Avkashiy samayyatra - 2 books and stories free download online pdf in Gujarati

અવકાશીય સમયયાત્રા ભાગ 2


આ વાત સાંભળીને સૂર્ય સહિત પે’લા બને પણ ચકિત થઈ ગયા.પણ ગૃહપતિ પહેલેથી જ કંઈક ગડબડ છે એ એમને ખબર જ હતી.ગૃહપતિ નું નામ અશોક હતું.પચાસેક વર્ષની ઉંમર હોવાથી બધા તેને અશોક કાકા થી ઓળખાતા.તેમનો એક જૂનો દોસ્ત મયુર પણ તેમને અવારનવાર મળવા આવતો પણ તેનો મળવાનો સમય મોટે ભાગે રાત્રીનો રહેતો.આ ઉપરાંત અશોક પણ છોકરા સ્કૂલે જાય ત્યારથી સુઈ જતો અને પછી છેક રાત્રે ઉઠતો અને પછી ક્યારેક ક્યારેક તો છોકરાઓ તેને રાત્રે અગિયાર વાગે બહાર જતા જોતા તો ક્યારેક સવારે ચાર વાગે પાછો આવતા પણ જો’તા.એના આવા સ્વભાવને કારણે બધાને થતું કે તે કોઈ ગેરકાનૂની કામ સાથે સંકળાયેલો છે.પણ તે શુ કરે છે તે કોઈ દિવસ કોઈને ખબર ન પડતી.
*******************

સમય: સાંજના સાત
સ્થળ : સૂર્યનો રૂમ,આરામ હોસ્ટેલ

“અરે!મને બેલ્ટ આપ તારો કાલે જોય છે” રાધેએ નીલને કહ્યું

“અચ્છા,તો હું શું પહેરું?” નીલે વળતો જવાબ આપ્યો

“અરે! સૂર્ય આજે હંમેશની જેમ શુ વિચારે છે?” રાધેનું ધ્યાન અચાનક સૂર્ય તરફ જતા કહ્યું

“અવનીએ કહ્યું એમ વાત તો વિચારવા જેવી છે કે આ આશોક કાકા ત્યાં ફોરેસ્ટમાં શુ ગોતી રહ્યા છે?” સૂર્યએ કહ્યું

આ સાંભળી થોડી વાર તો ત્રણેય વિચારમાં પડી ગયા પણ થોડી વાર પછી નીલે કહ્યું“ઓહ એમ વાત છે પણ યાર! આજ સુધી કોઈને ખબર નથી પડી એ એ લોકો શા માટે જંગલમાં જાય છે તો આપણને કેમ પડશે?”

“પડશે,નીલ પડશે કદાચ આજે પહેલો મયુર હોસ્ટેલે આવશે જ અને એ લોકો જ્યારે રાત્રે એમની કંઈક મિટિંગ કરે ત્યારે આપડે એ મિટિંગ ને છુપાઈને સાંભળી લેશું” સૂર્યએ કહ્યું

“પણ યાર એ જોઈ જશે તો…” રાધે એ કહ્યું

“અરે નહીં જોવે,અને જોવે તો પણ બહાના બનાવતા તો તમને બને ને આવડે જ છે ને!!” નીલે કહ્યું

“હા તો ફાઇનલ આપડે જઇયે છીએ” સૂર્યએ કહ્યું

પછી ત્રણેય જમીને,કાલની પિકનીકનો જરૂરી સમાન પેક કરી મયુરભાઈ આવે એની રાહ જોઈ રહ્યા હતા.

રાતનાં સાડા અગિયાર વાગ્યાંનો સમય હતો.લગભગ આખી હોસ્ટેલ ઘસઘસાટ સુઈ રહી હતી ફક્ત સૂર્ય,રાધે અને નીલ માયુરભાઈની રાહમાં જાગી રહ્યા હોય છે સાથેજ થોડી થોડી વારે ઘડિયાર તરફ જોવે છે તો ક્યારેક પોતાના રૂમની બારીએથી દેખાતા મેઈન ગેટ તરફ..

“સૂર્ય લાગે છે તારું અનુમાન ખોટું છે આજે એ નહીં આવે આમ જો ઘડિયાર માં બાર વાગવા આવ્યા છે”નીલે કહ્યું

“હા સૂર્ય એમ પણ કાલે પેલો છ વાગ્યામાં જગાડવા આવશે” રાધેએ કહ્યું આટલી વાત થઈ ત્યાં ગેટના ખખડવાનો અવાજ બધાને કાને પડ્યો સાથે જ બધાયે તે તરફ નજર કરી તો તે મયુરભાઈ જ હતા.તેમને હળવેકથી દરવાજો બંધ કર્યો અને ધીરેથી અશોક કાકાની કેબીન તરફ જતો રહ્યો.એટલે સૂર્ય પણ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ રેક્ટરઓફીસ તરફ આગળ વધ્યો.રાધે અને નીલે તેને ફોલો કર્યો.પછી તે એક ભીંત પાછળ જઈને સંતાઈ ગયા કે જ્યાં અશોક કાકાની નજર ન પડે.પછી તે ત્રણેય તેમની વાતો સાંભળવા લાગ્યા.

“એ મયુર આવ આવ બેસ જલ્દી” અશોકકાકાએ ઉતાવળથી કહ્યું

“હા હા થઈ ગઈ કાલ ની તૈયારી” માયુરભાઈએ પૂછ્યું

“હા,પણ હવે મને નથી લાગતું કે ત્યાં કાઈ છે આપડી માહિતી ખોટી હોય એવું મને લાગે છે” અશોકકાકા એ કહ્યું

“અરે! જરૂર મળશે કેમ કે ચાર વર્ષ પહેલાં તે જંગલમાં એક ધડકો થયો હતો જેને છેલ્લે ઉલ્કાપાત કહી દેવાયો કેમકે ત્યાં કશું મળ્યું ન હતું પણ તે એક સ્પેસશીપ હતી જે મેં મારી નજરે જોયું હતું અને ત્યાર બાદ તેનું ટેકઓફ નથી થયું એની પણ મને ખાતરી છે તો ત્યાં કંઈક તો મળવું જ જોઈએ જો એક ગ્રામ પણ ત્યાં એલિયન પદાર્થ મળ્યો તો પણ આપડે માલામાલ થઈ જશું” મયુરે ફરી અભણ અશોકકાકાને લાલચ માં બાંધ્યા

“પણ એ વાતને ચાર વર્ષ થયાં તને લાગે હજી ત્યાં કાઈ હશે કેમ કે તે પછી તો કેટલા વરસાદ થયા કેટલા વાવાઝોડા આવ્યા એક વાર તો તે જંગલમાં વીજળી પણ ખાબકી?” અશોકકાકાએ પૂછ્યું

“હા કેમ કે એલિયન સ્પેસશીપનો મલબો એવા પદાર્થનો હોય છે જેને એવી ગરમીથી અસર ન થાય એવું મેં સાંભળેલું છે” મયુરે કહ્યું

“ઓકે પણ મને આમાં રતીભાર પણ સચ્ચાઈ દેખાતી નથી તેમ છતાં તું કહે છે તો આ છેલ્લી વખત આપડે જઇયે છીએ” અશોકકાકાએ કહ્યું

“ઓકે ઓકે હવે હું જાવ છું ખાલી કન્ફર્મ કરવા જ હું આવ્યો હતો.કાલે સવારે હું પહોંચી જઈશ” મયુરભાઈ એટલું કહીને ત્યાંથી નીકળી જાય છે અને અશોકકાકા થોડીવાર વિચાર મુદ્રામાં બેસી રહ્યા અને પછી કંઈક વિચારતા વિચારતા સુઈ ગયા.એટલે પેલા ત્રણ પણ પોતાના રૂમમાં જતા રહ્યા.

******************

“અરે! મને તો આ લોકોની વાત સાવ નકામી લાગી”નીલે કહ્યું

“કેમ નકામી સચ્ચાઈ પણ હોય શકે ને?” સૂર્યએ કહ્યું

“હા પણ આપણા શુ કામની?” રાધે એ પુછ્યું

“અરે!કામની તો છે જ ને ત્યાંથી એવી કોઈ વસ્તુ મળે જેથી આપડે સ્પેસમાં દૂર સુધી જઈ શકીએ તો કેવી મજા!” સૂર્યએ રોમાંચિત થતા કહ્યું

“હા એ તો છે સ્પેસનો પ્રવાસ તો મને પણ ગમે!” રાધે એ પણ સુર પુરાવતા કહ્યું

“હા તો પણ ભેંસ ભાગોલેને છાસ છાંગોળે જેવું છે આ”નીલે કહ્યું

“એ કહાવતી માસ્ટર પ્લીઝ ચૂપ રાત્રીના બાર વાગ્યા છે પ્લીઝ” રાધે એ નિલને હાથ જોડતા કહ્યું

“હા અને આપડે પણ કાલે ત્યાંથી કાંઈક તો ગોતી જ લઈશું અત્યારે સુઈ જઇયે”સૂર્યએ કહ્યું

પછી બધા એમ વિચારીને પથારીમાં આડા પડે છે કે આજે ચર્ચા કરીને કોઈ ફાયદો નથી

****************

સવારે બધા તૈયાર થઈને પોતાનો સમાન બાંધી રહ્યા હોય છે.સૂર્ય આજે શોધખોળની વસ્તુઓ પણ લઈ રહ્યો હોય છે
*****
હવે બધા જંગલમાં એક નદી પાસે પોતાના ટેન્ટ બનાવીને બેઠા હોય છે.અશોકકાકા સાથે મયુરભાઈ પણ હોય છે.અને તેમની ગપસપ તો ચાલુ જ હોય છે તે વિદ્યાર્થીને છોડીને કંઈક કામ છે એવું કહીને જતા રહ્યા હોય છે

સૂર્ય,રાધે અને નીલ એક ઝાડ નીચે બેઠા હોય છે અને હાલ તો શોધખોળ ભુલીને પૃકૃતિના આ અમી દૃશ્યને નિહાળી રહ્યા હોય છે.બાજુમાં વહેતી ખળખળ નદી જે કોઈ પણ પ્રકારની ચિંતા વગર વહી રહી હોય છે પણ તેને ક્યાં ખબર છે શહેરમાં જતા તેના શુ હાલ થવાના છે! તેમ છતાં તેનું અતિનિર્મલ જળ જે હજારો પ્રાણી-પક્ષીના જીવનને સીંચે છે.ઘણો વીશાળ ભૂતકાળ અને યાદો પોતાની અંદર સમાવીને બેઠેલી આ સરિતા ફક્ત ખડ-ખડ અવાજ સ્વરૂપે તેનો પડઘો પાડી રહી હોય છે.તેનું આ નિર્મળ જળ પી ને ઘણા પક્ષીઓને જીવન મળ્યું હશે તો ઘણાને કાળઝાળ ગરમીથી રાહત.જંગલ તરફ નજર કરો તો સર્જનહારની શક્તિને વંદન કરતા રહો!તેમાં રહેલા પક્ષીના મીઠા અવાજમાં કોઈને પણ જકડી રાખવાની શક્તિ હતી.ક્યારેક કોઈ મનુષ્ય અહીં આવી ચડે તો પક્ષીઓ અને બીજા પ્રાણીઓ તેમને એ રીતે જુવે છે કે જાણે કહેતા ન હોય કે “કેમ દોસ્ત,શહેરમાં જગ્યા ઓછી પડી…!!!”

એટલીજ વારમાં સૂર્યને થયું કે તેને પાછળની ઝળિયોમાંથી જોઈ રહ્યું છે તેને એક ઝાટકે પાછળ જોયું પણ ત્યાં કોઈ નહોતું.તેમ છતાં તેને લાગ્યું કે ત્યાં હલકો સળવળાટ થઈ રહ્યો હતો.તે ઉભો થાય છે અને ત્યાં જોવા જાય છે.રાધે અને નીલને કહી સમજાતું નથી તેમ છતાં તે બને તેની પાછળ જાય છે.સૂર્ય થોડી વાર જાળીઓમાં ખાંખાખોળા કરે છે પણ કાઈ ન મળતા તે ફરી પાછો પેલા ઝાડ પાસે આવે છે અને આવતા જ તેની આંખો પહોળી થઇ જાય છે.

“બાઈનોક્યુલર!”આશ્ચર્ય સાથે તેના મુખમાંથી શબ્દો નીકળી પડે છે.

“શુ થયું?” રાધે પૂછે છે

“અરે!યાર બે મિનિટ પહેલા અહી મારુ બાઈનોક્યુલર હતું ખબર નહીં ક્યાં ગયું?” સૂર્યએ હેરાની સાથે કહ્યું

“અરે યાર એને થોડા પગ છે તર ક્યાંક જતું રહે” નીલે ટીખળ કરતા કહ્યું

“અરે!સાચે યાર..”સૂર્યએ પરેશાનીભર્યા ચહેરે કહ્યું

“સુર્ય કોઈકે મજાક કરી હશે”રાધેએ કહ્યું પણ પછી જોયું તો બીજા બધા વિદ્યાર્થી ઘણા દૂર હતા અને આટલી વારમાં એ તેને છુપાવી શકે એ શક્ય નહોતું.

બધા તે ગોતી રહ્યા હતા લગભગ આજુબાજુની બધી જગ્યા તેમને ઘણી વાર જોઈ લીધી હતી રાધેએ તો એક એક વિદ્યાર્થીને ખંખેળીને પૂછ્યું હતું પણ કોઈ પાસે તે નહોતું.હવે હોસ્ટેલ પાછા ફરવાનો સમય થઈ ગયો હતો તેમ છતાં બાઈનોક્યુલરનો કોઈ અતોપત્તો નહોતો.એટલે રાધેએ કહ્યું “હવે શુ કરવાનું છે?”

“આપણે રાત્રે પાછા આવીશું”સૂર્યએ કહ્યું

“શુ?!તું પાગલ થઇ ગયો છે આ જંગલમાં રાત્રે એકલા?” નીલે કહ્યું

“પાછા આવવાનું બીજું પણ એક કારણ છે અહીં જંગલમાં કોઈક છે જેને આપણું બાઈનોક્યુલર ચોર્યું છે”સૂર્યએ કહ્યું

“કોણ?તે જોયું એને?” રાધેએ પૂછ્યું.રાધે અને નીલ સમજી નહોતા શકતા કે સૂર્ય શુ કહેવા માંગે છે સૂર્યનો સ્વભાવ આવો જ રહ્યો છે કોઈ દિવસ સીધી વાત તે કરતો જ નહીં

“ના જોયું તો નથી પણ છે જરૂર અને રાત્રે જોઈ પણ લેશું” સૂર્યએ કહ્યું

રાધે અને નીલ સૂર્યને કોઈ બાઘાની જેમ તાકી રહ્યા!!!

********************

જંગલની બહાર બે વ્યક્તિ લાંબા સમયથી ઉભા હતા. તેમનાથી એક હતો ડિટેકટિવ પીટર અને એક હતો અહીંનો લોકલ ગુંડો લાલજી.જે છેલ્લા બે વર્ષથી મયુર ઉપર નજર રાખી રહ્યા હતા. તેમને આ કામ કોણે સોંપ્યું હતું એ તો એમને પણ નહોતી ખબર પરંતુ એટલી ખબર હતી કે તે કોઈ સામાન્ય માણસ તો નહોતો જ કેમ કે ફક્ત ધ્યાન રાખવા માટે તે બંનેને અઢળક રૂપિયા આપતો હતો અહીં લાલજી નું તો કોઈ કામ નહોતું પણ આ અંગ્રેજ ડિટેકટિવની સુરક્ષા માટે તેને રાખવામાં આવ્યો હતો.

લાલજી આજ સુધી નહોતો સમજી શક્યો કે કોઈના પર ફક્ત દૂરથી નજર રાખવામાં શુ ખતરો હોય શકે કે સુરક્ષા માટે મને રાખ્યો? તેમ છતાં એક મહિનો આખા એરિયામાં હપ્તા વસૂલીને જેટલા રૂપિયા એને નહોતા મળતા એથી વધુ રૂપિયાતો ફક્ત આ અંગ્રેજ સાથે બેસવાના મળતા હતા,તો એમાં શું ખોટું? એવું વિચારીને તે બેસી રહેતો.તે બન્ને હંમેશા મૌન જ રહેતા કારણ કે બન્નેને એકબીજાની ભાષા નહોતી આવડતી. જરૂર પૂરતી વાતો તે ઇશારામાં કરી લેતા.

અત્યારે તો તે બન્ને મયુરના બહાર આવે એની રાહ જોઈ રહ્યા હતા.

******************

“તને શું લાગે છે આપણે રાજકુમાર સુધી પહોંચી સકશું” એક જંગલમાં બે વ્યક્તિ વાતો કરી રહ્યા હતા.તેમાંથી એકે કહ્યું

“હા જરૂર એ બે માંથી એક સુધી તો પહોંચીને જ રહીશું” સામે બેસેલ વ્યક્તિએ અટ્ટહાસ્ય કરતા કહ્યું

“ શ્રીજય આપડી પાસે બધી વસ્તુ છે તો પણ આપડે લક્ષ સુધી પહોંચવા અક્ષમ છીએ કેમકે રાજમુદ્રા આપડી પાસે નથી” સામે બેસેલ વ્યક્તિએ ગુસ્સા સાથે કહ્યું

“શાંત થઈજા પવર આપડે રાજકુમાર સુધી જરૂર પહોંચીશું અને તેજ આપણને આપડા લક્ષ સુધી પહોંચાડશે”શ્રીજયે કહ્યું

“પણ કઈ રીતે?” પવરે પૂછ્યું

એ પ્રશ્ન સાંભળી શ્રીજય કાઈ બોલ્યો નહીં પણ એક નાની શીશી કાઢીને હસવા લાગ્યો થોડીવાર તો શ્રીજય શુ કહેવા માંગે છે એ પવર ના સમજ્યો પણ જ્યારે સમજાયું ત્યારે તે શ્રીજયના કુટિલ વિચાર પર હસવા લાગ્યો

“પણ એ બન્ને રાજકુમાર ક્યાં છે એ કેમ ખબર પડે?”પવરે પૂછ્યું

“બીજાની તો ખબર નહીં પણ એક પૃથ્વી પર છે અને તે આ લેવા જરૂર આવશે કેમકે તેને ખબર પડી ગઈ છે કે હવે તેને આપણાથી ખતરો છે આપડે ફક્ત પીછો કરવાનો છે અને જેવો તે આ વસ્તુને હાંસિલ કરે કે આપણે તેની પાસેથી છીનવી લેવાનું છે ”શ્રીજયે કહ્યું

પછી બંને એક સ્પેસશીપમાં બેસીને નીકળી પડ્યા પૃથ્વી તરફ!!

ક્રમશ:…(દર રવિવારે)

મિત્રો રેટિંગ અને પ્રતિભાવ અવશ્ય આપજો
તમારા પ્રતિભાવો મને 7434039539 પર પણ આપી શકો છો