Murder and Kidnapping - 11 books and stories free download online pdf in Gujarati

મર્ડર અને કિડનેપિંગ. - 11

ઇસ્પેક્ટર પ્રમોદ: સૌરભ તને શું લાગે છે. રોહિતના વિરોધમાં કોઈ પુરાવા નથી બધા જ નેહાની વિરુદ્ધ માં બોલી રહ્યા છે ..
સોરભ:હા સર

ઇસ્પેક્ટર પ્રમોદ: તેમ છતાં એના ઘરે રાજુ પણ તેના પ્રભાવ ના કારણે જ તેના ઘરે ટી વી જોવા આવતો હતો.. રાજુ ને તો ખાલી એક આકર્ષણ જ હતતું નેહા પ્રત્યે એટલે મને નથી લાગતું કે તેનો કોઈ વાંક હોય..

સંજુ નુ પણ માનવું છે કે નેહા ના બીજા જોડે અફેર હતા તેથી તેને સંબંધો કટ કર્યા હતા...અને સંજુ પણ નેહા નુ મર્ડર શુ કરવા કરે એ પણ સમજાતું નથી..

જ્યારે પડોશી નું કહેવું હતું કે નેહા જોડે તેના પતિનું અફેર હતો.. આતો ખાલી શક જ હતો અને જો અફેર પણ હોય તો પણ મર્ડર કરી શકે ત્યાં સુધી કોઈ કારણ બનતું નથી..

ચલો માની લઈએ આ બધાના અફેર હોય પણ આ લોકો નેહાનું મર્ડર શું કરવા કરે ??

આ બધામાંથી કોઈનું પણ મોટીવ મર્ડર કરવાનું લાગતું નથી ..
કોઈ એવા એવિડન્સ દેખાતા નથી..જેના કારણે સાબિત થાય કે આમાંથી કોઈ નેહા નું મર્ડર કરી શકે છે..
હા સર.

બાકીના જે સસ્પેન્નડેટ છે.તે બધાંની જાણકારી લીધી છે પણ એક પણ જોડેથી મર્ડર કરવાનું મોટીવ મળતું નથી.
આ બધા જે પણ વ્યક્તિઓ નેહા જોડે કોન્ટેક માં છે,તેમાંથી કોઈપણ હાજર જણાતું નથી.

જ્યાં તેનું બોડી મળ્યું એ બિલ્ડિંગમાં આમાંથી કોઇપણ ત્યાં હાજર હોય એવા પુરાવા મળ્યા નથી. કોઈનો પણ મોબાઈલ એક્ટિવ દેખાતો નહોતો.

બજારમાંથી ગુમ થઈ ત્યાં પણ પણ આ લોકો નું લોકેશન મળ્યું નથી.

પણ આ બિલ્ડિંગમાં જ નેહા નુ બોડી કેમ ઠેકાણે લગાડવામાં આવ્યું ...
તેનું બોડી ટાંકીમાં થી મળ્યું છે, તો આ બિલ્ડિંગ સાથે તેનું કોઈ તો કનેક્શન હોવું જોઈએ..
આ બધામાંથી બિલ્ડિંગ સાથે કનેક્શન શું છે, તે જાણવું જરૂરી છે ..
અને આ બિલ્ડીંગમાં રહેતા ઓનર કોણ છે ?તેની જાણકારી મળી.?
સોરભ :હા સર
ખબર પડી છે કે તે દિલ્હી રહે છે, અને કોઈ લેડીશ છે.
ઇસ્પેક્ટર પ્રમોદ:અને આ બિલ્ડીંગમાં રહેતા વ્યક્તિઓ વિશે કેટલી જાણકારી એકઠી થઇ.

સોરભ: અહીં રહેતા જે પણ લોકો છે તે બધા જ અલગ અલગ જગ્યાએ જતા રહ્યા છે.
ઘણા ગામડાઓમાં ગયા છે .
ઘણા ભાડે મકાન લઈને રહેવા ગયા છે.
જ્યાં સુધી કન્ટ્રકશન નું કામ પૂરું ના થાય ત્યાં સુધી અહીં કોઈ આવાનું છે નહીં.
ફ્લેટમાં રહેતા બધા જ વ્યક્તિઓ અલગ-અલગ એરિયામાં જતા રહ્યા છે..
એટલે આ બધા જ લોકો ની જાણકારી પૂરેપૂરી મળી નથી .
ઇસ્પેક્ટર પ્રમોદ : ઓકે તો બધાની જ કોલ ડીટેલ નીકાળો અને જાણકારી મેળવી પડશે.

યસ સર.

ઇસ્પેક્ટર પ્રમોદ :સોરભ આ ગુપ્તાજી નો કોલ આવી રહ્યો છે જરૂર કિડનાપરનો ફોન આવ્યો હશે હું વાત કરી લઉં.
હા બોલો ગુપ્તાજી
હા સર કિડનાઈપર નો કોલ આવ્યો હતો તેમને હું મળવા જવુ છુ.
તેમને મને એક ખાલી ગાડી નો નંબર આપ્યો છે.તે ચાર રસ્તાની સાઇડમાં ઊભી હશે તેમા બેગ મૂકી દેવાનું કહ્યું છે..
ઓકે અમે પહોંચીએ છીએ કોલ પર અમારી જોડે કોન્ટેક્ટ માં રહેજો..

ગુપ્તાજી :હા સર જરૂર.

ઇસ્પેક્ટર પ્રમોદ :હું તમારી ગાડી ની પાછળ રહી એટલે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને અમારો સ્ટાફ તમારી ગાડી ની આગળ પાછળ ધ્યાન રાખશે.
ગુપ્તાજી: હા સર હું તમને બધી માહિતી આપતો રહીશ સર...પણ થોડું ધ્યાન રાખજો કે કિડનેપરો ને ખબર ના પડે નહીં તો વિવેકને તેઓ નુકસાન પહોંચાડી શકે છે મને ખૂબ ડર લાગે છે.

ઇસ્પેક્ટર પ્રમોદ: ડરવાની કોઈ જરૂર નથી આવા તો ઘણા મોટા મોટા કેશ અમે હેન્ડલ કર્યા છે..
તમે તો અમારા સંબંધીના મિત્ર છો એટલે હું તમને હેલ્પ કરું છું... નહીં તો જ્યાં સુધી કેસ ફાઈલ ન થાય ત્યાં સુધી હેલ્પ કરવાની પરમિશન અમને મળતી નથી..
ગુપ્તાજી :હા સર હું જાણું છું એટલે તો મેં તમારી હેલ્પ માગી હતી... તમારો મારી પર ખૂબ જ મોટો ઉપકાર છે..

continue..,