Murder and Kidnapping - 8 books and stories free download online pdf in Gujarati

મર્ડર અને કિડનેપિંગ. - 8

સૌરભને તપાસ માટે મોકલી ને ઇસ્પેક્ટર પ્રમોદ ખુરશીમાં બેસવા જતા હતા એટલામાં એક કોન્સ્ટેબલે આવીને કહ્યું.
સર...

નજીકના પોલીસ સ્ટેશનમાંથી ખબર આવી છે કે એક લેડીસ ની બોડી મળી છે.
તેની બોડીનો ફોટો પણ આવી ગયો છે જુઓ.

અરે આતો મિસ નેહા શર્મા છે...
રોહિત ની પત્ની..‌ રોહિત ને બોલાવો..

હા સર.

રોહીત પોલીસ સ્ટેશનમાં આવે છે.

'હા સર મારી મિસિસ ની ખબર આવી છે.?

'એક લાશ મળી છે જેનો ફોટો નજીકના પોલીસ સ્ટેશનમાંથી અહીં મોકલી આપવામાં આવયો છે.
આ ફોટો જુઓ તે 'જ છે..'
'હા સર'
ચલો તો આપણે ખરાઈ કરવા માટે જવું પડશે.
"લાશ જોઈને રોહિત રડવા લાગ્યો અને બોલવા લાગ્યો નેહા શું થઈ ગયું તને આંખો ખોલ.."

રોહિત ની સ્થિતિ ખરાબ થતાં જોઈને ઇસ્પેક્ટર પ્રમોદે તેમને શાંત રહેવા કહ્યું અને બહાર જવાનું કહ્યું.

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું છે?
ઇસ્પેક્ટર પ્રમોદ બોલ્યા.

હા સર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે અને તેના પ્રમાણે મિસ નેહા નું ગળું દબાવીને મોત નિપજવામાં આવ્યું છે.

મોત બે દિવસ પહેલા જ થયું છે. પણ કોઈ જોઈ ન શકે એટલા માટે પાણીની ટાંકીમાં મૂકીને બંધ કરી દેવામાં આવી હતી એટલે લાશ ની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે..

એનો મતલબ કે મિસ નેહાનું મોત તેના ગુમ થવાના દિવસે જ થઈ ગયું છે.

હા સર અને આ ફ્લેટ રીડેવલોપમેન્ટ માં મૂકેલો છે.
એટલે કે અહીં કોઈ રહેતું નથી ખાલી જ પડી રહેલો હતો..

'કેટલા ફ્લેટ છે અને કેટલા મેમ્બરો રહે છે એની ડીટેલ વિશે ખબર ખરી?'
'હા સર 30 ફ્લેટ છે... પણ કેટલા મેમ્બર રહેતા હતા અને ક્યાં ગયા છે તેની જાણકારી ખબર નથી.'

'સારું તો એક કામ કરો બધા જ મેમ્બરો ની ફોન ડિટેલ નીકાળી લો અને હાલમાં તેઓ ક્યાં ક્યાં રહે છે તેની જાણકારી અને એડ્રેસ બધું જ મેળવી લો.?

'ઓકે સર.'

'ત્યારબાદ નેહા ને લઈને છે જે લોકો શકના ઘેરાવામાં છે તે બધા જ લોકો ની પૂરેપૂરી ડટેલ મેળવો જેમ કે.... તેનો બોયફ્રેન્ડ સંજુ ,તેનો પડોશ માં રહેતો રાજુ અને તેની બીજી પડોશણ છે જે કહેતી હતી કે તેના હસબન્ડ જોડે રિલેશનશિપ છે તો તેની પણ ડીટેલ ફોન નંબર બધું જ તૈયાર રાખજો બધાની ખબર ફરી લેવી પડશે.'

'ઓકે સર.'

અને એક ખાસ વસ્તુ કે નેહા નું મર્ડર તેજ દિવસે થયું છે જે દિવસે ગુમ થઈ હતી એટલે જ્યાં તે ગઈ હતી ત્યાં કોણો મોબાઇલ ચાલુ હતો તેની ડિટેલ અને તે જ દિવસે અહીં ફ્લેટમાં કોઈ મોબાઈલ ચાલુ હશે તો તેનું લોકેશન બરાબર ચેક કરજો?

'હા સર અમે બધી જ ઇન્ફોર્મેશન કાલે તૈયાર કરીને તમને જણાવી દઈએ છીએ.'

'ok good"

(ઇસ્પેક્ટર પ્રમોદે વિવેક ની જાણકારી માટે સોરભ અને કુસુમને મોકલ્યા છે. જેવો અ લીગલી રીતે કામ કરવાના હોવાથી સાદા ડ્રેસમાં ચેકિંગ માટે વિવેકના ફ્લેટે પહોંચે છે.)

"અરે સાહેબ તમે મને પૂછ્યા વગર જ એમને એમ કેમ ફ્લેટમાં જઇ રહ્યા છો?
શું કામ છે?
કોના ઘરે જવું છે?
પહેલા મને જણાવો?"

સોરભ : અરે કામ તો તમારું જ હતું સાતમા માળે રહેતા વિવેક ના વિશે થોડી જાણકારી લેવી હતી.

વોચમેન : "હા પણ તમે કેમ જાણકારી માંગો છો ?
તમે કોણ છો?
અને શું કામ છે?'

કુસુમ: "અરે....!!ભાઈ સાહેબ એવું કશું જ નથી મારી બહેન ની સગાઈ કરવાની છે પણ મારી બહેનની સગાઈ પહેલા થોડી જાણકારી લેવી હતી એટલે તમને પૂછ્યું.
તમારી પણ છોકરી હશે... બહેન હશે ...એટલે તમે પણ સમજી શકો છો કે માગું આવતા પહેલા જાણકારી લઈ લઈએ તો સારું કહેવાય."

વોચમેન:'અરે બેન તમે મને પહેલાં જ કહી દીધું હોત તો હું આ બધું પૂછપરછ કરત જ નહીં તમને પહેલા જ જાણકારી આપી દેત.'

સોરભ:હા તો સર અમને જણાવો ને કે વિવેક શું કામ કરે છે? એમને ફેમિલી માં કોણ કોણ છે ?
તેનું સ્ટેટસ કેવું છે?
આ બધી જાણકારી લેવી છે... તમેને તો ખબર જ છે કે છોકરીનો જિંદગીનો સવાલ છે... માગુ આવ્યું છે એટલે છોકરાને મળતા પહેલાં આ બધી જાણકારી લઈએ એટલું સારું પાછળથી કોઈ પ્રોબ્લેમ આવે નહીં આ તો ભવિષ્ય નો સવાલ છે..'

વોચમેન : હા હા જરૂર જાણકારી આપીશ હું તમારી મદદ કરવા તૈયાર છું પૂછો જે પૂછવું હોય તે..

સોરભ:હાલમાં આ છોકરો કઈ જગ્યાએ જોબ કરે છે અને તેનું વર્તન કેવું છે એ જણાવો..

વોચમેન:' છોકરો જોબ તો નથી કરતો પણ અહીં હમણાં થોડાક દિવસ પહેલાં ફ્લેટ ભાડે લીધો છે અને કોઈ એજ્યુકેશન લઈ રહ્યો છે..
મેં તેને બે દિવસ પહેલા બાઈક લઈને બહાર નીકળતા જોયો હતો પણ હજુ તે ઘરે આવ્યો નથી ખબર નહીં તે કયા ગયો છે.'

કુસુમ : હા કુવારા છોકરાઓનું કામ જ એવું હોય છે ફ્રેન્ડો સાથે ફરવા નીકળી પડે અને એટલે આવ્યો નહીં હોય..
સોરભ: વિવેક એકલો રહે છે તો તેના ઘરે કોઈ કામ કરવા તો આવતું હશે તેને વધારે ખબર હોવી જોઈએ.

વોચમેન : હા સર એક કામવાળી બાઈ આવે છે હું તેણે બોલાવું તે તેના ઘરે કામ કરે છે તેથી તેને વધુ જાણકારી હોવી જોઈએ.

ક્રમશ.....