fari malishu - 3 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશુ - પ્રકરણ-3

· પ્રથમ પ્રેમની કુંપળ

શ્યામ પહેલીવાર કોઇ સ્ત્રી ગાડી ચલાવતી હોય અને એની બાજુમાં બેઠો હતો અને એનાથી નવીન વાત તો એ હતી કે તે લકઝરી ગાડીમાં બેઠો હતો. તે એકીટશે મીરાને જોઇ રહ્યો હતો.

મીરા બધુ નોંધ લેતી હોય એમ પુછે છે કે શુ જોવે છે? આ બધુ પહેલી વાર જોયુ લાગે છે.

શ્યાન પાસે કોઇ જવાબ ન હતો, ના બસ એવુ કઈ નથી હા બોલ બોલ શુ કેતી હતી?

મીરા ચાલુ ગાડીએ જ થોડી વાર શ્યામ શાંત જોઇને પોતે બોલવાની શરુઆત કરી દિધી, શ્યામ તુ કાલ કોલેજ પુરી થતા ક્યા ગાયબ થઇ ગયો હતો? હુ તને શોધતી હતી પણ તુ દેખાયો જ નહિ.

શ્યામ કહે, “હુ જોબ કરૂ છુ પાર્ટ ટાઇમ ૨ થી ૭” ટુંકમાં જવાબ પુરો કરે છે.
મીરા કહે વાહ એટલે તને જોરદાર એક્સપિરીઅન્સ હશે ને ? મને એમ થયુ કે કોલેજમાં આટલો એડવાન્સ કેમ ચાલે છે?

શ્યામ સ્માઇલ સાથે કહે છે, હા એક તો અનુભવ અને બીજુ પોકૅટ મની. મારે ઘરની પોઝિશન પ્રમાણે કોઇ પાસેથી માંગી શકુ એમ નથી એટલે.

મીરા કહે, ગુડ. રીઅલિ તુ પૈસાની અને સમયની સાચી વેલ્યુ સમજે છે. આઈ લાઇક ઇટ. તુ ખરેખર સિન્સીયર છે અને મને સિન્સીયર લોકો જ ગમે છે.

તો તો હુ સિન્સીયર અને પાછો તને ગમવાય લાગ્યો એમને? શ્યામ બબડે છે.

શુ બોલ્યો?

ના કહિ જ નહિ, બસ એમ જ

તારા પરીવારમાં કોણ કોણ છે? મીરા ફરીવાર પ્રશ્ન પુછે છે.

મારા મમ્મી, પપ્પા એ બન્ને ગામડે રહે અને હુ મારા માસી સાથે રહુ છું. એ લોકો પહેલાથી ગામડે રહે છે. હુ મારા માસી સાથે જ રહુ છું.

મીરા કહે છે, રીઅલી બહુ જ સ્ટ્રગલ કરે છે તુ.

આ કાર ને તારી રહેણી કરણી જોતા તુ મારી કરતા વધુ કોઇ કરોડપતિ પરીવારમાંથી આવતી હશે, જો હુ ખોટો ન હોવ તો એવુ જ હશે. આઇ થિંક એ રીતે જોઇએ તો હુ તો તારી સામે ઝીરો જ હોઇશ, કદાચ એનાથી પણ અંદર

શ્યામ પાસે શબ્દો પુરા થઈ ગયા હોય એવુ લાગતા ભાંગરો વાઢ્યો.

શ્યામને પછી ખ્યાલ આવ્યો કે કઈક ઉંઘુ બોલાય ગયુ છે અને થયુ પણ એવુ જ મીરાને જાણે ગુસ્સો આવ્યો હોય એ ગુસ્સો ગાડી ઉપર ઉતારતી હોય એમ ગાડિની સ્પીડ વધી,

હવે બીજી વાર ક્યારેય પણ પૈસા કમ્પેરની કઈ પણ વાત કરી છે તો મજા નહિ આવે

મીરાનો હાથ સ્ટીયરીંગ પર અને રસ્તા પર ધ્યાન હતુ અને ગુસ્સામાં બોલે છે,જો શ્યામ હુ એમા નથી માનતી. તારો નેચર મને ગમ્યો એટલે તારી સાથે ફ્રેન્ડશીપ કરી છે અને તુ જે સ્ટ્રગલ કરીને શીખે છે, એ કરોડપતિના દિકરા નથી કરી શક્તા યાદ રાખજે એટલે હવે બીજી વાર આવી વાત નહી કરતો.
એક જ શ્વાસમાં તો ઘણુ બધુ બોલી જાય છે.

શ્યામને હસવુ આવે છે વચ્ચે અટકાવતા કહે છે, સોરી તે શુ કિધુ?

ફ્રેન્ડશીપ ક્યારે થઈ?
મીરા શરમાઇ ગઈ, એવુ હુ બોલી ? ક્યારે ?
શ્યામ જોર જોરથી હસવા લાગ્યો, મીરા પણ હસવા લાગી.

શ્યામ પુછે છે,ને તારુ ફેમિલિ?

મીરાએ સવાલ પુછયો, તે રાઘવદેવનુ નામ સાંભળ્યુ?
શ્યામ કહે, હા બહુ જ મોટા બિઝનેસ ટાયફુન. બહુ જ મોટા બિલ્ડર છે, એમ કહેવાય એમની પાસે કેટલી સંપતિ એ એમને જ નથી ખબર.
મીરાએ સરળતાથી અસરળ વાત કરી, એ જ મારા પપ્પા.

હુ એની એક જ દિકરી. હુ મારા મોમ ડેડ અમે ત્રણ જ મેમ્બર
શ્યામ થોડી વાર તો, આશ્ચર્યથી જોતો જ રહ્યો એક જ પ્રશ્ન, રીઅલી?

મીરાએ અચરજમાંથી શ્યામને બહાર કાઢતા કહ્યુ, જો શ્યામ આપણી દોસ્તી કે આપણા સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા કારણકે, અમુક સંબંધ નફો નથી આપતા પણ અમીર બનાવી દેતા હોય છે.

સુમસાન રસ્તો આવતા જ ખ્યાલ આવી ગયો કે હવે માનવ વસ્તી પુરી થઈ અને સમુદ્રનુ સામ્રાજ્ય શરુ થયુ. ઐતિહાસિક લંગર અને ત્યાર બાદ મુળ સુરતના મોરારજી દેસાઇનુ સ્ટેચ્યુ આવ્યુ. ત્યાથી ગાડી જમણી તરફ વળી એવુ લાગતુ હતુ કે બીજી જ દુનિયામાં પ્રવેશ થયો હોય. નિરવ શાંતિ અને ચારે તરફ માત્ર હરીયાળી વિંધતી ગાડીના ટાયર યુનિવર્સલ ટેમ્પલ પાસે ધીમા પડ્યા.

ગમે તેવા ઉદાસ વ્યક્તિને રોમાંચિત કરી દેનાર દરીયા કિનારો જોતા જ બન્નેમાં અજબની લહેર દોડી ઉઠી. બપોરનો સમય હતો પણ દરીયા ઉપરથી આવતો શિતળ પવન ગરમીનો અહેસાસ થવા દે એમ ન હતો. દરીયા કિનારે હજી તો નિરવ શાંતિ હતી.

સહેલાણીઓ સાંજના સમયે વધુ હોય હમણા તો છુટા છવાયા પંખીડાઓ પ્રેમ ગોષ્ઠી કરતા હતા. તો કોલેજીયનોના ગ્રુપ નાસ્તાની લારીઓને ઘેરીને ઉભા હતા. બસ આ સિવાય તો કિનારાની સુંદરતા સિવાય બીજુ કઇ જ ન હતુ.

મીરા અને શ્યામ કિનારાના એક મોટા પથ્થર પર પાણીમાં પગ બોળતા બેઠા હતા. ગાડીમાં જ ઔપચારીકતા પુરી થઈ ગઈ હતી એટલે બન્ને ખુલ્લા મનથી વાત કરી શકે એમ હતા.
મીરા પવનમાં વિખરાયેલ વાળની લટ સરખી કરતા શ્યામને પુછે છે,

શ્યામ તારા લાઇફનો ગોલ શુ છે?

શ્યામ તો જાણે મીરાના શબ્દનો જવાબ દેવા તત્પર હોય એમ જવાબ આપે છે, મારી લાઇફનો ગોલ તો મારી સામે જ છે. પૈસા નહિ ઇજ્જત પણ બનાવવી, પચાસ લોકો વચ્ચે આપણી બોલબાલા હોય એવૂ સ્ટેટસ બનાવવુ છે એટલે પૈસા તો આપોઆપ આવી જશે. ઇન શોર્ટ મારા મોમ ડેડ ને મારી ઉપર પ્રાઉડ ફિલ થાય એવુ કરવુ છે.

મીરા તો આ બધુ બોલતી વખતે શ્યામના મો પર જે ઝળહળતુ નુર હતુ, એ જોઇ જ રહિ. એવુ લાગતુ હોય કે જે બોલતો હતો એ એની નજર સામે જ દેખાતુ હોય. જાણે એની જિંદગીની બુકમાંથી વાંચીને બોલતો હોય.

શ્યામ તારી વાત તારો ગોલ દિલને સ્પર્શી ગયુ હુ ક્યારેય કોઇ મહાન વ્યક્તિને સાંભળતી નથી પણ જાણતા અજાણતા સંભળાઇ ગયુ હશે તે શબ્દો અને તારા શબ્દો મને એક સરખા જ લાગે છે ખરેખર તો એવુ લાગે છે કે તુ કોઇ ફિલોસોફર છો, મીરા શ્યામનો હાથ પકડિને કહે છે

ફિલોસોફર કોઇ જનમથી નથી હોતુ પણ સમય અને સંજોગ ફિલોસોફર બનાવી દે છે. મે મારૂ ડ્રિમ તને કિધુ. મારે આ ગોલ પાછળ લાગી જ પડવુ છે. આજ સુધી તો વાંચતો હતો કે, કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી પણ, હવે એ જીંદગીમાં લાગુ પાડ્યુ છે, શ્યામ મીરાના ખભા પર હાથ મુકિને કહે છે.

મીરા શયામનો હાથ પકડિને ચુમતા કહે છે, તારે આ બધુ કરવુ નહિ પડે. તારા નેચરને જોઇ બધુ તારી પાસે સામેથી જ આવશે.

દરીયાની મોટી લહેર આવી અને મીરા બેલેન્સ ખોઈ નીચે પડી જાય એટલી જ વારમાં શ્યામ એ તેનો હાથ પકડી તેની બાજુ ખેચી. બન્નેના આખા શરીરનો એકબીજાને સ્પર્શ થયો. શ્યામના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. કદાચ કોઇ અપરિચિતનો સાથ અને સ્નેહભર્યો સ્પર્શ પહેલી વાર મળ્યો હશે.

એમ પણ મધ્યમ વર્ગના છોકરાઓને ક્યા આવુ ફ્રિ માઇન્ડ કલ્ચર મળતુ હશે?

મીરા હજી તો શ્યામની બાથમાં જ હતી. થોડી સ્વસ્થ થઇ ઉભી રહિ. હજુ શ્યામનો હાથ તો પકડેલો જ હતો.
મીરા શ્યામની આંખમાં આંખ પરોવીને કહે છે કે, શ્યામ આ જ મજબુતીથી હાથ પકડી રાખજે તો, હુ ક્યારેય કોઇ પણ તોફાની મોજામાં તારી સાથે અડીખમ ઉભી રહિશ.

મીરા શુ કહેવા માંગે છે એ ન સમજી શકે એવો નાસમજ તો શ્યામ પણ ન હતો પણ છતા સ્પષ્ટતા કરવા આંખોથી પ્રશ્નાર્થ ચિન્હ મુકે છે.

મીરા ફરીવાર કહેવા ન માંગતી હોય તેમ કહે છે, થેન્ક્સ મને પકડવા બદલ
શ્યામ કહે છે, શુ વાત વાતમાં થેન્કસ?
બન્ને મનભરીને વાતો કરે છે. પ્રથમ નજરે જોતા એવુ લાગે કે બન્ને એક બીજા માટે જ બન્યા હશે. બન્નેને એવુ જ લાગતુ હતુ કે તેની ફિલિંગ્સ સમજવા વાળુ કોઇક તો મળ્યુ.

વાત વાતમાં ક્યા સમય ચાલ્યો ગયો એ જ ખ્યાલ ન આવ્યો.

મીરા પાંચ વાગી ગયા હવે આપણે જવુ જોઇએ, શ્યામ કહે છે

હા શ્યામ આમ પણ સારો સમય જલ્દિ નિકળી જાય છે, મીરા કહે છે

શ્યામ હસતા હસતા કહે છે અને કોલેજમાં દિક્ષિતના લેક્ચર કોઇ રીતે ન નિકળે એમ ને?મીરા પણ હસવા લાગી.
મીરા અને શ્યામ બન્ને ત્યાથી નિકળી જાય છે, મીરા શ્યામને તેના ઘર સુધી ડ્રોપ કરી દે છે. હજી ગાડીમાંથી નિકળીને શ્યામ ઘર તરફ જાય છે ત્યા મીરા બુમ મારે છે,

શ્યામ ?
શ્યામ પાછો આવે છે, ગાડીના દરવાજા પાસે ઉભો રહે છે તો, મીરા માત્ર સ્માઇલ સાથે કહે છે, “થેન્ક્સ “

અને સ્માઇલ સાથે ગાડી ચલાવવા લાગે છે.
શ્યામ પણ બાઘાની જેમદાદર ચડવા લાગ્યો. થોડિવાર રહિને કઇક સમજાયુ હોય એમ મનોમન હસ્યો પણ ખરો.
હવે તો શ્યામની જીંદગીમાં અનેક બદલાવ આવવાના હતા. એને મનભરીને વાતો

કરવા વાળુ કોઇક મળી ગયુ હતુ. આજે દરિયાકિનારે એના મનના સુખ અને દુઃખ મીરા સામે ખોલીને મુકિ દિધા હતા. મનમાં જે ભાર લાગતો હતો, એ ભાર ઉતરી ગયો હતો.શ્યામ વર્ષોથી એકલવાયુ એક મશીન જેવુ જીવન વિતાવતો હતો. સ્કુલમાં હતો ત્યારે પણ સવારમાં સ્કુલમાં જાય અને બપોર પછી ક્લાસિસમાં બસ આજ તેનો ક્રમ હતો અને હવે કોલેજમાં પણ કઈક આવુ જ હતુ.

પણ હવે જિંદગીમાં નવો મોડ આવવાનો હતો.

હવે તો ઓફિસમાં પણ ખુશ ખુશાલ થઈને કામ કરતો હતો. એકાએક મોં પર સ્માઇલ આવી જાય. જો કે આ બધુ પ્રેમ માં લપસ્યાની નિશાની જ હોય છે.
સાંજે ઓફિસથી નિકળીને ઘરે જવા માટે બસમાં બેઠો હતો. અચાનક જ એસએમએસ ટ્યુન વાગી.

શ્યામે ફોનમાં જોયુ તો અજાણ્યા નંબર સાથે “Hi, wht r u doing?” વંચાયા.

આમ તો શ્યામના ફોનમાં મેસેજ કંપની સિવાય કોઇના પણ મેસેજ ન આવતા તેણે જોયુ તો, અજાણ્યા નંબર પરથી મેસેજ આવેલો એટલે તેમણે રીપ્લે આપ્યો. Reading book But who r u?
સામેથી જવાબ આવ્યો. I m Mr. perfect’s Frnds.
શ્યામના મો પર સ્માઇલ હતી અને કહે ઓહ મીરા બોલ બોલ.

મારી પાસે તારો નંબર ન હતો સો સોરી
મીરા – ઇટસ ઓકે.
શરુઆતમાંથી જ રાત્રે મોડે સુધી વાતોનો દોર શરુ થયો હતો.
પણ શ્યામના નિત્યક્રમમાં કોઇ ફેરફાર ન હતો. વહેલી સવારમાં રોજના ક્રમ મુજબ બપોરનુ ટીફીન લઇને જ નીકળે છે.કોલેજમાં પોતાનુ વાંચન લેખન કરે.

પેલા તો એકલો જ હતો પણ હવે તેની એકલતા દુર થઈ ગઈ હતી.

મીરા અને તેની ફ્રેન્ડ શ્યામના સમય પહેલા કોલેજ આવવા લાગી. શ્યામને ઘરેથી કોલેજ 25 કિલોમીટર થતુ જ્યારે મીરાને કોલેજથી 5 કિલોમીટર થતુ એટલે એ શ્યામની પહેલા જ પહોચી જાય.
મીરા તો હવે શ્યામ માટે જ વહેલા આવતી પણ બિચારી નિશા અને રીયા બન્ને એની સાથે આવવા મજબુર હતી.

ક્યારેક ક્યારેક મનમાં બન્ને બબડતી હતી.

નિશા અને રીયા બન્નેને અંદર અંદર બોલતી હતી કે, પેલાની જોડે એક દિવસ રહિ ત્યા તો આને પણ ભણવાનો કિડો લાગવા માંડયો. સવારમાં ઉંઘ પણ પુરી નથી થતી.
સમય વિતતો ગયો અને અભ્યાસની સાથે બન્નેની દોસ્તી પણ આગળ વધવા લાગી હતી.
બન્ને ખુબ જ આનંદ પ્રમોદથી દોસ્તિ નિભાવતા હતા પણ માત્ર દોસ્તી જ.
એકબીજાને અભ્યાસને અસર ન થાય એ પણ ધ્યાન રાખતા હતા. ક્યારેક મીરાનુ નબળુ રિઝલ્ટ આવે તો શ્યામ એને ઠપકો આપતો અને તૈયારી પણ કરાવતો હતો.
હા શ્યામ એકદમ સિમ્પલ અને કામથી કામ રાખનારો છોકરો હતો પણ મીરા એ તેને એકદમ લેટેસ્ટ અને બધા શોખ કરતો કરી દિધો હતો.

અગાઉ તો શ્યામ પોતાને કાયમી એકલો જ અનુભવ કરતો. અભ્યાસમાં કોઇ સાથે જામે નહિ, કારણકે શ્યામ પારદર્શક હતો અને ઓફિસમાં પણ આવીને કામે લાગી જાય. વધારાની કોઇ સાથે વાતચીત પણ ન કરે.
પણ હવે શ્યામને નવી જિંદગી મળી ગઈ હોય એવુ લાગતુ હતુ. મીરા પણ ઘરમાં મોટેભાગે એકલી જ રહેતી. માત્ર મમ્મી હોય પપ્પા તો કાયમ બિઝનેસ ટુર પર જ હોય.

મીરાને હતી તો દરેક પ્રકારની સ્વતંત્રતા પણ એકલતાનો એલોપથીક ઇલાજ ન હોય.
બન્નેના વિચારો પણ બહુ જ મળતા તથા પોતાની ભુલ સ્વીકારીને માફિ માગવાનુ ચલણ હતુ અને જ્યા આ ચલણ હોય એ સંબંધની અર્થ વ્યવસ્થાને કોઇ તોડી જ ન શકે.