Love Blood - 51 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - પ્રકરણ-51

લવ બ્લડ
પ્રકરણ-51
રીતીકાસેન અને સુરજીતરોય બંન્ને એમનાં રૂમમાં સ્નાનાદી પરવારી રહેલાં સાથે રતિક્રીડાંનું સુખ માણીને બહાર આવી અંગ લૂછી રહેલાં અને ફોન આવ્યો. રીતીકા સેને થોડી ચીડ સાથે ફોન ઉપાડ્યો અને બોલી "હલો.." પછી સામે વાળો જે બોલ્યો એ સાંભળીને હેબતાઇ ગઇ ફોનનું કેડર જ છૂટી ગયું હાથથી...
સુરજીત ડઘાયો અને રીતીકાને પૂછી રહ્યો "રીતીકા શું થયું કોણ હતું ? શું કીધુ ? કેમ આટડલી ગભરાઇ ગઇ છે ? રીતીકાએ કહ્યું" પેલાં સૌમિત્રયનો ફોન હતો એણે કહ્યું "સૌરભ મુખર્જી સાવ બેભાન અવસ્થામાં પૂલ પાસે પડ્યો છે એને કાંઇ ભાન નથી શરીર પર એક કપડું નથી તમે આવો પ્લીઝ.
સુરજીતે કહ્યું "આ પાછું શું નવું તોફાન છે ? ચલો આપણે તૈયાર થઇને જઇએ. રીતીકાએ કહ્યું "આતો સફારીની મજા અત્યારથીજ ખરાબ કરી નાંખી આ લોકોએ. પેલા જાડીયાને પીવાનું ભાન નથી અને અહીં પેલાં બાવાએ એને છોકરીઓ આપી હશે અને ખબર નહીં શું શું કર્યું હશે ?
સુરજીતે કહ્યું "હવે આપણે મળી ગયાં છીએ અહીં સફારી થાય ના થાય શું ફરક પડે છે ? મને તો થાય છે આપણે અહીંથી પાછા સલામત જતાં રહીએ એમાં જ ડહાપણ છે. આ બાવાનો કોઇ વિશ્વાસ નથી પડતો મને. આપણે ક્યાં કોઇ એની ગરજ છે ? આ પત્રકાર કમ રાજકારણી જે તમારો જ માણસ હતો શું થઇ છે એની દશા ?
રીતીકા સાંભળી રહી હતી એણે કહ્યું "પાછી મને તમારી કીધી ? હવે હું તારી છું એકવચન મને વધુ ગમશે પછી આપણે ક્યાંય પણ હોઇએ. તમારી જીગર હોય તો હવે આ સંબંધ છૂપાવશો નહીં પ્લીઝ હું નહીં રહી શકું. મેં પણ તમારી બોલી વસૂલી લીધુ હવે તારી - તું જ બોલાશે.. આટલા ટેન્શનમાં પણ હસી પડી.
રીતીકા અને સુરજીત બંન્ને તૈયાર થઇ ગયાં પોતાનો સામાન પેક કરી દીધો નાસ્તો બાકી હતો એ નીચે કરી લઈશું એમ વિચારી બધુ સલામત મુકી રૂમ લોક કરીને નીચે જવા નીકળી ગયાં. નીચે જઇને પેલી સેવીકાને કહ્યું "અમારાં બીજા સાથી ક્યાં છે ?
સેવિકાએ કહ્યું "તમારો નાસ્તો ચા-દૂધ-જ્યુસ તમારે જે ખાવુ-પીવું હોય બઘુજ તૈયાર છે તમારી સાથેનાં પણ હમણાં અહીંજ આવી પહોચશે કોઇ સૌરભબાબુ એમની તીબયત નરમ થઇ ગઇ હતી પણ હવે દવા આપ્યા પછી સ્વસ્થ છે એમ કહીને હસીને ચૂપ થઇ ગઇ. હજી વાતો કરતાં હતાં ત્યાં સૌમિત્રય ઘોષ આવી પહોંચ્યાં. રીતીકા અને સુરજીત પાસે આવી બોલ્યાં.
આઇ એમ એક્સટ્રીમલી સોરી મેમ પણ આ સૌરભબાબુએ ટેન્શન કરાવી દીધેલું માંડ સ્વસ્થ થયાં છે આવે છે અહીં પછી આપણે સફારીમાં નીકળવું છે કે કેમ ?
રીતીકા અને સુરજીતે એકબીજાની સામે જોયું અને પછી રીતીકાબોલી "ઘોષ બાબુ તમારો શું વિચાર છે ? હજી અહીં રોકાવું છે સફારી માટે ? કે પાછા જવા માટે નીકળી જઇએ. આપણી કાર તૈયાર કરવા કહી દઇએ ? અને બાબાને સમાચાર પહોચાડી દઇએ. આપણે મહેમાનગતી માણી લીધી પાછા જ જઇએ તમારું શું કહેવું છે ?
સૌમિત્રય ઘોષે કહ્યું "પણ હજી ફાઇનલ મીટીંગ તો બાકી છે જેના માટે આપણને બોલાવ્યા છે અને તેઓ અહીં હાજર પણ નથી તો કેવી રીતે નીકળી જવાય ? બાબાનો ભણાવેલો ઘોષ બોલ્યો અને બંન્ને બાજુ ઢોલકી વગાડી રહેલો.
રીતીકાએ કહ્યું "તમે વારે વારે ફોન કરીને સાવધ કરી રહેલાં કે ગભરાવી રહેલાં ? હવે તમારે હજી મીટીંગ કરવી છે ? તો શા માટે ગભરાઇને ફોન કરતાં હતાં ? તમારે રોકાવું હોય તો રોકાઇ શકો છો અમે તો જવાનું નક્કી કરી લીધુ છે ફરીથી મીટીંગ રાખી શકાશે અહીં સમય અમારો ખૂબજ બરબાદ થયો છે. અહીં મીટીંગ માટે આવેલાં વેકેશન માણવાં નહીં ફેમીલી ઘરે ચિંતા કરે છે સુરજીત બાબુની એમને વધુ ચિંતા છે. શું કહો છો રોય બાબુ ?
સુરજીતે કહ્યું "હાં તમે બાબા સાથે વાત કરીલો કે કરાવી લો એનાં મેનેજર સાથે વાત કરી લઇએ એટલે અહીંથી છૂટાય કારણ કે ખોટો સમય બરબાદ થઇ રહ્યો છે.
સૌમીત્રય ઘોષ તો આ લોકોનો જવાબ સાંભળીને આધાત પામ્યો ગભરાયો એણે બાબાનાં મેનેજર પ્રવારનો સંપર્ક કરવા માટે ત્યાંનાં સેવક સાથે વાત કરી. સેવકે ફોન પર વાત કરાવી અને 2 મીનીટમાં વાત પુરી થઇ ગઇ. પ્રવારે કહ્યું હું ત્યાંજ આવું છું હું જ વાત કરુ છું. સૌમીત્રયે પ્રવારનો આ સંદેશો રીતીકા અને સુરજીતને જણાવ્યો.
રીતીકા અને સુરજીતે સામ સામે જોયું અને આંખોથી કંઇક વાત કરી લીધી. સુરજીતે કહ્યું પ્રવાર અમારો સામાન નીચે મંગાવી લે અને પાછાં જવાનાં 6-7 કલાકનો રસ્તો છે સાંજ પહેલાં ઘરે પહોંચી જવાય. ડમરુનાથ સાથે ફરીથી સીલીગુડીમાં જ મીટીંગ ફરીથી કરી લઇશું અહીં હવે રોકાવાય એમ નથી અને સફારીમાં જવાનો રસ નથી. ડમરુનાથ આવવાનું કહે છે પણ એ રાજકારણી સાથે વ્યસ્ત છે ના આવી શક્યા તો અમારો સમય બરબાદ થશે.
પ્રવાર કહે એકમીનીટ બોસ સાથે વાત કર્યા વિના હું તમારી સૂચના નહીં માની શકુ એ પાછો ગયો અને થોડીવારમાં જ આવીને કહે.. બાબાએ કહ્યું છે એમને ઉતાવળ હોય તો ભલે જતાં પણ જતાં પહેલાં સુરજીતબાબુને અને રીતીકા મેડમ સાથે મારી વાત કરાવી લે અને એમને જે કંઇ અહીંથી જોઇતું હોય તો બધુ આપો ઘરે લઈ જવા માટે.
રીતીકાએ કહ્યું "હાં ચાલો વાત કરી લઇએ વેળાસર પછી નીકળી જવાય. પ્રવાર સાથે બંન્ને જણાં અંદર રીસેપ્શન તરફ ગયાં પ્રવારે ત્યાં સુધી સેવકો સાથે રૂમમાંથી બધો સામાન લાવી આપ્યો અને બધાં જડીબુટ્ટી -ડ્રાયફુટ, ફળ ફળાદી ચંદનનાં લાકડાનાં પીસ, આર્ટીકલ બધી ચીજવસ્તુઓ એમનાં માટે મંગાવી લીધી.
રીતીકાએ બાવા સાથે વાત કરી અને રીતીકાએ ઓકે ઓકે આભાર કહીને ફોન સુરજીતનાં હાથમાં આપ્યો. સુરજીતે હલ્લો કહીને વાત શરૂ કરી. સામે ડમરૂનાથે બરાબર ડમરૂ વગાડ્યુ સુરજીત સાંભળીને લાલ પીળો થઇ ગયો પણ કંઇ બોલતો નહોતો.
રીતીકા સુરજીતનાં ચહેરા તરફ જોઇને ચિંતામાં પડી ગઇ. પોતાની સાથે બે જ મીનીટ માત્ર ઔપચારીક વાત કરી અને રોય સાથે આ આટલી શું વાત કરે છે ? અને સુરજીત ઉશ્કેરાયેલો અને ચિંતીત કેમ છે ?
**************
સુજોય પાસે રીપ્તા અને દેબાન્શુ હતાં ત્યાં શતાન્શુ સાથે વાત થયા પછી નુપુરે કહ્યું "હું ત્યાં આવુ છું મારી રાહ જોજો પાપાની પરમીશન લઇ લીધી છે.
સુજોય દેબાન્શુ સાથે પ્લાન બનાવી રહેલો. શતાન્શુ સાથે ઘણી માહીતી મળી હતી. થોડીવારમાં નુપુર આવી જશે એવું વિચારીને સુજોયે કહ્યું મને લાગે છે નુપુર સાયકલ પર અહી ક્યારે પહોચશે ? એને બાઇક પર લઇ આવવી છે ?
દેબાન્શુએ કહ્યું "એ તો ક્યારની નીકળી ગઇ હશે એનેજ આવવા દો રસ્તામાં જ મળશે અને પછી સાયકલ ક્યાં મૂકવી ? એટલીવારમાં તો દૂરથી નુપુર આવતી દેખાઇ અને સુજોય કહ્યું આતો ઓલીમ્પીકમાં જઇ શકે એવી તરવરાટ વાળી છે.
રીપ્તાએ દેબાન્શુ સામે જોયું દેબાનશુ બોલ્યો "રીપ્તા ક્યાં ઓછી છે ? એ પણ જબરસ્ત તરવરાટ દાખવે છે બંન્ને જણાં ખૂબ બહાદુર છે. મારું સંદનસીબ છે બંન્ને મારી દોસ્ત છે.
સુજોયે કહ્યું સાચી વાત છે. સુજોયે રીપ્તાને કહ્યું તમે છોકરાઓ ચા નાસ્તો કરી લો પછી પ્લાન બનાવીએ હું ત્યાં સુધી થોડા ફોન કોલ્સ કરી લઊં અને બેંગાલનાં SIT ચીફ સાથે વાત કરી લઊં આપણને અચાનક મદદની જરૂર પડી તો પણ વાંધો ના આવે.
ત્યાંજ નુપુર પહોચી એણે સાયકલ પાર્ક કરીને દેબાન્શુ પાસે આવી એ થોડીક હાંફતી હતી. દેબાન્શુએ કહ્યું" કેમ આટલી હાંફે છે ? આટલું ફાસ્ટ અવાય ? રાહ જોવાનોજ હતો તને મૂકીને ના જાત.
નુપુરે આંખો નચાવતા હાંફતા હાંફતા કહ્યું "તને મળવાનું હતું ને અને આજે તો પાપાએ તારુ નામ જણાવીને કહ્યું અને છતાં હા પાડી એમ કહીને રીપ્તા સામે જોઇ આંખ મારી...
રીપ્તાએ હાસ્યમાં વાત કાઢી અને કહ્યું તમે બેસો વાત કરો હું ચા નાસ્તો બનાવીને લઇને આવું પછી નીકળવાનો સમય થઇ જશે.
દેબાન્શુએ હા પાડી અને રીપ્તા અંદર ગઇ, કાકા બહાર કમ્પાઉન્ડમાં હતા ફોનમાં વ્યસ્ત અને નુપુરને બાંહોમાં ભરી લીધી.. નુપુરે કહ્યું ? દેબુ પાપા આપણું બધુજ જાણે છે. દેબુ નુપુરની સામે જોઇ રહ્યો.
આવતાં અંકે---- પ્રકરણ-52