Murder and Kidnapping - 14 books and stories free download online pdf in Gujarati

મર્ડર અને કિડનેપિંગ. - 14

હલો કોણ બોલો...
સોરભ: સર એક સ્ત્રીનો કોલ આવ્યો છે..

તેનું કહેવું છે કે તેને આજુ બાજુ થી અથવા તો એક બંધ મકાનમાંથી દુર્ગંધ આવી રહી છે.

સારું ચલો પહોંચી જઈએ શું પ્રોબ્લેમ છે તપાસ કરવી પડશે.

ઇસ્પેક્ટર પ્રમોદ :કોને ફોન કર્યો હતો?

"સર મે જ ફોન કર્યો હતો હું અહીં જ રહું છું મને આ બંધ મકાનમાંથી દુર્ગંધ આવતી હોય એવું લાગે છે."
ઇસ્પેક્ટર પ્રમોદ : આ મકાન ને તો તાળું લાગેલું છે.. એક કામ કરો હથોડી લાવીને મકાનનું તાળુ તોડી નાખો..
હા સર.
ઇસ્પેક્ટર પ્રમોદ: આ છોકરી ની લાશ ને લીધે દુર્ગંધ આવી રહી છે.
આ સામે નો રૂમ બહારથી લોક છે.. અંદર પણ તપાસ કરી લો.. કોઈ પણ જગ્યા બાકી રહેવી જોઈએ નહીં..
સોરભ :સર અંદર એક છોકરો બેભાન અવસ્થામાં પડ્યો છે..
સૌરભ જલ્દી એમ્બ્યુલન્સને ફોન કરો આતો વિવેક જ છે..
ઓકે સર.

ઇસ્પેક્ટર પ્રમોદ: સારું થયું અમે ટાઈમસર પહોંચી ગયા નહીં તો તું ઉપર પહોંચી ગયો હોત ..
તારું કિડનાપિંગ કરવામાં આવ્યું હતું હવે જલ્દી બયાન આપી દે શું શું થયું હતું?

કિડનાપરો એ પૈસા માટે મારું કિડનેપિંગ કર્યું હતું. તેઓએ મને એક ગાડીમાં ઊંચકીને બેસાડી દીધો હતો... મારી જોડે જોડે સોનમને પણ એ લોકોએ પકડીને ગાડીમાં લઈ દીધી હતી..

સોનમ ને એ લોકોએ કેમ મારી નાખી?

વિવેક: સોનમ ખૂબ જ બુમો પાડતી હતી... તેથી એ લોકોને પૈસા ન મળતાં...ગુસ્સામાં આવીને સોનમનું મર્ડર કરી નાખ્યું અને મને એક રૂમમાં પૂરી દીધો..

"તું એ લોકો ને ઓળખે છે ખરો તેઓ કોણ હતા?"
હા સર તેઓને હું ઓળખું છું બબન તેનું નામ છે તેની જોડે તેની પત્ની અને તેનો છોકરો પણ અમારા કિડનૅપિંગમાં સામેલ હતા..

કિડનેપિંગ કરીતી વખતે તેઓ ત્રણેય જણ આવ્યા હતા. એટલે મને લાગે છે કે તેઓ ત્રણેય ભેગા મળીને આ કાવતરું ઘડ્યું હશે..

બબન કોણ છે?

અમને જે ઘરમાં રાખવામાં આવ્યા હતા તે બબન કરીને વ્યક્તિ નું ઘર હતું..

સારું અમે તેને શોધી લઈએ છીએ પણ તે પણ બરાબર કામ નથી કર્યું.... તારી જોડે જે મીનાક્ષી નો વિડીયો છે.... તે ડીલીટ કરી નાખ... એમાં જ તારી ભલાઈ છે..

ઓકે સર હું ડીલીટ કરી દઈશ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો..

ભગવાનની મહેરબાની માન કે સમયસર તું મળી ગયો નહીં તો સોનમ જોડે તારું પણ મોત નક્કી હતું...તારા લીધે એક નિર્દોષ ની જાણ ગઈ છે..

ઇસ્પેક્ટર પ્રમોદ: સૌરભ એક કામ કરો બબન અને તેની ફેમિલી ને પોલીસ સ્ટેશનમાં ઉઠાવી લાવો.. હવે તો કિડનેપિંગનો માસ્ટરમાઈન્ડ મળી જ ગયો છે.. એમ સમજો હું પોલીસ સ્ટેશન પહોંચુ છું અને રાહ જોવુ છું..

ઓકે સર.
કુસુમ : સર આ શ્યામ પકડાઈ ગયો છે.. અનિતા નો કોલ સ્ટ્રેસ કરતા ખબર પડી હતી કે આ શ્યામ જોડે પણ અનીતા ની વાત થઈ હતી... અને જ્યાં ગુપ્તાજી બેગ મૂકવા ગયા હતા તે ગાડી જોડે પણ આ શ્યામ નો મોબાઇલ એક્ટિવેટ હતો... તેવા પુરાવા મળ્યા છે...
ઓકે હું જોઈ લઉં છે સૌરભ બંબને લઈને આવે ત્યાં સુધી..

સર મને જવા દો હું ગુનેગાર નથી મેં તો કશું જ કર્યું નથી..
તારું મોબાઈલ લોકેશન મળ્યું છે.. તેના આધારે તું ખોટો સાબિત થવું છું ...સાચે સાચું બોલી જા નહીં તો તારે ખૂબ મોટું પરિણામ ભોગવવું પડશે..

તે જ્યારે અનિતાને બેગ આપ્યું ત્યારે પણ તારો મોબાઈલ એક્ટિવ હતો તો જણાવ નહીં તો મર્ડરનો ગુનો તાર ઉપર જ લાગુ થવાનો છે..

ના સર મેં તો ખાલી ગાડી માં મૂકેલું બેગ લઈને અનિતા મેડમ ને પહોંચાડ્યું હતું એના મને દસ હજાર મળ્યા હતા..
દસ હજાર માટે હું શુ કરવા મર્ડર કરુ??

તું અનિતા ને કેવી રીતે જાણે છે?

તેમના ફ્લેટ નો હું સિક્યુરિટી ગાર્ડ હતો..તેઓનું મારી પર કોલ આવ્યો હતો કે એક બેગ ગાડી માં મૂકેલું છે તે મારે પહોંચાડવાનું છે.. બસ તેના મને પૈસા મળ્યા એના સિવાય હું કશું જ નથી જાણતો સર..

continue...