Child rearing books and stories free download online pdf in Gujarati

બાળ ઉછેર

માનવ જીવનમાં બાળ ઉછેર નું ખૂબ જ મહત્વ રહેલું છે. બાળક નો ઉછેર કેવી રીતે થયો છે તેના આધારે તેના સમગ્ર વ્યક્તિત્વ નો પીંડ ઘડાય છે. નાનપણમાં પાડેલી આદતો જીવનના અંત સમય સુધી કામ લાગે છે. માનવજીવનમાં અનુશાસનનું ખૂબ જ મહત્વ રહેલું છે. અનુશાસન માનવ ઘડતર નું પ્રથમ પગથિયું છે.
આજકાલ માતા-પિતા બાળકનો જે રીતે ઉછેર કરી રહ્યાા છે તે ખરેખર આવતીકાલના ભવિષ્ય માટે જોખમી બાબત છે. આજના માતા-પિતા બાળકને પુરતી સુવિધાઓ આપી ને માયકાંગલો બનાવવા જઈ રહ્યા છે. પહેલાના જમાનામાં બાળકોને માતા-પિતા દ્વારા પુરતી સુવિધા ન મળતી હોવા છતાં ખુશ રહેતા હતા જ્યારે આજે બાળકને તમામ પ્રકારની સુવિધાઓ મળતી હોવા છતાં બાળક નાખુશ રહેતુજોવાા મળે છે.
એ વાત સ્વાભાવિક છે કે દરેક માતા-પિતાનેે પોતાનું સંતાન વાહલુ હોય છે. માતા-પિતા પોતાના સંતાનને તમામ સુખ સુવિધા મળે તેમ ઈચ્છતા હોય છે પરંતુ માતા-પિતા બાળકના ભવિષ્ય નો વિચાર કરતા હોતા નથી. દરેક માતાપિતાએ વિચારવું જોઈએ કે આજે બાળકને આપણે જે ભૌતિક સુખ-સુવિધાઓ આપવા જઈ રહ્યા છીએ તેે શું તેને આવતી કાલે મળશે?
જાતજાતના રમકડા, ટી.વી, મોબાઈલ, કોમ્પ્યુટર બાળક માટે સામાન્ય બનતું જાય છે. બાળક ઘરના ચાર ખૂણા ની વચ્ચે એકલતા અનુભવી રહ્યું છે. આ સાધનો તેને ઘડીભરનો આનંદ તો આપે છે પરંતુ માનસિક સુખ આપી શકતા નથી. બાળક નો સ્વભાવ આવી સુખ સુવિધા મળતી હોવા છતાં ચીડિયો બનતો જાય છે.
એક જમાનો હતો જ્યારે બાળપણ ખુલ્લા મેદાનમાં પસાર થતું હતું અને આજનાં જમાના નું બાળપણ ઘરની ચાર દીવાલોમાં કેદ છે. ખો ખો, કબડ્ડી જે વી રમતો અતીત ના ગર્ભ માં દબાઈ ગઈ છે. આંબલીપીપળી ની રમત રમતાા બાળકો ઝાડ ઉપર ચડતા આપોઆપ શીખી જતા હતા અને આજનું બાળક નાનો કોટ કૂદતાં પણ ખચકાય છે. પરંતુ મજા ની વાત તો એ છે કે એમાં વાંંક બાળક નો જરા પણ નથી. વાંક માતા-પિતાના બાળ ઉછેર નો છે. પહેલાના જમાનાનો શિયાળામાં બાળકનાા શરીર ઉપર સ્વેટર નહોતું છતાં બાળક ને ઠંડી લાગતી નહોતી. પહેલાના જમાનામાં ઉનાળામાં બાળકનાાા પગ માં ચંપલ નહોતા છતાં પગ બળતા નહોતા. પહેલાના જમાનાના ચોમાસામાં બાળકના શરીર ઉપર રેઇનકોટ ન હતો છતાં પણ બાળકને શરદી થતી નહોતી. આજે શિયાળો ઉનાળો ચોમાસુ કે કોઈપણ ઋતુ હોય બાળકને તમામ ઋતુ પ્રમાણે સુખ સુવિધા આપવામાં આવે છે. છતાંં બાળક બીમાર પડી જાય છે.
ગરમી ની ઋતું માં બાળક ને એ. સી વગર પગ તૂટે છે.બાળક જે માંગે તે ખાવા નું મળી જાય છે છતાં બાળક બીમાર પડે છે. બાળક નાની નાની વાત માં ગુસ્સો કરતું થઈ જાય છે. જો બાળક કોઈ વસ્તુ માટે જીદ કરે અને તેના માતા - પિતા ના લાવી આપે તો તે જમીન આસમાન એક કરી નાખે છે. બાળક ને ઘરે માતા પિતા મારી નથી શકતાં અને શાળા માં શિક્ષક. એક જમાનો હતો કે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમ ધમ ની કહેવાય હતી. આજે શાળા માં શિક્ષક મિત્રો એ સોટી મૂકી છે ત્યારે પોલીસ ને બંધુક ચલાવવાનો વારો આવ્યો છે. જો શાળા માં બાળક ને શિક્ષક મારે તો માતા પિતા ઉપરામણન લઈ શાળા એ દોડી આવે છે. બાળક ને આપડે જેટલી વધુ સુરક્ષા આપી શું તેટલું સમાજ ને સહન કરવું પડશે.
સમાજ માં બાળ અપરાધ નું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. બાળક ને આપવા માં આવતી વધારે પડતી છુંટ સમગ્ર સમાજ માટે ઘાતક રૂપ છે એ બાબત માતા પિતા જેટલી વહેલી સમજે તે પરિવાર અને સમાજ માટે જરૂરી છે.