Aahvan - 3 books and stories free download online pdf in Gujarati

આહવાન - 3

આહવાન

( સત્ય અને પ્રમાણિકતાની કથા )

પ્રકરણ – ૩

તપાસ માટે ગયેલાં ઈન્સપેક્ટરને ઘણીવાર થઈ પણ ઇન્સ્પેક્ટર પરત ન ફરતાં સ્મિત પણ એ જ રસ્તે એ ઝૂંપડાંઓ તરફ આગળ વધ્યો. ત્યાં જ એને સામેથી આવતાં ઈન્સપેક્ટર દેખાયાં.

એમનાં ચહેરા પરનું અદ્ભુત મારકણું સ્મિત જોઈને સ્મિત પાટિલ બોલ્યો, " શું થયું સાહેબ ?? હા પાડી કોઈએ ?? "

ઈન્સપેક્ટર : " મેં તો કોઈને પૂછ્યું જ નથી... અહીં એક છેલ્લાં ઝુંપડામાં રહેલી એક સ્ત્રીને પ્રેગ્નન્સીનાં છેલ્લાં દિવસો જઈ રહ્યાં હતાં...એને મેં કોઈ પણ સમયે તફલીક હોય તો એમ્બ્યુલન્સ માટે મને જણાવવા પરિવારજનોને કહ્યું હતું પણ આ લોકોને કદાચ કુદરત જ સંભાળે છે...ઘરે ડિલીવરી પણ થઈ ગઈ ને એ માતાનું પાંચમું સંતાન દીકરો બનીને આવી ગયું...માતા અને સંતાન બે ય સલામત છે... આમાંની જ એક સ્ત્રીએ આવીને એની ડિલીવરી કરાવી દીધી. કદાચ હવે એવું લાગે છે કે અહીં હવે બીજાં સંતાન માટે સ્ટોપ આવી શકે છે...!!"

સ્મિત : " હમમમ....કુદરત તો બધાંની સાથે જ હોય છે. તો શું આ લોકોમાંથી કોઈ તૈયાર ન થાય મારાં કામ માટે ?? "

ઈન્સપેક્ટર : " માફ કરશો...પણ અત્યારે આ લોકોની ખાવાં પીવાનું બધું જ ધ્યાન રાખવાની જવાબદારી મને સોંપી છે આથી એ લોકોને બધું નિયમિત રીતે બધું અહીં મળી રહે છે આથી કોઈ કદાચ આ કામ માટે આવવાં તૈયાર નહીં થાય...બાકી આમાંથી ઘણાં લોકોનો તો ધંધો જ આ કરીને પોતાની રોજીરોટી ચલાવવાનો છે‌....અને અત્યારે હું તમને કોઈ ખાસ પરમિશન લેટર સિવાય એમને તમારી સાથે વેક્સિન પરીક્ષણ માટે આવવાં દેવાની પરવાનગી નહીં આપી શકું...આઈ અન્ડરસ્ટેન્ડ યોર કન્સર્ન...પણ એક વાત પૂછું ?? "

સ્મિત : " હા પૂછોને..."

ઈન્સપેક્ટર : " આ બધાં કામ માટે તો કંપની દ્વારા જ ખાસ લેટર સાથે લોકોને બોલાવવામાં આવે છે.... હમણાં બે દિવસ પહેલા જ નિયોન ફાર્માસ્યુટિકલ & રિસર્ચ સેન્ટરમાં થી ખાસ પરમિશન સાથે પચ્ચીસ લોકોને લઈ જવામાં આવ્યાં હતાં...તો તમે કોઈ એવી જાણીતી કંપની દ્વારા કામ નથી કરતાં આથી આવી રીતે એકલાને તો કોઈ સપોર્ટ નહીં કરે જલ્દીથી...."

સ્મિત : " એક વાત કહું દરેક જગ્યાએ આજે રાજકારણ રમાઈ રહ્યું છે...મને એ જ સમજાતું નથી કે માનવતા આટલે દૂર કેવી રીતે જતી રહી છે....સાચી વાત કહું તો હું એ જ નિયોન રિસર્ચ સેન્ટરમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું....પણ મારો ડિપાર્ટમેન્ટ થોડો અલગ છે.... અમારાં પ્લાન્ટ હેડ બે મહિનાથી બહાર ન્યુયોર્ક ગયેલા હતાં પણ એ હવે બધું જ બંધ થતાં ત્યાં ફસાઈ ગયાં છે...એ બીજાં હેડને અમારાં પ્લાન્ટની જવાબદારી પણ સંભાળવાનું સોંપ્યું હતું...પણ હવે કોરોના વેક્સિન માટેની હોડ લાગી છે. એ બીજાં હેડને એવું છે કે એમનો ડિપાર્ટમેન્ટ બનાવે તો એમને ફાયદો અને પ્રમોશન સાથે નામના તો થાય જ....!! આથી નિયમ પ્રમાણે બધી વસ્તુઓ તો પૂરી પાડી પણ હવે હ્યુમન રિસર્ચ અને આગળની પ્રોસેસ માટે કંપની પાસે ગ્રાન્ટ નથી એવું કહી રહ્યાં છે અને જુદાં જુદાં બહાનાં બનાવી રહ્યાં છે....!!"

ઈન્સપેક્ટર : " હમમમ...સરકાર તો કરોડોની ગ્રાન્ટ આપી રહી છે...પણ આ બધું વચ્ચે જ ખવાઈ જાય છે...એટલે જ કદાચ આપણું ઈન્ડિયા આગળ નથી આવી શકતું..."

સ્મિત : " બાકી આટલી લોકોને મદદ અને ચેરિટી અમેરિકા જેવી મહાસત્તાઓ પણ નથી કરતી લોકોને...!! સૌને પોતાની ને પોતાનાં ઘર ભરવાની પડી છે.... કંઈ નહીં આભાર સાહેબ..હવે મારે કંઈક કરવું તો પડશે જ...!! "

ઈન્સપેક્ટર : " ઠીક છે... હું પણ તમારાં જેવો પ્રામાણિક જ છું એટલે જ આ બધું છે... હું રાજકોટમાં મેઈન બ્રાન્ચમાં હતો...પણ પ્રામાણિકતા મને ક્યાંય ટકવા નથી દેતી...આથી પંદર વર્ષના નોકરી પછી આ વખતે મને કોઈ રેડઝોનની જગ્યાએ આવાં વિસ્તારમાં ડ્યુટી માટે ફરજ પાડવામાં આવી છે....!!"

સ્મિત : " આપનું નામ સાહેબ ?? "

ઈન્સપેક્ટર : " ઈન્સપેક્ટર કે.પી.ઝાલા..."

સ્મિત : " તમે પોતે કે.પી. ઝાલા છો ?? જેમની હાજરીમાં લોકો કંઈ પણ ખોટું કરતાં થરથર કાંપતા હતા...ને પણ એમનું તો એક કેસમાં કોઈ સંડોવણી થતાં એમની કોઈ બદલી કે સસ્પેન્સ થયું હતું ને ?? "

ઈન્સપેક્ટર : " એ પણ એક પ્રામાણિકતાની કમજોરી હતી...ને હું મહોરું બન્યો હતો...બસ મારી સચ્ચાઈ સાબિત થતાં મારી વર્દી સમ્માનસહિત પાછી તો મળી પણ જ્યાં લોકો મને ભરપૂર પ્રેમ આપતાં હતાં ત્યાંથી ખસેડીને મને અમદાવાદનાં આ ગ્રામ્ય વિસ્તારમાં મુકી દેવાયો. શું કરીએ એક સામાન્ય પરિવારનો માનવી આખરે કરે પણ શું ?? ગમે તેટલો બાહોશ હોવાં છતાં એક એવાં સંજોગો આવે છે કે માનવીનું મનોબળ નબળું પડી જાય છે. હું પણ પરિવારવાળો માણસ છું.... જ્યાં સુધી એટલી ખાખી વર્દીનો ઠાઠ હતો, લોકોનાં દિલ સુધી પહોંચ્યો હતો પણ એમાંનો ને એમાં પોતાનાં પરિવારની કદી પરવા નહોતી કરી...પણ હવે એમ થાય છે કે જે દેશ માટે આટલું કરીએ એ જ સરકારને કોઈ પડી ન હોય તો શું ?? આપણે પણ પરિવારને જ સંભાળીને બેસી રહેવાનું... બીજું તો શું ?? "

સ્મિત : " દોસ્ત, આવું ન બોલો..ઉપરવાળો આવાં લોકોનું ધ્યાન રાખે છે તો આપણે માનવજાતનું સારું કરવાનું ઈચ્છીશુ તો આપણાં પર પણ કુદરતની કૃપા થશે....દરેક જણ આવું વિચારશે તો શું થશે ?? સાચાં માણસોની હંમેશાં પરીક્ષા થતી જ હોય છે. આ મારો નંબર છે રાખો. " કહીને એનું કાર્ડ આપ્યું ને પછી એ નીકળ્યો.

ઇન્સ્પેક્ટરે પોતાનો નંબર પણ આપ્યો ને કહ્યું, " હું ધ્યાન રાખીશ કોઈ એવાં માણસો મળશે તો ચોક્કસ તમને કહીશ...!! આપણે જ મળીને કંઈ કરવું પડશે બાકી ઉપરની સત્તાવાળાઓને ભરોસે રહીશું તો કંઈ જ નહીં થાય. "

સ્મિત ફરી પોતાની લેબ પર આવી ગયો. એણે કંઈક આઈડિયા અજમાવ્યો. એણે આ કંપનીને તિલાંજલિ આપવાનું તો મન બનાવી દીધું જ હતું. એટલામાં એણે મોબાઈલ લઈ નેટ શરું કર્યું. એણે ઓનલાઇન ન્યુઝ જોયાં. એણે પહેલાં તો બીજાં ન્યુઝ જોયાં કારણ કે કોરોના કોરોના શબ્દોથી એનું મગજ હવે પાકી ગયું છે...એને એટલે જ આ નામને હવે કાયમી વેક્સિન સફળ બનાવીને લોકોને આમાંથી મુક્ત કરીને ફરી નવી દુનિયામાં લાવવાં છે...!!

પછી છેલ્લે બંધ કરતાં પાછું એને થયું લાવ એકવાર મેઈન આંકડાઓ અને સમાચાર પર એક ઉડતી નજર તો મારું...બાકી આ અલાયદી દુનિયામાં શું બની રહ્યું છે એની તો મને ખબર જ નહીં પડે કંઈ...!!

એણે જોયું તો મેઈન ન્યુઝમાં જ બતાવી રહ્યું છે કે , " કમિશનર મિકિન ઉપાધ્યાયને કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો જણાતાં એમને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે....!! "

સ્મિત વિચારવા લાગ્યો કે મિકિન સાથે આજે જ તો વાત થઈ છે એને તો કંઈ જ નહોતું કે ન કોઈ તફલીક... એણે કંઈ વાત પણ ન કરી...તો આ બધું શું છે ?? મને ફોન કરવાં દે પહેલાં એને...

એણે ઘણીવાર ફોન કર્યો પણ ફક્ત રીંગ વાગી રહી છે...કોઈએ ફોન ન ઉપાડ્યો. સ્મિતને થયું કે સાચે જ એ તફલીકમાં નહીં હોય ને ?? એ તો હમણાં લોકો માટે કેટલું સારું અને બધાંને બને એટલાં સારી રીતે સાચવી શકાય એનાં પ્લાન કરી રહ્યો હતો ને અચાનક શું થયું ??

એણે મિકીનની પત્ની કાજલને ફોન કર્યો. પણ ફોન ન ઉપડ્યો. એણે હવે થોડીવાર પછી ફોન કરવાનું વિચાર્યું. ત્યાં જ એક છોકરો આવીને બોલ્યો, " સર જમવાનું હમણાં બંધ થઈ જશે.... તમે એકલાં જ બાકી છો... બાકીનાં આઠેય જણાનું પતી ગયું છે...."

સ્મિત : " અરે સોરી ભાઈ મારાં કારણે તમારે મોડું થઈ ગયું...ચાલો હમણાં જ આવ્યો..."

ત્યાં જ એ છોકરો ગયો એની પાછળ પાછળ સ્મિત પણ ગયો. નાનકડી જગ્યામાં બનાવેલી મેશમાં બહું ઝાઝાં વાસણો કે સવલતો ય નહોતી. આ તો ખાસ આ રિસર્ચ માટે સોશિયલ ડિસ્ટન્સિગનાં મેનેજમેન્ટ માટે અમૂક લોકોને અહીં મુકવામાં આવ્યા છે.... એમાં સ્મિતે સામે ચાલીને આ જગ્યાએ આવવાં માટે કહ્યું હતું કે જેથી એ કંઈ પણ ડિસ્ટર્બન્સ વિના જ પોતાનું કામ કરી શકે.... એનું દિમાગ બરાબર પોતાનાં મિશન પર લગાવી શકે !!

સ્મિતને અત્યારે ઘણાં દિવસે આજે જમવાનું જોઈને ભાન થયું કે એ કેવું થર્ડ ક્લાસ કહી શકાય એવું જમી રહ્યો છે. બાકી આટલાં દિવસો તો એ પોતાનું કામ કરવાની ધૂનમાં જ સવાર થયેલો હતો. મેશમાં ગમે ત્યારે જઈને જમી લે અથવા તો રૂમમાં પોતાની ડીશ લઈ આવે. કેટલીય વાર તો એમ જ પડ્યું પડ્યું ઠંડું થઈ જાય....!!

સુકાઈ ગયેલાં જેવી ચવ્વડ રોટલીને એણે માંડ માંડ ઉતારીને એ બહાર આવ્યો ત્યાં એણે ઘરે ફોન કર્યો...ઘરે લગભગ ચાર દિવસે ફોન કર્યો હોવાથી લગભગ વીસેક મિનિટ બાદ એ વાત કરીને એ ફરી રિસર્ચ રૂમમાં પહોંચ્યો ત્યાં જ દરવાજા પાસે જ એનાં પગ એકદમ થંભી ગયાં...!!

શું થયું હશે રિસર્ચ રૂમમાં ?? સ્મિત માટે સારું બન્યું હશે કે કોઈ ખરાબ ઘટના બની હશે ?? મિકિન ઉપાધ્યાયની તબિયત ખરેખર ખરાબ બની હશે કે પછી કોઈ રાજકીય મામલો હશે ?? કે પછી એણે સ્મિત સામે પોતાની તબિયત વિશે છુપાવ્યું હશે ?? જાણવાં માટે વાંચતા રહો, આહવાન - ૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.......