે એમ છે. 'માં' ને ફોન કરી જણાવીશ. આ તારા માટે ની દવાઓ અત્યારે સુતા પહેલા લેવાની છે.બીજી સવારે જમ્યા પછી..એક ઇન્જેક્શન આપું છું." સુનિતા એ આપેલી દવાઓ સૌંદર્યા લે છે.તેમજ સુનિતા એને ઇન્જેક્શન આપે છે.

"ચાલ હવે તો ઉંઘ આવે છે. તું પણ થાકી છે.ગુડ નાઈટ."સુનિતા બોલી.

સવારે વહેલી છ વાગ્યે સૌંદર્યા જાગી.આમ એને વહેલા ઉઠવાની આદત હતી.જાગી ને જોયું તો એના એક ગાલે કંઈ ક હતું.
એણે જોયું તો લિપસ્ટિક લાગી હતી.પાયલની લિપસ્ટિક નો....ઓહ..ખબરે ના પડી..ને પાયલે ગાલ પર ચુંબન કર્યું.... સૌંદર્યાના મુખ પર સ્મિત આવ્યું.....
માસુમ... ભોળી...
નટખટ..ને...સૌને ગમે..એવી.
.. ક્યાં ક...એ.. ખોટા રસ્તે..ના.. જાય...
.એને પણ...મારી પાયલ જેમ...
સારો સાથી મલે... સૌંદર્યા મનમાં બોલી..
એ પાયલના મુખ પાસે ગઈ ને...એના ભાલ પર સ્નેહની પપ્પી કરી....
ગમે..એવી..આ છોકરી... કંપની ગમી.
હસતા હસતા સૌંદર્યા સ્નાનાદિ કાર્ય માટે બાથરૂમમાં જાય છે.
થોડીવારમાં સ્નાનાદિ ક્રિયા પતાવીને સૌંદર્યા મનમાં ઈશ્વરના શ્લોકો બોલતી આવે છે.પૂર્વ તરફ મુખ રાખી મનમાં ગાયત્રી મંત્રનો જાપ કરે છે.. પછી એ ભગવાન શંકર ની એક પ્રાર્થના ધીમા સ્વરે ગાય છે.

कल्याण करो मेरे भगवान,
उद्धार करो मेरे भगवान,
उपकार करो मेरे भगवान,
ओम् नमः शिवाय, मेरे भगवान...

श्रद्धा बढावो मेरे भगवान,
विश्वास बढावो मेरे भगवान,
हमें शक्ति दो मेरे भगवान,
ओम् नमः शिवाय मेरे भगवान...

આ સાંભળીને સુનિતા રૂમમાં આવી.બોલી:-" વાહ,ધીરા અવાજે પણ સુંદર . મધુર અવાજ.."
સૌંદર્યા:-" અરે.. દીદી તમે. સવારે સ્નાન કરીને હું ઈશ્વર પ્રાર્થના કરૂં છું.દીદી પગે લાગું."
" હા,આશીષ છે.સરસ સંસ્કાર છે.આ તારા જીજાજી સવારે વહેલા જ ભોપાલ જવા નીકળી ગયા. તું પણ વહેલી જાગી જાય છે કે શું?. પાયલ તો આઠ વાગ્યે ઉઠે છે..ચાલ આપણે ચા નાસ્તો કરીએ."
"દીદી , હું રોજ વહેલી જ ઉઠી જાવ છું.સ્નાન કર્યા પછી જ ચા નાસ્તો કરું છું... હમણાં તો ચા પીશ...પાયલ જાગે ત્યારે નાસ્તો...પણ હું જ બનાવીશ."
"ઓહ્.. એટલે તને નાસ્તો બનાવતા આવડે છે.ને રસોઈ?"

"હા, હું શીખી છું.પણ હજુ થોડું થોડું..શીખી રહી છું."

"ઓકે.સૌદર્યા હમણાં જ મેં ' માં ' સાથે વાત કરી..એ આઠ વાગ્યે તપોભૂમિ જાય છે.એટલે તારા માટે મેં વાત કરી."

સૌંદર્યા આશ્ચર્ય સાથે બોલી:-"મારા માટે! મારા મેડિકલ રિપોર્ટ વિશે ને."

"અરે..એ નહીં.આ મારા ભાઈ સુભાષ માટે તારા હાથની..પણ 'માં' એ ના પાડી.મારી પાસે સુભાષની ફ્રેન્ડ મમતાનો ફોન નંબર અને એના પિતાજીની માહિતી માંગી."

"પછી.."

"પછી શું. 'માં' તો બધાને ઓળખતા હોય એમ લાગે છે.એમણે કહ્યું મમતાના પિતાજી સાથે વાત કરીને રાજી કરાવું છું.એક બે દિવસમાં જ હા કે ના નો જવાબ આવશે."

આ વાત ચાલતી હતી ત્યારે આયુષના રડવાનો અવાજ આવતા સુનિતા પોતાના બેડરૂમમાં જાય છે.

સૌંદર્યા હવે મનમાં ઈશ્વર નું ધ્યાન કરે છે.
ત્યાં પાયલનો અવાજ આવે છે :-" સવાર સવારે ઈશ્વર પ્રાર્થના.. શું વાત છે ફ્રેન્ડ? ને મામી સાથે ગુસર પુસર .મને તો જણાવ."
આળસ ખાતા પાયલ બોલી:" સવારે શું કર્યું હતું ફ્રેન્ડ? આમ..આમ..મને. .. કહેવું તો હતું."
" અરે પાયલ ,તને ઉંઘ આવતી હોય એમ લાગે છે.. સવારે શું કર્યું? "
હસતા પાયલ બોલી:-"એમ મને પુછે છે? મને તારી કંપની ગમી. હવે તું અહીં જ રોકાઈ જા."
આમ બોલીને પાયલ સૌંદર્યા પાસે આવીને ગાલે પપ્પી કરી.બોલી:- આમ કરાય.ભાલ પર! ભાલ પર કોણ કરે ખબર છે? માં કે મોટી દીદી. તું તો ફ્રેન્ડ છે.હવે મને ફરીથી..પણ ભાલ પર નહીં."

"પાયલ તું બહુ નટખટ છે. સારુ." એમ બોલને સૌંદર્યા એ પાયલને સ્નેહભાવ થી ગાલે ચુંબન કર્યું.
બોલી:- તું તો ટેણી જેવી છે."
"એટલે?"

"કંઈ નહીં. તું નાટી અને નટખટ છે..ને પાછી ગમે એવી."

"હાશ કોકે તો મારા વખાણ કર્યા.આજ નો પ્રોગ્રામ બનાવ્યો છે.. સરપ્રાઈઝ છે..પણ મામીએ અત્યારે નાસ્તો કયો બનાવ્યો છે.?"

"અરે તેં તો સ્નાન પણ નથી કર્યું.નાસ્તો તો હું બનાવાની છું" સૌંદર્યા બોલી.
એટલામાં સુનિતા આવી.બોલી:- આયુષ ને સુવાડી દીધો.ચાલ હવે કીચનમાં ચા નાસ્તો બનાવું."
"મામી નાસ્તો કયો બનાવશો.?"

"બોલ સૌંદર્યા તારે બનાવવાનો છે. તું શું બનાવીશ?"

"દીદી,પોહા મસાલા વાળા.સેવ સાથે."

"ઓહ્. ફ્રેન્ડ મને તો સવારે પોહા ભાવે છે.હા પણ સેવ તો રતલામી જ નાખજે. હું હવે થોડો આરામ કરું આળસ આવે છે.ચા નાસ્તો તૈયાર થાય એટલે કહેજો."

થોડીવારમાં સૌંદર્યા અને સુનિતા એ ચા નાસ્તો તૈયાર કર્યો.પાયલ ને બોલાવી.

પાયલ:-" ફ્રેન્ડ,તારો મોબાઇલ ચાલુ કરી દીધો છે.સીમ પણ એક્ટીવ થયું. હવે તારૂં ગુગલ એકાઉન્ટ બનાવી આપું. વોટ્સએપ ,ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ. પછી તો આપણે આખો દિવસ મેસેજ અને વિડિયો કોલીગ પર વાત કરીશું."

ત્રણેય જણાએ ચા નાસ્તો કર્યો.

પાયલ:-" મામી હું મારા ઘરે જાવ છું.મારે થોડું કામ છે.ડ્રેસ પણ ચેન્જ કરવા છે.અગિયાર વાગ્યાની આસપાસ આવી જઈશ. હા, હું તો સૌંદર્યાના બનાવેલું ભોજન જમીશ.પછી હું અને મારી આ ફ્રેન્ડ બહાર જવાના છીએ.એક સરપ્રાઈઝ."

"ઓકે.પણ વહેલી આવી જજે.તારા વગર તો હવે સૌંદર્યા ને ગમશે નહીં. તેં માયા લગાડી છે."

પાયલના ગયા પછી સૌંદર્યા પોતાની રૂમમાં જાય છે. મોબાઈલમાં થી એ અમદાવાદ પાયલને ફોન કરે છે. પણ પાયલ ફોન રીસીવ કરતી નથી. વોટ્સએપ પર મેસેજ કરે છે.પણ કોઈ જવાબ આવ્યો નથી.
સામેથી પાયલ નંબર બ્લોક કરે છે.
સૌંદર્યા એના નવા ફેસબુક એકાઉન્ટ થી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલે છે. સૌદર્યા એનું જુના સૌરભનું એકાઉન્ટ ઓપન કરવા પ્રયત્ન કરે છે.પણ ઓપન થતું નથી. સૌંદર્યા નિરાશ થાય છે.

હવે એ સુનિતા સાથે કીચનમાં મદદ કરે છે.

અગિયાર વાગ્યે પાયલ સ્કુટી લઈને આવે છે.એણે બ્લ્યુ જીન્સ અને બ્લેક જર્સી પહેરી હતી.
આવીને ઉતાવળ કરવા લાગી .
બોલી:-" મામી હવે ભૂખ લાગી છે.સૌદર્યા માટે એક જર્સી લાવી છું એ સરપ્રાઈઝ ગિફ્ટ છે.સાથે હું વરૂણ ધવનના ફિલ્મની બે ટિકિટ લાવી છું. સૌંદર્યાની સાથે ફિલ્મ ની મજા માણીશ.પછી થોડું ફરવા લઈ જઈશ.અમે મોડા આવીશું સાંજનું જમવાનું બહાર જ કરીને આવીશું.જો સૌંદર્યા આ જર્સી પહેરી જો.મસ્ત લાગશે.આપણે મેચિંગમાં જ જવાનું છે.જો જે હો પાછી પંજાબી ડ્રેસ માં તૈયાર ના થતી."

"અરે આ કેમ કરે છે પાયલ? તું મારાથી નાની છું.મારાથી ના લેવાય.મારાથી તને ગિફ્ટ આપી શકાતી નથી."

"જો ફ્રેન્ડ માની છે તો લેવી પડશે.મામી એને કહો ને.જલ્દી જમવાનું પણ લાવજો.અમારે નીકળવું છે.બાર વાગ્યાનો શો છે."
સુનિતા હસી.બોલી:-" સૌંદર્યા ,આ જર્સી લે.એનુ દિલ ના તોડ.હવે હું જમવાનું તૈયાર કરું છું.તમે ડાઇનિંગ ટેબલ પર આવી જાવ.આયુષ ને પણ બોલાવી લાવું."

સુનિતા કીચન જાય છે.

પાયલ:-" ફ્રેન્ડ,મારી ગિફ્ટ લે અને મને પણ ગિફ્ટ આપ."
"એટલે.મારી પાસે તો ગિફ્ટ નથી."

" છે... ખોટું ના બોલ.એક વ્હાલની ગાલે......એ ગિફ્ટ.મને તારી કંપની ગમી.આટલી લાગણીઓ મેં જોઈ નથી."

સૌંદર્યા એ વ્હાલની ગિફ્ટ આપી.

જમીને સૌંદર્યા એ બ્લ્યુ જીન્સ અને બ્લેક જર્સી પહેરી.
"મસ્ત દેખાય છે.હિરોઈન થી પણ મસ્ત" પાયલ બોલી.

બંને વરૂણ ધવનની ફિલ્મ જોવા જાય છે.હજુ ફિલ્મ શરૂઆત થવાની વાર હોય છે.
પાયલ:- "ચાલ ફ્રેન્ડ, નજીકમાં ફોટો સ્ટુડિયો છે આપણે ફોટા પડાવીએ."
સૌંદર્યા ના પાડી શકી નહીં.

પાયલ અને સૌદર્યાના પાસપોર્ટ સાઈઝના ફોટા તેમજ બંનેના સાથે ફોટાઓ યાદગીરી રૂપે પડાવ્યા.

ફિલ્મ જોયા પછી પાયલ જબલપુર ના જુદા જુદા જોવાલાયક સ્થળો પર લઈ ગઈ. જેમાંથી અમુકમાં સૌરભ ગયો હતો. બેલેન્સિગ રોક પાસે પાયલે સૌંદર્યા સાથે સેલ્ફી લીધી.જબલપુર visit માં એ ફોટા મુક્યા payal with saundarya.

સાંજે બહાર જમીને સુનિતાના ઘરે સૌંદર્યા ને મુકીને પાયલ પોતાના ઘરે જતી રહી.

" સૌંદર્યા ,કેવી રહ્યી કંપની? મજા આવી?અમારી પાયલ આવી જ છે."

સૌંદર્યા બહુ દિવસ પછી આવી રીતે ફરવા માટે નીકળી હતી.એટલે એને સારૂં લાગ્યું.

બોલી:-" દીદી કાલે સવારે હું આશ્રમ જતી રહીશ.' માં 'ની યાદ આવે છે."

"જો સૌંદર્યા,કાલે જજે પણ સાંજે. હું ગાડી મોકલીશ. કાલે તારૂં આઇડી બનાવવાનું છે.પાસપોર્ટ સાઈઝના ફોટા પડાવવા મેં જ પાયલને કહ્યું હતૂ.સાથે ખર્ચા ના રૂપિયા પણ આપ્યા હતા. ફોર્મ લાવી રાખ્યું છે.કાલે આપી આવીશું.મને ત્યાં ઓળખે છે.એક વીક માં આઈડી આવી જશે."

"સારૂં દીદી."

"હા, હું કહેવાનું ભુલી ગઈ.સુભાષનો ફોન હતો.મમતા એ લગ્ન માટે હા પાડી દીધી.હવે તારે ચિંતા કરવી નહીં.કદાચ 'માં' એ કોન્ટેક્ટ કરીને સમજાવી હશે.આવતા રવિવારે અમારે ભોપાલ જવાનું છે ‌.મમતા એના પપ્પા સાથે સગાઇ નું નક્કી કરવા ભોપાલ આવવાની છે.સાથે એના ઈંદોર વાળા કાકા પણ આવશે. સૌંદર્યા તું પણ આવજે.પાયલ એની મમ્મી સાથે આવશે."

"સારું થયું દીદી.બે પ્રેમીઓની જોડી બની.પણ હું નહીં આવું. મારે માં ને પણ પુછવું પડશે."
બીજા દિવસે સૌંદર્યાનો ફોટો આઈ ડી election card માટે ગયા.
સાંજે સૌંદર્યા આશ્રમ જવા નીકળતી હતી .
સુનિતા:-" સૌંદર્યા,આ દવાઓ તને આપું છું.નિયમિત લેવાની છે. ચિંતા કરતી નહીં.સાથે થોડું literature આપું છું. જે ladies માટે જરૂરી છે.ને જલ્દી કોઈ યુવાન શોધી કાઢ અને મને લગ્ન માં બોલવજે. વોટ્સએપ પર હું તને ગાઈડ કરતી રહીશ."

સૌંદર્યા આશ્રમ જાય છે.નિયમિત એ આશ્રમના કામમાં મન રાખે છે.હવે એને એની માતા યાદ આવે છે.પણ માં ની આજ્ઞા વગર જવાય નહીં. માં એને ગુરુ પૂર્ણિમા પછી જવાનું કહે છે ‌

પંદર દિવસ પછી સુનિતાનો ફોન 'માં' પર આવે છે.
સુનિતા:" માં કાલે સુભાષ ની સગાઇ છે.મમતા ના કાકા ઈદોર રહે છે એમના ઘરે રાખી છે.પાયલ પણ આવવાની છે.સૌદર્યા ને તૈયાર રાખજો. હું એને લેતી જઈશ."

બીજા દિવસે સવારે માં સુનિતાને ફોન કરે છે.
માં :-" સુનિતા તું હવે અહીં ધક્કો ખાતી નહીં.સૌદર્યા આવી શકે એમ નથી. હમણાં તો નહીં."
"એટલે માં." સુનિતા ખુશ થાય છે.

"હા, હમણાં ત્રણ દિવસ નહીં .હા સુભાષના લગ્નમાં મોકલીશ."

"ઓકે.. માં.. સૌંદર્યા ને બેસ્ટ લક. મારી મહેનત સફળ થતી લાગે છે. "

સુભાષ ની સગાઇ થઇ જાય છે.સુનિતા નો મેસેજ સૌંદર્યા પર આવે છે.
' સૌંદર્યા , સુભાષની સગાઇ થઇ.મમતા અને મારો ભાઈ ખુશ છે.તારા પગલાં શુકનિયાળ સાબિત થયા. હા એક વાત કરવી છે.મમતાની એક કઝીન સુગંધા છે એપણ ઘણી સારી અને ખૂબસૂરત છે.મને થાય છે કે મારે એક બીજો ભાઈ હોત તો..તો..'

સુભાષ ના લગ્ન ની ખરીદી માટે સુનિતા સૌંદર્યા ને લેતી જાય છે. લગ્ન ની ખરીદી તેમજ સુનિતાના કપડાં તેમજ સૌંદર્યાના કપડા ખરીદે છે.

સુભાષ ના લગ્ન ની તારીખ આવી.

સુભાષના લગ્ન માટે જબલપુર થી લક્ઝરી બસમાં ખંડવા જવાનું હોય છે. સુનિતા પોતાની સાથે સૌંદર્યાને લગ્ન માં લેતી જાય છે.

સુનિતા બોલી:-" ભાઈ એના મિત્રો સાથે ભોપાલથી સીધો ખંડવા જશે. પાયલના ટ્યુશન શરૂ થઈ ગયા છે..એટલે એ આવી નથી.પણ મારી નણંદ આવી છે.સૌંદર્યા ત્યાં તું તારા માટે કોઈ પાર્ટનર શોધી કાઢે તો અમને પણ તારા લગ્ન નો લ્હાવો મલે."

વહેલી સવારે જાન ખંડવા પહોંચે છે.

પુરુષો ના સ્વાગત માટે મમતાના કાકા હોય છે.

સ્ત્રીઓ ના સ્વાગત માટે એક ખૂબસૂરત યુવતી અને મમતા ની કાકી હોય છે.
" હાય, આંટી મને ઓળખી?" પેલી યુવતી બોલી.
સૌંદર્યા એ યુવતીને જુવે છે.આ કોણ હશે?
સુનિતા બોલી:-" જો સુગંધા નામ પ્રમાણે પણ તું તારી કામગીરી થી ઓળખાય છે.મને આંટી ના કહે.તારી દીદી મમતા ની નણંદ છું.મને મોટી દીદી કહેજે."

સુગંધા સૌંદર્યા સામે જુએ છે.બોલી:-" દીદી આ કોણ છે? ગજબની દેખાય છે.આકર્ષક અને ખૂબસૂરત.મારા જીજુ એ તો આને પહેલા જોઈ નથી એ સારૂં જ."

સુનિતા બોલી:- આ સૌંદર્યા.મારી નાની બહેન. ને સૌંદર્યા આ સુગંધા ,મમતાની કઝીન છે."

સુગંધા બોલી:- મને સૌંદર્યાની કંપની ફાવી જશે. સંગીત ના પ્રોગ્રામ માં સૌંદર્યા સાથે સંગત . તને ફાવશે ને સૌંદર્યા?"

બીજા દિવસે બપોરે મહેંદી રસમ હોય છે.

સુગંધા જાતે સૌંદર્યાના હાથમાં મહેંદી મુકવા જાય છે.

સુગંધા સૌંદર્યા ના ડાબા હાથનું ટેટુ જુએ છે.
બોલી:- તારું નામ સૌંદર્યા. આ નામ કોણે પાડ્યું? "
"મારી માં એ."

"કઈ? તારી આંખોમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. છેલ્લા બે મહિનાથી તારો સંઘર્ષ ચાલે છે.અત્યારે જે તું છે..એ તું નથી.તારા માં બાપ કોઈ બીજા લાગે છે. હવે તારો સંઘર્ષ ધીમે ધીમે ઓછો થશે.તને તારો મનગમતો સાથી મલશે...પણ પછી..પણ એક સંઘર્ષ મય જીવન. " બોલતા બોલતા સુગંધા હસી. " બસ આતો ખાલી કહ્યું મને થોડો જ્યોતિષનો શોખ છે.કોલેજના છેલ્લા વર્ષમાં છું.Psychology subject છે. મને પરલોક વિજ્ઞાન માં પણ રસ છે.તેમજ એનું સાહિત્ય પણ વાંચું છું.

સૌંદર્યા બોલી:-" મને ખોટું લાગતું નથી.મને પણ તારી કંપની ગમી."
સુગંધા રહસ્ય મય રીતે બોલી:-" હું તારી રાહ જોઇશ. એક બે કે પાંચ વર્ષ સુધી . હું પણ ઓછી રહસ્ય મય નથી.મને જાણવી બહુ મુશ્કેલ છે..પણ મને લાગે છે કે તું મને જાણી શકીશ."

રાત્રે સંગીત કાર્યક્રમમાં સુગંધાની જોડી સૌંદર્યા સાથે હોય છે.
બે ગીતો પર પરફોર્મન્સ આપવાનું હોય છે. એમાં બે જણા વચ્ચે મીઠો ઝઘડો થાય છે.અંતે એમણે ગીતોમાં શું બનવું એ નક્કી કરે છે.

રાત્રે સંગીત કાર્યક્રમ હોય છે.શરૂઆત રાજસ્થાની ગીતો થી થાય છે.પાર્ટી પ્લોટમાં સ્રી પુરૂષો રાજસ્થાની ડ્રેસ માં હોય છે.
સુગંધા અને સૌંદર્યા રાજસ્થાની ડ્રેસમાં ગીતો પર ડાન્સ કરતા હોય છે.
એ વખતે એક સુંદર યુવાન સૌંદર્યા ની પાસે થી ઝડપી પસાર થાય છે.
' तेरा पीछा ना छोडुगा सोनीये,भेज दें चाहे.....प्यार के इस खेल में..." બોલતો જતો રહ્યો.
સૌંદર્યા ની નજર જાય છે.મોટી અણીયાળી મૂંછો,માથે પાઘડી,ગાલ પર મોટો તલ,ને નીલી નીલી ધારદાર પાણીદાર આંખો. ઉંચો ખડતલ, રાજસ્થાની ડ્રેસ માં.
સૌંદર્યા સુગંધા ને પુછે છે" કોણ છે?"
પણ સુગંધા એ એ યુવાનને જોયો નહોતો.

થોડીવારમાં સુગંધા સૌંદર્યાથી થોડે દૂર હોય છે ત્યારે પાછો એ યુવાન સૌંદર્યા પાસે આવે છે .
ધીરે થી બોલે છે. ' जनम जनम का साथ है हमारा तुम्हारा '...
' तेरा पीछा ना छोडुगा सोनीये भेज दें चाहे...'
બોલતો એ યુવાન ઝડપી પસાર થઈ જાય છે.
આ સાંભળી ને સૌંદર્યા ને ચક્કર આવવા લાગે છે..એ ચક્કર ના કારણે પડી જાય છે એ વખતે સુગંધા એને પકડી લે છે.અને ....

( ક્રમશઃ ભાગ-૧૩માં)..હવેના ભાગમાં...ડો.સુભાષના લગ્ન માં એ યુવાન કેમ પીછો કરે છે? એ કોણ છે?સૌંદર્યા સાથે..એની મુલાકાત ક્યારે થશે? ..સુનંદા અને સૌંદર્યા ના પરફોર્મન્સ માં શું થશે?.. સુગંધા કેમ પોતે રાહ જોવાની વાત કરે છે? એ સૌંદર્યા ને ઓળખી ગઈ છે?. સૌંદર્યા પોતાના મા-બાપને મલવા અમદાવાદ જશે તો ...તો... જાણવા માટે.. વાંચો :
...મારી ધારાવાહિક વાર્તા "સૌદર્યા-એક રહસ્ય"... મિત્રો ,આવનારા તહેવારો ની શુભેચ્છાઓ...આપ બધા મિત્રો આ કપરા કાળમાં આનંદ થી...પણ સ્વસ્થ રહીને તહેવારો નો આનંદ માણો..જય શ્રી કૃષ્ણ🙏🙏).
@કૌશિક દવે. ના જય શ્રી કૃષ્ણ