Trouble - 4 in Gujarati Novel Episodes by આર્ષ books and stories PDF | કશ્મકશ - ભાગ 4

કશ્મકશ - ભાગ 4

પાછળના ભાગમાં........

પરિસ્થિતિ દરેક માણસને ક્યારેક ને ક્યારેક અસ્થિર કરે છે, પણ સાથે ચાલતો સમય માણસને સ્થિર રહેતા શીખવે છે... અવી આંખ બંધ કરીને અસીને વળગી સમયનો આનંદ માણવા લાગ્યો... ખાસ્સો સમય ટેરેસ પર વિતાવ્યા પછી બન્ને નીચે આવ્યા... અવી રાકેશ સામે જોઈને હસ્તો ચાલ્યો ગયો. અને અસી પોતાના રૂમમાં ભરાઈ ગઈ. તેને હજુ પણ પોતાના શરીર પર અવીનાં હાથ મહેસૂસ થઈ રહ્યા હતા. અવીની વાત કરવામાં પણ તેનો પ્રેમ કેટલો ઝલક્તો હતો. ધીમે ધીમે અસી બ્લેંકેટમાં જ પોતાની જાતને સંકોચીને ગઢ નિંદ્રામાં સરી પડી. બીજી બાજુ અવી પણ અસિના વિચારો લઇને ઘર તરફ ગાડીને પૂરપાટ વેગે દોડાવી રહ્યો હતો.

હવે આગળ........

અવી પોતાના વિચારોમાં જ ગાડી રસ્તા પર પૂરપાટે દોડાવતો હતો. અચાનક સામેની ગાડીએ પ્રકાશ પાડ્યો. લાઈટ ફૂલ હોવાથી તે વધુ કઇ જોઈ ન શક્યો. હજુ અવી કઈ સમજી શકે એ પહેલા જ સામસામે બન્ને અથડાયા... અવી ઉછાળીને ફ્રન્ટ ગ્લાસને તોડતો સીધો ફોરવહીલમાં ઘુસી ગયો...

વાઈપર તેની દાઢીના નીચેના ભાગમાંથી ઘૂસીને મોમાં અંદર જીભ સુધી ઘૂસી ગયું... અવી અસહ્ય પીડામાં કસણવા લાગ્યો ... છતાં પોતાની ડોક અચકા સાથે ફેરવીને વાઈપર કાઢ્યું અને.. બહારની તરફ પોતાના શરીરને ખેંચવા લાગ્યો... એક તરફથી અથડાવવાના લીધે તેનુ નીચેનું આખું જબડું ત્રાંસુ થઇ ગયું હતું... તેને સહેજ પાછળ જઈને ફોરવહીલ તરફ નજર કરી, પછી ખીસામાંથી ફોન કાઢીને પોતાના મિત્રોને બોલાવ્યા....

સામેની ગાડીનું એન્જીન આખું પાછળ ખસી ગયું હતું... ડ્રાઈવર બહાર નીકળવા મથતો હતો. અવીએ ગાડીનો દરવાજો ખોલીનેતેને પકડ્યો અને તેનું ગળુ દબાવા લાગ્યો... પેલા માણસે છૂટવા ઘણી મથામણ કરી પણ આખરે તે ઢીલો પડીને અટકી ગયો. "કોને મોકલ્યો... " અવીના બોલતાની સાથે જ તેનાં મોં માંથી લોહી ઉડીને તેના ચેહરા પર લાગી ગયુ... "બાલો... " પેલો વ્યક્તિ એટલું માંડ બોલી શક્યો... તેની આંખો બંધ થઇ ગઈ... અવીએ તેને ચેક કર્યો... તેનુ પ્રાણ પંખેડુ ઉડી ગયું હતું. પછી આગળ આવીને ગાડીના નંબર ચેક કર્યાં... "સુરત... " તે ગાડીના કુચાઈ ગયેલા બોનેટ પર લાત મારીને જોરથી ત્રાડી ઉઠ્યો... થોડીવાર બાદ તેના મિત્રો ફોરવહીલ લઈને આવ્યા. તે માણસની લાશને ડેકીમાં નાખી અને અવીને હોસ્પિટલે પહોંચાડીને રફુચક્કર થઇ ગયા. અવી કાઉન્ટર પાસે જઈને ઉભો રહ્યો... લોહીના વહેવાના કારણે તે હવે અશક્તિ અનુભવીને લથડી રહ્યો હતો. રિસેપ્શનિસ્ટએ તરત નર્સને બોલાવી...

નર્સ : ફટાફટ સિટીસ્કેનમાં લાવો.. " તેને અવીના ચહેરા તરફ જોઈને પાછળ ઉભેલા કમ્પાઉન્ડરને ઉતાવળમાં કહ્યું અને પોતે સડસડાટ બીજી બાજુ દોડી... પેલા કમ્પાઉન્ડર છોકરાઓએ ઝુલતા અવીને તરત પકડીને સ્ટ્રેચર પર સુવાડ્યો અને સિટીસ્કેન તરફ લઈ ગયા...

અવીના મગજમાં અસહ્ય પીડા નીવડી રહી હતી... તેના લીધે તેને હવે ચક્કર સાથે આંખે અંધારા પણ આવવા લાગ્યા હતા... સિટીસ્કેન વિભાગમાં હાજરી રહેલા ડોકટરે અવીના ચહેરા પર નજર કરી...

ડોક્ટર : દોસ્ત... તારુ જબડું તૂટીને એક સાઈડ ખસી ગયું છે.. " તેને અવીના વાળ પકડીને નીચેના જબડાને ધક્કા સાથે સીધું કર્યું... એ સાથે જ અવીની દુખાવાને સહન કરવાની ક્ષમતા પુરી થતા બેભાન થઇ ગયો...

બીજી તરફ અસી પોતાના જીવનની પ્રથમ કિસને યાદ કરીને સપનામાં સાતમા આસમાને ઊડતી હતી... અને અવીના ઘરે બધા શાંતિથી ઊંઘી ગયા હતા... કેમકે અવીને ઘરને કોઈ પણ જાતનું સમયનું બંધન હતું જ નહતું... ગમે ત્યારે આવાનું અને ગમે ત્યારે જવાનું... જોકે નીલાને અવીની આ આદત પસંદ ન હતી પણ છતાં હવે છોકરાઓ મોટા થાય ત્યારે પોતાની સ્વચ્છેન્દ્રતા અપનાવે જ છે... અને જો તેના રસ્તામાં કોઈ આવે તો તેને પોતાનું દુસ્મન જ ગણી બેસે છે...

બીજે દિવસે બપોર સુધી અવીની ગેરહાજર નીલાથી વધુ સહન ન થઇ શકી એટલે તેને અવીને ફોન જોડ્યો... ફોનમાં વાત કરી, તો થોડીવાર તો કઈ ખ્યાલ જ ન રહ્યો કે આ શું બની ગયું... ધીમે ધીમે વાતને સમજતા તેને ઘરમાં બીજા બધાને જાણ કરી અને બધા હોસ્પિટલે પહોંચ્યા... અવીને પલંગ પર પડેલો જોઈને નીલા તો સાવ ભાંગી જ પડી... "હિરલ... થોડું એવું જ વાગ્યું છે... ચિંતા કરવાની જરૂર નથી. " નીલાને સહેજ નમતા જોઈને મહેશે તેને ઝાલીને બોલ્યો....

આમ ચોપડે તો હિરલ જ નામ ચઢેલું હતું પણ તેની દાદી તરફથી તેને નીલા હુલામણા નામ તરીકે મળેલું... પિયરમાં બધા નીલા બોલાવે જયારે સાસરે તો તેને અસલ નામથી જ બોલવામાં આવતી...

નીલા : શુ થોડુંક વાગ્યું છે... તમે સાંભળ્યું ડોકટરે કહ્યું છે કે મગજમાં ઊંડો ઘા લાગ્યો છે... " નીલા આક્રંદ કરી ઉઠી... "અરે તે બધું ઓકે થઇ ગયું છે... ચિંતા ન કર... અવી અતયારે આરામ કરે છે... તને ડોક્ટરની બીજી વાત ન સંભળાઈ. ?" મહેશે તેને આશ્વાસન આપ્યું. તાન્યા હજુ આ બધું સમજવા માટે ઘણી નાની હતી... છતાં પોતાની મમ્મીને રડતા જોઈને પોતે પણ રડવા લાગી...

બીજે તરફ અસીએ અવીને ત્રણ ચાર મેસેજ કર્યાં પણ કઈ રીપ્લાય ન મળતા તે પોતાના કામમાં પોરવાઈ ગઈ... રાત પડતા પણ અવીના જવાબ ન મળતા તેને સહેજ નવાઈ લાગી... પણ પછી પડતું મૂકીને સુઈ ગઈ...

ડોક્ટર : હજુ અવી પાસે 52 કલાક છે... તમે આમ હિંમત ન હારો.. તેને કઈ જ નહિ થાય... લોહીની ગાંઠ ઓગળી ગઈ છે... એટલે પછી તો ચિંતા જેવું નથી જ... " તેને મહેશને સમજાવતા કહ્યું... નીલા અને તાન્યાને ઘર મોકલીને મહેશ ડોક્ટર સાથે અવીની તબિયતનો તાગ મેળવતો હતો...

મહેશ : પણ સાહેબ તમે કહ્યું હતું કે... 24 કલાકમાં તો અવીનું શરીર જવાબ આપશે જ... " મહેશ ગળગળો થઈને બોલ્યો..

ડોક્ટર : હા સાચી વાત... પણ 24 કલાકમાં પણ હજુ ચાર કલાકની વાર છે જ ને... તમે સમજો વડીલ... તેને ભાનમાં આવવા માટે હજુ ઘણા કલાક બાકી છે... તમારો છોકરો શારીરિક રીતે ઘણો જ મજબૂત છે.... અને આવી હાલતમા પણ તે જાતે અહીં આવ્યો હતો... એટલે માનસિક રીતે પણ ઘણો મજબૂત કહેવાય... બાકી મગજમાં સહેજ પણ લગતા માણસ ત્યાં જ on the spot.. બેહોશ જ થઇ જાય અથવા તો ત્યાં જ મરી પડે છે.... પણ તમારો છોકરો જાતે અહીં આવ્યો છે.

મહેશ : તે બધું કેહવાની વાતો છે... મગજમાં લાગ્યું છે... એટલે ચિંતા વધુ છે...

ડોક્ટર : કઈ કેહવાની વાતો નથી હોતી વડીલ આમ જુઓ... આ ભાગને ફ્રન્ટમ લૉબ કહે છે... તે માણસની ઇન્ટલ એક્ટિવિટીને કંટ્રોલ કરે છે... અને આ જુઓ.. નાનો ડાઘ દેખાય છે ?? કપાળની સહેજ ઉપર ?? તે જગ્યાએ ડેમેજ થયું હતું... દેખીતી રીતે તેને મગજમાં કસી ખોટ થવાની નથી... અને અતયારે તમારો દીકરો સખત આરામમાં જ છે એમ જ માનીને ચાલો... બાકી ચિંતા છોડો... હુ ડોક્ટર છું... કેહવાની વાતો પર ધ્યાન નથી આપતો.. મારી પાસે જાણકારી હોય જ છે તો જ આજે હુ તમને કહું... 72 કલાક તેની રેકાવારીનો સમય છે... અને કદાચ તે ભાનમાં ન આવે તો પણ ચિંતાની જરૂર નથી... મારી પાસે ટ્રીટમેન્ટ છે... તે અજમાવીસુ... " તે ઉભો થઈને એક એક્ષરે બતાવતા બોલ્યો...

મહેશ : આવી મને ખબર ન પડે.. તમે કહ્યું એટલે સમજી ગયો... " એક્ષરેમાં અવીનું નીચેનું તૂટેલું જબડું જોઈ ન શકતા નજર ફેરવી ને કહ્યું...

ડોક્ટર : વડીલ... ગભરાશો નહિ... મારી પાસે અનુભવ ભલે 5 7 વર્ષનો છે... પણ મને માણસની શારીરિક બનાવટ અને તેની ક્ષમતા પારખતા આવડે છે.... તમારા છોકરાને કઈ નહિ થાય... " તેને મહેશના ખભા પર હાથ મુકતા કહ્યું..

મહેશ : બસ... તમે કહો છો એવું જ થાય... " એટલું બોલીને તે ઉભો થઈને અવીના રૂમમાં જઈને બેઠા... પુરુષ દુનિયામાં વસતો તે પ્રાણી છે... જે દુઃખ સમયે કદી ઢીલો પડી શકતો નથી... અને સમાજ તેને ઢીલું પડવા દેતો નથી... સમાજ પુરુષ ને હમેશાં કઠણ માણસ તરીકે જ જુએ છે. પણ હકીકત તો એ છે કે તે પણ લાગણી ધરાવતો માણસ છે, તેને પણ આઘાત લાગી શકે છે.

મહેશ આજે અવીને જોઈને ઘણું વિચારી રહ્યો હતો... બહારથી એક પણ ખરોચ ન હતી પણ અંદર એક એવી જગ્યાએ લાગ્યું હતું કે જે મુખ્ય હતી. જે માણસને સતત દોડતું રાખે.. જીવિત રાખે... અવીએ ઘર માટે પોતાનું ભવિષ્ય છોડી દીધું હતું... પણ મહેશ બધું મનમાં સમજી લેતો... ક્યારેય તેને બહાર ન કાઢતો.. સામે અવી પણ એવો જ હતો... શબ્દો નહિ માત્ર હાવભાવ જોઈને સામેવાળાની મનોદશા સમજી લેતો...

ઘણા સમય બેસી રહ્યા પછી ત્યાં અવીના પલંગ પર જ માથું ઢાળીને સુઈ ગયો... વહેલી સવારે કાનમાં ખેંચાણ થતા દુખાવાના લીધે મહેશ સફાળો થયો... અવી ભાનમાં આવીને તેને જોઈ રહ્યો હતો... " એલા... કઈ થતું નથી ને !! " મહેશ ચિંતામાં બોલ્યો.. અવીએ હાથથી પાણી માટે ઈશારો કર્યો એટલે તે દોડીને તરત પાણીનો જગ અને ગ્લાસ લઈ આવ્યો....

"આ સવાર સવારમાં અહીં શુ પડ્યા... નોકરી પર નથી જવું. ?" અવી પાણી પીને ગ્લાસ પરત કરતા બોલ્યો... "તને આવી હાલતમાં છોડીને નોકરીએ જવાનું ?? અકલને તબેલામાં છોડીને આવ્યો છો કે શુ ?? " મહેશ ઉંચા અવાજે બોલ્યો..

અવી : ચા મંગાવો... પીવી છે... અને ડોનને ફોન કરીને કહો ચિંતા ન કરે.. વળી ત્યાં બેઠા બેઠા આખા ગામને ભેગું કરશે.. મારો કાનો મારો કાનો... " તે પલંગ પર બેઠો થઈને બોલ્યો અને આજુબાજુ નજર ફેરવા લાગ્યો... "કોમામાં નતો ગયોને!!!!" તેને માથું ખંજવાળતા વધુમાં ઉમેર્યું...

મહેશ : તને કઈ દુખતું નથી ?? " તેને ફરી ચિંતામાં પૂછ્યું...
અવી : ચા મંગાવો પહેલા... પછી બીજી વાત.. " તેને કંટાળીને જવાબ આપ્યો.. એટલે મહેશ ધીમી ચાલે ડોક્ટર પાસે ગયો અને તેને જાણ કરીને હોસ્પિટલની બહાર આવ્યો... ઘરે ફોન કરીને જાણ કરી.. પછી ચા લઈને ફરી અવી પાસે પહોંચ્યો...

ડોક્ટર : કહ્યું હતું ને વડીલ.. તમારો છોકરો ઘણો મજબૂત છે... પણ હવે આ જબડાનું શુ કરીશુ... " મહેશને પ્રવેશતા જોઈને અવીને ચેક કરતો ડોક્ટર બોલ્યો...

અવી : કઈ નથી કરવાનું... પ્લેટ મારે નથી મુકાવી.. બીજા ઓપ્શન બતાવો.. " મહેશના બોલ્યા પહેલા જ અવી સહેજ ગુસ્સામાં બોલ્યો...

મહેશ : શુ થયું... માંડીને વાત કરો તો કંઈક ખબર પડે.. " મહેશ ચાના પાર્સલને અવીના હાથમાં દેતા ડોક્ટરને પૂછી રહ્યો.

ડોક્ટર : આ જબડાનાં બે કટકા થઇ ગયા છે... તેને જોડવા તો પડે ને... અને આ બીજો ફોટો જોવો.. અહીં જબડાનાં બીજ ત્રણ કટકા છે... મતલબ નીચેના જબડાને આખું પ્લેટમાં બેસાડવું પડશે... " ડોક્ટર મહેશને એક્ષ રે ના ફોટો બતાવતા સમજાવા લાગ્યો...

અવી : જોવો... પહેલા જ કહી દવ છું... શરીરમાં કોઈ પણ જગ્યાએ કાપકૂપ નહિ થાય... બીજા રસ્તા બતાવો.. " અવી ફોનમાં મનુને ચાનો મેસેજ નાખીને હોસ્પિટલએ બોલાવ્યો...

ડોક્ટર : બીજા રસ્તા છે... જબડું બાંધી નાખીએ... અને ગળામાં હોલ પાડી દો.. તેથી લીકવીડ ઉપર તમારે એક દોઢ વર્ષ સુધી રહેવું પડે...

અવી : મેં કહ્યું તો ખરા કે... કાપકૂપ કરવી જ નથી... બીજો ઉપાય બતાવો..

ડોક્ટર : જબડું બાંધીશુ તો તમે પોષણ કઈ રીતે લેશો. ? જગ્યા તો જોઈએ ને લીકવીડ ને જવાની... " ડોક્ટર કંટાળીને બોલ્યો..

અવી : વિચારો બીજું કંઈક... પણ શરીરમાં ક્યાંય કાપકૂપ નહિ કરવા દવ... એ સમજીને જ ચાલજો... " અવીએ કડક શબ્દોમાં કહ્યું અને પોતાના જબડાને બન્ને હાથ વડે પકડ્યું... જબડું રીતસર બે અલગ અલગ દિશામાં ભાગી રહ્યું હતું... તેને જીભને અંદરની બાજુ દાંત પર ફેરવી.. બધા દાંત હાજર હતા...

અવી : આ આગળનો દાંત એક પાડી દો.. એવું લાગે તો બે પાડી દો.. તમારી પોષણ પહોંચાડવાની ઇચ્છા પુરી થઇ જશે... " અવી કંઈક વિચારીને બોલ્યો..

ડોક્ટર : હા એ થઇ શકે... લ્યો.. આ પેપર ઉપર સાઈન કરી દો.. એટલે અમે ઓપરેશન કરીએ.. " તેને અવી સામે કાગળિયા રાખ્યા.. "જો આપણે વાત થઇ... તેમ જ થશે ને !!!" અવી હજુ કંફર્મ કરતા પૂછી રહ્યો...

ડોક્ટર : તમે કહ્યું એમ જ થશે.. બાકી તમે કેસ કરવા માટે પણ અધિકાર ધરાવો છો.. " તેને સ્મિત ફરકાવતા કહ્યું...

અવી : અને હા... મને ભાનમાં રાખવો પડશે... તો સાઈન કરુ.. " અવી પેન બતાવતા બોલ્યો.

મહેશ : ઓપરેશન વખતે કોઈ ભાનમાં હોતા હશે. ? " તે ચકિત થતા બોલ્યો..

ડોક્ટર : હા.. પેશન્ટની ઇચ્છા હોય તો તે ભાનમાં રહેવાનું પસંદ કરી શકે... ઓપરેશન નો ભાગ થોડા સમય માટે ખોટો કરી શકાય.

અવી : હા તો... બસ શરીરમાં ક્યાંય કાપકૂપ નહિ... આગળના એક અથવા બે દાંત જરૂર પડે તો કાઢી નાખવાના... અને પુરા હોશમાં જ ઓપરેશન કરવાનું... ખોટું પણ કઈ કરવાનુ થતું નથી. " અવીએ શુદ્ધ ગુજરાતીમાં નોંધ ટપકાવી અને સાઈન કરેલો કાગળ ડોક્ટરને આપ્યો... ડોક્ટર થોડીવાર અવીના ચઢાવામા આવેલા બાટલાનું મેઝરમેન્ટ લઈને ચાલ્યો ગયો.

અવી : હવે તમે જાવ... બધું ઓકે જ છે... અને હા... ઘરેથી મારી ચેકબુક મોકલાવજો... " અવી ફોનમાં પડ્યો.. મહેશ અવીને સામાન્ય હાલતમાં નિહાળતો થોડી વાર બેસી ને ચાલ્યો ગયો.

ધડામ!!!! દરવાજાના અવાજથી અવી રીતસર ફડકી ગયો... તેને નજર ઉપાડી.. " તારામાં અક્કલ નામની વસ્તુ છે કે બેચી ખાધી. ?? " અસી આવતા વેંત તાડુકી... " wait.. wait... dont... its broken" અસીએ ઝાપટ મારવા હાથ ઉગામ્યો પણ અવી બન્ને ગાલ આડો હાથ કરતા બોલ્યો..

અસી : બતાવ.. " તેને આંખો કાઢી... એટલે અવીએ હાથ દૂર ખસેડ્યા.. " totally.. breaked.. " તેને બન્ને હાથ વડે અવીના જબડાને ધીમેથી હલાવી જોયું...

મનુ : એલા... ચા તો ઠંડી થઇ ગઈ... અહીં ક્યાંય ગેસ હોય તો બતાવ.. ગરમ કરી આવું... " મનુ ટેબલ ઉપર ચા મુકતા બોલ્યો.. અને અવી સામે જોયું... " એલા શુ થયું.. આમ તો સાજો જ દેખાય છે... સબમિશનથી બચવાના બહાના નથી ને " તે અવીને નજીક જઈને વધુમાં પૂછ્યું.

અસી : બે.. દેખાતું નથી.. આમ જો.. એક સાઈડનું જબડું.. અંદર ઘુસી ગયું છે... " તેને મનુને માથામાં ટપલી મારતા કહ્યું..

મનુ : હા... યાર... ત્યાં શુ થયું... " તેને ચહેરો નજીક લઈ જઈને પૂછ્યું.. " એલા આ દાઢી નીચે શુ થયું ?? " તેને અડકવાની કોશિશ કરી પણ અવીએ તેનો હાથ પકડી લીધો..

અવી : એલા વાઈપર ઘુસી ગયું હતું.. અંદર સોંસરવું નીકળયું બોલ.. સારું કર્યું જીભમાં ન ઘુસ્યું બાકી મૂંગો થઇ ગયો હોત..

અસી : ડોકટરે શુ કહ્યું ?? હવે આગળ શુ કરવાનું ?? " અસી પોતાના પપ્પાને ફોન કરવા લાગી...

અસી : પપ્પા તમે બપોરે ફ્રી થાવ તો અહીં હોસ્પિટલે આવજો.. અવી જબડું ભાંગીને બેઠો છે... "સામેથી તરત ફોન ઉપડતા અસી દેકારો કરવા લાગી.

રાકેશ : કઈ રીતે ભાંગ્યું... " તે પોતાની ચેર પરથી ઉભો થઇ ગયો.. અને અસિસ્ટન્ટને હાથેથી ડ્રાઈવરને ગાડી કાઢવાનો ઈશારો કર્યો.. એટલે પેલો ઉતાવળા પગે બહાર તરફ ચાલતો થયો...

અસી : કઈ નહિ... ફેસ ટૂ ફેસ ક્યાંક અથડાયો છે... બીજું કશુ થયું નથી.. પણ નીચેના જબડાનાં બે કટકા થઇ ગયા છે... " તેને ટેબલ પર બેઠા બેઠા અવીના સાથળ પર ચીંટિયો ભર્યો...

રાકેશ : ઓહહો.. બેટા એક કામ કર મને અડ્રેસ મોકલ હું આવું છું હોને... " તેને ફોન મુક્યો અને.. ઓફિસ બહાર ચાલતો થયો...

વધુ આવતા અંકે........

અમલ


Rate & Review

Dhruti Mehta અસમંજસ

સરસ સ્ટોરી છે

Ranjan Rathod

Ranjan Rathod 2 years ago