Crowds books and stories free download online pdf in Gujarati

ટોળાં

ટોળાં

નિર્મળા મેમ હવે શિક્ષક તરીકે ની ફરજ માથી નિવૃત્ત થવાના હતા આજે તેમનો શાળામાં છેલ્લો દિવસ હતો. કાલથી તેને શાળાએ આવવાનું નોહતું અને કાલથી તેનો નિત્યકમ બદલી જવાનો હતો. આવું બધું નિર્મળા મેમ વિચારી રહ્યા હતા ત્યાં જ તેમની પાસે કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા અને એક વિદ્યાર્થી બોલ્યો મેમ તમારા વિદાય કાર્યક્રમ માં મે તમારા વિશે થોડા શબ્દો લખ્યા છે, ત્યાં બીજો વિદ્યાર્થી બોલ્યો મેમ તમે કાલથી શાળાએ નહિ આવો તો અમને નોટિસ બોર્ડ પરના સુવિચારો કોણ વિસ્તાર થી સમજાવશે ?
નિર્મળા મેમ બોલ્યા, નોટિસ બોર્ડ ના સુવિચારો વિસ્તાર થી સમજાવવા નું કાર્ય હું બીજા શિક્ષકને સોંપતી જઈશ એટલે તમને તેનો કોઈ પ્રોબ્લેમ નહિ થાય..! ત્યાં જ એક વિદ્યાર્થી બોલ્યો બીજા શિક્ષકને તે કાર્ય સોંપી દેવાથી તે સાહેબ તમારું સ્થાન નહીં લઈ શકે મેમ. નિર્મળા મેમે પોતે કાલથી શાળાએ નહિ આવે તેનું દુઃખ, વેદના અને છલોછલ ઉભરાતી લાગણી નો દરિયો વિદ્યાર્થીઓ ની આખો માં જોયો..!
નિર્મળા મેમ નો વિદાય નો કાર્યકમ શરૂ થયો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ કાર્યકમ માં આનંદ માણી રહ્યા હતા તો બીજી બાજુ કાલથી નિર્મળા મેમ નહિ આવે તેનું દુઃખ પણ હતું.આજના કાર્યકમ માં શાળામાં કયારેય હજાર ના રહેતા વિદ્યાર્થીઓ આજે શાળાએ આવ્યા હતા તથા નિર્મળા મેમ ના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આમંત્રણ વગર પધાર્યા હતા..! શિક્ષક અને વિદ્યાર્થીઓ નો સબંધ કેટલો અદભૂત છે નહિ ? કાર્યકમ પૂરો થવાના આરે હતો કેટલાક શિક્ષકો તથા વિદ્યાર્થીઓ નિર્મળા મેમ માટે ભેટ લાવ્યા હતા. નિર્મળા મેમ આ બધું ભાવવિભોર થઈને માણી રહ્યા હતા. ત્યાં જ નિર્મળા મેમ નો ભૂતપૂર્વ વિધાર્થી તેમની પાસે આવ્યો ને બોલ્યો મેમ કદાચ તમે મને ઓળખતા નહિ હોય. હું તમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. નિર્મળા મેમ બોલ્યા , સોરી બેટા અમારા હાથ નીચે હજારો વિદ્યાર્થીઓ ભણ્યા હોય છે એટલે બોઉં યાદ ના રહે પણ તમે મારા વિદ્યાર્થી છો અને અહી આવ્યા મને ગમ્યું બેટા. પેલો વિદ્યાર્થી બોલ્યો હા મેમ આપની વાત સત્ય છે તમારા જેવા શિક્ષકોએ કેટલીય પેઢીઓ ને ભણાવી ચૂક્યા હોય છે..!
મેમ આજે હું તમારો થોડો સમય લઉં છું તે બદલ માફી. મેમ જ્યારે હું આ સ્કૂલ માં હતો ત્યારે તમે કહેલી એક વાત મને આજે તમારા પર જ સાચી થયેલી દેખાય છે. એક વખત સ્કૂલ માં અમારા જૂના શિક્ષક જેની બદલી બીજી શાળા માં થઇ હતી તે સાહેબ આ શાળા માં મુલાકાતે આવ્યા હતા. અને અમે બધા ટોળાં વળીને સાહેબને ઑફિસમાં મળવા ગયા હતા તે સાહેબ અમને કોઈ પ્રત્યુતર નોહતો આપ્યો કે અમને લાગણી સભર બે શબ્દો પણ નોહતા કહ્યા તેમ છતાં અમે ટોળાં વળીને તે સાહેબને મળવા ગયેલા અને જ્યારે ક્લાસમાં આવ્યા ત્યારે તમે અમને ખિજાયા હતા અને તમે જેમ સુવિચારો સમજવો છો તેમ જ અમને સમજાવ્યા હતા કે જીવનમાં એટલી મહેનત કરો કે લોકો આપણને જોવા ટોળાં વળે. આપણું મહત્વ ટોળાં વળવામાં નથી અથવા ટોળાં વાળેલા એ લોકો સાથે ઉભા રહેવામાં નથી પણ, આપણે કરેલા સારા કાર્ય માટે લોકો આપણને જોવા આપણી આગળ પાછળ ટોળાં વળે તેમાં છે. બસ આ જ વાત મને હજુ યાદ છે અને અત્યારે તમારી આગળ પાછળ લોકોના ટોળાં વળ્યા છે. આ બધું સાંભળી નિર્મળા મેમ ને પોતાના પર જ ગર્વ થયો. તેને મનોમન કહ્યું મારી માત્ર એક શિક્ષક તરીકે જ નહિ પરંતુ એક માણસ તરીકે ની યાત્રા સફળ નીવડી...!


નયના એસ બાંભણીયા