Trouble - 2 books and stories free download online pdf in Gujarati

કશ્મકશ - ભાગ 2

પાછળના ભાગમાં........

આજે જે અનુભૂતિ અવીએ અનુભવી હતી તે કદાચ ક્યારેય અનુભવી ન હતી. તેને બસ કંઈક અલગ જ એહ્સાસ સતત થતો હતો... તે છોકરીનો ચહેરો અને તેની અદાહ... તેની મોટી કળી કાજલ લગાવેલી આંખો... બધી યાદો અવીને ઢંઢોળી રહી હતી. સતત બાર દિવસ સુધી અવીએ તે છોકરીના ડેટા કાઢવામાં વિતાવ્યા... તેના વિશે ઘણું જાણ્યું અને સમજ્યું... સ્વભાવે ઓપન માઇન્ડેડ હતી. ગમે તેની સાથે ભળી જતી. માં બાપ ડોક્ટર હતા. તે પણ અહીં ફાર્મસીનું જ ભણવા આવતી.


હવે આગળ........


એક દિવસ અસીને એકલા કેટિંગમાં બેઠેલી જોઈને તેની પાસે ગયો. "દૂર ખાસ તો... "

"sure.... seat... " તે છોકરી હસીને બોલી અને સહેજ દૂર ખસી ગઈ... એટલે અવી તેની બાજુના મોટી બધી મુસ્કાન પાથરીને બેસી ગયો....

"So... What did you come here to study?? " અવીએ હસીને પૂછ્યું... "just doing diploma in pharmacy... " તેને દાંત બતાવ્યા... એટલે અવી વધુ હસવા લાગ્યો... બધું બરાબર જણાતા તેને પોતાની ઓળખાણ આપવાનું યોગ્ય લાગ્યું.

અવી : hi.. am, avinav... whats your name ?? " તેને હાથ લંબાવ્યો... "ashvini.. but you can call me.. asi... a.. s... i... asi.. " તેને અવી સાથે શેકહેન્ડ કરીને હસીને જવાબ આપ્યો...

"So... Soft... " અવી તેની કોમળતામાં જાણે ખોવાય ગયો હોય તેમ કઈ પણ વિચાર્યા વગર બોલી ગયો...

"I have.. many other soft things... do you want to touch it...?? " અવી તો અસીની આવી વાતો સાંભળીને એક દમ ડઘાઈ જ ગયો... તેને ઝડપથી પોતાનો હાથ ખેંચીને ઉભો થઇ ગયો.

"What happen?? You think.. only guy can talk.. that type of... ?? " અસીએ પોતાનું વાક્ય અધૂરું છોડી દીધું... " Actually... I have to go... " અવી વાવાજોડાની જેમ બહાર ભાગ્યો... એટલામાં મનુ સામે મળ્યો..

ઓય ઓય... ક્યા ભાગે છે.. " મનુ તેનો હાથ પકડતા બોલ્યો.. "યાર.. પેલી છોકરી... એ તો તારા કરતા પણ સવાયી નીકળી... " અવી કેન્ટીંગ તરફ હાથ બતાવતા બોલ્યો...

મનુ : કઈ છોકરી. ?? " તે અવીની વાત સાંભળીને માથું ખંજવાળવા લાગ્યો.
અવી : અરે... એ દિવસે તે મને બતાવી હતી ને.. ગેટથી અંદર આવતી હતી તે.. " અવીએ પહેલા ગેટ તરફ હાથ બતાવ્યો ને પછી હાથના વળાંક બતાવા લાગ્યો.
મનુ : હા.. હા... યાદ આવ્યું... " તે પોતાના માથા પર આંગળી લગાવીને તરત અવીને કેન્ટીંગ તરફ ખેંચ્યો.... "અરે યાર ત્યાં નથી જવું... પેલી અંદર બેઠી છે... " અવી હાથ છોડાવતા બોલ્યો...

મનુ : ચાલને... મજા આવશે... " તે અવીની ગળચી દબાવીને પરાણે અંદર લઈ ગયો... અસી આ બધું અંદર બેઠા બેઠા નિહાળતી હતી... આખરે મનુ અવીને પુરી તાકતથી અંદર ઢસડી જ ગયો...

"Hey... shy.. guy.. what happen to you... " અસી ખળખળાટ હસીને બોલી... અવીએ નજર ફેરવી લીધી.. બન્ને બીજા ટેબલ પર બેઠા મનુ તે છોકરીને ધારી ધારીને જોવા લાગ્યો.... "એલા... નજર ફેરવ... એપ્લાઇડ મિકેનિકના માપ લેતા તો નથી આવડતું તે છોકરીના માપ લેવા બેઠો છો. " અવી તાડૂક્યો... એટલે મનુએ નજર ફેરવી લીધી...

થોડા દિવસમાં તો અવી તેનાથી બચીને રહેવા લાગ્યો... તેને કેન્ટીંગમાં જુએ તો ત્યાં ન જાય... અને ભૂલથી સામે મળી જાય તો પણ રસ્તો ફેરવી લે.. પણ અચાનક એક દિવસ અસીને કોલેજ ગેટ પાસે એક છોકરા સાથે લડતા જોઈ ગયો. "Look... I don't want any relation.. keep away from me... " અસી આટલું બોલીને ચાલવા લાગી... એટલે પેલા છોકરાએ તેનો હાથ પકડ્યો. અસીએ પાછળ ફરીને તે છોકરાના ગાલ પર જોદાર તમાચો મારીને આજુબાજુ નજર ફેરવતા અચાનક અવીને જોઈ ગઈ. તે તરત તેની તરફ દોડી આવી.

અવીએ લીવર માર્યું પણ અસીએ અવાજ આપીને તેને રોક્યો... " drive as i say... " આમ એસીનું પૂછ્યા વગર જ ગાડીમાં બેસી જવું અવીને ન ગમ્યું છતાં તેને લીવર મારીને ગાડી ચલાવી... "are you feeling comfort?? " અસીએ અવીની કમર પર ચિંટ્યો ભરતા પૂછ્યું. "Look.. I don't like that kind of behaviour... So please.. i know you are open minded.. but don't do that to me... " અવી અણગમા સાથે બોલ્યો... "okey... Okey.... you are such a nice guy... But listen... I will take care of this.. don't worry... and sorry for that... " તેને અવીના ખભે હાથ મૂકીને સહેજ થપથપાવ્યો... "હમ્મ.. great.. " અવીએ ટૂંકમાં પતાવ્યું... અને અસીના કહ્યા પ્રમાણે ગાડી ચલાવા લાગ્યો...

આખરે ગાડી એક વાડી પાસે આવીને ઉભી રહી... "come on, get me in" તેને અવીને અંદર આવવા આમંત્રણ આપ્યું... એટલે અવીએ ધીમે ધીમે ગાડી અંદર લીધી... "farmhouse? are you kidding me" અવી ચકિત થઇને બોલ્યો.

"It's look like farmhouse, but... This is our sweet home." તેને હસીને અવી સામે જોયું.. "તો એક ચા થઇ જાય?" અસી નેણ નચાવતા બોલી... "ઓહ.. તને ગુજરાતી આવડે છે એમને.. હું તો એમ જ માનતો હતો કે તને ખાલી ઇંગ્લિશ જ આવડતું હશે... " અવીના ચહેરા પર સ્મિત આવી ગયું.

અસી: વધુ... ચબર ચબર ન કર... ચલ હવે ચૂપચાપ.. " તે હસીને ઘરની અંદર તરફ જવા લાગી... અવીને તેનો ગુજરાતી ટોન ગમ્યો... બન્ને હોલમાં બેઠા.. અસીની મમ્મી હેમલતા પાણીનો ગ્લાસ અવીને હાથમાં આપતા સોફા પર બેઠી.... "મમ્મી , આજે પપ્પાની ગાડી નતી આવી... આ તો સારું કર્યું આ ભલો માણસ મળી ગયો નહિતર?? " અસી તેની મમ્મી સામે જોઈને અવી તરફ આંગળી બતાવતા બોલી.

હેમલતા: અસી... આજે જ તો તારા પપ્પા એ કહ્યું હતું... કે હવે જાતે કોલેજ જવાનું.. એટલી મોટી તો થઇ.. હજુ અમે જ તેડવા મૂકવા આવીશુ?? " તેનાથી સહેજ હસાય ગયું.. અસી પોતાના ગાલ ફૂલાવા લાગી.. અવીનું ધ્યાન તો બસ અસિની અદામાં જ હતું. માંડ માંડ તેને નજર ફેરવીને ઘરમાં બીજી બધી જગ્યા તરફ જોયું...

ઘણું મોટું ઘર હતું. પેલી ટીવી માં સિરિયલ આવે તેવા ટાઇપનું. પણ અવી તો આ ઘર કરતા પણ મોટા ઘરમાં રહેલો એટલે તેને કઇ નવાઈ ન લાગી... હેમલતા ઊભી થઇને રસોડા તરફ ચાલી... અસી... અવી સામે ધારી ધારીને જોઈ રહી હતી. "તને કઇ વાંધો છે?" આખરે તેને પોતાના મનનો સવાલ પૂછી જ લીધો.

અવી : કઇ બાબતનો?? " અવી તેની સામે જોઇને બોલ્યો.
અસી : કઇ નહિ... હમણા ઘણાં સમય થી જોઉં છું તું મને જોઇને દૂર દૂર ભાગે છે... હું તને ભૂત લાગુ છું.. " અસી પોતાના વાળ સાથે રમતા બોલી.
અવી : વાંધો તો કઇ નથી... પણ તું બોલવામાં ઘણી ફાયર છો... એટલે મને મજા ન આવે." અવી હેમલતાને નજીક આવતા જોઈને ચૂપ થઇ ગયો.

હેમલતા : શું નામ તારુ બેટા...?? " તેને ચાનો કપ આપતા પૂછ્યું.
અવી : અવિનવ... પણ આમ અવીથી મને બધા ઓળખે છે.. " તેને ચાનો કપ હાથમાં લઈને કહ્યું.

હેમલતા : બેટા તું, ગુડી સાથે ભણે છે?? સિનિયર છો.. ?? " તેને અવીની ઉંમર પરથી વિચારતા કહ્યું.

અવી પહેલા તો ઘૂઘરો થઇ ગયો... કેમકે આ ગુડી કોણ.. બીજું હવે જવાબ શું દેવાનો.. એટલામાં અસી બોલી "મમ્મી તે મારી સાથે નથી ભણતો.. આમ કોલેજમાં જ છે.. પણ ડિપ્લોમા મિકેનિકલ નું ભણે છે.. " અસી તેની સામે આંખ મારતા બોલી. અવીએ હેમલતા સામે નજર કરી તો તે પોતાની તરફ જ જોઈ રહી હતી. એટલે હાશકારો અનુભવતા ચાની ચુસ્કી લેવા લાગ્યો.

અવી : સારું આંટી હું નીકળું.. મારે જરા કામ છે તો... " થોડીવાર બેસીને પછી પોતાના ચશ્માં ઉઠાવતા બોલ્યો. "કાલે મળીએ.. બાય.. " અસી હસીને બોલી.. અવી એ ચાલતા ચાલતા જ હાથ ઉંચો કર્યો અને બહાર અવી ગયો.

"સાલું બંધ ઓપન માઈન્ડ જ લાગે છે... " અવી વિચારોમાં ખોવાયેલો ઘરે પહોંચ્યો. પોતાના સોફા પર પટકાઈ ગયો. આ સોફો તેનો પોતાનો સ્પેશિયલ હતો. કોઈને આ જગ્યા પર બેસવાની છૂટ ન હતી. ઘરમાં ગમે તે આવે... મહેમાન હોય... કે ઘરનું કોઈ વ્યક્તિ તે જગ્યા પર બધાને બેસવાની મનાઈ હતી. ત્યાં બસ એક પોતે અને બીજી તેની નાની બેન તાન્યાને જ છૂટ હતી.

નીલા : બેટા.. તારી પરીક્ષા ક્યારે આવે? " તે રાતના જમવાનું બનાવા મથતી હતી.

અવી : મન પડે ત્યારે લે... તારે કામ શું છે તે બોલને.. " અવી અણગમા સાથે બોલ્યો.
નીલા : તું ક્યાં તારા બાપ જેવો થાય છે... સીધો જવાબ દે ને... " તેને ગુસ્સામાં કહ્યું.

અવી : તારીખ આવે એટલે જણાવીશ.. હવે ચૂપ.. એકદમ ચૂપ.. " અવી હોલમાંથી રસોડામાં કામ કરતી નીલા સામે હોઠ ઉપર આંગળી રાખીને બોલ્યો એટલે તે તરત ચૂપ થઇ ગઈ.

આમ તો અવી ક્યારેય નીલા સામે ન થાય.... પણ જ્યારે જ્યારે તેની સરખામણી તેના પપ્પા સાથે થતી ત્યારે અવી ઉકળી જતો. કેમકે તેની પ્રકૃતિ તેના પપ્પાથી તદન વિરુદ્ધ હતી. ધંધામાંથી છૂટ્યા પછી આ સરકારી નોકરીના લીધે તેનું મગજ હમેશા દાબમાં જ રહેતું. ધંધો ઘર ભારે જયારે નોકરી માત્ર પેટ જ ભારે... વળી ઓળખાણના લીધે સરકારી નોકરી તો મળી. પણ દબાણ તો રહે જ.

ઘરનું પૂરું કરવું, છોકરાઓને સાચવવા, તેમનું પોષણ કરવું બહાર લોકો વચ્ચે હજાર ટોચાં ખાઇને આવેલો પુરુષ ક્યારેક પરિસ્થિતિ વશ દબાય જાય.. ક્યારેક તો તેનો સ્વભાવ જ બદલી બેસે... અવીને ઘણા કડવા અનુભવ હતા. માણસ મન અને સ્વભાવમાં પરિસ્થિતિ પ્રમાણે બદલાય જતા હોય છે.

ભણવાનું છોડીને તેને નોકરી કરી. ત્યારબાદ એક જ વર્ષમાં તેને પોતાનો લાઈટ એસેમ્બલ કરવાનો ધંધો ચાલુ કર્યો હતો. અવીને ધંધામાં શરુઆતમાં જ ધારી સફળતા મળી હતી. તેથી તેને પોતાની અંદર થતા બદલાવને પારખી લીધો હતો... આજે ઘરની જવાબદારી પણ નિભાવતો અને સાથે સાથે મમ્મી પપ્પાને એક એન્જીનીયર જોતો હોવાથી તેમના સપના માટે ફરી ભણવા બેઠો હતો.

રાતે જમીને અવી પોતાના રૂમમાં ભરાયો અને વાર્તા લખવાનું શરૂ કર્યું. આવા તો તેની પાસે ઘણા લખેલા ચોપડા પડ્યા હતા. વાસ્તવિક દુનિયા સાથે તેને કઇ લેવા દેવા જ ન હતા. તે પોતાની કલ્પનાની દુનિયામાં ખુશ રહેતો. લખાયું ત્યાં સુધી લખ્યું અને પછી સુઈ ગયો.

વળી એ જ સવાર, એ જ નીલા... અને તે જ અવી... માં દીકરા વચ્ચે તડફડ ચાલુ જ હોય. અવી નીલા માટે ગુસ્સો ઉતારવાનું સાધન બની રહેતો. જોકે તે સમયે સમયે અવિને કહેતી રહેતી કે તેના શબ્દોનું કે તેની વાતનું ક્યારેય ખોટું ન માનવું... આટલા વર્ષોથી જે કંઈ ભોગવ્યું છે તે હવે બહાર નીકળ્યા રાખે છે.

અવી પણ ચૂપચાપ બધુ સંભાળી લેતો. કેમકે પોતે પણ જાણતો જ હતો. કોઇ માણસ ક્યારેય એક સરખું ન રહી શકે. પણ વારંવાર નીલા તેની સરખામણી મહેશ એટલેકે તેના પપ્પા સાથે કરતી હોય તેથી તે વાતના લીધે અવીમાં નીલા પ્રત્યેના વિચારોમાં થોડો બદલાવ જરૂર આવ્યો હતો. આમ પણ તેને ભણવાના અને ધંધાના વિચારોથી ક્યારેય ફુરસદ જ ન મળતી કે આવું બધું મગજમાં પેસીને રખડે.

અવી બીજે દિવસે રોજ કરતા કંઇક વધુ તૈયાર થઇને કોલેજ પહોંચ્યો. તેને બહાર ફરવા જવાનું મુડ બન્યું હતું. ઘડિયાળમાં નજર કરી. પૂરી દોઢ કલાક વેહલો આવ્યો હતો. ફાર્મસી નો સમય 8 વાગ્યાનો હતો... પોતાની કોલેજ સમય 10.30 નો.. તે કેન્ટીનમાં જઇને બેઠો. હજુ ચા તેના ટેબલ પર પહોંચે તે પહેલાં જ અસી આવીને બેઠી.

અસી : hey... Looking nice... Today is your birthday?? " અસી તેના ઊભા વાળ પર હાથ ફેરવીને વિખેરવા લાગી.

અવી : ના બસ એમ જ.... તમે છોકરીઓ હિરોઈન જેવી તૈયાર થઈને આવો છો ત્યારે અમે થોડીના પૂછીએ છીએ. " તેને અસીના હાથને હટાવતા કહ્યું...

અસી : છોડ એ બધુ... બોલ.. કેમ આટલો તૈયાર થઇને આવ્યો.. " તેને અવિના ગાલ પર ધીમેથી ઝાપટ મારતા કહ્યું.

અવી : કઈ નહિ.. આજે ઈચ્છા છે બહાર જવાની... એટલે તૈયાર થઈને આવ્યો છું...

અસી : અચ્છા.. ગર્લફ્રેન્ડ સાથે.. એમને.. " તેને અવી તરફ જોઈને આંખ મારતા કહ્યું...

અવી : ગર્લફ્રેન્ડ કોઈ છે જ નહિ... નખરા મને પસંદ જ નથી. આમ પણ મને એકલું રખડવું જ ગમે " તેને કતરાઇને અસી સામે જોયું...

અસી : અચ્છા... તારી ફરવાની વાત સાંભળીને મને પણ ઇચ્છા થઇ ગઈ.. can i join you.. ?? " તેને અવીના નેણને પોતાની આંગળી વડે સરખા કર્યાં.. "yes... thats looking cute now... " તે વધુમાં ઉમેર્યુંને ખીલેલા હોઠે અવી સામે જોઈને જવાબની રાહ જોવા લાગી.

અવી : કહ્યું ને... મને એકલા ફરવું જ ગમે... " તેને પોતાની નજર ફેરવી લીધી...

અસી : attitude.. હમ્મ ?? " તેને અવીની પીઠ પર પોતાનો ખભો ભરાવતા કહ્યું...

અવી : અસી... તને ક્યારેય એવું ન લાગ્યું કે... તારા આ ઓપન માઈન્ડ સ્વભાવના લીધે... કોઈક તારો ફાયદો ઉઠાવી જશે...

અસી : ફાયદો ઉઠાવી જશેથી તારો મતલબ... " તેને આંખો મિચકારીને અધૂરું વાક્ય છોડતા ઈશારો કર્યો.

અવી : હા તે ફાયદાની જ વાત કરુ છું." તે ઉભો થતા બોલ્યો...

અસી : હવે બેસને... ક્યા ભાગે છે... " તેને અવીના ટીશર્ટને ખેંચ્યું એટલે તે તરત અસીના ખોળાના જઈ બેસી પડ્યો.

અવી : પાગલ ન બનીશ... વાગી જશે... " અવી તાડૂક્યો...

અસી : hey... you chokolaty boy... dont be shy... " તેને પ્રેમથી કહ્યું...

અવી : અરે ગુસ્સામાં કહ્યું... શરમ તો મને મારા બાપથી પણ નથી આવતી.. " તે તરત ઉભો થઇ ગયો.

અસી : come on... મને ખબર પડે છે ગુસ્સો અને શરમ કોને કહેવાય..

અવી : સારું કહેવાય લે...

અસી : ચાલ ક્યાંક જઈએ... i swear... હમણાં હુ ક્યાંય ફરવા જ નથી ગઈ..

અવી : આમ જો... ખરેખર કહું છું... મને આદત નથી... હુ એકલુ ફરવાનું વધુ પસંદ કરુ છું... " તે વિનંતી કરતા બોલ્યો... એટલે અસીએ બાગાસુ ખાઈને હાથથી જ અવીને જવા ઈશારો કર્યો... અવી થોડીવાર તેની સામે જોઈ રહ્યો.. પણ અસીએ તેના તરફ નજર સુદ્ધા ન કરી. આખરે તે પોતાના મુડ વિશે વિચારીને ચાલ્યો ગયો...