Viral Tasvir - 15 books and stories free download online pdf in Gujarati

વાયરલ તસ્વીર (ભાગ ૧૫)


મમ્મી રાત્રે કોઈક આવ્યું'તું આપણા રૂમમાં,
કોણ ?? ઇશીએ પૂછયું.
હતું કોઈક મને અવાજ લાગ્યો એટલે હું બહાર ગઈ પણ કોઈ ના દેખાયું એક કાકા હતા.
તું બહાર ગયેલી? હા....કેમ??
મને કેમ ના જગાડી તે? અરે પણ મમ્મી હું કઈ વિચારું એ પહેલાં બધું થઈ ગયું શુ કરું !
કઈ નહિ પણ હવે પછી કંઈપણ થાય આવું તો મને પૂછ્યા વગર ક્યાંય નથી જવાનું બરાબર.
હા....અનામિકા એ જવાબ આપ્યો.
રુદ્ર અને સલોની ક્યારે આવાના છે?
એમની આજની ટ્રેન છે એ કાલ સુધીમાં આવી જશે શાયદ,
હમ્મ અને હા અનિ આજે આપણે બાબા જોડે જવાનું છે તો તું કોફી પી લે આપણે નીકળીએ અહીંયા આવાના છે.
***
જય ભોલે બાબા બે હાથ જોડી નમસ્કાર કરતા
ઇશી બાબાની સામે મુકેલ આસન પર બેઠી.
બાબા એ અનામિકાની સામે જોયું અને પૂછ્યું
બેટા હવે કેમ છે તને??
સારું છે અનિએ જવાબ આપ્યો. અહીં બેસ.
બાબાએ અનિ ઉપર કઈક મંત્ર ભણ્યો અને ગંગાજળ છાંટયું સાથે બોલ્યા,
" બેટા ! તું હવે ઠીક છે મેં તારી ઉપર રહેલ રૂહને તારાથી દૂર મોકલી દીધી છે છતાં કઈક તને થાય તો જણાવજે ",
બાબા કાલે રાત્રે જ એણે કઈક જોયેલું એવું કે'તી હતી.
અનિ સામે જોયુ અને ફરીથી બોલ્યા,
શુ જોયું હતું બેટા તે? તું જણાવીશ.
અનિ એ પણ જવાબ આપ્યો અને રાતનું બધું જણાવી દીધું.
એ કઈ નહિ હોય એમ કહી બાબાએ વાત ટાળી દીધી પણ ઇશીને કઈક લાગ્યું એટલે અનિને થોડી દૂર મોકલી પૂછ્યું,
બાબા કઈક ગંભીર છે. ઓહ્મ.....ઓહ્મ....થોડી ગંભીર વાત તો છે જ કંઈક અજુગતું હોવાનો આભાસ થઈ રહ્યો છે. પણ તમે તો કહેતા હતા કે કઈ નથી તો પછી આ શું??
ખબર નથી પડી રહી શુ છે પણ ભગવાન પર ભરોસો રાખ દીકરા બધું હેમખેમ પર પડી જશે અને દીકરી સાજી થઈ જશે.
બાબા મને તમારા પર પૂરો ભરોસો છે મારી દીકરી આટલી સાજી થઈ હોય તો એ તમારી જ કૃપા છે,
એને કઈ જ નહીં થાય તમે છો ત્યાં સુધી પણ મને ડર રાખીને જીવવું પડે છે ક્યાં સુધી હું આમ જીવીશ !! શુ કોઈ ઈલાજ નથી આનો??
નીકળશે દીકરા તું ધીરજ રાખ અને ચિંતા છોડી ભગવાન અને માં ગંગા પર ભરોસો જાળવજે આટલું કહી બાબા ત્યાંથી નીકળી ગયા.
શુ થયું મમ્મી??
કેમ તે બાબા જોડે દૂર જઈને વાત કરી? અનિ એ એની મમ્મીને પૂછ્યું,
સાથે ઉત્તરમાં ઇશીએ સમજવતા અનામિકાને કહ્યું કે,
એ તો કઈ નહિ પ્રસાદ લેવા ગઈ હતી. આ લે....
***
અનિ પોતાનો ફોન કાઢી રુદ્રના નમ્બર પર ડાયલ કરે છે.
સામેથી અવાજ આવે છે, " આપકે દ્વારા ડાયલ કિયા ગયા નમ્બર અભી વ્યસ્ત હે થોડી દેર વાળ પ્રયાસ કરે",
અરે !! આ રુદલો....શુ થયું?? અનિની મમ્મીએ પૂછ્યું. ફોન વ્યસ્ત આવે છે એનો,
તો થોડી વાર પછી કરજે ને પણ શું છે.
આ તમારી પેઢીમાં આ જ પ્રોબ્લેમ છે થોડીક પણ ધીરજ નથી બધું ફટાફટ જોઈએ.
હેલો.....ક્યાં હતો લા??
અનિ અમે બન્ને ટ્રેનના બેસી ગયા છીએ સવાર ૭:૦૦ વાગ્યા સુધીમાં પહોંચી જઈશું તું લેવા આવી જજે. સારું ચાલો શાંતિથી આવો અમે રાહ જોઈએ તમારી, ઓકે કહી રુદ્ર ફોન કટ કરે છે.
હવે આપણે આશ્રમમાં જઈએ ૧૨ વાગ્યા છે ને જમી લઇએ પછી કઈક વિચારીશું શુ કરીશું.
બન્ને આશ્રમમાં જઈ જમે છે અને આશ્રમના કામમાં મદદ કરે છે.
અનિ તું પણ શીખી લે આજે આટલા બધા લોકોનું કામ કેવી રીતે કરવું,
હા શીખવું જ પડશે ને ચલ હું પણ મદદ કરું.
ઓહોહો.....મેડમને આજે શુ સુજી આવ્યું? અત્યાર સુધી તો ક્યારેય ઘરમાં એક પાણીનો ગ્લાસ નથી ઉઠાવ્યો. કરવું પડે મમ્મી કરવું પડે !!
આટલું કહી અનિ કામ કરવા લાગે છે સાથે સાથે પોતાના ફોનમાં ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ અપડેટ કરે છે.
કામ પતાવીને બન્ને પોતાની રૂમમાં જઇ આટલા દિવસોના સુખ દુઃખની વાતો કરે છે.
એક અવાજ થતા અચાનક અનિ જાગી જાય છે.
આ તો એ જ અવાજ છે જે મેં ગઈકાલે સાંભળ્યો હતો કોણ હશે એ?? શું કામ આટલી રાત્રે અવાજ કરે છે. મમ્મીને કહું કે નહીં !!
હમણાં થોડી જ વાર પહેલા રાતનું ભોજન લઈને સુતેલ અનિ અવાજ સાંભળી ઉઠી જાય છે.
ઇશી.....શુ થયું દીકરા??
મને અવાજ સંભળાય છે. કેવો?
કઈક મને બોલવાતું હોય એવો...ગઈકાલે સાંભળ્યો હતો એવો જ? હા....અનિ જવાબ આપે છે.
ઇશી હાથ જોડી માં ગંગાનું નામ લે છે હે માં મારી દીકરીને બચાવી લે મા બચાવી લે....હવે એક તારો જ આધાર છે.
ચલ બેટા બહાર જોઈએ તું ગઈકાલે ગઈ હતી ત્યાં લઈ જા મને પેલા કાકાની ઝૂંપડી પર પણ લઈ જા.
બન્ને ઘરની બહાર નીકળે છે આ જ છે મમ્મી એ જોપડી...
ઇશી અને અનિ બન્ને ઝૂંપડીમાં અંદર જાય છે.
જોતા જ બન્ને હક્કાબક્કા થતા સાથે બોલી ઉઠે છે.
આ શું?? મમ્મી....અનિ
બન્ને સાથે બોલી એકબીજાને પ્રશ્ન કરે છે
શુ થયું બોલ,
આ.....!! ચોકકસ તું અહીંયા જ આવી હતી?? હા મમ્મી હું અહીંયા જ આવી હતી અને કાકા પણ હતા.
સપનું જોયું હશે ચલ અહીંયાંથી..ના યાર હું અહીંયા જ આવેલી મને ચોક્કસ ખાતરી છે.
હું કઈ ઊંઘમાં થોડી ચાલતી'તી.
તું ચલ આપણે જઈએ પાછા.

બન્ને પાછા પોતાની રૂમમાં જઈને સુઈ જાય છે.
સવારમાં ૫:૪૦ કલાકે
ફોનની રિંગ ટ્રીન ટ્રીન થતા જ અનિ જાગી જાય છે અને ફોન ઊંચકીને હેલો કહે છે.
હા અનિ અમે આવી ગયા છીએ બોલ ક્યાં આવાનું છે?
થોડી વાર વેઇટ કર હું આવું છું ત્યાં બરાબર.
હા આમ કહી અનિ ફટાફટ રેડી થઈ રેલવે સ્ટેશન પર રુદ્ર અને સલોનીને લેવા માટે જાય છે.
યાર કેટલી રાહ જોવડાવી તે મને પણ શું કરું
કેબ જ નહોતી મળતી આટલી વહેલા સવારે આ તો સારું થયું કે આખરે આ કાકા મળી ગયા.
ચલો હવે બેસો અંદર,
કાકા ગંગા ઘાટના આશ્રમમાં લઇ જજો.
( તને ગપ્પા મારતા મારતા આખરે ત્યાં પહોંચે છે)
આ તરફ....
આવ આવ રુદ્ર,
ઓહ સલોની પણ છે. આવો અંદર ઇશી બન્નેને અંદર તેડી જાય છે.
તમે બન્ને હાથ પગ ધોઈ લો હું જમવાનું કહીને આવું ઠીક છે.
ઓ ઇશી સાંભળ સારું બનાવે એમ કહેજે નથી ગમતું,
ઓ નવરી આ આપણું બરોડાનું કોઈ રેસ્ટોરન્ટ નથી બરાબર તો અહીંયા તને ચટાકેદાર જમવાનું મળશે. જે મળે છે એમાં ખુશી મેળવી લેવાની,
અલા આ તું કે !!! શું વાત કરે તારામાં આવી બુદ્ધિ ક્યારથી આવી ગઈ??
આવી ગઈ હવે તું નહોતી એટલે મને નવું શીખવાની મોકળાશ મળી.
હા હા હા....
સલોની બન્નેને સાંભળી રહી હતી બોલ શુ ચાલે આપણે?? નોકરી ધંધો,
અનિએ પૂછ્યું,
ઠીક છે જવા દે ને યાર બોસ તો રજા જ નહોતો આપતો આખરે ઘણી માથાકૂટ કરી ત્યારે જઈને આપી છે રજા,
***
અનિ પેલો ફોટો આટલા દિવસો થયા હજી પણ વાયરલ થઈ રહ્યો છે, અજીબ વાત તો એ છે કે
હમણાં થોડા દિવસ પહેલા ટીવી9 ન્યુઝ ચેનલ પણ વાયરલ સત્યમાં આ તારો ફોટો આવેલો.
ઓહ શુ વાત કરે ?? સાચેમાં??
હા અનિ સાચેમાં મને પણ મેસેજ મળેલો એવો
શુ ? તું જ જોઈ લે આ લે વિડીયો ન્યુઝનો
આટલું કહી રુદ્ર પેલો ન્યુઝ ચેનલ પર ટેલિકાસ્ટ થયેલો વીડિયો અનિને બતાવે છે.
અલા આ તો નવરા છે વાતનું વતેસર કરવાનું જ આ લોકોનું કામ હોય છે ને તું ધ્યાન ન આપીશ ચલ,
શુ થયું છોકરાઓ. તમારી અનિ છવાઈ ગઈ છે આજકાલ ન્યુઝ ચેનલમાં આવી તી,
શુ વાત છે!! સાચેમાં.
હા સાચેમાં આ વીડિયો રહ્યો જુઓ.
ઇશી પણ એ વીડિયો જોવે છે.
ચલો હવે જમવાનું થયું છે તમે જમી લો પછી આપણે જઈએ.
બધા જમી લે છે અને પછી નીકળે છે ગંગા નદીના દર્શન કરવા,
ગુજરાતમાં મા રેવાના દર્શન અને વારાણસીમાં માં ગંગાના દર્શન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.
એક વખત જીવનમાં બધાએ દર્શન કરી જ લેવા જોઈએ જેથી ભવ સુધરી જાય.

ક્રમશ :