fari malishu - 2 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશુ - પ્રકરણ-2

કોલેજનો સમય સાત વાગ્યાનો છે એટલે આપણે લેટ થઈ ગયા એમ સમજીને ક્લાસરૂમમાં ત્રણેક છોકરીઓ પ્રવેશ કરે છે.

માત્ર શ્યામ સિવાય કોઇ જ નહિ, બધુ જ સુનકાર એકદમ નિરવ શાંતિ.

ત્રણેય મનમાં ને મનમાં ગુસપુસ ચાલુ કર્યુ કે શુ કરવુ? આપણને ખોટો ટાઇમ તો નથી આપ્યો ને?

શ્યામ તો એના કામમાં જ મસ્ત હોય છે. એને કઇ જ ન લાગે વળગે.

એ એના કામમાં એટલો મસ્ત હતો પેલી છોકરીઓ વિચાર કરતી હતી કે બોલાવવો કે ન બોલાવવો પણ ધીરે ધીરે ક્લાસમાં બધા આવવા લાગ્યા હતા.

ક્લાસમાં ત્રણ નવા ચહેરા જોઇને બધા અંદર અંદર ગુપસુપ કરતા હોય છે. ક્લાસમાં નિરવ શાંતિ હતી.

સર ક્લાસમાં આવી ને કહે છે, પેલી ત્રણ છોકરીઓ જે ટ્રાન્સફર થઇ અહિ આવી છે એ લોકો નીચે આવો તમારે ફોર્મમાં સાઇન કરવાની બાકી છે.

એ છોકરીઓ ગઈ એટલે સન્નાટો તોડિને અવાજ મોટો થઈ ગયો.

સુદિપ સીધો જ શ્યામ પાસે આવીને કહે છે કે, શ્યામ જો ટો ફટાકડી છે એક ટો.

શ્યામને તો એ વાતમાં રસ જ ન હોય એમ કહે છે, છોકરી હોય તો સરસ જ હોય ને વળી.

સુદિપના ચહેરા પર ભાવ બદલતા જ હતા, અલા એમ ની ટુ હાંભળની હુ કેવ સુ એ એક તો એકદમ જક્કાસ સે

મને ટો એવુ લાગે સે કે કાલથી આપણા બેચનુ અટેન્ડન્સ ફુલ આવવાનુ સે.

શ્યામ એના કામમાં ડિસ્ટર્બ કરતો રોકતા કહે છે, એ આશિક આ શુ ચાલુ કર્યુ?

મેઘ પાછળથી બોલ્યો, પટાવવા જેવી છોકરી છે હો.

રાજેશ હસતા હસતા કહે છે, અંગુર કો લંગુર ચલ નીકળ, માર પડશે ધ્યાન રાખજે

મેઘ પોતાની હોશીયારી દેખાડતા કહે છે, એ તો આપણે ઇમ્પ્રેસ કરવી પડે અને એ તો આવડત ઉપર હોય છે.

વીરને હસવુ આવે છે, હવે તુ પાપડય નથી ભાંગવાનો કારેય જો તો ખરા તારુ પેન્ટ પોણે કુલે આવ્યુ સે ઇ પેલા હરખુ કર

મેઘ શ્યામની સામે જોઇને કહે છે, અમે મહેનતુ જ નથી બાકિ તો બધુ જ છે.

ત્યાર સર અને પેલી ત્રણેય છોકરીઓ ક્લાસ માં આવી જાય છે.

સર એમને કહે છે કે, તમારો સિલેબર્સ અને અહિ અલગ છે એટલે તમારે શરુઆતથી જ બધી બુક્સ અને ડ્રોઇંગ, પ્રોજેક્ટ, અસાઇનમેન્ટ તૈયાર કરવા પડશે. ક્લાસમાંથી કોઇની પણ પાસેથી બુક્સ લઇ લેજો.

બધાની સામે જોઇને સર કહે છે. આ લોકો નવા છે, તમે હેલ્પ કરજો.

જાણે આ તક પોતે જ ઝડપવા માંગતો હોય એમ મેઘ જોરથી બોલ્યો, ઓકે સર

શ્યામને મનમા હસવુ આવ્યુ કે, આ આટલુ જોરથી શુ કામ બોલતો હશે ? મેઘ પાસે તો એક પણ બુક્સ તૈયાર ક્યારેય પણ હોય જ નહિ.

પ્રથમ દિવસે તો બધાને પુછે છે, પણ કોઇ જવાબ જ નથી આપતુ.

આ ત્રણ છોકરીઓ ના નામ એક મીરા, બીજી નિશા, ત્રીજી રીયા છે.

મીરા પ્રથમ બેન્ચ પર બેઠેલા મેઘને પુછે છે કે, તમે મને બુક્સ આપશો ?

મેઘને જીવનમાં પહેલી વાર અફસોસ થયો કે કદાચ બુક્સ હુ પણ આપી શકત, કદાચ મે પણ લખી હોત તો.

આ જોઇ શ્યામને હસવુ જ આવી ગયુ.

મીરા શ્યામને જોઇને થોડી મુંઝવણમાં મુકાઇ હોય એવુ લાગતુ હતુ.

શ્યામને એ ખ્યાલ આવી જાય છે એટલે એ મીરા સામે જોઇ કહે છે, સોરી કઈ નહિ

મેઘ પણ ગેંગે ફેફે કરવા લાગ્યો હતો.

નિશા મીરાને કહે છે, અહિ તો કોઇ પાસે કમ્પ્લીત મટીરીયલ્સ નથી. હવે તો આપણે બધુ કેમ પુરુ કરીશુ?

સરની જ મદદ લઈશુ એમને ખ્યાલ જ હશે કોની પાસે શુ શુ છે અને ચાલો હવે કેન્ટિન તરફ જઈએ. મને ભુખ લાગી છે. રીયા કહે છે

ભુક્કડ સમય નિકળતો જાય છે અત્યારે તો આપણે કામ શરુ દેવુ જોઇતુ હતુ. મીરા કહે છે

ક્લાસ પુરો થતા બધા બહાર નીકળે છે. કોલેજની કેન્ટીનમાં કાયમ થોડી ભીડ જ હોય છે. બે અલગ અલગ કેન્ટિન અને બહાર ખુલ્લામાં ટેબલ અને ચેર નાખેલી. આજુબાજુના વૃક્ષોને કારણે સતત છાયો જ રહેતો હતો.

મીરા કેન્ટીનમાં વીરને જોવે છે એટલે એની પાસે જાય છે,

હાઇ તમે અમારા બેચ માં જ છો ને? મીરા પુછે છે

યસ, વીર એટલુ જ બોલે છે અને સ્માઇલ આપે છે.

કોઇ પણ પાસે બુક્સ રેડી કરેલી મળશે કે નહી? મીરા સીધુ જ પુછી લે છે

વીર પણ કેરલેસ જવાબ આપે છે, કદાચ નહિ જ મળે. તમે લોકો સર ને વાત કરો વધુ સારૂ પડશે.

બીજો લેક્ચર શરુ થવાનો હતો એટલે બધા ક્લાસ તરફ જાય છે.

રાજેશ પુછે છે કે, વીરુ તે કેમ આવો ઉધડો જવાબ આપ્યો.

વીર હસતા હસતા કહે,હુ કરુ તો? આપડી દાળ ઓગળે એવુ કાઇ સે નહિ તો હુ કામ ખોટી ઉપાદિ કરવી ને આમ પણ મારેય હજી એકેય બુકના ઠેકાણા નથી.

કોલેજમાં સરનો લેકચર શરુ થવાની તૈયારી હતી. બધા ક્લાસમાં બેઠા હતા.થોડો થોડો ગણગણાટ ચાલુ હતો જે પ્રોફેસર આવતા જ શાંત થઈ જાય છે.

લેકચર શરુ થવાને હજુ દસેક મિનિટની વાર હતી એટલે સર સ્ટુડન્ટ સાથે સામાન્ય ચર્ચા કરતા હતા.

અચાનક સરનુ ધ્યાન મીરા તરફ જાય છે એટલે એ મીરાને પુછે છે કે, જયપુર યુનિવર્સીટી વાળી ગર્લ શુ થયુ? અસાઇનમેન્ટ ચાલુ કર્યા કે કેમ?

મીરા કહે છે, ના સર કઈ રીતે શરુ કરીએ? અમને કોઇ બુક્સ કે કઈ પણ મટીરીયલ આપવા તૈયાર જ નથી. બધા જ એકબીજા ઉપર ઢોળે છે.

સરને શ્યામ જ યાદ આવે છે. આમ તેમ જોવે છે પણ, શ્યામ ક્યાય દેખાયો નહિ

એટલે પુછે છે શ્યામ ક્યા છે? એનુ તૈયાર જ હશે.

સુદિપ મીરાને સંભળાય એમ બબડે છે, એ એક છે કે ટમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે પણ ટમે તો એને ન પુછુયુ ને બીજા બઢાને પુછી લીઢુ

સર પણ અકળાઇ ગયા, શુ વાત કરો કોઇની પણ બુક્સ રેડી નથી?

વીર અને શ્યામ ક્લાસમાં આવે છે.

સર શ્યામને આવતો જોઇને કહે છે કે, જો આવી ગયો શ્યામ,

શ્યામ તુ આ લોકોને હેલ્પ કરજે.

શ્યામને ખબર જ છે. ઘણા દિવસથી આ બધુ ચાલતુ હોય છે એટલે એ હકારાત્મક જવાબ આપીને પોતાની જગ્યાએ જઈને બેસે છે .

મીરા ખુશ થઇને કહે છે, રીઅલી ? થેન્કસ

સર બધા સ્ટૂડન્ટને જોઇને ગુસ્સામાં કહે છે,તમે બધા બુક્સ તૈયાર કરવા લાગજો. બધા અહિ મારુ મોં જોવા આવો છો? તમારા એક એકના બાપાને કોલ કરવા પડશે એવુ લાગે છે.

શ્યામ પણ હસવા લાગે છે. મીરા શ્યામના હાસ્યની કાયમ જેમ ચાહક હોય, એમ તેની સામે જોવે છે.

બીજે દિવસે સવારમાં શ્યામ બુક્સ અને અસાઇનમેન્ટને બધુ જ લઈને આવે છે.એક કોલેજ બેગ અને સાથે બીજી બેગ લઈને ક્લાસમાં પહોચે છે. ક્લાસમાં આવતાની સાથે અચરજ પામે છે.

મીરા ક્લાસમાં બેન્ચ પર એકલી જ બેઠી હતી.

શ્યામને આવતો જોઇ એના ચહેરા પર અલગ જ ખુશી સ્પષ્ટ દેખાતી હતી.

શ્યામ આવીને કહે છે, આજ તો મારી પહેલા કોઇ ક્લાસ માં આવી ગયુ ને?

મીરા કહે, હા હવે દરરોજ તારી પહેલા હુ આવી જઇશ.

શ્યામ હાસ્ય સાથે મીરા સામે જોયા વગર જ કહે છે, સારુ મારી એકલતા દુર થશે.

મીરા કહે છે, મને લાગે છે કે તુ બધુ મટીરીયલ્સ લાવ્યો છે.

શ્યામ મોટી બેગ લઈને મીરા પાસે જાય છે, હા જો આના માટે સ્પેશિય્લ ઓટો કરિને આવ્યો છુ. બધુ જ કમ્પ્લીટ છે. રનીંગ સેમેસ્ટર અને આવતા સેમેસ્ટરનુ પણ કમ્લીટ છે.

શ્યામના કોન્ફિડેન્સ જોઇ જાણે મીરા સ્તબધ હતી એમ શ્યામની સામે જોતી હતી.

ઓકે થેન્ક્સ આટલુ પરફેક્ટ તો મને કોઇ જ ના આપી શકતે, મીરા કહે છે

નોટ મેન્શન બટ હવે સ્ટાર્ટ કરી દે. ત્યારે માંડ પુરુ થશે. તને જ્યા સમજ નહિ પડે ત્યા મને પુછજે.

મીરા તેની બેગ લઈને શ્યામની બાજુમાં બેગ મુકિને કહ્યુ હુ અહિ બેસી શકુ?

યસ વાય નોટ,

મારે તને કઈક પુછવુ હોય તો હુ પુછી શકુ ને

બધાનો આવવાનો સમય થાય છે, ત્યારે આ બન્ને કામ કરતા જોવા મળે છે. બન્ને બાજુ બાજુમાં બેસીને જ પોતાના કામે લાગી ગયા હતા.

સૌ પ્રથમ તો ટુંકી બુધ્ધિ વાળો મેઘ આવ્યો.

બન્નેને એક સાથે જોઇને એને મનમાં જલન થઈ પણ તે મદદ કરી શકે એમ હતો નહ એટલે કઈ બોલી શકે એમ પણ હતો નહિ. એ બન્ને સામે આવીને ઉભો રહિ ગયો અને જાણે મોટી જાહેરાત કરતો હોય એમ કહેવા લાગ્યો, વાહ તે તો બુક્સ આપી દિધી. ગુડ ગુડ

અને પછી શ્યામના કાનમાં આવી ને કહિ ગયો, જો જે સેટીંગ તો મારી જોડે જ પડશે.

શ્યામ જોરથી બોલે છે, એ ભાઇ તુ તારુ કામ કરને માથાનો દુઃખાવો શુ કામ કરે છે?

વીર પણ આવી ગયો હતો, તેને ખ્યાલ આવી ગયો હતો કે આ શ્યામને ચિડવતો જ હશે એટલે એણે પુછ્યુ કેમ, શુ થયુ શ્યામ?

શ્યામ તો બાજુમાં મીરા હતી એટલે બીજુ કઈ તો ન બોલાય પણ એટલુ બોલ્યો કે આ લંગુર મેન્ટલને સમજાવ નહિ તો, માર ખાશે ક્યારેક નો

વીર તો સમજી ગયો. આમ પણ કોલેજમાં વીરની ધાક હતી. એનાથી બધા ડરતા એટલે એ કોઇને કઈ પણ સંભળાવે એ સાંભળી લેવુ પડતુ.

એ મેઘને બોચી પકડીને કઈ આવ્યો કે તુ હવે એની પાહે ગ્યો સે ને તો તારી ખેર નથી એના સપના જોવાનુ બંધ કરી દે.

મેઘ તો વીરુના ત્રાસથી જ ક્લાસની બહાર નીકળી ગયો પણ પછી એમ થયુ કે એને સમજાવવો જોઇએ તો શ્યામ એની પાછળ ગયો અને એને જોઇને વીરુ પણ શ્યામની પાછળ ગયો.

શ્યામ અને વીર એની પાછળ સમજાવવા માટે બહાર નિકળ્યા પણ મેઘ તો વધારે ઉછાળા મારવા લાગ્યો.

મેઘ કહેવા લાગ્યો, શરત મારી દે ૭ દિવસમાં કોણ એના મોબાઇલ નંબર લાવી આપે? આપણા બે માંથી એકને ભુલિ જવાનુ

શ્યામ તો અકળાઇ ગયો કે, આના મગજમાં આ એક જ વાત આવતી હશે બીજુ કઇ આવતુ જ નહિ હોય કે શુ? એટલે એ જોરથી બોલ્યો, અરે ભાઇ તારી જા. તને આપી અત્યારથી તુ જલસા કર. મને કોઇ રસ નથી.

આવી ચડાચડીના સંવાદ ચાલુ હોય. ત્યા સરને આવતા જોઇ બધા ક્લાસમાં ગોઠવાઇ ગયા.

સર સીધા જ મીરા પાસે જઈને જ ઉભા રહે છે મીરાને પુછે છે, મીરા બુક્સ મળી ગઈ?

મીરા કહે છે, હા સર બુકસ મળી ગઈ અને અમે લખવાનુ શરુ પણ કરી દીધુ છે પણ, સર આ સિલેબર્સમાં અમુક ચેપ્ટર સમજાય તેવા નથી.

સર કહે છે, તુ કોઇ પણ સમયે શ્યામને પુછી લે જે તો સારુ રહેશે. એને લગભગ ઓલ ઓવર બધુ તૈયાર પણ કરેલ છે.

સર બધુ પુછતા હતા ત્યારે કલાસમાં બધા બેઠા હતા મીરા જાહેરમાં બધા વચ્ચે બોલી શ્યામ તારો નંબર આપને કોઇ પ્રોબ્લેમ હોઇ તો ફોન કરીશ. તુ ક્યા ટાઇમમાં ફ્રિ હોય છે?

આખો ક્લાસ ચોકી ઉઠયો, મેઘનુ મો તો બાબરની વાટકી જેવડુ થઇ ગયુ.