Ala vaikunthapuramloo books and stories free download online pdf in Gujarati

અલા વૈકુંઠપુરમ - Ala Vaikunthapuramloo review

અલા વૈકુંઠપુરમ

અલ્લું અર્જુન નું ala vaikunthapuramloo હમણાં જ Netflix પર જોઈ . ઉપરાંત આ ફિલ્મ sun NXT પર પણ ઉપલબ્ધ છે .જો તમે જીઓ ના યુઝર હોય તો જીઓટીવી માં પણ ઉપલબ્ધ છે .

અલ્લુ અર્જુન નું નામ સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેવી કે તમિળ , તેલુગુ , મલયાલમ કે કન્નડ ભાષા ની dubbed
Versions જોનારા લોકો માટે સહેજ પણ અજાણ્યું નથી .allu Arjun ની fan following આખા નોર્થ ભારત માં છે .એમની સૂર્યા ધ સોલ્જર , DJ , સરાઈનોડું જેવી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે . આમાંની સરાઇનોડું એ તો highest viewed film નો રેકોર્ડ
બનાવ્યો છે .આ sarrainodu વગેરે ફિલ્મો goldmines telefilms ની official YouTube channel પર તમે જોઈ શકો છો .

Allu Arjun ની છેલ્લી ફિલ્મ સૂર્યા ધ સોલ્જર ની release પછી 2 વર્ષ ના અંતરાલ બાદ 12 જાન્યુઆરી ૨૦૨૦ ના મકરસંક્રાંતિ માં તહેવારે allu Arjun ની ૧૯ મી ફિલ્મ Ala vaikunthapuramloo ( આ રહ્યું
વૈકુંઠપુર ) રિલીઝ થઈ .

આ એક્શન ડ્રામા ફિલ્મ માં મુખ્ય પાત્રો allu Arjun અને પૂજા હેગડે છે જ્યારે સહાયક પાત્રો માં સુશાંત, મુરલી શર્મા , જયરામ , તબુ અને સચિન ખેડેકર છે . આ ફિલ્મ નું લેખન અને direction ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું છે . મ્યુઝિક s થમન દ્વારા આપાયું છે .


આ ફિલ્મ નો બેઝિક પ્લોટ અને cinematography
જબરજસ્ત છે . આ ફિલ્મ એક સંપૂર્ણ entertainer che જેમાં રોમાન્સ , કોમેડી ઉપરાંત ઈમોશનલ ડ્રામા
ભરપૂર છે .

આ ફિલ્મ એ ૨૬૨ કરોડ ની ટોટલ ગ્રોસ સાથે જોરદાર commercial success મેળવીને બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કર્યું છે .

ફિલ્મ શરૂ થાય છે ચોમાસા માં ચાલુ વરસાદે એક ગાયનેક હોસ્પિટલ ના સીન સાથે . મેટરનિટી વોર્ડ ની એક નર્સ સુલોચના કરોડપતિ રામચંદ્ર ના મૃત બાળક ની જાણ કરવા તેના સંબંધી ઓને શોધે છે.

આ પરિસ્થિતિ માં વાલ્મીકિ ( મુરલી શર્મા ) તે મૃત બાળક ને પોતાના નવજાત શિશુ સાથે બદલી દેવાની સલાહ આપે છે . આ રકઝક માં નર્સ ને ખબર પડે છે કે કરોડપતિ રામચંદ્ર (જયરામ ) મૃત લાગતું બાળક તો જીવતું છે પરંતુ વાલ્મીકિ નર્સ ને ધક્કો મારીને બીજા માળે થી ફેંકી દે છે અને પોતાના બાળક અને રામચંદ્ર ના બાળકો ની અદલાબદલી કરી દે છે .ત્યાર બાદ title
Ala vaikunthapuramloo લખાયેલું આવે છે .

વાલ્મીકિ ( મુરલી શર્મા ) અને રામચંદ્ર (જયરામ ) બંને પોતાનું career કલાર્ક તરીકે અનંત રામકૃષ્ણ ARK
( સચિiન ખેડેકર ) ની કંપની માં શરૂ કરે છે . થોડા સમય પછી રામચંદ્ર ARK ની પુત્રી યશું ( તબુ ) સાથે લગ્ન કરીને
પૈસાદાર બની જાય છે જ્યારે વાલ્મીકિ મધ્યમ વર્ગ ના જીવનનો અફસોસ ગુજારે છે .

આ બંને બાળકો જુદાં જુદાં વાતાવરણ માં ઉછરે છે અને એકબીજાથી સાવ વિપરીત વ્યક્તિત્વ ધરાવે છે .રાજ ( સુશાંત ) જે વાલ્મીકિ નો દીકરો છે જે રામચંદ્ર
ના બંગલા માં ઉછરીને ડરપોક, માસૂમ અને ઓછું બોલવા વાળો બની જાય છે , જ્યારે Bantu ( આલ્લું અર્જુન ) middle class family ma માં રહીને સ્માર્ટ , બેધડક અને હાર્ડ વર્કિંગ બની જાય છે . વાલ્મીકિ
બંટું સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે અને નફરત નો ભોગ બને છે .

થોડા સમય બાદ bantu ની બહેન સાથે કેટલાક ગુંડાઓ સ્કાર્ફ ખેંચીને તેની છેડતી કરે છે .ત્યારે Allu Arjun બધા જ goons ની જોરદાર ધોલાઈ કરે છે .
આ ફિલ્મ ના દરેક એક્શન સીન્સ જોરદાર રીતે ફિલ્માવવામાં આવ્યા છે .

વાલ્મીકિ જ્યારે Bantu ને આગળ ભણવા માટે MBA કોર્સ માં admission લેવાની ના પાડે છે ત્યારે
Bantu એક કંપની pack your bags નામની કંપની માં જોબ કરવાની શરૂ કરે છે . અહી OMG daddy
નામનુ જોરદાર ગીત આવે છે .

Bantu તેની કંપની જે ટ્રાવેલ એજન્સી છે તેની બોસ અમુલ્યા aka અમ્મુ ને મળે છે .પછી એક love
Song samajavramnga આવે છે જે પેરિસ માં
શૂટ કરવામાં આવ્યું છે . બંને એક બીજાના પ્રેમમાં પડે છે પરંતુ અમ્મું ની engagement રાજ મનોહર સાથે
કરી દેવામાં આવે છે અને પાછું રાજ પણ નંદિતા એટલે
નંદુ ( નીવેતા પેથુરજ ) ના પ્રેમ માં હોય છે .

વિલન appla naidu ramchandra ની કંપની ને આંચકી લેવા તેને મારવા માટે પ્રયત્નો કરે છે
ત્યારે bantu અને અમૂલ્યા તેને બચાવીને હોસ્પિટલ
લઈ જાય છે .

અહીં bantu ફેરબદલી વખતે હાજર નર્સ સુલોચના ને મળે છે અને તેને ખબર પડે છે કે તેના સાચા પિતા વાલ્મીકિ નહિ પરંતુ રામચંદ્ર છે .

આટલા સુધી માં Movie નો first half પૂરો થાય છે ને interval પડે છે ત્યાર બાદ નો સેકન્ડ હાફ
જોરદાર કોમેડી ફેમિલી ડ્રામા છે .

Bantu કામ કરવાના બહાને વૈકુંઠ પુર એટલે કે તેના biological father રામચંદ્ર ના ઘર માં રહે છે અને
તેના સાચા માતા પિતા વચ્ચે વધતી દુરીઓ ઘટાડે છે અને
આખા પરિવાર ને પણ બચાવે છે .

શું bantu પોતાના સાચા માતા પિતા ને આ વિશે જાણ કરી શકશે કે નહીં એ માટે તમારે આખી ફિલ્મ જોવી પડશે .

ગોલમાલ અને સિંઘમ જેવી ફિલ્મો માં કામ કરી ચૂકેલા
મુરલી શર્મા એ આ ફિલ્મ માં થોડો હટકે અને સિરિયસ
Character ને ભજવ્યું છે . મરાઠી અભિનેતા સચિન
ખેડેકર એ હમણાં જ ગુજરાતી ભાષાના ફિલ્મ ગોલકેરી
થી ઢોલીવુડ માં debut કર્યું છે .

જો તમને આ review ગમ્યો હોય તો રેટિંગ આપવાનું ભૂલતા નહીં . તમારા સૂચનો અને સલાહો આવકાર્ય છે .
સદાય હસતા રહો આપ એવી પરમેશ્વર ને અભ્યર્થના .

Instagram.com/ Aditya_undefined



આ ફિલ્મ ના ગીત butta bomma એ યુટ્યુબ ઉપર ૪૦૦ મિલિયન થી પણ વધુ view મેળવીને highest viewed telugu song નો રેકોર્ડ બનાવ્યો છે .

IMDb ૭.૧